________________
પછી પોષણની વસ્તુ મળ્યાની ઈચ્છા ને તે પ્રાપ્ત થતાં તેનું પાચન થઈ રૂધિરાદિ થઈ શરીરની પુષ્ટિ તથા વૃદ્ધિનું થવું ઇત્યાદિ સર્વ આકર્ષણથીજ થાય છે. સ્થાવર પ્રાણિયોમાં પણ એના જેવી સર્વ ક્રિયા બીજી રીતે થતી જણાય છે. બારીકીથી જોતાં સૃષ્ટિનો સર્વ વ્યવહાર આકર્ષણ શક્તિથીજ ચાલે છે. જયાં એ શક્તિનું સત્વ ઘટે છે ત્યાં ક્રિયા થતી બંધ પડવા માંડે છે. માટે સ્વભાવથી જ થતા કામરૂપ આકર્ષણને તોડવું ઘણું કઠણ છે. તેથી શ્રી પુરૂષે યુવાનીમાં પરણવું જ જોઈએ, જે ન પરણે તો તે આડે રસ્તે ખેંચાઈ જવા સંભવ છે. વળી બળાત્કારે બ્રહ્મચર્ય પાળવામાં આવે તોપણુ ગૃહસ્થામાં તે સંબંધી પ્રતિષ્ઠા રહેતી નથી, એટલું જ નહિ પણ વખતે કામના વેગને બળાત્કારે રોકવા જતાં શરીરમાં તે સંબંધી વ્યાધિ થવાનો સંભવ છે. આ સઘળી બાબતો લક્ષમાં લઈનેજ યુવાવસ્થામાં પરણવાની જરૂર આર્યોએ સ્વિકારેલી છે. વિવાહ કેની સાથે અને કેવી રીતે કરવો જોઈએ એ માટે અનુ
સ્મૃતિ, સુશ્રુત સંહિતા અને રૂદમાં લંબાણથી વિવેચન છે. ઉપસ્થિતિ મચ્છકવિ (રૂદ પ-
૩૩) “કન્યાએ પોતાના લાયક યોગ્ય વર શોધી તેની સાથે લગ્ન કરવું. આ ચુર્વ ગ્રહન
મયમનો ( અથવ ૧૪–૨–) “ તરૂણ વર કન્યાએ જ પરણવું જોઈએ. ” ઉપર મુજબ વિદાઝા હેવાથી વેદકાળમાં સ્ત્રી પુરૂષનાં લોન મેટી ઉમરે અને ઘણે ભાગે એક બીજાને પસંદ કરીને કરતા. સ્ત્રીમાં વીત્વ પુરૂષ કરતાં ૯ વર્ષ વહેલું આવે છે માટે તેમની ઉમ્મરમાં ઓછામાં ઓછું તેટલું અંતર હોવું જોઈએ. તેમ એક ગોત્રની કન્યા સાથે પરણવું ન જોઈએ. શ્રી પુરૂષ પોતાની પસંદગીથી લગ્ન કરે નહિ, અને કન્યાના માબાપે તેનું લગ્ન કરવું હોય તો તેણે રોગરહિત, વિદ્વાન, ભરણ પોષણ કરવામાં સમર્થ અને શુભ કુળ એટલે ઉત્તમ આચાર વિચારવાળા તથા કન્યાથી ઓછામાં ઓછા ૯ અને વધુમાં વધુ ૧૮ વર્ષ મોટા વર સાથે પરણાવવી. તેવી જ રીતે પુત્રના બાપે પણ કન્યા રેગરહિત, ઉત્તમ શીક્ષા પામેલી, સુઘડ, શુભ ગુણવાળી અને પિતાના પુત્ર કરતાં ૯ થી ૧૮ વર્ષ સુધી નાની કન્યા હોય તેની
સાથે તેનાં લગ્ન કરવાં. વર કન્યાનાં લગ્ન થતા પહેલાં ( માટી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com