________________
વિઘાને લગતાં વિવિધ પુસ્તકે રચીને દેશમાં કળા કૌશલ્યતાની અભિવૃદ્ધિ સાથે બળ, બુદ્ધિ, શ્રી, સરસ્વતિ, સંપ અને શુદ્ધ નિતિ-રીતિનો વધારો કર્યો હતો. જો કે ગામ હોય ત્યાં ઢેડવાડો પણ હોય છે એ નિયમ પ્રમાણે તે સમયમાં પણ કેટલાક વેદવિરૂદ્ધ વર્તન કરનારા દેશમાં હશે, તેમને દસ્યુ (દાસ); રાક્ષસ, અસુરાદિના નામથી ઓળખવામાં આવતા હતા. તેઓ કઈ કઈ વખતે આર્યોની સામે થતા, પરંતુ તે લેકોની સંખ્યા ઘણીજ કમી હોવાથી ઉત્તમ ગુણયુક્ત બુદ્ધિશાળી નિપુણુ આર્યોની સામે તેઓ ટકી શકતા નહિ, અને પરાજય પામી આર્યોથી દબાઈ તેમની આજ્ઞામાં રહેવાનીજ તેમને ફરજ પડતી હતી. પુરાણ વિગેરેમાં દેવાસુર સંગ્રામનાં વર્ણનો છે, તે કેટલાંક રૂપક છે તો કેટલાંક આર્યો તથા રાક્ષસોની લડાઈઓની જ હકીકત દર્શાવનારાં છે.
વેદકાળમાં કર્મ, ઉપાસના (ભક્તિ) અને જ્ઞાનનું સ્વરૂપ કેવું હતું તથા આર્યો તે કેવી રીતે પાળતા તે જોવાની જરૂર છે. વેદ ઉપરાંત ઉપનિષદો, મનુસ્મૃતિ, અને ગીતાજી વિગેરેથી તેના ઉપર સારું અજવાળું પડે છે.
૧. રિદ્વાજ સો વેલા: (શ. કાં. ૩ પ્ર. ૫ બ્રા. ૬ ક. ૧૦ ) વિદ્વાન પુરષો તે દેવ, તેવી જ રીતે તેને માનવ સંસાઃ હિતં સાર્યાનિતિ (ભર્તુહરિ શતક) જે પોતાના હિત સાર પારકાના હિતનું હનન કરનારા મનુ તે રાક્ષસ. આ બંનેનું યુદ્ધ ને દેવાસુર સંગ્રામ.
આપણા લોકોનું એવું માનવું છે કે શીંગ, પુસ, વિગેરે વિચિત્ર બેવળ આકારવાળાં હોય તેને રાક્ષસ હેતા; આ તેમની સમજ ભૂલભરેલી છે. કારણકે રાક્ષમાં પણ સ્વરૂપવાન ઘણું હોય છે, અને તે આધણાદિ આર્ય પ્રજમાંથી જ થયેલા હોય છે. દાખલા તરિકે-રાવણું બ્રાહ્મણ પુત્ર હતો અને વેદ પણ જાણતો હતું, તેને વેદનું ભાગ્ય પણ કરેલું કહેવાય છે; પણ તે સ્વાથી અને લંપટ હોવાથી તેને રાક્ષસ ગણેલો છે. કાવ્ય ગ્રંથમાં કવિ લોકેએ આવા દુષ્ટ સ્વભાવના એટલે વેદવિરૂદ્ધ વર્તન કરનારાઓના વિચિત્ર સ્વભાવને લીધે તેમની શરીર રચના પણ વિચિત્ર અને ભયકારક વર્ણવી કાવ્યશનિને અલંકારાદિથી ચમકવેદી છે, તેથી તેના અક્ષરે અક્ષરને સત્ય માની બેસવું ય નથી.
૨. રીડગગીતા-મહાભારતના યંકર યુદ્ધ સમયે શ્રીકૃષ્ણ અર્જુનને કરેલા ઉપદેશને સંગ્રહ મી વ્યાસરૂષિએ મહાભારતમાં વર્ણવ્યો છે, તેને ગીતાજી અથવા શ્રીમદ્દ ભગવતગીતા કહેવામાં આવે છે. આ ગ્રંથ અધ્યાત્મ વિજ્ઞાન ભંડાર, સર્વ શાનો સાર અને તત્વજ્ઞાનથી ભરપુર છે. માટે જ કર્યું છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com