________________
અર્થાત્ માતા, પિતા, ગુરૂ, આચાર્ય, અને વિદ્વાન એ પિતૃ ગણાય છે. તેમની યોગ્ય આજ્ઞા મુજબ વતી તેમને અન્ન, જળ, વયાદિ જરૂરિઆતની ચીજો શક્તિ મુજબ શ્રદ્ધાપૂર્વક આપી તેમને તૃપ્ત કરવા. તેમના મર્ણ બાદ પણ તેમને આપેલી સશિક્ષા મુજબ વર્તી તેમને મેળવેલી સકિર્તિમાં વધારે કરવો અને તેમની આબરૂને ધક્કો કે દુષણ લાગે તેવું કાર્ય કરવું નહિ; એટલું જ નહિ પણ તેમની મર્ણ તિથિએ તેમના નિમિત્તે યથાયોગ્ય શક્તિ અનુસાર દાન વિગેરે
કરવું તે. () અતિથિયજ્ઞ–જેને આવવાની તિથિ નકી નથી તે અતિથિ.
અતિથિ જ્યારે આવે ત્યારે તેમને તેમના અધિકાર મુજબ સત્કારપૂર્વક આસન આપી અન્ન, જળ, વસ્ત્રાદિથી સંતોષી તેમના કાર્યમાં મદદ કરવી તે અતિથિ યજ્ઞ. અતિથિ વિદ્વાન કે વડીલ હોય તે તેમની પાસેથી જ્ઞાન મેળવવા હરકત નથી, બાકી અતિથિ પાસેથી કાંઈપણ લેવાનો અધિ
કાર કેઈને નથી. (૩) ભૂતયજ્ઞ–પ્રાણિમાત્રને ભૂત કહે છે. ગાય, કૂતરાં, વિગેરે
ઉપયેગી જીવ અને ભૂખ્યાં પ્રાણીને યથાશકિત અન્ન, જળ,
તૃણાદિથી તૃપ્ત કરવાં તે ભૂલ્યગ. આ પાંચ યજ્ઞ કરતાં વધેલું અન્ન તે યજ્ઞશેષ કહેવાય છે. ગીતાજીમાં કહ્યું છે કે— યશેષ ખાનાર સૈ, પાપથી મૂકાય;
રાધે પોતા માટ તે, પાપી પાપજ ખાય. ( અ૩ પ્લે. ૧૩) (૪) સંસ્કાર–આગળ કહી ગયા કે જેમ ચાર વર્ણ છે તેવીજ
રીતે જીદગીના ચાર ભાગ પાડી આશ્રમ વ્યવસ્થા વિદકાળમાં હતી. અમુક સ્થિતિમાં અમુક ધર્મ સહિત રહેવું તે એકએક આશ્રમનું સામાન્ય સ્વરૂપ છે. બ્રહ્મચર્ચ, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ એવા ચાર આશ્રમ છે. ચારે આશ્રમમાં ચારે વર્ણને આધકાર નથી, પણ ત્રીવર્ણન છે. ગુણ, કર્મ, સ્વભાવ પ્રમાણે વર્ણ વ્યવસ્થા ઠરાવાતી હવાથી શુદ્ર જે નીચ ધંધા
કરનાર, મૂઢ, અભણ, અજ્ઞાની અને મલીન હોવાથી તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com