________________
“અમારાં નકા, રથ અને વિમાન એ ત્રણે વાહને યોજના કરેલા વિપુનાદિ પદાર્થો વડે પ્રતિદિન પાણે પૃથ્વિ અને આકાશમાં આનંદપૂર્વક સંચાર કરે તે વાહનેની તરફ ત્રણ પ્રકારની ધાતુ (લાહ, તામ્રાદિ ) હાવી જાઈએ આ ત્રણે વાહનો વિદ્યુત, અગ્નિ વિગેરે પદાર્થોના યોગથી તેમના રસ્તા ઉપરથી આત્મા, વાયુ અને મનના જેવી શિવ્ર ગતિએ સુખપૂર્વક જાય ” “પૂર્વોક્ત ત્રણ પ્રકારનાં વાહનોમાં મનના જેવી શીવ્ર ગાન ઉત્પન્ન કરવા માટે વાયુની અને વાયુ તથા પાણીના સિચનની યોજના કરવી. આવા પ્રકારની કળાઓથી જે યુક્ત હોય છે તે ઉત્તમ કૃત્ય કરે છે. તેમને હમેશાં સુખ પ્રાપ્તિ થાય છે. કારણકે તેઓ વગથી એક સ્થાનથી બીજા સ્થાનમાં જઈ પહોંચે છે.”
इयं वेदिपरो अन्तः पृथिव्या अयं यज्ञो भुवनस्य नाभिः । अय सोमो दृष्णो अश्वस्यरेतो ब्रह्मायं वाचः परमव्योम ॥
( યજુ. ૨૩–૬૨ ). “ આ વિદી વિંકાણુ, ચતુષ્કોણ, ગાળ, શનાકાર અથવા બીજા આકારવાળી છે. પૃથ્વિની જે ચારે બાજુની છેવટની હદ તે તેને પરિઘ છે. પરિઘની બન્ને બાજુઓ જેડનાર લીટીને વ્યાસ કહે છે. આ લીટી તે અશ્વિની મધ્ય રેખાજ છે. ચંદ્રલોકને પણ એજ પ્રમાણે પરિઘ વ્યાસ હોય છે. વૃષ્ટિ કર્તા સૂર્ય, વાયુ અને અગ્નિ એ વેગના હેતુઓને પણ એજ પ્રમાણે પરિઘ વગેરે હોય છે. તેમનું વિર્ય અને ઔષધિરૂપ સામર્થ્ય ચે તરફ પ્રસરેલું છે. આ મંત્રમાં દિને આકાર, પૃવિને પરિઘ અને વ્યાસ એ શબદ રેખાગણિત સુચવે છે. બ્રહ્મવાણુથી પણ પર હેઈને સર્વની પરે વ્યાપક રહે છે. ” आयं गौः पृभिरक्रमीद सदन्मातरपुरः । पितरं च प्रयन्त्स्व ॥
( જી. ૯-૬ ) “ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને અન્ય ગળ આકાશમાં આક્રમણ કરે છે. તેમાંથી પૃથ્વી પોતાની જળ પરમાણુરૂ૫ આકાશસ્થ માતાને અને અમય સુય પિતાને પ્રાપ્ત થઈને પુનઃ પુનઃ જાય છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com