________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) અધ્યાત્મનામધારક મનુષ્યના દુરાચરણને દેખી એમ બેલવા મંડી જાય છે કે, “અધ્યાત્મજ્ઞાન વા નિશ્ચયવાદી થવાથી ભ્રષ્ટ થવાય છે.” પણ આમ બેલનારાઓને ઉત્તરમાં કહેવું પડે છે કે, આચાર અને સુવિચારથી ભ્રષ્ટ થવામાં અધ્યાત્મજ્ઞાન પોતાની શક્તિ કદી વાપરતું નથી; અધ્યાત્મજ્ઞાનથી તે દુરાચાર અને ભ્રષ્ટ વિચારને નાશ થાય છે, તેમ છતાં કેઈના દુરાચારે અને મલીન વિચારો થાય તે તેને લાગેલા કર્મને ઉદય સમજવો. મેહનીય કર્મનું જોર વિશેષ હોય છે અને અધ્યાત્મજ્ઞાનબળ અલ્પ હોય છે તે મેહનીય કર્મના વશમાં મનુષ્ય ફસાઈ જાય છે. કેટલાક મેહનીય કર્મના ઉદયથી અધ્યાત્મજ્ઞાન વા નિશ્ચયને માન આપતા નથી અને અધ્યાત્મજ્ઞાનઉપર તિરસ્કાર બતાવે છે તેવાઓ પણ અનાચારી, ભ્રષ્ટાચારી, ક્રોધી, નિન્દક, કલેશ કરનાર અને અશાન્તિ ફેલાવનારા જણાય છે તે તેમાં વ્યવહારધર્મને દોષ નથી. વ્યવહારચારિત્રથી અનીતિ અને મન, વાણી અને કાયાના દોષોને નાશ થાય છે, તેમ છતાં કેઈ વ્યવહારચારિત્ર કિયાને એકાન્ત માનનારમાં અનીતિનાં આચરણું દેખવામાં આવે છે તેમાં કંઈ કિયાવ્યવહારને દેષ ગણી શકાય નહિ, પણ તે વ્યવહારચારિત્ર ધારકને પ્રમાદ જ દોષરૂપ છે; તેમ અધ્યાત્મજ્ઞાનિને પ્રમાદ થવાથી તે દેશી ગણી શકાય પણ તેમાં અધ્યાત્મજ્ઞાન વા નિશ્ચયજ્ઞાન ઉપર દેષને આરોપ મૂકી શકાય નહિ. કેટલાક કહે છે કે અધ્યાત્મજ્ઞાનને અભ્યાસ કરવાથી ક્લિાઉપર
શ્રદ્ધારૂપ રૂચિ રહેતી નથી,-આમ બેલનારાઓ અધ્યાકિયાશુદ્ધિ. ત્મજ્ઞાન વા યિાનું સ્વરૂપ સ્પષ્ટ રીત્યા સમજી શક્યા નથી.
ખરેખર અધ્યાત્મજ્ઞાનવિનાની ધર્મક્રિયાઓનાં રહસ્ય સ્પષ્ટ જાણી શકાતા નથી. અધ્યાત્મજ્ઞાનવિના ધર્મની ક્રિયાઓ કરવાથી, વાણી અને કાયાના યુગની શુદ્ધિ કરવા કેઈપણ મનુષ્ય સમર્થ થતો નથી. અધ્યાત્મજ્ઞાનનું સ્વરૂપ જેઓ સમજે છે તેઓના હૃદયમાં શાન્તરસ પ્રગટવાની આશા રહે છે, પણ જેઓ અધ્યાત્મજ્ઞાનઉપર છેષ કરીને તેનું ખંડન કરે છે તેઓને હૃદયમાં શાંત રસની ભાવના નહિ પ્રગટતાં નિન્દા, મારામારી, વિતંડાવાદ અને કષાયની વૃત્તિ દેખવામાં આવે છે તેમાં કંઈ આશ્ચર્ય નથી. જૈનદર્શનમાં જે મેટા મેટા વિદ્વાને થયા છે તેમનાં પુસ્તકે
- વાંચીએ છીએ તો તેમાં અધ્યાત્મજ્ઞાનરસને ઉભરાઓ અને જેનાગો.
માલુમ પડે છે. કુંદકુંદાચાર્ય કે જે દિગંબર આચાર્ય કહેવાય છે તેમાં પ્રાય: મધ્યસ્થ ગુણ દેખાય છે તે પણ
અધ્યાત્મજ્ઞાન
For Private And Personal Use Only