________________
૩૩
બુદ્ધિ તેમજ આધુનિક અનુસંધાનકારની વૈજ્ઞાનિક પ્રણાલી પણ જોવા મળી. મહાવીરની પૂર્વની પરંપરાની રજૂઆતમાં મુનિજીએ માત્ર સાહિત્યિક જ નહીં પરંતુ પુરાતાત્ત્વિક પ્રમાણેાના પણ ઉપયોગ કર્યાં છે. એથી તેઓ અવતારવાદ સામે ઉત્તારવાદનું પ્રતિપાદન કરી કહી શકયા છે કે મહાવીરની પરપરામાં વ્યક્તિની આંતરિક શક્તિઆનું ઊર્ધ્વીકરણ થાય છે, નહી' કે ઊંચ-સ્થાને પ્રતિષ્ઠિત એવી આત્મશક્તિઓનું અવતરણ થાય છે.
ભગવાન મહાવીર : એક અનુશીલન'માં વિષયની રજૂઆતની સાથે સાથે વિષયનું ઊંડાણુ પણ જોવા મળે છે. ૨૪ અવતારાની વાત કરતી વખતે લેખકે ભારતીય ચિંતકાના અવતારા અંગેના વિભિન્ન દષ્ટિકેણુનું મથન કર્યું છે. ઋષભદેવના જીવનદનની વ્યાખ્યા કરતી વખતે માત્ર ભારતીય જ નહીં પરંતુ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના વિભિન્ન દેશમાં પણ ઋષભદેવ ઉપાસ્ય હાવાનું સૂચન કરનાર વિદેશી પ્રમાણેાના સારા પ્રમાણમાં ઉપયેગ મુનિજીએ કર્યા છે. સાધુ-જીવનની મર્યાદામાં રહીને આટલા સંદર્ભો આપવા તે શ્રી દેવેન્દ્ર મુનિજીને પોતાના પુરુષા છે. આ બધાથી અતિરિક્ત પ્રસ્તુત પુસ્તક વિશુદ્ધ-બુદ્ધિજીવી પરંપરામાં લખવામાં આવ્યુ છે. વળી તે સ ંપ્રદાયના ઘેરાથી દૂર રહ્યુ છે. આ કારણે મુનિ
જીને આ પ્રયત્ન સફળ જ થચે છે એટલુ’ જ હી પરંતુ ભગવાન મહાવીરના વ્યક્તિત્વને અનેક આયામામાં ઉદ્ઘાટિત પણ કરે છે. વળી તેઓએ અનેક પાવ -પ્રસ ંગાને અનુકરણીય બનાવ્યા છે. આશા છે કે બૌદ્ધિક જગતમાં આ પુસ્તકના જેટલેા આદર થશે એટલેા જ લાભ જૈનધમ તે જ મહાવીરમાં આસ્થા રાખનાર વ્યક્તિઓને પણ થશે.
અસ્તુ.
સહાયક પ્રાફ્ેસર પ્રાકૃત-સંસ્કૃત વિભાગ ઉદયપુર વિશ્વવિદ્યાલય
Jain Education International
गाणं रस्स सार
–ડૉ. પ્રેમસુમન જૈન એમ. એ. ( પાલી-પ્રાકૃત, જૈનિમ, પ્રાચીન ઇતિહાસ)
સિદ્ધાન્તશાસ્ત્રી, સાહિત્યાચાય, પીએચ.ડી.
For Private & Personal Use Only
www.jainelibrary.org