________________
૩ર.
(8) પુંસવન-પત્નિને ગર્ભ ધારણ થાય છે એવી ખાત્રી થયા પછી
ત્રીજે મહિને પિતાના ગૃહસુત્રોક્ત મુજબ વિધિથી ગર્ભમાં વિર્ય, પરાક્રમ સ્થાપવા માટે આ સંસ્કાર કરતા. સિમજાન્નયન–ચોથે, છઠે કે આઠમે મહિને ઘણું કરીને ગર્ભ રહ્યા પછી પાંચમે મહિને ગર્ભણી તેમજ તેના ગર્ભની શક્તિ તથા રક્ષા કરવા માટે કરતા. પોતાના ગૃહ્ય સુત્રોક્ત મુજબં વિધિ પ્રમાણે હોમાદિ કરી, જેનાં બાળકે જીવતાં હોય તેવી સભાગ્યવંતી રીઓ પાસે ગર્ભણીને મંગળાચાર કરાવે. મતલબ કે ગર્ભ તથા ગર્ભની રક્ષા તથા શુદ્ધિ માટે આ સંસ્કાર કર્યા પછી ખુબ કાળજી રાખવામાં આવતી. ગર્ભણીને આનંદમાં રાખવાની, તેને મહેનત નહિ આપવાની, તથા ગર્ભ પુષ્ટ થાય તેવો ખોરાક આપવાની અને સત શા જાણવા સાંભળવાની ગોઠવણ વિગેરે
કરી આપતા. (૨) વાનપ્રસ્થાશ્રમ-૫૦ વરસની ઉમ્મર થયા બાદ જેને ગૃહસ્થા
શ્રમમાં જ્યારે વૈરાગ્ય પ્રાપ્ત થાય, ત્યારે તે સંસાર વ્યવહારના ભાર પિતાનાં સંતાને ઉપર નાંખી, એકલા અથવા સ્ત્રી સાથે ધર્મ કાર્ય સાધવા માટે વનમાં જઈ રહેતા. તેને વાનપ્રસ્થાશ્રમી કહેતા. વાનપ્રસ્થમાં દાખલ થયા પછી તેમણે જીતેન્દ્રિય રહી, ફળાહાર કરી, સંત સમાગમ કરી તત્વ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવો અને લોક કલ્યાણ માટે પોતાનાથી થાય તેટલા પ્રયત્ન કરો; એ આ
આશ્રમવાળાઓનું મુખ્ય કર્તવ્ય કર્મ ગણવામાં આવતું. () સંન્યાસાશ્રમ–વાનપ્રસ્થાશ્રમમાં રહી સંત સમાગમથી સારી રીત
જ્ઞાન મેળવ્યા બાદ જયારે સંસારની સર્વ વસ્તુ વિવાદિ ઉપરથી અભાવ થઈ જાય અને કોઈ પણ બાબતની ઈચ્છા ન રહે, સર્વમાં આત્મભાવ અનુભવે એવા પુર્ણ વિદ્વાન, રાગદ્વેષ રહિત અને સર્વ પ્રાણીઓ ઉપર જેને ઉપકાર કરવાની ઈચ્છા હોય તેવા મહાપુરા સંન્યાસી થઈ આ આશ્રમમાં દાખલ થતા. તેઓ એકાંત સ્થળમાં રહી કળમૂળાદિ જે મળી શકે તે ઉપર નિભાવ કરી લેતા.
૧. સંન્યાસીઓના ધર્મ તથા દંડ કમંડળ અને ભગવાં વસ્ત્ર ધારણુંદ બાહ્યાચાર પ્રસિદ્ધ છે; પરંતુ ખરે દંડ તો મન, વાણી અને કર્મની એક્તારૂપ ત્રીદંડ છે, તે છે. સર્વ કર્મને ન્યાસ કરવો તેનું નામ સંન્યાસ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com