________________
હવે એ પૂર્ણ અને દેશકાલ પાર રહે સત્પદાર્થ જે કાલમાં આવિષ્કાર પામે, તે કાલમાં રહેલા–કાલની આ પાર રહેલા આપણે, જે તેને કાલના હરકેઈ એક જ બિન્દુએ જોઈ શકીએ છીએ તે, તેને અપૂર્ણ અને મર્યાદિત જ જોઈ શકીએ. તેની કાલ પાર રહેલી પૂર્ણતા, કાલમાં તે અનંતકાલસાધ્ય પૂર્ણતા જ બની શકે. અને તેથી કાલના કેઈપણ એક બિન્દુએ આપણને તે અપૂર્ણ જ ભાસે. એનું સિદ્ધ પૂર્ણસ્વરૂપ (જો કે આ બધી ભાષા પણ આપણુ કાલગત જગતની છે) આપણને માત્ર સાધ્ય રૂપે જ ભાસે! આપણે કાલ પાર જોઈ શકીએ તે જ તેને તેના ખરા પૂર્ણ સ્વરૂપમાં જોઈ શકીએ. માટે જ કૃતિ કહે છે કે એ બ્રહ્મતત્ત્વ પૂર્ણ છે, અને તે દેશકાલમાં આવિષ્કાર પામે તે પણ સ્વરૂપથી પૂર્ણ જ રહે છે. આ દષ્ટિએ, ભયદા એ તત્ત્વની નહિ પણ સાપેક્ષ એટલે આપણું મર્યાદા બની રહે છે
પણ પશ્ચિમના તત્ત્વજ્ઞાનમાં તેમને સર્વત્ર વિરોધ જ નથી મળતો. ઈટલીના બે મહાન તત્ત્વજ્ઞાનીઓ, કોચે અને તેને વાતિકકાર જેન્ટાઈલ બને અદ્વૈતવાદી છે. અને આચાર્ય આનંદશંકર જેન્ટાઇલનાં કેટલાંક અવતરણ મૂકી પૂછે છે “આમાંનું કેટલું બધું ભગવદ્ગીતાનું જણાય છે.”
બધુ જેવા છતાં એક વસ્તુ મનમાં સદાય રહી જાય છે કે દૈતથી જગતને ખુલાસો નથી થતો એ ખરું, પણ જો એક જ અદ્વિતીય તત્વ હેય તે તેમાંથી આ અનેક શી રીતે થયું ? વેદાન્ત કહે છે કે એ અનેકત્વ મિથ્યા છે, તે અવિદ્યા કે માયાને લીધે ભાસે છે, અને એ માયા પણું બ્રહ્મની જ શક્તિ છે. એ બ્રહ્મ અને માયાને સંબંધ કે પરમતત્ત્વ અને મિથ્યા જગતનો સંબંધ મનમાં બેસતું નથી. માટે જ તેને અનિવચ્ચ કહેલો છે. તે વાણીને વિષય નથી એટલું જ નહિ પણ મનને પણ વિષય નથી. હવે જો આમ જ હૈય, તે જેમ દૈતથી ખુલાસે ન થયો ને તને અસ્વીકાર કર્યો તેમ આ અદ્વૈતને પણ અસ્વીકાર શા માટે ન કરો ? એમ કરવું એ મનુષ્યબુદ્ધિનું દેવાળું કાઢવા બરાબર છે એ ખરું, પણ પાસે જ્ઞાનવિર જ ન હોય તો પેટા જ્ઞાનસિક્કાને ઝાલી રાખવાથી શો ફાયદો ? આને જવાબ આનંદશંકર એક જગાએ આપે છે. સ્વીકાર અસ્વીકારનો છેલ્લો પ્રશ્ન તેઓ આપણું અનુભવને પૂછે છે. આપણે અનુભવ એવો છે કે નહિ, કે આપણામાં થતા વિકારોથી જ્યારે આપણે ઊર્ધ્વ જઈએ, ત્યારે એમ લાગે છે કે હવે હું મારા ખરા સ્વરૂપમાં આવ્યો ૨૩ એ વિકાર આપણામાં જ થયેલો રમે છતાં આપણું શુદ્ધ સ્વરૂપ તેનાથી ઊર્ધ્વ રહેવામાં હતું,
૨૩. ૫, ૨૫૦