________________
૨૮
ઈએ. આ પ્રમાણે નામ પાડતા પહેલાં નામકરણ સંસ્કારથી કઈ
પણ સામાન્ય નામથી વ્યવહાર ચલાવવામાં આવતા હતા. (અ) નિષ્કમણુ–બાળકના કુમળા શરીરને બહારની હવા વિગેરે લા
ગવાથી નુકશાન થવાને સંભવ હેવાથી ત્રણ માસનું થાય ત્યાં સુધી તેને ઘર બહાર કહાડવામાં આવતું નહિ. એથે મહિને પિતાના ગૃહસુત્રોકત પ્રમાણે વિધિ સહ સંસ્કાર કરી બહાર કાઢવામાં આવતા. અન્નપ્રાશન સંસ્કાર––બાળકને છઠે મહિને અન્ન ખવરાવવાનું શરૂ કરતી વખતે વિધિ સહ આ સંસ્કાર કરાવતા. ચાલ સંસ્કાર–બાળકનું મગજ કુમળું હોવાથી તેને ઓછામાં ઓછાં ત્રણ વરસ સુધી હજામત કરાવતા નહિ. ત્યારબાદ ગમે તે ચગ્ય વખતે તેનું પહેલ વહેલું માથું મુંડાવતી વખતે આ
સંસ્કાર કરાવતા. (૨) ઉપનયન અથવા વ્રતબંધ –પુત્રનું મગજ ૮ મે વરસે અને
પુત્રીનું મગજ ૫ મે વરસે શીખેલું ધારણ કરી શકવા લાયક થાય છે, આ વિદશાનો મત યાનમાં લઈ તેટલી ઉમ્મર થયે પુત્ર પુત્રીને તેનો પિતા ગાયત્રી મંત્રને ઉપદેશ આપી ભણવા સારૂ પુત્ર હોય તો પુરૂષ શિક્ષકની વિદ્યાલયમાં અને પુત્રી હતા ત્રી શિક્ષકની વિદ્યાલયમાં ગુરૂને સેંપી આવતા; તે વખતે આ સંસ્કાર તેમને કરાવતા હતા. ૩પ-સમિપ અને વન–પ્રાપ્ત કરવું અર્થાત વિઘા ભણાવનારની પાસે વિદ્યાર્થીને લઈ જવા તે. ગુર તેને (૧) બ્રહ્મચારી રહેજે (૨) સત્ય બોલજે (૩) સંદયા વંદનાદિ કરજે અને (૪) વેદાદિ વિઘા શ્રદ્ધા પૂર્વક શીખજે આ ચાર ત્રતને ઉપદેશ કરી આ સંસ્કારના ચિન્હ તરીકે ઉપનયન (જનોઈ)
આપી પોતાની પાસે રાખતા. છે) વેદારંભ–ઉપર મુજબ ઉપનયન સંસ્કાર કર્યા પછી ગુરૂ તને વિદાદિ વિદ્યા શિખવવાનો આરંભ કરતી વખતે આ સંસ્કાર કરતા. ગુરૂ તેને ઉપરાંત ચાર વ્રત પળાવી ઓછામાં ઓછાં ૧૨ વર્ષ સુધી વિદ્યાભ્યાસ કરાવતા હતા. આવી સ્થિતિમાં રહેવું તેનું નામ બ્રહ્મચર્યાશ્રમ.
મનુષ્ય શરીરને કાંઈ વિધ્ર ન આવે તો વૃદ્ધિને નિયમ ૦ થી ૫૦ વરસ સુધી અને તે પછીનાં ૫૦ વરસ સુધી ક્ષયને નિયમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com