________________
૫
‘ચાલુ જમાનાની ફિલસૂફીનું એક બીજું લક્ષણ આનંદશંકર એ જણાવે છે કે તવશાસ્ત્રીઓ જગતનું સ્વરૂપ સ્થિરને બદલે ગતિમાન માનવા લાગ્યા છે. એલેકઝાન્ડરને અને બસને વિકાસવાદ એવો છે. આમ થવાનું કારણ વિજ્ઞાનના આધુનિક સિદ્ધાન્ત જણાય છે. જૂનું ભૌતિક વિજ્ઞાન જડ અને શક્તિને માનતું અને તેમાં જડ સ્થિર કે ધ્રુવ પદાર્થ હતો જે શકિતથી ગતિમાન થતા. નવું વિજ્ઞાન કશાને સ્થિર માનવું નથી, અને દ્રવ્યને પણ વિદ્યુદણુઓની રચના, શક્તિને જ એક રચનાપ્રકાર માને છે. આની અસર તત્ત્વજ્ઞાન ઉપર થઈ પણ આનંદશંકર ચોગ્ય કહે છે કે આ સામેના છેડાની ભૂલ છે. તત્ત્વનું ખરું સ્વરૂપ કેવલ ધ્રુવ કે કેવલ ગતિમાન નથી, પણ ગતિ કે વિકારમાં રહેલી સ્થિરતા છે, વિકારના અંતરમાં રહેલી એકતા છે. અને પરિણામવાદને સિદ્ધાન્ત કે એ વિકાર આગન્તુક નથી, પણ વસ્તુના સ્વરૂપમાં ગૂઢ રૂપે રહેલ હતા, એ સિદ્ધાન્તને ઉલંઘી શકાય એમ નથી. આમ માનવાથી ફિલસૂફીની ઘણું ગાંઠે ઊકલવાનો સંભવ છે. બગસા કે એલેકઝાન્ડરના વિકાસવાદમાં જે નવીન તત્વના પ્રવેશને સ્વીકાર આવે છે, તે નવીન તત્ત્વ પહેલેથી જ એ સત્પદાર્થમાં હતું એમ માનવું એ જ પ્રામાણિક છે.
બસાના જીવનતત્ત્વને નડતું વિન કે પ્રાતરોધ એક રીતે તત્વજ્ઞાન કે ધાર્મિક દર્શનની જૂની ગૂંચનું નવું સ્વરૂપ જણાય છે. ઈશ્વર સંપૂર્ણ હોવા છતાં જગત અપૂર્ણ, સમર્યાદ, પાપી, નિર્બળ કેમ છે? એ તત્ત્વજ્ઞાનનો જૂને પ્રશ્ન હતે. બસ ઈશ્વરને સૃષ્ટિની પાર મૂકવાને બદલે, તે જીવનતત્ત્વને જગતમાં જ પ્રગટ થતું નિરૂપે છે, અને જગતમાં ઉપલબ્ધ થતી અપૂર્ણતા કે મયદા કે પાપને તે એ જીવનતત્ત્વને પ્રતિરોધ, કઈ વિન માને છે. મને લાગે છે કે અધિષ્ઠાન સતના સ્વરૂપને અને તે સ્વરૂપનાં સર્વ અર્થાપન્ન પરિણામેને સમજીએ તો આવી શંકાને સ્થાન ન રહે. એ સત્પદાથે જે દિકકાલ ઉપાધિ રહિત હોય, અર્થાત દેશકાલ એ સત્પદાર્થને લીધે છે પણ એ સત્પદાર્થ એ દેશકાલની પર છે, એ દેશકાલમાં આવિર્ભાવ પામવા છતાં સ્વભાવથી દેશકાલથી અસ્કૃષ્ટ છે, એ બરાબર સમજીએ તે આ અપૂર્ણતા કે પાપપુણ્યનું કંઠ આપણને એટલું ગૂંચવણભરેલું લાગશે નહિ. સત્પદાર્થને જેમ એક કહે એ દોષ છે, કારણકે આપણું સંખ્યાગણના પણ દેશકાલનિષ્પાદ્ય છે, તેમ તેને અપૂર્ણ કહેવું એ પણ અનુપપન્ન છે. એ સ્વભાવથી પૂર્ણ જ હોઈ શકે કારણકે એ જે અપૂર્ણ હોત તો આપણને પૂર્ણતાને ખ્યાલ પણ ન આવી શકત, કારણકે આ જગત તેના વડે જ છે.