________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 22 )
મધ્યસ્થ અને કારૂણ્ય ભાવના તથા અનિત્યાદિ બાર ભાવનાના પણ અધ્યાત્મજ્ઞાનમાં સમાવેશ થાય છે. નાગુપ્તિના અધ્યાત્મમાં સમાવેશ થાય છે. આ કાલમાં મનેાગુપ્તિની સાધનાને શાસ્ત્રોમાં કથી છે. મનેાગુપ્તિની સાધનારૂપ અધ્યાત્મચારિત્ર આ કાલમાં અમુક હદનું છે; તેને જે અપલાપ કરે છે તે ઉત્સૂત્રભાષણ કરે છે. આ કાલમાં સાતમા ગુણસ્થાનકસુધી ગમન કરી શકાય છે. આત્માના અધ્યવસાયની શુદ્ધિ તેજ આતરિક અધ્યાત્મચારિત્ર કહેવાય છે. અધ્યાત્મજ્ઞાનનેા અભ્યાસ કરીને અધ્યાત્મચારિત્ર પ્રાપ્ત કરવું તેઇએ.
નવતત્ત્વના સાત નયથી અભ્યાસ કરવાથી અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. નવતત્ત્વના જ્ઞાનને અધ્યાત્મજ્ઞાનજ કહેવામાં આવે છે. ઉપમિતિભવપ્રપંચ ગ્રંથમાં અધ્યાત્મજ્ઞાનની ખુમારીજ અવલેાકવામાં આવે છે. ઉપમિતિભવપ્રપંચ બનાવનાર આ પંચમકાળમાં થઈ ગયા છે. શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય “ નિશ્ચયદૃષ્ટિ ચિત્ત ધરીછ ચાલે જે વ્યવહાર આ વચનથી અધ્યાત્મજ્ઞાનરૂપ નિશ્ચયદૃષ્ટિ ધારણ કરવાનું આ કાલના મનુષ્યાને શિક્ષણ આપે છે; તેથી આ કાલમાં ચોથા ગુણસ્થાનકથી અધ્યાત્મજ્ઞાનની સાધના સાધી શકાય છે એમ નિશ્ચય થાય છે.
જૈન શ્વેતાંબર વર્ગમાં અધ્યાત્મજ્ઞાનને વિશેષતઃ પ્રકાશમાં લાવનાર શ્રીમદ્ યÀાવિજયજી ઉપાધ્યાય છે. અગ્રામોવનિવત્, અધ્યાત્મમતપરીક્ષા, આદિ ગ્રંથેના પ્રણેતાને આખી શ્વેતાંબર જૈન કામ પૂજ્યબુદ્ધિથી જુએ છે. તેઓએ જેવી રીતે વ્યવહારક્રિયાની પુષ્ટિ કરી છે તેજ પ્રમાણે અધ્યાત્મજ્ઞાનની પણ પુષ્ટિ કરી છે, અને આ કાલમાં અધ્યાત્મજ્ઞાનની ગુણસ્થાનકની અપેક્ષાએ પ્રાપ્તિ થઈ શકે છે એમ સ્વીકાર્યું છે; તેથી હવે અધ્યાત્મજ્ઞાનને નિશ્ચય મત કહી કેટલાક એકાન્તે વ્યવહારનયનેજ માને છે તેમને પણ અધ્યાત્મજ્ઞાન સ્વીકાર્યાવિના છૂટકો થવાના નથી. એકાન્ત વ્યવહારનયનેજ માનતાં મિથ્યાત્વ લાગે છે, તેમ એકાન્ત નિશ્ચય નયને માનતાં મિથ્યાત્વ લાગે છે. વ્યવહારવાદીઓએ અધ્યાત્મજ્ઞાન વા નિશ્ચયનયની વ્યાખ્યા સાંભળતાં ભડકવું ન જોઇએ. વ્યવહાર અને નિશ્ચયનય માન્યાવિના સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાની નથી. અધ્યાત્મશાસ્ત્રો પેાતાનું કાર્ય ખજાવે છે. ક્રિયાની શૈલી જણાવનાર આચારાંગાદિ શાસ્ત્રોની જેટલી આવશ્યકતા છે તેટલીજ આવશ્યકતાને સિદ્ધ કરનાર અધ્યાત્મશાસ્ત્રો છે. જ્ઞાનવિના ક્રિયાની સિદ્ધિ થતી નથી. પ્રથમ જ્ઞાન અને પશ્ચાત્ ક્રિયા કરવી જેઈએ.” આમ કહેવામાં ગંભીર રહસ્ય છે.
For Private And Personal Use Only