________________
ર૧
અનૈછિક કર્મો તે પલુ કર્મ ગણાય છે ખરાંપરંતુ તે મનુષ્યની સત્તા બહારનાં હોવાથી તેને ઇરિના ધર્મમાં ગયા છે. આ કર્મો મનુષ્ય પ્રયત્ન કરી રોકી શક્તા નથી માટે જ શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે કે “ જાવા
દ શાહ (અ. ૫ શ્લ. ૯) “ઇટિ ઇંદ્રિયોના વિષયમાં વતે છે એમ માનવું” માટે તે કર્મ રોકવા પ્રયત્ન કરવો જ નહિ. એ સિવાયનાં તમામ કર્મો જેવાં કે મનની સ્પણું, હાલવું, ચાલવું, સુવું, બેસવું, ધંધો, રોજગાર કે નોકરી કરવી; ખાવું પીવું, કુટુંબાદિનું પિષણ કરવું, વિગેરે તમામ મિયામાત્ર તિ કર્મ. એ સારા નરસાં એમ બે પ્રકારનાં છે. ધર્મ પરિભાષામાં કર્મના ચાર વિભાગ થઈ શકે છે. (૧) નિત્ય-શાચ, સ્નાન, સંધ્યા, ખાવું, પીવું, સુવું, નિદ્રા લેવી વિગેરે. (૨) નૈમિત્તિક-પ્રસંગવશાત આદર, સહકાર, સંસ્કાર, યજ્ઞાદિક વિગેરે
કરવાં તે. (2) કામ્ય–પાનાના તથા પોતાના સ્નેહી સંબંધીઓની શારીરિક
સ્થિતિ સાચવવી, તેમની રક્ષા કરવી અને તેમના ગુજરાન માટે ન્યાય નીતિયુક્ત ધંધા રોજગારાદિથી વ્યાપાર્જનાદિ સ્વાર્થસિદ્ધિ માટે કાર્યો કરવાં તે. પ્રાયશ્ચિત-જાણે અજાણે થયેલાં કર્મને પ્રત્યુપકાર યા માફી માગવી તે.
એ સિવાયનાં દુઃખદાયક તથા ધર્મનીનિ વેદ) વિરૂદ્ધ કર્મ નિષિધ હોવાથી તે હમેશાં ત્યાજ્ય છે માટે તેને કર્મમાં ગણતા નથી. જે કર્મ કરતાં હદયમાં ભય, સંશય અને લજજા ઉત્પન્ન થાય છે તે સઘળાં નિષિદ્ધ કર્મ છે, માટે તે કર્મ કદાપિ કરવાં નહિ. દરેક માણસમાં સરખા ગુણ સ્વભાવ હોતા નથી માટે અધિકાર ભેદ પ્રમાણે કમે પણ જુદાં જુદાં હોવાં જોઈએ એ સ્પષ્ટ છે. આ નિયમને દયાનમાં લઈ અવિકાર પ્રમાણે કેવાં કેવાં કર્મ કરવાં ગઇએ તેની યથાયોગ્ય વ્યવસ્થા રહેવા સારૂ વેદકાળમાં દરેક આચના ગુણ, કર્મ,
સ્વભાવાદિની પરીક્ષા કરી અધિકાર પ્રમાણે ચાર વર્ષ અને તેજ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com