________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
રીને સામાયકરૂપ આત્માની આરાધનારૂપ અધ્યાત્મભાવને સેવે છે, છતાં અધ્યાત્મતરફ અરૂચિ ધારણ કરે છે તેનું કારણ ફક્ત અજ્ઞાન જ છે. સામાયક પારતી વખતે સામાયવયત્તો કહે છે તેમાં પણ અન્તરૂમાં નાળીયેરની અંદર ટાપરૂં હેાય છે તેની પેઠે-અધ્યાત્મભાવ રહેલા છે. ખાણમાં ને ધૂળમાં જેમ સુવર્ણના રજકણા ભર્યા હોય છે તેમ સામાઇયવયત્તો સૂત્રમાં ઘણું અધ્યાત્મતત્ત્વ સમાયલું છે, પણ સામાયકનું સ્વરૂપ નહિ સમજનારાઓ તેને દેખી શકતા નથી. સામાયકની ક્રિયા સદાકાળ કરવી જોઈએ. સામાયકના અધ્યાત્મરસ સમજાય છે ત્યારેજ ખરેખરી સામાયક કરવાની રસજ્ઞતા પ્રગટે છે અને ત્યારેજ હૃદયમાં સમતાભાવ પ્રગટી શકે છે. સામાયક આવશ્યક ચારે ખંડના મનુષ્યાને કરવા લાયક છે. સમતાભાવરૂપ સામાયક આવશ્યક કરનારાઓમાં અનેક સદ્ગુણા પ્રગટી નીકળવા જોઇએ, પણ જે ગાડરીયા પ્રવાહની રીતિમાં પડીને અન્તર્નું અધ્યાત્મતત્ત્વ ગ્રહણ કરી શકતા નથી તેએ આત્માની ઉચ્ચતા કરવાને શક્તિમાન થતા નથી. ભગવતીસૂત્રમાં સામાયકને આત્મા કહ્યો છે. છ આવશ્યકેાની ક્રિયાએમાં અદ્ભુત રહસ્ય સમાયલું છે; તેની આચરણા કરનારાએ જો આત્માને સમજીને કરે છે તે તેઓના આત્માએ પ્રતિદિન સુધરતા જાય છે, અને તેઓ પેાતાના ઉચ્ચ ચારિત્રની અસર બીજા ઉપર કરી શકે છે.
અધ્યાત્મશાસ્ત્રો બાહ્ય ધાર્મિક ક્રિયાઓને નિષેધ કરતાં નથી, પણુ અધ્યાત્મ જ્ઞાનશૂન્ય માઘક્રિયાઓ કરનારાઓને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ઉપાલંભ આપી જ્ઞાનની આવશ્યકતા જણાવે છે. અધ્યાત્મજ્ઞાની આત્માના હિતનેમાટે જે જે આચારે સેવે છે તે તે આચારે યોગિકરીત્યા ક્રિયારૂપજ હાય છે. અધ્યાત્મજ્ઞાનિઓની ધાર્મિક ક્રિયા એકાન્તવાદી ક્રિયાજાના કરતાં ઉચ્ચ અને રસવાળી હોય છે અને તેથી તેઓ રૂઢીના વશમાં આવીને ગચ્છભેદે ક્રિયાઓની ભિન્નતાથી ધાર્મિક સમાજમાં વિગ્રહ ઉત્પન્ન કરી શકતા નથી.
પ્રાચીન તત્ત્વવેત્તાએ અમુક દેશકાલાદિને અનુસરીને અમુક ક્રિયાઓની વ્યવસ્થા ઘડી હોય છે; તે તે ક્રિયાના ઉદ્દેશાને તે સમજતા હોવાથી-ભિન્ન ભિન્ન આચારની આચરણાદેખીને પણ તે કદાગ્રહ વા થઈ વાયુદ્ધ આરંભતા નથી, પણ પશ્ચાત્ થનારા મનુષ્યા-મૂળ ઉદ્દેશના જ્ઞાનના અભાવે પરસ્પર કદાગ્રહ કરીને ધર્મસમાજમાં વિક્ષેાભ ઉત્પન્ન કરે છે. અધ્યાત્મજ્ઞાનને પ્રાપ્ત કરનારાઓ તે પ્રાચીન ક્રિયાનાં રહસ્યોને સારી રીતે જાણી શકે છે, તેથી તેઓ
For Private And Personal Use Only