________________
૩૦
આત્મનિર્ભરતાનું આ ચિંતન મહાવીર દ્વારા ધાર્મિક ક્ષેત્રથી સમાજ પર્યન્ત વિસ્તર્યું. મહાવીરે કહ્યું, સમાજમાં પરિવર્તન લાવવા માટે વ્યક્તિને પરિવર્તિત કરવી જોઈએ. સામાજિક જીવનમાં વિષમતા ત્યાં સુધી રહેશે જ્યાં સુધી વ્યક્તિ બીજાની સહાયની અપેક્ષા રાખે. એટલે મહાવીરે કહ્યું વ્યક્તિ સ્વયં મર્યાદિત છે, એની મર્યાદા માટે મહાવીરે પાંચ વ્રતની વ્યાખ્યા આપી છે. અહિંસાના પાલન દ્વારા તે વાત્સલ્ય તેમજ સમભાવને પ્રસાર કરે છે. સત્ય દ્વારા તે વાણીના પ્રયોગમાં સ્વયં મર્યાદિત બને તથા સમસ્યાની સચ્ચાઈ સુધી પહોંચીને સમાધાન શોધે. અચૌર્યનું પાલન એને ભયથી મુક્તિ અપાવે છે તથા લોકસંવરણ શીખવે છે. બ્રહ્મચર્યવ્રતના પાલન દ્વારા તે સ્ત્રીસ્વાતંત્ર્યની રક્ષા કરે છે. સ્વયં વાસનાઓથી મુક્ત બને છે તથા અપરિગ્રહ વ્રતના પાલન દ્વારા વ્યક્તિ સંગ્રહ કરવાની વૃત્તિથી અલિપ્ત રહે છે. પિતાની જાતને અસુરક્ષામાંથી બહાર કાઢી નિર્ભયી બનાવે છે.
बहुंपि लदधुं न निहे, परिग्गहाओ अप्पाणं अवसक्किज्जा।
–આચા. ૧, ૨, ૫ સામાજિક ક્ષેત્રમાં ભગવાનનું મહત્ત્વપૂર્ણ ગદાન છેવ્યક્તિને ઊંચ-નીચના ઘેરામાંથી બહાર લાવવામાં આવી. એમણે કદી પણ જન્મને મહત્વ આપ્યું નથી. વ્યક્તિના ગુણેની જ પ્રશંસા કરી છે. પછી ભલે તે ગમે તે જાતિ કે વર્ણન કેમ ન હોય ! આજ કારણે એમણે પોતાના જીવનને પ્રારંભ પ્રતિષ્ઠાનને ઠેકર મારી ઝૂંપડીએથી કર્યો. લોકોને અનાસક્ત સમભાવી અને સંવિભાગી બનાવવા પહેલાં પોતે સહારા–નિષ્કચન બની ગયા. એમણે પિતાની વાત એ ભાષામાં કહેવાની શરૂ કરી કે જે સામાન્ય માણસની ભાષા હતી. વળી જે એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે સાંકળનારી હતી. સમાજ પ્રત્યેના મહાવીરના આ દષ્ટિકોણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org