________________
૧૬
વેદકાળ અથવા જ્ઞાનયુગ
ઈ. સ. પૂ. ૧૯૭૨૯૪૭૧૦૧ થી ઇ. સ. પૂ. ૩૧૩૭ સુધી.
મહાભારત નામના ઈતિહાસિક કાવ્ય ગ્રંથમાં સૃષ્ટિના આરંભકાળના મહારાજા સ્વાયંભૂથી તે યુદ્ધિષ્ઠિર સુધીના ચક્રવર્તિ મહારાજાઓની વંશાવળી આપેલી છે. તે ઉપરથી માલુમ પડે છે. કે સૃષ્ટિના આદિ સમયથી એટલે ઈ. સ. પૂ. ૧૯૭ર૯૪૭૧૦૧ થી તે ઈ. સ. પૂ. ૩૧૩૭ માં મહાભારતનું ભયંકર યુદ્ધ થયું ત્યાં સુધી આર્યાવૃત્તના આર્યોનું જ સાર્વભેમ રાજય હતું. મહાભારતની લડાઈ પ્રસંગે ચીનને ભગદત્ત, યુરોપને ખીડાલાક્ષ, અમેરિકાને બબ્રુવાહન. ઈરાનને શલ્ય, કંદહારને શકુની, વિગેરે રાજાઓ આવ્યા હતા. તે વખતે પૃથ્વિ ઉપર નાનાં
૧. સૃષ્ટિના આરંભળ માટે ઘણું મતભેદ છે. યાહુદી અને ક્રિશ્ચિયન ધર્મના બાઇબલમાં ઇ. સ. પૂ. ૪૦૦૪ માં સૃષ્ટિને આરંભકાળ જવી નેહના ત્રણ પુત્ર હેમ, શેમ અને જેકટ પ્રલય પછી એશિઆ, યૂરોપ અને આફ્રિકામાં ગયા અને તેમનાં સંતાનથી એ દેશ વસ્યા એમ લખેલું છે. આ લખાયું હશે ત્યારે અમેરિક ખંડ જણાચલે નહિ હોય તેથી નહને ચોથે પુત્ર ક૫વો રહી ગયો હશે.! ! ! મેજીઅન અને જરથોસ્તી ધર્મ પ્રમાણે ઉત્પત્તિ કાળનો સમય એક ઝાદ એટલે ૬ ઉપર ૨૧ મીડાં મૂકવા જેટલાં વર્ષ થાય છે. અજ્ઞાન તિમિર ભાસ્કર નામના જૈન શાસ્ત્ર પ્રમાણે ૨૬ ઉપર ૧૪૦ મીડાં મૂકીએ તેટલાં વર્ષ થાય છે. મુસલમાનો તે સૃષ્ટિની ઉત્પત્તિ સમય અનાદિ માને છે. અને બાદ તો તેનો વિચાર કરવાની જ ના પાડી છે ! ભૂસ્તર શાસ્ત્રવેત્તાઓની શોધ પ્રમાણે મનુત્પત્તિને જ ડામાં થોડાં ૨૦૦૦૦ વર્ષ થયાં છે. (જુઓ હિસ્ટરી ઓફ ક્રિએશન ) જે. એમ. કેનેડી પૂર્વના ધર્મો અને ફસુફી નામના પુસ્તકમાં લખે છે કે આર્યોની ઉત્પત્તિ ઈ. સ. પૂ. ૬૦૦૦૦ વર્ષથી ઓછી તો નથી જ. આ બધી બાબતોને લક્ષમાં લેતાં આર્યકાળ ગણના જ સત્ય માનવામાં કાંઈ હરકત નથી; કારણકે આર્યોમાં નિત્ય પ્રતિ સંધ્યા વિગેરે કાર્યોમાં કાળ ગણનાને સંકલ્પ કરવા પડે છે, એ સંકલ્પના લોકાર્ય પ્રમાણે સૃષ્ટિ તથા વેદને આરંભાળ ઈ. સ. પુ. ૧૯૪૨૯૪૭૧૦૧ છે.
૨. મહાભારતનું યુદ્ધ થયા પછી ક૬ વર્ષ યુદ્ધિષ્ઠિર રાજ્ય કરી ગાદી પરીક્ષતને સોંપી હતી ત્યારથી તેમને શક ચાલુ થયા હતા અને ૩૦૪૪ ને શક થયા પછી વિક્રમ સંવત શરૂ થાય છે. એ હિસાબે જોતાં (૩૦૪૪+૩૬૫૭) એટલે ઈ. સ. પૂ. ૩૧૩૭ માં મહાભારતનું યુદ્ધ થયું હતું તે સિદ્ધ થાય છે. નેચર્સ ફાઈનર કેરોસીજના સુપ્રસિદ્ધ લેખક બાબુ રામપ્રસાદ એમ. એ. એમણે બંગાળી ભાભામાં આ બાબત એક લેખ લખી આ વાત સિદ્ધ કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com