________________
વ
સ'Ò જૈનાચાર્યાએ પ્રાકૃતમાં આપ્યા છે કે જે અન્ય ભાષામાં ઉપલબ્ધ થતા નથી. ઉત્તરાધ્યયન ટીકા (૪, પૃ. ૮૩) તેમજ દશવૈકાલિક ચણિ (૧, પૃ. ૪૪) આદિના સંદર્ભોમાંથી તે જાણવા મળે છે કે ધાતુના પાણીથી તાંખા વગેરેને સિક્ત કરી, સુવ મનાવવામાં આવતું હતું. ‘કુવલયમાલા કહા 'માં એને ધાતુવાદ કહેવામાં આવ્યે છે, જેનુ વિસ્તૃત વર્ણન એ જ ગ્રંથમાં છે.
કલા તેમજ વિજ્ઞાન ઉપરાંત જૈનાગમેામાં તત્કાલીન સભ્યતાનાં વિવિધ ઉપકરણાનું પણ વિવેચન થયું છે. પ્રાચીન ભારતનાં વસ્ત્ર, આભૂષણ તેમજ મનેારજનનાં વિવિધ સાધનેાની પ્રર્યાપ્ત જાણકારી જૈન સાહિત્યના અધ્યયનથી થઈ શકે છે. આ પ્રમાણે માત્ર ભગવાનની પૂર્વ-પરંપરા, એમનું જીવન-દન, સાંસ્કૃતિક-વારસે। જ નહીં પર’તુ એમની પરંપરામાં વિકસેલાં સાહિત્ય અને શિલ્પ પણ ભારતીય સ ંસ્કૃતિની ગૌરવગાથા કહેવાય છે. તથા ભારતીય ચિંતક અને મનીષીઓની આત્માનુભૂતિને એમને સાક્ષાત્કાર કરાવે છે.
આધુનિક સંદર્ભોમાં-ભગવાન મહાવીરના જીવન-દર્શનને સમગ્ર રૂપમાં પ્રસ્તુત કરવાની અત્યંત આવશ્યકતા છે. આ દિશામાં છેલ્લાં ૫૦ વર્ષથી વિદ્વાનેા દ્વારા પ્રયાસ કરવામાં આળ્યેા છે. કેટલાક સારા ગ્રંથે! મહાવીરના વ્યક્તિત્વને પ્રગટ કરનાર મારી સમક્ષ આવ્યા છે પરંતુ શ્રધ્યેય દેવેન્દ્ર મુનિજીના પ્રસ્તુત ગ્રંથ સ્વયં સંપૂર્ણ અને મૌલિક છે. એમાં મુનિજીએ મહાવીર પૂર્વેની તથા સમકાલીન પર પરાનું સાંસ્કૃતિક તેમજ ઐતિહાસિક અનુશીલન કર્યુ' છે.
પ્રસ્તુત ગ્રંથના અવલેાકનથી મને જણાયુ કે મુનિજીની લેખનશૈલીમાં માત્ર પરંપરાનાં તથ્યેાને પકડી લેવાની તીક્ષ્ણ ષ્ટિ છે એટલુ જ નહીં પરંતુ તે તઐાને વિભિન્ન સંદર્ભો વડે તપાસી એને સુંદર અને સુખાધ રીતે પ્રસ્તુત કરવાની ક્ષમતા પણ છે; એમને આ ગ્રંથ વાંચીને મને મુનિજીમાં પ્રાચીન પ`ડિતાની કુશાગ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org