________________
૧૮
વિદ હતો, અને સમય પણ શાંતિ હતા. તેથી આટલા સમયને પુરાપુકારે સત્યાદિ યુગના નામથી ઓળખાવે છે. આપણે આટલા સમયને વેદકાળ અથવા જ્ઞાનયુગ કહીશું. કારણ કે આ સમયમાં આ વેદની આજ્ઞા પ્રમાણે વર્તી પોતપોતાના વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે યથા યોગ્ય ચાલતા હતા એટલું જ નહિ પણ તેટલા સમયમાં તેમના વિદ્વાનોએ અથાગ પરિશ્રમ કરી લેક કલ્યાણ માટે અનેક પ્રકારની નવિન શોધ ખોળ કરી દરેક
૧. દરેક વિદ્યાને લગતાં વેદકાળમાં અનેક પુસ્તકે લખાયાં છે. આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ અને અથર્વવેદ એવા ચાર ઉપવેદ; શીક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરૂક્ત, છંદ અને તિષ એ છે વેદાંગ; ન્યાય, યોગ, સાંખ્ય, વૈશેષિક, મિમાંસા અને વેદાંતસુત્ર એ છ દર્શન; છાંગ્યાદિ મુખ્ય દશ ઉપનિષદ આશ્વલાયનાદિ સુત્ર ગ્રંથે, મન્વાદિ વીશ સ્મૃતિઓ, વિગેરે. જેમાં દર્શને, ઉપનિષદે, સુ, અને સ્મૃતિઓની હકીક્ત આગળ આપી ગયા છીયે. બાકીનાની અત્રે આપીએ છીએ. (૧) આયુર્વેદતેમાં શરીરનું આંતરીય જ્ઞાન, દિવસ રાત્રી તથા ઋતુ ઋતુમાં
કેમ વર્તવું, વ્યાયામ; રેગનું નિદાન, સ્વરૂપ તથા ઔષધને લગતું વર્ણન છે.
ચરક, સુશ્રુત, હારિત, વામ્બટ, વાસ્યાયનકૃત કામશાસ્ત્ર વિગેરે તેના અંતર્ગત છે. (૨) ધનુર્વેદ–તેમાં શસ્ત્રાસ્ત્ર વાપરવાની રીત અને યુદ્ધ વિદ્યાને લગતું વર્ણન છે. (૩) ગાંધર્વવેદ તેમાં રાગરાગણી, નૃત્યકળા અને વાદ્ય વગાડવાની વિગેરે સંગીત
વિદ્યાને લગતું વર્ણન છે. સામવેદ ગાયનમાંજ ગવાય છે. સંગિત રત્નાકરાદિ ગાયનના તથા કાવ્ય, નાટય અને અલંકારશાસ્ત્ર વિગેરે તેનાં અંતર્ગત છે. અથર્વવેદ-તેમાં નિતિ, શિલ્પ, કૃષિ, પાક, ચોસઠકળા, નવરત્નપરીક્ષા, પશુવિદ્યા, ભૂગર્ભ વિદ્યા, પદાર્થ વિજ્ઞાન વિગેરે કળા કૌશલ્યતાને લગતું ધનપ્રાપ્તિના ઉપાય બેધક વિદ્યાઓનું વર્ણન છે. શિક્ષા-ક પાણિની–તેમાં વેદના સ્વર તથા વર્ણના શુદ્ધ ઉચ્ચાર કરવાની
રીત કહેલી છે. અનેક પ્રાતિશાખ્ય ગ્રંથે તેના અંતર્ગત છે. (૬) કલ્પ–આ સુત્ર ગ્રંથે સંબંધી વર્ણન આગળ આવી ગયું છે. તેમાં વેદમાં
કહેલા કમાના અનુષ્ઠાનની રીત કહેલી છે. વ્યાકરણ-ક પાણિની–તેમાં શુદ્ધ લખવા તથા બેલવાની વિદ્યા છે. આના
ઉપર કાત્યાયન તથા પતંજલીએ વાર્તિક અને ભાષ્ય લખ્યાં છે. (૮) નિરૂક્ત-ક યાસ્કમુનિ–તેમાં વેદના કઠણ પદેના અર્થ સમજાવેલા છે.
નિઘંટુ અને અમરશ તેના અંતર્ગત છે. (૯) છંદ–કના પિંગલમુનિ–ગાયાદિ દેની રચનાનું તેમાં વર્ણન છે.
વન રત્નાકરાદિ ગ્રંથ તેના અંતર્ગત છે. (૧૦) તિષ એમાં ગ્રહ, ઉપગ્રહની ગતિ, માપ વિગેરે ખગોળને લગતું જ્ઞાન છે.
સૂર્ય સિદ્ધાંત, આર્ય સિદ્ધાંત, અને સિદ્ધાંત શિરોમણિ વિગેરે આના અંતર્ગત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
(૪)