________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪ )
પણ સિદ્ધ થાય છે કે અધ્યાત્મજ્ઞાનની અત્યન્ત આવશ્યકતા છે. કેટલાક મનુષ્યો કે જેઓ અધ્યાત્મજ્ઞાનનું ખંડન કરે છે, તેમ છતાં તેનામાં દયા-ભક્તિ આદિ ગુણો હોય છે, તેનું કારણ એ છે કે તેમાં આત્માની શ્રદ્ધા હોય છે પણ અધ્યાત્મશબ્દની કેટલાંક કારણોથી અરૂચિ થઈ હોય છે તેથી, અધ્યાત્મશાસ્ત્રકથિત ગુણોને સેવે છે છતાં અધ્યાત્મશાસ્ત્રનું ખંડન કરે છે. જૈન દર્શનારૂપ પુરૂષનું પ્રાણુ અધ્યાત્મજ્ઞાન છે તેથી વાંચકે સહેજે સમજી શકશે કે, અધ્યાત્મશાસ્ત્રોનું વા અધ્યાત્મજ્ઞાનનું કેઈપણ રીતે ખંડન કરી શકાય નહિ.
ચિલાતીપુત્ર ઉપશમ, સંવર અને વિવેક એ ત્રણનું મનન કરીને મુક્તિ પામ્યા, તેમાં પણ વિચારતાં અધ્યાત્મજ્ઞાનજ મુખ્ય કારણ માલુમ પડશે. આષાઢાચાર્ય નાટક કરતાં કેવલજ્ઞાન પામ્યા તેમાં પણ અધ્યાત્મભાવનાની જ મુખ્યતા હતી. ભરતરાજા આરીસા ભુવનમાં ભાવના ભાવતાં ભાવતાં કેવલરાન પામ્યા તેમાં પણ આત્મવિચારણુંજ મુખ્ય હતી. ઈલાચીપુત્રે વાંસપર નાચતાં આત્માની વિચારણાથીજ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. છદ્મસ્થાવસ્થામાં શ્રીમન્મહાવીર પ્રભુએ આત્માની પૂર્ણ શ્રદ્ધાથી અને અધ્યાત્મજ્ઞાનના પ્રાબલ્યથીજ અનેક પ્રકારના ઉપસર્ગો સહન કર્યા હતા. શ્રીગૌતમસ્વામી આત્મવિચારણુમાં લીન થયા ત્યારે રામના બંધનથી મુક્ત થઈ કેવલજ્ઞાન પામ્યા. ગજસુકુમાલે આત્માની શ્રદ્ધાથી અને આત્માના સગુણના વિચારેથી શારીરિક દુઃખ સહન કર્યું હતું. આત્માના જ્ઞાનવિના સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ થઈ શકતી નથી. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ સમ્મતિતર્કમાં સમ્યકત્વનાં છ સ્થાનક અને મિથ્યાત્વનાં છ સ્થાનક બતાવ્યાં છે. તેમાં આત્માને ઉદ્દેશીને જ છે સ્થાનક બતાવવાથી તેને અધ્યાત્મશાસ્ત્રોમાં સમાવેશ થાય છે, અને તે જ્ઞાનને અધ્યાત્મજ્ઞાન કહી શકાય છે. કમૅગ્રસ્થમાં ચઉદ ગુણસ્થાનક દર્શાવ્યાં છે તે સંબંધી વિચાર કરીએ તો માલુમ પડશે કે, ચઉદ ગુણસ્થાનક પણ આત્મામાં જ રહ્યાં છે તેથી તે પણ અધ્યાત્મજ્ઞાન કહેવાય છે. દૃઢપ્રહારી મુક્તિપદ પામ્યો તેમાં પણ આત્મસ્વભાવ રમતારૂપ અધ્યાત્મજ્ઞાનની જ મુખ્યતા સંભવે છે. આચારાંગસૂત્રના લોકવિજયઅધ્યયનમાં મુનિભાવે સમ્યકત્વ કહ્યું છે તેને પણ અધ્યાત્મભાવમાં સમાવેશ થાય છે. આત્માની અસ્તિતા આદિ–અધ્યાત્મજ્ઞાનની સિદ્ધિ થતાં સાધુ અને સાધવીઓને સુચારે પાળવા જોઈએ એમ સિદ્ધ કરે છે અને એજ ન્યાયથી આચારાંગસૂત્ર કથિત આચારની સિદ્ધિ થાય છે.
વિશેષતઃ મનની શુદ્ધિતરફ પ્રયાણ કરાવનાર અધ્યાત્મજ્ઞાન છે.
For Private And Personal Use Only