Book Title: Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla
Catalog link: https://jainqq.org/explore/005529/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | Page #2 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ દ - સંકલન : ૨મણુક સાથલ Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ દર્શન મોકાર મહામંત્ર જન તિમાં સિદ્ધાળ णमो आइरियाणं નોકવાયા ગમે તો સુષ્યના થનાર સંગલ (થાર સંam) થારિ સાંગલ, અરહંતા iાલ, સિદ્ધા સાંગલ, સાહૂaioni, કેલિ પણaો ઘmો મંગલ. શ»ર લોયુoળા, અરહંતા લોલા , સિદ્ધા લોણુના, સાહૂ લોશુતા, કેવલિ પણતો ઘણો લોશુરામાં. થરારિ શરણે પધ્વજામિ, અરહંતે શરણં વ્રજજામિ, સિદ્ધશરણં પડ્યજામિ, સાહૂ શરણે પધ્વજામિ, કેવલિ પાતો શો શરણે પથ્થ%ાકિ. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના : ૧. સમ્યગ્દર્શન પામશે....પામશે...પામશે જ. શાસ્ત્ર વાંચન...વિચાર...શ્રવણ-મનન કરીને સંસ્કાર દઢ કરતાં મુમુક્ષુ સમ્યગ્દર્શન પામશે જ. પુજ્ય ગુરુદેવશ્રીના મંગલ આશીર્વાદ. મીઠાં, મધુરા આવા શાસ્ત્રો છે, એને વાંચવાનો વખત ઘે, એને વાંચે, વિચારે ને સંસ્કાર તો નાંખે ! ભલે આ ભવે સમ્યગ્દર્શન ન થાય, પણ એના સંસ્કારનાખીને પુણ્યબંધ કરે તો પણ સ્વર્ગમાં કે સારા મનુષ્યપણામાં જાય. બે-ચાર, પાંચ કલાક વાંચન, વિચાર, મંથન કરે કે રાગથી ભિન્ન આત્મ તત્ત્વ શું ચીજ છે? એમ રાગથી ભિન્ન પડવાના સમ્યક સંસ્કાર નાંખે અને ભિન્ન પડવાના ભાવમાં પુણ્ય પણ સાથે છે. તેથી તેજીવ ભલે ઝા ભવેતનપામે તો પણ સ્વમાં કેસરા મનુષ્ય ભવમાં જઈને ત્યાં સમ્યગ્દર્શન પામશે, પામશે જ. એમ વાત છે. ન પામે એ વાત છે જ નહિ. અહીંતો પામશે જ-એ એક જ વાત છે, અપ્રતિહતની વાત છે, કેમકે દરરોજ બે-ચાર ક્લાક આવી વાત સાંભળીને-વાંચીને-વિચારીને એણે અંદર એવા સંસ્કાર નાખ્યા છે. જેમ માટીનું નવું માટલું હોંય તેમાં પાણીનું ટીપું પડે તો ચૂસાઈ જાય, પણ ચૂસાઈ જવા છતાં વધતા વધતા ઉપર આવે છે, તેમ ત્રણ કાળે અને ત્રણ લોકમાં રાગથી હું ચૈતન્ય ભગવાન આત્મા ભિન્ન છું, પુણ્યના પરિણામને ને મારે કાંઈ સંબંધ નથી, એવા જ્ઞાનના આત્મામાં સંસ્કાર પાડે તો પણ એ આગળ વધીને કાં તો સ્વર્ગમાં જઈને કાં તો મહાવિદેહમાં પરમાત્મા બીરાજે છે ત્યાં મનુષ્યપણે જન્મીને પોતાના આત્મ કલ્યાણને - સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી લેશે જ. માટે શાસ્ત્ર વાંચન-વિચાર-શ્રવણ-મનન કરવું અને આ સંસ્કારનાંખવા. ૨. સર્વ જીવો પૂર્ણાનંદને પામો. ૧. સર્વ જીવો સાધમ છે, કોઈ વિરોધી નથી, સર્વ જીવો પૂર્ણાનંદને પ્રાપ્ત થાવ! કોઈ જીવો અપૂર્ણ ન રહો, કોઈ જીવો અલ્પજ્ઞ ન રહો, કોઈ જીવો વિરોધી ન રહો, કોઈ જીવો વિપરીત દષ્ટિવંત ન રહો. બધા જીવો સત્યના Page #6 -------------------------------------------------------------------------- ________________ માર્ગે આવી જવી ને સુખી થાવ. કોઈ જીવમાં વિષમતા ન રહો. બધા જીવો પૂર્ણાનંદરૂપ પ્રભુ થઈ જાવ. સર્વ જીવો આત્મામાં મગ્ન થાવ. જુઓ જ્ઞાનીની ભાવના ! પોતે પૂર્ણાનંદ સ્વરૂપ આત્મામાં મગ્ન થાય છે એટલે સર્વ જીવો પણ પોતે પૂર્ણાનંદ સ્વરૂપ આત્મામાં મગ્ન થઈ સુખાનુભવ કરો એમ કહે છે. ૨. આ વસ્તુ વ્યવસ્થા અને વિશ્વ વ્યવસ્થતા, જૈન દર્શનના સિદ્ધાંતોને સત્યને પ્રકાશમાં મૂકતાં અસત્યના આગ્રહવાળાને દુ:ખ થાય, પણ ભાઈ ! શું કરીએ ? અમારો ઉદય એવો છે એથી સત્ય વાત બહાર મૂકવી પડે છે. એથી વિરૂદ્ધ શ્રદ્ધાવાળાને દુઃખ થાય તો મને માફ કરજે, ભાઈ ! કોઈ જીવને દુઃખ થાય તો કેમ અનુમોદાય? મિથ્યા શ્રદ્ધાના દુ:ખ ચાર ગતિના બહુ આકરા છે, એ દુ:ખની અનુમોદના કેમ થાય? અરે ! દરેક જીવો ભગવાન સ્વરૂપ છે અને તેનો આશ્રય કરી, શ્રદ્ધા કરીને પૂર્ણાનંદરૂપે પરિણમીને ભગવાન થાઓ ! કોઈ જીવ દુ:ખી ન થાઓ! ૩. તારી પર્યાયમાં સિદ્ધોને સ્થાપ્યા છે તેથી તું અલ્પજ્ઞપણે ને રાગપણે હવે રહી શકશે નહિ, હવે સર્વજ્ઞ સ્વભાવમાં જ તું જઈશ ને સર્વજ્ઞ થઈશએમ હે શ્રોતા! તું નિ:સંદેહ જાણ. તું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એમ નિર્ણય કર! ૩. તું પરમાત્મા છે! ૧. જેણે સર્વજ્ઞને પોતાની પર્યાયમાં પધરાવ્યા તેને હવે કાંઈ કરવાનું રહ્યું જ નહિ. જેમ સર્વજ્ઞ જાણનાર તેમ તેની સ્થાપના જેણે પોતામાં કરી છે 'તે પણ જે થાય તેની માત્ર જાણનારાજ છે. ફેરફાર કરવાની વાત જ નથી. દ્રવ્ય સર્વજ્ઞ સ્વભાવ છે, એ સર્વજ્ઞને જેણે પોતાની પર્યાયમાં સ્થાપ્યા એને સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી ગયો. બસ એ “શ સ્વભાવમાં વિશેષ કરતાં કરતાં પર્યાયમાં સર્વજ્ઞ થઈ જશે. બીજું કાંઈ કરવાનું રહ્યું જ નહિ. ૨. સિદ્ધ છે તે જાણનાર-દેખનાર છે તેમ તું પણ જાણનાર-દેખનાર જ છો. અધૂરા-પૂરાનો પ્રશ્ન જ નથી. જાણનાર-દેખનારથી જરાક ખસ્યો એટલે કર્તૃત્વમાં જ ગયો, એટલે સિદ્ધથી જુદો પડ્યો. એક ક્ષણ સિદ્ધથી જુદો પડે તે મિથ્યા દષ્ટિ છે તે યથાર્થ વાત છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૩. ભગવાન આત્મા પૂર્ણાનંદનોનાથ મહા પરમાત્માના અંતર સ્વરૂપે ભરેલો એવો પરમાત્મા જ હું છું અને જે હું છું તે જ પરમાત્મા છે. હું પરમાત્મા અને પરમાત્મા તે હું-અહાહા !! એ કબૂલાત કેવા પુરુષાર્થમાં આવે ! ૪. વીતરાગ સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ પરમાત્મા સો ઈન્દ્રોની ઉપસ્થિતિમાં સમવસરણમાં લાખો-કરોડો દેવાની હાજરીમાં એમ ફરમાવતા હતા કે તું પરમાત્મા છો એમ નક્કી કર! ભગવાન ! તમે પરમાત્મા છો એમ નક્કી કરવા ઘો! કે એ નક્કી ક્યારે થશે? કે જ્યારે તું પરમાત્મા છો એવો સ્વાનુભવ થશે ત્યારે આ પરમાત્મા છે એવો વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહાર નક્કી થશે નહિ. આવું નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપદરેક ઠેકાણે જાણવું. બસ તત્ત્વનો યથાર્થ નિર્ણય એ જ પ્રથમ વાત છે. ” ૪. “બધા જીવો સુખી થાવ!' ૧. અહો! બધા જીવો વીતરાગમૂર્તિ છે. જેવા છો તેવા થાવ. બીજાને મારવા એ તો ક્યાંય રહી ગયું ! બીજાનો તિરસ્કાર કરવો એ પણ ક્યાંય રહી ગયું ! પણ બધા જીવો સુખી થાવ! અમારી નિંદા-તિરસ્કાર કરીને પણ સુખી થાવ, ગમે તેમ પણ સુખી થાવ! પ્રભુનો પ્રેમ તો લાવ ભાઈ! તારે પ્રભુ થવું છે ને! માર ધડાક પહેલેથી! તું પામર છો કે પ્રભુ છો? તારે શું સ્વીકારવું છે? પામરપણું સ્વીકારે તો પામરપણું કદી ન જાય ! પ્રભુપણે સ્વીકાર્યથી પામરપણું ઊભું નહિ રહે ! ભગવાન આત્મા-હું પોતે દ્રવ્ય સ્વભાવે પરમેશ્વર સ્વરૂપે જ છું એમ જ્યાં પરમેશ્વર સ્વરૂપનો વિશ્વાસ આવ્યો તો તું વીતરાગ થયા વિના રહીશ જ નહિ. ૩. અરે જીવ! એકવાર બીજું બધું ભૂલી જાને તારી નિજ શક્તિને સંભાળ! પર્યાયમાં સંસાર છે, વિકાર છે -એ ભૂલી જા. ને નિજ શક્તિની સન્મુખ જે તો તેમાં સંસાર છે જ નહિ. ચૈતન્ય શક્તિમાં સંસાર હતો જ નહિ, છે જનહિ અને થશે પણ નહિ. લ્યો આ મોક્ષ! આવા સ્વભાવની દૃષ્ટિથી આત્મા મુક્ત જ છે. માટે એક વાર બીજું બધું ય લક્ષમાંથી છોડી દે ને આવા ચિદાનંદ સ્વભાવમાં લક્ષને એકાગ્ર કર તો તને મોક્ષની શંકા રહેશે નહિ, અલ્પ કાળમાં અવશ્ય મુક્તિ થઈ જશે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ૪. અહો! હું જ તીર્થકર છું, હું જ જિનવર છું, મારામાં જ જિનવર થવાના બીજડા પડ્યા છે. પરમાત્માનો એટલો ઉલ્લાસ કે જાણે પરમાત્માને મળવા જતો હોય ! પરમાત્મા બોલાવતા હોય કે આવો આવો ચૈતન્યધામમાં આવો! અહાહા...! ચૈતન્યનો એટલો આહલા અને પ્રહલાદ્ હોય. ચૈતન્યમાં એકલો આહલા જ ભર્યો છે, એનો મહિમા, માહાભ્ય, ઉલ્લાસ, ઉમંગ અસંખ્ય પ્રદેશ આવવો જોઈએ. ૫. જૈન તત્વદર્શનના ભાવ સમજવા નિયમો ૧. જૈન દર્શન અનેકાંત સ્વરૂપ છે; તે દરેક વસ્તુને અનેકાંત સ્વરૂપમાં બતાવે છે. દરેક તત્ત્વ પોતાના સ્વરૂપમાં અતિરૂપ અને પરના સ્વરૂપથી નાસિરૂપ છે. આ અનેકાંત એ જ વસ્તુનું સ્વરૂપ સમજવાનો ઉપાય છે. તેનાથી જ જૈન દર્શનની મહત્તા છે. ૨. દરેકે દરેક તત્વ સ્વતંત્ર છે, પોતે પોતાથી અસ્તિરૂપ છે અને પરથી નાસિરૂપ છે. જેમાં જેની નાસ્તિ હોય તેમાં તે કાંઈ કરી શકે નહિ, તેથી કોઈ પણ તત્ત્વ બીજા કોઈ તત્ત્વનું કાંઈ પણ કરવા કદી સમર્થ નથી. ૩. દરેક દ્રવ્યો એક બીજાથી જુદા હોવાથી તેમના ગુણો અને પર્યાયો પણ ત્રિકાળ જુદે જુદા જ છે. અને દરેક દ્રવ્યના ગુણ-પર્યાય, પોત પોતાના દ્રવ્યના આધારે જ છે. કોઈ પણ દ્રવ્યના ગુણ-પર્યાય કદી પણ કોઈ બીજા દ્રવ્યના આધારે નથી. (એટલે કે દરેક દ્રવ્ય નિરાવલંબી, નિરપેક્ષ ૪. જીવ પોતે બીજા અનંત પર પદાર્થોથી ભિન્ન છે, તેથી કોઈ પણ પદાર્થો જીવને લાભ-નુકસાન કરી શકે નહિ. જીવનો પુરુષાર્થ સ્વતંત્ર છે. જગતના સર્વ દ્રવ્યો સ્વથી અતિરૂપ અને પરથી નાસિરૂપ એમ અનેકાંત સ્વરૂપ છે. એ અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપની સ્વતંત્રતા અને પૂર્ણતા છે. આમ ભેદ કરાવીને, જૈન દર્શન આત્મસ્વભાવ સાથે એકતા કરાવે છે, ને પર સાથેનો સંબંધ તોડાવે છે. ૫. જૈન દર્શનના શાસ્ત્રોનું કોઈ પણ કથન હોય, તેનું મૂળ પ્રયોજન “વીતરાગ ભાવ' પ્રેરવાનું જ છે. એ પ્રયોજનને અખંડ રાખીને જ જૈન શાસ્ત્રોના અર્થ સમજવા. Page #9 -------------------------------------------------------------------------- ________________ અસ્તિ-નાસ્તિરૂપ, નિશ્ચય-વ્યવહારરૂપ અનેકાંતના મર્મને સમજીને જો અર્થ કરે તો શાસ્ત્રરૂપી સમુદ્રનો પાર પામી જાય. ૬. સ્વતંત્રતા અને સુખ ઃ હે જીવો ! જો તમે તમારી સ્વતંત્રતા અને સુખ ચાહતા હો તો પરના આશ્રયે મારું સુખ છે એવી માન્યતા છોડો. પર વસ્તુ પર મારી સત્તા ચાલે છે એવી માન્યતા છોડો. ‘મારા સુખનો કોઈ પર સાથે સંબંધ નથી, હું બધાય પર પદાર્થોથી છુટો છું, મારા જ્ઞાન સામ્રાજ્યમાં મને વિઘ્ન કરનાર કોઈ નથી, અને હું મારા જ્ઞાન સામ્રાજ્ય વડે બધા પદાર્થોને જેમ જાણું છું, તેમ જ તેમાં થાય છે.’ આવી યથાર્થ ઓળખાણપૂર્વક પરાશ્રય ભાવ છોડીને સ્વાશ્રય ભાવમાં ટકું તે જ સ્વતંત્રતા છે, તે જ સુખ છે. Ο સ્વતંત્રતા તેને કહેવાય કે જેમાં પોતાના સુખ માટે કોઈ બીજાના આશ્રયની જરૂર ન પડે, પણ પોતે જ સ્વાધીનપણે સુખી હોય; અને પોતાનું સ્વાધીન સુખ એવું હોય કે જેને કોઈ પણ સંયોગો હાનિ ન પહોંચાડી શકે ! એવો સ્વાધીન સુખરૂપ તો આત્મસ્વભાવ છે. તે સ્વાધીનતા કોણ મેળવી શકે? અને પરાધીનતાની ગુલામી કોણ તોડી શકે ? મારું સુખ મારા આત્મામાં છે, કોઈ પણ સંયોગોને આધીન મારું સુખ નથી, પણ મારું જ્ઞાન જ સ્વયમેવ સુખ-શાંતિમય છે એમ જેને પોતાના જ્ઞાન સ્વભાવની ઓળખાણ અને શ્રદ્ધા હોય તે સ્વાધીનતા મેળવી શકે. જેને આવા પોતાના જ્ઞાન સ્વભાવની ઓળખાણ ન હોય તેવા અજ્ઞાની જીવો ‘મારું સુખ પર વસ્તુના આધારે છે, અને પર સંયોગો અનુકૂળ હોય તો જ મારું સુખ ટકી શકે’ એમ માને છે; એટલે તેઓ સંયોગોના ગુલામ છે, તેઓ સ્વાધીન આત્મ સ્વભાવને નહિ જાણતા હોવાથી કદી પણ સ્વતંત્રતા પામતા નથી. પોતાના સુખ માટે પરાશ્રયપણું માનવું તે જ મહાન ગુલામી છે, અને તેનું જ અનંત દુ:ખ છે. એ ગુલામી જીવ અનાદિથી કરતો આવે છે અને તે જ દુ:ખનું કારણ છે. એ ગુલામી જીવે પોતે પોતાના જ્ઞાન-આનંદ સ્વભાવને ભૂલીને ઊંધી માન્યતાથી સ્વીકારી છે. તેથી જ પોતે જ એવા દ્રવ્ય સ્વભાવની સાચી ઓળખાણથી તે ગુલામીના બંધનને તોડી શકે છે. પણ તેને ગુલામીના બંધનમાંથી મુક્ત કરનાર કોઈ બીજો નથી. Page #10 -------------------------------------------------------------------------- ________________ આ સંબંધી શ્રુતજ્ઞાનના અવલંબનથી પોતે જ યથાર્થ તત્વ નિર્ણય કરવાનો છે, એની શ્રદ્ધા કરવાની છે, એમાં રમણતા, સ્થિરતા કરવાની છે. ‘હું શાન-આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું’ એ જ યથાર્થ તત્ત્વ નિર્ણય છે. એનો જ અભ્યાસ અને એના જ ઊંડા સંસ્કાર કાર્યકારી છે. સુખનો સાચો ઉપાય આ એક જ છે. ‘આત્માનો સ્વભાવ સંપૂર્ણ સ્વતંત્ર, પોતાથી પરિપૂર્ણ સુખરૂપ છે, તેને કોઈ પણ સંયોગોની અપેક્ષા નથી' એમ જ્ઞાનીઓ જાણતા હોવાથી તેઓ કદી પણ પોતાના સુખ માટે પરાશ્રયની જરૂર માનતા નથી; તેથી એવા જ્ઞાનીઓ જ સ્વાશ્રય સ્વભાવની એકાગ્રતારૂપ એના સ્વભાવના બળે, અહિંસાના જોરે, પરાશ્રયરૂપ ગુલામીના બંધનને સર્વથા છેદીને સંપૂર્ણ સ્વતંત્ર દશામાં સિદ્ધ ભગવાનપણે બિરાજે છે. ‘સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય' એમ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ્ રાજચંદ્રે પણ લખ્યું છે. સિદ્ધ દશા એ જ પૂર્ણ સ્વતંત્ર અને સુખની દશા છે અને બધા જ જીવો એ દશાને પ્રાપ્ત થાઓ એ જ મંગલ ભાવના છે ! ૭. હે ભવ્ય ! તું આટલું તો જરૂર કરજે ! , આચાર્ય દેવ સમ્યગ્દર્શન ઉપર ખાસ ભાર મૂકીને કહે છે કે, હે ભાઈ ! તારાથી વિશેષ ન થાય તો પણ ઓછામાં ઓછું તું સમ્યગ્દર્શન તો અવશ્ય રાખજે. જે એનાથી તું ભ્રષ્ટ થઈશ તો કોઈ રીતે તારું કલ્યાણ થવાનું નથી. ચારિત્ર કરતા સમ્યગ્દર્શનમાં અલ્પ પુરુષાર્થ છે, માટે તું એ સમ્યગ્દર્શન તો અવશ્ય કરજે. સમ્યગ્દર્શનનો એવો સ્વભાવ છે કે જે જીવ તેને ધારણ કરે તે જીવ ક્રમે ક્રમે શુદ્ધતા વધારીને અલ્પ કાળે મુક્ત દશા પ્રગટ કરે છે. જીવને તે લાંબો કાળ સંસારમાં રહેવા દેતું નથી. આત્મ કલ્યાણનું મૂળ કારણ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે પૂર્ણ મોક્ષમાર્ગ છે. હે ભાઈ ! જો તારાથી સમ્યગ્દર્શનપૂર્વક રાગ છોડીને, ચારિત્ર દશા પ્રગટ થઈ શકે તો તો તે ઉત્તમ છે, અને એ જ કરવા યોગ્ય છે. પણ જો તારાથી ચારિત્ર દશા પ્રગટ ન થઈ શકે, તો છેવટમાં છેવટ આત્મ સ્વભાવની યથાર્થ શ્રદ્ધા તો જરૂર કરજે. એ શ્રદ્ધા માત્રથી પણ તારું અવશ્ય કલ્યાણ થશે. સમ્યગ્દર્શન માત્રથી પણ તારું આરાધકપણું ચાલુ રહેશે. વીતરાગ દેવે કહેલા વ્યવહારની લાગણી ઊઠે, તેને પણ બંધન માનજે. પર્યાયમાં રાગ થાય, Page #11 -------------------------------------------------------------------------- ________________ છતાં એમ પ્રતીત રાખજે કે રાગ મારો સ્વભાવ નથી, અને રાગ વડે મને ધર્મ નથી. આમ રાગ રહિત સ્વભાવની શ્રદ્ધાપૂર્વક, જો રાગ રહિત ચારિત્ર દશા થઈ શકે તો તો તે પ્રગટ કરીને સ્વરૂપમાં ઠરી જજે, પણ જો તેમ ન થઈ શકે, અને રાગ રહી જાય તો તે રાગને મોક્ષનો હેતુ ન માનીશ. રાગથી ભિન્ન તારા ચૈતન્ય જ્ઞાન સ્વભાવની શ્રદ્ધા રાખજે. કોઈ એમ માને કે પર્યાયમાં રાગ હોય ત્યાં સુધી રાગ રહિત સ્વભાવની શ્રદ્ધા કેમ થઈ શકે? પહેલાં રાગ ટળી જાય, પછી રાગ રહિત સ્વભાવની શ્રદ્ધા થાય. એ રીતે જે જીવ રાગને જ પોતાનું સ્વરૂપ માનીને સમ્યક શ્રદ્ધા પણ કરતો નથી, તેને આચાર્ય ભગવાન કહે છે કે હે જીવ! તું પર્યાય દષ્ટિથી રાગને તારું સ્વરૂપ માની રહ્યો છે. પણ પર્યાયમાં રાગ હોવા છતાં તું પર્યાયદષ્ટિ છોડીને, સ્વભાવદષ્ટિથી જો, તો તારા રાગ રહિત સ્વરૂપનો તને અનુભવ થાય ! જે વખતે ક્ષણિક પર્યાયમાં રાગ છે, તે જ વખતે રાગ રહિત ત્રિકાળી સ્વભાવ છે; માટે પર્યાય દષ્ટિ છોડીને તારા રાગ રહિત સ્વભાવની તું પ્રતીતિ રાખજે. એ પ્રતીતિના જોરે રાગ અલ્પ કાળે ટળી જશે; પણ એ પ્રતીતિ વગર રાગ કદી ટળવાનો નથી. પહેલાં રાગ ટળી જાય, તો હું રાગ રહિત સ્વભાવની શ્રદ્ધા ક’ એમ નહિ, પણ આચાર્ય દેવ કહે છે કે પહેલાં તું રાગ રહિત સ્વભાવની શ્રદ્ધા કરે, તો તે સ્વભાવની એકાગ્રતા વડે રાગ ટળે. “રાગ ટળે તો શ્રદ્ધા કરું, એટલે પર્યાય સુધરે તો દ્રવ્યને માનું' એવી જેની માન્યતા છે, તે જીવ પર્યાય દષ્ટિ છે, પર્યાય મૂઢ છે, તેને સ્વભાવ દષ્ટિ નથી, અને તે મોક્ષમાર્ગના કમને જાણતો નથી, કેમ કે તે સમ્યક શ્રદ્ધા પહેલાં સમ્યક ચારિત્ર ઇચ્છે છે. રાગ રહિત સ્વભાવની પ્રતીતિ કરું તો રાગ ટળે' એવા અભિપ્રાયમાં દ્રવ્ય દષ્ટિ છે. અને દ્રવ્ય દષ્ટિના જોરે પર્યાયમાં નિર્મળતા પ્રગટે છે. મારો સ્વભાવ રાગ રહિત છે, એવા વીતરાગી અભિપ્રાયપૂર્વક (સ્વભાવના લક્ષે અર્થાત્ દ્રવ્ય દષ્ટિથી) જે પરિણમન થયું, તેમાં ક્ષણે ક્ષણે રાગ તૂટતો જાય છે અને રાગનો અલ્પકાળે નાશ થાય છે; એ સમ્યગ્દર્શનનો મહિમા છે. પણ જો પર્યાયષ્ટિ રાખીને પોતાને રાગવાળો માની લે તો રાગ ટળે કેવી રીતે ? “હું રાગી છું” એવા રાગીપણાના અભિપ્રાયપૂર્વક વિકારના લક્ષે અર્થાતુ પર્યાય દષ્ટિથી) જે પરિણમન થાય, તેમાં તો રાગની જ ઉત્પત્તિ થાય છે, થયા કરે પણ રાગ ટળે નહિ. તેથી પર્યાયમાં રાગ હોવા છતાં, તે જ વખતે પર્યાયદષ્ટિ છોડીને, સ્વભાવ Page #12 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિથી રાગ રહિત ચૈતન્ય સ્વભાવની શ્રદ્ધા કરવાનું આચાર્ય ભગવાન જણાવે છે; અને એ જ મોક્ષમાર્ગનો કમ છે. હે જીવ! તું તારા સ્વભાવને તો સ્વીકાર, જેવો સ્વભાવ છે તેવો માન તો ખરો. જેણે પૂરા સ્વભાવને સ્વીકારીને સમ્યગ્દર્શન જાળવી રાખ્યું છે તે જીવ અલ્પ કાળે સ્વભાવના જોરે જ સ્થિરતા પ્રગટ કરીને મુક્ત થશે. ખાસ પંચમ કાળના જીવો પ્રત્યે આચાર્ય ભગવાન કરુણાપૂર્વક કહે છે કે આ દગ્ધ પંચમ કાળમાં તું શક્તિ રહિત હો તો પણ કેવળ શુદ્ધાત્મ સ્વરૂપનું શ્રદ્ધાન તો અવશ્ય કરજે. આ પંચમ કાળમાં સાક્ષાત્ મુક્તિ નથી, પણ ભવભયનો નાશ કરનાર, એવો પોતાનો દ્રવ્ય સ્વભાવ છે; તેની શ્રદ્ધા કરવી, એ નિર્મળ બુદ્ધિમાન જીવોનું કર્તવ્ય છે. તારા ભવ રહિત સ્વભાવની શ્રદ્ધાથી તું અલ્પ કાળમાં ભવ રહિત થઈ જઈશ. માટે હે ભાઈ! પહેલાં તું કોઈ પણ ઉપાયે - પરમ પુરુષાર્થ વડે સમ્યગ્દર્શન પ્રગટ કર! આ છે “વીતરાગ દર્શન”. ૮. પુરુષાર્થ અને કાળઃ પંચમ કાળ કઠણ છે - એમ કહીને અજ્ઞાની જીવો આત્મસ્વભાવની સમજણનો પુરુષાર્થ જ માંડી વાળે છે. જ્ઞાનીઓ તેને કહે છે કે ભાઈ રે, શું કાળ કે કર્મો કાંઈ તારું કાંડ પકડીને તને પુરુષાર્થ કરતા રોકે છે? અથતુ શું તારી સ્વપર્યાયને કાળ કે કર્મો રોકે ? નહિ, એ તો પર દ્રવ્યો છે ને તારી પર્યાયને રોકવા સમર્થ નથી. માટે હે ભાઈ! તું પરાધીન દષ્ટિ છોડીને તારા સ્વભાવને લક્ષે પુરુષાર્થ કર. પુરુષાર્થથી અવશ્ય મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ શકે છે. આત્માના સ્વતંત્ર પુરુષાર્થને નહિ સ્વીકારનારા જીવો એમ માને છે કે પંચમ કાળ છે, માટે જીવોને પુરુષાર્થ ન થઈ શકે એ પરાધીન દષ્ટિ છે. જેઓ આત્માના સ્વતંત્ર પુરુષાર્થને સ્વીકારે છે અને સ્વાધીન દષ્ટિથી જોનારા છે, તેઓ એમ જાણે છે કે અત્યારના જીવો પોતે જ ઓછા પુરુષાર્થની લાયકાતવાળા છે, માટે પંચમ કાળ કહેવાય છે. આમાં એકની દષ્ટિ કાળ ઉપર છે, બીજાની દષ્ટિ આત્માના પુરુષાર્થ ઉપર છે, એ મોટો દષ્ટિ ભેદ છે. ખરી રીતે કાળ દ્રવ્યની પર્યાય તો ત્રણે કાળ એક સરખી જ છે, તેમાં કોઈ ભેદ નથી; અને જીવની પર્યાય તો તે માત્ર નિમિત્ત છે. જીવના ભાવ Page #13 -------------------------------------------------------------------------- ________________ અનુસાર કાળ દ્રવ્યની પર્યાયમાં ચોથો કાળ કે પંચમ કાળ એમ ઉપચાર કરવામાં આવે છે. પંચમ કાળે ભરતક્ષેત્રમાં જન્મેલા જીવો મુક્તિ ન પામે, એનો ખરો અર્થ એ છે કે તે તે જીવોની વર્તમાન સ્વપર્યાયની લાયકાત જ મુક્તિ પામે એવી નથી અને તેથી જ કાળને તે પ્રકારનું (મુક્તિનું) નિમિત્ત કહેવાતું નથી. પરંતુ મહાવિદેહ ક્ષેત્રના કોઈ મુનિને ઉપાડીને દેવો અહીં મૂકી જાય, તો તે મુનિ અહીં પણ મોક્ષ પામી શકે છે. આ જ ભરતક્ષેત્ર અને આ જ પંચમ કાળ હોવા છતાં તે જીવની પોતાની સ્વ પર્યાયની લાયકાત વડે મોક્ષ પામી શકે છે. જો જીવની પોતાની સ્વ પર્યાયની લાયકાત મોક્ષ પામવાની હોય તો, તેને આ જ ક્ષેત્ર અને આ જ કાળ મોક્ષનું નિમિત્ત કહી શકાય છે. સિદ્ધાંત એ છે કે ઉપાદાનની સ્વ પર્યાયની લાયકાત મુજબ પર દ્રવ્યમાં આરોપ કરીને તેને નિમિત્ત કહેવાય છે; પરંતુ પર દ્રવ્યને અનુસરીને ઉપાદાનની પર્યાય થતી નથી. પોતાની દરેક સમયની પર્યાયની લાયકાત જીવ પોતે પોતાના તે સમયના પુરુષાર્થથી કરે છે. એટલે લાયકાતમાં બીજું કોઈ કારણ નથી પણ તે વખતનો પુરુષાર્થ જ લાયકાતનું કારણ છે. જેવો પુરુષાર્થ કરે તેવી લાયકાત તે સમયે થાય છે. પર્યાય તે તો દ્રવ્યનો સ્વભાવ છે, દરેક દ્રવ્ય પોતાથી સ્વતંત્રપણે પરિણમે છે, અને તે તે સમયની પોતાની લાયકાત અનુસાર પર્યાય થાય છે. જીવ પોતાના પુરુષાર્થથી જે સમયે જેવી લાયકાત કરે તે સમયે તેવી પર્યાય થાય છે. કદી કોઈ પર દ્રવ્ય આત્માની પર્યાયને વશ કરતું નથી, પણ આત્મા પોતે સ્વ લક્ષ ચૂકીને પર લક્ષમાં એકાગ્ર થાય છે, એ જ પરાધીનતા છે. અજ્ઞાનીઓ સ્વ પર્યાયને ન જોતાં પર દ્રવ્યનો દોષ કાઢે છે. ‘‘પર દ્રવ્યો તો સૌ પોતપોતાના ભાવમાં હતાં, પણ તું પોતે શા માટે સ્વભાવની એકાગ્રતાથી છૂટ્યો ?’’ એમ જ્ઞાનીઓ કહે છે. પર દ્રવ્યોના કારણે દોષ થયો નથી. રસ્તામાં કૂવો હોય અને તેમાં કોઈ માણસ પડે તો કોનો દોષ? શું કૂવો વચ્ચે આવ્યો માટે તે પડ્યો ? તેણે જોઈને સાવધાનીથી ચાલવું હતું; કૂવો તો તેના ઠેકાણે જ પડ્યો હતો. કૂવાએ કાંઈ માણસને પરાણે ખેંચીને પાડ્યો ન હતો. જો માણસ પોતે કૂવાથી જુદા રસ્તે ચાલે તો કૂવો કાંઈ તેને બળજબરીથી પોતા તરફ ખેંચી લાવતો નથી. તેમ કાળ અને કર્મો વગેરે બધા પર દ્રવ્યો પોતપોતાના કારણે આ જીવથી ભિન્નપણે સ્થિત છે, તે કાંઈ આ જીવના પુરુષાર્થને બળજબરીથી રોકતા નથી, જીવ પોતે ઊંધા પુરુષાર્થ વડે પોતાના Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગને તે તરફ લઈ જઈને વિકારી થાય છે. જો સવળા પુરુષાર્થથી તે તરફના ઉપયોગને ખસેડીને, પોતાના સ્વભાવ તરફ પરિણમન કરે તો કાંઈ તે કાળ કે કર્મ વગેરે પર દ્રવ્યો તેને કાંડું ઝાલીને ના પાડતા નથી. માટે જીવીએ પ્રથમ તો પોતાના ચૈતન્યસ્વભાવને પરથી ભિન્ન જાણીને, ચૈતન્યનો જે ઉપયોગ પર તરફ એકાગ્ર થઈ રહ્યો છે, તે ઉપયોગને પોતાના આત્મા તરફ એકાગ્ર કરવાનો છે, એટલે માત્ર પોતાનો ઉપયોગ બદલવાનો છે, એ જ ખરો મુક્તિનો ઉપાય છે. ઉપયોગ સ્વતરફએકાગ્ર કરવો એટલે પોતાના ચૈતન્ય સ્વભાવને જાણવો તેનું નામ છે “જ્ઞાન”. પોતાના ચૈતન્ય સ્વભાવની પ્રતીતિ-શ્રદ્ધા કરવી તેનું નામ છે “સમ્યગ્દર્શન અને પોતાના ચૈતન્ય સ્વભાવમાં રમવું-જામી જવુંલીન થવું-સ્થિર થવું તે છે “સમચારિત્ર'. આ એક પદમાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્મચારિત્ર ત્રણે સમાઈ જાય છે અને આ ત્રણની એકતાને જ મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. ત્રણ કાળ ત્રણ લોકમાં આ જ એક મોક્ષમાર્ગ છે. આ જ એક સુખી થવાનો ઉપાય છે. અને તેનો પુરુષાર્થ એ જ સત્ય પુરુષાર્થ છે. બધા જીવો એ સન્માર્ગને પ્રાપ્ત થાઓ! ૯. દિવ્ય ધ્વનિનો સારઃ ૧. નિગોદથી માંડીને સિદ્ધ સુધીની સર્વ અવસ્થાઓમાં અશુભ, શુભ કે શુદ્ધ વિશેષોમાં રહેલું જે નિત્ય નિરંજન ટેંકોત્કીર્ણ શાશ્વત એકરૂપ શુદ્ધ દ્રવ્ય સામાન્ય તે પરમાત્મા તત્ત્વ છે. તે જ શુદ્ધ અંત:તત્ત્વ, કારણ પરમાત્મા, પરમ પારિણામિક ભાવ વગેરે નામોથી કહેવાય છે. ૨. આ પરમાત્મ તત્વની ઉપલબ્ધિ અનાદિ કાળથી અનંત અનંત દુ:ખને અનુભવતા જીવે એક ક્ષણ માત્ર પણ કરી નથી. અને તેથી સુખ માટેના તેના સર્વ ઉપાય સર્વથા વ્યર્થ ગયા છે. બોધનો એકમાત્ર ઉદ્દેશ જીવોને પરમાત્મ તત્વની ઉપલબ્ધિ અથવા આશ્રય કરાવવાનો છે. ૩. “હું ધ્રુવ શુદ્ધ આત્મ દ્રવ્ય સામાન્ય છું' એવી અનુભવ શ્રદ્ધા પરિણતિથી માંડીને પરિપૂર્ણ લીનતા સુધીની કોઈ પણ પરિણતિને પરમાત્મતત્વનો આશ્રય, પરમાત્મતત્ત્વનું આલંબન, પરમાત્મતત્ત્વ પ્રત્યે ઝોક, પરમાત્મ તત્ત્વ પ્રત્યે વલણ, પરમાત્મતત્ત્વ પ્રત્યે સન્મુખતા, પરમાત્મતત્ત્વની ઉપલબ્ધિ, પરમાત્મતત્ત્વની ભાવના, પરમાત્મતત્ત્વનું ધ્યાન કહેવાય છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૪. હે જગતના જીવો ! તમારા સુખનો એકમાત્ર ઉપાય પરમાત્મ તત્વનો આશ્રય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધ સુધીની સર્વ ભૂમિકાઓ તેમાં સમાય છે. પરમાત્મ તત્ત્વનો જઘન્ય આશ્રય તે સમ્યગ્દર્શન છે; તે આશ્રય મધ્યમ કોટિની ઉગ્રતા ધારણ કરતાં જીવને દેશચારિત્ર, સકલચારિત્ર વગેરે દશાઓ પ્રગટ થાય છે અને પૂર્ણ આશ્રય થતાં કેવળજ્ઞાન અને સિદ્ધત્વ પામીને જીવ સર્વથા કૃતાર્થ થાય છે. આ રીતે પરમાત્મ તત્ત્વનો આશ્રય જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. ૫. પરમાત્મા તત્ત્વનો આશ્રય જ સત્યાર્થ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત, સામાયિક, ભક્તિ, આવશ્યક, સમિતિ, ગુમિ, સંયમ, તપ, સંવર, નિર્જરા, ધર્મ, શુક્લધ્યાન વગેરે બધુંય છે. એવો એક પણ મોક્ષના કારણરૂપ ભાવનથી જે પરમાત્મા તત્વના આશ્રયથી અન્ય હોય. ૬. પરમાત્મા તત્વથી અન્ય એવા ભાવોને-વ્યવહાર પ્રતિકમણ, વ્યવહાર પ્રત્યાખાન વગેરે શુભ વિકલ્પરૂપ ભાવોને મોક્ષમાર્ગ કેવળ ઉપચારથી કહેવામાં આવે છે. ૭. પરમાત્મા તત્વના મધ્યમ કોટિના અપરિપકવ આશ્રય વખતે તે અપરિપકવ્યતાને લીધે સાથે સાથે જે અશુદ્ધિરૂપ અંશ વિદ્યમાન હોય છે તે અશુદ્ધિરૂપ અંશ જ વ્યવહાર પ્રતિક્રમણ આદિ અનેક શુભ વિકલ્પાત્મક ભાવારૂપે દેખાવ દે છે. તે અશુદ્ધિ અંશ ખરેખર મોક્ષમાર્ગ કેમ હોઈ શકે ? તે તો ખરેખર મોક્ષમાર્ગથી વિરુદ્ધ જ ભાવ છે એમ તમે સમજો. ૮. શુભ ભાવો દરેક જીવ અનંત વાર કરી ચૂક્યો છે પરંતુ તે ભાવો તેને કેવળ પરિભ્રમણનું જ કારણ થયા છે કારણ કે પરમાત્મા તત્ત્વના આશ્રય વિના આત્માનું સ્વભાવ પરિણમન અંશે પણ નહિ થતું હોવાથી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ અંશ માત્ર પણ હોતી નથી. ૯. સર્વજિનેન્દ્રોના દિવ્યધ્વનિનો સંક્ષેપસાર એ છે કે ભયંકર સંસાર રોગનું એક માત્ર ઔષધ પરમાત્મ તત્ત્વનો આશ્રય છે. વચનામૃત વીતરાગના પરમ શાંત રસ મૂળ; ઔષધ એ ભવ ગના, કાયરને પ્રતિકૂળ ૧૦. જ્યાં સુધી જીવની દષ્ટિ ધ્રુવ અચળ પરમાત્મતત્ત્વઉપર ન પડતા ક્ષણિક ભાવો ઉપર રહે છે ત્યાં સુધી અનંત ઉપાયે પણ તેના કૃતક ઔપાધિક Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉછાળા - શુભાશુભ વિકલ્પો - શમતા નથી, પરંતુ જ્યાં તે દૃષ્ટિને પરમાત્મ તત્ત્વરૂપ ધ્રુવ આલંબન હાથ લાગે છે ત્યાં તો તે જ ક્ષણે તે જીવ (દૃષ્ટિ અપેક્ષાએ) કૃતકૃત્યતા અનુભવે છે, (દૃષ્ટિ અપેક્ષાએ) વિધિ-નિષેધ વિલય પામે છે, અપૂર્વ સમરસ ભાવનું વેદન થાય છે, નિજ સ્વભાવરૂપ પરિણમનનો પ્રારંભ થાય છે. અને કૃતક ઔપાધિક ઉછાળા ક્રમે ક્રમે વિરામ પામતા જાય છે. ૧૧. આ નિરંજન નિજ પરમાત્મા તત્ત્વના આશ્રયરૂપ માર્ગે જ સર્વ મુમુક્ષુઓ ભૂતકાળે પંચમ ગતિને પામ્યા છે, વર્તમાન કાળે પામે છે અને ભાવી કાળે પામશે. ૧૨. આ પરમાત્મા તત્ત્વ સર્વ તત્ત્વોમાં એક સાર છે, ત્રિકાળ-નિરાવરણ, નિત્યાનંદ-એક સ્વરૂપ છે, સ્વભાવ-અનંત ચતુષ્ટયથી સનાથ છે, સુખ સાગરનું પૂર છે, કલેશોદધિનો કિનારો છે, ચારિત્રનું મૂળ છે, મુક્તિનું કારણ છે, સર્વ ભૂમિકાના સાધકોને તે જ એક ઉપાદેય છે, હે ભવ્ય જીવો! આ પરમાત્મા તત્ત્વનો આશ્રય કરી તમે શુદ્ધ રત્નત્રય પ્રગટ કરો. એટલું ન કરી શકો તો સમ્યગ્દર્શન તો અવશ્ય કરો જ. એ દશા પણ અભૂતપૂર્વ અને અલૌકિક છે. ૧૦. ભવ્યને ભલામણ ૧. હે ભવ્ય ! આત્મ કલ્યાણ માટે તું આ ઉપાય કર ! બીજા બધાય ઉપાય છોડીને આ જ કરવાનું છે. હિતનું સાધન બહારમાં લેશમાત્ર નથી. મોક્ષાર્થીએ સત્સમાગમે જ્ઞાનસ્વરૂપ આત્માનો નિશ્ચય કરવો. વાસ્તવિક તત્ત્વની શ્રદ્ધા વગર અંદરમાં વેદનની રમઝટ નહિ જામે. ૨. પ્રથમ અંતરથી સત્નો હકાર આપ્યા વગર સત્ સ્વરૂપનું જ્ઞાન થાય નહિ અને સત્ સ્વરૂપના જ્ઞાન વગર ભવ બંધનની બેડી તૂટે નહિ. ભવ બંધનના અંત વગર જીવન શા કામના ? ૩. ભવના અંતની શ્રદ્ધા વગર કદાચ પુણ્ય કરે તો તેનું ફળ રાજપદ કે દેવપદ મળે, પરંતુ આત્માને શું ? આત્માના ભાન વગરના તો એ પુણ્ય અને એ દેવપદ બધાય ધૂળધાણી જ છે, તેમાં આત્માની શાંતિનો અંશ પણ નથી. માટે પહેલાં શ્રુતજ્ઞાન વડે જ્ઞાન સ્વભાવનો દૃઢ નિશ્ચય કરતાં પ્રતીતમાં ભવની શંકા રહેતી નથી અને જેટલી જ્ઞાનની દૃઢતા થાય તેટલી શાંતિ વધતી જાય છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૪. ભાઈ! પ્રભુ! તું કેવો છો, તારી પ્રભુતાનો મહિમા કેવો છે એ તે જાણ્યું નથી. તારી પ્રભુતાના ભાન વગર તું બહારમાં જેના-તેના ગાણાં ગાયા કરે છે તો તેમાં કાંઈ તને તારી પ્રભુતાનો લાભ નથી. તે પરના ગાણાં ગાયા પણ પોતાના ગાણાં ગાયા નહિ, અર્થાત્ પોતાના સ્વભાવની મહત્તા જાણી નહિ તો તને શો લાભ? ભગવાનની પ્રતિમા સામે કહે છે કે, “હે નાથ, હે ભગવાન! આ૫ અનંત જ્ઞાનના ધણી છો...” ત્યાં સામો પણ એવો જ પડઘો પડે છે તેનાથ, હે ભગવાન! આપ અનંત જ્ઞાનના ધણી છો.' એટલે કે જેવું પરમાત્માનું સ્વરૂપ છે, એવું જ તારું સ્વરૂપ છે, તેને તું ઓળખ; તો તને તારી પ્રભુતાનો લાભ થાય ! ૬. શુદ્ધાત્મ સ્વરૂપનું વેદન કહો, જ્ઞાન કહો, શ્રદ્ધા કહો, ચારિત્ર કહો, અનુભવ કહો કે સાક્ષાત્કાર કહો - જે કહો તે એક આત્મા જ છે. વધારે શું કહેવું? જે કાંઈ છે તે આ એક આત્મા જ છે, તેને જુદા જાદા નામથી કહેવાય છે. કેવળીપદ, સિદ્ધપદ, સાધુપદ, શ્રાવકપદ એ બધા એક આત્મામાં જ સમાય છે. આરાધના, મોક્ષમાર્ગ એ વગેરે પણ શુદ્ધ આત્મામાં જ સમાય છે. ૭. આવા આત્મસ્વરૂપની સમજણ, જ્ઞાન, શ્રદ્ધા, દર્શન કે અનુભૂતિ એ જ નિશ્ચય સમ્યગ્દર્શન છે. અને એ સમ્યગ્દર્શન જ આત્માના સર્વ ધર્મનું મૂળ છે. સમ્યગ્દર્શનથી જ આત્માના સુખની શરૂઆત થાય છે, ધર્મની શરૂઆત થાય છે. આત્માનું સુખ અંતરમાં છે તે પ્રગટ અનુભવમાં આવે છે, આ અપૂર્વસુખનો રસ્તો સમ્યગ્દર્શન છે. અખંડ આત્મ સ્વભાવ તે નિશ્ચય છે. અખંડ વિજ્ઞાનઘન સ્વરૂપ જ્ઞાન સ્વભાવી આત્મા તે નિશ્ચય છે. અને પરિણતિને સ્વભાવ સન્મુખ કરવી તે શુદ્ધ વ્યવહાર છે. મતિ-શ્રુતજ્ઞાનને સ્વ તરફ વાળવાના પુરુષાર્થરૂપી જે પર્યાય તે આત્માનો વ્યવહાર છે. જ્યારે મતિ-શ્રુતજ્ઞાનને સ્વ તરફ વાળ્યા અને આત્માનો અનુભવ કર્યો તે જ વખતે આત્મા સમ્યકપણે દેખાય છે-શ્રદ્ધાય છે-જણાય છે. આ સમ્યગ્દર્શન પ્રગટવા વખતની વાત છે. હું ભગવાન આત્મા સમયસારછું એમ જેનિર્વિકલ્પશાંતરસ અનુભવાય છે તે જ સમયસાર છે અને તે જ સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાન છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૯. જેણે સંયોગને પોતાના માન્યા છે તે ક્યારેય સંયોગ રહિત થશે નહિ. ૧૦. ભગવાન! તારી ભૂલ બતાવીએ છીએ, તે ભૂલ ટાળવા માટે બતાવીએ છીએ હો ! તારા અપમાન-અનાદર માટે નહિ. ૧૧. અહા! બધાય આત્મા પરમાત્મા સ્વરૂપ છે - હુંય પરમાત્મા સ્વરૂપ અને તું ય પરમાત્મા સ્વરૂપ - તે બધાય પર્યાયમાં ભગવાન થાય એવી ભાવના કર! ૧૨. જ્ઞાયક ધ્રુવ સિવાય બીજો કયો પદાર્થ છે કે જેના આશ્રયે મોક્ષમાર્ગ પ્રગટ કરવાનું બળ મળે? સાધનાનું બળ પ્રગટ થાય? અહા! આશ્રય કરે ભલે પર્યાય - પણ આશ્રય તો જ્ઞાયક ભૂમિનો જ છે. ૧૩. તારા સિવાય જો કોઈ પણ પર વસ્તુને અધિક માની અને તેને પોતાને હીણો માન્યો તો તું નીચ-હીણો-નાલાયક છો. ૧૪. જેનો આદર કરે તે મળ્યા વિના રહે નહિ. આત્માનો અનાદર કરીને જો સંયોગોનો આદર કર્યો તો તે સંયોગ મળ્યા વિના રહેશે નહિ અને જો સ્વભાવનો આદર કર્યો તો સ્વભાવ મળ્યા વિના રહેશે નહિ. ૧૫. જ્ઞાયકના આશ્રય વિના પર્યાયમાં જે દુકાળ છે તે કેવી રીતે ટળશે ? ધ્રુવ જ્ઞાયકના અવલંબન વિના પર્યાયમાં સુકાળ ક્યાંથી થશે? માટે-મોટાનો - જ્ઞાયકનો આશ્રય લે. ૧૬. ત્રિકાળને પ્રસિદ્ધ કરનાર ક્ષણીક છે – અનિત્ય, નિત્યનો નિર્ણય કરે છે. દ્રવ્યનો આશ્રય હોય, વેદનન હોય. જ્યારે પર્યાયનું વદન હોય આશ્રય ન હોય. ત્રિકાળી દ્રવ્યનું લક્ષ ને ક્ષણિક પર્યાયનું વેદન. ૧૧. ભલા જીવોને ભલી ભલામણ બધાએ જીવનમાં એક ધ્યેય રાખવાનું - જ્ઞાયક આત્મા કેમ ઓળખાય? તે માટે તત્વના અભ્યાસથી (શ્રુતજ્ઞાનના અવલંબનથી) તત્ત્વનો યથાર્થ નિર્ણય કરવાનો હું જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું'. જીવનમાં જે નિર્ણય કર્યો છે તે નિર્ણયની દઢતાથી આગળ જવાનું છે અંદર પુરુષાર્થ કરવો. ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો. ચૈતન્ય ભગવાન આત્મા રાગથી ભિન્ન છે. શુભ ભાવમાં દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા અને અંદરમાં જ્ઞાયક દેવની આરાધના - મહિમાં કરવી. Page #19 -------------------------------------------------------------------------- ________________ બસ, બીજા બધા વિભાવ ભાવોને ગૌણ કરીદેવા અને જ્ઞાયકદેવને મુખ્ય કરીને જીવન ગાળવું. બસ, તે એક જ ધ્યેય રાખવું. જે ધ્યેય નક્કી કર્યું છે કે આ રીતે જીવન ગાળવું તે એક જ ધ્યેયની દૃઢતાથી આગળ જવાનું છે. શાસ્ત્ર-સ્વાધ્યાય, દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા અને અંદરમાં શુદ્ધાત્મા કેમ ઓળખાય તે ધ્યેયની દઢતા રાખવી. હું તો એક જ કહું છું અને તે એક જ કરવાનું છે કે એક આત્માને ઓળખો. બસ, તેમાં બધું આવી જાય છે. દેવ-શાસ્ત્ર-ગુરુના સાનિધ્યમાં રહીને તેમની અને આત્માની આરાધના કરવી. બસ, આ જ કરવાનું છે. ' લૌકિક જીવન જુઓ ને ! કેવાં જાય છે? સંસાર આખો વિષમ તાપથી સળગી રહ્યો છે. આ જીવન જે આત્મા માટે ગાળ્યું તે યથાર્થ જીવન છે, બાકી સંસારના બધા લૌકિક જીવન નકામાં છે, લૌકિકમાં તો આખો દિવસ ખાવું, પીવું, વ્યવહાર રાખવા તે બધું હોય છે. તે બધું જીવન તે જીવન નથી. મનુષ્ય જીવનમાં જ્ઞાયકનું ધ્યેય હોય અને દેવ-શાસ્ત્ર-ગુરુનું સાનિધ્ય મળે તેમાં જીવન જાય તો તે સફળ જીવન છે. બાકી તે વિના બધા જીવન સાવ નિષ્ફળ, તુચ્છ અને સૂકા છે. તે જીવન આદરવા યોગ્ય નથી. એક શુદ્ધ આત્મા આદરવા યોગ્ય છે. તેથી જે જીવનમાં આત્માનું કાંઈ કર્યું નહિ, તેની આરાધના કરી નહિ તથા દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા કરી નહિ તે જીવન નકામું છે. સારઃ ૧. એક જ ધ્યેય, “જ્ઞાયક આત્મા કેમ ઓળખાય?' ૨. તત્ત્વનો યથાર્થ નિર્ણય. ૩. અંદર પુરુષાર્થ કરવો, જ્ઞાન, શ્રદ્ધા નિર્મળ કરવા. ૪. ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો. ૫. અંદરમાં જ્ઞાયક દેવની આરાધના. શુભ ભાવમાં દેવ-શાસ્ત્ર-ગુરુનો મહિમા, તેમના સાન્નિધ્યમાં રહીને આત્માની આરાધના કરવી. આ પાંચમાં જીવન જાય તે સફળ જીવન છે. મનુષ્યપણું પામીને જીવન કેમ જીવવા જેવું છે?? ૧. આત્મા જે સ્વરૂપે છે તેનું સાચું જ્ઞાન અને શ્રદ્ધા કરવા જેવી છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨. પુણ્ય-પાપ રહિત નિર્મળાનંદ આત્મસ્વભાવ ભગવાને કહ્યો છે તેને જે જાણે તો મુક્તિ થયા વિના રહે નહિ. ૩. શરીર અને રાગથી ભિન્ન પરિપૂર્ણ આત્મા કેવો છે તેને અનંત કાળમાં એક સેકંડ પણ જાણ્યો નથી. જો જાણે તો મુક્તિ થયા વિના રહે નહિ. માટે આ મનુષ્યપણામાં એ જ કરવા જેવું છે. ૪. આ દાવ ચૂકવા જેવો નથી. જીવે પૂર્વે આત્મસ્વભાવની વાત સાંભળી છે, પણ અંતરમાં તેની રુચિ કરી નથી. મન-વાણી-દેહ રહિત જ્ઞાનમૂર્તિ સ્વભાવ છે, તેની સત્તમાગમે ઓળખાણ કર ! મનુષ્યપણું પામીને આ કરવા જેવું છે. ૫. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુ:ખ અનંત.....! ભાઈ ! આત્માની સમજણ તેં અનંત કાળમાં નથી કરી, તે અપૂર્વ છે. એવું સ્વરૂપ સમજવા બધાથી ભિન્ન નિજ સ્વરૂપનું ભાન કરવું પડશે. ૧૨. છેલ્લી ભલામણ : ૧. ‘હું તો માત્ર જ્ઞાતા-દૃષ્ટા છું' - એવો વારંવાર અભ્યાસ કરવાથી, અંતરમાં જ્ઞાતાપણું પ્રગટ થતાં આત્મા જાણવામાં આવે છે અને પર તથા રાગનું કર્તાપણું છૂટે છે. સમ્યગ્દર્શન કરવાની આ વિધિ છે. ૨. ખરો જિજ્ઞાસુ અને ખરો આત્માર્થી હોય તેને સાચું ન આવે ત્યાં સુધી સંતોષ થાય જ નહિ. તેનો આત્મા જ કહી દે કે આ કાંઈ અંદરથી શાંતિ આવતી નથી, માટે આ યથાર્થ હોય તેને અંદરથી જ શાંતિ આવે. ઉતાવળ કરવાથી ખોટું ગ્રહણ થઈ જાય છે, સૂક્ષ્મ રાગ પકડાતો નથી, અને ક્યાંક ને ક્યાંક પ્રશસ્ત રાગમાં રોકાઈ જાય છે. સૂક્ષ્મ રાગ પકડાતો નથી, અને અંદર શુભ રાગને છૂટો પાડી શકતો નથી કે સૂક્ષ્મ થઈને જ્ઞાનને ગ્રહણ કરી શકતો નથી. વારંવાર ભાવનાના વિકલ્પ આવે તેનાથી પણ શાયક જુદો છે, તેમ અંદરથી યથાર્થ ગ્રહણ થવું જોઈએ. વિકલ્પ એ પણ રાગ છે અને યથાર્થ નિર્ણય એ જ્ઞાનની પર્યાય છે. ૩. ગમે તે પ્રસંગ હો, આત્માનું જ્ઞાતા-દૃષ્ટાપણે રહેવું તે જ શાંતિ છે. સંયોગો પ્રતિકૂળ હો કે અનુકૂળ, એ દરેક પ્રસંગમાં ‘હું એક શુદ્ધ ચૈતન્ય આનંદઘન છું' એ દૃષ્ટિ ખસવી ન જોઈએ. મારું અસ્તિત્ત્વ સહજ એક જ્ઞાયક ભાવ છે, તેમાં શરીરાદિ, પરનો કે રાગાદિ વિભાવનો પ્રવેશ નથી અને મારો ન Page #21 -------------------------------------------------------------------------- ________________ જે સ્વભાવ છે તે પરમાં જતો નથી - આવા ભાવ રહેવાથી પરના ગમે તે પ્રસંગમાં જીવને શાંતિ જ રહે, ખેદનો ખદબદાટ ન થાય. અહા! આવી વાત છે ! જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માનો નિર્ણય એ જ એક મુખ્ય વાત છે. ૪. “હું તો જ્ઞાતા છું.' અહા! ત્રિકાળી સહજ જ્ઞાન ને આનંદાદિ સ્વરૂપ પોતાના અસ્તિત્વની સ્થિતિ, ભગવાન આત્માનું હોવાપણું, યે પ્રસંગે નથી? જે જે પ્રસંગો આવે ત્યાં પોતાના હોવાપણાને યાદ કરે, વિચારે ને એમાં રહે તો એને અંદરથી શાંતિ મળે. શુભ ભાવનો પ્રસંગ હોય એટલું જ નહિ પણ અશુભ ભાવનો પ્રસંગ આવે તો પણ, તેનાથી ભિન્ન રહીને હું તો જ્ઞાતા છું' એ વાત અંતરથી ખસવી ન જોઈએ; તો જ એને શાંતિ રહે. પરનું કાંઈક કરી દઉં તો મને શાંતિ મળે, પરની કાંઈક સગવડતા મળે તો મને ઠીક પડે - એવો અભિપ્રાય હોય ત્યાં સુધી તો અશાંતિ ને દુખ જ રહે.. ૫. અનંત જ્ઞાન અને પૂર્ણ આનંદથી ભરેલું આ તત્વ છે. આવો આ આત્મા જગતના જીવોને સાંખ્યો જતો નથી. આવો આ આત્મા ત્રણ કાળમાં કદી પણ જડરૂપે થયો નથી. એણે માન્યું ભલે હોય કે હું કર્મરૂપે થઈ ગયો, રાગરૂપે થઈ ગયો, અલ્પ જ્ઞાનરૂપે થઈ ગયો. પણ એ કદી એ રૂપે થયો નથી. પ્રભુ ! આ દેહમાં બિરાજમાન આત્માની વાત ચાલે છે હો! એની માન્યતામાં ભ્રમ છે પણ ભ્રમ ભાંગતા ભગવાન તો જેવો છે તેવો છે. આ વાત અનંત કાળમાં કોઈદિ એણે લક્ષમાં લીધી નથી. ‘આવડો મોટો હું!” એ કેમ બેસે? પામર વૃત્તિમાં પ્રભુનો સ્વીકાર થતો નથી. કંઈક પાપની વાસનામાં મજા માની લે, કંઈક પુણ્યના ફળોમાં બાદશાહી છે એમ માની લે પણ તેમાં અસલી બાદશાહી લૂંટાઈ જાય છે. પરમાત્મા એટલે પરમ સ્વરૂપ પોતે અકૃત્રિમ, અખંડ, અભેદ વસ્તુ છે એ લક્ષમાં આવવી જોઈએ. જો તું શક્તિહીન હો તો નિજ પરમાત્માનું શ્રદ્ધાન કરજે. હે મુનિ શાર્દૂલ! સંહનન અને શક્તિ હોય તો નિશ્ચય પ્રતિકમણ, નિશ્ચય પ્રત્યાખાન, નિશ્ચય આલોચના, નિશ્ચય સામાયિક વગેરે શુદ્ધ નિશ્ચય ક્રિયાઓ જ કર્તવ્ય છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ જો આ દગ્ધકાળમાં તું શક્તિહીન હો તો તારે કેવળ નિજ પરમાત્મ તત્ત્વનું શ્રદ્ધાન જ કર્તવ્ય છે. સ્વાભાવિક વસ્તુ સ્વભાવથી જ પ્રગટ થાય એવી શ્રદ્ધા પાકી રાખજે પણ ખોટો બચાવ કરીશ નહિ કે થોડીક ગુરુની સહાય તો હોવી જોઈએ ને! નિમિત્તથી થોડું તો થાય ને!-એવી ખોટી શ્રદ્ધા કરીશ નહિ. કાળ હલકો છે ને શક્તિહીન હોય તો તું એવી ખોટી શ્રદ્ધા કરીશ નહિ. વીતરાગતા ન પ્રગટે તો આડું અવળું ગોટો વાળીશ નહિ. શક્તિહીન હો તો કેવળ નિજ પરમાત્મતત્ત્વનું શ્રદ્ધાન કરજે. એ જ કર્તવ્ય છે. શ્રદ્ધામાં ગોટા વાળ્યા તો ૮૪ ના અવતારમાં હાથ નહિ આવે, મરી જઈશ! કેવળ એક નિજ પરમાત્મ તત્ત્વનું શ્રદ્ધાને જ કર્તવ્ય છે. વસ્તુ તો ત્રિકાળ નિરાવરણ છે, તેના અવલંબને જ મુક્તિની અને મુક્તિના માર્ગની ઉત્પત્તિ છે, બીજો કોઈ રસ્તો છે નહિ. દર્શન પાહુડમાં કહ્યું છે કે શ્રદ્ધા ભ્રષ્ટ નહિ હોય ને ચારિત્ર ભ્રષ્ટ હશે તો તેની મુક્તિ થવાની જ. કેમ કે તેને ખ્યાલ છે કે આ દોષ છે તેથી તે દોષ ટાળશે ને મુક્તિ પામશે. માટે નિજ ભગવાનને પકડી રાખજે, તેની શ્રદ્ધાન રાખજે, એ જ કર્તવ્ય છે. વિદ્યમાન મહાપ્રભુને તું જાણ! ભૂતકાળની અનંતી પર્યાયો અને ભવિષ્યકાળની અનંતી પર્યાયો કે જે થઈ ગઈ છે અને જે હજુ થઈ નથી તે પર્યાયો ખરેખર પ્રગટ નથી, વિદ્યમાન નથી, અવિદ્યમાન છે. છતાં જ્ઞાન તેને પ્રત્યક્ષ જાણતું હોવાથી તે પર્યાયો વિદ્યમાન છે, ભૂતાર્થ છે, એમ જાણે છે. અહાહા.....! ભૂત-ભાવી પર્યાયો અવિદ્યમાન હોવા છતાં જ્ઞાનમાં સીધા જણાતા હોવાથી જ્ઞાનમાં વિદ્યમાન જ છે, ભૂતાર્થ છે એમ જાણે છે-એ જ્ઞાનની દિવ્યતા છે! એ જ્ઞાનસ્વભાવની અચિંત્યતા છે! - જે પર્યાયો વિદ્યમાન નથી છતાં જ્ઞાન તેને વિદ્યમાનપણે જાણે છે તો ચૈતન્ય મહા પ્રભુ તો વિદ્યમાન જ છે, ભૂતાર્થ જ છે તેને જ્ઞાન વિદ્યમાનરૂપે કેમ ન જાણે? વસ્તુ સત્ છે ને ! વિદ્યમાન છે ને ! તો એ મહાપ્રભુને તું વિદ્યમાનરૂપે જાણને! આહાહા.! જેની હયાતી નથી તેને હયાત જાણે ! તો પૂર્ણાનંદનો નાથ પ્રભુ વર્તમાન વિદ્યમાન જ છે, હયાત જ છે તેને જાણ ને! ભાઈ ! તારી નજરની આળસે વિદ્યમાન પ્રભુને દેખવો રહી ગયો. જેમાં જ્ઞાન, આનંદઆદિ ગુણોની અનંતતાનો અંત નથી એવો સચ્ચિદાનંદ પ્રભુ વિદ્યમાન જ છે તેને જાણ ! Page #23 -------------------------------------------------------------------------- ________________ એક આત્માને જાણતાં સર્વ જાણી શકાય છે. કેમ કે આત્માનો સર્વને જાણવાનો સ્વભાવ છે. આત્માનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ હોવાથી સ્વને જાણતા પર જણાઈ જાય છે. એક અખંડ આત્મા શાયકઃ આત્મા તો સર્વજ્ઞ સ્વભાવી છે. સર્વજ્ઞ સ્વભાવ એટલે પોતાના અનંત ગુણો, તેની અનંત પર્યાયો અને લોકાલોકને જાણે એવી એની શક્તિ છે. એવી સર્વજ્ઞા શક્તિ જેમને પ્રગટ થઈ છે એવા સર્વજ્ઞ ભગવાને જેવો પૂર્ણ આત્મા જોયો તેવા પૂર્ણ આત્માનું સ્વરૂપ તેમની કાર દિવ્યધ્વનિમાં આવ્યું. તે આત્મા કેવો છે? તો પૂર્ણ જ્ઞાનઘન છે. અહીં પૂર્ણ શબ્દ સૂચક છે. પૂર્ણ એટલે ત્રણ કાળ ત્રણ લોકના દ્રવ્ય-ગુણ-પર્યાયો જાણવાનો એનો સ્વભાવ છે. એવું જે શરીરાદિથી ભિન્ન પૂર્ણ જ્ઞાનઘન આત્માનું સ્વરૂપ છે તેની દષ્ટિપૂર્વક શ્રદ્ધાન થતાં સમ્યગ્દર્શન થાય છે. ભગવાન આત્માનું કોઈ અદ્ભુત સ્વરૂપ છે. તેનું પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ ઐશ્વર્ય, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રકાશ આદિ અનેક (અનંત) પૂર્ણ શક્તિઓથી ભરેલું ચમત્કારિક પરિપૂર્ણ સ્વરૂપ છે. એની શાંતિની પર્યાયને કરે એવા કર્તા ગુણથી પૂર્ણ છે, એનું જે કાર્ય આનંદ આદિથાય એવી કર્મ શક્તિથી પૂર્ણ છે, જે સાધન થઈને નિર્મળ દશા પ્રગટ થાય એવા સાધન ગુણથી પૂર્ણ છે, જે નિર્મળતા આદિ પ્રગટે તે પોતે રાખે એવી સંપ્રદાન શક્તિથી પૂર્ણ છે, ઈત્યાદિ. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આત્માનું આવું પરિપૂર્ણ ચૈતન્યઘન સ્વરૂપ કહ્યું છે. એનું યથાર્થ શ્રદ્ધાન થવાથી જ સમ્યગ્દર્શન થાય છે, ત્યારે જ ધર્મના પંથની ઓળખાણ થાય છે. આત્માના પૂર્ણ સ્વરૂપને જોનારી જે દષ્ટિ તેને આધીન ભગવાન આત્મા પ્રગટ થાય છે. શુદ્ધ નયને આધીન ભગવાન આત્મા પ્રગટ થાય છે. સમસ્ત પર દ્રવ્યોથી ભિન્ન, ઝળહળ આત્મજ્યોતિ સ્વરૂપ છે, તે પ્રગટ થાય છે. શુદ્ધ નયને આધીન ભિન્ન આત્મજ્યોતિ અનુભવમાં આવે છે. સેવન એકનું જ (આત્માનું) કરવું. આ જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક પુરુષોએ સાધ્યસાધક ભાવના ભેદથી બે પ્રકારે, એક જ નિત્ય સેવવા યોગ્ય છે, તેનું સેવન કરો. Page #24 -------------------------------------------------------------------------- ________________ આત્મા તો જ્ઞાન સ્વરૂપ એક જ છે. પરંતુ એનું પૂર્ણ રૂપ સાધ્યભાવ છે અને અપૂર્ણ રૂપ સાધભાવ છે; એવા ભાવ ભેદથી બે પ્રકારે એકને જ સેવવો. આ ભગવાન આત્મા અંદરમાં જ્ઞાનઘન છે. તેમાં શરીર, વાણી કે કર્મ તો પ્રવેશી શક્તા નથી. પરંતુ દયા, દાન આદિના વિકલ્પો કે વર્તમાન પર્યાય પણ એમાં પ્રવેશ પામતી નથી. આવા જ્ઞાન સ્વરૂપ આત્માને સ્વરૂપની પ્રાપ્તિની ઈચ્છક પુરુષોએ સાધ્ય સાધક ભાવના ભેદથી બે પ્રકારે એક જ નિત્ય સેવવા યોગ્ય છે. તેનું સેવન કરો. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માની પૂર્ણ સિદ્ધ પર્યાય એ સાધ્ય છે અને વર્તમાન સ્વભાવની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા એ સાધક છે. જ્ઞાયક ભાવની બે ભેદજ્ઞાનની પૂર્ણતાનો ભાવ એ સાધ્ય અને અપૂર્ણ સમ્યજ્ઞાનરૂપ પરિણતિ એ સાધક. વચમાં દયા, દાન આદિ વિકલ્પો થાય એ કાંઈ સાધક નથી તથા તેનાથી મુક્તિ પણ પ્રાપ્ત થતી નથી. પ્રકાશનો પૂંજ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા પોતે જ સાધક ભાવરૂપ થઈને પોતે જ સાધ્ય થાય છે, વચમાં કોઈ રાગાદિની વ્યવહાર રત્નત્રયના પરિણામની એને મદદ નથી. સાધક ભાવ અને સાધ્ય ભાવ એ બંનેમાં એકલો જ આત્મા જ્ઞાનરૂપે પરિણમે છે. વચમાં જે વ્યવહાર રત્નત્રય આવે છે તે સહાય કરે તેમ નથી. સ્વભાવનું સામાથ્યઃ ૧. અલ્પજ્ઞતામાં સર્વજ્ઞતાનો નિર્ણય સર્વજ્ઞ સ્વભાવને સામે રાખીને જ થઈ શકે છે. પર્યાયમાં તો સર્વજ્ઞતા છે નહિ અને બીજા સર્વજ્ઞ તો પર છે. તેથી તેને સામે રાખીને નિર્ણય થઈ શકે નહિ પણ પોતાના સર્વજ્ઞ સ્વભાવને સામે રાખીને અલ્પજ્ઞતામાં સર્વજ્ઞતાનો નિર્ણય થાય છે. ૨. દેવ-ગુરુ-શાસ્ત્ર કહે છે કે અમે તારી જ્ઞાનની પર્યાયમાં શેય છીએ માટે તું શેય નિષ્ટતાથી હટી જા. અમારી વાણી પણ શેય છે અને શેયની તત્પરતા એ સંસાર છે, જ્ઞાયક ઉપર તત્પર થા અને અમારા ઉપરથી તત્પરતા હટાવી દે. ૩. ચૈતન્યનું લક્ષણ બંધાવ્યું છે એટલે એનું જોર ચૈતન્ય તરફ વળી રહ્યું છે. આ જ સ્વભાવ છે.....આ જ સ્વભાવ છે – એમ સ્વભાવમાં જ જેર હોવાથી અમે તેને ઓછી ઋદ્ધિવાળો કેમ દેખીએ ? મિથ્યાદષ્ટિ હોવા છતાં તે સમ્યફ સન્મુખ થઈ ગયો છે, તે સમ્યક લેવાનો જ છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૪. વાત ઈ છે કે બિહર્મુખ લક્ષ છે તે અંતર્મુખ કરવાની વાત છે. “લાખ વાતની વાત છે નિશ્ચય ઉર આણો' અંતર્મુખ થવું એ વાત છે. આત્માને ઉરમાં લાવો એ એક જ વાત છે. ૫. કાં તો ઈ થાય એના ભગવાનનો ને કાં તો થાય રાગનો ! ત્રીજી કોઈ ચીજ એની નથી. કાં થાય રાગનો કાં વીતરાગ સ્વભાવનો, ત્રીજાનો ઈ થતો જ નથી. આમ વાત છે. ૬. પહેલું સ્વજ્ઞાન ચૈતન્યમૂર્તિને શેય કરીને કરો, બીજું બધું જ્ઞાન તેમાં આવી જાય છે. ૭. તારામાં તું સમા, ગુરુની પ્રથમ આ આજ્ઞા છે. પ્રથમ દૃષ્ટિ વીતરાગ, જ્ઞાન વીતરાગ, સ્થિરતા વીતરાગ. આ જ ત્રણ કાળના તીર્થંકરોનો હુકમ છે. ક Page #26 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ઈષ્ટ ઉપદેશઃ ઇષ્ટ એટલે મોક્ષ (સુખ) અને ઉપદેશ એટલે તેના ઉપાયરૂપ આત્મધ્યાન - તેનું નિરૂપણ (પ્રતિપાદન). ઇષ્ટોપદેશ - એટલે સુખના ઉપાયરૂપ આત્મધ્યાનનું નિરૂપણ. ગામ કે વનમાં વસતો થકો જે ભવ્ય જીવ, ઇષ્ટપદેશ વ્યવહાર-નિશ્ચય દ્વારા સમ્યક પ્રકારે અધ્યયન - ચિંતવન કરી હિતાહિત વિવેક કરે છે તથા બાહ્ય પદાર્થોમાં મમત્વનો ત્યાગ કરી માન-અપમાન પ્રસંગે સમભાવ રાખે છે, તે “ઇકોપદેશ'ના અધ્યયન-ચિંતવનથી પ્રાપ્ત કરેલા આત્મજ્ઞાન દ્વારા અનુપમ મોશ સુખને પ્રાપ્ત કરે છે.' આત્મ સ્વરૂપના અભ્યાસ માટે આચાર્યો નીચેના મુખ્ય ત્રણ ઉપાયો સૂચવ્યા છે. ૧. ગુરુના ઉપદેશ દ્વારા હેય-ઉપાદેય તત્વોમાં અર્થાત્ સ્વ-પરના ભેદ વિજ્ઞાનમાં બુદ્ધિને સ્થિર કરવી. ૨. ચિત્તને મોહ-ક્ષોભ રહિત કરવું અર્થાત્ રાગ-દ્વેષાદિ વિકલ્પોથી વિક્ષિપ્ત ન કરવું. ૩. પ્રમાદનો ત્યાગ કરી એકાંતમાં આત્મસ્વરૂપના અનુભવનો અભ્યાસ કરવો (ધ્યાન કરવું).કાયોત્સર્ગાદિદ્વારા વ્યવસ્થિત થઈ એકાંતમાં, શૂન્યગૃહમાં આળસ તથા નિદ્રાદિનો ત્યાગ કરી પોતાના આત્માના યથાર્થ સ્વરૂપનો અભ્યાસ કરવો. “આતમ ભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે ! નિરંતર આત્મ ભાવના ભાવવી. ૧. ગુરુના ઉપદેશ દ્વારા પાત્ર જીવો જ ગુરુના ઉપદેશને પ્રાપ્ત થાય છે. સૌથી પ્રથમ તો “આત્મ તત્વ' સમજવા સામાન્ય પાત્રતા આવશ્યક છે. ૧. કષાયની ઉપશાંતતા ૨. માત્ર મોક્ષ અભિલાષ. ૩. ભવે ખેદ ૪. પ્રાણી દયા. ૫. વિશાળ બુદ્ધિ. ૬. સરળતા. ૭. મધ્યસ્થતા ૮. જિતેન્દ્રયપણું ૯. દયા ૧૦. શાંતિ ૧૧. સમતા ૧૨. ક્ષમા ૧૩. સત્ય ૧૪. ત્યાગ ૧૫.વૈરાગ્ય Page #27 -------------------------------------------------------------------------- ________________ આ બધા પાત્રતાનો ગુણો વિકસાવવા જોઈએ. હવે (૧) યથાર્થ આત્મસ્વરૂપનો જેમણે અનુભવર્યા છે એવા સાચાદેવ (અરિહંત અને સિદ્ધ), ગુરુ (નિર્ગથ ભાવલિંગી સંત - આત્મજ્ઞાની મુનિ) અને સાચા શાસ્ત્ર (જેનો સાર માત્ર વીતરાગતા જ હોય તે) તેનું યથાર્થ સ્વરૂપ જાણી તેનું યથાર્થ શ્રદ્ધાન કરવું. (૨) જીવ-અજીવાદિસાત તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ જાણી, હેય-ઉપાદેય તત્ત્વોનું સ્વરૂપ સમજી, (૩) આત્મસન્મુખ થઈ ભેદજ્ઞાન દ્વારા આત્મ તત્વનો યથાર્થ નિર્ણય કરવો એનું નામ ભેદ વિજ્ઞાનમાં બુદ્ધિને સ્થિર કરવી. આગમના અવલંબનથી (શ્રુતજ્ઞાનના અવલંબનથી) જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો નિર્ણય કરવો. હું જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા છું, સર્વથા સર્વથી ભિન્ન છું.” ૧. વસ્તુનું સ્વરૂપ ૨. વિશ્વ વ્યવસ્થા ૩. દ્રવ્યની સ્વતંત્રતા ૪. કમબદ્ધ પર્યાય ૫. ઉપાદાન નિમિત્ત ૬. નિશ્ચય-વ્યવહાર ૭. દ્રવ્ય-ગુણ-પર્યાય ૮. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ ૯. બાર ભાવના ૧૦. ધર્મના દસ લક્ષણ ૧૪. ચૌદગુણસ્થાન ૧૨. કર્મનો સિદ્ધાંત આ બધા વિષયોનો અભ્યાસ આવી જાય છે. ૨. ચિત્તને મોહ-ક્ષોભ રહિત કરવું? ‘ત્યાગ-વિરાગ ન ચિત્તમાં થાય તેને જ્ઞાન આત્માનું યથાર્થ સ્વરૂપ સમજતા-તેની સ્વાધીનતા-સ્વતંત્રતાનો મહિમા આવતા એટલો નિર્ણય થઈ જાય છે કે - એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી; બધા જ દ્રવ્યો પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં જ રહીને ક્રમબદ્ધઉપાદાનની યોગ્યતા પ્રમાણે પરિણમે છે. જગતમાં કોઈ પદાર્થ ઇષ્ટઅનિષ્ટ નથી, બધા શુદ્ધ સ્વરૂપ છે. હું જીવ (આત્મા) સર્વથા પરમાત્મા Page #28 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ જ છું. જગતના બધા જ જીવો પણ પરમાત્મા સ્વરૂપ જ છે. દ્રવ્ય સ્વભાવથી જોઈએ તો કોઈ જીવમાં ફરક નથી-જે કાંઈ ફરક છે તે પર્યાય સ્વભાવમાં જ છે અને પર્યાય તો અનિત્ય છે - તેનું આયુષ્ય એક સમયનું છે - ત્યાં શું દષ્ટિ કરી રાગ-દ્વેષના પરિણામ કરવા? બુદ્ધિશાળી ભવ્ય પોતાના આત્મજ્ઞાનથી માન-અપમાનમાં સમતા વિસ્તારી બધી જ જાતના આગ્રહ છોડી પોતાના ચિત્તને મોહથી ક્ષોભ રહિત કરે છે. “ઉપજે મોહ-વિકલ્પથી સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતા, વિલય થતા નહિવાર.” જ્યારે આ જીવને મોહને કારણે રાગ-દ્વેષ ઉત્પન્ન થાય ત્યારે તેણે પોતાનામાં સ્થિત (પરમ શુદ્ધ) આત્માની ભાવના ભાવવી. હું તો જ્ઞાન સ્વરૂપ-આનંદનો કંદ-સુખનો સાગર ભગવાન આત્મા છું. સર્વથા સર્વથી ભિન્ન છું.” દરેકે દરેક ઉદયના પ્રસંગે, કોઈ પણ અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં રાગ-દ્વેષના પરિણામો શાંત કરવા. ૩. પ્રમાદનો ત્યાગ કરી એકાંતમાં આત્મસ્વરૂપના અનુભવનો અભ્યાસ કરવો. (ધ્યાન કરવું). ધ્યાનમાં લીન યોગી, આ શું છે? કેવું છે? કોનું છે? શાથી છે? ક્યાં ' છે ? ઇત્યાદિ ભેદરૂપ વિકલ્પો નહિ કરતો થકો પોતાના શરીરને પણ જાણતો નથી. (કાયોત્સર્ગ) આ અનુભવમાં આવતું આધ્યાત્મિક તત્ત્વ શું છે? કેવા સ્વરૂપવાળું છે? કોના જેવું છે? તેનો સ્વામી કોણ છે? કોનાથી છે? ક્યાં છે? ઇત્યાદિ ભેદ નહિ પાડતો અર્થાત્ વિકલ્પો નહિ કરતો સમરસી ભાવને (સમતા ભાવને) પ્રાપ્ત થયેલો યોગી પોતાના શરીરનો પણ ખ્યાલ કરતો નથી; તો શરીરથી ભિન્ન હિતકારી યા અહિતકારી વસ્તુઓની ચિંતા કરવાની તો વાત જ શું કરવી? આત્મા અને દેહના ભેદવિજ્ઞાનથી ઉત્પન્ન થયેલાં આહલાદ (આનંદ)થી જે આનંદિત છે તે યોગી તપ દ્વારા ભયાનક દુષ્કર્મોને ભોગવતો હોવા છતાં ખેદ પામતો નથી. Page #29 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાયક.....જ્ઞાયક....જ્ઞાયકના વિકલ્પથી શરૂઆત કરી સહજ ધ્યાનમાં લીન થાય છે એટલે નિર્વિકલ્પ દશામાં સહજ સરી જતાં તેનો ઉપયોગ સ્વભાવમાં જ લીન હોય છે. અને તે અનુભવ દશામાં તે નિજાનંદ રસનું પાન કરે છે. નિઃશંકતાથી નિર્ભયતા આવે છે અને નિર્ભયતાથી નિઃસંગતા આવે છે - આવું નિઃસંગ સ્વરૂપ જ અનુભવ યોગ્ય છે. તીર્થકરાદિ મહાપુરુષોએ આત્મસ્વરૂપમાં સ્થિર થવા માટે નિશ્ચય તપ દ્વારા ઉદ્યમ કર્યો છે અને તે સુખરૂપ જ હોય છે. એકાગ્રતાથી ચિંતાનો વિરોધ થઈ ધ્યાનાવસ્થામાં સ્વ સંવેદન દ્વારા આત્માનો અનુભવ થાય છે. પરમાગમ સારઃ ૧. નિશ્ચયદષ્ટિથી દરેક જીવ પરમાત્મસ્વરૂપ જ છે. જિનવર ને જીવમાં ફેર નથી. ભલેને એકેન્દ્રિયનો જીવ હોય કે સ્વર્ગનો જીવ હોય. એ બધું તો પર્યાયમાં છે. વસ્તુ સ્વરૂપે તો પરમાત્મા જ છે. પર્યાય ઉપરથી જેની દષ્ટિ ખસીને સ્વરૂપ ઉપર દષ્ટિ થઈ છે એ તો પોતાને પણ પરમાત્મા સ્વરૂપ દેખે છે ને દરેક જીવને પણ પરમાત્મા સ્વરૂપ દેખે છે. સમ્યફદષ્ટિ બધા જીવોને જિનવર જાણે છે અને જિનવરને જીવ જાણે છે. અહા ! કેટલી વિશાળ દષ્ટિ ! અરે, આ વાત બેસે તો કલ્યાણ થઈ જાય, પણ આવી કબૂલાતને રોકનારા માન્યતારૂપી ગઢનો પાર ન મળે! અહીં તો કહે છે કે ૧૨ અંગનો સાર એ છે કે જિનવર સમાન આત્માને દષ્ટિમાં લેવો કેમ કે આત્માનું સ્વરૂપ પરમાત્મસ્વરૂપ જ છે. (ગાથા ૨૫) ૨. જેને સુખી થવું હોય તેને કહે છે કે શુદ્ધ ચૈતન્યવસ્તુ છે તે સર્વાગ જ્ઞાનથી ભરેલી છે. તેની સન્મુખ થવું તે સુખી થવાનો માર્ગ છે, તે ધર્મ છે. સર્વાગ જ્ઞાનથી ભરેલી ચૈતન્યવસ્તુમાં રહેતાં શુદ્ધતા થાય છે અને અશુદ્ધતા નાશ થાય છે તેનું નામ પોતાનું હિત એટલે કે કલ્યાણ છે. (ગાથા ૭૭) ૩. નિશ્ચય મોક્ષમાર્ગ છે તે નિર્વિકલ્પ સમાધિ છે. તેનાથી ઉત્પન્ન થયેલ અતીન્દ્રિય આનંદનો અનુભવ જેનું લક્ષણ છે એવું સ્વ સંવેદનશાન તે જ્ઞાન છે. શાસ્ત્ર Page #30 -------------------------------------------------------------------------- ________________ ભણતર તે જ્ઞાન નથી, પણ નિર્વિકલ્પ-સ્વ સંવેદન-લક્ષણ તે જ્ઞાન છે. સુખાનુભૂતિમાત્ર લક્ષણ સ્વસંવેદન જ્ઞાનથી આત્મા જણાય તેવો છે, તે સિવાય જણાય તેવો નથી. નિર્વિકારી-સ્વસંવેદન જ્ઞાનથી જણાય તેવો છે પણ ભગવાનની વાણીથી જણાય તેવી નથી. આનંદની અનુભૂતિના સ્વસંવેદન જ્ઞાનથી જણાય એવો હું છું અને બધા આત્માઓ પણ એના સ્વસંવેદન જ્ઞાનથી એને જણાય એવા છે. (ગાથા ૧૨૦) ૪. જેને આત્મા જણાયો છે એવો ધ્યાતા પુરુષ, ધર્મી જીવ કે જેને સ્વસંવેદન આનંદની અનુભૂતિ સહિતનું જ્ઞાન એક અંશે પ્રગટ્યું છે, તે પ્રગટેલી દશાનું ધ્યાન ધ્યાની-જ્ઞાની કરતો નથી. અનુભવની જે પર્યાય છે તે એકદેશ પ્રગટ પર્યાયરૂપ છે, છતાં ધ્યાતા પુરુષ, ધ્યેયનું ધ્યાન કરનારો પુરુષ, તે પ્રગટ પર્યાયનું ધ્યાન કરતો નથી. ધર્મી કોનું ધ્યાન કરે છે? - ધર્મી જીવને સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટી છે છતાં પ્રગટેલાનું ધ્યાન કરતો નથી, તો કોનું ધ્યાન કરે છે? - કે એક સમયની પર્યાય પાછળ બિરાજમાન જે સકળ નિરાવરણ - અખંડ - એક - પ્રત્યક્ષ પ્રતિભાસમય - અવિનશ્વર - શુદ્ધ - પારિણામિકભાવલક્ષણ - નિજ પરમાત્મ દ્રવ્યનું ધ્યાન કરે છે. સમ્યગ્દષ્ટિનું ધ્યેય શું છે? સમ્યક્દષ્ટિ ધર્મનો વિષય શું? - કે ત્રિકાળી - આત્મા તે એનો વિષય છે કે જે સકળ - નિરાવરણ - એક અખંડ વસ્તુ છે. (ગાથા ૧૨૨) ૫. દષ્ટિનું પરિણમન સ્વભાવમાં થયું તે થયું, પછી એને સંભારવું છે ક્યાં? એ તો રુચિનું પરિણમન થયું તે થયું તે સદાય રહ્યાં જ કરે છે, નિ:શંક છે એમ સંભારવું પડતું નથી અને શુભાશુભમાં હોય કે આત્માના અનુભવમાં હોય તો પણ સમનું પરિણમન તો જે છે તે જ છે. (ગાથા ૨૧૨) હે ભગવાન! આપે જે ચૈતન્યનો ભંડાર ખોલી દીધો છે તેની પાસે કોણ એવો હોય કે જેને ચક્રવર્તીનો વૈભવ પણ તરણા જેવો ન લાગે? અહા ! અંતર અવલોકનમાં અમૃતરસ ઝરે છે અને બહારના અવલોકનમાં તો ઝેર અનુભવાય (ગાથા ૨૪૪) ૭. ભાઈ તારા મહાભ્યની શી વાત! જેનું સ્મરણ થતાં જ આનંદ આવે એના અનુભવના આનંદની શી વાત! અહો! મારી તાકાત તે કેટલી? જેમા નજરું Page #31 -------------------------------------------------------------------------- ________________ નાખતાં નિધાન ખુલી જાય છે તે વસ્તુ કેવી ? રાગને રાખવાનો તો મારો સ્વભાવનહિ પણ અલ્પજ્ઞતાને પણ હું રાખી શકે નહિ. - એમ પોતાને પ્રતીતિ આવતાં હું સર્વજ્ઞ થઈશ ને અલ્પજ્ઞ નહિ રહી શકું એમ ભરોસો આવી જાય છે. (ગાથા ૩૦૩) ૮. જેમ રાગની મંદતા તે મોક્ષમાર્ગ નથી, જેમ વ્યવહાર સમદર્શન તે મોક્ષમાર્ગ નથી કે મોક્ષનું કારણ નથી તેમ તેની સાથે રહેલું પરસત્તાવલંબી જ્ઞાન પણ મોક્ષમાર્ગનથી કે મોક્ષનું કારણ નથી. સ્વસત્તાને પકડવાની લાયકાતવાળું જ્ઞાન જ મોક્ષનું કારણ છે. જ્ઞાનાનુભૂતિ - આત્માનુભૂતિ એ જ મોક્ષનું કારણ છે. | (ગાથા ૩૨૭) ૯. અરે ભાઈ ! તું રાગાદિથી નિર્લેપસ્વરૂપ છો! કષાય આવે તો તેને જાણવો તે તારી પ્રભુતા છે. કષાયને મારા માનવા તે તારી પ્રભુતા નથી. તું નિર્લેપ વસ્તુ છો. તને કષાયનો લેપ લાગ્યો જ નથી. આત્મા તો સદાય કષાયોથી નિર્લેપ તરતો ને તરતો જ છે. જેમ સ્ફટિકમણિમાં પરનું પ્રતિબિંબ પડે છે તેમ કષાય ભાવો - વિભાવો જ્ઞાનમાં જણાય છે તે તારામાં પેઠા નથી. તું નિર્લેપ છો. વ્રતાદિના વિકલ્પ આવે તે સંયોગીભાવ જ્ઞાયકથી ભિન્ન છે. જ્ઞાયકની જાતના નથી તેથી કજાત છે. પરજાત છે, પરય છે, સ્વજાત - સ્વય નથી. તું જ્ઞાયક સ્વરૂપ નિર્લેપ પ્રભુ છો. એ પ્રભુતાનો અંતરથી વિશ્વાસ કરતાં પર્યાયમાં પ્રભુતા પ્રગટે છે. (ગાથા ૩૭૪) ૧૦. જાણનાર...જાણનાર...જાણનારતે માત્ર વર્તમાન પુરતું નથી. જાણનાર તત્ત્વ તે પોતાનું ત્રિકાળી સત્ બતાવી રહ્યું છે. જાણનારની પ્રસિદ્ધિ તે વર્તમાન પુરતી નથી પણ વર્તમાન છે તે ત્રિકાળીને પ્રસિદ્ધ કરી રહ્યું છે. વર્તમાન જાણનાર અસ્તિતે ત્રિકાળી અસ્તિ-સતને બતાવે છે. (ગાથા ૪૧૮) વન : ૨મ(05 2ઝબ લા Page #32 -------------------------------------------------------------------------- ________________ વિષય સૂચિ .......... , , ....... ૧. વસ્તુ સ્વરૂપ...... ૨. વસ્તુના સ્વભાવનું રહસ્ય.............. ૩. જ્ઞાયક ભાવ .. .............. ૪. સ્વ-પર પ્રકાશક જ્ઞાન શક્તિનો પિંડ.. .............. ૫. ધર્મની રીત.............. .................................. ૬. સુખનો સાચો માર્ગ ............. ૭. આત્મ ભાવના .. ૮. મોક્ષમાર્ગની સાધના ........ ૯. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ............. ૧૦. આત્મજ્ઞાન. ૧૧, ભેદજ્ઞાન . ૧૨. સ્વાનુભૂતિ......... ......... ૧૩. જ્ઞાનજ્યોતિ ૧૪. રાગ અને ચૈતન્ય ઉપયોગનું ભિન્નપણું ......... ૧૫. જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા ... ૧૬. કર્તા-કર્મ અધિકાર(સમયસાર) .......... ............ ૧૭. નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ.. ૧૮. ઉપાદાન અને નિમિત્ત..... ૧૯. ક્રમબદ્ધ પર્યાય ............. ............ ૨૦. ધર્મનો સાર ......... ............ .............. • • • • પતિ ......... ............... ......... ૧૭૮ Page #33 -------------------------------------------------------------------------- ________________ ફક્ત અંગત સ્વાધ્યાય માટે વિનંતી મુદ્રણ દોષના શબ્દાર્થ તથા વ્યાકરણની કોઈ ભૂલને ગ્રહણનકરતાં તેના ભાવ પકડી આત્મહિતને કેમ ઉપયોગી થાય તેવું લક્ષ મુમુક્ષુઓ આપે એવી નમ્ર વિનંતી. For Private Circulation Only. Page #34 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ સ્વરૂપ ૧. વિશ્વના બધા જડ-ચેતન પદાર્થો સ્વયંસિદ્ધ, અનંત શક્તિમય અને પૂર્ણ છે. તે એકબીજાથી અત્યંત ભિન્ન પોતાની સ્વરૂપ સીમામાં જ રહે છે અને એક બીજાનો સ્પર્શ પણ કરતાં નથી. તેથી બધી જડ-ચેતન સત્તાઓ નિતાન્ત શુદ્ધ છે. ૨. આત્મા પણ એક એવી જ સ્વયંસિદ્ધ, નિરપેક્ષ, શુદ્ધ ચૈતન્ય સત્તા છે. શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, આનંદ આદિ તેની અસાધારણ શક્તિઓ અથવા સ્વભાવ છે જે સદાય તેમાં જ રહે છે. ૩. તે પોતામાં પરિપૂર્ણ અને અન્યથી અત્યંત ભિન્ન છે. તેથી તે એક શુદ્ધ અને સ્વતંત્ર સત્ છે કેમ કે જે સત્ અથવા સત્તા છે તે સ્વતંત્ર, પૂર્વ અને પવિત્ર હોવું જ જોઈએ, નહિ તો તે સત્ કેવું? ૪. જે જડ છે તે પુરું જડ હોય અને ચેતન પુરું ચેતન. અપૂર્ણ જડ અથવા અપૂર્ણ ચેતનનું સ્વરૂપ પણ શું હોય? તેથી ભિન્નત્વ, પૂર્ણત્વ અને એકત્વનું સ્વરૂપ જ છે. ૫. વિશ્વના દર્શનોમાં જૈન દર્શનનું આ એક મૌલિક અનુસંધાન છે. જ્ઞાનીઓએ પોતાના અનુસંધાનમાં અનુભવીને કહ્યું કે વસ્તુનું એકત્વજ તેનું પરમ સૌંદર્ય છે; તેમાં પરના સંબંધની વાર્તા વિસંવાદ છે. ૬. વિશ્વના પ્રત્યેક પદાર્થના બે અવયવ છે. એક તેની અનંત શક્તિમય ધ્રુવ સત્તા જેને દ્રવ્ય કહે છે (પ્રોવ્ય) અને બીજી તેની સમયે સમયે બદલનારી અવસ્થા જેને શાસ્ત્રની ભાષામાં પર્યાય કહેવામાં આવે છે. આવી રીતે દ્રવ્ય-ગુણ પર્યાયાત્મક વસ્તુનું સ્વરૂપ છે. ૭. આત્મપદાર્થના પણ એ જ રીતે બે અવયવ છે - એક તેની શ્રદ્ધા, જ્ઞાન, આનંદ આદિ અનંત શક્તિમય, ધ્રુવ શુદ્ધ અને પૂર્ણ સત્તા અને બીજી તેની શ્રદ્ધા, જ્ઞાન આદિ પર્યાય (-માનવા-જાણવા આદિરૂપ પર્યાય). આત્મ-સત્તાનું આવું પરિશુદ્ધ સ્વરૂપ સ્થાપિત થઈ જતાં આત્માની શ્રદ્ધા, જ્ઞાનવૃત્તિનું માનવા-જાણવાવાળી પર્યાયનું) કેવળ એક જ કામ રહ્યું કે તે આત્માને પૂર્ણ અને શુદ્ધ જમાને, એવો જ જાણે અને એવો જ અનુભવે અને અન્ય સર્વ જડ-ચેતન પદાર્થોને પોતાથી ભિન્ન જાણે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૯. પરંતુ આત્માની આ વૃત્તિમાં અનાદિથી એવું અજ્ઞાન અને અવિશ્વાસ રહ્યા છે કે તેણે પોતાને શુદ્ધ અને પૂર્ણ માન્યો જ નથી, તેથી પોતાના પડોશી કર્મ, દેહાદિસત્તાઓમાં જ મુગ્ધ રહ્યો, એમાં જ અહંકાર કર્યો અને એમાં જલીનતા કરી. ૧૦. પર સત્તાઓમાં અહંની આ વૃત્તિ તે મહા વ્યભિચારિણી છે કેમ કે તેમાં વિશ્વની અનંત સત્તાઓને પોતાના અધિકારમાં લઈને તેમાં રમણ કરવાની ચેષ્ટા છે; તેથી વિશ્વની સ્વતંત્ર અને સુંદર વ્યવસ્થાનો નાશ કરી નાખવાની આ બાધા વિશ્વનો સૌથી મોટો અપરાધ થયો. આને ધર્મમાં વિપરીત માન્યતા અથવા મિથ્યાત્વ તરીકે ઓળખવામાં આવે છે. આ સૌથી મોટું પાપ છે અને તેની દંડ-વ્યવસ્થામાં અનંત સંસારનું પરિભ્રમણ અને અંતે નિગોદનું જ ફળ મળ્યું. ૧૧. પરિશુદ્ધ સોના જેવું તત્વ હોવા છતાં પણ આત્માની વૃત્તિમાં આટલું લાંબુ અને આવું ભયંકર અજ્ઞાન કેમ રહ્યું? એના ઉત્તરની શોધ આત્માથી દૂર બીજે ક્યાંય કરવી એ એક દાર્શનિક અપરાધ ગણાશે, કેમ કે ભિન્ન સત્તાવાળી વસ્તુઓમાં કારણ-કાર્યનો ભાવ કદી પણ ઘટતો નથી. તેથી એનો ઉત્તર સ્વયં આત્મામાં જ સમાયેલો છે અને તે એ કે આત્માએ સદાય પોતાથી જ આ અજ્ઞાન પરિણામ કર્યા અને તે પોતે જ અજ્ઞાની રહ્યો. ૧૨. આ આત્માનું અજ્ઞાન પણ અત્યંત પર-નિરપેક્ષ જ છે. કથનમાં કર્મોદય આદિની સાપેક્ષતા આવી જાય છે, પરંતુ ભાવ તો નિરપેક્ષ જ રહે છે, કેમ કે જો કોઈ બીજો આત્માને અજ્ઞાની કરે તો કોઈ તેને જ્ઞાની પણ બનાવી શકશે અને વળી ફરીથી કોઈ તેને અજ્ઞાની બનાવી દેશે. આ રીતે આત્મા તો કોઈના હાથની માત્ર કઠપૂતળી જ રહી જશે અને તેના બંધ-મોક્ષના બધા જ અધિકારો છીનવાઈ જશે. અને એ તો એક મજાક જેવું જ થશે. પરંતુ છતાં એક પ્રશ્ન છે કે તો પછી આટલા લાંબા અને જટિલ અજ્ઞાનનો અંત કેવી રીતે થાય? તો આ પ્રશ્ન પોતે જ પોતાનો ઉત્તર છે. “અજ્ઞાનનો અંત કેવી રીતે થાય.” જ્ઞાનમાં આ સબળ વિચારનો ઉત્પાદ જ અજ્ઞાનનો પ્રાણઘાતક છે કેમ કે પ્રબળ અજ્ઞાનમાં આવો સમર્થ વિચાર થતો જ નથી. ૧૩. અનાદિ અજ્ઞાનના પ્રવાહમાં શુદ્ધાત્માનુભૂતિ-સંપન્ન કોઈ જ્ઞાની પુરુષનો સુયોગ મળતાં જે મહા ઉદ્યમશીલ આત્મા તેમની કલ્યાણકારી વાણીને હૃદયગમ કરે છે, તેનું અનાદિનું અજ્ઞાન શિથિલ થઈને આ સમર્થ વિચારમાં પ્રવૃત્ત થાય Page #36 -------------------------------------------------------------------------- ________________ છે. જ્ઞાની ગુરુના સુયોગ અને તેમની વાણી માત્રથી એ નથી થતું પરંતુ ગુરુની વાણીનો મર્મ જેને પોતાના જ્ઞાનમાં પ્રતિભાસિત થયો છે તેને આ વિશુદ્ધ ચિંતનધારા શરૂ થાય છે. (તત્ત્વ ચિંતન) આપણો એક બીજો પ્રશ્ન હોઈ શકે કે અજ્ઞાનીને જ્ઞાન જ નથી, તે આ બધું કેવી રીતે કરે? તો એમ નથી કે તેની પાસે જ્ઞાનનો અભાવ છે. અજ્ઞાની પાસે તો જ્ઞાન ઘણું છે પરંતુ પર સત્તામાં આસક્તિને કારણે તેના જ્ઞાનનો સૂક્ષ્માતિસૂક્ષ્મ વ્યવસાય પણ પરમાં જ થાય છે. પરંતુ એ જ જ્ઞાન સદ્ગુરુ ભગવાન પાસેથી આનંદધામ સ્વ-સત્તાનો મહિમા સાંભળીને તેના પ્રત્યે અત્યંત પ્રેમ-મહિમા આવતા, તેના પ્રત્યે ઉગ્ર વ્યવસાય કરીને તેમાં એકાગ્ર થતાં, સમ્યજ્ઞાનરૂપે પરિણમી જાય છે અને આત્માનો અનુભવ સહજ થઈ જતાં એ અતીન્દ્રિય આનંદનું સંવેદન કરવા લાગે છે. અહીં માત્ર રુચિનો પલટો થતાં, ઉપયોગ સ્વયં પલટી જાય છે. સત્ય પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે અને આ સહજ અને સુલભ છે. ૧૪. અજ્ઞાનના જ્ઞાનની આ ઇહાત્મક પ્રશ્ન છે કે “અજ્ઞાનનો અંત કેવી રીતે આવે?' તે જ અજ્ઞાનનો એક ખૂલ્લો પડકાર છે. આ પ્રશ્નમાં અજ્ઞાનીને અજ્ઞાનનું સ્વરૂપ જણાઈ ગયું છે. હવે તે સમજવા લાગ્યો છે કે મારી ચૈતન્ય સત્તા તો અનાદિ અનંત પૂર્ણ, ધ્રુવ, અક્ષયાનંદ અને સર્વસંબંધ વિનાની છે અને મારી જવૃત્તિઓ તેને નશ્વર, અપૂર્ણ, દુઃખી, અજ્ઞાની અને પરાધીન કલ્પી છે. એ જ મારું અજ્ઞાન હતું અને અજ્ઞાન આત્માની પર્યાય હોવા છતાં પણ જૂ હોવાથી કદી પણ અનુશીલન યોગ્ય અર્થાત્ શ્રદ્ધેય નથી કેમ કે અજ્ઞાનના અનુશીલનમાં કદી પણ સાચી આત્મસત્તાની ઉપલબ્ધિ થઈ શકતી નથી. ૧૫. આ રીતે અજ્ઞાનને તે સ્વ સત્તા વિરોધી અને નિતાન્ત મિથ્યા માનીને અજ્ઞાન અને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ પર-સત્તાવલંબી પુણ્ય અને પાપની વૃત્તિઓ અને અનંત પર-સત્તાઓ સાથે એકત્વ તોડતો અને સમર્થ ભેદજ્ઞાનના બળથી સ્વસત્તામાં જ એત્વ અને અહંની સ્થાપના કરતો પોતાના અવિરામ ચિંતન દ્વારા જ્યારે મહા મહિમાય, આનંદ નિકેતન નિજ ચૈતન્ય સત્તામાં જ અલખ જગાવે છે ત્યારે, અનાદિથી પુણ્ય-પાપ જેવી પરસત્તામાં પડેલી તેની શ્રદ્ધાનું અહં કંપિત અને વિડોલિત થઈને અલન પામે છે અને પાછું ફરીને પોતાની Page #37 -------------------------------------------------------------------------- ________________ ધ્રુવ અક્ષય સત્તામાં જ અહંશીલ થાય છે. સ્વરૂપના અહમાં ધારાવાહિક સક્રિય આ ગૌરવમય વૃત્તિને જ સમ્યગ્દર્શન કહે છે. ૧૬. શ્રદ્ધાના સ્વસત્તામાં અહં પરિણત થવાની ક્ષણે જશ્રુતજ્ઞાનની અવિરામ ચિંતન ધારા મનનું અવલંબન તોડતી, વિરામ પામીને તે જ શુદ્ધ સત્તામાં એકત્વ કરતી અતીન્દ્રિય આનંદની અનુભૂતિ કરે છે. ઉપયોગની આ પરિણતિ જ સમ્યજ્ઞાન છે; તે એક સમયની અનુભૂતિનો વિલય થઈ ગયા પછી પણ ભેદવિજ્ઞાનની પ્રચંડ શક્તિ સહિત સમ્યગ્દર્શન સાથે શુદ્ધ પરિણતિ નિરંતર ટકી રહે છે અને તે જ વખતે કિંચિતરાગાંશોના અભાવથી ઉત્પન્ન અલ્પ-સ્વરૂપસ્થિરતા જ સ્વરૂપાચરણ ચારિત્ર છે. આ રીતે પરમ આનંદસ્વરૂપ આ અનુભૂતિ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રની ત્રિવેણી છે અને સાક્ષાત મોક્ષમાર્ગ છે. જૈન દર્શનનું આ ચિંતન ખરેખર કેટલું વૈજ્ઞાનિક છે - જ્યાં તે એમ પ્રતિપાદન કરે છે કે જીવન-કળાનો આરંભ જ જીવન તત્વ (નિજે અક્ષય સત્તા)ના સ્વીકારથી થાય છે, તેથી સાધનાના પ્રથમ ચરણમાં તેણે સમ્યગ્દર્શનની સ્થાપના કરી અને કહ્યું કે એના વિના સર્વ બોધ અને જીવનની સર્વ આચારસંહિતા મિથ્યા જ હોય છે. પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે.” સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે તેના વગર બધી જ ક્રિયાઓ એકડા વગરના મીંડા જેવી છે. ૧૭. સમ્યગ્દર્શન જેવી જીવનની મહાન ઉપલબ્ધિ અને તેનો વિષય હદયગમ કરવા માટે જો આત્મપદાર્થના દ્રવ્ય-પર્યાય સ્વરૂપ ઉપર અનેકાંતિક દષ્ટિએ વિચાર કરીએ તો નિર્ણય બહુ સહેલો થઈ જાય. એ નિર્વિવાદ છે કે આત્મપદાર્થના બે અંશ છે, દ્રવ્ય અને પર્યાય. દ્રવ્ય અંશ - જેને શુદ્ધચૈતન્ય સત્તા, કારણ પરમાત્મા, પરમ પરિણામિક ભાવ પણ કહે છે; તે સદા પરથી ભિન્ન, અક્ષય, અનંત શક્તિમય, પૂર્ણ ધ્રુવ, અત્યંત શુદ્ધ અને પૂર્ણ નિરપેક્ષ છે. તેમાં કાંઈ પણ કરવાનો કદી અવકાશ નથી અને તે સદા જેમનો તેમ રહે છે. આ રીતે દ્રવ્યાંશનું પૂર્ણ અને શુદ્ધ સ્વરૂપ સિદ્ધ થાય છે. હવે પર્યાય અંશ – એની કાર્ય-મર્યાદા પર વિચાર કરીએ. પર્યાયને દ્રવ્યમાં તો કાંઈ કરવાનું જ ન રહ્યું, તો પછી પર્યાયનું કાર્ય શું હોય? તો તેનો એક આ સરળ ઉત્તર છે કે જો આત્માનો સ્વભાવ જ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, આનંદ આદિ છે તો તેની પર્યાયનું કારણ પણ નિત્ય Page #38 -------------------------------------------------------------------------- ________________ વિદ્યમાન દ્રવ્યની શ્રદ્ધા, તેમાં જ અહં, તેની જ અનુભૂતિ અને તેમાં જ લીનતા કરવાનું રહ્યું અને પર્યાયનું સ્વરૂપ પણ આલંબનશીલતા જ છે. તે દ્રવ્યની રચના કરતી નથી, દ્રવ્યમાં કાંઈ અતિશયતા લાવતી નથી, પરંતુ દ્રવ્ય જેવું છે તેવી જ તેની પ્રતીતિ અને અનુભૂતિ કરે છે. દ્રવ્ય તો જ્ઞાન અને અજ્ઞાન બંને દશામાં જેમનું તેમ રહે છે. આ રીતે અનેકાંતિક પદ્ધતિમાં આત્મપદાર્થના બે અંશ દ્રવ્ય અને પર્યાયની સ્વરૂપ મર્યાદા પણ સ્થિર થઈ જાય છે અને આત્મા પદાર્થ બે અંશોમાં ખંડિત ન થતાં દ્રવ્ય-પર્યાય સ્વરૂપ પૂરેપુરું ટકી રહે છે. અને પર્યાય સ્વભાવ-દ્રવ્ય સ્વભાવ સન્મુખ થઈ, તેમાં જ અહંકરી, તેમાં જલીનતા કરે તો સ્વાનુભૂતિ થાય છે. ૧૮. આત્માદ્રવ્ય - પર્યાય સ્વરૂપ હોવા છતાં પણ દ્રવ્ય અને પર્યાયનું સ્વરૂપ પરસ્પર વિરુદ્ધ હોવાને લીધે શ્રદ્ધાનું અહં એક જ સાથે બંનેમાં થઈ શકતું નથી. જેમ એક સ્ત્રીનું અહં એક જ સાથે સ્વ અને પર બે પુરુષોમાં થઈ શકતું નથી તેમ. નિત્ય એવા દ્રવ્યના અહમાં હુંઅક્ષય છું એવી અનુભૂતિ થાય છે અને અનિત્યના પર્યાયના અહમાં “હું ક્ષણિક છું' એવું સંવેદન થાય છે. પર્યાયનું સ્વરૂપ પણ વિવિધ રૂપવાળું છે-તે ક્ષણિક છે, આલંબનવતી છે, વર્તમાનમાં વિકારી છે. ભૂત અને ભવિષ્યની વૃત્તિ-સમુદાય વર્તમાનમાં વિદ્યમાન જ નથી અને આખો ય વૃત્તિ-સમુદાય ગમનશીલ છે, તેમાં વિશ્રામ નથી. પથિકને ગમનમાં નહિ, ગંતવ્યમાં વિશ્રામ મળે છે, કારણ કે ગંતવ્ય ધ્રુવ અને વિશ્રામ સ્વરૂપ હોય છે. એવી જ રીતે આત્મવૃત્તિને વૃત્તિમાં નહિ, ધ્રુવમાં જ વિશ્રામ મળે છે. વૃત્તિઓ તો પોતે જ વિશ્રામ માટે કોઈ સત્તાને ખોજતી હોય છે. આ રીતે બધોય વૃત્તિસમુદાય દષ્ટિ(શ્રદ્ધા)ના વિષય-ક્ષેત્રથી બહાર રહી જાય છે. આત્મા એક અનાદિ અનંત ધ્રુવ અને અક્ષય સત્તા છે. ગુણ-પર્યાય તો તેના લઘુ અંશ છે અને તે તેમને પી ને બેઠો છે. તેથી ગુણ-પર્યાયના અનંત સત્ત્વો કરતાં પણ એક ચિન્મય સત્તા ઘણી મોટી છે. પર્યાય જ્યારે અનંતાત્મક એકમાં અહં અને અનુભવ કરે છે ત્યારે તે એકની અનુભૂતિમાં અનંતે ગુણોનો સ્વાદસમાઈ જાય છે. આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયમય પરસ્પર વિરુદ્ધ સ્વરૂપને જાણીને જ્ઞાન જ એ નિર્ણય લે છે કે આ ત્રણેમાં માત્ર નિરપેક્ષ, નિર્ભેદ અને નિર્વિશેષ દ્રવ્ય સામાન્ય જ ઉપાદેય અથવા શ્રદ્ધેય થવા યોગ્ય છે. અન્યની ઉપાદેયતા સ્પષ્ટ મિથ્યાદર્શન છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૯. શુદ્ધ ચૈતન્ય સત્તા મિથ્યાદર્શનાદિ વિકારી પર્યાય-સમુદાયથી વિકારી થતી નથી પણ તે શુદ્ધ ચૈતન્ય સત્તાનું અદર્શન અર્થાત્ અવિશ્વાસ જ મિથ્યાદર્શનની વિકારી પર્યાય છે. એવી જ રીતે તે ચૈતન્ય સત્તા સમ્યગ્દર્શનાદિ શુદ્ધ પર્યાયો ઉત્પન્ન થવાથી શુદ્ધ થતી નથી. પરંતુ તે શુદ્ધ ચૈતન્ય સત્તાનું દર્શન અથવા અહંજ સમ્યગ્દર્શનની શુદ્ધ પર્યાય છે. આ રીતે ચૈતન્ય સત્તાની ત્રિકાલિક શુદ્ધતા અને સર્વ પર્યાય-નિરપેક્ષતા અત્યંત નિરાપદ છે. અને બધી જ અનિત્ય અને વિકારી પર્યાયો તેના ધ્રુવ પરિધિની બહાર રહી જાય છે. ત્યાં સુધી કે ધ્રુવે સત્તાના અહંને સમ્યગ્દર્શન કહેવાય તો છે પણ સમ્યગ્દર્શન વાસ્તવમાં ધ્રુવનું અહંનહિ કિન્તુ સ્વયં ધ્રુવ છે. આ રીતે સ્વયં સમ્યગ્દર્શન પણ સમ્યગ્દર્શનની પરિધિ (ધ્રુવ)ની બહાર રહી જાય છે અને દ્રવ્ય-પર્યાય સ્વરૂપ પૂરા આત્મપદાર્થમાં જો કે સમ્યગ્દર્શનનો વિષય પદાર્થનો ધ્રુવ સામાન્ય દ્રવ્યાંશ જ હોય છે, પણ અંશ હોવાથી તે અપૂર્ણ નથી પરંતુ સ્વયં પૂર્ણ છે અને દષ્ટિ(શ્રદ્ધા) પણ તેમાં અંશનો નહિ પણ પૂર્ણનો અનુભવ કરતી થકી સ્વયં પૂર્ણ છે. આ રીતે બંને અંશોની પૂર્ણતા જ વસ્તુની પૂર્ણતા છે. ધ્રુવને અંશ માનીને શ્રદ્ધા કરવી એ બીજા પ્રકારે મિથ્યાદર્શન જ છે. ધુવ' તત્વ શ્રદ્ધા માટે મુખ્ય તત્વનથી પણ તે તેનું સ્વસ્વ જ છે, તેથી સમ્યગ્દર્શનની પર્યાય પોતે પોતાનો અભાવ કરીને ધ્રુવનું દર્શન કરે છે. શ્રદ્ધાની આ અનંત શૂન્યતામાં જ ધુવાની મંગળમય વસ્તી વસે છે અને તેથી શ્રદ્ધાનું આ અદ્વૈત અનંત આનંદમય હોય છે. ૨૦. આત્માને માત્ર ધ્રુવ માનવાથી તેમાં પર્યાયનો અભાવ થઈ જતો નથી પરંતુ ધ્રુવ અને ધુવની શ્રદ્ધા'-પૂર્ણ અને પૂર્ણનું અહં આ રીતે બંને અંશોની નિરપેક્ષ પૂર્ણતામાં આત્મા-પદાર્થ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ પૂર્ણ જ બની રહે છે. એ નિશ્ચય છે કે શ્રદ્ધા આદિ વૃત્તિઓનું કાર્ય ધ્રુવ આત્મામાં કાંઈ કરવાનું નથી પણ તેને ધ્રુવ માત્ર જ માનવાનું છે. “હું ધ્રુવ છું' એ જ સમ્યગ્દર્શનનો સ્વર છે. સમ્યગ્દર્શનની કાયા ધ્રુવથી નિર્મિત છે. તેમાં સર્વત્ર ધ્રુવ જ પ્રસર્યું છે. અનિત્યતા તેમાં છે જ નહિ. તેને વિશ્વમાં ધ્રુવ સિવાય અન્ય સત્તાનો સ્વીકાર જ નથી. તેનું વિશ્વ જ ધ્રુવ છે. જો દષ્ટિમાં ધ્રુવ સિવાય અન્ય સત્તાનો પણ સ્વીકાર હોય તો દષ્ટિનો સ્વભાવ અહં હોવાને લીધે તેને અન્ય સત્તામાં અહે Page #40 -------------------------------------------------------------------------- ________________ થયા વિના નહિ રહે અને આ જ અહં મિથ્યાદર્શન છે. “મારી સત્તા ધ્રુવ છે,' સમ્યગ્દર્શન દ્રવ્ય-પર્યાયનો આ ભેદ પણ સહન કરતું નથી. દષ્ટિનું સ્વરૂપ જ એવું છે. તેને જ્ઞાનની જેમ સ્વ-પરનો ભેદ કરતાં આવડતો નથી, તેને તો અહં કરતા આવડે છે. તેના લોકમાં કોઈ પર છે જ નહિ. તે મિથ્યા હોય છે ત્યારે પણ તેને બધું સ્વયં જ દેખાય છે, તો પછી સમ્યક થતાં તો તેની પરિધિમાં અન્ય ભાવોનો પ્રવેશ કેમ સંભવે? બીજું તો ઠીક, સમ્યગ્દર્શનના ઘરમાં પોતાને રહેવા માટે પણ કોઈ જગ્યા નથી. તેણે પોતાના ખૂણે ખૂણો ધ્રુવને માટે ખાલી કરી દીધો છે. આવી રીતે સમ્યગ્દર્શનના સ્વરૂપનું અનુસંધાન બહુ જ આવશ્યક છે. અને એથી જ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ વસ્તુના સ્વભાવનું રહસ્ય આત્મા જ્ઞાન સ્વભાવ છે. તે જ્ઞાનનો ગુણ જાણવું' તે છે એટલે કે જ્ઞાન જાણવાનું જ કામ કરે છે. આત્મામાં ને પરમાં ક્રમે ક્રમે જે અવસ્થા થાય તે શેય છે, તેને જેમ હોય તેમ માત્ર જાણવાનો જ્ઞાનનો ગુણ છે, પણ તેમાં કાંઈ ફેરફાર કરે એવો જ્ઞાનનો ગુણ નથી. જ્ઞાનનો ગુણ એટલે કે જ્ઞાનનો સ્વભાવ. પર્યાયમાં રાગાદિ પરિણામ થયા તેને પણ જાણવાનો જ્ઞાનનો ગુણ છે. પણ તે રાગને પોતાનો ત્રિકાળી સ્વભાવ માને એવો ગુણ નથી. બસ! સ્વકે પર, વિકારી કે અવિકારી, બધાય શેયોને જાણવાનો જ જ્ઞાનનો ગુણ છે, રાગાદિ પરિણામ જેટલો જ હું એમ જ્ઞાન માને નહિ. આવા જ્ઞાન સ્વભાવની પ્રતીત તે જ વીતરાગતાનું મૂળ છે. આ જંગતમાં અનંતા જીવ,અનંતાનંત પુદ્ગલો,ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને અસંખ્યાત કાળાણું - એવા છ પ્રકારના પદાર્થો છે. તેમાંથી એક આત્માનો જ્ઞાન ગુણ છયે પદાર્થોની ક્રમસર થતી બધી અવસ્થાઓને તથા દ્રવ્ય-ગુણને જાણનારો છે; આવો દરેક આત્માનો જ્ઞાન સ્વભાવ છે. આવા જ્ઞાનસ્વભાવને જે જાણે તે જીવ રાગ પરિણામને જાણે ખરો પણ તે રાગને પોતાનું મૂળ સ્વરૂપ ન માને, રાગને ધર્મ ન માને, તેમ જ રાગ પરિણામને આઘો પાછો કરવાનો પણ સ્વભાવ ન માને. તેના અવસરમાં તે રાગ પરિણામ પણ સત્ છે, ને તેને જાણનારું જ્ઞાન પણ સત્ છે; દ્રવ્યના ત્રિકાળી પ્રવાહ ક્રમમાં તે રાગ પરિણામ પણ સપણે આવી જાય છે, તેથી તે પણ જ્ઞાનનું શેય છે. રાગ હતો માટે રાગનું જ્ઞાન થયું - એમ નથી. પણ જ્ઞાનનો જ સ્વભાવ જાણવાનો છે. આખા સ્વ શેયને જાણનારું જ્ઞાન તે રાગને પણ સ્વ શેયના અંશ તરીકે જાણે છે; ત્રિકાળી અંશીના જ્ઞાન સહિત અંશનું પણ જ્ઞાન કરે છે. જો રાગને સ્વ શેયના અંશ તરીકે સર્વથા જાણે જ નહિ તો તે જ્ઞાનમાં આખું ય સ્વ શેય પુરું થતું નથી, એટલે તે જ્ઞાન સાચું થતું નથી; તેમ જ જો તે રાગરૂપ અંશને જ આખું સ્વ શેય માની લ્ય ને ત્રિકાળી દ્રવ્ય-ગુણને સ્વ શેય ન બનાવે તો તે જ્ઞાન પણ મિથ્યા છે. દ્રવ્ય-ગુણ ને સમસ્ત પર્યાયો એ ત્રણે થઈને સ્વ શેય પુરું થાય છે, તેમાંથી અંશી-ત્રિકાળી દ્રવ્ય-ગુણની રુચિ સહિત અંશને તેમજ પર Page #42 -------------------------------------------------------------------------- ________________ શેયને જાણવાનું કામ સમ્યજ્ઞાન કરે છે. યુથાર્થ જ્ઞાનમાં શેયોનો કેવો સ્વભાવ જણાય છે તેનું આ વર્ણન છે. બધાય પદાર્થોનો સ્વભાવ ઉત્પાદ-વ્યય-ધ્રુયુક્ત છે, દરેક પદાર્થમાં સમયે સમયે પરિણામ થાય છે; તે પરિણામો ક્રમે કરીને અનાદિ અનંત થયા કરે છે, એટલે સ્વ અવસરે થતાં પરિણામોનો પ્રવાહ અનાદિ અનંત છે. તે પ્રવાહ કમમાં નાનામાં નાના એકેક અંશો પણ ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વરૂપ સ્વભાવવાળા છે. અનાદિ અનંત કાળના દરેક સમયમાં તે તે સમયના પરિણામ સ્વયં સત્ છે. આવા સત્ પરિણામોને જ્ઞાન જાણે પણ તેમાં કાંઈ ફેરફાર કરી શકે નહિ. જેમ અગ્નિ કે બરફ વગેરે પદાર્થોને આંખ દેખે છે પણ તેમાં કાંઈ ફેરફાર કરતી નથી. સ્વ-અવસરમાં જ્યારે જે પરિણામ છે તે વખતે તે જ પરિણામ હોય, બીજા પરિણામ નહોય એમ જ્યાં જ્ઞાનમાં નક્કી કર્યું ત્યાં કોઈ પણ શેયને આડું અવળું કરવાની મિથ્યા બુદ્ધિપૂર્વકના રાગ-દ્વેષ થતાં નથી. અહા ! જુઓ તો ખરા! ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં કેટલી ગંભીરતા છે ! દ્રવ્યની પર્યાય પરથી ફરે એ તો વાત છે જ નહિ, પણ દ્રવ્ય પોતે પોતાની પર્યાયને આડી-અવળી ફેરવવા માંગે તોયફરે નહિ. જેમ ત્રિકાળી દ્રવ્ય પલટીને બીજા રૂપે થતું નથી તેમ તેનો એકેક સમયનો અંશ-પરિણામ પણ પલટીને બીજા રૂપે થતો નથી. “મારે જીવ નથી રહેવું પણ અજીવ થઈ જવું છે' એમ જીવને ફેરવીને કોઈ અજીવ કરવા માંગે તો શું તે ફરી શકે? ન જ ફરે. જીવ પલટીને કદી અજીવપણે ન થાય, ને અજીવ પલટીને કદી જીવપણે ન થાય. જેમ ત્રિકાળી સતુ નથી ફરતું તેમ તેનું વર્તમાન સતું પણ નથી કરતું. જેમ ત્રિકાળી દ્રવ્ય ફરતું નથી તેમ દ્રવ્યની એકેક સમયની અનાદિ અનંત અવસ્થાઓ પણ જે સમયે જેમ છે તેમાં ફેરફાર કે આઘું પાછું થઈ શકે નહિ. ત્રિકાળી પ્રવાહના વર્તમાન અંશો પોતપોતાના કાળે સત્ છે. બસ, પરમાં કેસ્વમાં ક્યાંય ફેરફારની બુદ્ધિ ન રહી એટલે જ્ઞાન જાણનાર જ રહી ગયું. પર્યાય બુદ્ધિમાં અટકવાનું ન રહ્યું. આમ જ્ઞાન જાણવાનું કામ કરે; એવા જ્ઞાનસ્વભાવની પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે. હજી કેવળજ્ઞાન થયા પહેલાં એ જીવ કેવળી ભગવાનનો લઘુનંદન થઈ ગયો. શ્રદ્ધા અપેક્ષાએ તો તે સાધક પણ સર્વનો જ્ઞાયક થઈ ગયો છે. બધા પદાર્થોના ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વભાવને નક્કી કરતાં, સ્વમાં કેપરમાં ફેરફારની બુદ્ધિ ન રહી પણ જ્ઞાનમાં જાણવાનું જ કામ રહ્યું. એટલે જ્ઞાનમાં Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ‘આમ કેમ’ એવો ખદબદાટ નીકળી ગયો ને જ્ઞાન ધીરું થઈને પોતામાં ઠર્યું. આમાં જ જ્ઞાનનો પરમ પુરુષાર્થ છે, આમાં જ મોક્ષમાર્ગનો ને કેવળજ્ઞાનનો પુરુષાર્થ આવી જાય છે. પરમાં કર્તા બુદ્ધિવાળાને જ્ઞાનસ્વભાવની પ્રતીત નથી બેસતી ને તેને જ્ઞાનના સ્વભાવનો જ્ઞાયકપણાનો પુરુષાર્થ પણ નથી જણાતો. અહા ! બધાય દ્રવ્યો પોતપોતાના અવસરમાં થતાં પરિણામે વર્તી રહ્યા છે, તેમાં તું ક્યાં ફેરફાર કરીશ ? ભાઈ ! તારો સ્વભાવ તો જોવાનો છે. તું જોનારાને જોનાર જ રાખ, જોનારને ખદબદાટ કરનાર ન કર. જોનાર સ્વભાવની પ્રતીત તે જ સમ્યગ્દર્શન છે. પરમાં હું ફેરફાર કરું કે પર મારામાં ફેરફાર કરે- એ મિથ્યાદષ્ટિનો ભાવ છે, તેને જ્ઞાન અને શેયના સ્વભાવની પ્રતીત નથી. જગતના જડ કે ચેતન બધાંય દ્રવ્યો પોતાના પ્રવાહમાં વર્તે છે, તેમાં જે જે અંશ વર્તમાન વર્તે છે તેને કોઈ આઘો પાછો ફેરવી શકે નહિ. હું ધ્યાન રાખી શરીરને સરખું રાખી દઉં' એમ કોઈ માને તો તે મિથ્યાદષ્ટિ છે. શરીરના એકેક પરમાણુઓ તેના પોતાના પ્રવાહક્રમમાં વર્તી રહ્યા છે, તેના ક્રમને કોઈ ફેરવી શકે નહિ. ક્યાંય પણ ફેરફાર કરે એવું આત્માના કોઈ ગુણનું કાર્ય નથી, પણ આત્મા સ્વને જાણતાં પરને જાણે એવું તેના જ્ઞાન ગુણનું સ્વ-પર પ્રકાશક કાર્ય છે. એની પ્રતીત તે જ મુક્તિનું કારણ છે. દરેક દ્રવ્ય ત્રણ કાળે પરિણમ્યા કરે છે; તેના ત્રણે કાળના પ્રવાહમાં રહેલા બધાય પરિણામો ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ છે. પોતાના સ્વકાળમાં તે બધાય પરિણામો પોતાની અપેક્ષાએ ઉત્પાદરૂપ છે, પૂર્વની અપેક્ષાએ વ્યયરૂપ છે, તેમજ સંબંધવાળા સળંગ પ્રવાહ અપેક્ષાએ તેઓ ધ્રુવ છે. દ્રવ્યના બધાય પરિણામો પોતપોતાના કાળમાં સત્ છે. તે પરિણામો પોતપોતાની અપેક્ષાએ અસત્ (અર્થાત્ વ્યયરૂપ) નથી, પણ પોતાની પહેલાની પૂર્વ પરિણામની અપેક્ષાએ એ અસત્ (વ્યયરૂપ) છે ને પહેલાં પછીના ભેદ પાડ્યા વગર સળંગ પ્રવાહને જુઓ તો બધાય પરિણામો ધ્રુવ છે. જ્યારે જુઓ ત્યારે તે દ્રવ્ય પોતાના વર્તમાન પરિણામમાં વર્તી રહ્યું છે. દ્રવ્ય ત્રિકાળ હોવા છતાં જ્યારે જુઓ ત્યારે તે વર્તમાન પરિણામમાં વર્તી રહ્યું છે, કાંઈ ભૂતમાં કે ભવિષ્યમાં તે વર્તતું નથી. દ્રવ્યના ત્રણે કાળના જે જે વર્તમાન પરિણામ છે તે પોતાની પહેલાના પરિણામના અભાવ સ્વરૂપ છે ને સ્વ પરિણામપણે તે ઉત્પાદરૂપ છે તથા તે જ સળંગ પ્રવાહપણે ધ્રુવરૂપ છે. જ Page #44 -------------------------------------------------------------------------- ________________ - ૧૧ જુઓ, આમાં એ વાત તો આવી ગઈકે પૂર્વપરિણામના અભાવસ્વરૂપ વર્તમાન પરિણામ છે. માટે પૂર્વના સંસ્કાર વર્તમાન પર્યાયમાં આવતા નથી. તેમ જ પૂર્વનો વિકાર વર્તમાનમાં આવતો નથી; પૂર્વે વિકાર કર્યો હતો માટે અત્યારે વિકાર થાય છે - એમ નથી. વર્તમાન-વર્તમાન પરિણામ સ્વતંત્રપણે દ્રવ્યપણે દ્રવ્યના આશ્રયે થાય છે. આ નિર્ણય થતાં જ્ઞાન અને શ્રદ્ધા દ્રવ્ય સ્વભાવમાં જ વળી જાય છે. જેમ ત્રિકાળી જડ દ્રવ્ય પલટીને ચેતન કે ચેતન દ્રવ્ય પલટીને જડન થાય તેમ તેનો વર્તમાન એકેક અંશ પણ પલટીને બીજા અંશપણે ન થાય. જે જે સમયનો જે અંશ છે તે તે પણે જ સત્ રહે. બસ! ભગવાન સર્વજ્ઞપણે જાણનાર છે તેમ આવી પ્રતીત કરનાર પોતે પણ પ્રતીતમાં જાણનાર જ રહ્યો. પરને કારણે પરમાં કાંઈ થાય એ તો વાત ક્યાંય રહી ગઈ, પરંતુ દ્રવ્ય પોતે પોતાના કોઈ અંશને આઘોપાછો કરે એવી તે દ્રવ્યની પણ તાકાત નથી, પહેલાંનો અંશ પછીન થાય, પછીનો અંશ પહેલાં ન થાય - આનક્કી કરનારને અંદબુદ્ધિ ટળીને અંશીની દષ્ટિ થતાં સમ્યકત્વ પરિણામનો ઉત્પાદ અને મિથ્યા પરિણામનો વ્યય થઈ જાય છે. પ્રભુતું આત્મા વસ્તુ છે. તારો જ્ઞાન ગુણ તારા આધારે રહ્યો છે તે જાણવાના સ્વભાવવાળો છે ને તારા ત્રણ કાળના પરિણામો પોતપોતાના અવસર પ્રમાણે દ્રવ્યમાંથી થયા કરે છે. તારા પોતાના વર્તમાન વર્તતા અંશને ઓછી-વધારે કે આગળ-પાછળ કરી શકે એવો તારો સ્વભાવ નથી, તેમ પરના પરિણામમાં પણ ફેરફાર થઈ શકતો નથી. સ્વ-પર સમસ્ત શેયોને જેમ છે તેમ જાણવાનો જ તારો સ્વભાવ છે. આવા જાણક સ્વભાવની પ્રતીતમાં જ આત્માનું સમ્યકત્વ છે. ત્યાં એ પ્રશ્ન થાય છે કે મિથ્યા પરિણામને ફેરવીને સમત્વ કરું - એમ તો થાય ને? જુઓ, જાણવાના સ્વભાવની પ્રતીત કરતાં સમ્યગ્દર્શન થયું તેમાં મિથ્યાત્વ ભાવ ટળેલું જ છે. સમ્યકત્વ પરિણામનો ઉત્પાદ થયો તે વખતે મિથ્યાત્વ પરિણામ વર્તમાન હોતાં નથી, માટે તેને ફેરવવાનું પણ ક્યાં રહ્યું? મિથ્યાત્વ ટાળીને સમ્યકત્વ કરું એવા લક્ષે સમ્યકત્વ થતું નથી. પણ દ્રવ્ય સામે દષ્ટિથતાં સમ્યત્વનો ઉત્પાદથાય છે તેમાં પૂર્વના મિથ્યાત્વપરિણામનો અભાવ થઈ જ ગયો છે. માટે તે પરિણામને પણ ફેરવવાનું રહેતું નથી. મિથ્યાત્વ Page #45 -------------------------------------------------------------------------- ________________ ટળીને સમ્યકત્વ પર્યાય થઈ તેને પણ આત્મા જાણે છે, પણ પરિણામના કોઈ કમને તે આઘાપાછા ફેરવતો નથી. અહો ! જે જે પદાર્થનો જે વર્તમાન અંશ તે કદી ફરે નહિ-આમાં એકલું વિતરાગી વિજ્ઞાન જ આવે છે. પર્યાય ફેરવવાની બુદ્ધિ નહિ ને, “આમ કેમ? એવો વિષમ ભાવ નહિ એટલે શ્રદ્ધા અને ચારિત્ર બંનેનો મેળ થઈ ગયો. આવી રીતે સમ્યગ્દર્શન અને સમ્મચારિત્ર બંને ભેગા થઈ જાય તેવા ઊંચા ભાવો નીકળે છે. ત્રિકાળી દ્રવ્યના એકેક સમયના પરિણામ સત્ છે, એ “સન જેને નથી બેઠુંને પર્યાયોમાં ફેરફાર કરવાનું માને છે તેને વસ્તુના સ્વભાવની, સર્વશદેવની, ગુરુની કે શાસ્ત્રની વાત બેઠી નથી અને ખરેખર તેણે તે કોઈને માન્યા નથી. ત્રિકાળી વસ્તુનું વર્તમાન ક્યારે ન હોય? - સદાય હોય. વસ્તુનો કોઈ પણ અંશ લ્યો તે ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ છે. વસ્તુને જ્યારે જુઓ ત્યારે તે વર્તમાન વર્તતી છે. એ વર્તમાનને અહીં સ્વયંસિદ્ધ સત્ સાબિત કરે છે. જેમ ત્રિકાળી સત્ પલટીને ચેતનમાંથી જડ થઈ જતું નથી, તેમ તેનો એકેક વર્તમાન અંશ તે સત્ છે તે અંશ પણ પલટીને આઘોપાછો થતો નથી. આવી વસ્તુસ્વભાવ જાગ્યો તેને પોતાના એકલા જ્ઞાયકપણાની પ્રતીતિ થઈ, તે જ ધર્મ થયો અને તેણે દેવ-ગુરુ-શાસ્ત્રને પણ ખરેખર માન્યા કહેવાય. - ત્રણે કાળના સમયમાં ત્રણે કાળના પરિણામો ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ છે; કોઈ પણ એક સમયનો જે પરિણામ છે તે પરિણામ પહેલાં ન હતો ને પછી ઉપજ્યો, એટલે પૂર્વ પરિણામની પછીના તરીકે તે ઉત્પાદરૂપ છે, તથા તે પરિણામ વખતે પૂર્વના પરિણામનો વ્યય છે, પૂર્વના પરિણામનો વ્યય થઈને તે પરિણામ ઊપજ્યો છે માટે પૂર્વના પરિણામની અપેક્ષાએ તે જ પરિણામ વ્યયરૂપ છે. ને ત્રણે કાળના પરિણામના સળંગ પ્રવાહની અપેક્ષાએ તે પરિણામ ઉપજ્યો પણ નથી ને વિનાશરૂપ પણ નથી-તેમ છે એટલે કે ધ્રુવ છે. એ રીતે અનાદિ અનંત પ્રવાહમાં જ્યારે જુઓ દરેક પરિણામ ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વભાવરૂપ છે. કોઈ પણ વસ્તુના પર્યાયમાં ફેરફાર કરવાની હોંશ તે પર્યાયબુદ્ધિનું મિથ્યાત્વ છે, તેને જ્ઞાન સ્વભાવની પ્રતીત નથી તેમજ શેયોના ઉત્પાદ-વ્યયધ્રુવ સ્વભાવની પણ ખબર નથી. અરે ભગવાન ! વસ્તુ સત્ છે ને? તો તે સતના જ્ઞાન સિવાય તેમાં બીજું તું શું કરીશ? તું સમાં ફેરફાર કરવાનું માનીશ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૩ તો કાંઈ નહિ ફરે પણ તારું જ્ઞાન અસત્ થશે. જે પ્રમાણે વસ્તુ સત્ છે તે પ્રમાણે તેને કેવળજ્ઞાનમાં ભગવાને જાણી, વાણી દ્વારા તે જ કહેવાયું, ભગવાને તો માત્ર જેમ સત્ હતું તેમ જ્ઞાન કર્યું છે, વાણી જડ છે તે પણ ભગવાને કરી નથી. ભગવાનનો આત્મા પોતાના કેવળજ્ઞાન પરિણામમાં વર્તી રહ્યો છે ને વાણીની પર્યાય પરમાણુઓના પરિણમન પ્રવાહમાં વર્તી રહી છે તથા સમસ્ત પદાર્થો પોતાના સમાં વર્તી રહ્યા છે, જ્ઞાયકમૂર્તિ આત્મા તો માત્ર જાણવાનું કામ કરે છે કે ‘આમ સત્ છે’ બસ ! આનું નામ સમ્યગ્દર્શન ને વીતરાગનો માર્ગ છે. ભગવાન કેવા છે ? કે ‘સર્વજ્ઞ’- સર્વના જાણનારા, કોઈમાં ફેરફાર કે રાગ-દ્વેષ કરનારા નહિ. ભગવાનની જેમ મારા આત્માનો સ્વભાવ પણ જાણવાનો છે - એમ તું પણ તારા આત્માને જાણનાર સ્વભાવની શ્રદ્ધા કર ને પદાર્થોમાં ફેરફાર કરવાની બુદ્ધિ છોડ. જેણે પોતાના જ્ઞાન સ્વભાવની શ્રદ્ધા કરીને અસ્થિરતાના રાગ-દ્વેષનો પણ જાણનાર જ રહ્યો, જેણે આવા જ્ઞાન સ્વભાવને માન્યો તેણે જ આત્માને માન્યો, તેણે જ ગુરુને તથા શાસ્ત્રને માન્યા, તેણે જ નવ પદાર્થને માન્યા, તેણે જ છ દ્રવ્યોને તેમના વર્તમાન અંશને માન્યા; તેનું જ નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. તે ‘જાણવું’ તે આત્માનો સ્વભાવ છે. બસ, જાણવું તે જ આત્માનો પુરુષાર્થ, તે જ આત્માનો ધર્મ, તેમાં જ મોક્ષમાર્ગ અને તેમાં જ વીતરાગતા. અનંત સિદ્ધ ભગવાન પણ સમયે સમયે પુરું જાણવાનું કાર્ય કરી રહ્યા છે. જ જ્ઞાનમાં સ્વ-પર શેયો છે. ‘જ્ઞાન જાણનાર છે’ એમ જાણ્યું તેમાં જ્ઞાન પણ સ્વ જ્ઞેય થયું. જ્ઞાનને રાગાદિનું કરનાર કે ફેરવનાર માને તો તેણે જ્ઞાનના સ્વભાવને જાણ્યો નથી-પોતે પોતાને સ્વ શેય બનાવ્યું નથી એટલે તેનું જ્ઞાન મિથ્યા છે. વસ્તુના બધાય પરિણામો પોતપોતાના સમયમાં સત્ છે-એમ કહેતાં જ પોતાનો જ્ઞાયક જ સ્વભાવ છે-એમ તેમાં આવી જાય છે. તે માટે આ મંત્ર વિશેષ ચિંતવન સ્વરૂપ છે. ‘જાણનારો જણાય છે ને યથા યોગ્ય થાય છે’’ આ વાત જરા વિશેષતાથી જોઈએ. વિશેષ વાત : વસ્તુસ્વભાવની દૃષ્ટિથી જોઈએ તો સ્વભાવ ત્રિકાળ એકરૂપ શુદ્ધ જ છે, દ્રવ્ય Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૪ દ્રવ્યરૂપ જ છે. એની વર્તમાન અવસ્થા પર દ્રવ્યના નિમિત્તે અશુદ્ધ થઈ છે. એ રીતે એમ કહી શકાય કે આત્મામાં બે પ્રકાર છે. (૧) ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ (૨) વર્તમાન પર્યાય સ્વભાવ. (૧) ત્યાં ત્રિકાળી સ્વભાવ જે જ્ઞાયક ભાવ તે કદી પ્રમત-અપ્રમત એવા ચૌદ ગુણસ્થાનના ભેદરૂપ થયો નથી, નિરંતર જ્ઞાયકપણે શુદ્ધ રહ્યો છે. (૨) પર્યાયમાં જે પ્રમત-અપ્રમતના ભેદ છે એ તો પર દ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. હવે એ પર્યાયનો ભાવ સ્વભાવથી સમજવા જેવો છે. જ્ઞાનધારા એ છે કે પ્રત્યેક મનુષ્યને જે જ્ઞાનનો પર્યાય છે, જેને આપણે જ્ઞાનનો ઉપયોગ કહીએ છીએ એ જ્ઞાન ઉપયોગના બે અંગ છે. એક બિહઅંગ છે-બાહ્ય અંગ છે અને એક અંતરંગ છે. અંતર્વંગ એ જ્ઞાનધારા છે અને જે બિહઅંગ છે તે બાહ્ય ઉપયોગ છે. તે જ્ઞાન વિશેષ છે અને જે અંતઅંગ છે તે જ્ઞાન સામાન્ય છે. એમ બંને થઈને સ્વ-પર પ્રકાશકપણું છે. પર્યાય એક છે અંગ બે છે. એમાં જે જ્ઞાન વિશેષ છે એટલા બાહ્ય અંગમાં અનેક શેયોના પ્રતિબિંબ ઝીલાય છે, અનેક વિશેષતાઓ થયા કરે છે. જે જે શેયો સામે આવે છે તે શેયોના આકારે શેયાકાર જ્ઞાન જ્ઞાનાકાર થઈને પરિણમે છે. અંતઅંગમાં જે જ્ઞાન સામાન્ય છે તે એકધારું એમ ને એમ સ્વ સંવેદનરૂપ - જ્ઞાન વેદનરૂપ એમ ને એમ ચાલુ રહે છે. પરપદાર્થના પ્રતિબિંબની અસર જ્ઞાન સામાન્ય પર નથી આવતી. એની મર્યાદા જ્ઞાન વિશેષ સુધીની છે. ઉપયોગમાં જે ‘જ્ઞ’પણું ચાલુ છે તે જ્ઞાન વેદન છે. એક જ પર્યાયમાં બંને છે. હવે લક્ષ બહાર હોવાથી-વેદનમાં આનંદ નથી આવતું-એ વેદાતો નથી-બસ આ જ ભૂલ છે. લક્ષ જો અંદર જાય તો વેદન-આનંદનું વેદન-થયા વગર રહે નહિ. સર્વજ્ઞ પરમાત્માનો આ પોકાર છે. સર્વજ્ઞ પરમાત્મા સૌને નિજ સત્તાએ શુદ્ધ દેખે છે. અને સર્વજ્ઞની જેમ સૌ પોતાને નિજ સત્તાએ શુદ્ધ દેખે તો તેને તેવો જણાય. આ થોડા અક્ષરોમાં ભગવાન આત્માનું આખું સ્વરૂપ આવી જાય છે. આવો ભગવાન આત્મા સૌને સદાકાળ જણાય છે છતાં જણાતો કેમ નથી ? જ્ઞાનની પર્યાયમાં એવી તાકાત છે કે આખા ભગવાન આત્માને જાણે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્માને જાણે છે છતાં કેમ જણાતો નથી ? અંદર ચૈતન્ય મહાપ્રભુ ભગવાન આત્મા બિરાજે છે તે જ્ઞાનમાં જણાવા છતાં પોતે રાગને વશ થઈને રાગને જ જુએ છે તેથી પોતે જણાતો નથી. આત્મજ્ઞાન પર સન્મુખ તો થતું જ નથી. કોઈ કાળે તારી બુદ્ધિ બગડી જશે તો પણ પરની સન્મુખ, જ્ઞાન આત્માને છોડીને, પરની સન્મુખ થઈને પરને જાણે, એ તો આત્માનો સ્વભાવ જ નથી. એ તો અજ્ઞાન થઈ જશે. પર સન્મુખ થાય એ તો ઇન્દ્રિયજ્ઞાન હોય. આત્મજ્ઞાન પર સન્મુખ ન થાય ભાઈ ! આત્માનું જ્ઞાન તો નિરંતર પોતાના આત્માને જાણવાનું છોડતું જ નથી એનું નામ સભ્યજ્ઞાન છે. 99 સર્વજ્ઞ ભગવાને જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવો પ્રથમ વિકલ્પથી નિર્ણય કરે. “હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું અને સર્વા સર્વથી ભિન્ન છું ’ ત્યાં જે વિકલ્પનો ભાગ છે તે રાગ છે અને નિર્ણયનો ભાગ છે તે જ્ઞાનની પર્યાય છે, બંને એક સાથે છે. પરથી તો હું ભિન્ન છું, પણ રાગ કે એક સમયની પર્યાય પણ મારું મૂળ સ્વરૂપ નથી, જે સદા પૂર્ણાનંદ સ્વરૂપ જ્ઞાયક પ્રભુ-ભગવાન આત્મા- તે જ હું છું. આવો સ્પષ્ટ નિર્ણય સમ્યગ્દર્શન થયા પહેલાં પણ હોવો જોઈએ. ‘જે સકલનિરાવરણ-અખંડ-એક પ્રત્યક્ષ પ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધ પારિણાત્મિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું.' 'એવું જ્ઞાનમાં આવવું જોઈએ. પ્રથમ આવો નિર્ણય આવવો જોઈએ, પછી ત્રિકાળી દ્રવ્ય સ્વભાવનો અંતરના જોરપૂર્વક આશ્રય કરતાં વિકલ્પ તૂટીને સમ્યગ્દર્શન તથા સ્વાનુભૂતિ થાય છે. પહેલી અવસ્થામાં પ્રમાણ-નય-નિક્ષેપાદિથી યથાર્થ વસ્તુને જાણી અંતરંગ જ્ઞાન-શ્રદ્ધાનની સિદ્ધિ કરવી. આંગણા સુધી આવ્યા વિના અંદર પ્રવેશ ક્યાંથી થશે ? તેમ પહેલાં વિકલ્પ સહિત સ્વ-પરનો સાચો નિર્ણય કર્યા વિના-આંગણામાં આવ્યા વિનાપરથી વિમુખ થઈ અંદર સ્વમાં ક્યાંથી જઈ શકશે ? નિર્વિકલ્પ કઈ રીતે થશે ? માટે પહેલાં પાકો નિર્ણય આવે છે ને પછી વિકલ્પ તૂટીને સ્વરૂપનો અનુભવ પ્રગટ થાય છે. અંદર પૂર્ણાનંદ પ્રભુ બિરાજે છે તેને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ધીરેથી, Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઉપયોગને ઝીણો કરીને, લક્ષગત બનાવે તો તે પકડમાં આવે છે. સ્થાયી વસ્તુ ભગવાન જ્ઞાયકનું સહજ અસ્તિત્ત્વ ખ્યાલમાં આવતા અનુભવ થઈ જાય છે. હું નિત્યાનંદ સ્વરૂપ જ્ઞાયક પરથી ને વિભાવથી તદ્દત ભિન્ન છું, શાયક... શાયક... શાયક, આ હું જુદો શાયક જ છુંએવું સતત ઘોલન રહે તે પણ ઉત્તમ ઘોલનનો અર્થ કેવળ વિકલ્પ નહિ, પણ અંદર જ્ઞાયક તરફનું યથાર્થ વલણ છે. ઘોલન અને ઘૂંટનમાં વિકલ્પ સાથે હોવા છતાં તે અંદર ઝુકનારી જ્ઞાનની પર્યાય છે. હું આ શાયક છું, હું આ જુદો શાયક જ છું'- એમ તે અંદર પ્રવેશ કરે છે - અંદર જવામાં એકાગ્ર થાય છે. ' - નિજચૈતન્ય પદાર્થનું સ્વરૂપ યથાર્થપણે ખ્યાલમાં આવતાં તેનું જે નિરંતર ચિંતન, મનન, નિદિધ્યાસન રહે તે પણ સારું છે. અનાદિથી રાગનું જો ઘંટન કરી રહ્યો છે તેના કરતાં આ ચૈતન્ય બાજુ ઢળવું, વિભાવથી હઠી સ્વભાવ તરફ ઢળવું - તેનું નિરંતર ઘંટન કરવું એ પણ ઉત્તમ છે. પહેલેથી વિકલ્પ તૂટતા નથી, વિકલ્પ તો આવે છે. રાગ મિશ્રિત વિચારથી પહેલાં પાકો નિર્ણય કરે, પછી સ્વભાવની એકાગ્રતા કરતાં વિકલ્પ તૂટે છે. પહેલાં વિકલ્પ આવે, પછી તેને પણ છોડીને અંદર સ્વરૂપમાં પ્રવેશ કરવો. પ્રવેશનો અર્થ પકડવું. જ્ઞાનની પર્યાયથી જ્ઞાયકને પકડવો. જ્ઞાયકનો અનુભવ તે સમ્યગ્દર્શન છે. અંદર જ્ઞાયક વસ્તુ પોતે ઉપશમ રસનો પિંડ છે; તે દ્રવ્ય જ મારે જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી – એવી અંદરથી નિસ્પૃહતા આવે તો આત્મામાં અંદર ઊંડે જાય અને બધી પર્યાય પ્રગટે, અંતરમાં જઈને સ્વરૂપનો અનુભવ કરે જ. આવો મારગ છે! Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩ ૧૭ શાક ભાવ જે જ્ઞાયક છે તે જ એટલે જે ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપ છે, જેમાં કોઈ પર્યાય નથી. જેમાં શુભાશુભ ભાવ નથી તેમજ જેમાં પ્રમત્ત-અપ્રમત્તના ભેદ નથી એવી ચીજ છે તે છે. પોતે તો શાયક આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ છે. ચૈતન્ય ચંદ્ર છે. અર્થાત્ વસ્તુ જિન સ્વરૂપી જ છે. ચૈતન્ય સ્વરૂપ - જ્ઞાયક સ્વરૂપ - વસ્તુ કે જે એકલા જ્ઞાનરસે, આનંદરસે, શાંતરસે, વીતરાગરસ સ્વરૂપ જ બીરાજમાન છે. શીતળ...શીતળ...શીતળ... એવા ચૈતન્ય પ્રકાશનો પુંજ-ચંદ્ર છે. – પણ જેનો અભિપ્રાય રાગનો અને પરનો છે અર્થાત્ જેને રાગની અને પરની રુચિ છે એવા રુચિવાળાને આ વસ્તુ જિનસ્વરૂપી છે તો પણ તેની ખબર નથી. અહા ! આ વસ્તુ છે તો જિનસ્વરૂપ એટલે કે તે છે તો શુદ્ધ. અરે, તેને શુદ્ધ કહો, જિન સ્વરૂપ કહો, જ્ઞાયક કહો, ધ્રુવ કહો, અભેદકહો કે સામાન્ય કહો એક જ છે. તો આવી ચીજ હોવા છતાં તેની સમીપમાં એ દ્રવ્ય પડ્યું હોવા છતાં અજ્ઞાનીનું પર ઉપર લક્ષ છે તેથી તેની તેને ખબર પડતી નથી. અહા ! એક સમયની પર્યાયની સમીપમાં પ્રભુ પડ્યો જ છે. જ્ઞાનની જાણવાની જે એક સમયની પર્યાય છે તે પર્યાયની સમીપ જે અનાકુળ આનંદનો નાથ ભગવાન આત્મા-આખી ધ્રુવ ચીજ પ્રભુ આત્મા-પડ્યો છે. છતાં પણ ત્યાં અજ્ઞાનીની નજર નહિ હોવાથી તેને તેની ખબર નથી. તેની વર્તમાન જ્ઞાનપર્યાયમાં આખું દ્રવ્ય જ જણાય છે. એવો તું સર્વોત્કૃષ્ટ નાથ અંદર બીરાજે છે. તો, આ એવો સર્વોત્કૃષ્ટ નાથ એક સમયની પર્યાયમાં જ પડેલો છે તે અજ્ઞાનીને પણ સમીપમાં છે, નજરમાં છે કેમ કે પર્યાય સ્વભાવ જ એવો છે. શું કહ્યું ? કે જ્ઞાનની એક સમયની પર્યાયનો સ્વભાવ જ એવો છે કે આખું દ્રવ્ય જ એ જાણે છે. કહે છે કે એક સમયની જ્ઞાનની વર્તમાન ઊઘડેલી જે પર્યાય છે તેમાં એ દ્રવ્ય જ જણાય છે. પણ અજ્ઞાનીની દૃષ્ટિ ત્યાં નથી. અનાદિની તેની દૃષ્ટિ દયા, દાન, વ્રત, કામ, ક્રોધના પરિણામ અને કાં તેને જાણનારી એક સમયની પર્યાય ઉપર છે. બસ, ત્યાં આગળ જ એ ઊભો છે. તેથી તે મિથ્યાદષ્ટિ છે. સત્ય દૃષ્ટિથી વિરુદ્ધ દૃષ્ટિવાળો છે. પરંતુ સત્ય જે પ્રભુ આત્મા છે, તેને જ્ઞાયક ભાવ કહો, સત્યાર્થ કહો, Page #51 -------------------------------------------------------------------------- ________________ ભૂતાર્થ કહો, પૂર્ણાનંદનો પ્રભુ કહો કે સત્ય સાહેબો કહ્યો એક જ છે. તો તેની ઉપર અજ્ઞાનીની નજર નથી. જો કે એ છે તો પર્યાયમાં જણાય એવી ચીજ. એટલે કે જ્ઞાનની પર્યાયમાં જણાય છે તો એ જ જ્ઞાયકભાવ જણાય છે એમ પરમાત્મા પ્રભુ કહે છે. તો કહે છે કે પ્રભુ! એક વાર સાંભળ કે તારી વર્તમાન જે જ્ઞાનની એક સમયની દશા છે તેનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ હોવાથી ભલે તારી નજર ત્યાં ન હોય પણ તે પર્યાયમાં દ્રવ્ય જ જણાય છે. ભગવાન આત્મા ! પ્રભુ! તું જેવડો મોટો પ્રભુ છો એવડો તારી એક સમયની પર્યાયમાં - અજ્ઞાન હોય તો પણ પર્યાયમાં-જણાય છે. કેમ કે જ્ઞાનની પર્યાયનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ છે. માટે તે પર્યાયમાં સ્વ (આત્મા) પ્રકાશે છે જ, પણ તારી નજર ત્યાં નથી. તારી નજરદયા કરી, વ્રત પાળ્યાં, ભક્તિ કરી અને પૂજાઓ કરી-એવો જે રાગ છે તેના ઉપર છે અને તે નજરને લઈને તેને રાગ જ જણાય છે, જે મિથ્થાબુદ્ધિ છે. અર્થાત્ રાગને જાણનારી જે જ્ઞાન પર્યાય છે, તે જ પર્યાય સ્વને જાણનારી છે. પરંતુ તેમાં (સ્વમાં) તારી નજર નહિ હોવાથી તને રાગ અને પર્યાય જ જણાય છે. જે મિથ્થાબુદ્ધિ, મિથ્યાદષ્ટિ છે. પણ એની દષ્ટિ પર દ્રવ્ય અને તેના ભાવ ઉપરથી છૂટી ગઈ છે તેમ પર્યાયના ભેદ ઉપરથી પણ જેનું લક્ષ છૂટી ગયું છે અને અન્ય દ્રવ્યના ભાવથી પણ લક્ષ છૂટ્યું એટલે કે રાગથી લક્ષ છૂટ્યું તો પર્યાયથી પણ લક્ષ છૂટી ગયું. સમ્યગ્દર્શનની-ધર્મની પહેલી જ ચીજ આવી છે. તો એક વાર જ્યાં પ્રભુ છે ત્યાં નજર કરને! જ્યાં ચૈતન્યસ્વરૂપ પ્રભુ ભગવાન આત્મા છે ત્યાં નજર કરને! - અહા ! એકલા અખંડ આનંદની કંદ, પૂર્ણાનંદ સ્વરૂપ, ચૈતન્ય રસથી ભરેલો અને જિન સ્વરૂપ આત્મા છે. અર્થાત્ ત્રિકાળી જિને સ્વરૂપી, વીતરાગ સ્વરૂપી પ્રભુ આત્મા છે. પરનું લક્ષ છોડી, રાગનું લક્ષ છોડી અને રાગને જાણનારી પર્યાયનું પણ લક્ષ છોડી જ્યારે લક્ષ આત્મા ઉપર ગયું ત્યારે પર્યાયમાં શુદ્ધતા પ્રગટે. તે શુદ્ધતાએ દ્રવ્યની સેવા કરી અર્થાત્ શુદ્ધતાએ દ્રવ્યનો સ્વીકાર કર્યો અને તેની તે શુદ્ધ પર્યાયમાં શુદ્ધ દ્રવ્ય જણાયું. તથા તેને માટે તેને (જ્ઞાયક ભાવને) શુદ્ધ કહેવામાં આવે છે. જે શુદ્ધ છે તે તો છે જ પણ તેની ખબર ક્યારે પડે? કે તું જ્યારે પરના લક્ષને છોડી દઈને દ્રવ્યને ધ્યેય બનાવ ત્યારે કેમ છે કે, તેને ધ્યેય બનાવતા જે પર્યાયમાં તેનો સત્કાર થયો, ઉપાસના થઈ, શુદ્ધતા Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પ્રગટી તે સમ્યગ્દર્શન-જ્ઞાનની પર્યાયમાં શુદ્ધ છે એમ જણાય છે. પર દ્રવ્ય અને એના ભાવનું લક્ષ - સંપૂર્ણપણે છોડી દઈને પૂર્ણ શુદ્ધ જ્ઞાયકભાવ ઉપર લક્ષ કરતાં જેને પર્યાયમાં શુદ્ધતા થાય, સમ્યગ્દર્શન થાય તે જીવને શુદ્ધ કહેવામાં આવે છે. અંતર સ્વભાવના આશ્રયને લઈ તેનો સત્કાર અને તેના સન્માનને લઈને જ્યારે પર્યાયમાં શુદ્ધતાનું ભાન થયું, સમ્યગ્દર્શન થયું ત્યારે તે જીવને ‘આ શુદ્ધ છે’ એમ કહેવામાં આવે છે. ભગવાન આત્મા તો આનંદ સ્વરૂપ છે, અતીન્દ્રિય આનંદનો ગાંઠડો છે. તો તેની સેવા કરતાં, તેનું અધિકપણું કરતાં, બીજા કરતાં તેનું અધિકપણું ભાસતા જેને પર્યાયમાં નિર્મળતા પ્રગટ થાય તેને ‘આ શુદ્ધ છે’ એમ કહેવામાં આવે છે. ભગવાનનો, ત્રણ લોકના નાથનો આત્મા અને તેમની વાણી પણ મારી નથી. કેમ કે તેના લક્ષમાં જો હું જાઉં તો મને રાગ થાય છે. માટે એ લક્ષ છોડીને ચૈતન્ય ભગવાન શાયકભાવની નજર કરું છું. અહા ! પરમ પીંડ પ્રભુ આત્મા પાસે જ પડ્યો છે. એક સમયની પર્યાયની પાસે જ પડ્યો છે. તો, ત્યાં નજર કરતાં તે નજરમાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન થાય છે. અને તેને એ આત્મા શુદ્ધ છે એમ કહેવામાં આવે છે. જ જ ‘ને જે શાત તે તો તે જ છે.’’ વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે, બીજો કોઈ નથી. શેયાકાર થવાથી, તે ‘ભાવ’ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો પણ શેયકૃત અશુદ્ધતા તેને નથી; કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની (સ્વરૂપને જાણવાની) અવસ્થામાં પણ કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે-પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. ‘આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી' - એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. એવો એક જ્ઞાયકપણા માત્ર પોતે શુદ્ધ છે. Ο ‘વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે' એટલે જાણનારો જણાયો છે તે જાણવાની પર્યાય પોતાની છે. જાણનાર જે વસ્તુ જણાણી છે તે પર્યાય પોતાની છે. અર્થાત્ એ પર્યાય પોતાનું કાર્ય છે ને આત્મા તેનો કર્તા છે. અહા! Page #53 -------------------------------------------------------------------------- ________________ ‘જાણનારો એવો ધ્વનિ છે ને? એટલે તે જાણનારો છે તેથી - જાણે કે તે પરને જાણે છે (એમ તેને થાય છે.) કેમ કે જાણનારો કહ્યો છે ને! પ્ર. પણ જાણનાર છે માટે પરને જાણે છે ને? ઉ. ના. પરંતુ એ તો પર સંબંધીનું જ્ઞાન પોતાથી પોતામાં સ્વ-પર પ્રકાશક થાય છે. તે પર્યાય જ્ઞાયકની છે. અહા! તે જ્ઞાયકપણે રહેલો છે તથા જ્ઞાયકની જાણનાર પર્યાય તેનું કાર્ય છે, પણ જણાવવા યોગ્ય વસ્તુ છે એનું એ જાણવાનું કાર્ય નથી. અને એ જણાવવા યોગ્ય વસ્તુ છે, જાણનારનું (જ્ઞાયકનું) કાર્ય નથી. . અહા ! અહીંયા “જ્ઞાત - શાયકપણે જણાયો’ એમ કીધું છે ને ! તથા જણાયો તો તે જ છે' એમ પણ કહ્યું છે ને ! તેથી તે (જ્ઞાયક) જાણનારો છે. માટે, તેમાં બીજો જણાણો છે એમ નથી. પ્ર.: “બીએ કોઈ નથી' એમ કહ્યું છે તો બીજો એટલે કોણ ? ઉ. બીજો એટલે તે રાગ નથી, રાગનું જ્ઞાન નથી. પણ એ જ્ઞાનનું જ્ઞાન છે. અહીં તો કહે છે કે એ રાગ છે એ રાગનું જ્ઞાન અહીં થયું છે એમ નથી. તેમ જ તે (જાણનાર) રાગને જાણે છે એમ પણ નથી. પણ એ તો રાગ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાને થયું છે તેને તે જાણે છે. પ્ર. : જ્ઞાયક પણ આત્મા ને શેય પણ આત્મા? ઉ. જ્ઞાયક અને શેય તરીકે અહીં તો પર્યાય લેવી છે. અત્યારે તો તેની પર્યાય લેવી છે. કેમ કે જે જણાયો છે તે પર્યાય પોતાની છે. અને તેને તે જાણે છે પરંતુ પરને જાણે છે એમ નથી. તથા “વળી જે જ્ઞાયકપણે જણાયો એમ આવ્યું છે ને? તો તે પર્યાય છે. રાગ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાથી થયેલું છે એવી તેની સ્વાધીનતા છે. જ્ઞાનની પર્યાય (સ્વ-પર પ્રકાશક) જ્ઞાનનું જ્ઞાન છે. રાગ સંબંધીનું પોતાનું જ્ઞાન છે. પોતાથી થયેલું છે. સ્વને પ્રકાશવાના કાળમાં પરને પ્રકાશવાનો તે જ્ઞાનનો સ્વભાવ સ્વતઃ છે. માટે તે જ્ઞાન પણ સ્વત: પણ રાગને જાણતું પરિણમે છે, તેથી તે જ્ઞાયકનું Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૧ જ્ઞાન છે. પણ “એ રાગનું જ્ઞાન નથી'. સ્વભાવનું જ્ઞાન થવામાં પરની કોઈ અપેક્ષા છે નહિ. પરનું જ્ઞાન કરવામાં પણ પરની અપેક્ષા નથી. અહીં તો જેને આત્મા જણાણો છે તેને હવે પર જણાય છે તે શું છે એની વાત ચાલે છે. પરંતુ જેને આત્માનું જ્ઞાન નથી તેની વાત છે જ નહિ. કેમ કે એ તો મિથ્યાત્વમાં પડ્યા છે તેથી પરાધીન થઈ રખડી મરવાના છે. તો, જેને એ જ્ઞાનસ્વરૂપી પ્રભુએ જિન સ્વરૂપી વસ્તુ-આત્મા જણાયો છે અર્થાત્ જેને પરિણામમાં એ શુદ્ધ વસ્તુ આત્મા જણાયો છે તેને માટે (આત્માને) શુદ્ધ કહ્યો છે. હવે આ બાજુમાં (પર્યાયમાં) શું છે?કે આ બાજુમાં જ્ઞાનની પર્યાય હજુ જેવો રાગ થાય છે, દ્વેષ થાય છે તે જ પ્રકારે તે જ્ઞાનમાં તેવું જાણે છે. તેથી તે જ્ઞાન એ શેયકૃતને કારણે અશુદ્ધ છે ને? એટલે પરાધીન છે ને? ના. કેમ કે સ્વને પ્રકાશવાના કાળમાં પરને પ્રકાશવાનો તે જ્ઞાનનો સ્વભાવ સ્વતઃ છે. માટે તે જ્ઞાન સ્વતઃ પણ રાગને જાણતું પરિણમે છે, તેથી તે શાયકનું જ્ઞાન છે. પણ “એ રાગનું જ્ઞાન નથી”. શેયાકાર થયો તે જ્ઞાનાકાર પોતાનો છે. એટલે કે પોતાનું પરિણમન જ એ જાતનું છે. અહા! સ્વને જાણવાનો અને પરને જાણવાનો જે પર્યાય થયો છે તે પોતાથી થયો છે. પરંતુ રાગાદિ પર વસ્તુ છે તેથી અહીં તેના જેવું (રાગનું) જ્ઞાન થયું છે એમ નથી. એ શેયાકાર અવસ્થામાં જે જ્ઞાયકપણે જણાયો એ તો જ્ઞાયકપણે જ જણાયો છે, પરપણે જણાયો છે એમ છે નહિ. એ તો પોતાની સ્વપ્રકાશક સ્વભાવ છે તેને કારણે જ્ઞાન થયું છે, પોતે સ્વને તો પ્રકાશયો. પણ હવે જેરાગને પ્રકાશે છે તે સ્વની પ્રકાશશક્તિને કારણે છે. “યાકાર અવસ્થામાં શાયકપણે જે જણાયો.” જોયું? એ રાગનું જ્ઞાન થયું એમ કહેવું તે વ્યવહાર છે. કેમ કે તે રાગ સંબંધીનું જ્ઞાન એ જ્ઞાનનું જ્ઞાન છે. અને માટે એ પોતાનું જ્ઞાન થયું છે. સાર: જ્યારે આત્માને અમે “શાયક કહ્યો અને તે ‘શાયક જ્ઞાયકપણે જણાયો ત્યારે જાણનારને તો જાણ્યો પણ હવે તે “જાણનાર છે એમ કહેવાય છે તો તે પરને પણ જાણે છે એવું એમાં આવ્યું ને? ભાઈ ! તે પરને જાણે છે એમ ભલે કહીએ, તો પણ ખરેખર તો જે પર છે તેને તે જાણે છે એમ નથી. અર્થાત્ પર છે, રાગાદિ થાય છે તેને જે જાણે છે, રાગાદિને લઈને જાણે છે એમ નથી. પરંતુ એ જ્ઞાનની પર્યાયનું સ્વ-પર પ્રકાશક સામર્થ્ય જ એવું છે કે પોતે પોતાને Page #55 -------------------------------------------------------------------------- ________________ २२ જાણે છે અર્થાત્ જ્ઞાયક (જાણનાર પર્યાય) જ્ઞાયકને (જાણનાર પર્યાયને) જાણે છે. અહીં પર્યાયની વાત છે હો. કેમ કે દ્રવ્યને તો તે જાણે જ છે. અહા ! ગજબ વાત છે. અહા ! વસ્તુ સ્વરૂપ ચિદાનંદ પ્રભુ આત્મા શાયકપણે તો જણાયો, લક્ષમાં આવ્યો, દષ્ટિમાં આવ્યો. પરંતુ તેને જાણનારો સ્વ-પર પ્રકાશક કહીએ છીએ તો તે પરને જાણનારો છે એમ પણ તેમાં આવ્યું. એટલે કે સ્વને તો જાણ્યો, પણ હવે પરને જાણવાનું પણ તેમાં આવ્યું! તો કહે છે કે પરને જાણવું એ એમાં નથી આવ્યું પરંતુ પર સંબંધીનું જ્ઞાન (રાગ સંબંધીનું જ્ઞાન) કે જે પોતાને પોતાથી થયું છે તેવા જ્ઞાયકને જ્ઞાને જાણ્યો છે. માટે, પથયિ જ્ઞાનને જાણ્યું છે એ જાણનારની પર્યાયને તેણે જાણી છે. રાગને, શરીરને કે જે કાંઈ દેખાય છે તેને તે કાળે જાણીએ છીએ. પરંતુ તેથી તેના આકારે જ્ઞાન થયું છે તે તેને કારણે થયું છે એમ નથી. પણ અમારા જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે સ્વને જાણતાં પરને જાણવાનો અમારો પર્યાય અમારાથી અમારામાં થાય. અને તેને અમે જાણીએ છીએ. પ્ર. તું કોણ છો? અને તું કોણ (કેવો) જાણનાર છો? ઉ. હું જ્ઞાયક છું અને હું મારી પર્યાયને જાણનારો છું. માટે એ જ્ઞાનની પર્યાય એ મારું કાર્ય છે, કર્મ છે. કર્મ-કાર્ય અને હું કર્તા છું. કર્તાકથનારો અને કર્મ થયું. તો, તે બે અનન્ય છે, તે બે એક જ વસ્તુ છે. અને અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે' ખરેખર તો પર્યાય કર્તા અને પર્યાય જ કર્મ છે. પણ અહીંયા જ્ઞાયક ભાવને કર્તા તરીકે સિદ્ધ કરીને જ્ઞાન પર્યાય તેનું કાર્ય છે એમ સિદ્ધ કરવું છે. બાકી ખરેખર તો તે જ્ઞાનની પર્યાય તેનું કાર્ય છે અને તે વખતની જે પર્યાય છે તે જ એ પર્યાયનો કર્તા છે. કેમ કે આખું દ્રવ્ય એ તો ધ્રુવ છે. માટે તેને કર્તા કહેવો એ તો ઉપચારથી છે. અહા! ધ્રુવ છે એ તો પરિણમતો નથી, બદલતો નથી. તો એ શાયકને જાણનારી જે બદલનાર પર્યાય પ્રગટ થઈ તે પરને જાણવા કાળે પણ પોતાના જ્ઞાનરૂપે પરિણમી છે. માટે તે પોતે જ કર્તા છે અને પોતે જ પોતાનું કાર્ય છે. પણ રાગ કર્તા છે અને જ્ઞાનની પર્યાય તેનું કાર્ય છે એમ છે નહિ. તો કહે છે કે બાપુ! પ્રભુ! તું મહા પ્રભુ છો. ભાઈ! તું મહા પ્રભુ છો. અને એ તારી પર્યાય પણ મહા પ્રભુની છે. જે જણાયો છે તેની એ પર્યાય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ 23 માટે એ પ્રભુની પર્યાય છે. પણ તે રાગની પર્યાય નથી. અર્થાત્ આ જ્ઞાનમાં જ્યાં જ્યાં સ્વ જણાયો અને જ્યાં તેને જાણ્યો તે વખતે આ પરને પણ જાણવું ત્યાં થાય છે ને? તો કહે છે કે એ પરનું જાણવું થયું તે પરને લઈને જાણવું થયું એમ નથી પરંતુ એ જાણવાનો પર્યાય જ પોતે પોતાની સ્વ-પર પ્રકાશકપણે પરિણમવાની તાકાતથી પરિણમ્યો છે. તેથી તે પર્યાય કર્મ છે અને તે પર્યાય કર્તા છે. અથવા ભલે દ્રવ્યને કર્તા કહેવામાં આવે. ખરેખર ષકારકનું પરિણમન પર્યાયમાં છે. જ્યારે દ્રવ્યની ષકારકની શક્તિ છે. પરંતુ પરિણમન નથી. તેથી જે જ્ઞાનની પયય પોતાને જાણ્યો તે જ પર્યાય રાગ સંબંધીના પોતાના જ્ઞાનની પર્યાયને પણ જાણી છે, માટે, પર્યાય કર્યા છે અને પર્યાય કર્મ છે. “એયપૂર્વક શેય": દષ્ટિના વિષયભૂત પરમ પરિણામિક ભાવે સ્થિત નિજ કારણ પરમાત્માનું સ્વરૂપ સ્પષ્ટ છે. દષ્ટિના વિષયભૂત ભગવાન જ્ઞાયકદેવ, બંધ તેમજ મોક્ષના પરિણામો તેમજ તેમના કારણથી સર્વદા અને સર્વથા રહિત નિષ્ક્રિય શુદ્ધ પરમ પરિણામિક સ્વભાવી છે. શ્રદ્ધાનું શ્રદ્ધેય, ધ્યાનનું ધ્યેય, જ્ઞાનનું શેય ઉપાદેયભૂત કારણ સમયસાર સ્પષ્ટ છે. જેને વિષય બનાવીને દષ્ટિ શુદ્ધતાને પ્રાપ્ત થઈ શકે તેનું યથાતથ્ય તેમજ કોઈ પડખે શંકા ન રહે તેવી નિ:શંક પ્રતીતિ થઈ શકે તેવું સ્વરૂપ ઉપાદેયપણે જ્ઞાનની જાણકારીમાં આવવા છતાં પ્રયોગ ચડેલા જીવોને અનુભવ કેમ થતો નથી? અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવીને સ્વ સંચેતનરૂપ પરિણમન શરૂ થવું જોઈએ તે કેમ થતું નથી.......? દષ્ટિના વિષય સંબંધીનું જાણપણું બધા પડખેથી યથાર્થ થવા છતાં ઉપાદેયભૂત ધ્યેયનું ધ્યાન કેમ પ્રગટ થતું નથી? આનો એક જવાબ એ છે કે : યથાર્થ શેયની સ્વીકૃતિ વિના જ્ઞાનની પર્યાય ત્રિકાળીને અભેદરૂપે જ્યાં સુધી શેય બનાવીને પરિણમી ન જાય ત્યાં સુધી બેયનો યથાર્થ ખ્યાલ આવવા છતાં સાધ્યની સિદ્ધિ થઈ શકતી નથી. જીવો અનાદિથી શેયમાં ભૂલ્યા છે તેથી દષ્ટિનો વિષય હાથમાં આવવા છતાં અતીન્દ્રિય આનંદનો રસ વેદનમાં નથી આવતો. સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી. આત્માની અનુભૂતિ થતી નથી. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મારા જ્ઞાનનું શેય મારી ચેતના સર્વસ્વ એવો હું જ છું અને મારા સિવાયના અન્ય કોઈ ભાવને કે પદાર્થને શેય માનવું એ અનાદિની ભ્રમણા છે. મારે તો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે જ ચક્ષુઓ છે ને ....! ત્રીજું પરાર્થિક - પરને જાણનારું-જોનારું કોઈ ચક્ષુ જ નથી તો પછી કોઈ પણ પરંપદાર્થ મારું શેય બને તેવું મારા જ્ઞાનનું સ્વરૂપ જ નથી ને....! ' વળી મારી જ્ઞાન પર્યાયનું શેય માત્ર એક સમયની પર્યાય બને તેટલો પણ હું નથી. હું તો મારી જ્ઞાન પર્યાયમાં મારા અનંત સામર્થ્યયુક્ત આખો જ્ઞાયક ભાવરૂપ શેય બનું એવું જ મારું જ્ઞાનત્વ છે અને એવું જ મારું શેયત્વ છે. મારી જ્ઞાન પર્યાય સ્વ-પર પ્રકાશક સ્વભાવી એક અખંડધમ હોવાથી સ્વ-પરનો પ્રતિભાસતો થયા જ કરે છે અને રહ્યા જ કરે છે, પરંતુ મારા જ્ઞાનના પર લક્ષ અભાવવત્ ધર્મને કારણે લક્ષપૂર્વક સદા સર્વદા હું મને જ જાણું એવો જ મારો જ્ઞાન ધર્મ છે. તેથી જાણનારો જણાય છે. અને પર ખરેખર જણાતું નથી. ઉપાદેયભૂત ધ્યેય સ્વરૂપ ભગવાન કારણ પરમાત્માને એકને જ જ્યારે અભેદભાવ જાણતી જ્ઞાન પર્યાય તન્મયતાપૂર્વક ક્ષણિક તાદાભ્ય સાધતી પરિણમી જાય છે ત્યારે જ્ઞાતા-જ્ઞાન-શેયની એકતા સધાઈ જાય છે અને અનુભવ પ્રગટ થતાં જ્ઞાનની પર્યાય અતીન્દ્રિય આનંદના વેદનપૂર્વક પરિણમી જાય છે આને ધ્યેયપૂર્વક શેય થયું એમ કહેવાય છે. જ્યાં સુધી ધ્યેય અને જોય એમ બેપણું રહે ત્યાં સુધી પણ અનુભવ થતો નથી. અને આને જ ધર્મ કહેવામાં આવે છે. ધર્મની શરૂઆત આ અનુભવથી થાય છે અને એની પૂર્ણતા પણ કેવળજ્ઞાન ના અનુભવમાં થાય છે. આ તો ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા જિનેશ્વર દેવની વાણી છે. તો તેઓ કહે છે કે પ્રભુ! તું કોણ છો? કેવો છો ? “હું તો જ્ઞાયક છું'. કેટલા સમયનો છો? (ક્યારનો છો?) હું તો ત્રિકાળ છું' તો તારામાં કોઈ પર્યાયનો ભેદ છે કે નહિ? તને જે જાણવાવાળી પર્યાય છે અથવા તો જે અશુદ્ધ રાગ છે તે કાંઈ તારામાં છે કે નહિ? “ના”. ત્યારે હવે એ તારામાં છે નહિ એવું જ્ઞાન થયું તો, એ જે જ્ઞાનની પર્યાય સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે છે. તો, પર્યાય અંદરમાં-તારામાં છે કે નહિ? પર્યાય અંદરમાં નથી. પણ પર્યાયને બેઉનું જાણવું (સ્વા અને પર) તે મારામાં છે.” Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૫ આ જ્ઞાયકપુંજ પ્રભુ આત્માનું જ્ઞાન કરવાથી તેના નમૂનારૂપ જ્ઞાનની પર્યાય બહાર આવે છે. અને જે આ જ્ઞાનની પર્યાય બહાર આવી તેવું જ આખું સ્વરૂપ જ્ઞાનમય છે. જો કે જ્ઞાનની અવસ્થા થઈ તે જ્ઞાનની પર્યાય ત્રિકાળની અપેક્ષાએ છે તો ભેદ. પણ તેનો રાગ તરફનો ઝુકાવ નથી. કેમ કે રાગનું જ્ઞાન થયું છે એ તો સ્વના ઝુકાવવાળી પર્યાયમાં થયું છે. એ કારણે તે પર્યાયને પણ અભેદ કહેવામાં આવે છે. પણ તેથી કરીને પર્યાય કાંઈ દ્રવ્યમાં ઘૂસી જાતી નથી. પર્યાય તો પર્યાયમાં રહે છે. ભલે એ જ્ઞાયકનું જ્ઞાન થયું અને રાગનું પણ જ્ઞાન થયું. પણ એ તો પોતાની પર્યાયથી છે. પર્યાય પર્યાયમાં રહે છે, દ્રવ્ય દ્રવ્યમાં રહે છે. છતાં દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં આવે છે. અર્થાત્ આ પૂર્ણાનંદપ્રભુ આત્મા છે એવું જ્ઞાન પર્યાયમાં આવે છે. પણ એ વસ્તુ પર્યાયમાં આવી જતી નથી. જૈન દર્શન બહુ સૂક્ષ્મ વસ્તુ છે. ભાઈ ! આ સમજવા જેવું છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨૬ સ્વ-પર પ્રકાશક જ્ઞાનશક્તિનો પિંડ ૧. રહસ્ય ઃ ભગવાન આત્મા સ્વ-પર પ્રકાશક જ્ઞાનશક્તિનો પિંડ છે. તે સ્વયં કર્તા થઈને સ્વ-પરને પ્રકાશિત કરે છે. પરને પણ પ્રકાશિત કરવામાં આત્માને પરની અપેક્ષા નથી. રાગનું પરિણમન અથવા વ્યવહારનું પરિણામ થયું - માટે એ કારણથી રાગ અથવા વ્યવહારનું જ્ઞાન થયું -એવી અપેક્ષા અથવા પરાધીનતા જ્ઞાનના પરિણામને નથી. અહાહા ! આત્મા સ્વતંત્રપણે કર્તા થઈને જ્ઞાન-પરિણામ સ્વરૂપ કાર્યને કરે છે. ભાઈ ! વાત બહુ સૂક્ષ્મ છે. વ્યવહાર છે, માટે નિશ્ચય છે એવું નથી. તથા વ્યવહાર છે એ કારણથી વ્યવહારનું જ્ઞાન થાય છે એવું પણ નથી. જગત એવું માની બેઠું છે કે વ્યવહારના આશ્રય અથવા નિમિત્તના આશ્રયથી કલ્યાણ થશે; પરંતુ એની એ માન્યતા ઠીક નથી. આત્મા વ્યવહાર અથવા નિમિત્તનું સ્વયં સ્વતંત્રરૂપથી કર્તા થઈને જ્ઞાન કરે છે તથા એ જ્ઞાન એનું કર્મ છે. ભાઈ ! જે સ્વતંત્રપણે કરે તેને તો કર્તા કહેવાય છે. લોકાલોક છે-શું એ કારણથી લોકાલોકનું જ્ઞાન થાય છે ? નહિ, ભાઈ ! એવું નથી ! તો કેમ છે ? લોકાલોકને જાણવારૂપ જ્ઞાન સ્વતંત્રરૂપથી સ્વયં થાય છે. ભગવાન આત્મા સહજ જ્ઞાનસ્વભાવી છે; એટલા માટે ‘જ્ઞાતા’ના પરિણામનું કાર્ય સ્વતઃ સ્વતંત્રપણાથી થાય છે. પુદ્ગલ પરિણામનું જ્ઞાન, વ્યાપક આત્મા દ્વારા સ્વયં વ્યાપ્ત થયું હોવાથી આત્માનું સ્વતંત્ર કર્મ છે. પર જીવની દયા કરવાનું તો આત્માનું કાર્ય છે જ નહિ; પરંતુ પર જીવની દયા પાળવાનું કાર્ય કરવાનો રાગ પણ આત્માનું કાર્ય નથી. વસ્તુતઃ દયા, વ્યવહાર આદિના સમયે જ્ઞાનની પર્યાય સ્વયંને જાણતી થકી સ્વયંથી જ પરિણમિત થાય છે. રાગ છે, દેહની સ્થિતિ છે પરંતુ એ બધા પર છે. જે કાળે જે પ્રકારનો રાગ થયો, જે પ્રકાર દેહની સ્થિતિ થઈ એ કાળમાં એ જ પ્રકારથી જાણવારૂપ જ્ઞાનની પર્યાય સ્વતંત્રરૂપથી સ્વયં થાય છે. જેને અખંડ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માનું ભાન થયું છે, ત્રિકાળી Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ધ્રુવનો આશ્રય થયો છે, તેની પર્યાયમાં જે કાંઈ અપૂર્ણતા છે, અશુદ્ધતા છે - તે અપૂર્ણતા અને અશુદ્ધતા તે સમયે જ્ઞાનમાં જાણવા માત્ર પ્રયોજનવાન છે. અહીંયા પણ એ વાત સ્પષ્ટ રૂપથી કહેવામાં આવે છે કે વ્યવહારનું જે જ્ઞાન છે તેને તે કાળમાં સ્વયંથી સ્વતંત્રપણે જાણે છે. રાગનું, વ્યવહારનું તથા દેહનું જે જ્ઞાન થયું, તે જ્ઞાન આત્માનું કાર્ય છે. અહાહા! વસ્તુ જ્ઞાનસ્વભાવી છે, તે જાણવા સિવાય બીજું કાંઈ પણ કરતી જ નથી. જે સ્વભાવથી પ્રજ્ઞા-બ્રા છે, ચૈતન્ય-બ્રહ્ય છે - તે શું પુદ્ગલ પરિણામનું કાર્ય કરી શકે? અર્થાત્ નહિ કરી શકે. અહીંયા પ્રથમ તો કબુદ્ધિ ઉડાડી છે. આ આત્મા પર દ્રવ્યનો કર્તા નથી. એનું કાર્ય માત્ર જાણવાનું છે. હવે ખરેખર આત્મામાં - જાણવામાં શું થાય છે? (૧) ખરેખર દેહનું-પુગલનું કાર્ય જ્ઞાનની પર્યાય જાણે છે? (૨) ખરેખર તે સંબંધી જે રાગ થાય છે તેને આત્મા જાણે છે? (૩) ખરેખર એ રાગના સંબંધીનું જે જ્ઞાન છે એ જ્ઞાનની પર્યાયનું કામ છે? આ બધું વ્યવહારથી કહેવામાં આવે છે - પરંતુ તે સમયે જ્ઞાનની પર્યાય જે જ્ઞાયક પોતાનું જ કાર્ય છે તે જ જ્ઞાનમાં જણાય છે. પોતે જ જાણનાર ને જે જણાયો તે પણ પોતે જ ! જાણનારો જણાય છે! આ છે રહસ્ય! ૨. શ્રુત કેવળીઃ ૧. જે જીવ નિશ્ચયથી શ્રુતજ્ઞાન વડે આ અનુભવગોચર કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ થઈ જાણે છે તેને લોકને પ્રગટ જાણનારા ઋષીશ્વરો ‘બુતકેવળી' કહે છે. અંતરના ભાવ-શ્રુતજ્ઞાન દ્વારા પોતાના આત્માને પ્રત્યક્ષ વેદે તેને લોકને જાણનાર ઋષીશ્વરી શ્રુતકેવળી કહે છે. ૩. ‘ભાવ શ્રુતજ્ઞાન એટલે જેમાં રાગની કે નિમિત્તની અપેક્ષા નથી એવું જે સ્વને વેદનારું અરૂપી નિર્વિકલ્પ જ્ઞાન, તેના દ્વારા અખંડ એકરૂપ કેવળ શુદ્ધાત્માને અનુભવે, જાણે તેને ભાવશ્રુતકેવળી કહેવામાં આવે છે. ૪. આ આત્મા અખંડ, એકરૂપ, શુદ્ધ, સામાન્ય, ધ્રુવ, અનુભવગોચર વસ્તુ જ છે. તેની સન્મુખ થઈને તેને સ્વસંવેદન જ્ઞાન દ્વારા જે પ્રત્યક્ષ જાણે, Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૫. અનુભવે તે સમ્યગ્દષ્ટિ જીવ છે. તેને કેવળી ભગવાન અને ઋષીથરો ભાવ શ્રુતકેવળી કહે છે. અંદર આખું જ્ઞાયક દળ જે અનંત અનંત બેહદ જ્ઞાન, આનંદ ઈત્યાદિ અનંત ગુણોથી ભરેલું અભેદ છે તેની સન્મુખ પોતાની જ્ઞાન પર્યાયને કરીને જે અનુભવગમ્ય નિજ સ્વરૂપને જાણે - અનુભવે છે તે ભાવ શ્રુતકેવળી છે, સમ્યગ્દષ્ટિ છે. ભાવશ્રુત દ્વારા અંતર આત્માને જાણે એ તો પરમાર્થ શ્રુતકેવળી છે.પરંતુ જ્ઞાનની પર્યાય બીજું બધું જાણે, સર્વ શ્રત જાણે, બાર અંગ જાણે, છે દ્રવ્ય અને તેમના ગુણ પર્યાયને જાણે એમ સમસ્ત પરને જાણે તેથી તેને વ્યવહાર શ્રુતકેવળી કહે છે. જ્ઞાનની પર્યાયમાં સર્વ શેયો જણાય એ જ્ઞાનની પર્યાય શેયની નથી પરંતુ આત્માની જ છે. એ જાણનારી જ્ઞાનપર્યાય તે આત્મા-એમ ભેદ પાડ્યો તે વ્યવહાર. જ્ઞાનની પર્યાયમાં સર્વશેયો જણાય ભલે, પણ એ જ્ઞાનપર્યાયનો સંબંધ કોની સાથે છે? એ શેયનું જ્ઞાન છે કે જ્ઞાતાનું? તો કહે છે કે સર્વશ્રતને જાણનારું જ્ઞાન જ્ઞાતાનું છે, આત્માનું છે. તે જ્ઞાનની પર્યાય આત્મા સાથે તાદાભ્ય છે; તે જ્ઞાન આત્માને બતાવે છે-તેથી ભેદરૂપ વ્યવહાર છે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે, તેથી સર્વશ્રુતજ્ઞાનને જાણે તે વ્યવહાર શ્રુતકેવળી છે. સાર: ભાવ મૃતથી જે પ્રત્યક્ષ એક શુદ્ધાત્માને જાણે તે શ્રુત કેવળી છે એ નિશ્ચય અને જે સર્વ શ્રુત જ્ઞાનને જાણે તે શ્રુતકેવળી તે વ્યવહાર. - આકાશાદિ પાંચ દ્રવ્યો જડ છે. તેમની સાથે જ્ઞાનની પર્યાયનો તાદાત્મ સંબંધ નથી. એ જ્ઞાનની પર્યાય દેવ-શાસ્ત્ર-ગુરુની કે અરિહંતની વાણીની નથી. એ જ્ઞાનની પર્યાય તો આત્માથી તાદાત્મ સંબંધ છે તેથી આત્મા છે. સર્વ શેયને જાણે છતાં જ્ઞાન શેયનું નથી, જ્ઞાન આત્માનું છે. પૂર્ણાનંદનો નાથ જે અખંડ, અભેદ, એક આત્મા તેને સ્વ સંવેદન જ્ઞાન વડે જાણતાં અને તેમાં એકાગ્ર થતાં જે અતીન્દ્રિય આનંદ પ્રગટે તે આનંદનું દાન દેનાર પોતે અને લેનાર પણ પોતે એને નિશ્ચયદાન કહે છે. તે ધર્મ છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૯ બાકી દયા પાળવાનો ભાવ કે મુનિરાજને આહારદાન દેવાનો ભાવ કે અભયદાનનો વિકલ્પ એ શુભ રાગ છે, ધર્મ નથી. હું દયા પાળી શકું, દાન દઈ શકું એ માન્યતા મિથ્યાત્વ છે. જ્ઞાન-જ્ઞાનીનો ભેદ કહેનારો જે વ્યવહાર તેણે પણ પરમાર્થ જ કહ્યો, અન્ય કાંઈ ન કહ્યું. આત્મા જ્ઞાન સ્વરૂપ પ્રભુ છે. વ્યવહારે પણ જ્ઞાયકને જ જાણવાનું કહ્યું. પરમાર્થને જાણવાનું કહ્યું. બીજું કાંઈ કહ્યું નથી. પૂર્ણાનંદનો નાથ અખંડ અભેદ એક વસ્તુ તે અનુભવની ચીજ છે- તેને વચન દ્વારા કેવી રીતે કહેવી? તેથી વ્યવહાર જ આત્માને પ્રગટપણે સ્પષ્ટ કહે છે. “શાન તે આત્મા એવો ભેદ પાડી વ્યવહારનય આત્માને જણાવે છે. આવું વસ્તુ સ્વરૂપ યથાર્થ સમજી પરમાર્થનો વિષય જે અભેદ, એક શુદ્ધ આત્મા છે તેને દષ્ટિમાં લેવો તે સમ્યગ્દર્શન છે. વળી એવો પ્રશ્ન ઉઠે છે કે પહેલાં એમ કહ્યું હતુ કે વ્યવહારને અંગીકાર ન કરવો પણ જો તે પરમાર્થનો કહેનાર છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો ? સમાધાનઃ વ્યવહારનય અભૂતાર્થ છે અને શુદ્ધ નય ભૂતાર્થ છે, એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાઈનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. - ત્રિકાળી પૂર્ણ આનંદસ્વરૂપ જે જ્ઞાયક ભાવ, છતો પદાર્થ શાશ્વત ચીજ આત્મા છે તે ભૂતાર્થ છે. જે જીવ તેનો આશ્રય કરે એટલે તેની સન્મુખ થાય તે નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. કર્મ, રાગ અને ગુણ-ગુણીના ભેદ એ સઘળો વ્યવહાર છે, તે અસત્યાર્થ છે, જૂઠો છે કેમ કે એ કોઈ ચીજ ત્રિકાળી વસ્તુમાં નથી. એવા અભેદની દષ્ટિ કરવી, આશ્રય કરવો તે સમ્યગ્દર્શન છે. ૩. શુદ્ધ નયથી જાણવું તે સમ્યકત્વ છેઃ અશુદ્ધનયની (વ્યવહારનયની) પ્રધાનતામાં જીવાદિતત્ત્વોના ભેદવાળી શ્રદ્ધાને સમ્યકત્વક. અહીં જીવાદિતત્ત્વોને શુદ્ધ નય વડે જાણવાથી સમકિત થાય છે એમ કહ્યું છે. ભૂતાઈથી જાણેલ જીવ, અજીવ વળી પુણ્ય, પાપ અને આસ્રવ, સંવર, નિર્જર, બંધ, મોક્ષ તે સમ્યકત્વ છે. ભૂતાર્થ નયથી જાણેલ જીવ, અજીવ વળી પુણ્ય, પાપ તથા આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ - એ નવ તત્ત્વ સમ્યકત્વ છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આ જીવાદિ નવ તત્ત્વો ભૂતાર્થ નયથી જાણે સમ્યગ્દર્શન છે. (એ નિયમ કહ્યો); કારણ કે તીર્થની (વ્યવહાર ધર્મની) પ્રવૃતિ અર્થે અભૂતાર્થ (વ્યવહાર) નયથી કહેવામાં આવે છે. એવા આ નવ તત્ત્વો - જેના લક્ષણ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ છે - તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થ નયથી એકપણું પ્રાપ્ત કરી, શુદ્ધ નયપણે સ્થાપાયેલ આત્માની અનુભૂતિ કે જેનું એક લક્ષણ આત્મખ્યાતિ છે તેની પ્રાપ્તિ હોય છે. (શુદ્ધ નયથી નવતત્ત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કહ્યો.) બાહ્યદષ્ટિથી જોઈએ તો જીવ, પુદ્ગલના અનાદિ બંધ-પર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતાં આ નવતત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે અને એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે; (જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી;) તેથી આ નવ તત્ત્વોમાં ભૂતાર્થ નયથી એક જીવ જ પ્રકાશમાન છે. એવી રીતે અંતર્દષ્ટિથી જોઈએ તો જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારના હેતુ અજીવ છે; વળી પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે. અને પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ વિકાર હેતુઓ કેવળ અજીવ છે. આવા આ નવ તત્ત્વો જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર જેમના કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતા ભૂતાર્થ છે અને સર્વ કાળે અખ્ખલિત એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. તેથી આ નવે તત્ત્વોમાં ભૂતાર્થ નયથી એક જીવ જ પ્રકાશમાન છે, એમ તે એકપણે પ્રકાશતો શુદ્ધ નયપણે અનુભવાય છે. અને જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ (આત્માની ઓળખાણ) જ છે, ને આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન જ છે. આ રીતે સર્વ કથન નિર્દોષ છે - બાધા રહિત છે. આ નવ તત્ત્વોમાં, શુદ્ધનયથી જોઈએ તો, જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે, તે સિવાય જુદાં જુદાં નવ તત્ત્વો કાંઈ દેખાતા નથી. જ્યાં સુધી આ રીતે જીવ તત્ત્વનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહારદષ્ટિ છે, જુદાં જુદાં નવતત્ત્વોને માને છે. જીવ-પુદ્ગલના બંધ પર્યાયરૂપ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૧ દષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે. પણ જ્યારે શુદ્ધ નયથી જીવ પુદ્ગલનું નિજ સ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય, પાપ આદિ સાતતત્ત્વાકાંઈવસ્તુનથી; નિમિત્ત-નૈમિત્તિક ભાવથી થયા હતાં તે નિમિત્ત-નૈમિત્તિક ભાવ જ્યારે ભાવ મટી ગયો ત્યારે જીવ-પુદ્ગલ જુદાં જુદાં હોવાથી બીજી કોઈ વસ્તુ (પદાર્થ) સિદ્ધ થઈ શકતી નથી. વસ્તુ તો દ્રવ્ય છે ને દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યની સાથે જ રહે છે, તથા નિમિત્ત-નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે, માટે શુદ્ધ નયથી જીવને જાણવાથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, શુદ્ધ નયથી આત્માને જાણે નહિ ત્યાં સુધી પર્યાય બુદ્ધિ છે. આ આત્મા સર્વ અવસ્થાઓમાં વિધવિધરૂપે દેખાતો હતો તેને શુદ્ધ નયે ચૈતન્ય ચમત્કાર માત્ર દેખાડ્યો છે, તેથી સદા એકાકારજ અનુભવ કરો, પર્યાય બુદ્ધિનો એકાંત ન રાખો એમ શ્રી ગુરુદેવનો ઉપદેશ છે. શુદ્ધ નય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે તે આત્મા સ્વભાવને કેવો પ્રગટ કરે છે? પર દ્રવ્ય, પર દ્રવ્યોના ભાવો તથા પર દ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવો એવા પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. વળી તે આત્મ સ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે, સમસ્ત લોકાલોકને જાણનાર છે એમ પ્રગટ કરે છે. વળી તે આત્મ સ્વભાવને આદિ અંતથી રહિત પ્રગટ કરે છે. વળી તે આત્મ સ્વભાવને એક-સર્વ ભેદભાવોથી (ત ભાવોથી) રહિત એકાકાર પ્રગટ કરે છેજેમાં સમસ્ત સંકલ્પ-વિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે. આવો શુદ્ધ નય પ્રકાશરૂપ થાય છે. એ પ્રમાણે જ શુદ્ધનયથી જાણવું તે સમ્યકત્વ છે. એટલે કે ત્રિકાળી જ્ઞાયક ભાવને જ્ઞાયક...જ્ઞાયક....જ્ઞાયક સામાન્યપણે જાણવો એનું નામ સમ્યગ્દર્શન છે. ભૂતાર્થ નયથી જાગેલ - એટલે છતી - વિદ્યમાન જે વસ્તુ ત્રિકાળ છે તેને જાણનારા નયથી જાણેલ જીવ, અજીવવળી પુણ્ય અને પાપ તથા આગ્નવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વ સમ્યકત્વ છે. એટલે એ નવ તત્ત્વમાંથી એક ત્રિકાળીને જુદો તારવીને એ જાણનાર, જાણનાર, જાણનાર માત્ર એકને જ દષ્ટિમાં લેવો એનું નામ સમ્યગ્દર્શન છે. એને આત્મા છે એવો બરાબર માન્યો, જાણ્યો અને અનુભવ્યો કહેવાય. ભગવાન આત્માનવ તત્ત્વમાં Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ભેદરૂપ થયેલો દેખાય છતાં તે જ્ઞાયકપણાને છોડતો નથી. જ્ઞાયક...જ્ઞાયક...એમ જ્ઞાયક સામાન્ય એકપણે જ રહે છે. અહીં તો આત્મા જ્ઞાયકપણે જે ત્રિકાળ છે તેના સંસ્કાર નાખવા, અનુભવ કરવો એ અભ્યાસ સાર્થક છે. “હું જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું.” આ યથાર્થ તત્ત્વ નિર્ણય છે. “જાણનારો જણાય છે, ને યથા યોગ્ય થાય છે” આ જ અનુભૂતિ છે. “આત્મવસ્તુ દ્રવ્ય સ્વભાવથી શુદ્ધ ચેતન્યરૂપ આનંદઘન છે. તે એકને નવન હોઈ શકે. Page #66 -------------------------------------------------------------------------- ________________ પ .33 ધર્મની રીત ૧. જીવનું કર્તવ્ય અરે રે ! જીવો દુ:ખથી ભય પામી સુખ શોધે છે, પણ એનો ઉપાય તેઓ જાણતા નથી ! જેમ લની કળી શક્તિરૂપે છે તેમાંથી ફ્લ ખીલે છે, તેમ ભગવાન આત્મા અનંત ગુણ પાંખડીએ એક જ્ઞાયક ભાવ પણ અંદર બિરાજમાન છે. અનંતજ્ઞાન,અનંતદર્શન,અનંતવીર્ય,અનંતસુખનો ભંડાર,આનંદકંદ, વિજ્ઞાનધન સ્વભાવ સ્વરૂપ અંદર બિરાજમાન છે. દૃષ્ટિ એનો સ્વીકાર કરીને જ્યાં અંતર્મગ્ન થાય છે ત્યાં પર્યાયમાં જ્ઞાયકભાવ પ્રગટ થાય છે. જ્ઞાનવસ્તુ તો ત્રિકાળ અખંડ છે. પહેલાં જે શેયોના નિમિત્તે જ્ઞાનમાં અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસ થતાં હતા અને પર નિમિત્તના લક્ષે જે વિકાર ભાવ (રાગ-દ્વેષ) ઉત્પન્ન થતાં હતા-જેવું પરપરિણતિને છોડતું જ્યાં એ જ્ઞાયકમાં અંતર્મગ્ન થયો ત્યાં જાણનાર....જાણનાર....જાણનાર એવો અખંડ એક જ્ઞાયક ભાવ અનુભવમાં આવે છે. વસ્તુ એકરૂપ અભેદ જ્ઞાયક છે. આવા અખંડ જ્ઞાયકનો જ્ઞાનમાં સ્વીકાર થવો તે સમ્યગ્દર્શન-જ્ઞાન છે. અને તેમાં જે લીનતા-સ્થિરતા થવી તે સભ્યશ્ચારિત્ર છે. આવા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ નિશ્ચય રત્નત્રય એ જ મોક્ષમાર્ગ છે. એનું નામ ધર્મ છે. જ ‘અનાદિથી રાગ અને જ્ઞાનના એકત્વપણે પરિણમતો હતો. તે જ્ઞાન પ્રગટ થતાં બંનેની એકતા બુદ્ધિ છૂટી ગઈ અને જ્ઞાન જ્ઞાન ભણી વળ્યું એ જ ધર્મની રીત છે. જ્યાં જ્ઞાનની ઉગ્રતા થઈ ત્યાં રાગ-દ્વેષ ભસ્મ થઈ જાય છે. આવો ભગવાનનો માર્ગ બહુ સૂક્ષ્મ છે. લોકો તો બાહ્ય શુભ ભાવમાં અને પર દ્રવ્યની ક્રિયામાં અનાદિ કાળથી અહંપણું કરી રહ્યા છે. પોતાની જે શુદ્ધ વસ્તુ તે બાજુ પર રહી ગઈ છે. ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા તે ‘હું’ એવો અનુભવ રહી ગયો છે. ભગવાન આત્મા એક સમયમાં પૂર્ણાનંદ પ્રભુ બાળગોપાળ સર્વમાં બિરાજે છે. તે જ્ઞાનની Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સ્વ-પર પ્રકાશક પર્યાયમાં જાણવામાં આવે છે. પણ અજ્ઞાનીની ત્યાં દષ્ટિ નથી, તેને અનાદિથી રાગનું જ, શુભાશુભ ભાવનું પરિગ્રહણ છે. ભાઈ ! રાગનું ગ્રહણ તો અનંત વાર કર્યું, પણ એ તો અભૂતાઈ ચીજ છે. ભગવાન આત્મા જ એક ભૂતાર્થ છે. એ ભૂતાર્થના પરિગ્રહથી-આશ્રયથી સમ્યગ્દર્શન થાય છે. - રાગની કથા-બંધનની કથા તો અનંત વાર સાંભળી છે; એનો પરિચય અને એનો અનુભવ પણ અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. અહીં કહે છે કે ભગવાન ! એક વાર ગુંલાટ ખા. પ્રભુ! એકવાર પલટો ખા. ભૂતાઈને પકડી ભૂતાઈનો અનુભવ કર. જ્ઞાનની પર્યાયમાં ભૂતાર્થનો અનુભવ કરવો તે સમ્યગ્દર્શન છે. અરે ભાઈ! આ મનુષ્યપણું મળ્યું અને ભગવાન આત્માનો પાકો નિર્ણય અને અનુભવન કર્યો તો જિંદગી એમને એમ વ્યર્થ ચાલી જશે. જેવી પોતાની ચીજ છે તેને અનુસરીને તેનો અનુભવ કરવો એ જ કરવા યોગ્ય છે. - શ્રુતજ્ઞાનના અવલંબનથી હું જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા છું એ તત્ત્વનો યથાર્થ નિર્ણય કરવા તું સંપૂર્ણ સમર્પત થઈ જા. શુદ્ધ ચૈતન્ય એકરૂપ વસ્તુનું એકવાર ગ્રહણ કર. ભાઈ!ત્રિકાળી શુદ્ધધુવવસ્તુના અનુભવ વિના સમ્યગ્દર્શન નહિ થાય. તેના વિના ધર્મની શરૂઆત નહિ થાય. કોઈ કહે છે કે “દિગંબર છે તેને સમકિત તો છે, ભેદજ્ઞાન તો છે. હવે વ્રત ધારણ કરે તો ચારિત્ર થઈ જાય.' એમ ન હોય પ્રભુ! લોકોને નિશ્ચય સમકિતની ખબર નથી. અને બહારની તત્વાર્થ-શ્રદ્ધા, વ્યવહાર શ્રદ્ધાના રાગને ધર્મ માને છે. પણ માર્ગ એમ નથી, ભાઈ! ઊંધું માનવામાં તો આત્માની છેતરપિંડી છે. પૂર્ણાનંદનાનાથ ભગવાન આત્માનો જ્યાં અનુભવ નથી ત્યાં જે ક્રિયાકાંડ છે તે બધો અજ્ઞાન ભાવ છે, સંસાર ભાવ છે. બહારથી ઉપવાસાદિ કરે પણ એ બધા બાળતપ છે. આવી કિયા તો અનંત કાળમાં જીવે અનંત વાર કરી, પણ મિથ્યાત્વ ટળ્યું નહિ તો શું કર્યું? આવી વાત આકરી લાગે. પણ શું થાય? આચાર્યદવ કહે છે કે એકવાર ભૂતાર્થ પદાર્થ તારી પરમાર્થ ત્રિકાળી ધ્રુવ વસ્તુનો અનુભવ કર. પઠન-પાઠન, પંચ પરમેષ્ઠીનું સ્મરણ, ચિંતન, સ્તુતિ ઈત્યાદિ બધું તો જીવે અનંત વાર કર્યું છે. લોકોને બિચારાઓને અભ્યાસ નહિ; ઉપરથી થોડું સાંભળી લે, નિર્ણય કરે નહિ અને અહોનિશ વેપાર ધંધા ઈત્યાદિ અશુભમાં Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૫ વ્યર્થ સમય ગાળે. પણ ભાઈ ! તું ક્યાં જઈશ એ વિચારતો નથી! ત્યાં રળવા માટે જેટલો પ્રયત્ન કરે છે તેથી અધિક આ સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અન્યથા માથે અનંત સંસારની ડાંગ ઊભેલી છે. ભાઈ ! સઘળાં કામ છોડીને આ કરવા જેવું છે. સ્તુતિ, વંદના વગેરે બહારની ક્ષિાના વિકલ્પોને તો વિષરૂપ કહ્યા છે કેમ કે ભગવાન અમૃત સ્વરૂપ આત્માથી તે વિરુદ્ધ ભાવ છે. તો એ ઝેરને છોડીને તારી ચીજમાં જ્યાં એકલું અમૃત ભર્યું છે ત્યાં જા. ત્યાં જા... ! જેના દર્શન અને જ્ઞાનમાં આત્મા સમીપ છે અને રાગ દૂર છે તે જ્ઞાની છે. અજ્ઞાનીને રાગ સમીપ છે અને આત્મા દૂર છે. જેને રાગની રુચિ છે તેવા અજ્ઞાનીને આત્મા હેય છે અને જ્ઞાનીને રાગ હેય છે, અને ત્રિકાળી શુદ્ધ ભૂતાર્થ વસ્તુ ઉપાદેય છે. અરે ભગવાન ! તારી બલિહારી છે, પણ તારી તને ખબર નથી. આ બહારની લક્ષ્મી, આબરૂ, વિષય વાસના, બધા જ ભાવ તો પાપ ભાવ છે. અને પઠન-પાઠન, સ્તુતિ, ભક્તિ, દયા-દાન-વ્રત-તપ-જપના જે શુભ ભાવ આવે તેને પણ ભગવાન ઝેર કહે છે. એ ઝેરથી અમૃતની-આત્માની પ્રાપ્તિ થાય નહિ. ભગવાનનો આ માર્ગ છે; લોકોએ તેને બગાડી નાખ્યો છે. શુભ કિયારૂપ વિકલ્પો વિષ છે. અંદર આનંદનો કંદ ભગવાન આત્મા બિરાજે છે તે એકનો જ અનુભવ અમૃત છે અને તે જ સમ્યગ્દર્શન છે, ધર્મ છે. આઠ વર્ષની બાલિકા પણ સમ્યગ્દર્શન પામે છે તે અંદર એક ભૂતાઈ ભગવાન આત્માનો અનુભવ કરીને સમ્યગ્દર્શન પામે છે. આ જ રીત છે. સંપ્રદાયમાંથી નીકળવું લોકોને કઠણ પડે અને તેમાંથી નીકળે તો શુભ ભાવમાંથી નીકળવું કઠણ પડે. અહીં તો કહે છે કે શુદ્ધ ચિદ્રુપ એકરૂપ વસ્તુનું એકવાર ગ્રહણ કર. ભાઈ!ત્રિકાળી શુદ્ધધ્રુવ વસ્તુના અનુભવ વિના સમ્યગ્દર્શન નહિ થાય. લાખ ક્રિયાકાંડના વિકલ્પ કરે, મુનિપણું બહારથી લે, પણ ભૂતાર્થના અનુભવ વિના સમકિત નહિ થાય અને સમકિત વિના ધર્મની શરૂઆત નહિ થાય. દિગંબરમાં દેવ-ગુરુ-શાસ્ત્ર સત્ય છે. છતાં દિગંબરોને સત્ય વસ્તુની ખબર નથી. બહારથી દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરવી કે નવ તત્ત્વના ભેદની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન નથી. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૨. યથાર્થ નિર્ણય : અરે ભાઈ ! એટલો નિર્ણય તો પ્રથમ કર કે નિર્મળાનંદનો નાથ ત્રિકાળી શુદ્ધ ચિદાનંદ પ્રભુ અંદર બિરાજે છે. તેનો આશ્રય કરવાથી પર્યાયમાં સમયગ્નાનદર્શન પ્રગટ થાય છે. સર્વ વિકલ્પોને છોડી દે અને ત્રિકાળ સચ્ચિદાનંદ ભગવાન આત્માનો એક વાર અનુભવ કર. શ્લોક ૩૪ સમયસાર ઃ હે ભવ્ય ! તને બીજો નકામો કોલાહલ કરવાથી શો લાભ છે ? એ કોલાહલથી તું વિરક્ત થા અને એક ચૈતન્યમાત્ર વસ્તુને પોતે નિશ્ચળ લીન થઈ દેખ; એવો છ મહિના અભ્યાસ કર અને જો કે એમ કરવાથી પોતાના હૃદય સરોવરમાં જેનું તેજ પ્રતાપ-પ્રકાશ પુદ્ગલ ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ થતી નથી કે થાય છે. ભાવાર્થ: જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય; જો પર વસ્તુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય. પોતાનું સ્વરૂપ તો મોજુદ છે, પણ ભૂલી રહ્યો છે; જો ચેતીને દેખ તો પાસે જ છે. અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે - તેનું થવું તો અંતઃર્મુહત માત્રમાં જ છે, પરંતુ શિષ્યને બહુ કઠીન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. જો સમજવામાં બહુ કાળ લાગે તો છ મહિનાથી અધિક નહિ લાગે; તેથી અન્ય નિષ્પ્રયોજન કોલાહલ છોડી આમાં લાગવાથી જલ્દી સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહિ આત્માર્થ.’’ સાર એ છે કે તું સ્વરૂપમાં એકાગ્ર થઈને સ્વસંવેદન વડે શુદ્ધ ચિદ્રુપમાત્ર વસ્તુનો અનુભવ કર. ૩. ધર્મ કરવો હોય તેણે કેવું વસ્તુ સ્વરૂપ જાણવું જોઈએ ? ૧. ધર્મ તો આત્માની પર્યાય છે, એટલે આત્મામાં જ થાય. આત્માનો ધર્મ પરમાં ન થાય તેમ જ પર વડે પણ ન થાય. ધર્મ તો પર્યાયમાં જ થાય છે પણ તે પર્યાય વડે એટલે કે પર્યાય સામે જોવાથી કે પર્યાયનો આશ્રય કરવાથી ધર્મ ન થાય, પણ દ્રવ્યની સન્મુખતાથી પર્યાયમાં ધર્મ થાય છે. પરનો તો આત્મામાં અભાવ છે એટલે પર સામે જોવાથી ધર્મ થતો નથી. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ૨. હવે પોતાની અવસ્થામાં જેને ધર્મ કરવો છે તેને અધર્મને ટાળવો છે ને ધર્મપણે થઈને આત્માને સળંગ ટકાવી રાખવો છે. જુઓ આમાં ધર્મ કરવો છે’ એમ કહેતાં તેમાં નવી પર્યાયના ઉત્પાદનો સ્વીકાર આવી જાય છે. ‘અધર્મને ટાળવો છે’ તેમાં પૂર્વ પર્યાયના વ્યયનો સ્વીકાર આવી જાય છે. અને ‘આત્માને સળંગ ટકાવી રાખવો છે’ એમાં સળંગ પ્રવાહ અપેક્ષાએ ધ્રુવનો સ્વીકાર આવી જાય છે. આવી રીતે ધર્મ કરવાની ભાવનામાં વસ્તુના ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વભાવનો સ્વીકાર આવી જાય છે. વસ્તુમાં જો ઉત્પાદ-વ્યય-ધ્રુવ ન થતા હોય તે અધર્મ ટળીને ધર્મની ઉત્પત્તિ થાય નહિ ને આત્મા સળંગ ટકી શકે નહિ. અને તે ઉત્પાદ-વ્યય-ધ્રુવ પણ જો કાળના નાનામાં નાના ભાગમાં ન થતા હોય તો એક સમયમાં અધર્મ ટળીને ધર્મ ન થઈ શકે. ન માટે ધર્મ કરનારે વસ્તુને સમયે સમયે ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વભાવવાળી જાણવી જોઈએ. ૩. દ્રવ્ય-ગુણ કાયમ છે, ને પર્યાય ક્ષણિક છે. તે ત્રણેને જાણીને કાયમી દ્રવ્ય તરફ વર્તમાન પર્યાયને વાળ્યા વગર ધર્મ થતો નથી. ૪. ક્રિયાકાંડ કે શુભ રાગથી ધર્મની કમાણી થતી નથી. ૫. ભાઈ ! તારા જ્ઞાનમાં તું એવો નિર્ણય કર કે દ્રવ્યમાં જે સમયે જે પરિણામ છે તે સમયે તે જ સત્ છે, તેનો હું જ્ઞાતા છું, તેમાં ફેરફાર કરનાર નથી. આમ જાણતા પર્યાયમાં રાગનું સ્વામીપણું ને અંશ બુદ્ધિ ટળી જાય છે. તે દ્રવ્યના લો સમ્યક્ત્વ અને વીતરાગતા થાય છે તે જ ધર્મ છે. ૬. પર દ્રવ્યને કરવાની તો વાત નથી પણ પોતાના અશુદ્ધ અને શુદ્ધ પર્યાયો સ્વકાળે ક્રમબદ્ધ જે થવાના તે જ થાય. એટલે પોતામાં પણ પર્યાયને આડી અવળી કરવાનું જ રહ્યું નહિ. માત્ર જેમ થાય છે તેમ જાણવાનું જ રહ્યું. જેમ સર્વજ્ઞ જ્ઞાત છે તેમ ધર્મી પણ જ્ઞાતા થઈ ગયો. ક્રમબદ્ધના નિર્ણયનું તાત્પર્ય અકર્તાપણારૂપ વીતરાગતા છે. એ વીતરાગતા અનંત પુરુષાર્થે દ્રવ્ય પર દષ્ટિ જતાં થાય છે. આહાહા ! આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે. ૭. શરીર અને રાગાદિથી ભિન્ન પરિપૂર્ણ આત્મા કેવો છે તેને જો જાણે તો મુક્ત થયા વિના રહે નહિ. આત્મા જે સ્વરૂપે છે તેનું સાચું જ્ઞાન કરવા જેવું છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ (૩૮ ૪. આત્મસાધકોના જીવનમાં નિશ્ચય-વ્યવહારની અનિવાર્ય સુમેળ નિશ્ચયના ઉપાસક જીવની વ્યવહાર શુદ્ધિ કેવી હોય? ૧. જે જીવ નિશ્ચયની ઉપાસના કરવા કટિબદ્ધ થયો છે તેની પરિણતિમાં પહેલાં કરતાં વૈરાગ્યની ઘણી વૃદ્ધિ થતી જાય છે. ૨. તેને દોષોનો ભય હોય, અકષાય સ્વભાવને સાધવા તૈયાર થયો ત્યાં તેના કષાય શાંત થવા માંડે. ૩. તેની કોઈ પ્રવૃત્તિ કે આચરણ એવા ન હોય કે રાગાદિનું પોષણ કરે. રાગાદિ પણ મંદ થવા માંડે. ૪. એકલું જ્ઞાન....જ્ઞાન....કર્યા કરે પણ જ્ઞાનની સાથે રાગની મંદતા હોવી જોઈએ. ૫. ધર્માત્મા પ્રત્યે વિનય-બહુમાન-ભક્તિ-નમ્રતા-નરમાશ હોવા જોઈએ. ૬. બીજા સાધમીઓ પ્રત્યે અંતરમાં વાત્સલ્ય હોવું જોઈએ, વૈરાગ્ય હોવો જોઈએ. ૭. શાસ્ત્ર-અભ્યાસ વગેરેનો સહજ પ્રયત્ન હોવો જોઈએ. ૮. એમ ચારે કોરના બધા પડખાંથી પાત્રતા જોઈએ તો જ જ્ઞાન યથાર્થ પરિણમે. ૯. સત્સંગમાં અને સંત ધર્માત્માની છત્રછાયામાં રહીને, તેમના પવિત્ર જીવનને નજર સમક્ષ ધ્યેયરૂપે રાખીને ચારે પડખેથી સર્વ પ્રકારે ઉદ્યમ કરી પોતાની પાત્રતા પુષ્ટ કરવી જોઈએ. આ છે નિશ્ચય-વ્યવહારનો સુમેળ....! ૫. સુખનો ઉપાયઃ ૧. અનંત સુખ સ્વરૂપ આત્મા તેના એકરૂપ સ્વરૂપને દષ્ટિમાં લઈ તેને (આત્માને) એકને ધ્યેય બનાવી, તેમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો એ જ પહેલામાં પહેલો શાંતિ સુખનો ઉપાય છે. ૨. આત્માને ત્રિકાળી શુદ્ધ જાણતાં શુદ્ધ પર્યાયનો લાભ થાય છે. અને તેને અશુદ્ધ જાણતાં અશુદ્ધ પર્યાયનો લાભ થાય છે. માટે પર્યાયમાં અશુદ્ધતા હોવા છતાં તેનું લક્ષ રાખીને શુદ્ધ ત્રિકાળ સ્વભાવ સન્મુખ થવું તે જ સુખનો ઉપાય છે. તે સિવાય બીજો કોઈ ઉપાય નથી. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૩. જેને પરથી છૂટવું હોય એટલે કે સ્વતંત્રતા મેળવવી હોય અને સ્વની સંપદામાં એકતા કરવી હોય એણે પ્રથમથી જ સંજોગો અને વિકારોથી રહિત દષ્ટિ કરી સ્વાભાવિક અને પરિપૂર્ણ એવા નિર્વિકાર સ્વભાવમાં સ્થિરતા કરવી એ પરથી પૂર્ણપણે છૂટવાનો એકમાત્ર ઉપાય છે. ૪. અનાદિ અનંત એક નિજ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તેનું સ્વ સન્મુખ થઈ આરાધન કરવું તે જ પરમાત્મા થવાનો સાચો ઉપાય છે. સુખી થવાનો સાચો ઉપાય છે. ૫. એક આત્મ દ્રવ્યમાં એક ગુણ અનંત શક્તિ સંપન્ન છે. એવા અનંત ગુણ અનંત શક્તિ સંપન્ન હોવાથી એનો આધાર એવું એકરૂપ દ્રવ્ય તે દૃષ્ટિનું ધ્યેય છે. ૬. ભાવ શ્રુતજ્ઞાનરૂપ પરિણમન કે જેમાં સમ્યક્ દર્શન-જ્ઞાન-ચારિત્ર સમાય છે તે ભાવશ્રુતજ્ઞાનરૂપ પરિણમન અખંડ એક દ્રવ્યના આશ્રયે પ્રગટે છે. જે સર્વજ્ઞના સર્વ કથનનો સાર છે. અને સુખી થવાનો એ જ ઉપાય છે. ૭. નિર્દોષ જેને થવું હોય એણે સદોષતા ક્ષણિક છે, ટળી શકે છે એવો નિર્ણય કરવો જોઈએ અને સદોષતાના સ્થાનમાં નિર્દોષતા લાવવી છે તે નિર્દોષતા મારા સ્વક્ષેત્રમાં સ્વભાવરૂપે પૂર્ણપણે પડી છે એમ નિર્ણય કરવો જોઈએ. વર્તમાન અવસ્થામાં જે નિર્દોષતા લાવવી છે તે બહારથી આવી શકતી નથી પણ ધ્રુવ એવા સ્વભાવનો આશ્રય કરવાથી તે પ્રાપ્ત થાય છે. ૮. નિજ સ્વરૂપનો અનુભવ (ઉપયોગ) તે સુખ છે. તે આબાલ ગોપાળ કરી શકે છે. એના વિના શાંતિનો બીજો કોઈ ઉપાય નથી. સુખની શરૂઆત પણ એક સમયના ધ્રુવની એકાગ્રતાના અનુભવમાં જ થાય છે અને ધર્મની શરૂઆતનું પ્રથમ બિંદુ પણ એ જ છે. એને જ સ્વાનુભૂતિ, આત્માનુભૂતિ અથવા આત્મજ્ઞાન કહેવાય છે. ૯. ચૈતન્ય વસ્તુનો સ્વભાવ તે ત્રિકાળ નિત્ય છે. વિકાર તે ક્ષણિક અનિત્ય છે તેથી ત્રિકાળ સત્યની અપેક્ષાએ તે અસત્ છે. અને પરપદાર્થ તો આત્મામાં એક સમય પણ નથી તેથી તે આત્માની અપેક્ષાએ અસત્ છે. માટે પરમ સત્ એવો જે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તેનું શરણું લેવું. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૦ . ૧૦. સ્વ સ્વભાવ સન્મુખનું જ્ઞાન તે સમ્યકજ્ઞાન છે એકલા પર સન્મુખનું જ્ઞાન તે અજ્ઞાન છે. કારણ કે સ્વ સ્વભાવની સંપૂર્ણતાના ભાન વિના એક સમયની પર્યાયની અપૂર્ણતામાં પૂર્ણતા માની છે. તેથી પૂર્ણ સ્વભાવને લક્ષમાં લઈને પૂર્ણ સાધ્યને સાધવું. ૧૧. આત્માનું જ્ઞાન સ્વ-પર પ્રકાશક હોવાથી તેના અનુભવના કાળમાં પણ તે જ્ઞાનસ્વરૂપ જ્ઞાનને પણ પ્રકાશે છે અને અખંડને પણ પ્રકાશે છે તેથી તેને નિશ્ચયથી સ્વ-પર પ્રકાશક કહેવાય છે. ૧૨. એક આત્માને જાણતાં સર્વ જાણી શકાય છે. કેમ કે આત્માનો સર્વને જાણવાનો સ્વભાવ છે. આત્માનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ હોવાથી સ્વને જાણતા પર જણાઈ જાય છે ૧૩. આત્માની નિર્મળ શક્તિના ભાવમાં સ્વ અને અનંત પદાર્થો જેમ જળની સ્વચ્છતામાં અનેક તારાઓ જળની સ્વચ્છતાને જોતા દેખાય છે તેમ દેખાય છે. ૧૪. આત્માનું બળ એટલે કે વીર્ય, એમાં એવી તાકાત છે કે તે આત્મસ્વરૂપની રચના કરે છે અને એ જ એનો સ્વભાવ છે. તે વિકારને રચે કે પરને રચે તેવું તે વીર્યનું સ્વરૂપ જ નથી. આત્મામાં દ્રવ્ય-ગુણ-પર્યાયની રચનાના સામર્થ્યરૂપ એક વીર્ય શક્તિ છે કે તેનું શક્તિવાન એવા આત્મદ્રવ્ય ઉપર નજર જતાં દ્રવ્ય-ગુણ-પર્યાય એ ત્રણેમાં વ્યાપવું થાય છે. ૧૫. આત્મામાં એટલે કે અનંત શક્તિ સંપન્ન દ્રવ્યમાં અનંત શક્તિનું સ્વ સંવેદનપણે એટલે કે નિજ (પોતાના) ભાવથી રાગના અભાવરૂપ પોતાના સ્વભાવથી પ્રત્યક્ષ વેદન થવું તે અનંત ગુણોમાંથી એક એવી સ્વ સંવેદન શક્તિને બતાવે છે. ૧૬. દરેક વસ્તુનો સ્વભાવ તેની શક્તિમાં અનંત છે. કારણ કે જેનો સ્વભાવ હોય તેની મર્યાદા શું હોય? એવા એક આત્મદ્રવ્યમાં અનંત ગુણરૂપ શક્તિ રહે છે. એનું માહાસ્ય આવતા સંયોગ, રાગ અને ભેદરૂપ દષ્ટિ ટળી જાય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૧ સુખનો સાચો માર્ગ આ આત્માને એટલે પ્રત્યક્ષ વિદ્યમાન આત્માને (છતી ચીજને) અન્ય દ્રવ્યોથી જુદો દેખવો (શ્રદ્ધવો), એને જ નિશ્ચયથી સમ્યગ્દર્શન કહીએ છીએ. આમાં ત્રણ ન્યાય આવ્યા. ૧. સ્વદ્રવ્ય છે. (દ્રવ્ય સ્વભાવ) ૨. રાગાદિ છે. (પર્યાય સ્વભાવ) ૩. એનાથી અનેરાં (ભિન્ન) પર દ્રવ્ય છે. ત્યાં પોતાથી ભિન્ન જે અનેરા દ્રવ્યો અને પર્યાયમાં જે રાગાદિ ભાવ છે તેનાથી પૃથ્થક થઈને-ભિન્ન પડીને એક નિજ આત્મદ્રવ્યનો અનુભવ કરવો એ જ સમ્યગ્દર્શન છે. બીજામાં, રાગને ભેળવીને દેખવો એમ નહિ; એ માન્યતા તો અજ્ઞાન અને મિથ્યાત્વ છે. ત્રિકાળી જ્ઞાયક ભાવ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા એકને જ દેખવો-અનુભવવો તેની સમ્યક પ્રતીતિ કરવી એ જ સમ્યગ્દર્શન છે. શુદ્ધ નય આત્મવસ્તુને ત્રિકાળ એકરૂપ અભેદ અખંડ જ્ઞાયકમાત્ર ચૈતન્ય ઘનસ્વરૂપદેખાડે છે અને તે સમ્યગ્દર્શનનો વિષય છે. એમાં એકાગ્રતા થતાં સમ્યગ્દર્શન થાય છે. '. જિનવાણીમાં જે શુદ્ધ વસ્તુ જ્ઞાયક ભાવ ઉપાદેય કહ્યો છે તેમાં સાવધાનપણે એકાગ્ર થવું, તે જ્ઞાયક ભાવનું પ્રત્યક્ષ વેદન કરવું. જીવને રાગનું અને વિકારનું વદન તો અનાથિી છે અને તે વડે એ દુ:ખી છે. હવે એ દુ:ખથી છોડાવવા, વિકારની, રાગની પર્યાયને ગૌણ કરી, એટલે એના પરથી લક્ષ હટાવી લઈ, ભગવાન આત્મા સચ્ચિદાનંદ, એક અખંડ જે જ્ઞાયક ભાવ તેમાં દષ્ટિ કરી તેની પ્રત્યક્ષ અનુભવ કરવો, તેમાં એકાગ્રતા અને સ્થિરતા કરવી, આ સુખનો સાચો માર્ગ છે. ૧. વસ્તુ સ્થિતિ શું છે? ૧. આત્મામાં અશુદ્ધપણું પર દ્રવ્યના સંયોગથી આવે છે. ત્યાં મૂળ દ્રવ્ય એ અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી, માત્ર પર દ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. જુઓ આત્મામાં પુણ્ય-પાપની મલિન દશા એ કર્મના નિમિત્તથી આવે છે. દયા, દાન, ભક્તિ, પૂજા ઈત્યાદિ વિકલ્પો એ રાગ છે, મલિનતા છે અને એ પદ્રવ્ય જે કર્મનો ઉદય તેના સંયોગથી આવે છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૨. પણ તેથી જે મૂળ દ્રવ્ય, જે જ્ઞાયક ભાવ છે તે રાગાદિરૂપ મલિન થઈ જતું નથી. એ તો નિર્મળાનંદ, ચિદાનંદ ભગવાન જેવો છે તેવો ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપે રહે છે, સ્વભાવે રહે છે. 3. દ્રવ્ય દૃષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે, અને પર્યાય દષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે અને તેની અવસ્થા પુદ્ગલ કર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન થાય છે. ૪. પર્યાયમાં જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે એ તો પર દ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. જ્ઞાયક સ્વભાવમાં એ નથી. નિત્યાનંદ ધ્રુવ પ્રભુ જ્ઞાયકમાં એ પર્યાય ભેદો નથી. પર્યાયમાં જે અશુદ્ધતા છે તે દ્રવ્ય દૃષ્ટિમાં ગૌણ થઈ જાય છે. ૫. વસ્તુ સ્વભાવની દૃષ્ટિથી જોઈએ તો સ્વભાવ ત્રિકાળ એકરૂપ શુદ્ધ જ છે, દ્રવ્ય દ્રવ્યરૂપ જ છે. એની વર્તમાન અવસ્થા પર દ્રવ્યના નિમિત્તે અશુદ્ધ થઈ છે, પણ એ ગૌણ છે. ૬. આત્મામાં બે પ્રકાર : (૧) ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ ભાવ(૨) વર્તમાન પર્યાય ભાવ ત્યાં ત્રિકાળી સ્વભાવ જે જ્ઞાયક ભાવ તે કદી પ્રમત-અપ્રમત એવા ચૌદ ગુણસ્થાનના ભેદરૂપ થયો નથી, નિરંતર જ્ઞાયકપણે શુદ્ધ રહ્યો છે. માટે વર્તમાન પર્યાયને ગૌણ કરી એવા શુદ્ધ જ્ઞાયકને દૃષ્ટિમાં લેવો તે સમ્યગ્દર્શન અને જાણવો તે સમ્યજ્ઞાન છે. આ વીતરાગ માર્ગની મૂળ વાત છે. ૭. સુખ નિધાન પ્રભુ આત્મા દુ:ખરૂપ કેમ પરિણમે ? દુ:ખપણે તો પર્યાય પરિણમી છે. એ પર્યાય અશુદ્ધ છે અને પરના લક્ષે વિકારી થઈ છે. ગુણ કદીયે વિકારી થયો નથી. ૮. દૃષ્ટિનો વિષય શુદ્ધ છે અને દૃષ્ટિ પણ શુદ્ધ છે. દષ્ટિએ ત્રિકાળી શુદ્ધની પ્રતીતિ કરી, શુદ્ધમાં ‘શુદ્ધ’ જણાયો. આવો વીતરાગમાર્ગ સૂક્ષ્મ છે. દૃષ્ટિ જ્યારે ‘શુદ્ધ’ની થાય ત્યારે વસ્તુ શુદ્ધ છે એમ જાણ્યું કહેવાય. ૯. ‘‘આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી’’ જ્ઞેય પદાર્થનું જ્ઞાન થયું ત્યાં ‘જાણનારો તે હું જ છું, જ્ઞેય તે હું નથી.’ એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. નિર્મળાનંદ ધ્રુવ જ્ઞાયકનું લક્ષ કરતાં Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૩ સમ્યગ્દર્શનાદિ પ્રગટ થાય છે અને તે ધર્મ છે. તે સુખનો માર્ગ છે. ૧૦. ભગવાન આત્માનું કોઈ અદ્ભૂત સ્વરૂપ છે. તેનું પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ પૂર્ણ ઐશ્વર્ય, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રકાશ આદિ અનેક (અનંત) પૂર્ણ શક્તિઓથી ભરેલું ચમત્કારિક પરિપૂર્ણ સ્વરૂપ છે. એની શાંતિની પર્યાયને કરે એવા કર્તાગુણથી પૂર્ણ છે, એનું જે કાર્ય આનંદ આદિ થાય એવી કર્મ શક્તિથી પૂર્ણ છે, જે સાધન થઈને પૂર્ણ નિર્મળ દશા પ્રગટ થાય એવા સાધન ગુણથી પૂર્ણ છે, જે નિર્મળતા આદિ પ્રગટે તે પોતે રાખે એવી સંપ્રદાન શક્તિથી પૂર્ણ છે ઈત્યાદિ. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આત્માનું આવું પરિપૂર્ણ ચૈતન્યઘન સ્વરૂપે કહ્યું છે. એનું યથાર્થ શ્રદ્ધાન થવાથી જ સમ્યગ્દર્શન થાય છે, ત્યારે જ ધર્મના પંથની ઓળખાણ થાય છે. ૧૧. શુદ્ધ નયને આધીન એટલે આત્માના પૂર્ણ સ્વરૂપને જોનારી જે દૃષ્ટિ તેને આધીન ભગવાન આત્મા પ્રગટ થાય છે, કેવો છે તે આત્મા ? સમસ્ત પર દ્રવ્યોથી ભિન્ન ઝળહળ આત્મજ્યોતિ સ્વરૂપ છે, તે પ્રગટ થાય છે. ૧૨. જે નવ તત્ત્વમાં પ્રાપ્ત હોવા છતાં-જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એમ નવ તત્ત્વોમાં વ્યામ હોવા છતાં પોતાના શુદ્ધ જ્ઞાયકપણે એકપણે જ રહે છે. ૧૩. આત્માની એકેએક શક્તિ પરિપૂર્ણ છે. એવી અનંત શક્તિઓનો પિંડ આત્મવસ્તુ પરિપૂર્ણ એક સ્વરૂપ છે. તે નવ તત્ત્વોમાં દેખાતો હોવા છતાં પોતાનું એકપણું છોડતો નથી. જ્ઞાયક છે તે રાગમાં છે, દ્વેષમાં છે એમ દેખાય, શુદ્ધતાના અંશમાં દેખાય, શુદ્ધતાની વૃદ્ધિ થાય એમાં દેખાય, છતાં જ્ઞાયક ચૈતન્ય જ્યોતિ પોતાનું એકપણું છોડતી નથી. ભગવાન આત્મા નવ તત્ત્વમાં ભેદરૂપ થયેલો દેખાય છતાં તે જ્ઞાયકપણાને છોડતો નથી, જ્ઞાયક....જ્ઞાયક.... એક જ્ઞાયક સામાન્ય એકપણે જ રહે છે. અનેક અવસ્થાઓમાં વ્યાપ્ત તે ચૈતન્ય સામાન્ય એક માત્ર ચૈતન્યપણે જ રહે છે. એ નિર્મળાનંદ ભગવાન આત્માની પ્રસિદ્ધિ કરવી હોય તો એના એકપણાની સામાન્ય સ્વભાવની દૃષ્ટિ કરવી જોઈએ. ત્યારે જ એની સાચી પ્રતીતિ અને સાક્ષાત્કાર થાય છે, તેને સમ્યગ્દર્શન કહે છે. ૧૪. આત્મા જ્ઞાયક સ્વરૂપ પરના જાણવા કાળે અજીવને જાણે, રાગને જાણે, દ્વેષને જાણે, શરીરને જાણે, ત્યાં જાણપણે જે પરિણમે તે પોતે પરિણમે Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪ છે, જ્ઞાન સ્વરૂપે કાયમ રહીને પરિણમે છે, પરપણે-અજીવપણે, રાગલેષપણે, શરીરપણે થઈને જાણતો નથી. જ્ઞાન પરપણે થઈને પરિણમે છે એમ નથી, જ્ઞાન જ્ઞાનપણે રહીને જ પરને જાણે છે. પરને જાણતા પર શેયાકાર જ્ઞાન થયું એમ કહેવાય, પણ તે જ્ઞાનપણું છોડીને જોયાકાર થઈ ગયું એમ નથી. ભગવાન આત્મા જે પૂર્ણ ચૈતન્યજ્યોતિ શેય પદાર્થોના આકારે હોવા છતાં જ્ઞાનગુણપણે જ રહે છે. એ પ્રમાણે યથાર્થ જાણી પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ આત્માનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. ત્રિકાળી જ્ઞાયક ભાવને જ્ઞાયક...જ્ઞાયક...જ્ઞાયક સામાન્યને શુદ્ધ નયથી જાણવા તે સમ્યગ્દર્શન છે. એના સંસ્કાર નાખવાનો અભ્યાસ કરવો તે સાર્થક છે. ૨. નિશ્ચય (શુદ્ધ નય) અને વ્યવહાર નયઃ ૧. ભગવાન આત્મામાં જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણો છે-શક્તિઓ છે. તેની વર્તમાન સ્વાભાવિક અવસ્થાઓ તથા કર્મના નિમિત્તથી થતા દયા, દાન આદિ ભાવો વા હિંસા, જૂઠ આદિના ભાવો તે વિકારી અવસ્થાઓ છે. એ બધા પોતાના ગુણ-પર્યાયરૂપ ભેદોમાં આત્મા વ્યાપેલો છે, રહેલો છે, પ્રસરેલો છે. ૨. આવો આત્મા શુદ્ધ નયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો એટલે શુદ્ધ નયથી એકમાત્ર આત્મા દેખાડવામાં આવ્યો તેને સર્વ અનેરા દ્રવ્યો અને દ્રવ્યોના ભાવોથી ન્યારો દેખવો, શ્રદ્ધવો તે નિયમથી સમ્યગ્દર્શન છે. શરીર, મન, વાણી તથા કર્મ અને તેના નિમિત્તોથી થતાં જે પર્યાયગત રાગાદિ ભાવો તે સર્વથી ભિન્ન અખંડ એક જ્ઞાયકમાત્રની શ્રદ્ધા-પ્રતીતિ કરવી તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. ૪. વ્યવહાર નય, વસ્તુને ભેદરૂપ જોનારું જ્ઞાન, આત્માને અનેકરૂપ બતાવે છે. એ આત્માને ગુણ-ભેદવાળો, પર્યાયવાળો, રાગવાળો, નવતત્ત્વવાળો એમ કહીને સમ્યગ્દર્શનને અનેક ભેદરૂપ કહે છે. પણ એ સાચું સમ્યગ્દર્શન નથી કેમ કે ત્યાં દોષ આવે છે. ભગવાન આત્મા એક ચૈતન્યરૂપ છે. એમાં નવ તત્વની શુદ્ધ-અશુદ્ધ પર્યાય ભેળવીને શ્રદ્ધા કરે તો તે વ્યવહાર સમકિત છે, તે રાગ છે. તે યથાર્થ સમ્યગ્દર્શન નથી. ૫. વ્યવહારનયથી નવતત્વની શ્રદ્ધાનો વિકલ્પ કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો | વિકલ્પ હોતાં નિશ્ચય સમ્યગ્દર્શન હોવાનો નિયમ નથી. શુદ્ધ નયની હદે ૩. શરીર, Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પહોંચતા રાગ અને ભેદ દેખાતા નથી, પણ નિર્વિકલ્પ અનુભવ થાય છે. એક્લો જ્ઞાયક ચૈતન્યમૂર્તિ પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્મા જણાય છે. ત્યાં દોષ નથી તેથી નિયમથી તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. નવ તત્ત્વની શ્રદ્ધા, જ્ઞાયક દ્રવ્ય અને તેની વર્તમાન પર્યાય સહિત વસ્તુની શ્રદ્ધા એ બધું વ્યવહાર સમકિત છે એમ વ્યવહાર નય સમકિતના અનેક ભેદ પાડે છે. ત્યાં દોષ છે. તેથી એ યથાર્થ સમ્યગ્દર્શન નથી. શ્રદ્ધાનો બાહ્ય વિકલ્પ અને નિર્વિકલ્પ શ્રદ્ધા બે જુદી જુદી ચીજ છે. ૭. તે શુદ્ધ નયનો વિષયભૂત આત્મા પૂર્ણ જ્ઞાનઘન છે, જ્ઞાનનો પિંડ છે. જેમાં શરીર, મન, વચન, કર્મનો પ્રવેશ નથી, પણ પર્યાયમાં જે દયાદાન આદિ જે વિકલ્પ, રાગ ઊઠે તેનો પણ પ્રવેશ નથી. શુદ્ધ નયની હદે પહોંચતા આત્મા લોકાલોકને જાણવાની શક્તિવાળો સર્વજ્ઞ સ્વભાવી જણાય છે. આવા આત્માનું શ્રદ્ધાન કરવું તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. વ્યવહાર નયના ઉપદેશથી એમ ન સમજવું કે આત્મા પર દ્રવ્યની કિયા કરી શકે છે, પણ એમ સમજવું કે વ્યવહારોપદષ્ટિ શુભ ભાવો આત્મા વ્યવહાર કરી શકે છે. ૯. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું કે આત્મા શુભ ભાવો કરવાથી શુદ્ધતાને પામે છે, પરંતુ એમ સમજવું કે સાધક દશામાં ભૂમિકા અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતા નથી. ૧૦. આત્મા આવા શુભરાગના ભાવોને માત્ર જાણે છે પણ એમાં કાંઈ ફેરફાર કરી શકતો નથી. આત્માનું કાર્ય માત્ર નિયમથી જાણવાનું જ છે – એ પણ વ્યવહારથી કહેવાય છે. ખરેખર તો આત્મા ફક્ત પોતાને જ જાણે છે. “જાણનારો જણાય છે, થવા યોગ્ય થાય છે.” ૩. સારઃ ૧. આટલું કરવા છતાં પણ પોતે અટકે છે કેમ કે રુચિ ત્યાંની ત્યાં છે. કરું....કરું..ની દષ્ટિ છૂટતી નથી. કરવા-ફરવાનું છે જ ક્યાં? કોઈ જડ કિયાતો કરવાની નથી. રાગને કરવાનું તો છે જ નહિ અને આત્મામાં પણ અનંત ગુણ છે તેનું પરિણમન પણ સમયે સમયે થઈ રહ્યું છે. તેને પણ શું કરે? ફક્ત તેના પરથી દષ્ટિ છોડીને અંદરમાં જ્યાં જ્ઞાયક પરમાત્મા બિરાજમાન છે ત્યાં જવાનું છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨. એકલો પુરુષાર્થ કરું....કરું....કરું એવી એકાંત પુરુષાર્થની બુદ્ધિ રહે તો તે એકાંત પુરુષાર્થન બુદ્ધિ પણ મિથ્યાત્વ છે. પાંચ સમવાય ભેગા આવવા જોઈએ. (૧) સ્વભાવ : (૨) નિયતિ (૩) નિમિત્ત દરેક વસ્તુને સ્વભાવથી જોવાની ટેવ પાડ. થવા યોગ્ય થાય છે - બધું ક્રમબદ્ધ છે. : દરેક કાર્ય વખતે યોગ્ય નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી. દરેક કાર્ય સહજ રીતે એના સ્વકાળે જ થાય છે, ઉતાવળ કરવાથી કાર્ય બગડે છે. : ૪૬ (૪) કાળલબ્ધિ : (૫) પુરુષાર્થ : ‘‘માત્ર હું જ્ઞાયક છું’’ તેની ઓળખાણ, શ્રદ્ધા, પ્રતીતિ-અનુભવ એ જ પુરુષાર્થ છે. આ પાંચે સમવાય સાથે આવે ત્યારે સહજરૂપ પુરુષાર્થથી સમ્યગ્દર્શન પામે. સ્વભાવ સહજ છે, અનુભવ સહજ છે, સંપૂર્ણ પ્રક્રિયા પણ સહજ જ છે-જીવનમાં આવી સહજતા આવવી જોઈએ. ૩. જુઓ આ ઈટોપદેશ : પોતે જ શેય અને પોતે જ જ્ઞાતા થઈને અનુભવ કરી શકે એવી શક્તિનું સત્ત્વ છે. શેય થવા માટે કે જ્ઞાતા થવા માટે બીજાની જરૂર પડે એવું પરાધીન વસ્તુનું સ્વરૂપ નથી. બધું નિરપેક્ષ છે. સર્વજ્ઞ ભગવાને જેવો આત્મા જોયો-જાણ્યો તેવો જ કહ્યો છે. ભગવાન હરખ જમણ જમાડે છે. ભાઈ ! તું હરખ લાવીને તારા સ્વભાવનો વિશ્વાસ કરી જ્ઞાનનો દોર તેમાં બાંધ. પરમાં ક્યાંય હરખ લાવવા જેવું નથી. પોતે પોતાનું સ્વરૂપ સમજી, મહિમા લાવી તેમાં જ ઠરી જવાનું છે-બસ આટલું જ ! ૪. સવિકલ્પ દશા વખતે જ હું દ્રવ્ય સ્વભાવે નિર્વિકલ્પ સહજ પરમ તત્ત્વ છું એમ જેને પર્યાયમાં સ્વીકાર આવ્યો ત્યાં તે જીવને ભાવકર્મનું કર્તાભોક્તાપણું છૂટી ગયું ને માત્ર જ્ઞાતા રહી ગયો. એ રીતે ભાવ કર્મનું કર્તા-ભોક્તાપણું છૂટી જતાં તે જીવને દ્રવ્ય કર્મનો પણ નિરોધ થઈ જાય છે. ને દ્રવ્ય કર્મ અટકી જતાં સંસારનો પણ નિરોધ થઈ જાય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૪૭ એક અખંડ એકરૂપ જ્ઞાયક સ્વભાવનો સ્વીકાર આવતાં સંસાર અટકી જાય છે. ‘“હું શાયક છું’’ એટલું જ સંક્ષિપ્ત કરી નાંખો. ૫. કોઈ પરિણામને હું ફેરવી શકું નહિ, માત્ર જાણું એવો મારો સ્વભાવ છે; એમ જ્ઞાનસ્વભાવની પ્રતીતમાં સમ્યક્ત્વ-પરિણામનો ઉત્પાદ છે ને એમાં મિથ્યાત્વનો વ્યય છે જ, એટલે મિથ્યાત્વ ટાળું ને સમ્યક્ત્વ પ્રગટ કરું એ વાત નથી રહેતી. ૬. પ્ર. જીવ રાગ-દ્વેષની પર્યાયને ન ફેરવી શકે, પણ શ્રદ્ધાની પર્યાયને ફેરવી શકે એમ ને ? ઉ. : બધી પર્યાયને ફેરવી શકે; ન ફેરવી શકાય એમ નક્કી કરવા જાય ત્યાં દૃષ્ટિ સ્વભાવ ઉપર જાય ત્યાં પર્યાયની દિશા જ આખી ફરી જાય છે. જ્ઞાન સ્વભાવ છું એમ નિર્ણય કર્યો ત્યાં બધું જેમ છે તેમ છે, ફેરવવું ને ન ફેરવવું શું ?જેમ છે તેમ છે. નિયતનો નિશ્ચય કરવા જાય ત્યાં જ સ્વભાવનો પુરુષાર્થ સાથે જ છે, અને રાગ પણ મંદ પડી ગયો છે. જ્ઞાન સ્વભાવ છું એમ નક્કી થઈ ગયું પછી બધું જેમ છે તેમ છે. ગ્રહવા યોગ્ય બધું ગ્રહાઈ ગયું ને છોડવા યોગ્ય બધું છૂટી ગયું. જ્ઞાતાનો પુરુષાર્થ ચાલુ જ છે. રાગ ઘટતો જાય છે એટલે પૂર્ણ વીતરાગતા થઈ જશે. જ ૭. ક્રમબદ્ધમાં પુરુષાર્થ ઊડી જાય એવો અજ્ઞાનીને ડર લાગે છે. પણ ખરેખર તો ક્રમબદ્ધ માને તેની દૃષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. એમાં જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધ માનતા ફેરફારની દૃષ્ટિ છૂટી જાય ને સામાન્ય દ્રવ્ય ઉપર દૃષ્ટિ જાય, એ જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધ નક્કી કરવા જાય ત્યાં હું પરનું કરી દઉં, વ્યવહારથી નિશ્ચય થાય એ બધું ઊડી જાય ને અંદર ઠરી જવાનો રસ્તો થાય. ૮. અરે પ્રભુ ! તું પૂર્ણાનંદનો નાથ છો ને ! તારી સત્તા છે.........ને છે. ત્યાં નજર જતી નથી. તારી એક સત્તાના બે સત્ છે. એક ત્રિકાળી સત્ દ્રવ્ય સ્વભાવ અને બીજું વર્તમાન પર્યાય સ્વભાવ. સ્વભાવ દૃષ્ટિથી પર્યાય સ્વભાવને જોઈએ તો જે દ્રવ્ય સામાન્યનુંશાયકનું-ભગવાનનું લક્ષ કરે છે તે સ્વાભાવિક પર્યાય સ્વભાવ અને બીજું જે પરનું લક્ષ કરે છે તે વિભાવ પર્યાય સ્વભાવ. જ્ઞાન તે હું એમ જે જ્ઞાનનું સ્વાભાવિક પરિણમન થયું તે જ્ઞાનની ક્રિયા સ્વભાવભૂત છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પર્યાય સ્વ દ્રવ્ય તરફ ઢળતાં જે જ્ઞાનની ક્રિયા તે ધર્મ ક્રિયા છે. તેમાં માત્ર જ્ઞાયક-જાણનારો જણાય છે. જાણવું....જાણવું...જાણવું એવો જે જ્ઞાન સ્વભાવ અને આત્મા બંને એક અભેદ છે. જ્ઞાનમાં વર્તે છે, તે આત્મામાં વર્તે છે, પોતામાં વર્તે છે. નજરના પુરુષાર્થમાં આખો ભગવાન દેખાય છે. સંસારીમાં અને સિદ્ધમાં ક્યા નયથી ભેદ પાડવા? શુદ્ધ નયને જ ગણવામાં ગણતરીમાં લેવામાં આવી છે. વ્યવહારનો તો ઉપહાસ કરવામાં આવ્યો છે. જ્યાં સંસારીમાં ને સિદ્ધમાં કાંઈ પણ ભેદ નથી તો કયા નયથી ભેદ જાણવાં? જેમ (દીપક વડે) પ્રકાશવામાં આવતા ઘટાદિક (પદાર્થો) દીપકના પ્રકાશપણાને જ જાહેર કરે છે - ઘટાદિપણાને નહિ. તેમ (આત્મા વડે) ચેતવામાં આવતા રાગાદિક (અર્થાત્ જ્ઞાનમાં શેયરૂપે જણાતાં રાગાદિક ભાવો) આત્માના ચેતકપણાને જ જાહેર કરે છે-રાગાદિકપણાને નહિ. ૪. નવ તત્ત્વ: જીવાદિ નવ તત્ત્વ ભૂતાર્થ નયથી જાણે તે સમ્યગ્દર્શન જ છે. વસ્તુસ્થિતિનો આ નિયમ છે. હવે તેનું કારણ સમજાવતા કહે છે-તીર્થની-વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થનયથી જીવ-અજીવ આદિ નવ તત્ત્વો કહેવામાં આવે છે. તે આ પ્રમાણે છે: (૧) જીવ : એક સમયની જીવની પર્યાય તે અહીં જીવ કહે છે. (૨) અજીવઃ અજીવનું જે જ્ઞાન થાય છે તેને અહીં અજીવ કહે છે. (૩) પુણ્ય : દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ આદિનો ભાવ તે પુણ્ય ભાવ (૪) પાપ : હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ભોગ આદિ ભાવ, આ રળવા કમાવાનો ભાવ, દુકાન ચલાવવાનો, તે પાપ ભાવ છે. (૫) આસ્રવ: આ એટલે મર્યાદાથી-સ્ત્રવવું એટલે આવવું. મર્યાદાથી કર્મનું આવવું તે આસ્રવ છે. જેમ વહાણમાં છીદ્ર હોય એને લઈને પાણી અંદર આવે તેમ આત્મામાં પુણ્ય-પાપના ભાવ થાય તો એના સંબંધમાં નવા (કર્મના) આવરણ આવે તે આસવ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪૯ (૬) સંવર : આત્મા શુદ્ધરૂપે પૂર્ણ છે; પૂર્ણ શુદ્ધના આશ્રયે શુદ્ધિનો અંશ પ્રગટે તે સંવર છે. કર્મનું અટકવું તે સંવર છે. (૭) નિર્જરાઃ સંવરપૂર્વક અશુદ્ધતાનું ખરવું, કર્મનું ગળવું અને શુદ્ધતાનું વધવું એ ત્રણેય નિર્જરા છે. (૮) બંધ : દયા, દાન આદિ જે વિકલ્પ ઉઠે એમાં અટકવું તે બંધ છે. (૯) મોક્ષ : વસ્તુ જ્ઞાયક સ્વરૂપ અબંધ છે. તેમાં પૂર્ણ સ્થિરતા થતાં પૂર્ણ નિર્મળ દશા, પૂર્ણ શુદ્ધતા, પૂર્ણ વીતરાગતા પ્રગટ થવી એનું નામ મોક્ષ છે. જેનું પૂર્ણાનંદ સ્વરૂપ છે એનું નામ મોક્ષ છે. જેવું પૂર્ણાનંદસ્વરૂપ છે તેવો પૂર્ણ આનંદ પ્રગટ થઈ જવો તે મોક્ષ છે. સર્વ કર્મના ક્ષયને મોક્ષ કહે છે. ૫. કેવી છે તે આત્મજ્યોતિ? કેવી છે તે આત્મજ્યોતિ કે જે નવ તત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં-જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એમ નવ તત્ત્વમાં વ્યાપ્ત હોવા છતાં પોતાના એકપણાને છોડતી નથી. નવમાં રહેલી દેખાતી હોવા છતાં પોતાના શુદ્ધ જ્ઞાયકભાવપણે એકપણે જ રહે છે. આત્માની એક એક શક્તિ પરિપૂર્ણ છે. એવી અનંત શક્તિઓનો પિંડ આત્મવસ્તુ પરિપૂર્ણ એક સ્વરૂપ છે. તે નવ તત્ત્વોમાં રહેલો દેખાતો હોવા છતાં પોતાનું એકપણું છોડતો નથી. જ્ઞાયક છે તે રાગમાં છે, ષમાં છે એમ દેખાય, શુદ્ધતાના અંશમાં દેખાય, શુદ્ધતાની વૃદ્ધિ થાય તેમાં દેખાય છતાં જ્ઞાયક ચૈતન્યજ્યોતિ પોતાનું એકપણું છોડતી નથી. ભગવાન આત્મા નવ તત્વમાં ભેદરૂપ થયેલો દેખાય છતાં તે જ્ઞાયકપણાને છોડતો નથી, જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક એમ જ્ઞાયક સામાન્ય એકપણે જ રહે છે. એ નિર્મળાનંદ ભગવાન આત્માની પ્રસિદ્ધિ કરવી હોય તો એના એકપણાની-સામાન્ય સ્વભાવની દષ્ટિ કરવી જોઈએ. ત્યારે જ તેની સાચી પ્રતીતિ અને સાક્ષાત્કાર થાય છે, તેને સમ્યગ્દર્શન કહે છે. નવ તત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેકરૂપ દેખાય છે. જે તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય ચમત્કારમાત્ર જ્યોતિને છોડતો. નથી. આત્મા જ્ઞાયક સ્વરૂપ પરના જાણવા કાળે અજીવને જાણે, રાગને જાણે, Page #83 -------------------------------------------------------------------------- ________________ પ૦ વૈષને જાણે, શરીરને જાણે. ત્યાં જાણપણે પોતે પરિણમે છે, જ્ઞાન સ્વરૂપે કાયમ રહીને પરિણમે છે. જ્ઞાન પરપણે થઈને પરિણમે છે એમ નથી. જ્ઞાન જ્ઞાનપણે રહીને પરને જાણે છે. પરને જાણતાં પર શેયાકાર જ્ઞાન થયું એમ કહેવાય - પણ તે જ્ઞાનપણું છોડીને જોયાકાર થઈ ગયું છે એમ નથી. ત્રિકાળી જ્ઞાયક ભાવને જ્ઞાયક....જ્ઞાયક..જ્ઞાયક... સામાન્યને શુદ્ધ નયથી જાણ્યો એ સમ્યગ્દર્શન છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ આત્મ ભાવના “હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદરૂપ એક સ્વભાવ છું, નિર્વિકલ્પ છું, ઉદાસીન છું, નિજ નિરંજન શુદ્ધાત્માના સમ્યક્ શ્રદ્ધાન, જ્ઞાન અનુષ્ઠાનરૂપ નિશ્ચય રત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપસુખાનુભૂતિ માત્ર લક્ષણ દ્વારા સ્વસંવેદન જ્ઞાન વડે સંવેધ, ગમ્ય, પ્રાપ્ય ભરિતાવસ્થ છું. ' રાગ-દ્વેષ-મોહ-ક્રોધ-માન-માયા-લોભ-પંચેન્દ્રિય વિષય વ્યાપાર, મનવચન-કાય વ્યાપાર, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ-ખ્યાતિ-પૂજા-લાભ દષ્ટ શ્રુત અનુભૂત ભોગ-આકાંક્ષારૂપ નિદાન-માયા-મિથ્યા ત્રણ શલ્ય આદિ સર્વવિભાવ પરિણામ રહિત છું, શૂન્ય છું. શુદ્ધ નિશ્ચયે હું આવો છું તથા ત્રણે લોક અને ત્રણે કાળે બધાય જીવ એવા છે-એમ મન-વચન-કાયથી અને કુત, કારિત, અનુમોદનાથી નિરંતર ભાવના કર્તવ્ય છે.” ભાવાર્થ: હું જ્ઞાન અને આનંદસ્વભાવી-તે જેનો “એક સ્વભાવ કે જેમાં ભેદનહિ, રાગ તો નહિ, પણ પર્યાયનો પણ ભેદ નહિ-સહજ જ્ઞાન, સહજ આનંદ જેનો એક સ્વભાવ છે, તે હું છું.” ચારે ય અનુયોગમાં “સારરૂપે તો વીતરાગતા' છે. અને વીતરાગતા તો ત્યારે પ્રગટે કે: “સહજ શાનાનંદહું ' એવી દષ્ટિ કરે તો પ્રગટે! એનો અર્થ “નો આશય કરવો.’ જેની પર્યાયબુદ્ધિ છૂટીને, ત્રિકાળી શુદ્ધ જ્ઞાન, સહજ શુદ્ધ જ્ઞાન, સ્વાભાવિક શુદ્ધ પવિત્ર જ્ઞાન અને આનંદતે હું છું. આમાં કોઈ વ્યવહારનો કર્તા છું કે રાગવાળો છું કે પર્યાયવાળો છું એમ લીધું નથી. “આવો હું છું' એવો વિકલ્પ ય નહિ. વસ્તુનું સ્વરૂપ “આ' છે. હું એક સ્વભાવી છું” જેમાં પરિપૂર્ણ ગુણ અને પરિપૂર્ણ સ્વભાવ એવો ભેદ નહિ. અનેકપણું કે એવા (ગુણ-ગુણીના) ભેદ નહિ-એવી એ તો પરિપૂર્ણ ગુણથી ભરેલી (અભેદ) ચીજ છે. એવી ભાવના ભાવવી. ભાવના એટલે વિકલ્પ અને ચિંતવનનહિ ભાવના એટલે એવા સ્વભાવમાં એકાગ્ર થવું. આવા ભાવમાં હું આ છું'(એકાગ્રતા થઈ) પછી એવી સ્વભાવીકારે તો પર્યાય થઈ. સમકિત તો “નિર્વિકલ્પ-સહજ-જ્ઞાનાનંદ-શુદ્ધ હું એક સ્વભાવી છું' એવી અંતરમાંવર્તમાન જ્ઞાનની પર્યાયમાં આ પૂર્ણ (સ્વભાવ) શેય થઈને, જ્ઞાન થઈને-પ્રતીતિ કરવી, તે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ પર અધ્યાત્મ એટલે કે : ‘તું પૂર્ણ સ્વરૂપ’ તે ‘અધ્યાત્મ’. આત્માના આશ્રયે કથન તે ‘વાણી’ અને આત્માના આશ્રયે ભાવ તે ધર્મ’. ‘હું નિર્વિકલ્પ છું’ વિકલ્પ અર્થાત્ ભેદ, જેમાં નથી, (એવો) અભેદનિર્વિકલ્પ સ્વરૂપ છું. ‘નિર્વિકલ્પ-અભેદ વસ્તુ (હું) છું’ એવી દૃષ્ટિ થવી-અંતરમાં પરિણમવું-એને અહીં સમ્યગ્દર્શન અને આત્માની ભાવના કહેવામાં આવે છે. ‘આત્મા’ જે નિર્વિકલ્પ અને એક સ્વભાવી છે, એના ઉપરથી, ધર્મીની અંતર્મુખ દૃષ્ટિ એક સેકંડ-સમય માત્ર ખસતી નથી. (ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી ધગશ અને ધીરજથી ધખાવવી તે ધર્મનો ધારક ધર્મી ધન્ય છે !) - એ છે તો પર્યાય; પણ એ (પર્યાય) એમ કહે છે કે : હું ‘આ’ (ધ્રુવ) છું. ‘હું ઉદાસીન છું’ - મારું આસન ધ્રુવમાં છે. મારી બેઠક ધ્રુવમાં છે. પરથી તો ‘હું’ ઉદાસ છું, પણ પર્યાયથી પણ ‘હું’ ઉદાસ છું. ઉદાસીન એટલે ઉદ + આસીન-મારી બેઠક તો ધ્રુવ ઉપર છે. અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે, ત્યાં ‘મારી’ બેઠક છે. મારું અસ્તિત્ત્વ તેટલું, તે છે. બાકી ‘હું' તો પર્યાયથી પણ ઉદાસીન છું. ‘હું નિજ નિરંજન શુદ્ધ આત્મા છું' - મારું જે અંજન વિનાનું, મેલ વિનાનું (સ્વરૂપ) - શુદ્ધ આત્મા છું. મારા નાથને આવરણ નથી. વસ્તુને - ભગવાન આત્માના સ્વભાવને - કોઈ અંજન મેલ નથી. એવો જે નિજ નિરંજન શુદ્ધ આત્માના સમ્યક્ શ્રદ્ધાન'' એવા શુદ્ધ આત્માની સમ્યક્ શ્રદ્ધા એની વાત છે. જ્ઞાનીની આરાધના આરાધવી, એટલે માનવી - જ્ઞાનીની આજ્ઞા એ છે કે ‘તું આવો (શુદ્ધ આત્મા) છો ! - તેની શ્રદ્ધા કર, અનુભવ કર ‘ અને ’મને પણ માનવું છોડી દે’ અને ‘તારી પર્યાયનો જેટલો પણ (પોતાને) માનવું છોડી દે !’ નિજ નિરંજન શુદ્ધ આત્માનું જ્ઞાન, તેનું નામ જ્ઞાન શાસ્ત્ર ભણવું એ જ્ઞાન તે કાંઈ જ્ઞાન નથી. એ તો પરદ્રવ્ય છે. નિજ નિરંજન શુદ્ધ આત્માનું સમ્યક્ (આચરણ) એ અનુષ્ઠાન છે. અનુષ્ઠાન એટલે ચારિત્ર. ત્રિકાળી આનંદકંદના નાથમાં રમણતા - તે સમ્યક્ આચરણ. મહા વ્રતાદિના વિકલ્પ - તે કાંઈ આત્માનું ચારિત્રનથી. ‘‘નિજ નિરંજન શુદ્ધ આત્માના સમ્યક્શ્રદ્ધાનજ્ઞાન-અનુષ્ઠાનરૂપ નિશ્ચય રત્નત્રયાત્મક’” આ ત્રણેયને નિશ્ચય રત્નત્રય શબ્દ કહ્યો છે. ‘‘નિશ્ચય રત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિ'' અર્થાત્ શાંતિ ઉત્પન્ન થવી. શુદ્ધ આત્માની સમ્યક્શ્રદ્ધા, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ આચરણ - એનાથી નિર્વિકલ્પ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫૩ સમાધિ, રાગ વિનાની શાંતિ - એ સમાધિ થઈ. રત્નત્રયનું પરિણમન એ સમાધિ છે. એ સમાધિ આધિ-વ્યાધિ-ઉપાધિથી રહિત છે. ઉપાધિ અર્થાત્ સંયોગ જેમાં નથી, વ્યાધિ અર્થાત્ શરીરમાં રોગ છે તે ત્યાં નથી; આધિ અર્થાત્ મનમાં સંકલ્પ-વિકલ્પ તે ત્યાં નથી; એવી જે નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદ સુખાગ્નિભૂતિ માત્ર – રાગ રહિત સ્વાભાવિક આનંદરૂપ સુખ - એનો અનુભવ. આ નિશ્ચય રત્નત્રયનું સ્વરૂપ છે. એ ત્રણેય વીતરાગ પર્યાય છે. - સ્વાભાવિક આનંદ-સુખની અનુભૂતિ માત્ર જેનું “લક્ષણ છે, એવા લક્ષણ દ્વારા સ્વસંવેદન જ્ઞાન વડે, સ્વ = પોતાના + વેદન, આનંદના વેદન વડે, વીતરાગી સહજાનંદના સુખનાવેદન વડે ‘સ્વસંવેદ્ય' પોતાથી દવા યોગ્યગ” છું. આત્મા'નું ત્રિકાળી જેવું સ્વરૂપ છે તેવું અનુભવમાં લેવું તેનું નામ “આત્મભાવના છે, એ મોક્ષનો માર્ગ છે. પોતાના સ્વસંવદનથી તે ગમ્ય છે. નિર્વિકલ્પ, ઉદાસ, ત્રિકાળી શુદ્ધ ચૈતન્યરત્ન - એની એકાગ્રતા - એનું સ્વસંવેદન-એનું વેદન-અનુભવ પોતે પોતાથી પ્રત્યક્ષ થઈ શકે છે ! અનાદિથી પર્યાયમાં જે પર્યાયની અને રાગની પ્રાપ્તિ છે, તે પર્યાય “આત્મામાં અંતર્મુખ થઈને સ્વસંવેદન કરે છે, તો જે (આત્મ) વસ્તુ છે તે પ્રાપ્ત થાય. હું મૂળ તો એવો શક્તિએ અને સ્વભાવથી ભરેલી દશાવાળો અવસ્થ - એટલે શક્તિવાળો છું. ભરિતાવસ્થ એટલે પરિપૂર્ણ સ્વરૂપ. “પરિપૂર્ણ સ્વરૂપ હું છું' રાગ નથી, નિમિત્ત નથી, અપૂર્ણતા પણ મારામાં નથી. હવે નાસ્તિથી કહે છેઃ રાગ-દ્વેષ-મોહથી રહિત છું. રાગમાં વ્યવહારરત્નત્રયનો વિકલ્પ પણ આવી ગયો. દેવ-ગુરુ-શાસ્ત્રના શ્રદ્ધા અને પરદ્રવ્ય તરફના વલણની દશારૂપે જે રાગ તેનાથી તો હું રહિત છું. જેનાથી હું રહિત છું તે રાગથી તે કેમ પમાય? “હેપ એટલે પ્રતિકૂળતા (પ્રત્યે અણગમો). પ્રતિકૂળ-અનુકૂળ જેવી કોઈ ચીજ જ નથી. એ તો જ્ઞાનમાં ‘પર શેય' તરીકે જણાવા લાયક વસ્તુ છે. “મોહ એટલે પર તરફના વલણવાળી દશા, સાવધાની. એનાથી રહિત છું. કોધ-માન-માયા-લોભ એ ચારે કષાયોથી રહિત છું. ક્રોધ-માન એ ફ્લેષમાં આવી જાય, માયા-લોભ એ રાગમાં આવી જાય. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પંચેન્દ્રિયના વિષય વ્યાપાર : ઈન્દ્રિયથી ભગવાનને જોવા અને ભગવાનની વાણી સાંભળવી એ વિષયના વ્યાપારથી હું રહિત છું. મન, વચન, કાયાના વ્યાપારથી પાર છે. ભગવાન આત્મા પોતે મન-વચન અને કાયાથી તો ભિન્ન / છે. દ્રવ્ય મન-ભાવ મનથી ભિન્ન છે. 'પ્રભુ’ તો એનાથી પણ રહિત છે; અંદર ભિન્ન છે. ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ એનાથી પ્રભુ આત્મા ભિન્ન છે. ભાવકર્મઃ પુણ્ય અને પાપ, દયા-દાન-વ્રત-ભક્તિ એ બધા ભાવકર્મ. ભાવકર્મ એટલે વિકલ્પની વૃત્તિ જે ઊઠે છે તે. ભાવકર્મ એટલે વિકારી પરિણામ. દ્રવ્યકર્મઃ જડકર્મ જે જ્ઞાનાવરણીય આદિ આઠ તેનાથી ભિન્ન છે. નોકર્મ એટલે શરીર-વાણી-મન અથવા બાહ્ય નિમિત્તો. ખ્યાતિ-પૂજા-લાભની આકાંક્ષાથી પ્રભુ રહિત છે. જે ભોગી દેખવામાં આવે છે, જે ભોગો સાંભળેલા છે અને જે ભોગો અનુભવેલા છે તેની આકાંક્ષાથી પ્રભુ રહિત છે. ઈચ્છારૂપી નિદાન હેતુથી તો પ્રભુ રહિત છે. માયા એટલે કપટ-કુટિલતા અને મિથ્યા એટલે ઊંડે ઊંડે કંઈ પણ રાગથી લાભ થાય-એ મિથ્યા શલ્ય-એવા ત્રણ શલ્યથી “પ્રભુ રહિત છે. કોઈ પણ સૂક્ષ્મ વૃત્તિનું નિદાન', ઊંડી ઊંડી ‘માયા અને ઊડે ઊંડે “મિથ્યાત્વ'નો વિપરીત માન્યતાનો સૂક્ષ્મ ભાવ એવા ત્રણ શલ્યથી “પ્રભુ રહિત છે. અને સર્વ વિભાવ પરિણામોથી “પ્રભુ રહિત છે. “વ સ્વભાવ' જ્ઞાન અને આનંદથી પરિપૂર્ણ પ્રભુ છે. સર્વ વિભાવ પરિણામોથી રહિત છું તો પછી વિભાવ પરિણામ કરતાં કરતાં કેવી રીતે સ્વભાવ પ્રાપ્ત થાય? “વીતરાગ ભાવ પ્રગટ થવાને માટે “સ્વદ્રવ્યનો આશ્રય છે. ત્રણ લોકમાં ત્રણે કાળે શુદ્ધ નિશ્ચય નયથી “પ્રભુ આવો છે. આવી આત્મભાવના નિરંતર ભાવવા જેવી છે. વીતરાગ ભાવ: ૧. સર્વ શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગ ભાવ છે. ૨. આત્મામાં પરની અપેક્ષા છોડીને, સ્વભાવની અપેક્ષા કરવી-તે વીતરાગ ભાવનું કારણ છે અને તે જ શાસ્ત્રનો સાર છે. ૩. પરની-નિમિત્તની-રાગની-પર્યાયની ઉપેક્ષા કરીને સ્વની-ત્રિકાળ ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મદ્રવ્યની અપેક્ષા કરે ત્યારે વીતરાગ ભાવ ઉત્પન્ન થાય છે. ભેદજ્ઞાન કરવું એ જ વીતરાગ ભાવનું કારણ છે, તે જ શાસ્ત્રનો સાર છે. ૪. છ દ્રવ્ય સ્વરૂપ લોક છે, અનંત જીવો છે, સ્વર્ગ-નરકાદિ છે, મોક્ષ પણ છે ઇત્યાદિ જેટલું વર્ણન શાસ્ત્રોમાં કર્યું છે તે બધાયનો સાર તો આત્માના સ્વભાવ તરફ વળીને વીતરાગ ભાવ પ્રગટ કરવો તે જ છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ૫. આત્માને રાગ-દ્વેષ-મોહ ભાવ થાય તે ભાવબંધ છે અને તેના નિમિત્તે પુલકર્મ બંધાય તે દ્રવ્યબંધ છે. ભાવબંધ પણ મિથ્યાત્વાદિ પાંચ પ્રકારે છે. આવી રીતે બંધ તત્વને ઓળખાવ્યું છે. તેને ઓળખીને પણ અબંધ સ્વભાવ તરફ વળવું તે તાત્પર્ય છે. બંધ અને બંધ તરફનો ભાવ તે બંનેથી પાર ચિદાનંદ અબંધ સ્વભાવને લક્ષમાં લેવો તે જ શાસ્ત્રનો હેતુ છે. બંધ છે તે મારું સ્વરૂપ નથી એમ જાણીને સ્વભાવ તરફનો પુરુષાર્થ કર. તારા ઊંધા પુરુષાર્થથી કર્મબંધ થયું છે ને સંસાર પરિભ્રમણ છે, તે તારા સ્વભાવ તરફના (વીતરાગ ભાવ) તરફના પુરુષાર્થથી તૂટી જાય છે. ૬. મોક્ષના બે ભેદ છે. (૧) દ્રવ્ય મોક્ષ (૨) ભાવ મોક્ષ. તેરમાં ગુણસ્થાને કેવળી ભગવાનને ભાવ મોક્ષ છે ને સર્વ કર્મ રહિત સિદ્ધ દશા પ્રગટી છે તે દ્રવ્ય મોક્ષ છે. - મિથ્યાત્વાદિ ભાવોથી જેટલે અંશે છૂટ્યો તેટલે અંશે મુક્તિ છે. ચોથા ગુણસ્થાને ધર્મને વસ્તુદષ્ટિ થઈ છે. તે વસ્તુદષ્ટિ (શ્રદ્ધા) અપેક્ષાએ તો મુક્ત જ છે. દ્રવ્ય તો મુક્ત જ છે અને તેના આશ્રયે પર્યાયમાં મુક્ત દશા પ્રગટે છે. આમ બંધ-મોક્ષના પ્રકારો વર્ણવામાં પણ શાસ્ત્રોનો હેતુ વીતરાગતા કરાવવાનો છે. સર્વજ્ઞદેવે કહેલાં શાસ્ત્રોમાં નિશ્ચય અને વ્યવહાર એવા બે પ્રકારે મોક્ષમાર્ગનું કથન છે.વસ્તુનિત્યરહીને પલટતીહોય,પરથી ભિન્નસ્વાધીન હોય, તોજ પોતાના મોક્ષ કાર્યને સાધી શકે. શુદ્ધ આત્માના શ્રદ્ધા-જ્ઞાનને એકાગ્રતા (રમણતા, તે જ નિશ્ચય મોક્ષમાર્ગ છે. પણ પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં વચ્ચે જિનેન્દ્રદેવની પૂજા-ભક્તિ વગેરેનો ધર્મરાગ આવે છે, પણ મોક્ષનું કારણ તો વીતરાગભાવજ છે. ત્યાંરાગનેઉપચારથી મોક્ષમાર્ગકહેવાય છે. ૮. જગતમાં દ્રવ્ય-ગુણ-પર્યાય બધું સત્ છે, તેને જેમ છે તેમ સમજવાનો આત્માનો સ્વભાવ છે, પણ તેમાં કોઈને કાઢી શકે કે નવું કરી શકે એવું એનું સામર્થ્ય નથી. જડ કિયાને જડ તરીકે જાણ, રાગને રાગ તરીકે જાણ, સ્વભાવ આશ્રિત વીતરાગી શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર પ્રગટે તેને નિશ્ચય મોક્ષમાર્ગ જાણ. પણ શરીરની ક્રિયાને મોક્ષનું કારણ ન માન, રાગને મોક્ષનું કારણ ખરેખર ન માન, સ્વભાવની રુચિ રાખીને રાગ થાય તેને જાણ, નિશ્ચય મોક્ષમાર્ગની સાથે વચ્ચે રાગ આવે છે તેને ઉપચારથી (આરોપથી) વ્યવહાર મોક્ષમાર્ગ કહીએ તેનું જ્ઞાન કરાવ્યું છે. પણ નિશ્ચય મોક્ષમાર્ગ તો વીતરાગ ભાવ જ છે. ૭. Page #89 -------------------------------------------------------------------------- ________________ - ૯. સ્વભાવની સન્મુખ થતાં આત્મા પોતે પોતામાં ઠરી જાય છે ને વીતરાગ ભાવ થાય છે. બહારના અવલંબને તો આકુળતા થાય છે. સ્વભાવ સન્મુખ થતાં જે સહજ શાંતિનું વદન થાય છે તે મોક્ષમાર્ગ છે. પરમ વીતરાગતા એક જ મોક્ષનું કારણ છે. ૧૦. કમબદ્ધ પર્યાયના સિદ્ધાંતનું પણ તાત્પર્ય વીતરાગતા છે. જીવને ક્રમબદ્ધ પર્યાયનો જ્યાં નિર્ણય થઈ જાય છે ત્યાં તે જ્ઞાતા દષ્ટા થઈ જાય છે. વીતરાગતા પોતાના ત્રિકાળી દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય છે. ૧૧. જ્ઞાયક ભાવ દષ્ટિમાં આવતાં નિમિત્તનું લક્ષ છૂટી ગયું અને નિમિત્તથી થતાં ભાવોનું લક્ષ છૂટી ગયું. એકલો જ્ઞાયક ભાવ દષ્ટિમાં આવતા નિમિત્તનૈમિત્તિક ભાવ રહેતા નથી. આમ ઉપાદાન અને નિમિત્તનું સાચું સ્વરૂપ સમજતા વીતરાગતા પ્રગટે છે. ૧૨. નવ તત્વનો અભ્યાસ પણ વીતરાગતા તરફ લઈ જાય છે. સહજ આત્મા સ્વરૂપ પૂર્ણાનંદનો નાથ જે ભગવાન આત્મા એને જોતાં આ નવ ભેદ દેખાતા નથી, રહેતા નથી, રાગ-દ્વેષ થતાં નથી-વીતરાગતા જ ઉત્પન્ન થાય છે. માટે સર્વ અભ્યાસનો સાર વીતરાગતા છે. જીવના એક સંબંધી વાક્યોનું દિગ્દર્શનઃ ૧. સમયસાર ગાથા ૩૮: ‘હું એક શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કંઈ અને તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે !” ૨. સમયસાર ગાથા ૭૩ઃ છું એક શુદ્ધ મમત્વહીન હું, જ્ઞાન દર્શન પૂર્ણ છું; એમાં રહી સ્થિત, લીન એમાં, શીઘ આ સૌ ક્ષય કરું.” ૩. પરમાર્થ છે નકી, સમય છે, શુદ્ધ, કેવળી, મુનિ જ્ઞાની છે, એવા સ્વભાવે સ્થિત મુનિઓ મોક્ષની પ્રાપ્તિકરે. - ગાથા ૧૫૧. ૪. ગાથા ૧૮૧, ૧૮૨, ૧૮૩ - સમયસાર “ઉપયોગમાં ઉપયોગ, કો ઉપયોગ નહિ જોધાદિમાં, છે ક્રોધ જોધ મહીં જ, નિશ્ચય કોધ નહિ ઉપયોગમાં -૧૮૧ ઉપયોગ છે નહિ અવિધ કર્યો અને નોકર્મમાં, કર્મો અને નોકર્મ કંઈ પણ છે નહિ ઉપયોગમાં.” - ૧૮૨ Page #90 -------------------------------------------------------------------------- ________________ - ૫૭ આવું વિપરીત જ્ઞાન જ્યારે ઉદ્દભવે છે જીવને, ત્યારે કાંઈ પણ ભાવ તે ઉપયોગ શુદ્ધાત્મા કરે.” -૧૮૩ ૫. પ્રવચનસાર ગાથા ૬૮માં કહે છે - નિશ્ચયથી હું આત્મા એક છું, હું દેહ નથી, હું મન નથી, હું વચન નથી. હું મન, વચન, કાયાનું કારણ પણ નથી. હું એનો કર્તા નથી. હું કરાવનાર નથી. એના કરનારનો અનુમોદનાર નથી. નિયમસાર ગાથા ૩૮માં કહે છે - નિગ્રંથ છે, નિષ્કામ છે, નિ:ક્રોધ, જીવ નિર્માન છે, નિ:શલ્ય, તેમ નિરાગ, નિર્મદ, સર્વ દોષ વિમુક્ત છે.” ૭. આત્મા પોતે જ આત્માનો સાચો ગુરુ છે; કારણ કે પોતાનામાં જ પોતાનું હિત કરવાની ઈચ્છા ઉદ્ભવે છે-પોતે જ પોતાના હિતને જાણે છે, પોતે જ પોતાને હિત સાધનમાં પ્રેરણા કરે છે. સહજ આત્મસ્વરૂપ પરમ ગુરુ ૮. જે પરમાત્મા છે તેવો જ હું છું, જે હું છું તે જ પરમાત્માનું સ્વરૂપ છે. તેથી હું મારી પોતાની ઉપાસના કરું છું, કોઈ બીજાની હું ઉપાસના કરતો નથી. ૯. આ જીવ અનાદિ અનંત છે, સ્વભાવથી નિશ્ચલ છે. સ્વાનુભવ ગમ્ય છે, પ્રગટ છે, ચૈતન્યરૂપ છે, પોતાના જ પૂર્ણ ઉદ્યોત સ્વરૂપ છે. • ૧૦. આત્મા જ સમ્યગ્દર્શન છે, સમ્યજ્ઞાન છે, સમ્યચ્ચારિત્ર છે એમ જાણો. આત્મા જ સંયમ, શીલ, તપ અને પચ્ચખાણ છે. ૧૧. હું નય-નિક્ષેપ-પ્રમાણ આદિ વિકલ્પોથી રહિત પરમ શાંત છું, હું એક ચૈતન્યરૂપ પ્રકાશ છું, હું શુદ્ધાત્માનુભવથી જ અનુભવ કરવા યોગ્ય છું. ૧૨. જે જે વસ્તુ કે અવસ્થા પરના (કર્મના) સંયોગથી આવે છે તે સર્વમારાથી ભિન્ન છે; તે સર્વને ત્યાગવાથી જ હું મુક્ત છું એવી મારી સમજણબુદ્ધિ સત્ય છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ * ૫૮ મોક્ષમાર્ગની સાધના ૧. સાધનાનોમઃ ૧. સાધનાનો અર્થ છે ધીરજપૂર્વક અભ્યાસ કરવો. ૨. અભ્યાસ કરવાથી પ્રવૃત્તિ અને રુચિ સહજ પરિવર્તન પામે છે. ૩. ગૃહસ્થ દશામાં છે, તો ત્યાં રહીને પણ પોતાની ભાવના વર્ધમાન કરતાં રહી શક્તિ વૃદ્ધિનો અભ્યાસ કરવો જરૂરી છે. ૪. બાહ્ય આડંબરથી દૂર રહી, અંતરંગ અભ્યાસ કરવાનો છે. તેમાં ગૃહસ્થને યોગ્ય સંવર તત્ત્વનો સમાવેશ થાય છે. ૫. આ અભ્યાસમાં અભિપ્રાય, સ્થિતિ અને શક્તિને ચકાસવાની આવશ્યકતા છે. ૬. પ્રથમ સાધકે પોતાના અભિપ્રાયમાં પરિવર્તન લાવવું આવશ્યક છે. ૭. ત્યાર પછી પોતાની પરિસ્થિતિ અનુસાર યથાશક્તિ સાધના કરવી જોઈએ. તેમાં શક્તિને ગોપવવી નહિ કે શક્તિથી અધિક માત્રામાં ત્યાગાદિમાં પ્રવૃત્ત થવું નહિ. જીવનની પરિસ્થિતિ પ્રમાણે સમતુલા રાખીને માર્ગ ગ્રહણ કરવો. સમતુલા ન બળવતાં અતિકામ કરે તો સાધક આગળ વધી શકતો નથી. ૯. સાધક પોતાની પ્રકૃત્તિ, શક્તિ અને સ્થિતિ અનુસાર વિવિધરૂપે સાધનાનો પ્રારંભ કરી શકે છે. તેમાં.... ૧૦. દેવપૂજા, ગુરુ ઉપાસના, સત્સંગ, સ્વાધ્યાય વગેરે સ્વરૂપની સમજણ માટે છે. સંયમ, દાન, તપ, ત્યાગ...વગેરે વૈરાગ્યના અભ્યાસ માટે છે. વિકલ્પ, ઇચ્છા, આસક્તિ અથવા તે વસ્તુ પ્રત્યેનું અંતરંગ મમત્વ તેમાં અનુભવાતી મિઠાસ કે રુચિનો ત્યાગ થવો તે સાચો ત્યાગ છે. ૨. સંસારનું મૂળ મિથ્યાત્વ છેઃ ૧. પોતાના પરિણામ સુધારવાનો ઉપાય કરવો યોગ્ય છે; માટે સર્વ પ્રકારના મિથ્યા ભાવ છોડી સમ્યગ્દષ્ટિ થવું યોગ્ય છે. કારણ કે સંસારનું મૂળ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ સમાન અન્ય કોઈ પાપ નથી. Page #92 -------------------------------------------------------------------------- ________________ પ૯ ૨. એક મિથ્યાત્વ અને તેની સાથે અનંતાનુબંધીનો અભાવ થતાં એકતાલીસ કર્મ પ્રવૃત્તિઓનો બંધ તો મટી જ જાય છે, તથા સ્થિતિ અંત:કોડાકોડી સાગરની રહી જાય છે અને અનુભાગ પણ થોડો જ રહી જાય છે. થોડા જ કાળમાં તે મોક્ષપદ પામે છે. ૩. પણ મિથ્યાત્વનો સદ્ભાવ રહેતાં અન્ય અનેક ઉપાય કરવા છતાં પણ મોક્ષ થતો નથી. માટેહરકોઈ ઉપાય વડે પણ સર્વપ્રકારથી એ મિથ્યાત્વનો નાશ કરવો યોગ્ય છે. ૪. કર્મ વગેરે પરને લીધે જીવના પરિણામ બગડતા-સુધરતા નથી, પણ પોતાના ઉદ્યમથી જ પરિણામ બગડે-સુધરે છે, તેથી એવો ઉપદેશ છે કે પોતાના પરિણામ સુધારવાનો ઉદ્યમ કરવો યોગ્ય છે. ૫. માટે સર્વ પ્રકારના મિથ્યા ભાવો છોડી સ્વભાવ સમ્મુખ થઈને સમ્યગ્દષ્ટિ થવું યોગ્ય છે. સમ્યગ્દર્શન જ પરમ હિતનો ઉપાય છે. આ ૬. સમ્યગ્દર્શન વગર શુભ ભાવ કરે તો પણ કલ્યાણ નથી; કેમ કે સંસારનું મૂળ મિથ્યાત્વ છે. ૭. મિથ્યાત્વ જતાં (શુદ્ધોપયોગ થતાં) જીવની એટલી શુદ્ધ પરિણતિ થઈ કે તે જીવની દુર્ગતિનો પ્રશ્ન જ ઊભો થતો નથી. જુઓ, આ સમ્યગ્દર્શનનો આ પ્રતાપ! સમ્યગ્દર્શન થતાં અલ્પકાળમાં જીવ અવશ્ય મોક્ષ પદ પામે છે. - આ ઉપાયથી જીવનું કલ્યાણ થાય છે માટે હર કોઈ ઉપાય વડે પણ | સર્વ પ્રકારથી એ મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શન પ્રગટ કરવું યોગ્ય છે. ૩. સાધકનો ધ્યેય? ૧. અંતરમાં શાયકનું લક્ષ અને બહારમાં દેવ-શાસ્ત્ર-ગુરુને હૃદયમાં રાખવા. જ્ઞાયકની સમીપમાં જીવન ગાળવું, તે એક જ ધ્યેય રાખવા જેવું છે. ૨. આત્મા અને આસવોનો ભેદ કરવાનો છે. આસવો આકુળતારૂપ છે અને ભગવાન આત્મા નિરાકુળરૂપ છે. વિભાવ દુ:ખરૂપ છે, દુ:ખનું કારણ છે, બધું દુઃખનું ફળ તેમાંથી આવે છે. આત્મા સુખરૂપ છે, સુખનું કારણ છે, બધું સુખ આત્મામાંથી આવે છે. ૩. જ્ઞાયક આત્માને જાણો ક્યારે કહેવાય? આસ્રવોથી (વિભાવથી) નિવૃત્તિ થાય અને સ્વભાવમાં પરિણતિ થાય. આનંદઘન આત્માને પ્રગટ કરવાનો છે. તેનું ધ્યેય રાખવા જેવું છે. તે તરફ પરિણતિ કરવી. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ૪. આત્માનો અને વિભાવનો સ્વભાવ ઓળખીને, તેના ભેદ પાડીને, સ્વમાં એકત્વ બુદ્ધિ અને પરથી વિભક્ત બુદ્ધિ કરવા જેવી છે. ૫. પરતું હું કરી શકું છું અને પર મારું કાર્ય છે’ એવી કર્તા-કર્મની પ્રવૃત્તિમાં અનાદિથી પોતાને ભૂલી ગયો છે. પણ ‘સ્વભાવનું પરિણમન કરનારો તે હું અને સ્વભાવ મારું કાર્ય' એમ પરિણતિ પ્રગટ થાય તે મુક્તિનું કારણ છે. આત્મા જ્ઞાનનું ધામ-સુખનું ધામ છે તેવી પરિણતિ પ્રગટ કરવી. ૬. દેવ-ગુરુ-શાસ્ત્રનું સાનિધ્ય તો મળ્યું પણ અંતરનું સાનિધ્ય કેમ પ્રગટે તે કરવા જેવું છે, તેની જ સમીપતા, અદ્ભુતતા લાવવા જેવી છે. ૭. જ્ઞાયકના ધ્યેયપૂર્વકનું જીવન તે ખરું જીવન છે. હું અનાદિથી બહારના પદાર્થોને જાણું છું એ ભ્રમ-મિથ્યા માન્યતા છે. જે જ્ઞાન પર લક્ષી છે તે અજ્ઞાન છે. મારું જ્ઞાન-જ્ઞાયકને જ જાણે છે. ખરેખર તો જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, જાણનારો જણાય છે. આ રીતે એકત્વ, મમત્વ, કતૃત્વ, ભોકતૃત્વ અને જ્ઞેયત્વબુદ્ધિ કાઢવાની છે. ૪. સાચી સમજણ અને વ્રતાદિનો ક્રમ : ૧. સમ્યગ્દર્શન વગર આત્મકલ્યાણનો બીજો કોઈ ઉપાય ત્રણ કાળ ત્રણ લોકમાં નથી. ૨. માટે જ્યાં સુધી સમ્યગ્દર્શનનું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી એનો જ અભ્યાસ નિરંતર કર્યા કરવો. ૩. આત્મસ્વભાવની સાચી સમજણનો જ પ્રયત્ન કર્યા કરવો. એ જ સરળ અને સાચો ઉપાય છે. ૪. સ્વભાવની રુચિપૂર્વક જે જીવ સત્ સમજવાનો અભ્યાસ કરે છે તે જીવને ક્ષણે ક્ષણે મિથ્યાત્વ ભાવ મંદ પડતો જાય છે. ૫. કોઈ જીવ એમ માને કે ‘ અત્યારે આપણે આત્મા સમજવાનું શું કામ છે ? પહેલાં રાગ ઘટાડીને ત્યાગ કરવા માંડો. આત્મા ન ઓળખાય ત્યાં સુધી વ્રત વગેરે કરવા, એમ કરવાથી ક્યારેક આત્મા ઓળખાશે' - એમ માનનાર મિથ્યાદષ્ટિ છે, તે મોક્ષમાર્ગના ક્રમનું ઉલ્લંધન કરે છે. આત્માને ઓળખ્યા વગર કોનો ત્યાગ ? અને શેનાં વ્રત ? ૬. પ્રથમ રાગ રહિત સ્વભાવને સમજ્યા વગર યથાર્થપણે રાગ ટળી જ શકે નહિ, અને વ્રતાદિ હોય જ નહિ. હજી જેનામાં આત્મભાન કરીને ચોથું જ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૬૧ ગુણસ્થાન પ્રગટ કરવાની તાકાત નથી તે જીવમાં વ્રતાદિ કે જે પાંચમા ગુણસ્થાને હોય છે તે પ્રગટ કરવાની તાકાત ક્યાંથી આવશે? ૭. આપણાથી વ્રત-તપ થાય પણ સાચી સમજણ ન થઈ શકે એમ જે માને છે તેને આત્મસ્વભાવની અરુચિ છે અને શુભ રાગની રુચિ છે, તે મિથ્યાદષ્ટિ છે. આત્મજ્ઞાન વિના શુભ ભાવ કરે તો પણ ધર્મ નથી, કેમ કે શુભ રાગ કરવો તે ધર્મનો ઉપાય નથી. ૮. માટે જ્યાં સુધી વિકાર રહિત સ્વભાવનું ભાન ન થાય ત્યાં સુધી સમજણનો જ પ્રયત્ન કર્યા કરવો, પરંતુ શુભ રાગ ધર્મનો ઉપાય છે એમ ન માનવું. શુભ રાગ કરતાં કરતાં ધર્મ પ્રગટે - શુદ્ધ ભાવ થાય એમ ન માનવું. છે. અધ્યાત્મ ઉપદેશ: ૧. અધ્યાત્મ ઉપદેશમાં આત્માનું સ્વરૂપ સમજવાની જ વાત મુખ્ય છે. જે સ્વરૂપ સમજ્યા વિના, પામો દુ:ખ અનંત...સ્વરૂપની સમજણ એટલે સમ્યગ્દર્શન કરવાની વાત જ છે. અને ૨. જેઓ આત્માનું સ્વરૂપ સમજવા રોકાણા છે તેમને કષાયની મંદતા, સાચા દેવ-શાસ્ત્ર-ગુરુનું બહુમાન, કુવાદિને ન માનવા, બ્રહ્મચર્યનો રંગ અને સ્વાધ્યાય વગેરેનો શુભ ભાવ આવે જ છે. ૩. જગતની પંચાતનું પાપ છોડીને આ એકલા આત્માની વાત સાંભળે છે, તે સમજવા રોકાય છે તેમાં જિજ્ઞાસા કેટલી છે? કષાયની મંદતા કેટલી છે? આ બધો શુભ રાગરૂપ વ્યવહાર જ છે. ૪. આત્માનું સ્વરૂપ સમજવાની રુચિ થઈ અને તેમાં રોકાયો તેટલે અંશે શું સંસાર પ્રત્યેનો વૈરાગ્ય ન આવ્યો? ૫. સત્ સમજવા ઇચ્છતા જિજ્ઞાસુને સતનું બહુમાન અને સતના નિમિત્ત તરીકે દેવ-ગુરુ-શાસ્ત્રનું અપાર બહુમાન હોય છે. આ રીતે શુભ રાગ ભકિત, કષાયની મંદતા, વૈરાગ્ય ઇત્યાદિ વ્યવહાર હોય છે. ૬. પરંતુ આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજવાની મુખ્યતામાં તે વ્યવહારને ગૌણ કરવામાં આવે છે. જો જિજ્ઞાસાથી આ માર્ગને બરાબર સમજે તો સત્યનો માર્ગ સીધો સટ સમ્યગ્દર્શનપૂર્વક કેવળજ્ઞાન ને મોક્ષ જ છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭. સત તરફની યથાર્થ જિજ્ઞાસા અને સમાં અર્પણતા તે સત્ સ્વરૂપ પામવાનો સ્વતંત્ર ઉપાય છે; આમાં પરાધીનતા નથી. તેમજ બુદ્ધિને ગીરવી મૂકવા જેવી વાત નથી. આગ્રહ છોડીને આત્માની દરકારથી પોતે સમજવા માગે તો પોતે જ સત્ સ્વરૂપ છે તેમાં અભેદ થાય. જો શુભ રાગમાં હરખ અને હોંશ કરશે તો તે શુભ રાગમાં જ અટકી જશે. પણ સ્વભાવની રુચિ કરીને તેમાં ઢળી શકશે નહિ, એટલે કે મિથ્યાત્વ ટળશે નહિ. જેનાથી મિથ્યાત્વન ટળે અને સંસારનો અંત ન આવે તેવો ઉપાય શું કામનો ? ૯. શુદ્ધાત્મ સ્વભાવને નિશ્ચય વડે જાણવાથી જ સમ્યગ્દર્શન પ્રગટે છે અને સમ્યગ્દર્શનથી જ અનાદિના સંસારનો અંત આવે છે. ૧૦. નિશ્ચયને જાણ્યા વગર વ્યવહારને પણ યથાર્થપણે ઓળખી શકાશે નહિ. ૧૧. અસંગ તત્ત્વનો અભ્યાસ કરવો, સત્યનું શ્રવણ કરવું તેમજ પ્રતિપાદન કરવું તે છે તો શુભરાગરૂપ વ્યવહાર જ. લૌકિક શુભ રાગ કરતાં સત્, પ્રત્યેનો આ રાગ જુદા પ્રકારનો છે. તે લોકોત્તર પુણ્યનું કાર્ય છે. ૧૨. સાધકને શુભ રાગ હોય છે તેનો નિષેધ કરવામાં આવતો નથી, પરંતુ તે રાગને મુક્તિના કારણ તરીકે માનવાનો નિષેધ જ્ઞાનીઓ કરે છે. રાગ મારા આત્મ સ્વભાવને મદદગાર નથી, એમ રાગ રહિત સ્વભાવની બરાબર દઢ રુચિ અને પ્રતીતિ કરવી તે જ મુક્તિનો માર્ગ છે. ૧૩. હે ભાઈ ! શુભ રાગ હોવા છતાં તું તારા આત્મા માટે એમ માને કે હું શુદ્ધ ચૈતન્ય જ્ઞાતા શાંતિ સ્વરૂપ છું, આ રાગ છે તે મારામાં રહેવા માટે છે નહિ, તે વિકાર છે. મારું સ્વરૂપ નથી. આમ સમજી રાગનો આદર છોડ અને આત્માની દઢ રુચિ કરીને અભેદસ્વભાવ તરફ ઢળ. આમ કરવાથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થઈને મોક્ષ થશે અને બંધ ભાવ છૂટી જશે. ૧૪. અહો ! અજ્ઞાનીને ચૈતન્યના વીતરાગી સ્વભાવનું અને વીતરાગી સમ્યગ્દર્શનનું માહાસ્ય નથી આવતું. પણ પંચ મહાવ્રતાદિ રાગનું માહાભ્ય આવે છે ! વીતરાગી સ્વભાવની રુચિ તથા ભરોસા વગર પંચ મહાવ્રતનો રાગ કર્યો તેમાં આત્માને શું ફળ? Page #96 -------------------------------------------------------------------------- ________________ ૬૩ ૧૫. પ્રથમ તો, પંચ મહાવ્રતના રાગથી આત્માને લાભ માનવો તે જ મિથ્યાત્વ છે, અને તે મહા પાપ છે. ૧૬. શુભ રાગ છે તે પોતે આકુળતા છે, તેનું અભિમાન કરીને અજ્ઞાની મિથ્યાત્વને દઢ કરે છે, અને તે શુભ રાગના ફળરૂપે જડનો સંયોગ આવે છે. ક્યારેય પણ તે રાગ વડે આત્માને લાભ થતો નથી. આ વાત બરાબર ધ્યાન રાખવી. ૧૭. છતાં પ્રથમ ભૂમિકામાં દેવ-શાસ્ત્ર-ગુરુની ઓળખાણપૂર્વક તેમનું બહુમાન, ભક્તિ, જ્ઞાનીઓનો સમાગમ, વૈરાગ્ય ઇત્યાદિ શુભ રાગ આવે છે. જ્ઞાનીની ભૂમિકામાં પણ તે હોય છે. ૧૮. હે જીવ! જો તમે આત્મકલ્યાણ ચાહતા હો તો સ્વત: શુદ્ધ અને સમસ્ત પ્રકારે પરિપૂર્ણ આત્મ સ્વભાવની રુચિ અને વિશ્વાસ કરો, તેનું જ લક્ષ અને આશ્રય કરો. કેમ કે સુખ સ્વાધીન સ્વભાવમાં છે. પર દ્રવ્યો તમને સુખ કે દુ:ખ દેવામાં સમર્થ નથી. પોતાના દોષથી પરાશ્રય વડે અકલ્યાણ કરી રહ્યા છો. ૧૯. સ્વદ્રવ્યમાં જ્ઞાન-શ્રદ્ધાન તથા સ્થિરતા કરો એ જ મુક્તિનો માર્ગ છે. સ્વ દ્રવ્યમાં બે પડખાં છે. એક તો ત્રિકાળી શુદ્ધ સ્વત: પરિપૂર્ણ નિરપેક્ષ સ્વભાવ છે અને બીજે ક્ષણિક વર્તમાન વર્તતી વિકારી હાલત છે. પર્યાય પોતે અસ્થિર છે, તેથી તેના લક્ષે પૂર્ણતાની પ્રતીતિરૂપ સમ્યગ્દર્શન નહિ પ્રગટે. પણ જે ત્રિકાળી સ્વભાવ છે તે સદા શુદ્ધ છે, પરિપૂર્ણ છે અને વર્તમાનમાં પણ પ્રકાશમાન છે, તેથી તેના આશ્રયે પૂર્ણતાની પ્રતીતિરૂપ સમ્યગ્દર્શન પ્રગટ થશે. ૨૦. એ સમ્યગ્દર્શન પોતે કલ્યાણ સ્વરૂપ છે અને તે જ સર્વ કલ્યાણનું મૂળ છે. જ્ઞાનીઓ સમ્યગ્દર્શનને કલ્યાણની મૂર્તિ' કહે છે. માટે હે જીવ! તમે સર્વ પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો અભ્યાસ કરો. ૬. મિથ્યાત્વ: પ્ર. : મિથ્યાત્વને સૌથી મોટામાં મોટું પાપ શા માટે કહ્યું? ઉ. : મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતા, ખોટી સમજણ. જીવ પરનું કરી શકે અને પુણ્યથી ધર્મ થાય એમ જેણે માન્યું તેને તે ઊધી માન્યતાથી એકેક ક્ષણમાં અનંતુ પાપ થાય છે. તે કઈ રીતે તે કહે છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ૧. પુણ્યથી ધર્મ થાય અને જીવ બીજાનું કરી શકે એમ જેણે માન્યું છે તેણે પુણ્યથી ધર્મ ન થાય અને જીવ પરનું કાંઈ ન કરી શકે એમ કહેનારા ખોટા છે એમ પણ માન્યું છે; અર્થાત્ પુણ્યથી ધર્મ ન થાય અને જીવ પરનું ન કરે એમ કહેનારા ત્રણે કાળના અનંત તીર્થંકરો, કેવળી ભગવંતો, ભાવ લિંગી સંત મુનિઓ, સમ્યગ્દષ્ટિ જ્ઞાનીઓ-બધાયને તેણે એક ક્ષણમાં ખોટા માન્યા છે. આ રીતે મિથ્યાત્વના એક સમયમાં ઊંધા વીર્યમાં અનંત સત્ નકારનું મહા પાપ છે. ૨. વળી જેમ હું -જીવ- પરનો અને પુણ્ય-પાપનો કર્તા છું તેમ જગતના સર્વ જીવો પણ સદાકાળ પર વસ્તુના અને પુણ્ય-પાપરૂપ વિકારના કર્તા છે એમ પણ મિથ્યાદષ્ટિ જીવના અભિપ્રાયમાં આવ્યું. એ રીતે ઊધી માન્યતાથી તેણે જગતના બધા જીવોને પરના કર્તા અને વિકારના ધણી ઠરાવ્યા, એટલે કે બધા જ જીવોના શુદ્ધ અવિકાર સ્વરૂપનું પોતાના ઊધા અભિપ્રાય વડે ખૂન કર્યું, અને એ રીતે પોતાની ઊંધી માન્યતા જ મહા હિંસક ભાવ છે તથા તે જ મોટામાં મોટું પાપ છે. ત્રિકાળી સત્નો એક સમય માટે પણ અનાદર તે જ સૌથી મોટું પાપ છે. ૩. વળી એક જીવ બીજાનું કરી શકે એટલે કે બીજા જીવો મારું કાર્ય કરે અને હું બીજા બધા જીવોનું કાર્ય કરું એમ મિથ્યાત્વી જીવ માને છે, તેથી જગતના બધા જીવો એકબીજાના ઓશિયાળા પરાધીન છે એમ તેણે માન્યું. જ્યારે જગતનો દરેક દ્રવ્ય સ્વતંત્ર, સ્વાધીન અને પોતાનું કાર્ય કરવા સંપૂર્ણ સામર્થ્યવાન છે એ સત્નો નકાર થયો. આ ઊધી માન્યતા મહા ઊંધી દૃષ્ટિનું સૌથી મોટું પાપ છે. શ્રી પરમાત્મા પ્રકાશમાં કહ્યું છે કે સમ્યક્ત્વ સહિત નરકવાસ પણ ભલો છે. પરંતુ મિથ્યાત્વ સહિત સ્વર્ગવાસ પણ બૂરો છે. આથી નક્કી થાય છે કે જે ભાવે નરક મળે છે તે અશુભ ભાવ કરતાં પણ મિથ્યાત્વનું પાપ ઘણું જ મોટું છે. આમ સમજીને જીવોએ સર્વથી પહેલાં સાચી સમજણ વડે મિથ્યાત્વનું મોટું પાપ ટાળવાનો અને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો ઉપાય કરવો જોઈએ. દુ:ખની નિવૃત્તિ સર્વ જીવ ઇચ્છે છે, અને દુ:ખ જેનાથી જન્મ પામે છે એવા રાગ-દ્વેષ અને અજ્ઞાનાદિદોષોની નિવૃત્તિ વિના, થવી સંભવતી Page #98 -------------------------------------------------------------------------- ________________ ૬૫ નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાનથી જ થાય છે બીજી કોઈ રીતે સંભવ નથી. આગમની આજ્ઞા જ્યાં સુધી અભિપ્રાયમાં અંશ માત્ર શુભ રાગનું અવલંબન રહે ત્યાં સુધી સંસાર વૃક્ષનું મૂળિયું એવું ને એવું રહે છે. પાપ છોડીને અજ્ઞાનપૂર્વક વ્રત-તપ-દયાશીલ-પૂજા વગેરે શુભ ભાવો ભૂતકાળમાં અનંતવાર કરી ચૂક્યો છે, પણ તેનાથી ભવ ભ્રમણનો અંત ન આવ્યો. રાગના આશ્રયની બુદ્ધિ ન છૂટી તેથી સંસારમાં જ રખડ્યો. અરે ભાઈ! એક ક્ષણિક પુણ્યવૃત્તિને ખાતર તું આખા મોક્ષમાર્ગને વેંચી રહ્યો છે ! ક્ષણિક પુણ્યની મીઠાસ આડે તું આખા નિજ ચિદાનંદ તત્ત્વનો આશ્રય છોડી દે છે. રાગની મીઠાસ આડે તું આખા મોક્ષમાર્ગને છોડી રહ્યો છે ને સંસારમાર્ગને આદરી રહ્યો છે, તો તારી મૂર્ખાઈનું શું કહેવું? બાપુ! મોક્ષની ઇચ્છાથી તે જ્યારે દીક્ષા લીધી હતી ત્યારે શુદ્ધાત્માના અનુભવરૂપ સામાયિકની પ્રતિજ્ઞા કરી હતી, પરંતુ તું તો શુભ રાગના અનુભવમાં જ અટકી ગયો, રાગથી ભિન્ન ચૈતન્યની તેં શ્રદ્ધા પણ ન કરી; મોક્ષના સાધનરૂપ સાચી સામાયિકને તે ઓળખી પણ નહિ. ચિદાનંદ સ્વભાવના શ્રદ્ધા-જ્ઞાન-અનુભવરૂપ સામાયિક મોક્ષનું કારણ છે એનો સ્વીકાર જેઓ નથી કરતા તેઓ રાગના અનુભવને જ મોક્ષનું કારણ માની તેમાં અટકે છે. ચૈતન્ય સ્વભાવનો પુરુષાર્થ તેમને જાગ્યો નથી. જેઓ વ્યવહારે અહંત ભગવાનના માર્ગને જ માને છે, ભગવાને કહેલ ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ વસ્તુ તથા નવ તત્ત્વો વગેરેને વ્યવહારે બરાબર માને છે પણ અંતરમાં રાગ અને ચૈતન્યની ભિન્નતાનું જ્ઞાન કરતા નથી ને સ્થૂલ લક્ષપણે શુભરાગમાં જ અટકી જાય છે. મોક્ષતો જ્ઞાન વડેપમાયછે, પુણ્ય વડે નહિ. જ્ઞાન સ્વભાવનો આશ્રય કરી જ્ઞાનપણે પરિણમવું તે જ મોક્ષનું કારણ છે. જેઓ અંતર્મુખ થઈને જ્ઞાન સ્વભાવનો આશ્રય કરે છે તેઓ જ મુક્તિ પામે છે, માટે જ્ઞાન સ્વભાવનો આશ્રય કરી જ્ઞાનરૂપે પરિણમવું તે જ આગમની આજ્ઞા છે. ૮. મિથ્યા અભિપ્રાયનું સ્વરૂપ ૧. એક સમયની પર્યાયમાં જ વેદન આવે છે. શક્તિમાં તો વેદન નથી. તેથી આ વેદન જ પ્રસિદ્ધ હોવાથી તેને જ અજ્ઞાની “આત્મા માની લે છે. ખરેખર તો આત્મા ક્ષણિક પર્યાયમાં જતો જ નથી, એવો ને એવો જ ત્રિકાળ રહે છે. તેમાં અહંપણું થયા વિના સુખ શાંતિ થઈ શકતી નથી. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૨. પોતાનું સુખ જોયું નથી. તેથી કોની સાથે મેળવે કે આ દેવ, ગુરુ આશ્રિત વૃત્તિ પણ દુ:ખ છે, એમ જાણે ! તેથી (અજ્ઞાનીએ) એકાંત દુ:ખને એકાંત સુખ માની લીધું છે. ૩. નિશ્ચયાભાસના નિષેધ માટે જ્યારે એમ કહેવામાં આવે છે કે સાંભળવાના ભાવ તો ગણધરને પણ આવે છે-અધ્યયનનો ભાવ તો મુનિઓને પણ આવે છે-વગેરે કથન આવે છે. તેમાં અજ્ઞાનીને વહેવારપક્ષની પુષ્ટિ થઈ જાય છે અને નિશ્ચયાભાસ થઈ જવાનો ડર (ભય) લાગે છે, તેથી નિશ્ચય ઉપર જોરદઇ શકતો નથી. અને વહેવારમાં ખેંચાઈ જાય છે-રાગમાં આદર ભાવ રહી જાય છે. ૪. અભિપ્રાયમાં જરાક જેટલી ભૂલ તે પણ પૂરી ભૂલ છે. પર્યાય ધ્યાન કરવાવાળી છે અને હું તો ધ્યાનનો વિષયભૂત છું. પર્યાય મારું ધ્યાન કરે છે. હું ધ્યાન કરવાવાળો નથી. હું ધ્યાન કરું તે વાતમાં અને હું ધ્યાન કરવાવાળો નથી - હું તે ધ્યાનનો વિષય છું એ વાતમાં થોડો ફેર લાગે છે, પરંતુ રાત-દિવસ જેટલો મોટો ફેર છે. એકમાં પર્યાયદષ્ટિ રહે છે, બીજામાં દ્રવ્યદષ્ટિ થાય છે એટલો મોટો ફેર છે. ૫. સાંભળવા વગેરેનો ભાવ જ્ઞાનીને-ગણધરને પણ આવે છે તો આપણને કેમ ન આવે? એવી વાતોના અવલંબનથી અજ્ઞાની જીવ એવા એવા પરાશ્રિત ભાવની પુષ્ટિ કરે છે. (મુનિને) વિકલ્પ અંશ ક્ષણ પૂરતો આવે છે ત્યારે કહે છે કે આકાશ વગેરેથી પણ ગુરુ મહાન છે. ગુરુની મહાનતામાં આકાશ તો રાઇના દાણા સમાન છે. તો એવું સાંભળીને વ્યવહારના પક્ષવાળો જીવ ત્યાં ચોંટી જાય છે કે એટલા મહાન છે તો હું વિનયાદિમાં બરાબર રહું, નહિ તો નિશ્ચયાભાસી થઈ જઈશ. પરંતુ ભાઈ ! નિશ્ચય ગુરુ તો પોતાનો આત્મા છે, તે પડ્યો રહ્યો !! સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ! ૭. દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેની જે મચક છે (શુભ ભાવ છે) તે પણ નુકસાન જ છે. તેમાં જીવ લાભ માની બેસે છે. કહે છે કે નિમિત્તથી લાભ થતો નથી, પરંતુ અભિપ્રાય તો લાભનો જ કરી રાખ્યો છે. તેથી ત્યાંથી પોતાની તરફ આવતો જ નથી. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૬૭ ૮. શાસ્ત્રમાં જ્ઞાન કરવાનું કહ્યું તો કેટલાક લોકો ચિંતવનમાં જ રોકાઈ ગયા અને પુરુષાર્થ કરવાનું કહ્યું તો વિકલ્પમાં જ રોકાઈ ગયા. ૯. પરિણામની મર્યાદા દેખતા રહેવાથી અપરિણામીનું જોર છૂટી જાય છે. અપરિણામીના જોરમાં પરિણામનું જ્ઞાન સહજ રહે છે. ૧૦. આની તો જરૂરીઆત છે ને, તેની તો જરૂરીઆત છે ને! (એવો ભાવ અજ્ઞાનીને રહે છે) અરે ભાઈ! પહેલાં હું અજરૂરીયાતવાળો છું તે તો નિર્ણય કરો ! ૧૧. પર્યાયને સ્વ સન્મુખ કરું-અંતરમાં વાળું અંતરમાં ઢાળું, એવી એવી પર્યાયના કર્તાપણાની સૂક્ષ્મ ભ્રાંતિ જીવને રહી જાય છે. પર્યાયનું મુખ બદલવું છે, તે અપેક્ષાએ તે વાત સાચી છે, પરંતુ ધ્રુવ ઉપર બેસતાં જ તે સ્વ સન્મુખપણું સહજ થાય છે. ૧૨. “રાગને શાનનું શ્રેય તો બનાવવું ને?' એ પ્રશ્ન ઊઠે છે. તો તેનું સમાધાન એ છે કે રાગને જ્ઞાનનું શેય બનાવવા જાય છે તે દષ્ટિ જ જૂઠી છે. સ્વયંને શેય બનાવ્યો, તો રાગ તેમાં (જુદો) જણાય જ છે. રાગને જોય શું બનાવવું છે ? ૯. કોઈ પણ રીતે આત્મ અનુભવ કરઃ દેહથી ભિન્ન ચૈતન્ય સ્વભાવે શોભી રહેલો એવો તારો આત્મા સંતો તને દેખાડે છે, તે દેખીને હે જીવ! તું પ્રસન્ન થા... આનંદિત થા...! ' રે ભાઈ! તું કોઈ પણ રીતે તત્ત્વનો કૌતુહલી થા. હિતની શિખામણ આપતા આચાર્યદવ કહે છે કે હે ભાઈ! ગમે તેમ કરીને તું તત્ત્વનો જિજ્ઞાસુ થા ને દેહથી ભિન્ન આત્માનો અનુભવ કર. દેહ સાથે તારે એકતા નથી પણ ભિન્નતા છે, તારો ચૈતન્યનો વિલાસ દેહથી જુદો છે, માટે તારા ઉપયોગને દેહ તરફથી ખસેડીને અંતરમાં વાળ. પરમાં તારું નાસ્તિત્વ છે, માટે તારા ઉપયોગને ઘર તરફથી પાછો વાળ. તારા ઉપયોગ સ્વરૂપ આત્મામાં પરની પ્રતિકૂળતા નથી, તેથી મરણ જેટલું કષ્ટ આવે તો પણ તેની દષ્ટિ છોડીને અંતરમાં જીવતા ચૈતન્ય સ્વરૂપની દષ્ટિ કર. મરીને પણ તું આત્માનો અનુભવ કર. જે જીવ દેહને, કર્મને તથા રાગને જ આત્માનું સ્વરૂપ માને છે તે મૂઢ છે, અજ્ઞાની છે, પુરુષાર્થહીન છે. પરને જ આત્મા માનીને તે આત્માના Page #101 -------------------------------------------------------------------------- ________________ પુરુષાર્થને હારી બેઠો છે. રે પશુ જેવા મૂઢ ! તું સમજ રે સમજ! ભેદજ્ઞાન કરીને તારા આત્માને પરથી જુદો જાણ, રાગથી જુદા ચૈતન્યનો સ્વાદ લે. ભાઈ ! જડની ક્રિયામાં તારો સ્વભાવ ગોતવો મૂકી દે. આ ચૈતન્ય તારો સ્વભાવ છે, તે કોઈ દિવસ જડ થયો નથી. જડ અને ચૈતન્ય એ બંને દ્રવ્યના ભાગલા પાડીને હું તને કહું છું કે આ ચૈતન્ય દ્રવ્ય જ તારું છે. માટે હવે જડથી ભિન્ન તારા શુદ્ધ ચૈતન્ય દ્રવ્યને (તત્ત્વને) જાણીને તું સર્વ પ્રકારે પ્રસન્ન થા....! અજ્ઞાનીનું અજ્ઞાન કેમ ટળે ને તેને ચૈતન્યના સુખનો અનુભવ કેમ થાય તે માટે આચાર્યદેવ ઉપદેશ આપે છે, “હે વત્સ! આ જડદેહ સાથે એકમેકપણું તને શોભે છે? ના, ના, તું તો ચૈતન્ય છો, માટે જડથી જુદો થા. દેહનો પડોશી થઈને તેનાથી ભિન્ન તારા ચૈતન્યને દેખ. દુનિયાની દરકાર છોડીને તારા ચૈતન્યને દેખ. જો તું દુનિયાની અનુકૂળતા કે પ્રતિકૂળતા જોવા શેકાઈશ તો તારા ચેતન ભગવાનને તું નહિ જોઈ શકે. માટે દુનિયાનું લક્ષ છોડી તેનાથી એકલો પડી અંતરમાં તારા ચેતન્યને જો. અંતર્મુખ થતાં જ તને ખબર પડશે કે ચૈતન્યનો કેવો અદભૂત વિલાસ છે. આ રીતે અનાદિની એકત્વ અને મમત્વ બુદ્ધિ છોડાવે છે. હું પરનું કરી શકું અને પર મારું કરી શકે એવી કબુદ્ધિથી, હે જીવ, અનાદિ કાળથી તારા શુદ્ધ સ્વભાવને તેં તિરોભૂત કરી નાખ્યો છે અને દુ:ખનો અનુભવ કરી રહ્યો છે. તો આ તારી કબુદ્ધિ કાઢી અકર્તા દ્રવ્ય સ્વભાવનો આશ્રય કરી સુખનો અનુભવ કર. તેવી જ રીતે જગતના કોઈ પણ પદાર્થને તું ભોગવી શકતો નથી છતાં તારી ભોકતૃત્વ બુદ્ધિથી તું એમ માની બેઠો છે કે હું બધા જ પદાર્થોને ભોગવું છું એ તારો ભ્રમ છે. તે માત્ર તારા એ પદાર્થો તરફના રાગને ભોગવે છે કે જે દુ:ખકારક છે. માટે તારી એ ભોકતૃત્વ બુદ્ધિ છોડી સુખનો અનુભવ કર ! ' અને છેવટે તારી જગતના પદાર્થોનો જાણવાના લોભની ઇચ્છા, તારી યત્વબુદ્ધિ તારા દુઃખનું કારણ છે એ જાણી એને છોડ અને તારા આત્માને, તને પોતાને જાણ! તને પોતાને જાણવાથી તને અતીન્દ્રિય આનંદનો અનુભવ થશે! ૨. આત્માનું હિત એક મોક્ષ જ છે. ૧. આત્માનું પરમ હિત મોક્ષ જ છે. સ્વતંત્ર પરિપૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરવી તે જ આત્માનું પરમ હિત છે. માટે તેનો ઉપાય કરવો કર્તવ્ય છે. ૨. આત્માના શ્રદ્ધા જ્ઞાન ને રમણતા એ એક જ કર્તવ્ય છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ૩. મોક્ષ જ હિત છે એવા નિર્ણય વિના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઉપાય કરી શકે નહિ. ૪. આત્માનું હિત મોક્ષ જ છે, અન્ય નથી. એવો નિશ્ચય કેવી રીતે થાય ? આત્મામાં અનેક પ્રકારે ગુણની અવસ્થા થાય છે તેમાં અન્ય ગમે તે અવસ્થા હોય તેથી કાંઈ બગાડ-સુધાર નથી પરંતુ દુ:ખથી બગાડ છે ને સુખથી સુધાર છે. સુખને જીવો ઇચ્છે છે પણ સુખના કારણને ઇચ્છતો નથી ને દુ:ખને ઇચ્છતો નથી પણ દુ:ખના હેતુમાં નિરંતર રચ્યો પચ્યો રહે છે. અનાદિ કાળથી વિકારના દુ:ખ ભોગવી રહ્યો છે તો પણ આત્મા શુદ્ધ ચિદાનંદ છે તેની રુચિ કરતો નથી. આત્માને હિતને નહિ માનતા બહારમાં મોક્ષમાર્ગ માને છે. અંતરમાં આનંદ છે તેની રુચિ કરતો નથી. જેના નિમિત્તથી દુ:ખ થાય તેને દૂર કરવા માગે ને જેના નિમિત્તથી સુખ થતું જાણે તેને રાખવાનો ઉપાય કરે છે. પણ સુખ ક્યાં છે તે તથા સુખના ઉપાયની ખબર નથી. અંતરમાં સુખ છે એવી સત્તાની કબૂલાત નથી ને વ્યવહારની રુચિ કરે છે તેને પણ સુખના સાચા ઉપાયની ખબર નથી. કોઈ પણ ભોગે સુખ લેવા મથે છે. સુખની સત્તા કબૂલે છે, તેના ઉપાયો પણ કબૂલે છે પણ સાચા ઉપાયની ખબર નથી. આત્માનો સ્વભાવ સુખ છે. જેમ જ્ઞાનગુણ વિશેષ છે તેમ સુખ ગુણ પણ જીવનો વિશેષ ગુણ છે. તે સુખ ગુણ દ્રવ્યમાં વ્યાપક છે, તે અસંખ્ય પ્રદેશમાં ને સર્વ હાલતમાં રહે છે. દુ:ખ વખતે સુખની ઉલટી અવસ્થા છે. સુખ અંતરમાં વ્યાપી રહેલું છે એવી અંતર પ્રતીતિ વિના સુખ થાય નહિ. આત્મા અરૂપી ચિદ્ઘન છે; તેની કબૂલાત વિના ઉપાયો નિરર્થક છે. વળી જીવ બધું સહન કરે છે પણ દુ:ખને સહન કરી શકતો નથી. માટે સુખની હયાતી કબૂલ કરે છે. પૂર્ણ સુખ મોક્ષમાં છે ને મોક્ષ દ્રવ્યના આધારે છે આમ યથાર્થ જાણવું જોઈએ. લોકો અનુકૂળ સંયોગમાં સુખ માને છે અને પ્રતિકૂળ સંયોગમાં દુ:ખ માને છે પણ તે સુખ-દુ:ખ નથી. આકુળતા દુ:ખનું લક્ષણ છે. આકુળતા રહિત સ્વભાવની ખબર નથી ને પરથી આકુળતા મટાડવા માગે છે તે સાચો ઉપાય નથી. આત્માના અવલંબને પૂર્ણ સુખનો ઉત્પાદ થવો ને સર્વ દુ:ખનો નાશ થવો તે પરમ હિતરૂપ છે. પરના અવલંબને સુખ નથી Page #103 -------------------------------------------------------------------------- ________________ માટે પર ઉપરનું લક્ષ છોડ ને સ્વભાવ પર લક્ષ કર તો આકુળતા મટે. સુખ માટે શુદ્ધ ચૈતન્ય સ્વભાવની પ્રતીતિ કરવી પડશે. સંયોગો દુ:ખ નથી, કર્મમાં દુ:ખ નથી, દ્રવ્ય-ગુણમાં દુ:ખ નથી, આત્માની અવસ્થામાં દુ:ખ છે. આ નક્કી કરવું જોઈએ, દુઃખ ન થાય, આકુળતા ન થાય એ જ સુખ છે. “હું આત્મા જ્ઞાનાનંદ છું. મારી અસ્તિમાં બધા પદાર્થોની નાસ્તિ છે.” તેથી પરના આધારે સુખ-દુખ નથી એવા નિર્ણયમાં જ સુખ છે. વળી કોઈ પર વસ્તુ અનુકૂળ છે ને કોઈ પ્રતિકૂળ છે એવી માન્યતાથી આકુળતા થાય છે. ઊંધી માન્યતા વડે અનેરાં પદાર્થોને અનેરા અનેરા રૂપે પરિણમાવવા માંગે છે પણ અનંતા પદાર્થોનો હું જ્ઞાતા છું એ વાત બેસતી નથી. મારો જ્ઞાન સ્વભાવ અનંતા પદાર્થોને જાણવાનો છે, કોઈ પણ પર પદાર્થને પલટાવવાનો મારો અધિકાર નથી. આ એક જ આકુળતા મટાડવાનો ઉપાય છે. માટે પરને પલટાવવા તે આકુળતા મટવાનો ઉપાય નથી પણ સ્વ લક્ષ કરે ને પરનો જ્ઞાતા રહે તો આકુળતા મટે. આત્મા સિવાય પર દ્રવ્યમાં તારો બીલકુલ અધિકાર નથી. પરથી ભેદજ્ઞાન કરી સ્વની રુચિકર, પરમ તારો અધિકાર નથી, પરનો તારામાં અધિકાર નથી. આત્માની રુચિને લીનતા કરતાં પરની રુચિ ને આસક્તિ છૂટી શકે છે. પરને સુખી-દુ:ખી કરી શકું એવી કર્તુત્વબુદ્ધિ-એવી ભ્રાંતિ જીવ કરે છે. તેમાં મોહ કર્મ નિમિત્ત છે. પરની અવસ્થા કોઈ કરી શકે નહિ ને પરની અવસ્થા કોઈ અટકાવી શકે નહિ, પરનું કરી શકે છે એમ માનનાર મિથ્યાત્વી છે. પર લક્ષે થતી આકુળતા ઉપાધિ ભાવ છે, તે મટાડી શકાય છે. પર વસ્તુની અવસ્થા ફરી શકશે નહિ. આ બધાનો સાર એ જ છે કે તત્ત્વનો યથાર્થ નિર્ણય કર. હું જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું.” આવા ચિદાનંદસ્વભાવનો નિર્ણય થતાં અને એમાં લીનતા થતાં આકુળતા દૂર થાય છે ને સુખ પ્રાપ્ત થાય છે. આત્માનું હિત સુખ છે. મોહ, રાગ, દ્વેષ રાખવો હિતકારી નથી. રાગનો અભાવ કરવો હિતકારી છે તે જ મોક્ષની પર્યાયની પ્રાપ્તિનું કારણ છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપે મોક્ષમાર્ગ પહેલાં સમ્યફ પુરુષાર્થ વડે આત્મ સ્વરૂપને જાણો, તેની જ પ્રતીતિ-રુચિ-શ્રદ્ધા ને મહિમા કરો'. સૌથી પ્રથમ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન જરૂરી છે. પ્રથમ દર્શન મોહનીય હણાય - બોધથી, પછી ચારિત્ર મોહનીય હણાય - વીતરાગતાથી. " સૌથી પ્રથમ મિથ્યાત્વ-મોટું પાપ-અપરિમિત જવું જોઈએ-પછી બીજા નાના મર્યાદીત પાપ જાય. સ્વરૂપનું અપમાન એ જ મોટું પાપ છે. આ મિથ્યાત્વજવા માટે સૌથી પ્રથમ - “તત્વનો યથાર્થ નિર્ણય થવો જોઈએ.” “વસ્તુનું સ્વરૂપ જેવું વીતરાગ-અરીહંત પ્રભુએ કહ્યું છે એવું જાણવું માનવું એ જ સમ્યગ્દર્શન છે, એ જ સમશાન છે.” તત્ત્વનો નિર્ણય કરવા ૧. તત્ત્વની રુચિ થવી જોઈએ. ૨. તત્ત્વનો અભ્યાસ કરવો જોઈએ. (સત્સંગ અને સ્વાધ્યાય) ૩. તત્ત્વની સમજણ - યથાર્થ સમજણ. ૪. તત્ત્વનો યથાર્થ નિર્ણય. ૫. વસ્તુના દ્રવ્ય-ગુણ-પર્યાય જેમ છે તેમ યથાર્થ જાણવા. આ જ વીતરાગ વિજ્ઞાન છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહે છે. . , નિશ્ચય સમ્યગ્દર્શનઃ પર પદાર્થોથી ત્રિકાળ જુદા એવા નિજ આત્માનો અટલ વિશ્વાસ કરવો તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. નિશ્ચય સમજ્ઞાન આત્માને પર વસ્તુઓથી જુદો જાણવો (જ્ઞાન કરવું) તે નિશ્ચય સમ્યજ્ઞાન છે. નિશ્ચય સચ્ચારિત્ર પર દ્રવ્યોનું આલંબન છોડીને આત્મસ્વરૂપમાં એકાગ્રતાથી મગ્ન થવું તે નિશ્ચય સમ્યફચારિત્ર (યથાર્થ આચરણ) કહેવાય છે. ભાઈ ! તારે સમ્યક દેખવું હોય તો ભગવાન સ્વરૂપ તું છો તેનો સ્વીકાર કર. ‘તત્ત્વનો યથાર્થ નિર્ણય કર.' Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જ્ઞાની આત્માને પર વસ્તુઓથી જુદો જાગી યથાર્થ નિશ્ચય કરવાવાળો અંતરાત્મા કહેવાય છે. શુદ્ધોપયોગી આત્મધ્યાની મુનિ ઉત્તમ અંતરાત્મા છે. જે નિશ્ચય સમ્યગ્દર્શનાદિ સહિત છે, ત્રણ કષાયની ચોકડી રહિત છે, શુદ્ધોપયોગરૂપ મુનિધર્મને અંગીકાર કરી અંતરંગમાં એ શુદ્ધોપયોગ વડે પોતાને અનુભવે છે. એવી અંતરંગ દશા સહિત મુનિ ઉત્તમ અંતરાત્મા છે. સમ્યગ્દષ્ટિ શ્રાવક તે મધ્યમ અંતરાત્મા છે. સમ્યગ્દષ્ટિ જીવ તે જધન્ય અંતરાત્મા છે. બાકી બધા જીવ મિથ્યાદષ્ટિ બહિરાત્મા છે. શુદ્ધાત્માને આશ્રિત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ ભાવ તે જ સંવર છે. નિશ્ચય સમ્યગ્દર્શન થતાં સંવર-નિર્જરા શરૂ થાય છે. તે પહેલા આસ્રવ અને બંધ જ છે. આત્મસ્વરૂપનો યથાર્થ નિર્ણય થવાથી જે અંદર પરિણતિ ચાલી રહી છે તે શુદ્ધ પરિણતિ છે. અખંડાનંદ નિજ શુદ્ધાત્માના લક્ષના બળથી અંશે શુદ્ધિની વૃદ્ધિ થવી અને અશુદ્ધિની અંશે હાની થવી તે ભાવ નિર્જરા છે. તે ક્ષણે કર્મોનું ખરી જવું તે દ્રવ્ય નિર્જરા છે. શુદ્ધોપયોગ : શુભ અને અશુભ રાગ-દ્વેષની પરિણતિથી રહિત (શુદ્ધ પરિણતિ સહિત) સમ્યગ્દર્શન-જ્ઞાન સહિત ચારિત્રની સ્થિરતા તે શુદ્ધોપયોગ છે. સમ્યગ્દર્શન : શ્રદ્ધા ગુણનો શુદ્ધ પર્યાય છે. તેનું લક્ષણ વિપરીત અભિપ્રાય રહિત તત્ત્વ શ્રદ્ધાન છે. સમ્યજ્ઞાન : જ્ઞાન ગુણનો શુદ્ધ પર્યાય છે. તેનું લક્ષણ સંશયાદિ દોષ રહિત સ્વ-પરનો યથાર્થપણે નિર્ણય છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન બંને એક સાથે પ્રગટે છે. બંને જુદા જુદા ગુણના પર્યાયો છે. સમ્યગ્દર્શન નિમિત્ત કારણ છે અને સમ્યજ્ઞાન નૈમિત્તિક કાર્ય છે. જેમ કે દિપક કારણ છે અને પ્રકાશ કાર્ય છે. શ્રદ્ધા ગુણ કોને કહે છે ? જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાસ (યથાર્થ પ્રતીતિ) થાય તેને શ્રદ્ધા (સમ્યક્ત્વ) કહે છે. નિશ્ચયના બે ભેદ છે. એક સવિકલ્પ અને બીજો નિર્વિકલ્પ. પોતાના આશ્રયે જે વિકલ્પ ઊઠે છે - ‘હું શુદ્ધ છું, વિજ્ઞાનધન છું’ ઈત્યાદિ તે સવિકલ્પ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૭૩ નિશ્ચય છે અને તે આસ્રવ છે. બંધનું કારણ છે. અને પોતે જે વિકલ્પ રહિત નિર્વિકલ્પ ચીજ છે એનું નિર્વિકલ્પ તદ્રુપ અંતરમગ્ન પરિણમન થાય તે નિર્વિકલ્પ નિશ્ચય છે અને તે જ મોક્ષનું કારણ છે. શ્લોક ૨૩ (નિયમસાર) : “દશિ-જ્ઞપ્તિ-વૃત્તિસ્વરૂપ (દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમતું) એવું જે એક જ ચૈતન્ય સામાન્યરૂપ નિજ આત્મ તત્ત્વ તે મોક્ષેચ્છુઓનો (મોક્ષનો) માર્ગ છે. આ માર્ગ વિના મોક્ષ નથી.’' ‘દશ....’ અર્થાત્ સમ્યગ્દર્શન. એટલે શું ? ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અંદર ત્રિકાળ ધ્રુવ પૂર્ણાનંદ સ્વરૂપ છે, તેની અંતર-અનુભવમાં પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે, અને તે ધર્મનો પહેલો અવયવ છે. અર્થાત્ ધર્મમાં સૌથી પહેલાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. અંદર વસ્તુ પોતે ભગવાન સ્વરૂપ (જ્ઞાનાનંદમય) પૂર્ણ છે. તેમાં એકાગ્ર થતાં . રાગથી નિરપેક્ષ-રાગની અપેક્ષા વિના જ-નિર્વિકલ્પ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. તેને અહીં વીતરાગ માર્ગમાં - ‘દશ’ અર્થાત્ ધર્મની પહેલી ક્રિયા કહેવામાં આવેલ છે. ‘મિ....’ જ્ઞપ્તિ એટલે જાણવું તે, જ્ઞાન. અંતરના નિજ ત્રિકાળી ભગવાન સ્વરૂપ આત્મામાં એકાગ્ર થતાં આત્માશ્રિત જે સ્વ સંવેદનરૂપ સમ્યગ્નાન પ્રગટે તેને અહીં જ્ઞાન કહેવામાં આવે છે. ભાઈ ! એકલું શાસ્ત્રનું ભણતર એ કાંઈ જ્ઞાન નથી. સ્વ સંવેદન એટલે સુખાદિ અંતરંગ વિષયોનું જ્ઞાન. ભગવાન કેવળીના માર્ગમાં જ્ઞાન તો એને કહીએ કે જે સ્વ આશ્રિત હોય અને સ્વરૂપ સન્મુખ થતાં અંતરમાંથી પ્રગટ થયું હોય. અંદર શુદ્ધ ચૈતન્યમય ધ્રુવ આત્મસ્વરૂપમાં સહજ જ્ઞાનની જ્યોત નિરંતર ઝળહળે છે. તો તેમાં એકાગ્ર થતાં અંતરમાંથી જે જ્ઞાનનો કણ જાગે તેને જ્ઞાન-સમ્યજ્ઞાન કહે છે. તે મોક્ષમાર્ગનો એક અવયવ છે. ‘વૃત્તિ....’ વૃત્તિ અર્થાત્ પરિણતિ, ચારિત્ર. અંદર ચિદાનંદ ભગવાન આત્માના અનુભવમાં, આનંદના સ્વાદ સહિત સ્વ સ્વરૂપની પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે, તેનું જ્ઞાન તે જ્ઞાન છે, અને તેમાં-નિજાનંદ સ્વરૂપમાં લીનતારમણતા થવી તે ચારિત્ર છે. અંતર-એકાગ્રતા ને અંતર-લીનતા વિના ચારિત્ર કેવું ? માત્ર શરીરના અને રાગની ક્રિયામાં ચારિત્ર માને તે મિથ્યા ભાવ છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ - ૭૪ અતીન્દ્રિય આનંદનું ધામ ચિદાનંદ પ્રભુ આત્મા છે. તેના શ્રદ્ધાન-જ્ઞાન અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન થયા પછી તે સ્વરૂપમાં જ ચરવું-રમવું-જામી જવું ને ત્યાં લીન-સ્થિર થઈ જવું તેને ત્રણ લોકના નાથ કેવળી પરમાત્મા ચારિત્ર કહે છે. સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક આવું ચારિત્ર તે મોક્ષનું કારણ છે. - સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન ને સમ્યક્યારિત્રની નિર્વિકારી નિર્દોષ દશારૂપે ભગવાન આત્મા-આત્મતત્ત્વ આ રીતે પરિણમે છે. અંદર જે એક ચૈતન્ય.. ચૈતન્ય... ચૈતન્ય....એવું ચૈતન્ય સામાન્ય સ્વરૂપ, જ્ઞાનાનંદસ્વરૂપ, ભગવાન સ્વરૂપ નિજ આત્મતત્ત્વ છે તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપે પરિણમે છે. ભગવાન આત્મા આનંદનું ધામ પ્રભુ પૂર્ણ શુદ્ધ છે. તેનો અંતર નિર્વિકલ્પ અનુભવ કરવો, ને તેની શ્રદ્ધા કરવી તે સમકિત છે. તેના આનંદના વેદનાવાળું સમ્યજ્ઞાન તે જ્ઞાન છે. અને સ્વરૂપમાં ઉગ્ર રમણતા-લીનતા કરવી તે ચારિત્ર છે. જેમાં પ્રચુર આનંદનું સ્વ સંવેદન થાય તે ચારિત્ર છે. એવું જે એક જ ચૈતન્ય સામાન્યરૂપ નિજ આત્મતત્ત્વ છે તે પર્યાયરૂપ થાય છે, સામાન્ય પર્યાયમાં વિશેષરૂપ થાય છે. તે જ મોક્ષમાર્ગ છે. નિશ્ચય રત્નત્રયઃ ભગવાન આત્મા જ્ઞાન-આનંદ આદિ અનંત શક્તિઓનું પૂર્ણ શુદ્ધ ચૈતન્ય દળ છે તેનો આશ્રય લેતાં-એ ન્યાયે જે પર્યાય પ્રગટ થાય છે તે શુદ્ધ રત્નત્રય છે અને તે માર્ગ છે. અહા ! ચાલવાનો રસ્તો-માર્ગ શુદ્ધ રત્નત્રય છે કે જે માર્ગે જતાં માર્ગનું ફળ મોક્ષ-મુકિત પ્રાપ્ત થાય છે. આવી અલૌકિક વાત છે. સ્વ આશ્રયે જે વીતરાગી પરિણતિ ઉત્પન્ન થાય છે તેને અહીં શુદ્ધ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ કહ્યો છે. આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રય છે એ પર્યાય છે. એ મોક્ષનો માર્ગ છે. “માર્ગ મો ઉપાય છે અને તેનું ફળ નિર્વાણ છે.” ભાઈ! આ જ માર્ગ છે, અને આ માર્ગથી જ મુક્તિ છે. બીજે કોઈ માર્ગ નથી અને બીજા માર્ગથી મુક્તિ નથી. આ સમ્યક એકાંત છે. વ્યવહાર જે રાગ છે તે કાંઈ મોક્ષમાર્ગ નથી. એ તો બીજો બંધમાર્ગ છે. વ્યવહાર મોક્ષમાર્ગ એ તો ઉપચાર માત્ર છે, એ કાંઈ વાસ્તવિક મોક્ષમાર્ગ નથી. ભગવાન આત્મજ્ઞાનાનંદનો દરિયો પ્રભુ અંદર પૂર્ણાનંદસ્વરૂપથી ડોલી રહ્યો છે. અહા ! અંતર પરમ સ્વસ્વભાવનો આશ્રય કરતાં એલૌકિક લાભ થાય Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭૫ અને મોક્ષમાર્ગ પ્રગટ થાય એ વાત અજ્ઞાનીને બેસતી નથી. તે એમ માને છે બીજું કાંઈ કરીએ. પણ અરે ભાઈ! તું બીજું શું કરી શકે છે? પોતાને જાણી ઓળખી-શ્રદ્ધાન કરી પોતામાં કરી શકે છે, અને એ જ કર્તવ્ય છે. નિયમથી કર્તવ્ય હોય તો આ જ છે. શું? સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જ કર્તવ્ય છે. બીજું કાંઈ એને કર્તવ્ય છે જ નહિ. ૨. “સ્વરૂપનો યથાર્થ નિર્ણય ૧. યોગ્ય મુમુક્ષુતાના સર્ભાવમાં, મહા મંગલકારી પ્રત્યક્ષ યોગરૂપ સત્ સમાગમમાં આત્માથી જીવ સહજ માત્રમાં પોતાના જ્ઞાયક સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી શકે છે કે જેને લીધે ભેદજ્ઞાન થાય અને સ્વાનુભવ થાય. ૨. સ્વરૂપનો યથાર્થ નિર્ણય કહો, સ્વરૂપનું ભાવભાસન કહો, આત્મ સ્વરૂપનો પ્રતિભાસરૂપ નિશ્ચય કહો તે સર્વે એકાઈ છે. આ તબક્કે જીવ સમ્યત્વ સન્મુખ દશામાં આવે છે. ૩. જ્યાં સુધી નિભ્રાંત દર્શનની અનુભૂતિની દશા પ્રગટ થતી નથી, જ્યાં સુધી સર્વજ્ઞ પરમાત્માએ કહ્યો છે તેવી પૂર્ણ પરમાત્મા (અસ્તિત્વ) પોતાને અંતરંગમાં ભાસવાન લાગે ત્યાં સુધી તે વિષયમાં જિજ્ઞાસુ રહીને, અંતરશોધ ચાલુ રહેવી ઘટે છે. ૪. આત્મ સ્વરૂપનો યથાર્થ નિર્ણય ન થાય ત્યાં સુધી જિજ્ઞાસાની ભૂમિકા લિંબાય છે અને તે અપૂર્વ જિજ્ઞાસા જ નિર્ણયને લઈ આવે છે. ત્યારે જિજ્ઞાસાનું કાર્ય પૂરું થાય છે. હવે જ્ઞાનમાં અવભાસિત થયેલ આત્મ સ્વરૂપની અનન્ય રુચિપૂર્વક પુરુષાર્થની ફુરણા ચાલુ થાય છે. ૫. બાહ્ય દેખાવની અપેક્ષાએ સ્વાધ્યાય, પૂજા, તપ, ત્યાગ, વ્રત, દાન, યાત્રા, ઊંધા અભિપ્રાયના સદ્ભાવમાં, આત્માના લક્ષ વિનાની તે પ્રવૃત્તિઓ પ્રયોજનભૂત કાર્ય માટે નિષ્ફળ જાય છે. આત્મ જાગૃતિના અભાવપૂર્વક તે ક્રિયાઓમાં ગોઠવાઈ અને ઊડે ઊંડે સંતોષાઈ જાય છે અને તે અનર્થનું કારણ બને છે. યથાર્થ પ્રકારે નિર્ણય બદલાયો હોવાથી અનાદિ વિપરીત નિર્ણય યથાવત્ રહે છે. ધર્મ તો દ્રવ્યની મુખ્યતામાં દ્રવ્યના આશ્રયે જ પ્રગટ થાય છે. નિશ્ચય નયના વિષયભૂત દ્રવ્યને મુખ્ય રાખવું જોઈએ. જ્યાં સુધી અશુભ પ્રવૃત્તિથી દૂર રહી, દોષ મટાડવાની ઈચ્છાથી ગુણભાવનાથી ભલે જીવ શરૂઆત શનિ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૬ કરે પણ ત્યાં પર્યાય આશ્રિત પ્રયોજન મુખ્ય હોવાથી-વ્યવહારનય પક્ષનો સદ્ભાવ રહે છે ત્યાં સુધી યથાર્થ નિર્ણય થઈ શકતો નથી, ત્યાં સુધી મિથ્યાત્વનો ત્યાગ થતો નથી. ૭. યથાર્થ સ્વરૂપના નિશ્ચયના અભાવમાં કૃત્રિમ પ્રકારે નિશ્ચય નયનો પક્ષ કરનારને પણ મિથ્યાત્વનો અભાવ થતો નથી. સહજ આત્મ સ્વરૂપને સહજતા સાથે સુસંગત છે, કૃત્રિમ મુખ્યતા સાથે નહિ. આ રીતે નિશ્ચય નયનો પણ અયથાર્થ પક્ષ કાર્યકારી નથી. સમ્યગ્દર્શન અને સમજ્ઞાનરૂપ આત્માની પ્રગટ પ્રસિદ્ધિ નયપક્ષ રહિત પરિણામ સ્વરૂપ છે તે સ્પષ્ટ છે અને તે પૂર્વે દ્રવ્ય કૃતના અવલંબને તે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવાનું કહ્યું છે. આત્માનું લક્ષણ જ્ઞાન છે અને તે જ્ઞાનલક્ષણથી જ આત્માને ઓળખી શકાય છે.. ૯. ખરી ભાવનાપૂર્વકની અપૂર્વ અંતર જિજ્ઞાસાનું સ્વરૂપ બરાબર સમજી લઈએ તો તત્ત્વ નિર્ણય-સ્વરૂપનો નિર્ણય સહેજે થઈ જાય છે.. ૧૦. ખરી જિજ્ઞાસાના કાળમાં એક એવો અજંપો ઊભો થાય છે કે ક્યાંય ચેન ન પડે અને અંદરમાં વૃત્તિ સ્વરૂપ શોધમાં જ ફર્યા કરે. એવા કાળમાં પ્રત્યક્ષ જ્ઞાનીના યોગમાં પરમ સના દાતાર પ્રત્યે અત્યંત બહુમાન આવવાથી, પૂર્ણ અર્પણતા ઉત્પન્ન થવાથી અન્ય સર્વવિષયોમાં પરિણામો નિરપણાને પામે છે અને જ્ઞાનની નિર્મળતા થાય છે. ૧૧. આવી નિર્મળ જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાન સ્વભાવી આત્માની જિજ્ઞાસુ નિર્ણય કરે છે ત્યારે જ્ઞાન પોતે પોતાના પૂર્ણ સ્વભાવના પ્રગટ અંશ દ્વારા નિજ અવલોકનથી નિશ્ચય કરે છે. ૧૨. જાણન પર્યાય અને જાણન ગુણ એવા લક્ષણો વડે જ આત્માને જાણી શકાય છે, આ એક જ ઉપાય છે. ૧૩. જ્ઞાન પોતે પોતાના જ્ઞાનમાત્ર સ્વરૂપના અવલોકનથી નિશ્ચય કરે જ્ઞાન જ્ઞાનના આધારે જ છે. સાથે સાથે પોતાના અનંત સામર્થ્યનો અને આનંદ સ્વરૂપનો સ્પષ્ટ પ્રતિભાસ આવે છે. ૧૪. એક વાર પ્રસન્ન ચિત્તથી ચૈતન્ય સ્વભાવ લક્ષગત થયો એટલે તે જીવ નિર્વાણનો જ પાત્ર છે. આ જ સ્વભાવ છે, એમ સ્વભાવ સન્મુખ જ જેર હોવાથી તે અવશ્ય અનુભવ કરવાનો જ છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૫. જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે અને તે વધતા જતાં જ્ઞાન સામર્થ્ય દ્વારા મોહ શિથિલ થતો જાય છે. ૧૬. અસ્તિત્વના ભાસવાથી સમ્યત્વ પ્રાપ્ત થાય છે. નિર્મોહી એવા સ્વરૂપનું અસ્તિત્વ ભાસતા મોહ પ્રકૃત્તિનું જોર શિથિલ થઈ જાય છે. ૧૭. એક બાજુ દર્શન મોહનું બળ શિથિલ થાય છે, કષાય શક્તિ ક્ષીણ થાય છે, બીજી બાજુ અખંડ આત્મદ્રવ્ય પ્રત્યેનો અપૂર્વ મહિમા ઉમટી પડે છે. આ રીતે મૂળમાંથી અનેક પ્રકારે ફેર પડે છે. ૧૮. દષ્ટિ (શ્રદ્ધા)નો વિષય નિર્વિકલ્પ ભાવે સત્તાને, અસ્તિત્વને વિષય કરવું તે છે. પ્રથમ જ્ઞાનમાં નિજ અસ્તિત્વરૂપ ભાસવારૂપ થાય છે. આમ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થાય છે. ૧૯. આ રીતે આત્માની ઓળખાણરૂપ યથાર્થ સ્વરૂપ નિશ્ચય'નું સ્વરૂપ જિજ્ઞાસા અને લગનીના બળે સંપ્રાપ્ત થાય છે. ૨૦. આમાં સ્વરૂપનો અપૂર્વ મહિમા અને સહજ પુરુષાર્થનો ઉપાડ મુખ્ય છે. ૩. “થોડીક વ્યાખ્યાઓ”: ૧. સ્વભાવની અરુચિ-અણગમો તે અનંતાનુબંધી ક્રોધ છે. પુણ્ય-પાપના ભાવો અને દેવ-શાસ્ત્ર-ગુરુ ઇત્યાદી પર પદાર્થોની રુચિ અને સ્વસ્વરૂપની અરુચિ તે આત્મા પ્રત્યેનો દ્વેષ છે અને તે અનંતાનુબંધી કોધ છે ૨. પુણ્ય-પાપ આદિ પર પદાર્થોમાં અહેબુદ્ધિ થવી એ અનંતાનુબંધી માન ૩. પુણ્ય-પાપ આદિ પર પદાર્થોના પ્રેમની આડમાં ચૈતન્યસ્વભાવમય નિજ આત્માનો ઇન્કાર કરવો તે અનંતાનુબંધી માયા છે. ૪. સ્વભાવને ભૂલીને પુણ્ય-પાપ આદિ પર પદાર્થોની અભિલાષા-વાંછા કરવી તે અનંતાનુબંધી લોભ છે. ૫. નિર્મળાનંદનો નાથ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યનો દરિયો છે. તેને દષ્ટિમાં ન લેતાં હું એક કર્તા છું અને અંદર જે પુણ્ય-પાપના કોધાદિ વિકાર થાય છે તે મારું એકનું (એક સ્વભાવી આત્માનું) કર્તવ્ય છે એવી જે માન્યતા છે તે અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ७८ ૬. આ બધું કરવું, કરવું, કરવું-એવો જે ભાવ છે તે રાગ છે, અને રાગ મારો એ માન્યતા મિથ્યાદર્શન છે. ૭. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં સ્વ સંવેદનપૂર્વક આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા તે હું-એમ જે જણાયો તે જ્ઞાન છે, આત્મજ્ઞાન છે. તથા એ ધ્રુવ જ્ઞાયકમાં એકાગ્રતા-રમણતા થઈ તે ક્રિયા એટલે ચારિત્ર છે. આ જ્ઞાન અને ક્રિયા તે મોક્ષનો માર્ગ છે. એની પૂર્ણતા તે મોક્ષ છે. આત્માનું જ જ્ઞાન, આત્માનું શ્રદ્ધાન અને આત્માની રમણતા-સ્થિરતા થાય છે અને તે ધર્મની ક્રિયા છે. ૮. સહજ ઉદાસીન - જ્ઞાતા-દૃષ્ટા માત્ર અવસ્થા-સહજ જાણનરૂપ ક્રિયા. ૯. ‘સ્વ’ નું ભવન તે સ્વભાવ છે. પોતાનું જે થવું-પરિણમવું તે સ્વભાવ છે. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે. નિશ્ચયથી જ્ઞાનનું થવું એટલે જેવો જ્ઞાન સ્વભાવ છે તે રૂપે પરિણમવું તે આત્મા છે. સમ્યગ્દર્શનપણે, સભ્યજ્ઞાનપણે, સભ્યપ્ચારિત્રપણે, અતીન્દ્રિય આનંદપણે પરિણમવું તે આત્મા છે. આત્મા નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાનશાંતિપણે પરિણમે તે આત્મા છે. ૧૦. પોતાના સ્વભાવની પુષ્ટિ કરવી એ નિશ્ચય છે. ૧૧. જેને પર લક્ષી ક્ષયોપંશમ વિશેષની પણ અધિકતા (ગૌરવ) ભાસે છે તેને પણ વિકારનું જ પરિણમન ભાસે છે. પરસત્તાવલંબી જ્ઞાનના પ્રેમમાં તેને ચૈતન્ય સ્વભાવ પ્રત્યે અનાદર જ રહેલો છે. તેને ચૈતન્ય સ્વરૂપી આત્મા અને તેના નિર્મળ જ્ઞાન-પરિણમનની ખબર જ નથી. ૧૨. વસ્તુનો સ્વભાવ ધર્મ છે. વસ્તુનો સ્વભાવ શુદ્ધ જ્ઞાન અને આનંદ છે. અને તે એનો ત્રિકાળી ધર્મ છે. હવે એ ત્રિકાળીને લક્ષમાં લઈ નિર્મળ જ્ઞાન અને આનંદપણે પરિણમે તેનું નામ પ્રગટ ધર્મ છે. અને ત્રિકાળનો અનાદાર કરીને દયા, દાન, વ્રત, તપ આદિ પુણ્યભાવના પ્રેમમાં રોકાઈ વિકારરૂપે પરિણમે છે તે સ્વભાવથી વિરુદ્ધ અધર્મ છે; તેને ચૈતન્ય સ્વભાવનું પરિણમન હોતું નથી. ૧૩. અંદરમાં આનંદનું ધામ ભગવાન આત્મા છે. એની એક સમયની જ્ઞાનની પર્યાયમાં આખો ધ્રુવ ભગવાન ભાસે, એની એક સમયની શ્રદ્ધાની પર્યાયમાં પૂર્ણાનંદનો નાથ પ્રતીતિમાં આવે-આનું નામ ધર્મ છે. આવા ધર્મસ્વરૂપે જ્ઞાનનું થવું-પરિણમવું તે મોક્ષમાર્ગ છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૭૯ ૧૪. જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદજ્ઞાનથી સિદ્ધ થયા છે, અને જે કોઈ બંધાયા છે તે ભેદજ્ઞાનના અભાવથી બંધાયા છે. જીવને અજ્ઞાન અનાદિથી છે. તે વડે કર્તા-કર્મની પ્રવૃત્તિ છે. ભેદજ્ઞાન થતાં તે કર્તા-કર્મની પ્રવૃત્તિથી નિવૃત્ત થાય છે. ૧૫. પચ્ચકખાણનું સ્વરૂપ જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન થતાં શુદ્ધ ચૈતન્યના લક્ષે જે સ્વરૂપના શ્રદ્ધાન અને જ્ઞાન પ્રગટ થયા અને જે અંશે સ્વરૂપમાં સ્થિરતા થઈ એ જ વાસ્તવિક પચ્ચકખાણ છે. અજ્ઞાની બાહ્ય ત્યાગ સંબંધી શુભ ભાવને પચ્ચકખાણ માને છે. પરંતુ ભાઈ ! શુભ ભાવ તો ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો છે, અચેતન છે, બંધરૂપ છે. એનાથી બંધન કેમ અટકે? ૧૬. જેમાં ત્રિકાળ નિયમ લાગુ પડે એને સિદ્ધાંત કહેવાય. ૧૭. પ્રયોજનભૂત રકમ એટલે કે મુદ્દાની રકમ. એ ન સમજે અને બીજું બધું સમજે તો તે યથાર્થ જ્ઞાન નથી. મોક્ષમાર્ગમાં જે જરૂરની છે તે રકમનું સંશય રહિત તથા વિપરિતતા રહિત યથાર્થ જ્ઞાન જોઈએ; તે ઊંધું હોય તો ધર્મનો લાભ થાય નહિ. ૧૮. પોતાનો જેવો પૂરો સ્વભાવ છે તેવો ઓળખીને તેનો જ આદર કરવો, શ્રદ્ધા કરવી તે જ આ મનુષ્યપણામાં જીવનું કર્તવ્ય છે. ૧૯. આત્માનો ધર્મ ક્યાંય બહારમાં નથી પણ આત્મામાં જ છે. એમ સમજીને આત્મસ્વભાવમાં શોધે તો આત્મધર્મ પ્રગટે. શાંતિ આત્માના સ્વભાવમાં છે, આત્માનો સ્વભાવ ત્રિકાળ શાંતિથી ભરપૂર છે, તેની પ્રતીતિ કરીને તેનું અવલંબન લેતાં જ શાંતિનો અનુભવ થાય છે. આત્માની સમજણ 'જ શાંતિનું મૂળ છે. ૨૦. રાગને છોડવો એટલે કે રાગને પોતાથી ભિન્ન જાણવો અને જેને પોતાથી ભિન્ન જાણે તેને પોતાનામાં ગ્રહણ કેમ કરે ? પોતાનો આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે, તે રાગ વગર જીવનારો છે, ટકનારો છે. પોતાના સ્વભાવનો અનુભવ નિરાકુળ આનંદમય છે. જ્યારે આત્માનો સ્વભાવ જાણીને અને રાગાદિ પર ભાવોથી ભેદજ્ઞાન કરીને શુદ્ધ જ્ઞાનપણે પરિણમશે ત્યારે જ બંધન અટકશે, ને ત્યારે જ સાચી નિર્જરા થશે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૪. પુરુષાર્થથી જ મોક્ષ પ્રાપ્તિ ૧. મોક્ષની પર્યાય હિતરૂપ છે. સંસાર પર્યાય અહિતરૂપ છે. એવો નિર્ણય કરવામાં બધું આવી જાય છે. ૨. એક કાર્ય થવામાં અનેક કારણ મળે છે. જ્ઞાનાનંદ સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારત્રિ દશા પ્રગટે છે, તે મોક્ષનો ઉપાય છે. ત્યાં ત્રણ કારણો (૧) કાળ લબ્ધિ આવતાં ભવિતવ્યનુસાર (૨) મોહાદિકનો ઉપશમાદિક થતાં (૩) પોતાના પુરુષાર્થથી ઉદ્યમ કરતાં-મોક્ષનો ઉપાય બને છે. ૩. પૂર્વે કહેલાં ત્રણ કારણમાં ભવિતવ્ય તો કોઈ વસ્તુ નથી. આત્મ સન્મુખ થઈ નિર્વિકારી દશા જે વખતે કરે તે કાળ છે, જે વખતે કાર્ય બન્યું તે જ કાળલબ્ધિ છે. બીજી કોઈ કાળલબ્ધિ નથી. જે કાર્ય બને તે ભવિતવ્ય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર દશા થઈ તે ભવિતવ્ય છે, તે પોતાના પર્યાયમાં લાગુ પડે છે, બહારમાં લાગુ પડતી નથી. વળી કર્મમાં ઉપશમાદિઆદિનું થવું તે પુદ્ગલની શક્તિ છે. જીવ પુરુષાર્થ કરે ત્યારે કર્મ સ્વયં ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષયરૂપે થાય છે. તેનો કર્તા-હર્તા આત્મા નથી. આત્મા તેને બાંધતો નથી કે ટાળતો નથી. માટે તેના સામું જોવાની જરૂર નથી. જડની પર્યાય આવે અને જાય, તેમાં આત્માનું કાર્ય બિલકુલ નથી. ૫. સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરે તે આત્માનું કાર્ય છે ને આત્મા તે કરી શકે છે. હું શુદ્ધ ચિદાનંદ છું એવી શ્રદ્ધા પોતે કરે છે તે આત્માનું કાર્ય છે. માટે પુરુષાર્થપૂર્વક ઉધમ કરવાનો ઉપદેશ આપે છે. આત્માનું કાર્ય પુરુષાર્થથી થાય છે માટે ઉપદેશ આપે છે. કર્મ જડ છે તેને ઉપદેશ દેતા નથી. ૬. પુરુષાર્થ કરતાં બધાં કારણો મળી રહે છે. ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં એકલો પુરુષાર્થ છે. જે સમયે જે થવાનું છે તે થવાનું છે. તેવો નિર્ણય સ્વભાવના નિર્ણયથી થાય છે ને તેમાં અનંત પુરુષાર્થ છે. પરનું બનવાનું હોય તેમ બને એમ માનનાર પરથી ઉદાસ થઈ ગયો ને સ્વ તરફ વળ્યો. ૭ દેહની ક્રિયા ને પુણ્યમાં ધર્મ માન્યો છે તે ઊંધો પુરુષાર્થ છે, તેને છોડી સ્વ તરફ વળવાનું કહે છે. પરના કાર્ય જીવના પુરુષાર્થથી થતાં નથી. આત્માનું કાર્ય પુરુષાર્થથી થાય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૮૧ હું જ્ઞાયક છું, પુણ્ય-પાપ વિકાર છે, શરીરાદિ જડ-બાહ્ય તત્ત્વ છે તેની ક્રિયા આત્મા કોઈ દિવસ કરી શકતો નથી. એમ અંદર પુરુષાર્થ કરવો તે કાર્ય છે. જે આત્માનું કાર્ય હોય તે કરવાનું કહેવામાં આવે છે. શરીરાદિ કે કર્મનું કાર્ય આત્માનું નથી, કર્મને મટાડવાનું આત્માને આધીન નથી. શુદ્ધ ચૈતન્ય સ્વભાવની પ્રતીતિ ને જ્ઞાન કરી શકે છે માટે તે કહેવામાં આવે છે. હવે જે કારણથી આત્માનું કાર્ય જરૂર થાય તે કારણરૂપ પુરુષાર્થ કરે ત્યાં અન્ય કારણો અવશ્ય મળે જ, તે ન હોય તેમ બને નહિ. સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર અંતરના પુરુષાર્થથી થાય છે. જે કારણથી કાર્યની નિષ્પતિ થાય છે કારણ સેવે તો જરૂર કાર્ય થાય. જ્યાં પુરુષાર્થ હોય ત્યાં અન્ય કારણો અવશ્ય મળે જ. ૧૦. જિનમતમાં જે મોક્ષનો ઉપાય કહ્યો છે તેનાથી તો મોક્ષ અવશ્ય થાય જ. માટે જે જીવ જિનેશ્વરના ઉપદેશ અનુસાર પુરુષાર્થથી મોક્ષનો ઉપાય કરે છે તેને કાળલબ્ધિ વા ભવિતવ્ય પણ થઈ ચૂક્યાં તથા કર્મના ઉપશમાદિ થયા છે તો તે આવો ઉપાય કરે છે. માટે જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરે છે તેને સર્વકારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે એવો નિશ્ચય કરવો. ૧૧. તથા જે જીવ પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરતો નથી તેને તો કાળલબ્ધિ અને ભવિતવ્ય પણ નથી, અને કર્મના ઉપદમાદિ થયા નથી તેથી તે ઉપાય કરતો નથી, માટે જે પુરુષાર્થ વડે મોક્ષનો ઉપાય કરતો નથી તેને તો કોઈ કારણ મળતાં નથી-એવો નિશ્ચય કરવો, તથા તેને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ૧૨. જે જીવ જિનેશ્વરના ઉપદેશ અનુસાર કરે છે તેને મોક્ષ થાય છે માટે ઉપદેશનું સ્વરૂપ યથાર્થ જાણવું જોઈએ. ઉપદેશ સાંભળતી વખતે શુભ રાગ છે, શરીર છે, ઇન્દ્રિયો છે, જિનેશ્વર છે, ગુરુ છે, શાસ્ત્ર છે, પણ તે મોક્ષના કારણ નથી. અહીં “ઉપદેશ અનુસાર” કહ્યું છે, પણ લખાણ અનુસાર કરે છે એમ નથી કહ્યું. કોઈ નિમિત્ત કે રાગ અનુસાર મોક્ષમાર્ગ નથી. નિમિત્તના કર્તાપણાનો કે નિમિત્ત મેળવવાનો ઉપદેશ ન હોય. વીતરાગતાનો ઉપદેશ હોય. વળી પુરુષાર્થપૂર્વક ઉદ્યમ કરવાનું કહ્યું છે. ઉપદેશ તો શિક્ષામાત્ર છે, ફળ તો જેવો પુરુષાર્થ કરે તેવું આવે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ૧૩. કર્મ મંદ પડે ત્યારે પુરુષાર્થ કરજે એમ નથી કહ્યું. જે પુરુષાર્થ કરે તેને કર્મનો ઉપશમાદિ સ્વયં થાય છે. નિમિત્તો, પર પદાર્થો ને રાગની ઉપેક્ષા કરાવે છે ને શુદ્ધ સ્વભાવની અપેક્ષા કરવાનો ઉપદેશ છે. અન્યથા પુરુષાર્થ કરે ને ફળ ઇચ્છે તેથી કેવી રીતે ફળ સિદ્ધિ થાય ? તપશ્ચરણાદિ વ્યવહાર સાધનમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ શાસ્ત્રમાં તો શુભ બંધ કહ્યું છે ને તેનાથી મોક્ષ ઇચ્છે છે તે કેવી રીતે થાય ? એ તો ભ્રમ છે. વળી ત્યાં પ્રશ્ન થાય છે એ ભ્રમનું કારણ પણ કોઈ કર્મ જ છે, પુરુષાર્થ શું કરે ? સારા ઉપદેશથી નિર્ણય કરતાં ભ્રમ દૂર થાય છે. નિર્ણય કરતાં પરિણામોની વિશુદ્ધતા થાય છે, તેથી મોહની સ્થિતિ-અનુભાગ ઘટે છે. મોહ કર્મના ઉપશમાદિથી ભ્રમ દૂર થઈ જાય છે. ૧૪. નિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી તેનું કારણ પણ કર્મ જ છે ને ? એકેન્દ્રિયાદિકને વિચાર કરવાની શક્તિ નથી તેમને તો કર્મ જ કારણ છે, પણ આને તો જ્ઞાનાવરણાદિના ક્ષયોપશમથી નિર્ણય કરવાના શક્તિ પ્રગટ થઈ છે. જ્યાં ઉપયોગ લગાવે તેનો જ નિર્ણય થઈ શકે છે; પરંતુ આ અન્ય નિર્ણય કરવામાં તો ઉપયોગ લગાવે છે અને અહીં ઉપયોગ લગાવતો નથી એ તો એનો પોતાનો જ દોષ છે, ત્યાં કર્મનું કાંઈ પ્રયોજન નથી. ૭૪ ૧૫. સમ્યક્ત્વ-ચારિત્રનો ઘાતક તો મોહ જ છે, એટલો તેનો અભાવ થયા વિના મોક્ષનો ઉપાય કેવી રીતે બને ? તત્ત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી એ તો આનો જ દોષ છે. પુરુષાર્થ વડે જો તત્ત્વ નિર્ણય કરવામાં ઉપયોગને લગાવે તો સ્વયં જ મોહનો અભાવ થતાં સમ્યક્ત્વાદિપ મોક્ષના ઉપાયનો પુરુષાર્થ બને છે; પુરુષાર્થથી મોક્ષના ઉપાયનો પુરુષાર્થ સ્વયંમેવ થશે. પોતે તો મહંત રહેવા ઇચ્છે છે ને પોતાનો દોષ કર્માદિમાં લગાવે છે ? પણ જિનઆજ્ઞા માને તો આવી અનીતિ સંભવે નહિ. તારે વિષય-કષાયરૂપ જ રહેવું છે માટે આવું જુઠું બોલે છે. જો મોક્ષની સાચી અભિલાષા હોય તો તું આવી યુક્તિ શા માટે બનાવે ? ૧૬. કોઈ કહે કે સર્વજ્ઞ ત્રણ કાળ ત્રણ લોકનું જાણે છે, અમારું પણ તેમના જોયા પ્રમાણે થવાનું છે પછી પુરુષાર્થ કરવાનો ક્યાં રહ્યો ? સર્વજ્ઞ કહે છે Page #116 -------------------------------------------------------------------------- ________________ ૮૩ અમે દ્રવ્ય-ગુણ-પર્યાયનું જ્ઞાન-શ્રદ્ધા કરી ચારિત્ર દશા પામીને સર્વજ્ઞ થયા છીએ. તમે પણ તેમ કરશો તો જરૂર મોક્ષ પામશો. તારો પુરુષાર્થ જે રાગ-દ્વેષમાં અથવા કુદેવાદિકમાં રોકાઇ ગયો છે તે પુરુષાર્થ તારા સ્વભાવ તરફ વાળ. મોક્ષમાર્ગરૂપી પર્યાયનું કારણ આત્મદ્રવ્ય છે. જે જીવ તેના જ્ઞાન-શ્રદ્ધાન કરે છે તેને પાંચેય સમવાય એક સાથે હોય છે. ૧૭. એકલા વ્રત-તપાદિનો પુરુષાર્થ કરે તે જિનેશ્વરની આજ્ઞા અનુસાર પુરુષાર્થ નથી. આત્માના સ્વભાવનો પુરુષાર્થ કરે તેને સર્વ કારણો આવી મળે છે. મોક્ષમાર્ગનો પુરુષાર્થ કરે તેને ગુરુનો ઉપદેશ,મનુષ્યદેહ, સંજ્ઞી પંચેન્દ્રિયપણું, પર્યાપ્તપણું આદિનિમિત્ત ન હોય એમ બને નહિ. પુરુષાર્થ કરનારને સર્વસિદ્ધિ થાય છે એમ નિશ્ચય કરવો. એકલી મોક્ષની ઇચ્છાની વાત નથી. ઇચ્છાને રાગ છે. અંતર જ્ઞાનાનંદસ્વભાવની રુચિને રમણતા કરે તો બીજા કારણો મળે છે. ૧૮. બહારનો વેશ તે ચારિત્ર નથી. બહારમાં ચારિત્ર માને તે તો મિથ્યાદષ્ટિ છે. પરને લઉં કે છોડું એ માન્યતા મિથ્યાત્વ છે. તે જિનેશ્વરની આજ્ઞા અનુસાર પુરુષાર્થ નથી. વિકાર કે નિમિત્તની ઉપેક્ષા કરી, સ્વભાવની અપેક્ષા કરે તે જિનેશ્વરના ઉપદેશ અનુસાર છે. બાહ્ય કિયા ને રાગમાં ધિર્મ માને તે મિથ્યાત્વનો પુરુષાર્થ છે. ભગવાનની વાણી સાંભળવા છતાં પુરુષાર્થ ન કરે તો કોરો રહી જાય છે. કેવળી ભગવાન તો નિમિત્ત માત્ર છે. ઉપદેશ શિક્ષા માત્ર છે. વાસ્તવિક તત્ત્વનું મનન કરી, અંતરમાં શ્રદ્ધાજ્ઞાન કરી પુરુષાર્થ કરે તો ફળ જરૂર પામે. ઊંધા પુરુષાર્થમાં ફળની સિદ્ધિ નથી. ૧૯. સ્વભાવનો નિર્ણય કરવો એ જ પુરુષાર્થ છે. તીર્થકરે ઉપદેશ કર્યો કે અમોએ જે દ્રવ્ય-ગુણ-પર્યાયના નિયમથી આત્માનું જ્ઞાન કર્યું, તેનો નિર્ણય તમે કરો તો આત્મજ્ઞાન થશે. જ્ઞાયક તરફ વળતા ક્રમબદ્ધનો સાચો નિર્ણય થાય છે. ઉપદેશ સાંભળી લાયક જીવો વિચાર કરશે કે કમ શેય છે ને જ્ઞાન તેને જાણે છે. જ્ઞાન સ્વભાવ સિવાય આત્માનું બીજું કાંઈ કાર્ય નથી. એમ નિર્ણય કરવા માટે ઉપદેશ આપે છે. સ્વભાવનો પુરુષાર્થ કર તો કમનો નિર્ણય યથાર્થ છે. અજ્ઞાનીને તો અક્રમનો નિર્ણય છે તેને પરમાં ફેરફાર કરવાની બુદ્ધિ ટળતી Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૪ નથી. કમ તો વસ્તુનો સ્વભાવ છે. સ્વભાવની શ્રદ્ધા હોય તે વિભાવને વિભાવ જાણે છે. ૨૦. દ્રવ્યકર્મના ઉદયથી ભાવકર્મ થાય છે અને ભાવકર્મથી દ્રવ્યકર્મનો બંધ થાય છે. વળી તેથી ભાવકર્મ થાય છે એ અનાદિ કાળથી પરંપરા ચાલે છે, ત્યાં મોક્ષનો ઉપાય કેવી રીતે થઈ શકે ? સમાધાન કર્મનો બંધવા ઉદય સદાકાળ સમાન થયા કરે તો એમ જ છે એટલે તું કહે છે એમ બને. પરંતુ જીવના પરિણામોના નિમિત્તથી પૂર્વે બાંધેલા કર્મની સ્થિતિ ઘટી જાય કે વધી જાય છે. જીવના પરિણામ પણ તીવ્ર-મંદ થાય છે. જીવના પરિણામમાં ફેરફાર થાય છે. કર્મમાં ફેરફાર કર્મના કારણે થાય છે. વિકાર થવામાં કર્મ નિમિત્ત છે પણ આત્મામાં વિકારી ભાવ તીવ્ર કે મંદ પોતાના કારણે થાય છે. તેના નિમિત્તથી નવીન બંધ પણ તીવ્ર-મંદ થાય છે. જડ કર્મ સત્તામાં છે તે ઉદયમાં આવે છે. તેનું કાર્ય તેનામાં છે. જીવ સારા પરિણામ કરે તો પૂર્વના કર્મમાં ફેરફાર થાય છે અને નવીન બંધ પણ ઓછો વત્તો થાય છે. કર્મના ઉદય પ્રમાણે જીવે વિકાર કરવો પડે એવો નિયમ નથી. પોતે જ્ઞાનાનંદ સ્વભાવી છે એમ ઉપયોગ લગાવે તો કાર્યકારી થાય. તત્ત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવે તો ત્યાં લાગે, પરમાં ઉપયોગ લગાવે તો પરમાં લાગે. શરીરની પર્યાય આત્માને આધીન નથી. જ્ઞાયક સ્વભાવ શક્તિએ પરિપૂર્ણ છે, રાગાદિ વિકાર છે. જડાદિ પર છે એમ નિર્ણય કરે તો ભલું થાય. જેણે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરેલ છે તેને સ્વભાવ તરફનો પુરુષાર્થ ચાલુ જ છે. સમ્યગ્દર્શન થાય પછી તમે ક્રમે સ્થિરતા કરે છે. વળી અનેકાન્ત તત્ત્વ છે. રાગ જ્ઞાનમાં નથી, ને રાગમાં જ્ઞાન નથી આમ નક્કી કરતાં પોતે જ્ઞાન તરફ વળે છે તે પુરુષાર્થ છે. જીવનું કર્તવ્ય તત્ત્વનો નિર્ણય કરવાનું છે અને નિર્ણય કરનારને બધા કારણો મળે છે ને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૫. સ્વરૂપનો મહિમા : આત્મા જ્ઞાનમાત્ર છે તેમ કહેતા આત્મા શરીરરૂપનથી-વાણીરૂપ નથી, પુણ્યપાપરૂપ (શુભ-અશુભભાવરૂપ) નથી ને એક સમયની પર્યાય માત્ર પણ નથી. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૮૫ આત્મા જ્ઞાનમાત્ર છે તેમ કહેતાં જ્ઞાન, દર્શન, અકાર્યકારણ, ભાવ આદિ અનંત શક્તિમાન આત્મા છે. પ્રભુ ! તારા ઘરની શી વાત ! તારામાં અનંત શક્તિઓ ભરી પડી છે ને એક એક શક્તિ અનંત સામર્થ્યવાન છે, એક એક શક્તિ અનંત ગુણોમાં વ્યાપક છે, એક એક શક્તિમાં બીજી અનંત શક્તિઓનું રૂપ છે, એક એક શક્તિ બીજી અનંત શક્તિમાં નિમિત્ત છે. - એવી એક એક શક્તિમાં અનંતી પર્યાય છે, તે પર્યાય ક્રમે ક્રમે થતી હોવાથી તે કમવર્તી છે. તથા અનંત શક્તિઓ જે એક સાથે રહેતી હોવાથી તે અકમવત છે. એ અજમવર્તી અને ક્રમવર્તી ગુણ-પર્યાયનો પિંડતે આત્મદ્રવ્ય છે. દ્રવ્ય શુદ્ધ છે, ગુણ પણ શુદ્ધ છે તેથી તેની દષ્ટિ કરતાં પરિણમન પણ શુદ્ધ જ હોય. ' “જ્ઞાનમાત્ર વસ્તુ છું' એવી દષ્ટિ થતાં પર્યાયમાં જીવત્વ શક્તિનું પરિણમન થયું તેની સાથે જ્ઞાન-દર્શન-આનંદ-અકાર્યકારણ-વ આદિ અનંતી શક્તિની પર્યાય ઉછળે છે-પ્રગટ થાય છે. દ્રવ્ય વસ્તુ છે, તેમાં અનંતી શકિતઓ છે, એક શક્તિનું જ્યારે પરિણમન થાય છે ત્યારે અનંતી શક્તિની પરિણતિ એક સાથે ઉત્પન્ન થાય છે તેને ઉછળે છે એમ કહેવામાં આવે છે. - દર્શનમોહ મંદ કર્યા વિના વસ્તુસ્વભાવ ખ્યાલમાં આવે નહિ અને દર્શનમોહનો અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે એવો નથી. સ્વના લક્ષનો માર્ગ એલૌકિક છે. આ વીતરાગનો માર્ગ છે. વીતરાગ કહે છે કે તું મારી સામું ન જે. આમ વીતરાગ સિવાય બીજો કોણ કહી શકે? જેણે બહારમાં-કયાંક રાગમાં, સંયોગમાં, ક્ષેત્રમાં-એમ ક્યાંક ને ક્યાંક કોઈ દ્રવ્યમાં, ક્ષેત્રમાં, કાળમાં, “આ ઠીક છે એમ માનીને ત્યાં વિસામામાં કાળ ગાળ્યો તેણે પોતાના આત્માને ઠગી લીધો છે. આ વાત સમજવામાં અનંતો પુરુષાર્થ જોઈએ, ઘણી અંદરમાં પાત્રતા જોઈએ, બધેથી સુખબુદ્ધિ ઉડી જવી જોઈએ, એની ઘણી પાત્રતા જોઈએ. એની પર્યાયમાં ઘણી યોગ્યતા જોઈએ છે. શ્રીમદ્ કહે છે કે તું તારા દોષથી દુ:ખી થઈ રહ્યો છે, તારો દોષ એટલો કે પરને પોતાનું માનવું ને પોતાને ભૂલી જવું. Page #119 -------------------------------------------------------------------------- ________________ તારા સ્વભાવ સિવાય ભાઈ! બીજે ક્યાંય તને મીઠાસ રહી ગઈ હશે તો તને એ ચૈતન્યની મીઠાસમાં આવવા નહિદે. ચૈતન્યની મીઠાસમાં પરની મીઠાસ તને વિદન કરશે. માટે હે ભાઈ! સમજીને પરની મીઠાસ છોડ! અંદરમાં અપાર શક્તિ પડી છે તેનું માહાત્મ આવવું જોઈએ. માહાસ્ય આવતાં ભાન થાય એમ છે. વીર્યમાં ઉત્સાહ અને નિઃશંકતા આવવી જોઈએ. યથાર્થ રુચિ અને લક્ષ હોય તેને સમ્યગ્દર્શન થાય જ. પુરુષાર્થ જ તે લાયકાતનું કારણ છે. પંચમ કાળ કઠણ છે-એમ કહી અજ્ઞાની જીવો આત્મસ્વભાવ સમજણનો પુરુષાર્થ જ માંડી વાળે છે; જ્ઞાનીઓ તેને કહે છે કે ભાઈ રે, શું કાળ કે કર્મો કાંઈ તારું કાંડુ પકડીને તને પુરુષાર્થ કરતા રોકે છે? અર્થાત્ શું તારી સ્વ પર્યાયને કાળ કે કર્મો રોકે છે? જરા વિચાર કર. એ તો પર દ્રવ્યો છે, તે તારી પર્યાયને રોકવા સમર્થ નથી. માટે હે ભાઈ ! તું પરાધીન દષ્ટિ છોડીને તારા સ્વભાવના લક્ષ પુરુષાર્થ કર. પુરુષાર્થ વડે અવશ્ય મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. હા, એ જરૂર છે કે અત્યારના જીવો પોતે જ ઓછા પુરુષાર્થની લાયકાતવાળા છે, માટે પંચમ કાળ કહેવાય છે. ખરી રીતે કાળ દ્રવ્યની પર્યાય તો ત્રણે કાળ એક સરખી જ છે, તેમાં કોઈ ભેદ નથી. સિદ્ધાંત એ છે કે ઉપાદાનની સ્વ પર્યાયની લાયકાત મુજબ, પર દ્રવ્યમાં આરોપ કરીને, તેને નિમિત્ત કહેવાય છે, પરંતુ પરદ્રવ્યને અનુસરીને, ઉપાદાનની પર્યાય થતી નથી. પોતાના દરેક સમયની પર્યાયની લાયકાત જીવ પોતે પોતાના તે તે સમયના પુરુષાર્થથી કરે છે. એટલે લાયકાતમાં બીજું કોઈ કારણ નથી, પણ તે વખતનો પુરુષાર્થ જ તે લાયકાતનું કારણ છે. જેવો પુરુષાર્થ કરે, તેવી લાયકાત તે સમયે થાય છે. - પર્યાય તે તો દ્રવ્યનો સ્વભાવ છે, દરેક દ્રવ્ય પોતાથી સ્વતંત્રપણે પરિણમે છે, અને તે તે સમયની પોતાની લાયકાત અનુસાર પર્યાય થાય છે. જીવ પોતાના પુરુષાર્થથી, જે સમયે જેવી લાયકાત કરે, તે સમયે તેવી પર્યાય થાય છે. કદી કોઈ પર દ્રવ્ય આત્માની પર્યાયને વશ કરતું નથી, પણ આત્મા પોતે સ્વ લક્ષ ચૂકીને પર લક્ષમાં એકાગ્ર થાય છે, એ જ પરાધીનતા છે. અજ્ઞાનીઓ સ્વ પર્યાયને ન જોતાં પર દ્રવ્યનો દોષ કાઢે છે. “પર દ્રવ્ય તો સૌ પોતપોતાના ભાવમાં હતાં, પણ તું પોતે શા માટે સ્વભાવની એકાગ્રતાથી છૂટ્યો?" એમ જ્ઞાનીઓ કહે છે. પર દ્રવ્યના કારણે દોષ થયો નથી. Page #120 -------------------------------------------------------------------------- ________________ કાળ અને કર્મો વગેરે બધા પર દ્રવ્યો પોતપોતાના કારણે આ જીવથી ભિન્નપણે સ્થિત છે, તે કોઈ આ જીવના પુરુષાર્થને બળજબરીથી રોકતા નથી, જીવ પોતે ઊંધા પુરુષાર્થ વડે, પોતાના ઉપયોગને તે તરફ લઈ જઈને વિકારી થાય છે. જો સવળા પુરુષાર્થથી તે તરફના ઉપયોગને ખસેડીને પોતાના સ્વભાવ તરફ પરિણમન કરે તો કાંઈ કાળ કે કર્મ વગેરે પર દ્રવ્યો તેને કાંડુ ઝાલીને ના પાડતા નથી. માટે જીવોએ પ્રથમ તો પોતાના ચૈતન્ય સ્વભાવને પરથી ભિન્ન જાણીને, ચૈતન્યનો જે ઉપયોગ પર તરફ એકાગ્ર થઈ રહ્યો છે, તે ઉપયોગને પોતાના આત્મા તરફ એકાગ્ર કરવાનો છે, એટલે માત્ર પોતાનો ઉપયોગ બદલવાનો છે, એ જ મુક્તિનો ઉપાય છે. ઉપયોગ સ્વ તરફ એકાગ્ર કરવો' તેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે સમાઈ જાય છે. ' પર દ્રવ્યને હું કહું, હું કરું. એ જ અજ્ઞાન છે. પોતાનીવૈભાવિક શક્તિની લાયકાતથી રાગ-દ્વેષરૂપ પરિણમે એવી તો જીવમાં તાકાત છે, પરંતુ પર દ્રવ્યોને પરિણાવી દે, એવી કોઈ શક્તિ જીવમાં નથી. આત્માને અનાદિથી પર દ્રવ્યના કર્તા-કર્મપણાનું અજ્ઞાન છે, તે અજ્ઞાન જો શુદ્ધ સ્વરૂપના અનુભવથી એક વાર , પણ નાશ પામે તો ફરીને ન આવે. માટે એક સમયના પુરુષાર્થની આ કમાલ છે! સત્ય પુરુષાર્થની! Page #121 -------------------------------------------------------------------------- ________________ (૮૮ . આત્મજ્ઞાન” આત્મા આખી ચીજ છે. તેનું જ્ઞાન એ આત્મજ્ઞાન કહ્યું છે. આખો આત્મા એટલે જે ત્રિકાળી ધ્રુવ અખંડ એક પ્રતિભાસમય પૂર્ણ સ્વરૂપ તે પર્યાયમાં જણાયો, એનું જે જ્ઞાન થયું તે પર્યાય આત્મજ્ઞાન છે. આત્માને અનુભવના વેદનમાં આવતા રાગાદિ જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું એટલે જ્ઞાન અને રાગ બંને એકમેકપણે લાગવાપણું હતું, તે જ્યારે સર્વ પ્રકારે ભેદજ્ઞાનનું પ્રવીણપણું થવાથી અર્થાત્ રાગથી ખસીને સ્વભાવ તરફનો ઝુકાવ થવાથી “આ અનુભૂતિ છે તે જ હું છું” જ્ઞાનમાં જે અનુભૂતિ સ્વરૂપ ત્રિકાળી જણાયો તે જ હું છું એવું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ અનુભવસ્વરૂપ ભગવાન આત્મા તે હું છું એવા આત્મજ્ઞાનથી પ્રામ થતું, આ આત્મા શુદ્ધ, અખંડ, અભેદ એક ચૈતન્યરૂપ જેવો જ્ઞાનમાં જણાયો, તેવો જ છે એવી પ્રતીતિ જેનું લક્ષણ છે એવું શ્રદ્ધાન ઉદય થાય છે. તે સમ્યગ્દર્શન આવું આત્મજ્ઞાન થતાં શ્રદ્ધાન ઉદય થાય છે ત્યારે સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી દયા, દાન, ભક્તિ આદિના શુભ ભાવો, જે અન્ય ભાવો છે, તેની જુદાઈ થવાથી નિ:શંક કરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. રાગના વિકલ્પથી જુદો છું એવું ભેદશાન થવાથી સ્વરૂપમાં નિ:શંક ઠરવાને લીધે આત્માનું ચારિત્ર-અનુષ્ઠાન આત્મામાં રમણતા પ્રગટ થાય છે અને તે આત્માને સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉત્પત્તિ છે. સાધ્ય જે મોક્ષ દશા તેની સિદ્ધિ-પ્રાપ્તિ એ રીતે થાય છે, બીજી રીતે નહિ. જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ-ગોપાળ સૌને એટલે નાનાથી મોટા દરેક જીવોને જાણવામાં સદાકાળ એટલે નિરંતર પોતે જ અનુભવમાં અનુભૂતિ સ્વરૂપ-જ્ઞાયક સ્વરૂપ નિજ આત્મા જ આવે છે. જ્ઞાયક ભાવને અહીં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા કહ્યો છે. આબાળ-ગોપાળ સૌને જાણ નક્રિયા દ્વારા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ જણાઈ રહ્યો છે. જાણનક્રિયા દ્વારા સૌને જાણનાર જ જણાય છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૮૯ અજ્ઞાનીને પણ સમયે સમયે જ્ઞાનની પર્યાયમાં પોતાના જ્ઞાનમય આત્મા જ મુખ્યપણે જણાઈ રહ્યો છે. જાણપણું નિજ આત્માનું છે છતાં “એ છે તે હું છું” એમ અજ્ઞાનીને થતું નથી. તે એ પ્રમાણે યથાર્થ જાણતો નથી, માનતો નથી. અજ્ઞાની પરની રુચિની આડે જ્ઞાનમાં પોતાનો જ્ઞાયકભાવ જણાતો હોવા છતાં એનો તિરોભાવ કરે છે, અને જ્ઞાનમાં જે જણાતાં નથી એવા પર શેયોને આર્વિભાવ કરે છે. આમ સદાકાળ સૌને પોતે જ એટલે કે આત્મા જ જાણવામાં આવે છે. અજ્ઞાનીઓ કહે છે કે આત્મા ક્યાં જાય છે? અને જ્ઞાનીઓ એમ કહે છે કે દરેક આત્માઓને પોતાનો આત્મા જ જણાય છે. પણ અજ્ઞાની એનો સ્વીકાર કરતો નથી. પુણ્ય-પાપ આદિ જે વિકલ્પ છે તે અચેતન છે અને પર છે. તેથી મુખ્યપણે જ્ઞાનની પર્યાયમાં તે જણાતા નથી પરંતુ જાણનાર જ જણાય છે. - સ્વ સંવેદન જ્ઞાનથી પ્રથમ આત્માને જાણવો પછી તેનું જ શ્રદ્ધાન કરવું. એની શ્રદ્ધામાં એમ આવ્યું કે આ અંદર જે પ્રત્યક્ષ જણાયો એ જ આત્મા છે. આમ સૌને પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં અનાદિ બંધના વશે-એટલે અનાદિબંધને પોતે વશ થાય છે, તેથી આ જાણનાર.. જાણનાર... જાણનાર તે હું છું એમ ન માનતા રાગ હું છું એમ માને છે. આત્માને અનાદિ બંધ છે, એને વશ થાય છે માટે વિકાર થાય છે. એટલે કે સૌને જાણન જાણન....જાણન ભાવ જ જાણવામાં આવે છે. શરીરને, રાગને જાણતાં પણ જાણનાર જ જણાય છે. પણ અનુભૂતિ સ્વરૂપ આત્મા હું છું. આ જાણનાર તે હું છું, આ જાણનાર તે હું છું એમ અજ્ઞાનીને ન થતાં બંધને વશ પડ્યો છે. આત્માને વશ થવું જોઈએ એને બદલે કર્મને વશ થાય છે. પ્રભુ! તું તો જાણનાર સ્વરૂપ સદાય રહ્યો છે ને? જાણનાર જ જણાય છેને? જાણનાર જ્ઞાયક છે તે જણાય છે એમ માનતા બંધને વશે જે જ્ઞાનમાં પર રાગાદિ જણાય તેના એકપણાનો નિર્ણય કરતો મૂઢ જે અજ્ઞાની તેને “આ અનુભૂતિ છે તે હું જ છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. ભગવાન આત્મા જ્ઞાયક જ્યોતિ ધ્રુવ વસ્તુ છે. એ તો જાણન સ્વભાવે, પરમ પરિણામિકભાવે, સ્વભાવભાવે જ ત્રિકાળ છે. રાગ સાથે દ્રવ્ય એકપણે થયું નથી. પણ જાણનાર જેમાં જણાય છે તે જ્ઞાન પર્યાય લંબાઈને અંદર જતી નથી. જાણનાર સદાય પોતે જણાઈ રહ્યો છે એવી જ્ઞાનની પર્યાય થઈ રહી Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૦ હોવા છતાં પણ આ અંદર જાણનાર તે હું છું અર્થાત્ આ જ્ઞાનની પર્યાયમાં જણાય છે તે હું છું એમ અંદરમાં ન જતા રાગને વશ પડ્યો થકો જે બહાર રાગમાં જણાય છે તે હું છું એમ માને છે. જ્યારે આ આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં એટલે ભગવાન આત્માના જ્ઞાનમાં પુણ્યપાપ-દયા-દાન-વ્રત આદિ અનેક પર્યાયરૂપ ભેદભાવો તેની સાથે મિશ્રિત હોવા છતાં સર્વ પ્રકારે ભેદજ્ઞાનમાં પ્રવીણતાથી ‘આ અનુભૂતિ છે તે જ હું છું' અર્થાત્ જાણવાની દશા જે અનુભવમાં આવે છે તે જ હું છું અને જ્ઞાનમાં જણાય છે તે દયા-દાન-રાગાદિ વ્યવહાર તે હું નથી એમ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. રાગનો વિકલ્પ અને જ્ઞાનપર્યાય એ બે વચ્ચે સંધિ છે. તેમ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા અને રાગ બે વચ્ચે સંધિ છે. પણ બંનેના એકપણાના નિશ્ચયથી મૂઢ અજ્ઞાની તેને પોતાના માને છે. પરંતુ રાગથી ભિન્ન અનુભવરૂપ પોતાની ચીજ જુદી છે, એનું ભાન નહિ હોવાથી આ જાણનાર જણાય છે તે હું છું એમ માનતો નથી. અને જેવું ભેદ જ્ઞાનની પ્રજ્ઞા છીણી વડે એ બે ને છૂટા કરતાં જાણનારો જણાય છે. અનુભૂતિ થઈ જાય છે. લોકો બહારમાં એકલા ક્રિયાકાંડ-આ કરવું અને તે કરવું-એમાં ખૂંચી ગયા છે. એટલે કાંઈ હાથ આવતું નથી. આત્મા કેવો છે તેને જાણ્યા વિના અજ્ઞાનથી મિથ્યાત્વનું મૂળ સાજું રાખ્યું, પણ એને ઉખેડીને સમ્યગ્દર્શનરૂપી ધર્મના મૂળને પકડ્યું નહિ. પોતે પોતાને ભૂલીને રાગને પોતાનો માને એ તો મૂઢ ભાવ છે, મિથ્યાત્વ છે. તો પછી આ બાયડી, છોકરાં, કુટુંબ, મકાન, પૈસા, આબરૂ વગેરે ક્યાંય રહી ગયા. એને પોતાના માને એ તો મૂઢત્વ જ છે. પહેલાં એ એની શ્રદ્ધામાં નક્કી કરે કે ભગવાન આનંદનો નાથ પ્રભુ જે અંદરમાં જણાયો અને શ્રદ્ધામાં આવ્યો એમાં ઠરવું એ ચારિત્ર છે. વ્રત, તપ, ઉપવાસ આદિકાંઈચારિત્રનથી. ઉપવાસ એટલે ઉપનામ સમીપમાં-ભગવાન આનંદના નાથની સમીપમાં વાસ એટલે વસવું- અનુભવ વડે વસવું. આત્મામાં અનુભવ વડે લીન થવું એ ચારિત્ર છે. આવા અનુભવની છાપ વિશે આવે છે કે આત્માનો નિજ વૈભવ કેવો Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૧ છે? “નિરંતર ઝરતો આસ્વાદમાં આવતો સુંદર જે આનંદ તેની છાપવાળું જે પ્રચૂર સંવેદનરૂપ સ્વ સંવેદન તેનાથી જેનો જન્મ છે.” આવો આનંદનો અનુભવ તે આત્માનો સાક્ષાત્કાર છે. “અનુભવ ચિતામની રતન, અનુભવ હૈ રસકૂપ; અનુભવ મારગ મોખકો, અનુભવ મોક્ષ સ્વરૂપ.” કેટલાક કહે છે કે પંચ મહાવ્રત પાળવા, ત્યાગ કરવો, પરિષહ સહન કરવા ઇત્યાદિ કષ્ટ સહન કરીએ તો ધર્મ થાય અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. અહીં તો કહે છે કે કષ્ટ એ ધર્મ નથી. પણ ભગવાન આત્મામાં એકાગ્ર થતાં એમાં આનંદ આવે તે ધર્મ છે. આનંદની લહેરોનો અનુભવ કરતાં કરતાં કેવળજ્ઞાનને પામે, પણ કષ્ટ સહન કરે તો પામે એમ નથી. ભાઈ! વસ્તુ તો સહજાનંદ સ્વરૂપ છે. સ્વાભાવિક આનંદને આધીન થતાં, અતીન્દ્રિય આનંદને વેદતાં વેદતાં કેવળજ્ઞાન થઈ જાય છે. આ વસ્તુનું સ્વરૂપ જ આવું છે. એકલો ભગવાન આત્મા જાણવો, શ્રદ્ધવો અને એમાં ઠરવું એ એક જ મોક્ષમાર્ગ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કેવી રીતે ઓળખાય? પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે, - તે નવ કરે છે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે.” ગાથાર્થ જે આત્મા આ કર્મના પરિણામને તેમજ નોકર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. (સમયસાર ગાથા ૭૫) નિશ્ચયથી મોહ, રાગ, દ્વેષ, સુખ, દુ:ખ આદિરૂપે અંતરંગમાં ઉત્પન્ન જે કર્મનું પરિણામ તે જે ન કરે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સંસ્થાન, સ્થૂલતા, સૂક્ષ્મતા આદિરૂપે બહાર ઉત્પન્ન થતું જે નોકર્મનું પરિણામ તે બધું ય પુગલ પરિણામ છે-તેને પણ તે કરતો નથી. પરંતુ માત્ર) પુદ્ગલ પરિણામના જ્ઞાનને (આત્માના) કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે, તે આત્મા (કર્મ-નોકર્મથી) અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે. આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મ પરિણામનો એટલે કે પુગલ Page #125 -------------------------------------------------------------------------- ________________ ८२ પરિણામના જ્ઞાનનો કર્યા છે, અને પુગલ પરિણામનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યાપતું હોવાથી (વ્યાખ્યરૂપ થતું હોવાથી) કર્મ છે. વળી આ રીતે (જ્ઞાતા પુદ્ગલ પરિણામનું જ્ઞાન કરે છે તેથી) એમ પણ નથી કે પુગલ પરિણામ જ્ઞાનનું વ્યાપ્ય છે; કારણ કે પુગલને અને આત્માને શેય-જ્ઞાયક સંબંધનો વ્યવહારમાત્ર હોવા છતાં પણ પુદ્ગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ્ઞાનનું વ્યાપ્ય છે. માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે.) સમયસાર શ્લોક ૪૯: શ્લોકાર્થઃ વ્યાપ્ય-વ્યાપકપણું સ્વરૂપમાં જ હોય, અતસ્વરૂપમાં ન જ હોય. અને વ્યાપ્ય-વ્યાપકના સંભવ વિના કર્તા-કર્મની સ્થિતિ કેવી? અર્થાત્ કર્તાકર્મની સ્થિતિન જ હોય. આવો પ્રબળ વિવેકરૂપ અને સર્વને ગ્રામીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જે જ્ઞાનપ્રકાશ તેના ભારથી અજ્ઞાન-અંધકારને ભેદતો, આ આત્મા જ્ઞાનસ્વરૂપ થઈને તે કાળે કર્તુત્વ રહિત થયેલો શોભે છે.. ભાવાર્થ જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે, અને કોઈ એક અવસ્થા વિશેષ તે (તે વ્યાપકનું) વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે. દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે. જે દ્રવ્યનો આત્મા, સ્વરૂપ અથવા સત્વ તે જ પર્યાયનો આત્મા, સ્વરૂપ અથવા સત્વ. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યાપ્ય થઈ જાય છે. આવું વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં જ (અર્થાત્ અભિન્ન સત્તાવાળા પદાર્થમાં) હોય; અતસ્વરૂપમાં (અર્થાત્ જેમની સત્તા-સત્વ ભિન્ન ભિન્ન છે એવા પદાર્થોમાં) ન જ હોય. જ્યાં વ્યાપ્ય-વ્યાપકભાવ હોય ત્યાં જ કર્તા-કર્મભાવ હોય; વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તા-કર્મભાવ ન હોય. આવું જે જાણે તે પુગલ અને આત્માને કર્તા-કર્મભાવ નથી એમ જાણે છે. આમ જાણતા તે જ્ઞાની થાય છે, કર્તા-કર્મભાવથી રહિત થાય છે અને જ્ઞાતા દષ્ટા-જગતનો સાક્ષીભૂત-થાય છે. ભગવાન આત્મા સ્વ-પર પ્રકાશક જ્ઞાનશક્તિનો પિંડ છે. તે પોતે કર્તા થઈને સ્વ-પરને પ્રકાશે છે. ભગવાન આત્મા સહજ જ્ઞાનસ્વભાવ છે. માટે જ્ઞાતાના પરિણામનું કાર્ય પોતાથી થાય છે. શુદ્ધોપયોગ ઉપયોગ કોને કહે છે ? જીવની જ્ઞાન-દર્શન શકિતનો વ્યાપાર. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૯૩ ૧. જીવના લક્ષણરૂપ ચૈતન્ય અનુવિઘાયી પરિણામને ઉપયોગ કહે છે. ૨. ક્ષયોપશમ હેતુવાળા ચેતનાના પરિણામ વિશેષને ઉપયોગ કહે છે. ૩. ચૈતન્યને અનુસરીને જીવના પરિણામોને ઉપયોગ કહે છે. ઉપયોગના બે ભેદ છે. (૧) દર્શન ઉપયોગ (૨) જ્ઞાન ઉપયોગ. (૧) જેમાં પદાર્થોના ભેદ રહિત સામાન્ય પ્રતિભાસ (અવલોકન) તેને | દર્શન ચેતના કહે છે. (૨) જેમાં પદાર્થોના વિશેષ પ્રતિભાસ થાય તેને જ્ઞાન ઉપયોગ કહે છે. શુદ્ધોપયોગ શું છે? અત્યંત તીણ સમ્યજ્ઞાન અર્થાત્ ભેદજ્ઞાનરૂપી પ્રજ્ઞાછીણી નાખીને અંતરંગમાં ભેદકરીને આત્માના વાસ્તવિક સ્વરૂપને દ્રવ્યકર્મ અને રાગ-દ્વેષાદિ ભાવકર્મથી ભિન્ન કરીને પોતાના આત્મામાં પોતા માટે, આત્મા વડે, આત્માને સ્વયં પોતાથી ગ્રહણ કરે છે (જાણે છે) ત્યારે તેને સ્વાનુભવમાં ગુણ-ગુણી તથા જ્ઞાતા, જ્ઞાન અને શેય (જ્ઞાનનો વિષય અને જ્ઞાન) આત્મામાં જરાપણ ભેદ વિકલ્પ રહેતો નથી તે શુદ્ધોપયોગ છે. * ત્યારે ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એવા ભેદ રહેતા નથી. ત્યાં કર્તા, કર્મ, કિયા (આત્માનો ભાવ) એ ત્રણ તદ્ન અખંડ અભિન્ન થઈ જાય છે. શુદ્ધોપયોગ ની અટળ દશા પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્ર પણ એક સાથે એકરૂપ થઈને પ્રકાશમાન થાય છે. | સર્વ પ્રકારના વિકલ્પોથી રહિત નિર્વિકલ્પ આત્મસ્થિરતાને સ્વરૂપાચરણ ચારિત્ર (શુદ્ધોપયોગ) કહે છે. આ સ્વરૂપ આચરણ ચારિત્ર વખતે આત્મ અનુભવમાં પ્રમાણ, નય અને નિક્ષેપનો વિકલ્પ તો ઊઠતો નથી પણ ગુણ-ગુણીનો ભેદ પણ હોતો નથી એવું ધ્યાન હોય છે-શુદ્ધોપયોગનો ત્યારે નિશ્ચલ પર્યાય પ્રગટ થાય છે. ચારિત્ર ગુણ કોને કહે છે? બાહ્ય અને અત્યંતર કિયાના નિરોધથી પ્રાદુર્ભત આત્માની શુદ્ધિ વિશેષને ચારિત્ર કહે છે, આવા ચારિત્રની કારણભૂત શક્તિને ચારિત્રગુણ કહે છે. હિંસા, ચોરી, જુઠ બોલવું, મૈથુન સેવવું, પરિગ્રહ સંચય કરવો એ બાહ્ય ક્રિયા. યોગ અને કષાયને અત્યંતર ક્રિયા કહે છે. મન, વચન, કાયાના નિમિત્તથી Page #127 -------------------------------------------------------------------------- ________________ આત્માના પ્રદેશો ચંચળ થવાપણાને યોગ કહે છે. ક્રોધ, માન, માયા, લોભઆત્માના વિભાવ પરિણામ-કષાય છે. નિશ્ચય સમ્યગ્દર્શન સહિત સ્વરૂપમાં ચરવું-રમવું, પોતાના સ્વભાવમાં અકષાય પ્રવૃત્તિ કરવી તે ચારિત્ર છે. તે ચારિત્ર, મિથ્યાત્વ અને અસ્થિરતા રહિત અત્યંત નિર્વિકાર એવો જીવની પરિણામ છે, એવા પર્યાયને ધારણ કરનાર ગુણને ચારિત્ર ગુણ કહે છે. નિર્વિકાર એટલે એવા પરિણામ જેમાં સ્વરૂપ સ્થિરતા, નિશ્ચલતા, વીતરાગતા, સામ્ય ધર્મરૂપ ચારિત્ર છે. જ્યારે આત્માનો ચારિત્ર ગુણનો એવો શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે ત્યારે બાહ્ય અને અત્યંતર કિયાનો યથાસંભવ (ભૂમિકા અનુસાર) નિરોધ થઈ જાય છે. ચારિત્રના ચાર ભેદ છે. ૧. સ્વરૂપ આચરણ ચારિત્ર ૨. દેશ ચારિત્ર ૩. સકલ ચારિત્ર ' ૪. યથાખ્યાત ચારિત્ર. ૧. સ્વરૂપ આચરણ ચારિત્રઃ શુદ્ધાત્માનુભવથી અવિનાભાવી ચારિત્ર વિશેષને સ્વરૂપ આચરણ ચારિત્ર કહે છે. ચારિત્રનું લક્ષણ (સ્વરૂપ શું છે?) : ૧. મોહ અને ક્ષોભ રહિત આત્માનો પરિણામ. ૨. સ્વરૂપમાં ચરવું (રમવું) તે ચારિત્ર છે. * ૩. પોતાના સ્વભાવમાં પ્રવર્તવું, શુદ્ધ ચૈતન્યનું પ્રકાશવું એવો તેનો અર્થ છે. ૪. તે જ વસ્તુનો સ્વભાવ હોવાથી ધર્મ છે. ૫. તે જ યથાસ્તિ આત્મગુણ હોવાથી (વિષમતા વિનાનો-સુસ્થિત આત્માનો ગુણ હોવાથી) સામ્ય છે અને ૬. મોહ-ક્ષોભના અભાવને લીધે અત્યંત નિર્વિકાર એવો જીવનો પરિણામ છે. શુદ્ધોપયોગ વિશેષ ૧. ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ જે ધ્રુવ તેના અવલંબનથી શુદ્ધોપયોગરૂપ ધર્મ પર્યાયમાં પ્રગટ થાય છે. ૨. શુદ્ધોપયોગ જે ત્રિકાળ છે-તેનેં સાધન કરતાં પર્યાયમાં શુદ્ધોપયોગરૂપ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૯૫ - ૧૫ ધર્મ પ્રગટ થાય છે. બારમા ગુણસ્થાનની નીચે અશુદ્ધ નયનું સ્થાન છે. તો પણ શુદ્ધનું અવલંબન, શુદ્ધનું ધ્યેય અને શુદ્ધનું સાધકપણું હોવાથી શુદ્ધોપયોગરૂપ વીતરાગી પર્યાય પ્રગટ થાય છે અર્થાત્ ત્યાં હોય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ વીતરાગી પર્યાય છે અને એ જ ધર્મ છે. એનું નામ જૈન ધર્મ છે. જૈન ધર્મની શરૂઆત ત્યાંથી થાય છે-શુભાશુભ પરિણામ એ જૈન ધર્મ નથી. ૩. અબદ્ધ પૂષ્ટ એ તો ત્રિકાળી વસ્તુ છે. એવા ત્રિકાળી વસ્તુ તરફ નિર્મળ જ્ઞાનની પર્યાય ઝૂકે છે ત્યારે અબદ્ધ સ્પષ્ટનો અનુભવ થાય છે એને શુદ્ધોપયોગ કહે છે. એ શુદ્ધોપયોગ આત્માને બંધ રહિત, પરના સ્પર્શ રહિત, અન્યપણા રહિત, ગતિ રહિત, ચળાચળતા રહિત, વિશેષ રહિત અને અન્યના સંયોગ રહિત એટલે કર્મના અને કર્મના નિમિત્તે જે વિકારી ભાવ અને દુઃખ થાય છે એનાથી રહિત એ બધા ભાવોથી રહિત દેખે છે. ૪. શુદ્ધોપયોગરૂપ ત્રીજી ભૂમિકાથી (પ્રથમ બે શુભાશુભ) જ આત્મા નિરાપરાધ થાય છે, બીજી રીતે નહિ, વ્યવહાર રત્નત્રયથી નહિ. જ્યાં શુદ્ધોપયોગ નથી ત્યાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર નથી. ત્યાં સર્વ ક્રિયાકાંડ અપરાધ જ છે. વ્યવહાર પ્રતિક્રમણ, સામાયિક, પૌષધ, દયા, દાનના - ભાવ, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઈત્યાદિ સર્વ શુદ્ધોપયોગના અભાવમાં અપરાધ જ છે, ઝેર જ છે. ૫. આત્મા જે પરભાવસ્વરૂપ ત્રિકાળી નિજ પરમાત્માદ્રવ્ય છે તેનું જે સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન-અનુચરણરૂપ પરિણામ તેને “શુદ્ધોપયોગ' પર્યાય સંજ્ઞાથી કહેવામાં આવે છે. અને તે સ્વાભિમુખ પરિણામ છે. પુણ્ય-પાપના જે ભાવ છે તે વિકારી છે તે તો અશુદ્ધોપયોગ છે અને તે પર સન્મુખતાના પરિણામ છે. ૬. શુદ્ધોપયોગને વીતરાગ વિજ્ઞાન કહો, સ્વચ્છતાના પરિણામ કહો, અનાકુળ આનંદના પરિણામ કહો, શાંતિના પરિણામે કહો, તે એવા અનેક નામોથી કહેવાય છે. ૭. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યમય અનંતગુણ નિધાન પ્રભુ એક સમયમાં પરિપૂર્ણ વસ્તુ છે. તેની સન્મુખના પરિણામ થાય તેને “શુદ્ધોપયોગ' કહ્યો છે અને તે જ મોક્ષમાર્ગ છે. વળી તેને જ શુદ્ધાત્મ Page #129 -------------------------------------------------------------------------- ________________ ભાવના, શુદ્ધ રત્નત્રય, વીતરાગતા, સ્વચ્છતા, પવિત્રતા, પ્રભુતા, સામ્યભાવ ઇત્યાદિ કહીએ છીએ. ભગવાન આત્મા પૂર્ણ શાંતિથી ભરેલું ચૈતન્યતત્ત્વ છે. તેની સન્મુખતાથી જે પરિણામ થાય છે તે પણ શાંત...શાંત...શાંત અકષાયરૂપ શાંત વીતરાગી શુદ્ધ પરિણામ છે. વસ્તુ પોતે પૂર્ણ અકષાયરૂપ શાંત સ્વરૂપ છે અને તેની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા એ પણ અકષાય સ્વરૂપ શાંત..શાંત..શાંત છે. આને જ મોક્ષનો ઉપાય અર્થ પૂર્ણ પરમાનંદની પ્રાપ્તિનો ઉપાય કહે છે. ૯. શુદ્ધ દ્રવ્ય ત્રિકાળ ભાવરૂપ અને તેને અવલંબીને પ્રગટ થયેલી પરિણતિ તે ભાવના એ બંને શુદ્ધ છે, પવિત્ર છે. અહા ! શુદ્ધાત્માની આવી ભાવના કે જેમાં શુદ્ધ ચૈતન્ય ભાવનું ભવન થયું હોય-આવી ભાવના પરિણતિ ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. ચોથે ગુણસ્થાને ઉપશમ સમ્યગ્દર્શન શુદ્ધોપયોગપૂર્વક જ થાય છે એ સિદ્ધાંત છે. ૧૦. ચોથે ગુણસ્થાને સમક્તિી કહે છે મારા આત્માના સ્વસંવેદન વડે પ્રત્યક્ષથી હું મને અનુભવું છું. અહો ! આ સ્વ સંવેદન અચિંત્ય મહિમાયુક્ત છે, તેમાં અનંત ગુણોનો રસ સમાય છે, તેમાં અતીન્દ્રિય આનંદ કરે છે, સ્વરૂપની પ્રતીતિ પ્રગટે છે. અને અનંત શક્તિઓ નિર્મળપણે ઊછળે છે. અહો! આ સ્વ સંવેદન તો મોક્ષના દ્વાર ખોલવાનો રામબાણ ઉપાય ૧૧. અહાહા ! સમ્યગ્દર્શન અને ધર્મ કરવો હોય તો કેમ થાય ? ભાઈ ! વ્યવહારના જે વિકલ્પ છે તેની રુચિ છોડી, એક જ્ઞાયક ભાવ, શુદ્ધ ચિદાનંદ, અખંડ આનંદકંદ પ્રભુ પોતે છે, તેની દષ્ટિ કરી, રુચિ કરવી તેનો અનુભવ કરવો તે જીવની પ્રથમ કાર્યસિદ્ધિરૂપ સમ્યગ્દર્શન છે. આનું નામ ધર્મ છે. વ્યવહાર છે તે મિથ્યાત્વ છે એમ વાત નથી પણ વ્યવહારને ધર્મ માનવો તે મિથ્યાત્વ છે. શુદ્ધોપયોગ એ ધર્મ છે. ૧૨. પ્રથમ શુભ ભાવ એકદમ છૂટી જાય ને શુદ્ધ થઈ જાય એમ નહિ, પણ શુભ ભાવની રુચિ છૂટી શુદ્ધોપયોગ પ્રગટે છે. સ્વભાવનો આશ્રય લેતાં સ્વાનુભવમાં પ્રથમ શુદ્ધોપયોગ પ્રગટે છે. આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. જ્યાં અંતર સ્થિરતા થઈ, ત્યાં શુદ્ધોપયોગ પુષ્ટ થાય ત્યારે ક્રમશ: Page #130 -------------------------------------------------------------------------- ________________ ૯૭ શુભ ભાવ છૂટે છે, ને આ ચારિત્ર છે, ધર્મ છે. ભાઈ ! શુભભાવની રુચિ તો પહેલેથી જ છૂટવી જોઈએ. શુભભાવની રુચિ તને છે તે મહાન દોષ છે, મહાન વિપરીતતા છે. આકરી વાત છે પ્રભુ! પણ આ જ સત્ય વાત છે. દેશ ચારિત્ર - શ્રાવકને બાર વ્રતરૂપ હોય છે. સકળ ચારિત્ર - મુનિને પ્રગટ થાય છે. તે બે પ્રકારે થાય છે. શુદ્ધોપયોગ - શુભોપયોગ. યથાખ્યાત ચારિત્ર - કષાયનો સર્વથા અભાવ. પરિણતિઃ ૧. ગુણનું પરિણમન પર્યાય છે. શક્તિનું પરિણમન પરિણતિ છે. ૨. પર્યાય એક સમયની છે. પરિણતિ અસંખ્ય સમયની છે. પરિણતિ એટલે રુચિ, વૃત્તિ. ૩. સાધના બધી શક્તિમાં થાય. પરિણતિ સાધનાનું ક્ષેત્ર છે, એનું પરિણામ ગુણમાં આવે. ૪. શક્તિનો વિકાસ ક્રમિક છે, ગુણનો વિકાસ અક્રમ છે. ૫. પરિણતિ શ્રદ્ધા પ્રધાન છે, પર્યાય જ્ઞાન પ્રધાન છે. - પરિણતિમાં આત્મા બેસવો એટલે સાચો નિર્ણય. પરિણતિમાં રહેલો આત્મા એ અતીન્દ્રિય આનંદ દશા. પુરુષાર્થની પરાકાષ્ટા એટલે પરિણતિની પૂર્ણ શુદ્ધતા. પ્રારંભ રુચિથી થાય પછી પરિણતિમાં આવે. મુનિને ત્રણ કષાયની ચોકડીના અભાવરૂપ શુદ્ધ પરિણતિ નિરંતર વર્તે છે. શ્રાવકને બે કષાયની ચોકડીના અભાવરૂપ શુદ્ધ પરિણતિ નિરંતર વર્તે છે. સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધી કષાયની ચોકડીના અભાવરૂપ શુદ્ધ પરિણતિ નિરંતર વર્તે છે. શુદ્ધોપયોગ થયા પછી જે શ્રદ્ધા કાયમ રહે છે તેને શુદ્ધ પરિણતિ કહેવામાં આવે છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ભેદજ્ઞાન ૧. ભેદ વિજ્ઞાન અને આત્માનુભૂતિઃ પરથી ભિન્નતાનું જ્ઞાન એ જ ભેદવિજ્ઞાન છે. અને પરથી ભિન્ન નિજ ચૈતન્ય ભગવાનને જાણવો, માનવો, અનુભવ કરવો એ જ આત્માનુભૂતિ છે. સ્વાનુભૂતિ-આત્મજ્ઞાન-સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-આત્મસાધના-આત્મ આરાધના-આત્મસાક્ષાત્કાર જુદા જુદા નામ છે. સંપૂર્ણ જિનાગમ અને જિન અધ્યાત્મનો સાર આમાં આવી જાય છે. અનિત્ય ભાવના, અશરણ ભાવના, અન્યત્વ ભાવના, એકત્વ ભાવનાનું ચિંતવન - એની ચરમ પરિણતિ પણ એ જ છે. અનાદિકાળથી આ આત્મા પરને પોતાના માનીને તેમાં જ રચ્યો પચ્યો રહ્યો છે, આ કારણથી ચાર ગતિ અને ચોરાસી લાખ યોનીઓમાં પરિભ્રમણ કરતો થકો અનંત દુઃખ ભોગવી રહ્યો છે. પર સાથે એકત્વ અને મમત્વના કારણે પોતાનું સાચું સ્વરૂપ સમજી નથી શકતો. (જાણતો નથી, માનતો નથી.) પરથી એકત્વ અને મમત્વ તોડવા માટે ભેદવિજ્ઞાન અણમોલ સાધન છે. આ ચાર અનિત્ય, અશરણ, એકત્વ અને અન્યત્વ ભાવનાઓનું ચિંતવન ઊંડાણથી કરવાની આવશ્યકતા છે. ભાવભાસન થાય ત્યાં સુધી આ ભેદજ્ઞાન કરવું જરૂરી છે. આમાં અપ્રતિહત પુરુષાર્થની જરૂર છે. પરથી એકત્વ અને મમત્વ તોડવાનો એક માત્ર ઉપાય પ્રત્યેક વસ્તુની સ્વતંત્ર સત્તાનો સમ્યફબોધ જ છે. પ્રત્યેક વસ્તુ પોતાની સત્તામાં રહીને (દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવમાં) સતત પરિણમન કરી રહી છે. પોતાની સીમામાં (હદમાં) સર્વ પ્રભુતા સંપન્ન કોઈ પણ વસ્તુને અન્ય વસ્તુની માનવી, જાણવી-એના સ્વામી થવું એ મહા મોહ છે, મહા અજ્ઞાન છે, મિથ્યાત્વ નામનું મહા પાપ છે. ‘જ્ઞાન આનંદસ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું' એ યથાર્થ નિર્ણય શ્રુતજ્ઞાનના આલંબનથી કરવાથી આ પ્રકારનું ભેદજ્ઞાન થઈ શકે છે અને એની ફળશ્રુતી મુજબ આત્માનુભૂતિ-સ્વાનુભૂતિ થાય છે. અને આ મનુષ્ય ભવમાં કરવા જેવું જો કાંઈ કાર્ય હોય તો આ જ છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૨. શુભ રાગ અને સભ્યજ્ઞાનનું અંતર (ભેદજ્ઞાન): રાગ ભાવ વીતરાગ ભાવ ૧. રાગ મોહની જાતિનું છે. જ્ઞાન ધર્મની જાતિનું છે. ૨. રાગ સંસારનું કારણ છે. જ્ઞાનમાં શાંતિનું વેદન છે. ૩. રાગમાં એકાંત દુ:ખ જ છે. જ્ઞાનમાં પરમ સુખ છે. ૪. રાગથી કર્મબંધન થાય છે. જ્ઞાનથી કર્મ નિર્જરા થાય છે. ૫. રાગ વિભાવરૂપ છે. જ્ઞાન સ્વભાવરૂપ છે. ૬. રાગ અશુદ્ધતા છે. જ્ઞાન શુદ્ધતા છે. ૭. રાગ હેય છે. જ્ઞાન ઉપાદેય છે. ૮. રાગમાં પરાધીનતા છે. જ્ઞાનમાં સ્વાધીનતા છે. શુભ રાગ-જ્ઞાનથી અત્યંત ભિન્ન છે, તો પણ અજ્ઞાની શુભ રાગથી સમ્યજ્ઞાન અથવા ધર્મ થવો માને છે તે એમને એકબીજામાં મિલાવે છે, તેમાં ભેદજ્ઞાન કરતો નથી. રાગ થવો દુર્લભ નથી, પરંતુ રાગરહિત આત્માનો અનુભવ થવો અતિ દુર્લભ છે અને એ જ કરવા જેવું છે. સુખરૂપ છે. આ સંસારમાં પુણ્ય (શુભ ભાવ) કરવો અતિ સુલભ છે. પરંતુ સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવું અતિ દુર્લભ છે. સમ્યજ્ઞાન તો રાગ રહિત અતીન્દ્રિય જ્ઞાન સ્વભાવી આત્માને જાણવાથી તેનો અનુભવ કરવાથી થાય છે. આજ દિવસ સુધી જેટલા આત્માઓએ સિદ્ધ પર્યાય પ્રાપ્ત કરી છે તેઓ બધા ભેદજ્ઞાનની કળાથી સ્વાનુભૂતિ કરીને જ સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી નિર્વાણ પામ્યા છે. આત્મજ્ઞાન સિવાય સુખનો બીજો કોઈ ઉપાય નથી. મુકિતના માર્ગમાં સમ્યગ્દર્શનનું સ્થાન સર્વાધિક મહત્ત્વપૂર્ણ છે. આ મુક્તિ મહેલની પ્રથમ સીડી છે, એ સિવાય જ્ઞાન અને ચારિત્રનું સમ્યક થવું સંભવ નથી. સમ્યગ્દર્શન ધર્મનું મૂળ છે. જે એનાથી ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ જ છે, તેની મુક્તિની પ્રાપ્તિ સંભવ નથી. આ જગતમાં જીવોને સમ્યગ્દર્શન સમાન હિતકારી અને મિથ્યાદર્શન સમાન અહિતકારી કોઈ અન્ય નથી. આ ભવમાં સમગ્ર પુરુષાર્થ આ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે લગાવવો અત્યંત આવશ્યક છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ૩. જ્ઞાનીની અંતર્મુખ વૃત્તિઃ દેહાદિથી ભિન્ન ચિદાનંદ સ્વરૂપ આત્માના ભાનપૂર્વક બાહ્ય પદાર્થો તરફની પ્રવૃત્તિ છોડીને અંતરમાં કરવા માટે જ્ઞાની એમ વિચારે છે કે -બાહ્ય પ્રવૃત્તિ જ બધી વ્યર્થ છે, તેથી પાંચ ઈન્દ્રિયો તરફનો વ્યાપાર છોડીને હું મારા જ્ઞાનને અંતર્મુખ કરું છું’ એમ જ્ઞાની ભાવના ભાવે છે. આ રીતે બાહ્ય વિષયો તરફનું વલણ છોડીને જ્ઞાનને આત્મામાં એકાગ્ર કરવું તેમાં જ શાંતિ અને સમાધિ છે. જ્ઞાનને બાહ્ય વિષયોમાં ભટકાવવું તે તો અશાંતિ અને વ્યગ્રતા છે. એક વાર દઢ નિર્ણયથી પોતાના વેદનમાં જ એમ ભાસવું જોઈએ કે અરે, બાહ્ય વલણમાં ક્યાંય કોઈ પણ વિષયમાં પંચમાત્ર સુખ મને વેદાતું નથી. મ્બાહ્ય વલણમાં તો એકલી આકુળતા છે. અંતર તરફના વલણમાં જ શાંતિ અને અનાકુળતા છે, માટે મારા સ્વભાવમાં જ અંતર્મુખ થવા જેવું છે - આવા નિર્ણયના જોરે અંતર્મુખ થતાં વિકલ્પો તૂટીને નિર્વિકલ્પ અવસ્થા થતાં અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. અહો ! આ મારો આત્મા તો જ્ઞાન જ છે; તેને જ્ઞાન સ્વભાવથી બહાર લક્ષ થઈને જે કાંઈ શુભ-અશુભ વિકલ્પ ઊઠે તે વિકલ્પ નિરર્થક છે. આ મારા આત્મા સિવાય બીજું જે કાંઈ છે તે બધું ય મારાથી ભિન્ન છે. આમ ભેદજ્ઞાન કરવું છે. આવું જ્ઞાન કરે ત્યાં પર તરફનું જોર તૂટી જાય. જ્ઞાનને અંતર્મુખ કરીને સ્વ સંવેદનથી પોતે પોતાને જાણવો એવો અભિપ્રાય દૃઢ કરવો. આમ જાણીને ધર્મી પોતાના સ્વભાવ તરફ વળે છે, ને તેમાં એકાગ્ર થાય છે. તેનું નામ સમાધિ છે. ‘હું તો જ્ઞાયક સ્વરૂપ જ છું ને મારા જ્ઞાયક સ્વરૂપમાં જ હું રહીશ. વિકલ્પ ઊઠે ને પર તરફ લક્ષ જાય કે પરને સમજાવવાની વૃત્તિ ઊઠે તે મારું સ્વરૂપ નથી, તેનાથી મને લાભ નથી. તેમ જ બીજા જીવોને પણ વાણીથી કે વાણી તરફના લક્ષથી લાભ નથી, તે જીવો પણ પર લક્ષ છોડીને પોતાના શાયક સ્વરૂપમાં વળશે ત્યારે જ તેમને લાભ થશે’-એમ જાણીને જ્ઞાની અંતરમાં ઠરે છે. જ્ઞાન પર લક્ષમાં અટકતા વિકલ્પ ઊઠ્યો છે, તે જ્ઞાનનું સ્વરૂપ નથી આવા જ્ઞાન સ્વરૂપને નક્કી કરીને સ્વમાં સ્થિર થાય તો અંદર અપૂર્વ શાંતિ અને સમાધિ થાય. ૪. જ્ઞાનીની અનિચ્છક દશા ઃ જ્ઞાની ચતુર્થ ગુણસ્થાનમાં હોય તો પણ, અપરિગ્રહી છે. ઈચ્છા તે પરિગ્રહ છે. જેને ઈચ્છા નથી તેને પરિગ્રહ નથી. જ્ઞાનીને અજ્ઞાનમય ભાવનો અભાવ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ હોવાથી તેને ઈચ્છા નથી અને તેથી તેને પરિગ્રહ નથી. આ રીતે સર્વ જ્ઞાનીને પુણ્યનો, પાપનો તેમજ સમસ્ત પર ભાવોનો પરિગ્રહ નથી. જ્ઞાની તો જ્ઞાનમય ભાવના સદ્ભાવને લીધે જ્ઞાયક જ છે. આમ, અસ્થિરતાજનિત ઈચ્છા તો માત્ર ઉપલક ઈચ્છા હોવાથી તેને નહિ ગણીને શ્રી સમયસારમાં સર્વ જ્ઞાનીને અનિચ્છક કહેલ છે, કેવળ જ્ઞાયક કહેલ છે. જ્ઞાનીની દૃષ્ટિ અદ્ભૂત મહિમાવંત દ્રવ્ય સ્વભાવ ઉપર પડી હોવાથી તેને જગતનું કાંઈ જોઈતું નથી. તેને બધી ઈચ્છાઓ તૂટી ગઈ છે. જગતના વિવિધ પદાર્થો ભલે જણાય પણ ‘હું તો જ્ઞાતા જ છું’ એવા ભાવે પરિણમતો તે જ્ઞેયોને એકત્વપૂર્વક ગ્રહણ કરતો નથી, જુદો જ વર્તે છે. જ્ઞાન મનને આનંદરૂપ કરતું પ્રગટ થાય છે. તેને રમવાનું સ્થાન-કીડાવન તો આત્મા જ છે. અનંતા શેયો ઝળકે તો પણ જ્ઞાન તો પોતાના સ્વરૂપમાં જ રહે છે. આત્મા અનંત કાળથી જ્ઞેયો પ્રત્યે એકત્વ બુદ્ધિ કરતો હતો, જે જે શેય જણાય તેની સાથે તન્મય થઈને અનંતા કર્મો બાંધતો હતો, ભ્રમને લીધે કોઈ શેય સારું ને કોઈ શેય ખરાબ એમ ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરી આકુળતા ને ખેદ કરતો હતો. હવે જ્યારે તેને જ્ઞાનમય પરિણમન થયું ત્યારે અનિચ્છક ભાવરૂપ પરિણમવા લાગ્યો. આ પર શેય મારું સ્વરૂપ નથી, મારે તે કાંઈ જોઈતું જ નથી. એમ શેય પર પદાર્થ પ્રત્યે રાગ-દ્વેષ કરતો નથી. મારા આત્મામાં અનંતી રિદ્ધિ-સિદ્ધિઓ ભરી પડી છે અને મનને આનંદરૂપ કરતો અદ્ભૂત જ્ઞાનપ્રકાશ મને અંતરમાં પ્રગટ થયો છે, તેથી મારી બધી ઈચ્છાઓ તૂટી ગઈ છે, મારે કાંઈ જોઈતું નથી, હું તો શાયક જ છું એમ નિસ્પૃહપણે પરિણમે છે. હજુ ચોથા ગુણસ્થાનમાં હોય, છતાં જ્ઞાનીને એવા નિ:સ્પૃહ પરિણામ વર્તતા હોય છે કે દૃષ્ટિ અપેક્ષાએ હું મનથી, વચનથી, કાયાથી રાગનો કર્તા, કારયિતા કે અનુમંતા નથી-એમ નવ નવ કોટિએ મેં વિભાવને તિલાંજલી આપી છે. મારી દૃષ્ટિ પર પદાર્થથી વિરામ પામી ગઈ છે. ભલે હજી અસ્થિરતા ઊભી છે, નવ નવ કોટિએ ત્યાગ તો ચારિત્ર પ્રગટે ત્યારે થાય છે, પણ આ તો દૃષ્ટિ અપેક્ષાએ અંતરના જોરની વાત છે. જ્ઞાનીની દૃષ્ટિ પર દ્રવ્ય ઉપરથી ઊઠી ગઈ છે, શેયોનું જ્ઞાન તે તો આત્માનો સહજ સ્વભાવ છે, પણ શેયોને તન્મયપણે ગ્રહણ કરવાની બુદ્ધિ ખસી ગઈ છે. આત્માને રમવાનું નંદનવન તો નિજ આત્મા જ છે, તે એને રમવા માટે મળી ગયું છે. . Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જ્ઞાયકનું સહજ સ્વરૂપ જ એવું છે કે જેમ જેમ પર તરફનો ઝુકાવ છોડી અંતરમાં વિજ્ઞાનઘન થતો જાય છે તેમ તેમ જ્ઞાન નિર્મળ થતું જાય છે, અને કોઈને અંદર જ્ઞાનની ઋદ્ધિઓ પ્રગટતાં બાહ્ય જ્ઞાન પણ વધતું જાય છે, પણ જ્ઞાની કહે છે - શેયો જણાય તો ભલે જણાય પણ હવે હું તેમની સાથે એકત્વબુદ્ધિ કરવાનો નથી, હું તો મારા આત્મામાં જ રહેવાનો છું, મારું નિવાસ સ્થાન જ મારી આત્મા, તેને છોડીને હવે હું ક્યાંય બહાર જવાનો નથી. કોઈ કોઈ સાધકને મતિ-શ્રુતની અનેક જાતની લબ્ધિઓ પ્રગટે, છતાં આત્મા તો આત્મામાં જ રહે છે. પોતાના સ્વરૂપધામમાં રહેનાર એવા મને જગતના કોઈ ભાવોની ઈચ્છા નથી. એક ચૈતન્ય સ્વભાવને ગ્રહણ કરતાં મારી બધી ઈચ્છાઓ તૂટી ગઈ છે. બહારમાં પુણ્યના-વૈભવના ઢગલાઓ દેખાય, પણ મને એની ઈચ્છા નથી. જાતજાતના બહારના જોયો છે પણ મને તેનું આશ્ચર્યનથી. અનંત કાળથી પુણ્યના ઠાઠનું આશ્ચર્ય લાગતું તે, ભ્રાંતિને લીધે મારી ભૂલ હતી, જે ભૂલને કારણે પરિભ્રમણ થયું અને ત્યાં આકુળતાને ખેદ વેધા, હવે તો આ પુણ્યના વિલાસને છોડી હું મારા ચૈતન્ય વિલાસમાં વસુ છું. અનંતા જોયો જ્ઞાનમાં ઝળકે, તોય મને એમાં આશ્ચર્ય નથી. આશ્ચર્યકારી મહિમાવંત તો મારો આત્મા છે. તે આત્મામાં મેંદષ્ટિ સ્થાપી છે. દષ્ટિ અપેક્ષાએ ક્રોધ-માન-માયા-લોભ, તથા મન-વચન-કાયા આદિના બધા વિકલ્પોનો મારામાં અભાવ છે. પરિણતિમાં પુરુષાર્થ ઊપડતા-ઉપયોગ પોતા તરફ વળતાં સ્વાનુભૂતિ થાય છે, ત્યાં જ આત્માની વિશ્રાંતિ છે, અનંત કાળના થાકનો વિરામ ત્યાં જ છે. હવે તો મારે બીજું કાંઈ જોઈતું નથી, એક આત્મા જ જોઈએ છે. વિભાવથી જુદો પડતાં હું પાંચ ઈન્દ્રિયોથી ભિન્ન સ્વયં જ્ઞાતા થઈ ગયો છું. સ્વ-પરને જાણવું તે તો મારો સ્વભાવ છે; હુંઆનંદસાગરમાં રહેનારો, ચૈતન્યનગરમાં વસનારી છું, મને શેયોનું આશ્ચર્યનથી. આખો લોકાલોક જણાય તો પણ મને તેનું આશ્ચર્ય નથી. હું પોતે જ આશ્ચર્યકારી મહિમાવંત પરમ પદાર્થ છું. જ્ઞાયકભાવને ઊર્ધ્વરાખીને શેયોને જાણું છું, જ્ઞાયકના અસ્તિત્વને ગ્રહણ કરીને, જ્ઞાયકના જ્ઞાનરૂપ પરિણમનને હાજર રાખીને, માત્ર જાણું છું. “આ શાયકરૂપે રહેલો તે હું જ છું એમ મને-સાધકને વિભાવ હોવા છતાં વિભાવનું ભેદજ્ઞાન વર્તે છે. સાધક દશા હોવાથી, આ વિભાવ ભાવોની મારામાં ઉભવ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ થવા છતાં પણ, તે મારો સ્વભાવ નથી. જ્ઞાયકમય પરિણમન હોવાથી અમુક અંશે શાંતિ વેદાય છે તેનો પણ જ્ઞાતા છું અને અમુક અંશે આકુળતા છે તેનો પણ જ્ઞાતા છું. જ્ઞાનીને ગમે તે પ્રસંગમાં જ્ઞાયકતા છૂટતી નથી; પુણ્ય-પાપના ભાવમાં તે જ્ઞાયક જ છે. જ્ઞાયક તો જ્ઞાયક જ છે, ક્યાંય એકત્વબુદ્ધિ નથી. ΟΥ જ્ઞાનીને નિર્વિકલ્પ દશામાં તો કોઈ જુદો જ અદ્ભુત આનંદ હોય છે, પરંતુ સવિકલ્પ દશામાં આવતાં પણ જ્ઞાયકતાની શાંતિનું વેદન કોઈ જુદું જ હોય છે. જે વખતે વિભાવ થાય છે તે જ વખતે-તે જ ક્ષણે-જ્ઞાયકપણાને પ્રસિદ્ધ કરતો તે જ્ઞાતા પરિણતિએ પરિણમે છે. ઉપયોગ બહાર આવતાં નિર્વિકલ્પતા નથી પણ શાંતિનું વેદન તો હોય જ છે. સાક્ષી થયો ને શાંતિ ન વેદાય એમ ન બને, અને શાંતિ વેદાય પણ સાક્ષી ન થયો હોય એમ પણ ન બને. એકત્વ બુદ્ધિ તૂટતા જ્ઞાનીને કોઈ જુદી જ શાંતિનું વેદન થાય છે. જો શાંતિરૂપ વેદન ન હોય તો વિભાવ સાથે એકત્વ બુદ્ધિ પડી જ છે. જુદા થયેલાને જુદાપણાની-સાક્ષીપણાની શાંતિનું અમુક અંશે વેદન આવે તો જ જ્ઞાયકતા પરિણમી છે. જ્ઞાયક જ્ઞાયકરૂપે રહી, વિભાવથી જુદો પડી, જે સ્વાભાવિક અનાકુળતા પ્રગટે તેનું નામ શાંતિ. જ્ઞાનપણે પરિણમવાથી જે ભેદજ્ઞાનની ધારા ચાલે તેની સાથે પરિણમનની શીતળતા-શાંતિ તે જ સાચી શાંતિ છે. ધન્ય તે જ્ઞાનીની અનિચ્છક શાંત દશા ! ૫. રાગ અને જ્ઞાન સ્વરૂપ આત્મા (ભેદજ્ઞાન) : યથાર્થ દૃષ્ટિથી જોઈએ તો એક વસ્તુની બીજી વસ્તુ છે નહિ. આ આત્મા જ્ઞાયકસ્વરૂપ ચિદાનંદમય વસ્તુ છે અને દયા, દાન, વ્રતાદિના પરિણામ આસ્રવ તત્ત્વ છે. એ આસ્રવ તત્ત્વ આત્મતત્ત્વનું નથી. રાગના પરિણામ આત્માના નહિ અને આત્મા રાગનો નહિ. ભગવાન આત્મા સહજાનંદ સ્વરૂપી સદા પરમ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના શુભભાવ ભગવાન આત્માના સંબંધી થતાં નથી અને આત્મા એ શુભ ભાવમાં આવતો નથી. આવું અંદરમાં ભેદજ્ઞાન કરવું એનું નામ સમ્યગ્દર્શન છે. પુણ્ય-પાપના પરિણામ એ આત્માની ચીજ નથી, કેમ કે એ તો આસ્રવ તત્ત્વ છે. જ્યારે આત્મા જ્ઞાયક તત્ત્વ સિદ્ધ Page #137 -------------------------------------------------------------------------- ________________ - ૧૪ - સ્વભાવી જીવ છે. બે ચીજ ભિન્ન ભિન્ન છે. આત્મામાં આસ્રવ નહિ અને આસવમાં આત્મા નહિ. ઉપયોગમાં ઉપયોગી છે એટલે રાગથી ભિન્ન પડીને જે જાણવા-દેખવાનું (જ્ઞાનમય) પરિણમન થયું એમાં ઉપયોગ એટલે આત્મા છે. ‘ઉપયોગમાં ઉપયોગ છે એટલે રાગથી ભિન્ન પડીને જે ભેદજ્ઞાન કર્યું તે જાણન ક્રિયામાં આત્મા છે અર્થાત્ જાણન ક્રિયામાં આત્મા જણાય છે, એમાં રાગ નથી અને રાગમાં આત્મા નથી. પુણ્યથી (રાગથી) આત્મા જણાય એવી વસ્તુ આત્મા નથી. રાગથી ભિન્ન પડી, જ્ઞાનની પરિણતિમાં આત્માને લક્ષમાં લેતાં, તેમાં (જાણન ક્રિયામાં) આત્મા જણાય છે. જાણનારો જણાય છે. રાગ છે તે જડમાં-અજીવમાં જાય છે. દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્ર ભણવા-ભણાવવાનો વિકલ્પ કે પંચ મહાવ્રતાદિના પરિણામ એ બધા જડમાં જાય છે. - જે જડ કાલ અને આત્મા જુદા છે તેમ આસ્રવ અને આત્મા જુદા છે. આસવ તત્ત્વ અને જીવ તત્ત્વ ભિન્ન ભિન્ન છે. જેને ભેદજ્ઞાન કરવું હોય તેણે રાગનો આશ્રય છોડીને જ્ઞાયક સ્વભાવનો આશરો લેવો જોઈએ. એક વસ્તુ બીજી વસ્તુની નથી કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી બંનેની સત્તા જુદી જુદી છે. અસંખ્ય પ્રદેશમાં બે ભાગ પડે છે. દ્રવ્ય એ પર્યાય નહિ અને પર્યાય એ દ્રવ્ય નહિ. ખરેખર તો નિર્મળ પર્યાયના પ્રદેશો (અંશો) પણ ધ્રુવ આત્માથી જુદા છે. આસ્રવ અને સંવરના પ્રદેશો પણ ભિન્ન ભિન્ન છે. પરની દયા પાળવાનો રાગ ઊઠે તે હિંસા છે અને તેને પોતાનો માનવો તે મહા હિંસા (મિથ્યાત્વ) છે. રાગથી ભિન્ન પડી જ્ઞાયકના આશ્રયે વીતરાગી અવસ્થા થાય તે અહિંસા છે. તેથી આત્મા જણાય છે, અનુભવમાં આવે છેઆનું નામ ધર્મ છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ સ્વાનુભૂતિ સામાન્ય ભાઈ ! તારું રૂપ તો ભગવાન સ્વરૂપ છે ને.....! પરમાત્મસ્વરૂપતું છો. જિનસ્વરૂપ જ આત્મા છે. વીતરાગ અકષાયમૂર્તિ જ આત્મા છે. તેને પરમ પારિણામિક ભાવ કહો કે એકરૂપ ભાવ કહો, અહીં તેને શુદ્ધ ભાવ કહેવામાં આવે છે. તેનાથી જીવાદિ સાત બાહ્ય તત્ત્વો ભિન્ન છે. નિમિત્તાદિ તો ભિન્ન જ છે પણ રાગાદિ અશુદ્ધ ભાવ છે તે બહિર્તત્વ છે અને પૂર્ણ સ્વરૂપના આશ્રયે જે વીતરાગી પર્યાય ઉત્પન્ન થઈ તે પણ પર્યાય હોવાથી બહિર્તત્ત્વ છે, ને બહિર્તત્વ તે હેય છે. - શ્રી પરમાગમસાર - ૨૬૫. “સર્વ ભાવો, પરસ્વભાવ છે, પરદ્રવ્ય છે, તેથી હેય છે; અંત:તત્વ એવું સ્વદ્રવ્ય આત્મા ઉપાદેય છે.” નિયમસાર ગાથા-૫૦ સમ્યકત્વ તેમ જ શાનની જે એકને સંજ્ઞા મળે, નય પણ સકલ રહિત ભાખ્યો તે “સમયનો સાર છે.” -સમયસાર ૧૪૪ ટીકા જે ખરેખર સમસ્ત નય પક્ષો વડે ખંડિત નહિ થયો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે, તે સમયસાર છે; ખરેખર આ એકને જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું નામ મળે છે. (સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સમયસારથી જુદા નથી, એક જ છે.) પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે, પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન તત્ત્વને (-મતિજ્ઞાનના સ્વરૂપને) આત્મ સન્મુખ કર્યું છે એવો, તથા નાના (અનેક) પ્રકારના નય પક્ષોના આલંબનથી તથા અનેક વિકલ્પો વડે આકુળતા. ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાનતત્વને પણ આત્મ સન્મુખ કરતો, અત્યંત વિકલ્પ રહિત થઈને, તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતાં, આદિ-મધ્ય-અંતરહિત, અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત વિજ્ઞાનઘન, Page #139 -------------------------------------------------------------------------- ________________ . ૧૦૬ પરમાત્મરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્ષણે દેખાય છે (અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે, તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કાંઈ અનુભવથી જુદાં નથી. ૨. સ્વાનુભૂતિની વિધિનો કમઃ સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે, આત્માનો અનુભવ કરવા માટે પ્રથમ શું કરવું? ૧. પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી, જ્ઞાન સ્વભાવ નિજ આત્માનો નિર્ણય કરવો. ૨. દરેક જીવ સુખને ઈચ્છે છે, તો પૂર્ણ સુખ કોણે પ્રગટ કર્યું છે તેવા પુરુષ કોણ છે, તેની ઓળખાણ કરવી. ૩. તે પૂર્ણ પુરુષે સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે જાણવું. તે સર્વજ્ઞ પુરુષે કહેલી વાણી તે આગમ છે, માટે પ્રથમ આગમમાં આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે ગુરુગમે બરાબર જાણવું. ૪. જ્ઞાનસ્વરૂપ આત્માનો યથાર્થ નિર્ણય કરવામાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો નિર્ણય કરવાનું બધું આવી જાય છે. ૫. આગમનું અવલંબન કરી જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માનો યથાર્થ નિર્ણય કરવો. ૬. નિર્ણય તે પાત્રતા છે. આ છે સ્વરૂપની સમજણ. આ છે જ્ઞાન દશાનું પ્રથમ પગથિયું. ૭. આવો નિર્ણય કરવાની જ્યાં રુચિ થઈ ત્યાં અંતરમાં કષાયનો રસ મંદ પડી જાય -મોહમંદ પડે - આ છે ઉપશમ દશા. હવે આત્મ અનુભવ માટે રુચિનો પુરુષાર્થ ઉપડવો જોઈએ. એકાગ્રતાનો પ્રથમ અભ્યાસ કરવો પડે. ઉપયોગને પ્રથમ સીમિત કરવાનો મહાવરો કરવો જોઈએ. ૯. હવે શરીરાદિ અને રાગાદિથી અલગ આત્માનો અનુભવ કરવા ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો. ૧૦. (૧) પહેલાં શુદષ્ટિ વડે પર પદાર્થોને આત્માથી જુદા કરવા. (૨) પછી સમજણ વડે શરીરને આત્માથી જુદું કરવું. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ (૩) પછી તેજશ-કાર્યણ શરીરને આત્માથી જુદો ગણવો. (૪) અંદરમાં આઠ કર્મ જનિત રાગાદિ ઉપાધિ ભાવોને પણ આત્માથી (જ્ઞાયકથી) જુદા ગણવા. (૫) છેવટે ભેદજ્ઞાનના વિકલ્પના વિલાસને પણ જુદો ગણવો. (૬) એ બધાની અંદર સૂક્ષ્મ ચૈતન્ય પ્રભુ અખંડરૂપ બીરાજે છે. સ્વ સન્મુખ થઈ અંતરમાં દૃષ્ટિ કરવી. (૭) તેને મતિ-શ્રુત જ્ઞાનના પ્રમાણ વડે અંતરમાં ધારણ કરીને, તેનો જ વિચાર કરીને, તેમાં જ મગ્ન થવું. મગ્ન થતાં થતાં તેમાં જ લીન થવું. (૮) એ લીનતામાં હવે એક જ વાત બાકી રહે, હું જ્ઞાયક.... શાયક.... જ્ઞાયક.... એવી લગની લાગે. (૯) ભગવાન આત્મા અનંત અનંત ગુણ સંપન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ છે એનો મહિમા લાવીને સ્વ સન્મુખ રહેવું. (૧૦) હવે ‘હું શાયક....’ ‘શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન...’ એ પણ વિકલ્પોથી પર થઈ અત્યંત વિકલ્પ રહિત થઈને, તત્કાળ નિજ રસથી પ્રગટ થતાં આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ, કેવળ એક, અખંડ પ્રતિભાસમય, અનંત વિજ્ઞાનઘન, પરમાત્મારૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્ષણે શ્રદ્ધાય છે, જણાય છે...ફક્ત જાણનારો જણાય છે. આ છે અનુભૂતિની દશા અને આ છે એની વિધિ. ૩. આત્મ અનુભવ કેવી રીતે કરવો ? : ૧. દરેક વ્યક્તિ એકી સાથે ત્રણ ક્રિયા કરી રહી છે. (૧) શરીરની ક્રિયા (૩) જાણવાની ક્રિયા. (૨) શુભાશુભ વિકારી પરિણામ અને ૨. આમાંથી પ્રથમ બે ક્ષણિક છે - ત્રીજી ક્રિયા ત્રિકાળ છે. ૩. પ્રથમ બે ક્રિયાઓ પરાશ્રિત હોવાથી તેનાથી ધર્મ ન થાય. ત્રીજી ક્રિયા આત્માનો સહજ સ્વભાવ છે તેનાથી ધર્મ થાય. ૪. ધર્મની શરૂઆત કરવા માટે એ નિર્ણય પર આવવું પડશે કે જાણન ક્રિયા મારા નિજ જ્ઞાન સ્વભાવમાંથી ઉત્પન્ન થાય છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ૫. પ્રથમ આ ત્રણે કિયાઓને એકબીજાથી ભિન્ન જાણવી. પછી માત્ર જાણન ક્રિયામાં પોતાપણું-તાદાભ્ય સ્થાપવું. જ્ઞાન સામાન્યમાં પોતાનું સર્વસ્વ સ્થાપિત કરવાનું છે, જ્યાંથી તે જ્ઞાનવિશેષની લહેર ઊઠે છે. થોડોક સમય એકાંતમાં બેસી મનમાં ઊઠતા વિકલ્પોના કર્તા ન થતાં માત્ર જાણવાવાળો યા જ્ઞાતા બનવા મથવું. મનનો બધો બોજો હલકો થઈ જવો જોઈએ. ૭. પોતાના ચૈતન્ય સ્વભાવને બધા પદાર્થોથી, સર્વ સંબંધોથી, શરીરથી, મનથી, વિચાર વિકલ્પોથી, શુભાશુભ વિકારી ભાવોથી ભિન્ન-અલગ જાણવો. ૮. જો ધ્યેયપૂર્વક પુરુષાર્થ કરીએ, જાણવાવાળા પર જોર દેતા જઈએ તો જે જ્ઞાનની પર્યાય (લક્ષણ) તે તેના લક્ષ્ય (જ્ઞાયક)ને જ પ્રસિદ્ધ કરશે. બીજું બધું શૂન્ય થઈ જવાથી જાણનારો જ જણાશે. ૯. જ્યારે જ્ઞાનના અખંડ પિંડે સન્મુખ થાય છે તેની સાથે અભેદ એકત્વ સ્થાપે, પોતાની સત્તાનો માત્ર પોતાના અસ્તિત્વમાં જ અનુભવ કરે ત્યારે પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. ૧૦. આ જ છે સ્વાનુભવ-આત્માનુભવ-સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન...! ૪. આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે પુરુષાર્થ કેવી રીતે કરવો? પ્રથમ વિચારમાં નિરાવલંબીપણે ચાલવું જોઈએ. કોઈના આધાર વિના જ અદ્ધરથી જ ચાલે કે હું આવો છું...ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વરૂપ છું.....વગેરે. તે વિચારો ચાલતાં ચાલતાં એવો રસ આવે કે બહારમાં આવવું ગોઠે નહિ. હજુ છે તો વિકલ્પ, પણ એમ જ લાગે કે આ હું..આ હું...એમ ઘોલન ચાલતાં ચાલતાં લાગે. પછી એ વિકલ્પો પણ છુટી જાય, પછી તો સહજ થઈ જાય. સ્વાધ્યાય વખતે પણ આનું જ આ જ લક્ષ ચાલ્યા કરતું હોય, આ દ્રવ્ય, આ ગુણ, આ પર્યાય..! આ વિચારો ચાલતાં આખા જગતના બીજા વિકલ્પો છુટી ગયા હોય છે. શાસ્ત્રોના શબ્દો વિના હૈયા ઉકેલ થઈ જવો જોઈએ. ઉપાડમૂળમાંથી આવવો જોઈએ. બીજું ઓછું સમજાતું હોય તેનું કાંઈ નહિ. અન્ય સર્વ વિકલ્પો છુટી જાય અને અદ્ધરથી આત્મા સંબંધી જ વિચારો ચાલ્યા કરે અને વળગ્યા જ રહે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ આખી સત્તાનું જ્ઞાનમાં ઘોલન ચાલે છે. પ્રયોગ તો એણે જ કરવો પડે છે, વિશ્વાસ આવવો જોઈએ. બીજી ચિંતાઓ હોય તો આ ક્યાંથી ચાલે? આનો અભ્યાસ વારંવાર જોઈએ. ૫. તત્ત્વનો યથાર્થ નિર્ણયઃહું જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું' આ નિર્ણય જ્ઞાન-શ્રદ્ધા અને આચરણની એકતાથી અનુભવાય એ જ અનુભૂતિ છે, એ જ સમ્યગ્દર્શન છે. તે કેવી રીતે? દેખવું : અવલોકન - પ્રતિભાસ - અનુભવ - દર્શન જાણવું : સ્વ સંવેદન - નિર્વિકલ્પ વેદન - અનુભવ - જ્ઞાન આચરણ લીનતા - ઝુકાવ - સ્થિરતા - અનુભવ - ચારિત્ર આ રીતે દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે જ્યારે શ્રદ્ધાય છે તે જ અનુભવ છે. અનુભવ તે અનંત ગુણોની પર્યાય છે. સર્વાશગુણાય સબકત્વ' બધા જ ગુણોની પરિણતિ અનુભવમાં હોય છે. આ એક સહજ પ્રક્રિયા છે. બધા જ ગુણો સહજ પરિણમે છે અને એક એવી સ્થિતિનું નિર્માણ થાય છે જે અનુભવાય છે, જ્ઞાનના વેદનમાં આવે છે. ૬. સ્વાનભૂતિ ભાવ: સ્વાનુભૂતિ કરનારો ભાવ, જેનો સ્વાનુભવ કરવાનો છે એના જેવો શુદ્ધ થાયએક જાતના થઈ બને તદ્રુપ થાય-તો જ સ્વાનુભૂતિ થઈ શકે. જેવો જ્ઞાયક છે એવો ભાવ પર્યાયમાં પ્રગટ થાય કાંઈ પણ ફેરફાર વગર- તો જ સ્વાનુભૂતિ થઈ શકે. શુદ્ધાત્માની વીતરાગી અનુભૂતિ રાગભાવ વડે થઈ શકે નહિ. શુદ્ધાત્માની અનુભૂતિ કરનારો ભાવ રાગરૂપ ન હોય. શુદ્ધાત્માની અનુભૂતિ કરનારો ભાવ શુદ્ધાત્માની જાતનો વીતરાગી જ હોય. રાગ ભાવમાં વીતરાગ ભાવની અનુભૂતિ ન હોય. આ એક સિદ્ધાંત છે કે સ્વભાવને સાધનારા પરિણામ સ્વભાવરૂપ જ હોય, વિભાવરૂપ ન હોય, વિરુદ્ધ જાતના ભાવોમાં સાધક-સાધ્યપણું હોય નહિ. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ મોક્ષમાર્ગ આત્માના સ્વભાવને આશ્રિત છે, રાગને આશ્રિત નથી. આત્માનો સાધક આત્મરૂપ થઈને આત્માને સાધે છે, રાગરૂપ થઈને આત્મા નથી સધાતો. શુદ્ધાત્માના આશ્રયરૂપ અધ્યાત્મ પદ્ધતિ વડે ધર્મી જીવમોક્ષમાર્ગને સાથે છે. અહા ! ધર્માત્માની આ અધ્યાત્મ કળા અલૌકિક છે. આવી આત્મકળા શીખવા જેવી છે અને તેનો પ્રચાર કરવા જેવો છે. ખરું સુખ આ અધ્યાત્મ કળાથી જ પ્રાપ્ત થાય છે. “આ અનુભૂતિ તે જ હું છું - જ્ઞાનમાં જે અનુભૂતિ સ્વરૂપ ત્રિકાળી ભગવાન જણાયો તે જ હું છું એમ જ્ઞાન ક્રિયાની સાથે જ શ્રદ્ધાનો ઉદય થાય છે. અજ્ઞાનીને સ્વ-પર દષ્ટિ નથી કેમ કે તે પર્યાયમાં જ ઊભો છે. એકલું જ્ઞાનનું દળ એવો આત્મા જ સૌને સદા કાળ જણાય છે. છતાં રાગને વશ થયેલો અજ્ઞાની, “આ અનુભૂતિ છે તે હું જ છું” એમ જ્ઞાયક પ્રતિ નજર કરતો નથી. તેથી તેને આત્મા તિરોભૂત થાય છે. અને પોતાને પર અને રાગ જણાય છે એમ તે માને છે. નિશ્ચયના બે ભેદ છે. એકસવિકલ્પ - બીજો નિર્વિકલ્પ. પોતાના આશ્રયે જે વિકલ્પ ઉઠે છે કે, “હું શુદ્ધ છું, બુદ્ધ છું, વિજ્ઞાનઘન છું, સુખધામ છું,' તે સવિકલ્પ નિશ્ચય છે. અને તે આસ્રવ છે, બંધનું કારણ છે. પોતે જે વિકલ્પ રહિત નિર્વિકલ્પ ચીજ છે એનું નિર્વિકલ્પ તદ્રુપ અંતરમગ્ન પરિણમન થાય તે નિર્વિકલ્પ નિશ્ચય છે અને તે જ મોક્ષનું કારણ છે. પૂર્ણતાને લક્ષે શરૂઆત તે વાસ્તવિક શરૂઆત છે. પ્રથમ પૂર્ણ જ્ઞાનાનંદ સ્વભાવ-શાયકની સ્થાપના કર. અને તેની દષ્ટિ કરતાં કમસર પર્યાયમાંથી પર્યાયગત દોષ નિવર્તે છે અને પર્યાયમાં પૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય છે. આ જ પૂર્ણતા પામવાની વિધિ છે. ૭. સ્વભાવની દષ્ટિઃ ૧. આત્મા પર દ્રવ્યને કરી કે ભોગવી શકતો નથી એમ જાણીને પર દ્રવ્યનું કર્તા-ભોક્તાપણું છોડીને સ્વ સન્મુખ થવાનું છે. ૨. વિકારનો કર્તા કર્મ નથી-તેમ કહીને કર્મ તરફની પરાધીન દષ્ટિ છોડાવવી Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ૩. વિકારનો કર્તા જીવનથી પણ કર્મ છે, કર્મ વ્યાપક થઈને વિકાર કરે છે તેમ કહીને એક સમયના ઉપાધિ ભાવથી ભેદજ્ઞાન કરાવીને દ્રવ્ય ઉપર દષ્ટિ કરાવવી છે. ૪. વિકાર તે સમયની યોગ્યતાથી થવાનો હતો તે જ થયો છે-તેમ કહીને એક સમયના વિકારનું લક્ષ છોડાવી દષ્ટિને દ્રવ્ય તરફ દોરી છે. ૫. વિકાર પણ કમબદ્ધમાં હતોતે થયો છે તેમાં તે કમબદ્ધ પર્યાયનાસ્વકાળનું સત્ પરિણમન બતાવી વિકારનું અકર્તાપણું બતાવીને જ્ઞાતા તરફ દષ્ટિ કરાવવી છે. ૬. નિર્મળ પરિણામ પણ કમબદ્ધ છે-તેમ બતાવી શુદ્ધ પર્યાયના એક અંશ ઉપરથી પણ લક્ષ છોડાવી ત્રિકાળી ધ્રુવ ઉપર લક્ષ કરાવવું છે. ૭. પર્યાયનો કર્તા પર દ્રવ્ય નથી-તેમ કહીને પર દ્રવ્યથી દષ્ટિને છોડાવી સ્વ દ્રવ્યમાં વાળી છે. ૮. પર્યાયનો કર્તા સ્વ દ્રવ્ય પણ નથી, પર્યાય પર્યાયના પકારકથી સ્વતંત્ર થાય છે-એમ પર્યાયની સ્વતંત્રતા બતાવીને પર્યાય ઉપરનું લક્ષ છોડાવી દષ્ટિને દ્રવ્ય સન્મુખ કરાવવી છે. ૯. વિકાર કે નિર્મળ પર્યાયનો કર્તા ધ્રુવ દ્રવ્ય નથી પણ પર્યાય જ પર્યાયનો કર્તા છે. બંધ-મોક્ષ પરિણામને ધ્રુવ દ્રવ્ય કરતું નથી-એમ બતાવીને પર્યાયની સન્મુખતા છોડાવી ધુવની સન્મુખતા કરાવવી છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ “જ્ઞાનજ્યોતિ” સમયસાર ટીકા - શ્લોક ૪૬ઃ જ્ઞાનના મહિમાનું કાવ્યઃ “આ લોકમાં હું ચેતન્ય સ્વરૂપ આત્મા તો એક કર્તા છું અને આ ક્રોધાદિ ભાવો મારા કર્મ છે' એવી અજ્ઞાનીઓને જે કર્તા-કર્મની પ્રવૃત્તિ છે તેને બધી તરફથી શમાવતી (મટાડતી) જ્ઞાનજ્યોતિ સ્ફરમાન થાય છે. કેવી છે તે જ્ઞાન જ્યોતિ? જે પરમ ઉદાત્ત છે અર્થાત્ કોઈને આધીન નથી, જે અત્યંત ધીર છે અર્થાત્ કોઈ રીતે આકુળતારૂપ નથી અને પરની સહાય વિના જુદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી જે સમસ્ત લોકાલોકને સાક્ષાત કરે છે પ્રત્યક્ષ જાણે ભાવાર્થ આવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે, પર દ્રવ્યો તથા પર ભાવોના કર્તાપણારૂપ અજ્ઞાનને દૂર કરીને પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. -૪૬. વિશેષ સમાધાનઃ નિર્મળાનંદનો નાથ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યનો દરિયો છે. તેને દષ્ટિમાં ન લેતાં હું એક કર્તા છું અને અંદર જે પુણ્ય-પાપના ક્રોધાદિ વિકાર થાય છે તે મારું એકનું (એક સ્વભાવી આત્માનું) કર્તવ્ય છે એવી જે માન્યતા છે તે અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે. આ લોકમાં અનાદિથી અજ્ઞાનીઓને આ અજ્ઞાનમય કર્તા-કર્મ પ્રવૃત્તિ છે. દયા, દાન, વ્રત, તપ આદિ શુભ પરિણામ અને હિંસાદિ અશુભ પરિણામ-એમ શુભાશુભ પરિણામનો હું કર્તા અને તે મારા કાર્ય છે એવી અજ્ઞાનીઓની કર્તા-કર્મની પ્રવૃત્તિ છે. ક્રોધાદિકષાયોની નિશ્ચય વ્યાખ્યાઃ ક્રોધની વ્યાખ્યા આત્મા શુદ્ધ ચિદાનંદમય અખંડ એકરૂપ વસ્તુ છે. તેનો જેને પ્રેમ નથી, રુચિ નથી તેને પોતાના આત્મા પ્રત્યે ક્રોધ છે. પુણ્ય-પાપના ભાવો અને દેવ-ગુરુ-શાસ્ત્ર ઇત્યાદિ પર પદાર્થોની રુચિ અને સ્વ સ્વરૂપની અરુચિ તે આત્મા પ્રત્યેનો દ્વેષ છે, અને તે અનંતાનુબંધી ક્રોધ છે. માનની વ્યાખ્યાઃ પુણ્ય-પાપ આદિ પરપદાર્થોમાં અહંબુદ્ધિ થવી એ અનંતાનુબંધી માન છે. માયાની વ્યાખ્યા પુણ્ય-પાપ આદિ પદાર્થોના પ્રેમની આડમાં ચૈતન્ય સ્વભાવમય નિજ આત્માનો ઇન્કાર કરવો તે અનંતાનુબંધી માયા છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ લોભની વ્યાખ્યા આવા શુદ્ધ ચિદાનંદમય સ્વભાવને ભૂલીને પુણ્ય-પાપ આદિ પરપદાર્થોની અભિલાષા-વાંછા-ઇચ્છા કરવી તે અનંતાનુબંધી લોભ છે. અહીં કહે છે, (૧) આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય ઇત્યાદિ પર પદાર્થોની અવસ્થા તે મારા કાર્ય નથી. (૨) મારી પર્યાયમાં જે પુણ્ય-પાપના શુભાશુભ ભાવો થાય છે તે પણ મારા કાર્યકર્તવ્ય નથી. (૩) એમ સર્વ પરભાવોથી ભિન્ન પડી જ્યાં નિર્દોષ, પવિત્ર ચૈતન્ય સ્વભાવમાં એકાગ્ર થયો ત્યાં કર્તા-કર્મની પ્રવૃત્તિને મટાડતી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. સ્વભાવની દષ્ટિમાં સર્વ શુભાશુભ વિકલ્પોનું સ્વામીત્વ સહજ છૂટી જાય છે. આમ બધી તરફથી કર્તા-કર્મની પ્રવૃત્તિને મટાડતી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. હવે કહે છે કેવી છે તે જ્ઞાનજ્યોતિ? ૧. પરમ ઉદાત્ત છે, અર્થાત્ કોઈને આધીન નથી. સહજ જ્ઞાન અને આનંદની લક્ષ્મીવાળો મારો અપરિમિત બેહદ જ્ઞાનાનંદસ્વભાવ છે તે પરમ ઉદાત્ત છે, સ્વાધીન છે. પરમ ઉદાત્ત જે આત્મા જ્ઞાનાનંદ સ્વભાવમય વસ્તુ તેનો લક્ષ કરીને, તેની સન્મુખ ઝુકીને વા તેમાં ઢળીને જે સ્વાધીન જ્ઞાન પરિણતિ પ્રગટ થઈ છે તે પરમ ઉદાત્ત છે, સ્વાધીન છે, પરાધીન નથી, પરની કે રાગની તેને અપેક્ષા નથી. આ બધું કરવું, કરવું, કરવું એવો જે ભાવ છે તે રાગ છે અને રાગ મારો એ મિથ્યાદર્શન છે. ત્રિકાળી જ્ઞાનાનંદરૂપ સ્વરૂપલક્ષ્મી તે આત્મસ્વભાવ છે અને તે પરમ ઉદાત્ત છે. આવા દ્રવ્ય સ્વભાવમાં અભેદ થઈ અર્થાત્ તેમાં ઢળીને એકાગ્ર થઈ જે નિર્મળ જ્ઞાન પરિણતિ પ્રગટ થઈ તે એમ જાણે છે કે હું પરમ ઉદાત્ત છું, પૂર્ણાનંદનો નાથ, પરમ ઉત્કૃષ્ટ પદાર્થ છું. જ્ઞાનીને પોતાના વર્તમાન અલ્પજ્ઞદશામાં હું સર્વજ્ઞસ્વભાવી પરિપૂર્ણ આત્મદ્રવ્ય છું એમ જણાય છે અને એમ તે માને છે. જેમાં બેહદ જ્ઞાનસ્વભાવ સર્વ પ્રદેશે ભર્યો પડ્યો છે, એવા આનંદ, Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ એવી શ્રદ્ધા, એવી કર્તા-કર્મ-કરણ ઇત્યાદિ અનંત અપરિમિત શક્તિઓનો જે ભંડાર છે તે પરમાનંદનો નાથ પ્રભુ આત્મા છે. આવા આત્માને અંતર્મુખ થઈ અંદરથી પકડતાં-ગ્રહતાં જે જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ એમાં જ્ઞાનીએ જાણ્યું કે હું પરમ ઉદાત્ત છું, સ્વાધીન છું (પરની અપેક્ષા રહિત) કોઈને આધીન નથી. ૨. વળી કેવી છે જ્ઞાનજ્યોતિ ? “અત્યંત ધીર છે.” અર્થાત્ કોઈ પ્રકારે આકુળતારૂપ નથી. અજ્ઞાનીઓ પરના કાર્યો કરવામાં અને પરનું પરિણમન બદલવાના વિકલ્પોમાં ઘણી બધી આકુળતા કરે છે. પરંતુ ભાઈ! એક રજકણ પણ બદલવાનું તારું-આત્માનું સામર્થ્ય નથી. તારો તો “ સ્વભાવ છે. અને તેના આશ્રયે ઉત્પન્ન થયેલી જ્ઞાનજ્યોતિ ધીર છે. અનાકુળ સ્વરૂપ છે, અત્યંત આનંદરૂપ છે. ચૈતન્યમય જ્ઞાનજ્યોતિ સાથે અતીન્દ્રિય આનંદ પણ ભેગો જ છે. ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ આકુળતા નથી. પ્રત્યેક પરિણમનને જાણવાનો મારો સ્વભાવ છે, બદલવાનો નહિ એમ જ્ઞાનજ્યોતિ પ્રગટ થતાં ધમ જીવ જાણે છે. હું પરનું કાંઈ પરિણમન કરી શકું નહિ તથા પર મારું કાંઈ પરિણમન કરી શકે નહિ.” આવી જ્ઞાનજ્યોતિ પ્રગટ થતાં અજ્ઞાનભાવે જે કર્તા-કર્મની પ્રવૃત્તિ થતી હતી તે સહેજે દૂર થઈ જાય છે અને નિરાકુળ આનંદ પ્રાપ્ત થાય છે. ૩. વળી તે જ્ઞાનજ્યોતિ પરની સહાય વિના જુદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાની જેનો સ્વભાવ હોવાથી સમસ્ત લોકાલોકને સાક્ષાત કરે છે-પ્રત્યક્ષ જાણે છે. અપરિમિત સ્વભાવથી ભરેલી શુદ્ધ ચૈતન્ય પ્રકાશમય વસ્તુ જે આત્મા-એમાં ઢળતા જ્ઞાનમાં એવું સામર્થ્ય પ્રગટ થયું કે તે દ્રવ્યને-સ્વને જાણે અને લોકાલોકને પણ જાણે. જ્ઞાનની પર્યાયનો આવો સ્વ-પર પ્રકાશક સ્વભાવ પોતાથી છે. કર નહિ કોઈનું (પરિણમન) અને જાણે સૌને-લોકાલોકને એવો જ્ઞાન સ્વભાવી આત્મા છે. ત્રણ પ્રકારની ક્રિયા : ૧. શરીર, મન, વાણી,ધનાદિ જે જડપદ્રવ્ય છે તેની કિયા તે જડની ક્રિયા. ૨. પર દ્રવ્યના લક્ષે ઉત્પન્ન રાગની ક્રિયા તે વિભાવરૂપ ક્રિયા. ૩. સ્વરૂપના લક્ષે ઉત્પન્ન જ્ઞાનની ક્રિયા તે સ્વભાવભૂત ક્રિયા. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ૧. જડની ક્રિયા આત્મા ત્રણ કાળમાં કરતો નથી, કરી શકતો નથી. ૨. અને જ્ઞાન તે આત્મા-એમ જ્ઞાનમાં પોતાપણે નિ:શંકપણે વર્તતો તે રાગની કિયાને પણ કરતો નથી. ૩. જ્ઞાન તે આત્મા-એમ સ્વભાવ સન્મુખ થઈ સ્વાનુભવ કરતાં તે જ્ઞાનક્રિયા કરે છે. આ જાણવું, જાણવું, જાણવું એવો જેનો સ્વભાવ છે તે દ્રવ્ય આત્મા, જાણવું જે સ્વભાવ તે ગુણ. ગુણ અને ગુણી બે અભિન્ન છે-એમ જે સ્વલક્ષે પરિમણન થયું તે જ્ઞાનક્રિયા-પર્યાય. આ જ્ઞાનક્રિયા તે ધર્મ છે-મોક્ષમાર્ગ છે. જ્ઞાન જ્ઞાનમાં-ત્રિકાળી આત્મામાં એકાગ્ર થયું તે જ્ઞાનની ક્રિયા છે. જ્ઞાનમાં પોતાપણે વર્તતો તે, જ્ઞાનકિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી માટે, જાણે છે-જાણવારૂપે પરિણમે છે. જ્ઞાન તે હું એમ જે જ્ઞાનનું પરિણમન થયું તે જ્ઞાનની ક્રિયા નિષેધવામાં આવી નથી. પર્યાય સ્વ દ્રવ્ય તરફ ઢળતાં જે જ્ઞાનની ક્રિયા થઈ તે ધર્મ ક્રિયા છે. જ્ઞાન તે આત્મા એમ સ્વ તરફ ઢળતાં જેસ્વાત્મ પ્રતીતિ થઈ તે શ્રદ્ધાન, સ્વાત્મ જ્ઞાન થયું તે જ્ઞાન અને સ્વાત્મ સ્થિરતા થઈ તે ચારિત્ર-આ એકરૂપ પરિણતિ તે મોક્ષમાર્ગ છે. “સમયસાર ટીકા શ્લોક ૪૭'': શ્લોકાર્ધ પર પરિણતિને છોડતું, ભેદના કથનોને તોડી પાડતું, આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન પ્રત્યક્ષ ઉદય પામ્યું છે. અહો ! આવા જ્ઞાનમાં (પર દ્રવ્યોનાં) કર્તા-કર્મની પ્રવૃત્તિનો અવકાશ કેમ હોઈ શકે? તથા પૌદ્ગલિક કર્મબંધ પણ કેમ હોઈ શકે ? ન જ હોઈ શકે.) ભાવાર્થ: કર્મબંધ તો અજ્ઞાનથી થયેલી કર્તા-કર્મની પ્રવૃત્તિથી હતો. હવે જ્યારે ભેદભાવને અને પર પરિણતિને દૂર કરી એકાકાર જ્ઞાન પ્રગટ થયું ત્યારે ભેદરૂપ કારકની પ્રવૃત્તિ મટી તો પછી હવે બંધ શા માટે હોય? અર્થાન હોય. - ૪૭. વિશેષાર્થ: ૧. પરના નિમિત્તે રાગાદિરૂપ પરિણમતું હતું તે પરિણતિને છોડતું ઉદય પામ્યું છે તેથી પર પરિણતિને છોડતું એમ કહ્યું છે. ૨. મતિ જ્ઞાન આદિ જે અનેક ભેદો કહેવાતા હતા તેમને દૂર કરતું ઉદય પામ્યું છે તેથી ‘ભેદના કથનોને તોડી પાડતું એમ કહ્યું છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ૩. શેયોના નિમિત્તથી તથા ક્ષયોપશમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસમાં આવતાં હતા તેમનાથી રહિત જ્ઞાનમાત્ર આકાર હવે અનુભવમાં આવ્યો તેથી “અખંડ એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે. ૪. પરના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમતું નથી, બળવાન છે તેથી “અત્યંત પ્રચંડ' કહ્યું છે. આમાં ત્રણ બોલથી ભેદજ્ઞાન સમજાવ્યું છે. (૧) પુણ્ય-પાપના ભાવ અશુચિ છે. (૨) જડ છે. (૩) દુ:ખરૂપ છે. અને ભગવાન આત્મા ત્રિકાળી ધ્રુવ ભગવાન અતિ નિર્મળ, વિજ્ઞાનઘન સ્વરૂપ, આનંદરૂપ છે. આમ બંનેની ભિન્નતા જાણીને જે પર્યાયબુદ્ધિ દૂર કરીને સ્વભાવ સન્મુખ થાય છે તેને ભેદજ્ઞાન પ્રગટ થાય છે. આવું ભેદજ્ઞાન જેને અંતરંગમાં પ્રગટ થયું છે તે આત્માને - ૧. પર પરિણતિને છોડતું૨. ભેદના કથનોને તોડી પાડતું૩. આ અખંડ અને ૪. અત્યંત પ્રચંડ જ્ઞાન પ્રત્યક્ષ ઉદય પામ્યું છે. ૧. પર પરિણતિએટલે વિકારનો-પુણ્ય-પાપનો ભાવ. પહેલા જે અનેક પ્રકારે પુણ્ય-પાપના ભાવમાં રોકાઈ રહેતો હતો તે હવે સ્વભાવનો આશ્રય કરતાં એ ભાવોને છોડતું અતિ પ્રચંડ જ્ઞાન ઉદય પામ્યું છે. હું અખંડ એક શાયક સ્વરૂપ છું'-એવી દષ્ટિ થતાં રાગ મારું કર્તવ્ય છે એ દષ્ટિ છૂટી ગઈ અને રાગથી ભિન્ન પડીને અતિ તીણ જ્ઞાન પ્રગટ થયું. અખંડ એકરૂપ ચિદાકાર ચૈતન્યમય આત્માની દષ્ટિ કરતાં રાગની રુચિ છૂટી ગઈ, એનો મહિમા છૂટી ગયો અને પ્રચંડ જ્ઞાન શક્તિની પ્રગટતા થઈ. આમ શકિત જે હતી તે પ્રગટ થઈ તે ધર્મ છે. જે જ્ઞાન પરમાં અટકતું હતું તે સ્વભાવમાં સ્થિત થયું તે ધર્મ છે. ૨. આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન ભેદના કથનોને તોડી પાડતું પ્રગટ થયું છે. અખંડ એકરૂપ જ્ઞાયક ઉપર દષ્ટિ જતાં ભેદવાદ ખંડ Page #150 -------------------------------------------------------------------------- ________________ - ૧૧૭ ખંડ થઈ જાય છે. અને અખંડ જ્ઞાન પ્રગટ થાય છે. એકલું જ્ઞાન.... જ્ઞાન. જ્ઞાન..ચૈતન્ય સામાન્ય એક સદશ ધ્રુવ સ્વભાવ જેમાં પર્યાયનો અભાવ છે તે પ્રગટ થાય છે. મતિ-શ્રુત જ્ઞાન આદિજે ખંડ ખડરૂપ ભેદો હતાં તેમને દૂર કરતું-મટાડતું અખંડ જ્ઞાન ઉદય પામ્યું છે. અભેદની દષ્ટિમાં ભેદવાદ મટી જાય છે. ઓછા ઉઘાડને લઈને શેયના નિમિત્તથી જ્ઞાનમાં જે ખંડપડતા હતા, જે ખંડરૂપ જ્ઞાનાકારો પ્રતિભાસતા હતા તે હવે જ્ઞાયકમાં દષ્ટિ સ્થિર થતાં જ્ઞાન અખંડપણે પ્રત્યક્ષ ઉદય પામ્યું છે. અર્થાત્ એક જ્ઞાનમાત્ર વસ્તુ જ જ્ઞાનમાં જણાવા લાગી છે. જ્ઞાનના ભેદો નહિ. ‘હું અખંડ એક શાયકમૂર્તિ ભગવાન છું' એમ દષ્ટિ થતાં, વિકાર તો દૂર રહો, મતિ-શ્રુત અવસ્થાના જ્ઞાનના ભેદો પણ બહાર રહી જાય છે, એકલો અખંડ જ્ઞાયક ભગવાન જ જણાય છે. ચૈતન્ય રસની કંદ પ્રભુ આત્મા જાજવલ્યમાન ચૈતન્ય સૂર્ય છે. એના પરદષ્ટિ કરતાં મતિ-મૃતાદિજ્ઞાનના ખંડરૂપ ભેદોને તોડી પાડતું અખંડ જ્ઞાન પ્રત્યક્ષ પ્રગટ થાય છે. વસ્તુ અખંડ એકરૂપ ચૈતન્ય સ્વભાવમય છે. તેમાં કોઈ એવી શક્તિ નથી જે વિકાર કરે. આવા શક્તિમાન દ્રવ્ય પર દષ્ટિ પડતાં જ્ઞાનની વર્તમાન દશા જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવે પ્રગટ થઈ છે ! આવા - જ્ઞાનમાં કર્તા-કર્મની પ્રવૃત્તિનો અવકાશ કેમ હોઈ શકે ? અરેરે ! જીવો દુ:ખથી ભય પામી સુખ શોધે છે, પણ એનો ઉપાય તેઓ જાણતા નથી ! જેમ ફૂલની કળી શક્તિરૂપે છે તેમાંથી ફૂલ ખીલે છે તેમ ભગવાન આત્મા અનંતગુણ પાંખડીએ એક જ્ઞાયકભાવપણે અંદર બિરાજમાન છે, દષ્ટિ એનો સ્વીકાર કરીને જ્યાં અંતર્મગ્ન થાય છે ત્યાં પર્યાયમાં જ્ઞાયક ભાવ પ્રગટ થાય છે. આ જ ધર્મની રીત છે, ભાઈ ! જ્ઞાયક સ્વરૂપ ત્રિકાળીમાં સ્વ-પરને પ્રકાશે એવી ત્રિકાળ એની શક્તિ છે. ત્રિકાળીને જાણે એવી એમાં શક્તિ છે. ત્રિકાળી વસ્તુને જાણવાનો સ્વભાવ ત્રિકાળ શક્તિરૂપે છે. સ્વભાવનો આશ્રય લઈને જે જ્ઞાન-શ્રદ્ધાન પ્રગટ થયું તેમાં Page #151 -------------------------------------------------------------------------- ________________ - ૧૧૮ આખો આત્મા જણાયો, શ્રદ્ધામાં આવ્યો. તે જ્ઞાન, જે પર્યાયમાં રાગની અશુદ્ધતા છે, કે જે અશુદ્ધતાની પરિણતિ છે તેને વ્યવહારે જાણે, વ્યવહાર તે કાળે જાગલો પ્રયોજનવાન છે, પરંતુ જ્ઞાની રાગનો કર્તા અને રાગ એનું કાર્ય-એવો જ્ઞાનમાં અવકાશ કયાં છે? નથી જ). જ્ઞાન સ્વભાવના પરિણમનમાં રાગનું કર્તાપણું અને રાગનું કર્મપણું એવો અવકાશ કેમ હોઈ શકે? ભાઈ! વીતરાગનો માર્ગ આવો આકરો છે, સૂક્ષ્મ છે. રાગથી મરી જાય ત્યારે ધ્રુવ ચૈતન્ય બિંબ જણાય એવું છે. ત્રિકાળી ભૂતાર્થ-સત્યાર્થ દ્રવ્ય સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. એમાં ભેદ તૂટી જાય છે એમ અહીં કહે છે. ' ૩. “યોના નિમિત્તથી તથા ક્ષયોપશમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસતા હતા તેમનાથી રહિત જ્ઞાનમાત્ર આકાર હવે અનુભવમાં આવ્યો તેથી “અખંડ એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે.” જ્યાં જ્ઞાયકમાં અંતર્મગ્ન થયો ત્યાં જાણનાર... જાણનાર... જાણનાર... એવો અખંડ એક જ્ઞાયક ભાવ અનુભવમાં આવે છે અને તેથી જ્ઞાનનું “અખંડ' એવું વિશેષણ આપ્યું છે. વસ્તુ અખંડ એકરૂપ અભેદ જ્ઞાયક છે. આવા અખંડ જ્ઞાયકનો જ્ઞાનમાં સ્વીકાર થવો તે સમ્યગ્દર્શન-જ્ઞાન છે. એનું નામ ધર્મ છે. ૪. પરના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમતું નથી, બળવાન છે તેથી ‘અત્યંત પ્રચંડ' કહ્યું છે. જ્ઞાન, રાગથી એકપણે થઈ પરિણમતું નથી પણ જે રાગ થાય તેને પોતાથી ભિન્ન જાણવાપણે પરિણમે છે. જે કાળે રાગ આવ્યો તેને તે કાળે જાણતું અને સ્વને પણ તે કાળે જાણતું જ્ઞાન પોતાના સ્વ-પર પ્રકાશક સામર્થ્ય વડે પ્રગટ થાય છે. વળી તે બળવાન છે. એટલે જ્ઞાનની જ્યાં ઉગ્રતા થઈ ત્યાં રાગ-દ્વેષ ભસ્મ થઈ જાય છે. જ્ઞાનની ઉગ્રતા કર્મના આકરા વિપાકના રસને પણ ભસ્મ કરી દે છે તેથી તેને “અત્યંત પ્રચંડ' કહ્યું છે. આવો ભગવાનનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! શુભ રાગના સ્થળ વિકલ્પથી પકડાય એવું વસ્તુત્વ નથી. દ્રવ્યનું-આત્માનું સ્વરૂપ તો સૂક્ષ્મ નિર્વિકલ્પ જ છે અને નિર્વિકલ્પ દષ્ટિથી જ પકડાય એમ છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ સમયસાર ગાથા ૭૩ : ૧૧૯ ‘છું એક શુદ્ધ,મમત્વહીન હું, જ્ઞાનદર્શન પૂર્ણ છું; એમાં રહી સ્થિત, લીન એમાં, શીઘ્ર આ સૌ ક્ષય કરું.’ ગાથાર્થ : જ્ઞાની વિચારે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, મમતા રહિત છું, જ્ઞાન-દર્શનથી પૂર્ણ છું; તે સ્વભાવમાં રહેતો, તેમાં (તે ચૈતન્ય અનુભવમાં) લીન થતો (હું) આ ક્રોધાદિક સર્વ આસવોને ક્ષય પમાડું છું. ટીકા ઃ હું આ આત્મા-પ્રત્યક્ષ અખંડ અનંત ચિન્માત્ર જ્યોતિ-અનાદિ-અનંત નિત્ય ઉદયરૂપ વિજ્ઞાનઘન સ્વભાવ ભાવપણાને લીધે એક છું; સર્વ કારકોના (કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ) સમૂહની પ્રક્રિયાથી પાર ઉતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિ માત્રપણાને લીધે શુદ્ધ છું; પુદ્ગલ દ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદિ ભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) તેના સ્વામીપણે પોતે સદાય નહિ પરિણમતો હોવાથી મમતા રહિત છું ; ચિન્માત્ર જ્યોતિનું (આત્માનું), વસ્તુ સ્વભાવથી જ, સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણપણું (આખાપણું) હોવાથી જ્ઞાન-દર્શન વડે પરિપૂર્ણ છું. - આવો હું આકાશાદિ દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુ વિશેષ છું. તેથી હવે હું સમસ્ત પર દ્રવ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ જ આત્મ સ્વભાવમાં નિશ્ચલ રહેતો થકો, સમસ્ત પર દ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતાં જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આને જ (આ ચૈતન્ય સ્વરૂપને જ) અનુભવતો થકો પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતાં જે આ ક્રોધાદિ ભાવો તે સર્વનો ક્ષય કરું છું. એમ આત્મામાં નિશ્ચય કરીને, ઘણા વખતથી પકડેલું જે વહાણ તેને જેણે છોડી દીધું છે એવા સમુદ્રના વમળની જેમ જેણે સર્વ વિકલ્પોને જલ્દી વમી નાખ્યા છે એવો, નિર્વિકલ્પ અચલિત નિર્મળ આત્માને અવલંબતો, વિજ્ઞાનધન થયો થકો, આ આત્મા આસવોથી નિવર્તે છે. ભાવાર્થ : શુદ્ધ નયથી જ્ઞાનીએ આત્માનો એવો નિશ્ચય કર્યો કે ‘હું એક છું, શુદ્ધ છું, પર દ્રવ્ય પ્રત્યે મમતા રહિત છું, જ્ઞાન-દર્શનથી પૂર્ણ વસ્તુ છું.’ જ્યારે તે જ્ઞાની આત્મા આવા પોતાના સ્વરૂપમાં રહેતો થકો તેના જ અનુભવરૂપ થાય ત્યારે ક્રોધાદિક આસ્રવો ક્ષય પામે છે. જેમ સમુદ્રના વમળે ઘણા કાળથી વહાણને પકડી રાખ્યું હોય પણ પછી જ્યારે વમળ શમે ત્યારે તે વહાણને છોડી દે છે, તેમ આત્મા વિકલ્પોના વમળને શમાવતો થકો આસવોને છોડી દે છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ વિશેષ: “હું” શબ્દથી પોતાની અસ્તિ સિદ્ધ કરી છે. અને ‘આ’થી પ્રત્યક્ષ અતિ દર્શાવી છે. છે ને કે - હું આ આત્મા પ્રત્યક્ષ ચિન્માત્ર જ્યોતિ છું? પ્રત્યક્ષ થઈ શકે એ વાત નથી. પ્રત્યક્ષ છે જ. ભગવાન આત્મા પ્રત્યક્ષ છે. વસ્તુ પોતે પોતાથી પ્રત્યક્ષ થાય એવા પ્રકાશગુણ સહિત છે. આત્માનો એવો સ્વભાવ છે કે પોતે જ પોતાના સ્વ સંવેદનમાં પ્રત્યક્ષ પ્રકાશમાન થાય છે. વળી અખંડ છું - એક સમયની પર્યાયનો ભેદ પણ આત્મામાં ક્યાં છે? નથી.) પર્યાય તો વ્યવહાર નયનો વિષય છે. વ્યવહાર છે, અસત્યાર્થ છે. વસ્તુ શુદ્ધ એકાકાર તે નિશ્ચય છે. વળી હું અનંત ચિન્માત્રજ્યોતિ છું. સ્વભાવની શક્તિનું સ્વરૂપ જ અનંત છે. અખંડ અને અનંત ચિત્માત્ર જ્યોતિના વિશેષણ છે. હું અનાદિ અનંત કહેતા ત્રિકાળ આદિ-અંત રહિત છું. વસ્તુ તો અનાદિ-અનંત નિત્ય ઉદયરૂપ છે. ૧. “એક છું - વિજ્ઞાનઘન સ્વભાવ ભાવપણાને લીધે હું એક છું - જેમાં એક સમયની પર્યાયના પણ પ્રવેશને અવકાશ નથી. પર્યાય તેની ઉપર ઉપર તરે છે પણ અંદર પ્રતિષ્ઠા પામતી નથી. આ તો એકલું વિજ્ઞાનનું દળ જેમાં પરનો કે પર્યાયનો પ્રવેશ નથી એવો ચિન્માત્ર જ્યોતિ હું વિજ્ઞાનઘન સ્વભાવપણાને લીધે એક છું. ૨. “શુદ્ધ છું - સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિ માત્રપણાને લીધે શુદ્ધ છું. (૧) આત્મા પરનો કર્તા અને પર તેનું કાર્ય-એવું એનામાં છે જ નહિ. (૨) દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજાના અશુદ્ધ ભાવ થાય તેનો હું કર્તા અને તે મારું કર્મ - આવા રાગની ક્રિયાના ષકારકની પ્રક્રિયા તે આત્માના સ્વરૂપમાં નથી (૩) એક સમયની નિર્મળ પર્યાયના ષકારકો જે પ્રક્રિયા તેનાથી પાર ઉતરેલી એટલે ભિન્ન જે નિર્મળ અનુભૂતિ તે (ત્રિકાળી) અનુભૂતિ માત્રપણાને લીધે હું શુદ્ધ છું. (૪) પર્યાયમાં ષકારકનું પરિણમન સ્વતંત્ર છે. એનાથી મારી ચીજ (ત્રિકાળી) ભિન્ન છે. વર્તમાન નિર્મળ પરિણતિથી મારો ત્રિકાળી અનુભૂતિ સ્વરૂપ ભગવાન ભિન્ન છે - એને અહીં શુદ્ધ કહ્યો છે. પર્યાયથી પાર જે ત્રિકાળી ભગવાન ભિન્ન છે તે શુદ્ધ છે. અને તે શુદ્ધનો જે પર્યાય Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ નિર્ણય કર્યો તે પર્યાય તે શુદ્ધમાં (દ્રવ્યમાં) નથી. પર્યાય પર્યાયમાં રહીને દ્રવ્ય શુદ્ધ છે એમ અનુભવ કરે છે. આવો ભગવાન વીતરાગદેવનો માર્ગ છે. તેને રાગથી કે ભેદથી પ્રાપ્ત કરવા જઈશ તો વસ્તુ-સત્ હાથ નહિ આવે. ૩. “હવે નિર્મમ છું' - પરના કામ કરે છે એ વાત તો દૂર રહી, પરંતુ જે રાગ વિકલ્પ થાય એનું સ્વામીપણું એને નથી. પુણ્ય અને પાપના અનેક પ્રકારે જે વિકારી ભાવ થાય છે તેનો પુદ્ગલ સ્વામી છે, હું તેનો સ્વામી નથી. એના સ્વામીપણે હું સદાય પરિણમતો નથી,માટે નિર્મમ છું. આ રાગ કર્તવ્ય છે, કરવા લાયક છે એમ જ્ઞાનીને તેનું સ્વામીપણું નથી. એ મમતા રહિત જ છે. સ્વભાવમાં-સ્વરૂપમાં તો વિકાર છે જ નહિ અને નિમિત્તના લક્ષે તે થયો છે તેથી પુગલ તેનો સ્વામી છે એમ કહ્યું છે. દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ નિર્મળ છે. તેના આશ્રયે જે નિર્મળ દશા પ્રગટી તે મારું સ્વ અને હું તેનો સ્વામી છું એમ ધર્મી માને છે. ૪. “ચિન્માત્ર જ્યોતિનું (આત્માનું), વસ્તુ સ્વભાવથી જ, સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણ (આખાપણું) હોવાથી, હું જ્ઞાન-દર્શન વડે પૂર્ણ છું. સામાન્ય તે દર્શન અને વિશેષ તે જ્ઞાન; એમ દર્શન-જ્ઞાન વડે પરિપૂર્ણ વસ્તુ છું. આત્મા વિકારપણે તો નથી, અલ્પજ્ઞપણે પણ નથી. વર્તમાન અલ્પજ્ઞ પર્યાય એમ નિર્ણય કરે છે કે પર્યાય જેટલો હું નહિ, પણ હું તો જ્ઞાન-દર્શન સ્વભાવી પરિપૂર્ણ વસ્તુ છું. પ્રથમ વિકલ્પ દ્વારા હું આવો છું એમ નિર્ણય કર. (૧) હું અખંડ જ્ઞાનજ્યોતિ સ્વરૂપ વિજ્ઞાનઘન સ્વભાવપણાને લીધે એક છું.. (૨) ષકારકના પરિણમનથી રહિત શુદ્ધ છું. (૩) રાગપણે સદાય નહિ પરિણમનારો નિર્મમ છું. (૪) જ્ઞાન-દર્શનથી પરિપૂર્ણ વસ્તુવિશેષ છું. હવે કહે છે - તેથી હવે હું સમસ્ત પર દ્રવ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ જ આત્મ સ્વભાવમાં નિશ્ચલ રહેતો થકો, સમસ્ત પર દ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતાં જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આને જ (આ ચૈતન્ય સ્વરૂપને જ) અનુભવતો થકો, પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતાં જે આ ક્રોધાદિક ભાવો તે સર્વનો ક્ષય કરું છું. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ - સ્વરૂપનું જ્ઞાન નથી માટે પોતાના અજ્ઞાન વડે આસવો ઉત્પન્ન થાય છે. હવે પર દ્રવ્યોનું લક્ષ છોડી સ્વરૂપ ભણી ઢળતાં નિજચૈતન્ય સ્વરૂપને અનુભવતો હું જે આ ક્રોધાદિક ભાવો તે સર્વને ક્ષય કરું છું. જ્ઞાન-દર્શન સ્વરૂપ પરિપૂર્ણ એક શુદ્ધ વસ્તુ જે આત્મા તેનો અનુભવ કરતાં આસવોથી હું નિવચ્છું છું. પહેલાં પરમાર્થ વસ્તુ સ્વરૂપ કહ્યું છે. હવે પર્યાયમાં પર દ્રવ્યના નિમિત્તથી રાગ થયો તે કહે છે. તે સર્વના નિરોધ વડે ચૈતન્ય સ્વરૂપને અનુભવતો તે આસવોનો ક્ષય કરું છું. આસવોનો નિરોધ સંવર છે. મિથ્યાત્વને છોડવાની આ જ રીત છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ રાગ અને ચૈતન્ય ઉપયોગનું ભિન્નપાણું ૧. ભગવાન મહાવીરે કહેલા પરમ અહિંસા ધર્મને જાણવા માટે, અને તેનું પાલન કરવા માટે, મુમુક્ષુ જીવે પ્રથમ તો ચૈતન્ય ઉપયોગ અને રાગ એ બંનેનું અત્યંત ભિન્નપણું જાણવું જોઈએ. ભિન્નપણું જાણે તો જરાગ વગરના શુદ્ધ ઉપયોગરૂપ અહિંસા ધર્મને સાધી શકે. ૨. એવું ભિન્નપણું ક્યા પ્રકારે જાણવું? સર્વજ્ઞ-જ્ઞાન વિષે સદા ઉપયોગ લક્ષણ જીવ છે; તે કેમ પુદ્ગલ થઈ શકે કે, “મારું આ તું કહે અરે ?” શરીરથી અને રાગદિભાવોથી ભિન્ન, ચૈતન્યમય આત્મતત્વને જે જાણતો નથી અને જીવને રાગાદિ સંયુક્ત જ અનુભવે છે એવા પ્રતિબુદ્ધ-જિજ્ઞાસુને આચાર્યદવ સર્વજ્ઞ જ્ઞાનીની સાક્ષીથી અને પોતાના સ્વાનુભવથી પ્રતિબોધે છે “હે ભાઈ! જે નિત્ય ઉપયોગ સ્વરૂપ છે તે જીવ છે. એમ સર્વજ્ઞ ભગવાન ના જ્ઞાનમાં આવ્યું છે, આગમમાં પણ ભગવાને સ્પષ્ટ પ્રકાર્યું છે, ને અનુભવમાં પણ જીવ સદા જ્ઞાન સ્વરૂપે જ અનુભવાય છે. પોતાનું ઉપયોગપણું છોડીને જીવ કદી પુદ્ગલરૂપ તો થઈ જતો નથી; જેમ અંધકારને અને પ્રકાશને એકપણું નથી પણ જુદાપણું જ છે, તેમ ચૈતન્ય પ્રકાશ વગરના એવા રાગાદિ ભાવોને અને ચેતને પ્રકાશરૂપ ઉપયોગને કદી એકપણું નથી પણ સદા જુદાપણું જ છે. આમ તારા ઉપયોગ લક્ષણ વડે તારા જીવને તું સમસ્ત જડથી ને રાગથી જુદો જાણ, ને ઉપયોગ સ્વરૂપે જ પોતાને અનુભવમાં લઈને હે જીવ! તું અત્યંત પ્રસન્ન થા...! આનંદિત થા..” ૩. અરે! અત્યાર સુધી ઉપયોગ સ્વરૂપને ભૂલીને, રાગાદિરૂપે જ મેં મને માનીને મારી હિંસા કરી ને તેથી ચાર ગતિમાં હૃદુઃખી થયો. પણ હવે સર્વજ્ઞ માર્ગી શ્રી ગુરુઓના પ્રતાપે મારા સ્વ તત્વનું મને ભાન થયું કે અહો! હું તો સદા ઉપયોગ સ્વરૂપ જ રહ્યો છું; મારું ઉપયોગ સ્વરૂપ હણાયું નથી. આમ ઉપયોગ સ્વરૂપની અનુભૂતિ રાગાદિથી અત્યંત ભિન્ન હોવાથી તે પરમ અહિંસારૂપ છે. એટલે ઉપયોગ સ્વરૂપનો અનુભવ (શુદ્ધોપયોગ) તે જ પરમ અહિંસા ધર્મ છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ૪. સર્વમાન્ય મોક્ષશાસ્ત્રમાં શ્રી ઉમા સ્વામી કહે છે કે : “ઉપયોગો લક્ષણ જીવ ઉપયોગ જેનું લક્ષણ છે તે જીવ છે. જીવને પોતાના ઉપયોગ સ્વરૂપમાં સદા તન્મયપણું છે. રાગાદિકમાં કે શરીરાદિકમાં તેને તન્મયપણું નથી. તે ઉપયોગ કોઈથી રચાયેલો નથી, પોતાનું સમ્પણું ટકાવવા તે કોઈ ઈન્દ્રિયોની કે રાગની અપેક્ષા રાખતો નથી; ઈન્દ્રિયો કે રાગ વગર તે સ્વયંસિદ્ધ જીવનું સ્વરૂપ છે. ૫. ઉપયોગ કહો કે ચેતના કહો - જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ જ્ઞાન ચેતના, દર્શન ચેતના તેચેતનાનું રાગરહિત નિર્મળ પરિણમન, એટલે કે શુદ્ધચેતના તે અહિંસા છે, તે ધર્મ છે, તે મોક્ષમાર્ગ છે. અને તે ચેતનામાં રાગાદિ અશુદ્ધ પરિણમન તે હિસા છે, તે સંસારનું કારણ છે. ૬. જીવના પાંચ ભાવમાં ઉતારીએ તો : (૧) ઉપયોગ તે પારિણામિક ભાવ છે. (૨) ઉપયોગનું શુદ્ધ પરિણમન તે ક્ષાયિકાદિ ભાવરૂપ છે. (૩) રાગાદિક ભાવો તે ઔદાયિક ભાવ છે. આ રીતે ઉપયોગને અને રાગને ભાવથી ભિન્નતા છે. ૭. નવ તત્ત્વમાં લઈએ તો: (૧) ઉપયોગ તે જીવ, સંવર, નિર્જશ, મોક્ષ તત્ત્વમાં આવે છે. (૨) રાગાદિ ભાવો આસવ અને બંધ તત્ત્વમાં આવે છે. આ રીતે ઉપયોગ અને રાગ બંને તત્ત્વો ભિન્ન છે. ૮. ન્યાય યુક્તિથી જોઈએ તો : ઉપયોગ સાથે આત્માની સમવ્યામિ છે. રાગાદિ સાથે આત્માની સમવ્યાપ્તિ નથી. માટે ન્યાયથી ઉપયોગ અને રાગની ભિન્નતા સિદ્ધ થાય છે. અનુભવથી જોતા પણ ઃ રાગાદિ વગરનો ઉપયોગ સ્વરૂપે જીવ અનુભવમાં આવે છે, પણ ઉપયોગ વગરનો જીવ - રાગાદિ મિશ્રિત જીવ - કદી અનુભવમાં આવતો નથી. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ આ રીતે ધર્મની અનુભૂતિમાં ઉપયોગ અને રાગની ભિન્નતા છે. રાગથી ભિન્ન ઉપયોગ સ્વરૂપ આત્મા જ અનુભૂતિમાં પ્રકાશે છે. “મારો સુશાશ્વત એક દર્શન-જ્ઞાન લક્ષણ જીવ છે; બાકી બધા સંયોગ લણણ ભાવ મુજથી બાહ્ય છે.” હું એક શાશ્વત જ્ઞાન-દર્શન લક્ષણમય આત્મા છું; ઉપયોગ સિવાય બીજા બધા સંયોગ લક્ષણરૂપ ભાવો છે તે મારાથી બહાર છે; તે મારા સ્વભાવ લક્ષણરૂપ નથી – આવી ધર્માત્માની અનુભૂતિ છે. રાગાદિ ભાવો જે આત્માનું સ્વલક્ષણ હોય તો તે રાગાદિના નાશથી આત્મા પણ મરણ પામે. પણ રાગનો નાશ થવા છતાં સિદ્ધ જીવો આદિ અનંતકાળ આનંદથી જીવે છે. માટે રાગ તે આત્માનું લક્ષણ નથી. ૧૦. ઉપયોગ જ આત્માનું લક્ષણ છે. તે આત્માથી કદી જુદું પડતું નથી. ઉપયોગના અભાવમાં આત્માનો અભાવ હોય છે; ને આત્મા સદાય ઉપયોગ સ્વરૂપ હોય છે; આત્મા ઉપયોગ લક્ષણ વગરનો કદી હોતો નથી. “ઉપયોગ લક્ષણ જીવ છે ને એ જ સાચું જીવન છે; એ જીવને જીવાડજે, પ્રભુ વીરનો સંદેશ છે. ચેતન-જીવન વીરપંથમાં, નહિ દેહ-જીવન સત્ય છે. * ચેતન રહે નિજ ભાવમાં બસ! એ જ સાચું જીવન છે.” ઉપયોગ તે જીવનું સર્વસ્વ છે. તે ઉપયોગની શુદ્ધ અવસ્થા હોય ત્યારે તેની સાથે શાંતિ-વીતરાગતા-આનંદવગેરે સર્વગુણોથી આત્માનું જીવન શોભી ઊઠે છે. તેથી તે સાચું જીવન છે અને તે જીવને ઈષ્ટ છે. મોહ-રાગાદિભાવો ઉપયોગથી વિપરીત છે, તેમાં શાંતિનું જીવન નથી, પણ ભાવમરણ છે; તેથી તે જીવને ઈષ્ટ નથી. શુદ્ધોપયોગ તે સાચો અહિંસા ધર્મ છે; તેમાં રાગનો અભાવ છે. તે જ જીવને ઈષ્ટ છે, કેમ કે તેમાં સ્વભાવનો ઘાત થતો નથી પણ આનંદમય સ્વભાવની ઉપલબ્ધિ થાય છે, તેથી તે જ જીવને ઈષ્ટ છે. આ રીતે વીતરાગ ભાવનો ઉપદેશ તે જ ભગવાન મહાવીરનો ઈટ ઉપદેશ છે. હે ભવ્ય જીવો! ભગવાન મહાવીરના આવા ઈષ્ટ ઉપદેશને ઓળખીને તેની ઉપાસના કરો ! Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧) ઉપયોગી (૨) જ્ઞાન દર્શન (૩) (૨) જ્ઞાન E છે ને ! (૪) સ્વભાવજ્ઞાન ( વિભાવ જ્ઞાન (અપૂર્ણજ્ઞાન) | (૫) કારણ () કાર્ય (૯) સમ્યફ . (૮) મિથ્યા ૧ ૨૬ સહજ જ્ઞાન (સ્વરૂપ પ્રત્યક્ષ) કેવળ જ્ઞાન (સકળ પ્રત્યક્ષ) કુમતિ . IS વિભેગા (ઉઅવધિ) પરો વિકલ પ્રત્યક્ષ Page #160 -------------------------------------------------------------------------- ________________ (૧૦) મતિ. કૃત(૧૧) (૧૨) અવધિ (૧૩)મન:પર્યચા કે | ઉપલબ્ધિ ભાવના ઉપયોગ લબ્ધિ ભાવના ઉપયોગ નય દેશ પરમ સર્વ કરો. ઋજુમતિ વિપુલમતિ, અવગ્રહ ઈટા અવાય ધારણા (૧૪) (૩) દર્શન ઉપયોગ કફ ૧ ૨૭. છું કરી દ ! ફાર - શહેર કgg ક સ્વભાવ દર્શન - વિસાવદન કા-કાકી: , કે જે કારણ કાર્ચ ચણ અયનું, અવધિ કેવળ દર્શન સહજ દર્શન (સ્વરૂપ શ્રદ્ધા) Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ વ્યાખ્યા: ૧. ઉપયોગઃ આત્માના ચૈતન્યગુણને અનુસરીને વર્તવાવાળા પરિણામને ઉપયોગ કહે છે. ઉપયોગ બધા જીવોમાં સમયે સમયે થઈ રહ્યો છે. જીવના લક્ષણરૂપ ચૈતન્ય અનુવિધાયી પરિણામને ઉપયોગ કહે છે. ક્ષયોપશમ હેતુવાળા ચેતનાના પરિણામ વિશેષને ઉપયોગ કહે છે. (શ્રુતના પેટા વિભાગમાં છે તે માટે ) આત્મા વસ્તુ છે. તેનો જ્ઞાન-દર્શન અર્થાત્ જાણવું-દેખવું એવો જે ઉપયોગ છે તે ગુણ (લક્ષણ) છે. . આત્માનો'. '....અંદર વસ્તુ ચિદાનંદમય જે ભગવાન આત્મા છે તેનો ‘‘ચૈતન્ય અનુવર્તી’’ અર્થાત્ જાણવા-દેખવાનો જે ત્રિકાળી ભાવ છે તેને અનુસરીને વર્તનારો-થનારો વર્તમાન પરિણામ-પર્યાય તે ઉપયોગ છે. આ ભગવાન આત્મા વસ્તુ છે કે જેમાં જ્ઞાન-દર્શનરૂપી અદ્ભૂત અલૌકિક સર્ચલાઈટ છે, અને તેમાંથી-અંદરમાંથી અનંત અનંત ઉપયોગરૂપ કિરણો ફાટે (સ્ક્રે)છે. આત્મા મહાપ્રભુ અંદર ચૈતન્યસૂર્ય છે-તો એ ચૈતન્યના તેજનો અંબાર-પ્રકાશ એ ઉપયોગ છે; અને તે ઉપયોગ આત્માનો છે. ઉપયોગ એ આત્માનું (જીવનું) લક્ષણ છે. (૧)આત્મા એ તો વસ્તુ છે. (૨) પણ તેનો ભાવ શું છે ? કે ચૈતન્ય -ચૈતન્ય. જાણવા-દેખવાના સ્વભાવરૂપ શક્તિરૂપ જે ત્રિકાળી ભાવ છે તે એનો ગુણ છે. (૩) અને તે ગુણને અનુવર્તી- અનુસરીને જે વર્તમાન દશા-પરિણામ થાય તે ઉપયોગ છે. (૧) આત્મા એ સ્વભાવવાન ત્રિકાળી દ્રવ્ય-વસ્તુ થઈ. (૨) ચૈતન્ય - એ એનો ધ્રુવ, અવિનાશી ગુણ-શક્તિ-ભાવ-સ્વભાવ થયો. (૩) અને તેને ‘અનુવર્તી પરિણામ’ તેને અનુસરીને થતો વર્તમાન પરિણામ, વર્તમાન દશા, વર્તમાન અંશ, વર્તમાન અવસ્થા-હાલત ‘તે ઉપયોગ છે.’ અર્થાત્ તેને ઉપયોગ કહેવામાં આવે છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ આત્મા વસ્તુ છે, અસ્તિ છે, તેનો જે ચૈતન્ય-જાણવા-દેખવાને ગુણશક્તિ છે તેને અનુસરીને કેવળજ્ઞાન થાય છે, કેમ કે કેવળજ્ઞાન પણ પર્યાય છે, પરિણામરૂપ ચૈતન્યનો ઉપયોગ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાનને કેવળજ્ઞાન કે અજ્ઞાન આદિ જે કાંઈ પરિણામ વર્તમાન દશામાં વર્તે છે તે ગુણને-ચૈતન્યને અનુસરીને થયેલા પરિણામ છે, પણ નિમિત્તને કે ઇન્દ્રિયને અનુસરીને થયેલા તે પરિણામ નથી. જીવનું લક્ષણ ઉપયોગ છે. લક્ષણ - ઘણા મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જુદો કરવાવાળા હેતુને (સાધનને) લક્ષણ કહે છે. ઉપયોગને “જ્ઞાન-દર્શન પણ કહેવાય છે. તે બધા જીવોમાં હોય છે, અને જીવ સિવાય બીજા કોઈ દ્રવ્યમાં હોતા નથી, તેથી તેને જીવનો અસાધારણ ગુણ અથવા લક્ષણ કહે છે. વળી તે સદ્ભત (આત્મભૂત) લક્ષણ છે તેથી તે બધા જીવોમાં સદાય હોય છે. આ જીવ અને કર્મ-નોકર્મ (શરીર) એકક્ષેત્રે હોવા છતાં જીવ તેના ઉપયોગલક્ષણ વડેકર્મ-નોકર્મથી જુદો છે, અને દ્રવ્યકર્મ-નોકર્મ તેમના સ્પર્શદિલક્ષણ વડે જીવથી જુદાં છે. નિત્ય ઉપયોગ લક્ષણવાળું જીવદ્રવ્ય કદી પુદ્ગલ દ્રવ્યપણે (શરીરાદિપણે) થતું જોવામાં આવતું નથી અને નિત્ય જડલક્ષણવાળું શરીરાદિ પુદ્ગલદ્રવ્ય કદી જીવદ્રવ્યપણે થતું જોવામાં આવતું નથી; કારણ કે ઉપયોગ અને જડપણાને એકરૂપ થવામાં, પ્રકાશ અને અંધકારની માફક, વિરોધ છે. જડ અને ચેતન કદી પણ એક થઈ શકે નહિ. જડ અને ચેતન એ બંને સર્વથા જુદા જુદા છે. શરીરાદિના કાર્યો હું કરી શકું, હું તેને હલાવી-ચલાવી શકું એમ જે જીવો માને છે તે ચેતન અને જડ દ્રવ્યને એકરૂપ માને છે, તેઓની એ ખોટી માન્યતા છોડાવવા અને જીવ દ્રવ્ય જડથી સર્વથા જુદું છે એમ બતાવવા જીવનું અસાધારણ લક્ષણ ઉપયોગ છે. ઉપયોગના જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ એવા બે ભેદ છે. ઉપયોગના વર્ણનમાં ‘દર્શન' શબ્દનો અર્થ વસ્તુનું સામાન્ય ગ્રહણ માત્ર છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ૨. જ્ઞાનોપયોગ: બધાને ભિન્ન ભિન્નપણે જાણવું તે જ્ઞાનોપયોગ છે. જ્ઞાનોપયોગ પણ સ્વભાવ અને વિભાવના ભેદને લીધે બે પ્રકારનો છે. (૧) સ્વભાવ જ્ઞાનોપયોગ (૨) વિભાવ જ્ઞાનોપયોગ. ૩. દર્શન ઉપયોગઃ કોઈ પણ પદાર્થને જાણવાની યોગ્યતા (લબ્ધિ) થતાં તે પદાર્થ તરફ સન્મુખતા, પ્રવૃત્તિ અથવા બીજા પદાર્થો તરફથી હઠીને વિવક્ષિત પદાર્થ તરફ ઉત્સુક્તા પ્રગટ થાય છે તે દર્શન છે. તે ઉત્સુક્તા ચેતનામાં જ થાય છે. વિવક્ષિત પદાર્થને થોડો પણ જાણવામાં આવતો નથી ત્યાં સુધીના ચેતનાના વ્યાપારને દર્શન ઉપયોગ' કહેવામાં આવે છે. પૂર્વ વિષયથી હઠવું અને પછીના વિષય તરફ ઉત્સુક થવું તે જ્ઞાનનો પર્યાય નથી તેથી તે ચેતના પર્યાયને દર્શન ઉપયોગ” કહેવામાં આવે છે. આત્માના ઉપયોગનું પદાર્થ તરફ ઝૂકવું તે દર્શન છે. સામાન્ય ગ્રહણ એટલે આત્મગ્રહણ, આત્મગ્રહણ તે દર્શન છે. અભિન્ન સામાન્યપણે દેખવું તે દર્શનોપયોગ છે. જે શક્તિના કારણે પદાર્થનો પ્રતિભાસ થાય તેને ચેતના કહે છે. દર્શનચેતના ને જ્ઞાનચેતના બે છે. જેમાં મહાસત્તાનો (સામાન્યનો) પ્રતિભાસ (નિરાકાર ઝલક) હોય, તેને દર્શનચેતના કહે છે. અવાજોર સત્તાવિશિષ્ટ વિશેષ પદાર્થને વિષય કરવાવાળી ચેતનાને જ્ઞાન ચેતના કહે છે. (જ્ઞાન ઉપયોગ) અંતર્મુખ ચિત્તપ્રકાશને દર્શન અને બહિર્મુખ ચિત્તપ્રકાશને જ્ઞાન કહેવામાં આવે છે. સામાન્ય-વિશેષાત્મક બાહ્ય પદાર્થને ગ્રહણ કરનાર જ્ઞાન છે અને સામાન્ય વિશેષાત્મક આત્મ સ્વરૂપને ગ્રહણ કરનારું દર્શન છે. આત્માના ચૈતન્યગુણનો ભેદ રહિત વેપાર તે દર્શન ઉપયોગ. ૪. સ્વભાવજ્ઞાન અમૂર્ત, અવ્યાબાધ, અતીન્દ્રિય અને અવિનાશી છે. તે પણ કાર્ય અને કારણરૂપે બે પ્રકારનું છે. સ્વભાવજ્ઞાનના બે પ્રકાર છે. (૧) કાર્ય સ્વભાવજ્ઞાન (૨) કારણ સ્વભાવજ્ઞાન સહજ જ્ઞાનોપયોગ પરમ પારિણામિક ભાવે સ્થિત છે તેમજ ત્રણે કાળે ઉપાધિ રહિત છે. તેમાંથી (સર્વને જાણનારો) કેવળજ્ઞાનોપયોગ પ્રગટે છે. માટે સહજ જ્ઞાનોપયોગ કારણ છે અને કેવળજ્ઞાનોપયોગ કાર્ય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ આમ હોવાથી સહજ જ્ઞાનોપયોગને કારણસ્વભાવ જ્ઞાનોપયોગ કહેવાય છે અને કેવળ જ્ઞાનોપયોગને કાર્ય સ્વભાવ જ્ઞાનોપયોગ કહેવાય છે. જ્ઞાન સ્વભાવજ્ઞાન વિભાવજ્ઞાન(અપૂર્ણ જ્ઞાન) છે કારણ કાર્ય સ્વરૂપ પ્રત્યક્ષ કેવળજ્ઞાન (સકલ પ્રત્યક્ષ) ૫. કારણ સ્વભાવજ્ઞાન ઉપયોગ : આ ઉપયોગ નિરપેક્ષ છે. તે પ્રગટરૂપ નથી; વર્તમાનમાં ધ્રુવપણે છે. તેમાં ઉત્પાદ-વ્યય નથી. આ ઉપયોગ બધા જીવોમાં વર્તે છે. આ ઉપયોગ અનાદિ-અનંત એકરૂપ છે. તેના આશ્રય કેવળજ્ઞાન પ્રગટવાનું કારણ છે. કારણસ્વભાવ જ્ઞાનઉપયોગ વર્તમાન-વર્તમાન છે પણ તેમાં પ્રગટરૂપ પરિણમન નથી. તેમાંથી જે કેવળજ્ઞાન વગેરે કાર્યરૂપ પર્યાય પ્રગટે છે તે તેનું સાપેક્ષ પરિણમન છે. કારણ સ્વભાવજ્ઞાન ઉપયોગનું સહજ આનંદ,સહજ જ્ઞાન વગેરેને જાણવાનું સામર્થ્ય છે અને આનંદદાતા છે કાર્ય સ્વભાવશાનઉપયોગઃ (કવળજ્ઞાન): કારણ સ્વભાવજ્ઞાનમાં એકાગ્રતાના જોરે જે કાર્ય પ્રગટે છે તે કાર્ય સ્વભાવજ્ઞાનઉપયોગ અર્થાત્ કેવળજ્ઞાન છે. આ સાદિ અનંત એકરૂપ છે, ઉત્પાદ-વ્યય સહિત છે. (મહિમા કારણનો જ છે, કોણ ત્રિકાળ છે, કારણના જોરે કાર્ય નવું પ્રગટે છે, કાર્યનો દષ્ટિમાં મહિમા નથી, પણ કારણ જે ત્રિકાળ એકરૂપ પડ્યું છે તેનો મહિમા છે, ભોગવટો કારણનો નથી-કાર્યનો છે.) વિભાવ ઉપયોગ : અપૂર્ણ દશામાં ચૈતન્યનો વેપાર (પરિણામ)ને વિભાવ ઉપયોગ કહેવાય છે. સ્વભાવશાન જે(જ્ઞાન) કેવળ, ઈન્દ્રિયરહિત અને અસહાય છે તે સ્વભાવજ્ઞાન છે. જે ઉપાધિ વિનાના સ્વરૂપવાળું હોવાથી શુદ્ધ છે, આવરણ વિનાના સ્વરૂપવાળું હોવાથી ક્રમ, ઈન્દ્રિય અને દેશ-કાળાદિ) વ્યવધાન (વિન) રહિત છે, એક એક વસ્તુમાં નહિ વ્યાપતું હોવાથી અસહાય છે, તે કાર્ય સ્વભાવજ્ઞાન છે. કારણ જ્ઞાન પણ તેવું જ છે. શાથી? નિજ પરમાત્મામાં રહેલા સહજદર્શન, સાઉત છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સહજ ચારિત્ર, સહજ સુખ અને સહજ પરમ ચિન્શક્તિરૂપ નિજ કારણ સમયસારના સ્વરૂપોને યુગપ જાણવાને સમર્થ હોવાથી તેવું જ છે. સહજ જ્ઞાન, શુદ્ધ અંત:તત્વરૂપ પરમ તત્ત્વમાં વ્યાપક હોવાથી સ્વરૂપ પ્રત્યક્ષ છે. (સ્વભાવે પ્રત્યક્ષ છે)કેવળજ્ઞાન સકલ પ્રત્યક્ષ (સંપૂર્ણ પ્રત્યક્ષ) છે. કેવળજ્ઞાનઃ જે સર્વદ્રવ્યો અને તેના સર્વ પર્યાયોને યુગપ (એક સાથે) પ્રત્યક્ષ જાણે તે કેવળજ્ઞાન છે. આ બધા જ્ઞાનોમાં સાક્ષાત્ મોક્ષનું મૂળ નિજ પરમ તત્ત્વમાં સ્થિત એવું એક સહજ જ્ઞાન જ છે. તેમ જ સહજ જ્ઞાન (તેના) પારિણાર્મિક ભાવરૂપ સ્વભાવને લીધે ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી, સહજ જ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. સાર આત્મા એ ત્રિકાળી ચેતન દ્રવ્ય છે. ચૈતન્ય એ ચેતનનો (ચેતન દ્રવ્યનો) ગુણ છે. ચૈતન્ય અર્થાત જાણવું-દેખવું એ આત્માનો ત્રિકાળી ગુણ છે. ત્રિકાળી ચૈતન્યને અનુસરીને થતો પરિણામ તે તેનું વર્તમાન છે, ને તે ઉપયોગ છે. આત્મા વસ્તુ છે, અસ્તિ છે, તેનો જે ચૈતન્ય-જાણવા-દેખવાનો ગુણશક્તિ છે તેને અનુસરીને કેવળજ્ઞાન થાય છે, કેમ કે કેવળજ્ઞાન પણ પર્યાય છે, પરિણામરૂપ ચૈતન્યનો ઉપયોગ છે. અંદર સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે, તેમાં જાણવું-દેખવું એવું જે લક્ષણ છે એ એનો ઉપયોગ છે. સ્વભાવજ્ઞાન અમૂર્ત, અવ્યાબાધ, અતીન્દ્રિય અને અવિનાશી છે. આ જે સ્વભાવજ્ઞાન છે તેના બે પ્રકાર છે. (૧) કારણ સ્વભાવજ્ઞાન (૨) કાર્ય સ્વભાવજ્ઞાન. આત્મા ત્રિકાળી અસ્તિ-સત્ છે, તેમ તેનો જ્ઞાન-દર્શનનો ભાવ પણ ત્રિકાળ સત્ છે, ને તેવી રીતે તેને અનુસરીને થતા જાણવા-દેખવાના પરિણામ પણ તેની પર્યાયરૂપે તેને પોતાને કારણે વર્તમાન-વર્તમાન સત્ છે. ઉપયોગ ધર્મ નામ સ્વભાવ છે ને જીવ ધર્મી નામ સ્વભાવવાન છે. ઉપયોગ જીવનો સ્વભાવ છે. સારરૂપઃ ૧. આત્મા ત્રિકાળી વસ્તુ છે. ૨. જ્ઞાન-દર્શન તેના ત્રિકાળી ગુણ છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ૩. તેને અનુસરીને થતો-વર્તતો પરિણામ તે ઉપયોગ છે. તે ઉપયોગના બાર પ્રકાર છે ૪. આ ઉપયોગના પહેલાં બે સાધારણ ભેદ કહ્યા. (૧) જ્ઞાન (૨) દર્શન. ૫. પછી જ્ઞાનોપયોગના બે ભેદકહ્યા. (૧)સ્વભાવજ્ઞાન (૨) વિભાવજ્ઞાન. ૬. હવે પછી સ્વભાવજ્ઞાનના બે ભેદે કીધા. ૧. કાર્ય સ્વભાવજ્ઞાન ૨. કારણ સ્વભાવજ્ઞાન. ૭. કાર્ય તો સકળ વિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન છે. આ જે કેવળજ્ઞાનરૂપી પરિણામ છે તે અંતરંગ ગુણને અનુસરીને થતાં પરિણામ છે. અને તેને કાર્ય સ્વભાવજ્ઞાન કહેવાય છે. ૮. આત્માની સીમા શું છે? (૧) દ્રવ્યરૂપે ત્રિકાળી છે. અનંત ગુણનો પિંડદ્રવ્યરૂપ ત્રિકાળી છે. (૨) તેના ગુણરૂપે ત્રિકાળી છે. (૩) તેના કાર્યરૂપે વર્તતા વર્તમાન-વર્તમાન પરિણામ તરીકે તેને વર્તનારી પર્યાય છે. . કેવળજ્ઞાન પર્યાય છે અને તે આત્માના ચૈતન્યને અનુસરીને થતાં પરિણામ છે. તે ગુણનું-જ્ઞાનનું વર્તમાન કાર્ય હોઈ તેને અહીં કાર્ય સ્વભાવજ્ઞાન કહેવામાં આવે છે અને તેનું કારણ પરમ પરિણામિક ભાવે રહેલું ત્રિકાળ નિરુપાધિક સહજ જ્ઞાન છે. વિભાવ શાન ઉપયોગ તે બે પ્રકારનો છે. (૧) સમ્યફ વિભાવજ્ઞાનોપયોગ. (૨) મિથ્યા વિભાવજ્ઞાનોપયોગ. (અર્થાત્ કેવળ વિભાવજ્ઞાનોપયોગ) આ વિભાવ જ્ઞાન તે અપૂર્ણ-અધુરાં જ્ઞાન છે, ને તેમાં કર્મની નિમિત્તની અપેક્ષા આવે છે. ૮. મિથ્યાજ્ઞાનઃ કેવળ વિભાવરૂપ જ્ઞાનો' એટલે શું? કેવળ” એટલે એકલા વિભાવરૂપ (વિપરીત) જ્ઞાનો. આ ત્રણ પ્રકારના છે. (૧) કુમતિ (૨) કુશ્રુત અને (૩) વિભંગ (કુઅવધિ). Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કુમતિ એટલે શું? કે જે આત્માનું જ્ઞાન નથી, અર્થાત્ જેમાં આત્માનો સમ્યક આશ્રય નથી, પણ અવળાઈ-વિપરિતતા છે, ને માત્ર પરના લક્ષથી જે બુદ્ધિ ઉઘડી છે તે કુમતિ છે. જો કે તે છે પોતાનામાં ને પોતાથી, છતાં પણ તે કુમતિ છે. અજ્ઞાનીને ઘણું ધન પ્રાપ્ત કરવાની બુદ્ધિ હોય, અને હું બુદ્ધિમાન છું એમ એ માને તો તે બુદ્ધિ તો છે, પણ કુબુદ્ધિ છે; અને તે કુબુદ્ધિ પણ તેના જ્ઞાનને અનુસરીને અજ્ઞાનપણે થઈ છે. તેવી રીતે માત્ર બહારથી યાદશક્તિ બહુ હોય પણ તે કુમતિ કહેવાય છે, અને તે કુમતિનું જ્ઞાન ઘણું વાંચન અને ઘણા બધા પુસ્તકોનો અભ્યાસ કર્યો માટે પ્રગટ્યું છે એમ નથી. તે કુમતિ સાધારણ જ્ઞાન છે. જ્યારે કુશ્રુત તે તર્કજ્ઞાન છે. જેમાં વિપરીત-ઊંધા તર્ક સહિત જ્ઞાન હોય તે કુકૃત છે. તે કુશ્રુત પણ અંદરના જ્ઞાનને અનુસરીને થનારું છે. બહારના ઘણા ચોપડા ભણ્યો માટે તે થયું છે એમ નથી. આ બધી ડીગ્રી એમ.એ., એલ.એલ.બી. ઈત્યાદિ જ્ઞાન ભલે અજ્ઞાન છે, છતાં એ બધી જ્ઞાનની પર્યાય અંદરને કારણે ઊઘડે છે. તેવી રીતે ધંધામાં તર્ક ઉઠે તે કુશ્રુત છે પણ તે અંદર જ્ઞાન (શક્તિ) છે તેને અનુસરીને થાય છે.પરને લઈને થાય છે એમ નથી. વળી અજ્ઞાનીને કોઈ એક વિશેષ વિકાસરૂપ વિભંગ જ્ઞાન થાય છે. આ - એવું જ્ઞાન છે કે અંદર સાત દ્વીપને સમુદ્રસાક્ષાખાય. આવું એક વિભંગાવધિકુઅવધિ જ્ઞાન થાય છે. અને તે પોતાના જ્ઞાનને અનુસરીને થાય છે, પરને લઈને નહિ. જુઓ, કેટલાક મિશ્રાદષ્ટિ હોવા છતાં તેઓને અંદરરાગની મંદતા ને એ જાતનો ક્ષયોપશમ-ઉઘાડ હોય છે કે જેથી તે અંદરમાં સાત દ્વિીપ અને સમુદ્રને પણ ભાળે છે. છતાં તે કુજ્ઞાન છે, સમ્યજ્ઞાન નથી, અને તે અંદર શક્તિ છે તેને અનુસરીને થાય છે, પરંતુ બહારમાં કર્મનો ક્ષયોપશમ થયો માટે વિભંગ જ્ઞાન થયું છે કે તેને અનુસરીને થયું છે એમ નથી. અનાદિ મિથ્યાદષ્ટિને કુમતિ અને કુશ્રુત હોય છે અને તેને દેવ અને નારકીના ભાવમાં કુઅવધિ પણ હોય છે. જ્યાં જ્યાં મિથ્યાદર્શન હોય છે ત્યાં ત્યાં મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર અવિનાભાવીપણે હોય છે. મતિ અને શ્રુતજ્ઞાનમાં સંશય, વિપર્યય અને અનધ્યવસાય એત્રણ દોષો છે. અવધિજ્ઞાનમાં સંશય હોતો નથી, પણ અનધ્યવસાય અથવા વિપર્યય બે દોષો હોય છે, તેથી તેને કુઅવધિ અથવા વિભંગ કહે છે. પોતાની ઇચ્છા દ્વારા જેમ તેમ ગ્રહણ કરવાને કારણે વિદ્યમાન અને અવિદ્યમાન પદાર્થોનું ભેદરૂપ જ્ઞાન (યથાર્થ વિવેક) ન હોવાને કારણે પાગલ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ પુરુષોના જ્ઞાનની માફક મિથ્યાદષ્ટિનું જ્ઞાન વિપરીત અર્થાત્ મિથ્યા જ્ઞાન હોય છે. સમ્યજ્ઞાન આત્માના જ્ઞાન ગુણનો શુદ્ધ પર્યાય છે. સમ્યજ્ઞાન ચાર ભેદવાળું છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય. (૧) મતિજ્ઞાન પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા પોતાની શક્તિ અનુસાર) જે જ્ઞાન થાય છે તે મતિજ્ઞાન છે. (૨) સુતજ્ઞાન: મતિજ્ઞાન દ્વારા જાણવામાં આવેલા પદાર્થને વિશેષરૂપથી જાણવો તે શ્રુતજ્ઞાન છે. (૩) અવધિજ્ઞાન: જે ઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે અવધિજ્ઞાન છે. (૪) મન:પર્યયજ્ઞાનઃ જે ઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના જ અન્ય પુરુષોના મનમાં સ્થિત રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે મન:પર્યયજ્ઞાન છે. સમ્યજ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે છે. સ્વ = પોતાનું સ્વરૂપ, અર્થ = વિષય, વ્યવસાય = યથાર્થ નિશ્ચય. જે જ્ઞાનમાં એ ત્રણ શરતો પૂરી પડતી હોય તે સમ્યજ્ઞાન છે, અર્થાત્ જો જ્ઞાનમાં વિષય પ્રતિબોધ સાથે સાથે પોતાનું સ્વરૂપ પ્રતિભાસિત થાય અને તે પણ યથાર્થ હોય તો તે જ્ઞાન સમ્યજ્ઞાન છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બંને પરમાર્થથી પરોક્ષ છે અને વ્યવહારથી પ્રત્યક્ષ છે. અવધિજ્ઞાન વિકલ પ્રત્યક્ષ (એકદેશ પ્રત્યક્ષ) છે. મન:પર્યયજ્ઞાન પણ વિકલ પ્રત્યક્ષ છે. ૧૦. મતિજ્ઞાન ત્રણ પ્રકારનું છે. (૧) ઉપલબ્ધિ (૨) ભાવના (૩) ઉપયોગ (૧) ઉપલબ્ધિ મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ જેમાં નિમિત્ત છે એવી અર્થગ્રહણ શક્તિ (પદાર્થને જાણવાની શક્તિ) તે ઉપલબ્ધિ છે. (૨) ભાવના જાગેલા પદાર્થ પ્રત્યે ફરી ફરીને ચિંતન તે ભાવના છે. . (૩) ઉપયોગ: ‘આ કાળું છે, આ પીળું છે' ઇત્યાદિરૂપે અર્થગ્રહણ વ્યાપાર (પદાર્થને જાણવાનો વ્યાપાર) તે ઉપયોગ છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ આ ઉપયોગ મતિજ્ઞાનના ક્રમના ચાર ભેદ છે. (૧) અવગ્રહ (૨) ઇહા (૩) અવાય (૪) ધારણા. (૧) અવગ્રહઃ ચેતનામાં જે થોડો વિશેષાકારભાસવા લાગે છે તે પહેલાં થનારું જ્ઞાન તેને અવગ્રહ કહે છે. (Aoooo) (૨) ઈહા અવગ્રહ દ્વારા જાણવામાં આવેલા પદાર્થને વિશેષરૂપ ચેષ્ટાને ‘હા’ કહે છે. વિચારણા) (oco). (૩) અવાયઃ વિશેષ ચિહ્ન દેખવાથી તેનો નિશ્ચય થઈ જાય તે અવાય છે. (નિર્ણય) (Judgement) (૪) ધારણા અવાયથી નિર્ણય કરેલા પદાર્થને કાળાંતરે ન ભૂલવો તે ધારણા છે. (Retention). તે સિવાય મતિજ્ઞાનના અવગ્રહાદિના વિષયભૂત પદાર્થ ૧૨ ભેદ છે. ૧. બહુ ૨. બહુવિધ ૩. એક ૪. એકવિધ ૫. ક્ષિપ્ર ૬. અક્ષિપ્ર ૭. અનિ:સુત ૮. નિ:સુત ૯.અનુક્ત ૧૦ ઉક્ત ૧૧ ધ્રુવ ૧૨ અધુવ. મતિ મન અગર ઈન્દ્રિયોથી વર્તમાનકાળવર્તી પદાર્થને અવગ્રહાદિરૂપ સાક્ષાત જાણવો તે મતિ છે. મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, અભિનિબોધ ઇત્યાદી અન્ય પદાર્થો નથી અર્થાત્ તે મતિજ્ઞાનના નામાંતર છે. સ્મૃતિ: પહેલાં જાણેલા, સાંભળેલા કે અનુભવ કરેલા પદાર્થનું નામ વર્તમાનમાં સ્મરણ આવે તે સ્મૃતિ છે. સંજ્ઞા તેનું બીજું નામ પ્રત્યભિજ્ઞાન છે. વર્તમાનમાં કોઈ પદાર્થને જોતાં, આ પદાર્થ એ જ છે કે જેને પહેલાં જોયો હતો', એ રીતે સ્મરણ અને પ્રત્યક્ષના જડરૂપ જ્ઞાનને સંજ્ઞા કહે છે. ચિંતા ચિંતવન જ્ઞાન અર્થાત્ કોઈ ચિહ્નને દેખીને “અહીં તે ચિહ્નવાળો જરૂર હોવો જોઈએ એવો વિચાર તે ચિંતા છે. આ જ્ઞાનને ઊહ, ઊહા, તર્ક અથવા વ્યાતિજ્ઞાન પણ કહે છે. અભિનિબોધ સ્વાર્થનુમાન-અનુમાન એ તેના બીજા નામ છે. સન્મુખ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ચિહ્નાદિદેખીતે ચિહ્નવાળા પદાર્થનો નિર્ણય કરવો તે ‘અભિનિબોધ છે. અજ્ઞાનીને પ્રભુ સ્મરણ (આત્મસ્મરણ) હોતું જ નથી, પરંતુ “રાગ મારે એવી પક્કડનું સ્મરણ હોય છે કેમ કે તેનો તેને અનુભવ છે. એ રીતે અજ્ઞાની ધર્મના નામે ગમે તે કાર્યો કરે તો પણ તેનું જ્ઞાન મિથ્યા હોવાથી તેને ધર્મનું સ્મરણ થતું નથી પણ રાગની પકડનું સ્મરણ થાય છે. સંવેદન, બુદ્ધિ, મેઘા, પ્રતિજ્ઞા, પ્રજ્ઞા એ વગેરે પણ મતિજ્ઞાનના ભેદો છે. બોધનમાત્રપણું તે બુદ્ધિ, પ્રતિભા, પ્રજ્ઞા એમતિજ્ઞાનની તારતમ્યતા (હીન-અધિકપણું) સૂચક જ્ઞાનના ભેદો છે. ૧૧. શ્રુતજ્ઞાનના ચાર ભેદો છે. (૧) લબ્ધિ (૨) ભાવના (૩) ઉપયોગ (૪) નયા શ્રુતજ્ઞાન એટલે આ શાસ્ત્રજ્ઞાન એમ નહિ, પણ અંદરનું ભાવશ્રુતજ્ઞાન. મતિજ્ઞાનપૂર્વક અંદરમાં એક ઉત્તરતકણારૂપ જ્ઞાન થાય છે જે અરૂપી આત્માની શ્રુતજ્ઞાન પર્યાય છે. એટલે કે મતિજ્ઞાન પછી વિશેષ તર્ક ઉઠે તે શ્રુતજ્ઞાન છે. (૧) લખ્યિ બીજા પદાર્થને જાણવાની શક્તિ લબ્ધિ છે. (૨) ભાવના જાગેલા પદાર્થ પ્રત્યે ફરી ફરીને ચિંતન તે ભાવના. (૩) ઉપયોગઃ પદાર્થને જાણવાનો વ્યાપાર તે ઉપયોગ છે. (૪) નયઃ પર્યાયમાં જે આ ઉપયોગરૂપ ને યરૂપ જ્ઞાન છે અથતિ પ્રમાણરૂપ અને એકદેશરૂપ જે જ્ઞાન છે તે શ્રુતજ્ઞાનનો ભાગ છે. શ્રુતજ્ઞાનનો પર્યાય જ્ઞાનગુણને અનુસરીને થાય છે. વળી જે આ નયરૂપ જ્ઞાન છે તે પણ ઉપયોગરૂપ જ્ઞાન છે. નિશ્ચય-વ્યવહાર આદિનો પણ ઉપયોગરૂપ જ્ઞાન છે, લબ્ધિરૂપ નહિ. પ્રમાણજ્ઞાન પણ શ્રુતજ્ઞાનનો એક ભેદ છે. શ્રુતજ્ઞાનમાં જે આખું પ્રમાણજ્ઞાન થાય છે તે અંદરના જ્ઞાન ગુણને અનુસરીને થાય છે. પર તરફનું જે જ્ઞાન છે તે પણ પોતામાંથી થયું છે, પણ બહારને-પરને લઈને થયું નથી. ૧૨. અવધિજ્ઞાનઃ જે ઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે અવધિજ્ઞાન છે. અવધિજ્ઞાનના પણ ત્રણ ભેદ છે. (૧) દેશ (૨) પરમ (૩)સર્વ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ૧૩૮ દેશાવધિ એટલે કે સર્વાવધિ એટલે પુરું અને પરમાવધિ એટલે ઉત્કૃષ્ટ, સર્વથી વિશેષ. ૧૩. મન:પર્યયજ્ઞાન સામા જીવના મનમાં રહેલા ભાવને, પદાર્થને જાણે એવો એક આત્માના જ્ઞાનપર્યાયનો આ ભેદ છે. આ મન:પર્યયજ્ઞાનના બે ભેદ છે. (૧) જુમતિ (૨) વિપુલ મતિ. (૧) ઋજુ મતિઃ મનમાં ચિંતવન કરેલા પદાર્થને જાણે છે, અચિંતિત પદાર્થને નહિ; અને તે પણ સરળરૂપથી ચિંતિત પદાર્થને જાણે છે. (૨) વિપુલ મતિઃ ચિંતિત અને નહિ ચિંતિત પદાર્થને તથા વકચિંતિત અને અવકચિંતિત પદાર્થને પણ જાણે છે. મન:પર્યયજ્ઞાન વિશિષ્ટ સંયમધારીને થાય છે. વિપુલનો અર્થ વિસ્તીર્ણ-વિશાળગંભીર થાય છે. પોતાના તથા પરના જીવિત, મરણ, સુખ, દુ:ખ, લાભ, અલાભનું પણ જ્ઞાન થાય છે. વ્યક્ત મન કે અવ્યક્ત મનથી ચિંતવન કરેલા કે નહિ ચિંતવેલા કે આગળ જઈ જેનું ચિંતવન કરશે એવા સર્વ પ્રકારના પદાર્થોનું વિપુલમતિ મન:પર્યયજ્ઞાની જાણે છે. ૧૪. દર્શન ઉપયોગઃ (૧૪)-(૩) દર્શન ઉપયોગ - સ્વભાવ અને વિભાવભેદથી બે પ્રકારનો છે. જે કેવળ ઇન્દ્રિય રહિત અને અસહાય છે તે સ્વભાવદર્શન ઉપયોગ કહ્યો છે. સ્વભાવદર્શન ઉપયોગ પણ બે પ્રકારનો છે. (૧) કારણ સ્વભાવદર્શન ઉપયોગ (૨) કાર્ય સ્વભાવદર્શન ઉપયોગ. (૧) કારણ સ્વભાવદર્શન તો સદા પાવનરૂપ અને ઔદાયિકાદિ ચાર વિભાવ સ્વભાવ પર ભાવોને અગોચર એવો સહજ પરમ પારિણામિક ભાવરૂપ જેનો સ્વભાવ છે, જે કારણ સમયસાર સ્વરૂપ છે, નિરાવરણ જેનો સ્વભાવ છે, જે નિજ સ્વભાવ સત્તામાત્ર છે, જે પરમ ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે, જે અકૃત્રિમ પરમ સ્વ-સ્વરૂપમાં અવિચળ સ્થિતિમય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે. જે નિત્ય-શુદ્ધ-નિરંજન જ્ઞાન સ્વરૂપ છે અને જે સમસ્ત દુષ્ટ પાપોરૂપ વીર દુશમનોની સેનાની ધજાના નાશનું કારણ છે એવા આત્માના ખરેખર સ્વરૂપ શ્રદ્ધાનમાત્ર જ છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ (૨) કાર્યસ્વભાવદર્શનઃ દર્શનાવરણીય-જ્ઞાનાવરણીયાદિઘાતિકર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે. આ ક્ષાયિક જીવને જેણે સકળવિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન વડે ત્રણ ભુવનને જાણ્યા છે, નિજ આત્માથી ઉત્પન્ન થતાં પરમ વીતરાગ સુખામૃતનો જે સમુદ્ર છે, જે યથાખ્યાત નામના કાર્ય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે, જે સાદિ અનંત અમૂર્ત અતીન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ સદ્ભુત વ્યવહાર નયાત્મક છે અને જે ત્રિલોકના ભવ્ય જનોને પ્રત્યક્ષ વંદના યોગ્ય છે, એવા તીર્થંકર પરમદેવને કેવળજ્ઞાનની માફક આ કાર્યદષ્ટિ પણ યુગપદ્ લોકાલોકમાં વ્યાપનારી છે. આ રીતે કાર્યરૂપે અને કારણરૂપે સ્વભાવ દર્શનઉપયોગ કહ્યો. દર્શન ક્યારે થાય છે? જ્ઞાનના પહેલાં દર્શન થાય છે. દર્શન વિના અલ્પજ્ઞજનોને જ્ઞાન થતું નથી, પરંતુ સર્વજ્ઞ દેવને જ્ઞાન અને દર્શન એક સાથે થાય છે. વિભાવ દર્શનના ત્રણ ભેદ કહ્યા છે. (૧) ચક્ષુ (૨) અચક્ષુ (૩) અવધિ. (૧) ચક્ષુદર્શનઃ નેત્રજન્ય મતિજ્ઞાનના પહેલાં સામાન્ય પ્રતિભાસને અથવા અવલોકનને ચક્ષુદર્શન કહે છે. (૨) અચક્ષુદર્શન ચક્ષુ (આંખ)ના સિવાય બાકીની ઈન્દ્રિયો અને મન સંબંધી મતિજ્ઞાનના પહેલાં થવાવાળા સામાન્ય અવલોક (દર્શન)ને અચક્ષુદર્શન કહે છે. ' (૩) અવધિદર્શનઃ અવધિજ્ઞાનની પહેલાં થનાર સામાન્ય અવલોકનને અવધિદર્શન કહે છે. દષ્ટિ = દર્શન - તેના બે અર્થ છે. (૧) સામાન્ય પ્રતિભાસ (૨) શ્રદ્ધા. અંદર વસ્તુ ભગવાન આત્મામાં કારણદષ્ટિ નામ એક ત્રિકાળી સ્વભાવરૂપ કારણ સ્વભાવ દર્શન ઉપયોગ છે, અને બીજી ત્રિકાળી સ્વરૂપની પ્રતીતિશ્રદ્ધરૂપકારણસ્વભાવ શ્રદ્ધા છે. આવી શ્રદ્ધા પણ આત્મામાં ત્રિકાળ વિદ્યમાન છે. જેમ દેખવારૂપ કારણ સ્વભાવ ત્રિકાળ છે તેમ શ્રદ્ધારૂપ કારણસ્વભાવ પણ ત્રિકાળ વિદ્યમાન છે. ભગવાન આત્માનું અસ્તિત્વ-સત્તા તો જ્ઞાન-દર્શનમય છે. દર્શન અને જ્ઞાનનો ઉપયોગ એ આત્માનો સ્વભાવ છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧ ૪૦ સમયસારગાથા ૭૫: આત્મા જ્ઞાનસ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કેવી રીતે ઓળખાય તેનું લક્ષણ કહો. તેના ઉત્તરરૂપ ગાથા...! પરિણામ કર્મતણું અને નોકર્મનું પરિણામ જે, તે નવ કરે છે, માત્ર જાણે, તે જ આત્મા શાની છે.” ગાથાર્થ જે આત્મા આ કર્મના પરિણામને તેમજ નોકર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. ટીકાઃ નિશ્ચયથી મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિરૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ - એમાં કર્મનું પરિણામ એટલે જીવના વિકારી ભાવકર્મની વાત છે. રાગ, દ્વેષ અને સુખ-દુ:ખની કલ્પના ઇત્યાદિ કર્મના સંગે - નિમિત્તે અંતરંગમાં ઉત્પન્ન થતું જીવનું ભાવકર્મ છે, વિકારી પર્યાય છે. અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સંસ્થાન, સ્થૂલતા, સૂક્ષ્મતા ઇત્યાદિ બહાર ઉત્પન્ન થતું નોકર્મનું પરિણામ છે. આ બધુંય પુદ્ગલ પરિણામ છે. આ પુણ્ય-પાપના અને હરખ-શોકના ભાવ અંદર થાય છે એ પુગલ પરિણામ છે. કર્મ જડ છે અને એના સંગે થયેલો ભાવ પણ કર્મનું જ પરિણામ છે. વિકારી ભાવતે પુદ્ગલ પરિણામ છે, જીવનહિ. આ શરીર, મન, વાણી, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ઇત્યાદિ જે નોકર્મના પરિણામ છે તે બધાય પુદ્ગલ પરિણામ છે. ભગવાનની ભક્તિના પરિણામ, દયા, દાન, વ્રતાદિના વિકલ્પ કે પાંચ મહાવ્રતના વિકલ્પ જે અંતરંગમાં ઉઠે તે પુગલના પરિણામ છે એમ જાણીને જ્ઞાની એનાથી ભિન્ન પડે છે, એનો સાક્ષી થઈ જાય છે. અહીં અંદરના શુભ ભાવથી જ્યાં નિવવું છે ત્યાં બહારની પ્રવૃત્તિ એની છે એ વાત ક્યાં રહી? વિશેષ અર્થ: ૧. અહીંતો રાગનો હું કર્તા અને રાગ મારું કર્મ એવી કર્તા-કર્મની મિથ્થાબુદ્ધિ છોડીને જ્ઞાતાપણું પ્રગટ કરે તેની વાત ચાલે છે. ૨. ઉપાદાન અને નિમિત્ત બંને સાથે હોય છે એટલું બરાબર છે પણ નિમિત્તે કાંઈ કર્યું એ વાત બરાબર નથી. ૩. “વળી જીવન પર દ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે; કેમ કે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે.” Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ૪. માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહિ, માટી જ કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી જકુંભભાવે ઉપજે છે. માટી ઘડાની કર્તા છે, કુંભારે ઘડો કર્યો નથી. કુંભાર નિમિત્ત ભલે હોય પણ કાર્ય (ઘડો) નિમિત્તથી કુંભારથી થતું નથી. ૫. અંદરમાં ઉત્પન્ન થતા દયા, દાન, ભકિત આદિના પરિણામ તે કર્મના પરિણામ છે. ભાવકર્મ છે એ બધું ય પુદ્ગલ પરિણામ છે, જીવસ્વરૂપ નથી. આ વિકારી પરિણામ જે શુભાશુભ ભાવ છે તે પુલના પરિણામ છે. પુદ્ગલ પ્રસરીને વિકાર ભાવ થયો છે. પુદ્ગલ પરિણામ એટલે આ જે રાગાદિભાવ છે તે પુદ્ગલથી થયા છે, જીવથી નહિ. તે પુગલના આશ્રયથી થયા છે. પુદ્ગલ પરિણામ એટલે રાગ અને પુદ્ગલને વ્યાપ્યવ્યાપક ભાવ હોવાથી કર્તા-કર્મનો સદ્ભાવ છે. પુદ્ગલકર્તા અને વિકારી ભાવ પુદ્ગલનું કર્મ છે. જીવ તેને કર્તા નથી. આત્મા અને જડ કર્મનો અનાદિથી સંબંધ છે. કર્મની પર્યાય અનાદિથી કર્મપણે થયેલી છે, તે જીવે કરી નથી; જીવના પરિણામ કર્મો કર્યા નથી. અનાદિથી એક ક્ષેત્રે રહ્યા છતાં એકબીજાને કર્તા-કર્મપણું નથી. જીવ જીવની પર્યાય કરે, કર્મ કર્મની પર્યાય કરે. જીવ કર્મની અવસ્થાને કરે અને કર્મનો ઉદય જીવની અવસ્થાને - રાગને કરે એમ નથી. આમ પ્રથમ બે દ્રવ્યની પર્યાયનું સ્વતંત્રપણું સિદ્ધ કરે છે. ૭. હવે દ્રવ્ય દષ્ટિ કરાવવા રાગના પરિણામનો કર્તા જીવ નહિ એમ અહીં કહે છે; અહીં તો જીવનું કાર્ય જ્ઞાતા-દષ્ટાપણું છે એમ સિદ્ધ કરવું છે. વસ્તુષ્ટિ કરાવવી છે ને ! આત્મા જે ચૈતન્યમય વિજ્ઞાનઘન વસ્તુ છે તે એના નિર્મળ ચૈતન્ય પરિણામને કરે પણ વિકારી પરિણામ થાય છે તેનું કર્તવ્ય નથી. તેથી જે રાગ પરિણામ થાય તે પુદ્ગલનું કાર્ય છે. પુદ્ગલ તેનો કર્યા છે એમ અહીં કહ્યું છે. જ્ઞાતા દષ્ટાના પરિણમનમાં જે રાગ થાય તે પુલનું કાર્ય છે, જીવ તેની જાણનહાર છે, કર્તા નથી. ૮. પુદ્ગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુગલ પરિણામનો કર્તા છે અને પુદ્ગલ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યાપતું હોવાથી કર્મ છે. ૯. આ દયા, દાન આદિ પુણ્યના પરિણામે વ્યાપ્ય છે અને પુદ્ગલ સ્વતંત્ર વ્યાપક છે. પુલ પ્રસરીને રાગાદિ પરિણામ કરે છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ૧૦. વસ્તુ તો ચૈતન્ય સ્વભાવી છે. જીવમાં એક વૈભાવિક શક્તિ છે. પણ તેનાથી વિભાવ થાય છે એમ નથી. પોતે નિમિત્તાધીન થાય તો વિભાવ થાય છે. આ વિભાવ પુદ્ગલનું કાર્ય છે, પુગલ સ્વતંત્ર વ્યાપક થઈને વિભાવને કરે છે. ૧૧. જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાન રોકાય છે એમ જે કર્મ ગ્રંથ ગોમ્મસારમાં આવે છે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવનારું કથન છે. બાકી જ્ઞાનમાં જે ઓછા-વત્તાપણું થાય છે તે પોતાથી થાય છે, કર્મથી નહિ. આમ દરેક દ્રવ્યની પર્યાય સ્વતંત્ર છે. ૧૨. અહીં ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક સ્વભાવની દષ્ટિમાં જે નિર્મળ જ્ઞાન પરિણમન થાય તે જ્ઞાતાનું કાર્ય છે, પણ જે રાગાદિ ભાવ થાય તે જ્ઞાતાનું કાર્ય નથી. તેથી તે રાગનો કર્તા પુદ્ગલ છે અને રાગ તે પુગલનું કર્મ છે એમ અહીં સિદ્ધ કર્યું છે. ૧૩. અહીં તો ભેદજ્ઞાનની વાત છે. શરીરાદિથી, પુણ્ય-પાપના ભાવથી કે વ્યવહાર રત્નત્રયના પરિણામથી ભગવાને આત્મા ભિન્ન છે. તેથી આત્માને ભિન્ન એવા રાગાદિ સાથે અભિન્નપણું નથી. રાગાદિ છે તેને પુદ્ગલ સાથે અભિન્નપણું છે. પુદ્ગલ તેમાં પ્રસરીને-વ્યાપીને રહેલું છે તેથી રાગાદિ સર્વ પુદ્ગલના પરિણામ છે. ૧૪. નિશ્ચયથી ભગવાન આત્મા રાગથી ભિન્ન છે. રાગના પરિણામ તે જીવના કર્તવ્યપણે નથી. રાગના પરિણામ થાય તે વખતે રાગને જાણનારું જે જ્ઞાનતે જ્ઞાનમાં રાગના પરિણામ નિમિત્ત છે. આવા જે જ્ઞાનના પરિણામ તેનો કર્તા જીવ અને રાગને જાણનારું (કરનારું નહિ) જે જ્ઞાન પ્રગટ્યું તે જીવનું કર્મ છે. ૧૫. રાગથી, વ્યવહારના વિકલ્પથી ભિન્ન પડીને અંતર્મુખ થતાં ભગવાન આત્માનું જ્ઞાન થયું, સ્વાનુભવ થયો ત્યાં જે રાગાદિ ભાવ થાય તે જીવનું કર્તવ્ય નથી. તે રાગના પરિણામ પુદ્ગલનું કાર્ય છે. પુદ્ગલસ્વતંત્ર વ્યાપક થઈને મલિન પરિણામને ઉત્પન્ન કરે છે. ૧૬. આત્મા એકલો ચિદાનંદઘન પ્રભુ છે. એ રાગના આકુળતા સ્વરૂપદુઃખના પરિણામથી ભિન્ન છે. ધર્મીને સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન સિવાય બીજે ક્યાંય સુખબુદ્ધિ નથી, કેમ કે નિર્મળાનંદ સ્વરૂપ ભગવાન આત્માના અનુભવથી સુખનું નિધાન પોતે જ છે, એમ એણે જાણ્યું છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ૧૭. આવું ત્રિકાળી નિજ ચૈતન્યનિધાન જેણે જાણ્યું એવા સમ્યગ્દષ્ટિ જીવને જે પર્યાયમાં રાગ, વ્યવહારના પરિણામ થાય તેને તે પુગલના કર્તવ્યપણે જાણે છે, પોતાના કાર્યપણે નહિ. ૧૮. નિશ્ચયથી વસ્તુના સ્વભાવમાં જેમ પુદ્ગલ નથી તેમ રાગ પણ નથી. બંનેય પર છે, તેથી બંનેને આત્મામાથી એકી સાથે કાઢી નાખ્યા છે. તેથી ચૈતન્ય સ્વભાવથી બાહ્ય ગણીને બંનેનો કર્તા પુદ્ગલ અને બંને પુદગલના કર્મ છે એમ અહીં સિદ્ધ કર્યું છે. ૧૯. દુનિયાને બહારની મિઠાસ છે એટલે કે શરીર, ઇન્દ્રિયો અને વિષયોમાં સુખબુદ્ધિ છે, આત્મબુદ્ધિ છે, પણ એને મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વમાં અજ્ઞાની તણાઈ ગયો છે. અહીં જ્ઞાનીને મિથ્યાત્વના પરિણામ નથી, સાથે જ્ઞાન પણ સમ્યફ છે. તેથી ચારિત્રમોહના જે પરિણામ થાય છે તે બધા પુદ્ગલના પરિણામ છે એમ તે જાણે છે. ૨૦. પુગલ સ્વતંત્રપણે તેમાં વ્યાપીને તેનો કર્યા છે, જીવ તેનો કર્તા નથી. જુદી ચીજનો કર્તા જુદી ચીજ છે. વિકાર આત્માથી જુદી ચીજ છે, તો તેનો કર્તા પણ જ્ઞાયકથી ભિન્ન પુદ્ગલ છે. આવી વાત છે. માત્ર પુદ્ગલ પરિણામના જ્ઞાનને (આત્માના) કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે. તે આત્મા (કર્મ-નોકર્મથી) અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો થકો જ્ઞાની છે. ૨૧. ભગવાન આત્મા જ્ઞાનસ્વભાવી અખંડ એકરૂપ વસ્તુ છે એવી જ્યાં દષ્ટિ થઈ અને એમાં અંતર્લીન થયો ત્યાં વિકારી પરિણામનો આત્મા કર્તા થતો નથી. કેમ કે વસ્તુ સ્વભાવે નિર્વિકાર, નિર્મળ છે અને પર્યાયમાં જે વિકાર છે તેને પુગલમાં નાંખી દીધો. દ્રવ્યના સ્વભાવની દષ્ટિ કરી રાગ સાથે કર્તા-કર્મપણું સમાપ્ત કરી દીધું. ૨૨. હવે માત્ર પુદ્ગલ પરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે. રાગ થાય તેનું જે જ્ઞાન થાય તે જ્ઞાનતો પોતાનું છે, સ્વનું છે. રાગ સંબંધીનું જ્ઞાન તે આત્માનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ હોવાથી આત્માનું કર્મ છે અને તે જ્ઞાનપરિણામનો આત્મા કર્તા છે. ૨૩. રાગ સંબંધીનું જે જ્ઞાન તે જ્ઞાનને પોતાના કર્મપણે કરતો તે આત્માને જાણે છે, રાગને જાણે છે એમ નહિ. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ૨૪. પુદ્ગલ પરિણામનું જ્ઞાન એટલે જે કાળે જે પ્રકારના રાગાદિ પરિણામ થાય તે કાળે, તેનું જ્ઞાન થવાથી, પોતાની લાયકાત હોવાથી, તે રાગાદિને જાણે છે. રાગાદિ થયા છે માટે જ્ઞાન તેને જાણે છે એમ નથી. પણ જે તે કાળે સ્વ-પરને જાણવાની દશા પોતાને પોતાથી થઈ છે. એ જ્ઞાનના પરિણામ જીવનું પોતાનું પરિણામ છે અને જીવતેનોસ્વતંત્રપણે કર્તા છે. ૨૫. જેની નજર સ્વભાવ ઉપર ગઈ છે, જેની નજરમાં નિજ ચૈતન્ય ભગવાન તરવરે છે અને જે રાગ થાય તેનું તેને જ્ઞાન થાય, એ જ્ઞાનનો તે કર્તા છે, રાગનો નહિ. જ્ઞાનપરિણામનો આત્મા કર્તા છે અને જ્ઞાનપરિણામ આત્માનું કર્મ છે. ૨૬. પોતાનું કાર્ય પોતાથી થાય. રાગ પર છે. તે રાગનું જ્ઞાન થાય છે, તે જ્ઞાન આત્માનું કાર્ય છે, આત્મા તે જ્ઞાનનો કર્તા છે. રાગનું જ્ઞાન થાય છે તથાપિ જ્ઞાનમાં રાગનો અભાવ છે. રાગનો કર્તા જે પોતાનો માને છે તે અજ્ઞાની વિકાર ભાવની ચક્કીમાં પડ્યો છે. તે દુ:ખથી પીલાય છે, અતિશય પીડાય છે. વસ્તુસ્થિતિ જ આવી છે. ૨૭. કુંભાર અને ઘટની જેમ આત્મા અને પુદ્ગલ પરિણામને (રાગાદિને) કર્તા-કર્મપણાનો અભાવ છે. તેથી સ્વભાવના અવલંબને પરિણમેલો છે જે જીવ તે પુદ્ગલ પરિણામના (રાગાદિના) જ્ઞાનને આત્માના કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે અને તે કર્મ-નોકર્મથી અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે. ૨૮. જ્ઞાતા-દષ્ટાના ભાવને કાર્યપણે કરતો તે પોતાના આત્માને જાણે છે, રાગને જાણે છે એમ ન કહ્યું. રાગ સંબંધીનું તે કાળે પોતામાં પોતાના સામર્થ્યથી થયેલું જે જ્ઞાન તે જ્ઞાનને તે (સાક્ષીપણે) જાણે છે. આવી વાત છે. ૨૯. પોતાના સામર્થ્યથી થયેલું જે જ્ઞાન તે જ્ઞાન પોતાના સ્વરૂપમાં તન્મય રહી સાક્ષી ભાવે રહે છે. બધાનો જાણનાર માત્ર સાક્ષી ભાવ રહે છે. ૩૦. ભગવાન આત્મામાં અનંત શક્તિઓ છે. તે સર્વ શક્તિઓ અત્યંત નિર્મળ છે. વિકાર પરિણતિ તે જીવની શક્તિની પર્યાય જ નથી. દ્રવ્ય શુદ્ધ, શક્તિ શુદ્ધ અને તેની દૃષ્ટિ થતાં જે પરિણમન થયું તે પણ શુદ્ધ જ હોય એમ વાત લીધી છે. અનંત શક્તિઓનો પિંડ પ્રભુ ચિન્માત્ર નિજ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ આત્માને જાણે છે તે રાગાદિથી અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો થકો જ્ઞાની છે. પર દ્રવ્યોમાં જીવની સુખબુદ્ધિઃ જીવને સૌથી મોટી ભ્રમણા સુખ સંબંધી છે. તે હંમેશા એમ જ માને છે કે મારું સુખ પર દ્રવ્યોમાં છે. આ એની પર પદાર્થોમાં સુખબુદ્ધિ એ જ મહા મિથ્યાત્વ (ખોટી માન્યાતા) છે. દુઃખનું કારણ છે. એ પરમાં જે સુખબુદ્ધિ છે એ પર સાથેના રાગાદિરૂપે જણાય છે. અને રાગાદિરૂપે પરિણમતો જીવ અજ્ઞાની છેમિથ્યાદષ્ટિ છે. પોતે અનંત સુખનો ધામ છે, અનંત ગુણ, અનંત સુખ પોતાનો સ્વભાવ છે એ જાણતો નથી, એ માનતો નથી. હવે એ “સુખબુદ્ધિ નીચે પ્રમાણેની પાંચ બુદ્ધિઓમાં દેખાય છે. ૧. એકત્વ બુદ્ધિ (પર દ્રવ્યો અને હું એક એવી મિથ્થાબુદ્ધિ). ૨. મમત્વ બુદ્ધિ (પર દ્રવ્યો મારા એવી મિથ્થાબુદ્ધિ) ૩. કર્તુત્વ બુદ્ધિ (પર દ્રવ્યોનો-રાગાદિનો હુંક એવી કર્તા બુદ્ધિ). ૪. ભોકર્તુત્વ બુદ્ધિ (પર દ્રવ્યોનું હું ભોક્તા એવી ભોક્તા બુદ્ધિ) ૫. શેયત્વ બુદ્ધિ (પર દ્રવ્યોને હું જાણું છું એવા વિકલ્પ તે મિથ્યા જ્ઞાનબુદ્ધિ) હવે જરાક સૂક્ષ્મતાથી જોઈએ તો આ પાંચેય બુદ્ધિમાં જ્ઞાન સાથે મિશ્રિત રાગ જ જણાય છે. અને એ રાગની રુચિ જ અભિપ્રાયમાં છે. એ રાગની રુચિ જતાં જ આ પાંચેય બુદ્ધિ એક સાથે નાશ પામી, મિથ્યાત્વનો નાશ થાય છે. અને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. ૧. એકવ બુદ્ધિઃ હું તો સદાય એક છું, સર્વથા સર્વથી ભિન્ન છું. પર સાથે જોડાઈ શકે એવી વસ્તુ વ્યવસ્થા નથી. તો પણ રાગાદિ ભાવથી પર સાથે એકત્વ કરું છું. ૨. મમત્વ બુદ્ધિઃ હું સ્વભાવથી નિર્મમ છું. એક પણ પુદ્ગલ પરમાણુ મારું નથી. હું તેનો સ્વામી થઈ પરિણમતો નથી. છતાં મિથ્યા માન્યતામાં રાગાદિ ભાવે હું પર પદાર્થોનો સ્વામી થાઉં છું - બધા જ દ્રવ્ય સ્વતંત્ર અને સ્વાધીન હોવા છતાં હું તેમને પરતંત્ર બનાવી મમતા કરું છું. ૩. કર્તુત્વબુદ્ધિઃ બધા જ દ્રવ્યો નિયમિત વ્યવસ્થા પ્રમાણે કમબદ્ધ પરિણમી રહ્યા છે અને કોઈ દ્રવ્ય પરનો કર્તા થઈ શકે એમ નથી. છતાં રાગાદિ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ભાવોથી હું પરનો કર્તા બનું છું - આ મિથ્યા કલ્પના છે. એવી કોઈ વ્યવસ્થા નથી હું પરના પરિણમનમાં દખલગીરી કરી શકું. ભોકતૃત્વ બુદ્ધિઃ હું પર દ્રવ્યોને સ્પર્શી પણ શકતો નથી પછી ભોગવવાનો પ્રશ્ન જ ક્યાં છે? હું માત્ર મારા પર દ્રવ્ય પ્રત્યેના રાગને જ ભોગવું છું. ૫. શેયત્વબુદ્ધિઃ હું મને જાણ્યા વગર પર દ્રવ્યોને જાણી શકું છું અથવા જાણું છું એવો વિકલ્પ, એવી મિથ્યા બુદ્ધિ પ્રવર્તી રહી છે. હું પર દ્રવ્યો પ્રત્યેના થતાં રાગાદિભાવોને જાણું છું. જ્યારે પોતાને જાણે છે, પોતાની પર્યાયને જાણે છે ત્યારે પર જણાઈ જાય છે. આ રીતે આ પાંચ બુદ્ધિઓનો નાશ એક રાગાદિ બુદ્ધિ - પરમાં સુખ બુદ્ધિ - છે. તેનો નાશ થતાં સાથે જ થાય છે અને જ્ઞાન પ્રગટ થાય છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા શુદ્ધોપયોગના પ્રભાવથી સ્વયંભૂ થયેલા આ આત્માને, ઈન્દ્રિયો વિના કઈ રીતે જ્ઞાન આનંદ હોય તે પ્રવચનસારની ૧૯મી ગાથામાં બતાવ્યું છે. ૧૪૭ 66 પ્રક્ષીણ ઘાતિ કર્મ, અનહદ વીર્ય, અધિકપ્રકાશ અને ઇન્દ્રિયાતીત થયેલ આત્મા જ્ઞાન સૌષ્યે પરિણમે’ - ૧૯. અર્થ : જેના ઘાતિકર્મો ક્ષય પામ્યા છે, જે અતીન્દ્રિય થયો છે, અનંત જેનું ઉત્તમ વીર્ય છે અને અધિક (ઉત્કૃષ્ટ) જેનું (કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ) તેજ છે, એવો તે (સ્વયંભૂ આત્મા) જ્ઞાન અને સુખરૂપ પરિણમે છે. આત્માનો સ્વભાવ જ જ્ઞાન અને આનંદ છે. શરીર અને ઇન્દ્રિયો કોઈ પણ જીવને જ્ઞાન અને સુખનું કારણ નથી. પરંતુ જીવ પોતે જ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. સંસારી જીવોને જે ઇન્દ્રિયજનિત જ્ઞાન અને સુખ છે, તે જ્ઞાન અને સુખરૂપે કાંઈ શરીર કે ઇન્દ્રિયો પરિણમતી નથી, પણ શરીરાદિના લક્ષે તે જીવ પોતે જ કલ્પીત સુખ અને જ્ઞાનરૂપે પરિણમે છે. જે જીવો શરીર અને ઇન્દ્રિયોનું લક્ષ છોડીને શુદ્ધોપયોગના પ્રભાવથી અતીન્દ્રિય થયા છે, તેઓ પોતે સ્વયમેવ જ્ઞાન અને આનંદરૂપ પરિણમે છે, તેમને જ્ઞાન આનંદ માટે કોઈ અન્ય પદાર્થની જરૂર નથી. કોઈ પણ આત્માનું જ્ઞાન કે સુખ પર પદાર્થોમાંથી આવતું નથી, પણ પોતાના સ્વભાવના ભાનપૂર્વક, શુદ્ધોપયોગના પ્રભાવથી આત્મા પોતે જ જ્ઞાન-આનંદ સ્વરૂપ થઈ જાય છે. આ જ મૂળ મંત્ર છે. કેવળી ભગવાન જેવો જ બધા આત્માનો સ્વભાવ છે અને તે જ પર્યાયમાં પ્રગટ થાય છે. ΟΥ ‘“શુદ્ધોપયોગના સામર્થ્યથી જેના ઘાતિ કર્મો ક્ષય પામ્યા છે, ક્ષયોપશમિક જ્ઞાન-દર્શન સાથે અસંયુક્ત હોવાથી જે અતીન્દ્રિય થયો છે, સમસ્ત અંતરાયનો ક્ષય થયો હોવાથી અનંત જેનું ઉત્તમ વીર્ય છે, સમસ્ત જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો પ્રલય થયો હોવાથી, અધિક જેનું કેવળજ્ઞાન અને કેવળદર્શન નામનું તેજ છે એવો આ (સ્વયંભૂ)આત્મા સમસ્ત મોહનીયના અભાવને લીધે, અત્યંત નિર્વિકાર, શુદ્ધ ચૈતન્ય સ્વભાવવાળા આત્માને અનુભવતો થકો, Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સ્વયમેવ (પોતે જ) સ્વ-પર પ્રકાશતા લક્ષણ જ્ઞાન અને અનાકુળતા લક્ષણ સુખ થઈને પરિણમે છે. આ રીતે આત્માનો જ્ઞાન અને આનંદસ્વભાવ જ છે. અને સ્વભાવ તો પરથી અનપેક્ષ (ઉદાસીન, સ્વતંત્ર) હોવાથી, ઇન્દ્રિયો વિના પણ આત્માને જ્ઞાન અને આનંદ હોય છે. આત્મામાં જે કેવળજ્ઞાનરૂપ શક્તિ છે તે જ પ્રગટ થઈ છે. બધા આત્મામાં પરિપૂર્ણ શક્તિ છે. તેની સાચી સમજણ અને એકાગ્રતા વડે કેવળજ્ઞાન અને અતીન્દ્રિય સુખ પ્રગટે છે; તે મહાન મંગળરૂપ છે. અને એવા આત્મસ્વભાવની શ્રદ્ધા તે પણ શરૂઆતનું મહા મંગળ છે. શુદ્ધોપયોગના સામર્થ્યથી જ આત્મા કેવળજ્ઞાન અને અતીન્દ્રિય આનંદરૂપે પોતે સ્વયમેવ થઈ જાય છે. આમાં કોઈની મદદનથી, રાગ કે વિકલ્પનું આલંબન નથી, કાળ નડતો નથી, ગુરકૃપાની અપેક્ષા નથી, કર્મની અપેક્ષા નથી, મનુષ્ય દેહ કે મહા વિદેહક્ષેત્રની મદદનથી, બધાથી નિરપેક્ષ સ્વયં પોતે જ જ્ઞાન અને સુખરૂપ થાય છે. આત્મ સ્વરૂપની પ્રતીતિના જોરે શુદ્ધોપયોગ થાય છે. અને એ શુદ્ધપયોગના સામર્થ્યથી આ દશા ખીલે છે. એકલા ચૈતન્યના ઘોલનરૂપ જ્ઞાન દશા એટલે કે આત્મામાં જ રમણતારૂપ દશા, તેનાથી જ કેવળજ્ઞાન પ્રગટે છે. કોઈ નિમિત્તથી નહિ-સંયોગથી નહિ, કર્મો ખમ્યાં તેને લીધે નહિ, પહેલાંની મલિન દશા ટળી તેને કારણે નહિ, અને પહેલાંની અધૂરી શુદ્ધ દશાને કારણે પણ નહિ, માત્ર શુદ્ધોપયોગના વર્તમાન સામર્થ્યથી જ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવને અનુભવતો થકો, આત્મા પોતે જ જ્ઞાન અને સુખરૂપ પરિણમે છે. શુદ્ધોપયોગ એટલે શું? શુદ્ધ આત્મ સ્વભાવ છે તેમાં જ્ઞાનની એકાગ્રતા, તે શુદ્ધોપયોગ છે. જેવો શુદ્ધ સ્વભાવ છે તેવો જાણ્યા વગર એને શ્રદ્ધા કર્યા વગર તેમાં જ્ઞાનની એકાગ્રતા થઈ શકે જ નહિ. શુદ્ધાત્માને જાણે અને શ્રદ્ધા કરે ત્યારથી શુદ્ધોપયોગ શરૂ થાય છે. અને પછી તેમાં જ સંપૂર્ણ એકાગ્રતારૂપ શુદ્ધોપયોગ પૂરો થતાં કેવળજ્ઞાન અને અતીન્દ્રિય સુખ આત્મામાં પ્રગટે છે, તે જ મંગળ છે. શુદ્ધોપયોગે સ્વ દ્રવ્યમાં આલંબન લીધું એટલે કે વર્તમાન પર્યાય સ્વ દ્રવ્યમાં જલીન થયો, ત્યાં તે પર્યાય પોતે અતીન્દ્રિય જ્ઞાન અને સુખરૂપે પરિણમી ગયો. પહેલાં આત્મ સ્વરૂપનું સમ્યકદર્શન અને સમ્યકજ્ઞાન હતું ત્યારે Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ શુદ્ધોપયોગની શરૂઆત થઈ ગઈ હતી. પણ તે ઉપયોગ સંપૂર્ણપણે સ્વ દ્રવ્યના અવલંબનમાં ટકતો ન હતો પણ પરમાં અટકતો હતો. હવે એકલા સ્વ દ્રવ્યના અવલંબન વડે ઉપયોગને પરમાંથી ખસેડીને સ્વભાવમાં લીન કર્યો, એ શુદ્ધોપયોગના સામર્થ્યથી આત્મા પોતે કેવળજ્ઞાન રૂપે થઈ ગયો અને ઘાતિ કર્મો નાશ પામ્યાં. સમ્યગ્દર્શન પણ શુદ્ધોપયોગથી જ પ્રગટે છે. કેવળજ્ઞાન પણ શુદ્ધોપયોગથી જ પ્રગટે છે. ખરેખર શુદ્ધોપયોગ પ્રગટ કરવો એ જ જીવનો પુરુષાર્થ છે, એટલે કે અવસ્થાને સ્વદ્રવ્યના અવલંબનમાં ટકાવવી એ જ પુરુષાર્થ છે. જડકનો નાશ કરવાનો જીવનો પુરુષાર્થ નથી, કેમ કે જે વિકાર ભાવ છે તે સ્વયમેવ નાશ પામે છે. પોતે જ્યારે શુદ્ધોપયોગનું સામર્થ્ય પ્રગટ કર્યું - અર્થાત્ સ્વભાવના અવલંબનમાં પોતે ટક્યો ત્યારે જે અશુદ્ધતાનો નાશ ક્ય અને તે વખતે ઘાતિક પણ પોતાની મેળે નાશ પામી ગયા. જ્યારે શુદ્ધોપયોગનું સામર્થ્ય ન હતું ત્યારે અશુદ્ધતા હતી અને ઘાતિ કર્મો નિમિત્ત તરીકે હતા. અને જ્યારે શુદ્ધોપયોગના સામર્થ્યથી સ્વ દ્રવ્યમાં લીનતા કરી ત્યારે અશુદ્ધતાની ઉત્પત્તિ જ ન થઈ અને તે અશુદ્ધતાના નિમિત્તરૂપ ઘાતિ કર્મો પણ ટળી ગયા. આ રીતે ઉપાદાન-નિમિત્તની સંધિપૂર્વક કથન છે. જુઓ ! આ સ્વભાવ સાથે સંબંધ જોડવાની અને પર સાથેના સંબંધ તોડવાની રીત, એટલે કે ધર્મની રીત ! જેવો પોતાનો સ્વભાવ છે તેવો જાણીને શ્રદ્ધા-જ્ઞાનમાં સ્વીકારવો તે જ દર્શન અને શાનનું આચરણ છે, અને પછી તે જ સ્વભાવમાં ઉપયોગની એકાગ્રતા કરવી તે ચારિત્રનું આચરણ છે. આ આચરણથી જ ધર્મ થાય છે. બીજા કોઈ ધર્મના આચરણ નથી. મારો સ્વભાવ પરથી જુદો છે અને ઇન્દ્રિય વગર જ મારા જ્ઞાનને સુખ થાય છે - આમ નક્કી કર્યું ત્યાં સ્વભાવ તરફ વળવાનું જ આચરણ રહ્યું અને વિકારથી પાછો ફર્યો. ખરેખર પોતાના જે જ્ઞાનમાં કેવળી ભગવાનની અને અતીન્દ્રિય સ્વભાવની ઓળખાણ અને પ્રતીતિ થઈ તે જ્ઞાનનો મહિમા છે. પૂર્ણ નિર્વિકાર જ્ઞાન સ્વભાવ જ હું છું એવી સમ્યક પ્રતીતિ થાય અને એ પ્રતીતિ સહિત અનુભવ થતાં આત્મા તરફની જાગૃતિનો શુદ્ધોપયોગ થાય છે. મારાથી આન થાય એમ માનવું નહિ, બધા આત્માથી આ થઈ શકે છે, આ જ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ કરવા જેવું છે. માટે બરાબર પ્રયત્ન કરીને આ સમજવું. પૂર્ણ સ્વભાવનો સ્વીકાર અને અપૂર્ણતાનો નકાર એવી સમ્યક પ્રતીતિના જોરે શુદ્ધોપયોગ થાય છે. અને એ શુદ્ધોપયોગના જોરે સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાન થાય છે. અધૂરી દશા અને પૂરી દશા એવો ભેદ તો પર્યાય અપેક્ષાએ છે, પણ દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ જુઓ તો દરેક સમયે પૂર્ણતા જ છે. દ્રવ્ય સ્વભાવ કેવળજ્ઞાનથી ભરેલો છે. આત્માની બધી કાર્યશક્તિમાં વીર્યબળ પ્રધાન છે, કોઈ પણ પર્યાય આત્માના પુરુષાર્થ વગર થતો નથી. શુભ હો, અશુભ હો કે શુદ્ધ હો તેમાં આત્માનું વીર્યબળ જ કાર્ય કરે છે. આત્મા પોતે અધૂરા પુરુષાર્થમાં અટકતો હતો તેથી તેને નિમિત્તરૂપે અંતરાય કર્મ હતું. બધા આત્મામાં પુરુષાર્થ તો છે, પણ ઉત્તમ પુરુષાર્થ તેને કહેવાય કે જે આત્મસ્વભાવનો આશ્રય કરીને કેવળજ્ઞાન પમાડે. સમયસાર ગાથા ૭૪: જ્ઞાન થવાનો અને આસવોની નિવૃત્તિનો સમકાળ કઈ રીતે છે? ગાથા: આ સર્વ જીવ નિબદ્ધ, અધુવ, શરણહીન, અનિત્ય છે, એ દુઃખ, દુ:ખફળ જાણીને એનાથી જીવ પાછો વળે. - ૭૪. ગાથાર્થ આ આસવો જીવની સાથે નિબદ્ધ છે, અધ્રુવ છે, અનિત્ય છે, તેમજ અશરણ છે, વળી તેઓ દુ:ખરૂપ છે, દુ:ખ જ જેમનું ફળ છે એવા છે - એવું જાણીને જ્ઞાની તેમનાથી નિવૃત્તિ કરે છે. ભાવાર્થ આસવોનો અને આત્માનો ઉપર કહ્યો તે રીતે ભેદ જાણતાં જ, જે જે પ્રકારે જેટલા જેટલા અંશે આત્મા “વિજ્ઞાનઘન સ્વભાવ” થાય છે તે તે પ્રકારે તેટલા તેટલા અંશે તે આસવોથી નિવર્તે છે. જ્યારે સંપૂર્ણ વિજ્ઞાનઘન સ્વભાવ થાય છે ત્યારે સમસ્ત આસવોથી નિવર્તે છે. આમ જ્ઞાનનો અને આસવ નિવૃત્તિનો એક કાળ છે. આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે એટલે શું? આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે.” જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાનને - ભલે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય તો પણ- અજ્ઞાન કહેવામાં આવે છે, અને મિથ્યાત્વ ગયા પછી તેને - Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ભલે જ્ઞાનનો ઉઘાડ થોડો હોય તો પણ વિજ્ઞાન કહેવામાં આવે છે. જેમ જેમ તે જ્ઞાન અર્થાત્ વિજ્ઞાન જામતું - ઘટ થતું - સ્થિર થતું જાય છે તેમ તેમ આસવોની નિવૃત્તિ થતી જાય છે અને જેમ જેમ આસવોની નિવૃત્તિ થાય છે તેમ તેમે જ્ઞાન (વિજ્ઞાન) જામતું - ઘટ થતું - સ્થિર થતું જાય છે, અર્થાત્ આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે. સમયસાર શ્લોક૪૮: શ્લોકાર્થ એ રીતે પૂર્વ કથિત વિધાનથી, હમણાં જ (તુરત જ) પર દ્રવ્યથી ઉત્કૃષ્ટ (સર્વ પ્રકારે) નિવૃત્તિ કરીને વિજ્ઞાનઘન સ્વભાવરૂપ એવા કેવળ પોતાના પર નિર્ભયપણે આરૂઢ થતો અર્થાત્ પોતાનો આશ્રય કરતો (અથવા પોતાને નિ:શંકપણે આસ્તિક્યભાવથી સ્થિર કરતો), અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા ફ્લેશથી નિવૃત્ત થયેલો, પોતે જ્ઞાન સ્વરૂપ થયો થકો, જગતનો સાક્ષી (જ્ઞાતા-દષ્ટા), પુરાણ પુરુષ (આત્મા) અહીંથી હવે પ્રકાશમાન થાય છે. - ૪૮. આત્મા ત્રિકાળ જ્ઞાનાનંદ સ્વભાવી છે. વિજ્ઞાનઘન એટલે શું? જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા પોતામાં સ્થિર થતો જાય, ઠરતો જાય તેને વિજ્ઞાનઘન કહેવામાં આવે છે. જ્ઞાન જ્ઞાનમાં ઠરે, જ્ઞાન જ્ઞાનમાં જામે, જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય તે વિજ્ઞાન છે અને તે મોક્ષમાર્ગ છે. શુભાશુભ ભાવથી ભિન્ન નિજ જ્ઞાતા-દષ્ટા સ્વરૂપ વસ્તુનું લક્ષ કરી એમાં જ કરતાં આત્માનો વિજ્ઞાનઘન સ્વભાવ પ્રગટ થાય છે અને ત્યારે તેને કર્તાકર્મની પ્રવૃત્તિ મટે છે. • આંત્મા રાગનો કર્તા અને રાગ એનું કર્મ - એ આત્માનું સ્વરૂપ નથી, એ તો શુદ્ધ નિર્મળ ચૈતન્યઘન સ્વરૂપ એકરૂપ વસ્તુ છે. એટલે પર્યાયમાં જે પુણ્યપાપના આસવના ભાવ છે તેથી ભિન્ન પડી ભેદજ્ઞાન દ્વારા નિજ શુદ્ધ ચૈતન્યમય તત્ત્વનો અનુભવ કરતાં પોતે વિજ્ઞાનઘન સ્વભાવરૂપ થાય છે. તરત જ પર દ્રવ્યથી સર્વ પ્રકારે નિવૃત્તિ કરીને વિજ્ઞાનઘન સ્વભાવરૂપ એવા પોતાના પર નિર્ભયપણે આરૂઢ થઈને ક્લેશથી-રાગથી નિવૃત્ત થાય છે. રાગથી નિવૃત્ત થાય છે એટલે વિજ્ઞાનઘન સ્વભાવરૂપ થાય છે. આ ધર્મ છે અને આ જ ઉપાય છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શરીર, મન, વાણી જડ છે. એનાથી તો આત્મા શુદ્ધ ચૈતન્યમય વસ્તુ ભિન્ન જ છે. પણ પુણ્ય-પાપના ભાવ જે આસવ ભાવ એનાથી પણ વિજ્ઞાનધન ભગવાન ભિન્ન છે. તથાપિ આત્મા પર્યાયમાં દુ:ખી છે. તેને સુખ કેમ થાય તેની આ વાત છે. પર દ્રવ્યથી અને પુણ્ય-પાપના ભાવથી એકતાબુદ્ધિ વડે જીવ દુ:ખી છે. તે એકતાબુદ્ધિ દૂર કરી ભેદજ્ઞાન દ્વારા પોતાના વિજ્ઞાનઘન સ્વભાવ પર આરૂઢ થતાં, શુદ્ધ ચૈતન્યનો આશ્રય કરતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. કલેશની નિવૃત્તિ થાય છે. આ ધર્મ પામવાનો અને સુખી થવાનો ઉપાય છે. વ્યવહાર તે ઉપાય નથી. એનાથી ભિન્ન પડી.અંતરમાં ભેદજ્ઞાન કરવું તે ઉપાય છે. જ્યાં સુધી હું રાગનો કર્તા અને રાગ મારું કર્મ એમ માને અને એવી અજ્ઞાનમય કર્તા-કર્મની પ્રવૃત્તિનો અભ્યાસ રાખે ત્યાં સુધી તેને મિથ્યાત્વ છે, ત્યાં સુધી તે કલેશ પામે છે, દુ:ખ પામે છે. રાગનો હું કર્તા અને રાગ મારું કર્તવ્ય એ માન્યતા અજ્ઞાન છે, મૂઢતા છે અને એનું ફળ ચોરશીના અવતારના જન્મમરણના દુ:ખ છે, કલેશ છે. માટે વ્યવહાર કરતાં કરતાં ધર્મ થશે એવી અજ્ઞાનમય માન્યતાથી ભિન્ન પડીને વસ્તુ ચિદાનંદઘન ત્રિકાળ ધ્રુવ અંદરમાં જે પડી છે તે એકનો આશ્રય કરીને એમાં જ ઠરવું તે ધર્મ છે. તે જન્મ-મરણના કલેશ નિવારવાનો ઉપાય છે. ભેદજ્ઞાન એક જ તરણોપાય છે. જુઓ, પુણ્ય-પાપના ભાવ તે ભાવકર્મ, મોહનીયાદિ આઠ દ્રવ્યકર્મ અને શરીર, મન, ઇન્દ્રિય, વાણી ઇત્યાદિ નોકર્મ એ બધાને પર દ્રવ્ય કહે છે. અને ચિદાનંદ ધનસ્વરૂપ ભગવાન પોતે સ્વ દ્રવ્ય છે. સર્વ પ્રકારે પર દ્રવ્યની રુચિ છોડી દઈને સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન જ્ઞાયકદેવમાં દૃષ્ટિ પ્રસરાવી તેમાં જ આરૂઢ-સ્થિત થઈ જતાં વિજ્ઞાનધન સ્વભાવ પ્રગટ થાય છે. ભાઈ ! તું અનાદિથી પર દ્રવ્યમાં-રાગમાં આઢ હતો તે હવે પર દ્રવ્યથીરાગથી ખસી જઈને સ્વ દ્રવ્યમાં આરૂઢ થઈ જા. નિર્ભય થઈને, નિ:શંક બનીને સ્વ દ્રવ્યમાં આરૂઢ થઈ જા; કેમ કે એમ થતાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી ઉત્પન્ન થયેલો કલેશ થતો હતો તે સ્વભાવમાં આરૂઢ થતાં મટી જાય છે, અને પોતે જ્ઞાનસ્વરૂપ થયો થકો જગતનો સાક્ષી પ્રગટ થાય છે. આત્મામાં કર્તવ્ય નામનો ગુણ છે. એટલે પોતે પોતાના નિર્મળ વીતરાગી ભાવરૂપ કર્મનો કર્તા થઈ રાગથી નિવર્તે ત્યારે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન પ્રગટ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ થાય છે. અને ત્યારે તે જગતનો સાક્ષી, પુરાણ પુરુષ થઈ જ્ઞાતા-દષ્ટપણે પ્રકાશમાન થાય છે. રાગાદિ ભાવ હો ભલે, પણ તેનો તે માત્ર જાણનારોદેખનારો સાક્ષી થાય છે, કર્તા નહિ. પુણ્ય-પાપના જે કૃત્રિમ વિકારી ભાવ તેના કર્તા થવું તે તો કલેશ છે, દુઃખ છે અને દુ:ખ ફળ છે. ત્યાંથી દષ્ટિ ફેરવી લઈને ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકમાં જ્યાં દષ્ટિ સ્થાયી અને જ્ઞાતાભાવે પરિણમ્યો ત્યાં તરત જ આનંદનો સ્વાદ આવે છે અને જે રાગ રહે છે તેનો તે માત્ર સાક્ષી જ રહે છે. આવો છે ભેદજ્ઞાનનો મહિમા ! - આ પચ્ચખાણ કરો, સામાયિક કરો, પોસા કરો, પ્રતિક્રમણ કરો, આ ત્યાગ કરો, તે કરો ઇત્યાદિ કરો તો ધર્મ થાય, સંવર થાય એમ લોકો માને છે પણ તે બરાબર નથી. આસવ અને આત્માને ભિન્ન જાણ્યા નથી ત્યાં સંવર કેવો? જેનોવીતરાગ વિજ્ઞાન સ્વભાવ છે એવા આત્મામાં ઢળ્યા વિના આસવથી નિવૃત્તિ થાય નહિ અને ત્યાં સુધી સંવર પ્રગટ થાય નહિ. પુણ્ય-પાપના વિષમ ભાવથી ભેદજ્ઞાન થયા વિના સમતા જેનું મૂળ છે એવી સામાયિક કેમ થાય? ન થાય. મન, વચન, કાયાની સરળતારૂપ પ્રવૃત્તિથી પુણ્ય બંધાય પણ ધર્મ ન થાય. શુભ ભાવો દુ:ખરૂપ છે અને દુખ ફળરૂપ છે, પણ ધર્મ નથી. ધર્મ તો સ્વનો આશ્રય લઈને એમાં જ કરે તો પ્રગટ થાય છે. આવું જ વસ્તુ સ્વરૂપ છે ત્યાં થાય શું? સ્વાનુભવ એ મૂળ વસ્તુ છે. વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી, મતિશ્રુતજ્ઞાનને અંતરમાં વાળીને સ્વદ્રવ્યમાં પરિણામને એકાગ્ર કરતાં સમ્યગ્દર્શન અને સ્વાનુભવ થાય છે. આવો અનુભવ કરે ત્યારે જ મોહની ગાંઠ તૂટે છે ને ત્યારે જ જીવ ભગવાનના માર્ગમાં આવે છે. સ્વાનુભૂતિ કરનારો ભાવ, જેનો સ્વાનુભવ કરનારો છે એના જેવો શુદ્ધ થાય-એક જાતના થઈને બંને તદ્રુપ થાય તો જ સ્વાનુભૂતિ થઈ શકે. શુદ્ધાત્માની વીતરાગી અનુભૂતિ રાગભાવ વડે થઈ શકે નહિ. શુદ્ધાત્માની અનુભૂતિ કરનારો ભાવ રાગરૂપ ન હોય. શુદ્ધાત્માની અનુભૂતિ કરનારો ભાવ શુદ્ધાત્માની જાતનો વીતરાગી હોય રાગ ભાવમાં વીતરાગ ભાવની અનુભૂતિ ન હોય. અભેદ, અચલિત, નિર્મળ ભગવાન આત્મા વિજ્ઞાનઘન છે. રૂ ના Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ધોકળામાં પોલાણ હોય છે, પરંતુ આનંદનો નાથ પ્રભુ આત્મા તો એકલો વિજ્ઞાનઘન છે. એમાં કોઈ પરનો પ્રવેશ શક્ય નથી. એવા અચલિત નિર્મળ આત્માને અવલંબતો, વિજ્ઞાનઘન થયો થકો અભેદ એકપણે પરિણમતો આ આત્મા આસવોથી નિવર્તે છે. પર્યાય જ્યાં દ્રવ્ય સન્મુખ ઢળી એટલે તે દ્રવ્યથી અભેદ થઈ. ખરેખર તો પર્યાય પર્યાયમાં તન્મય છે, દ્રવ્યમાં નહિ. તન્મય એટલે પર્યાય દ્વવ્યાભિમુખ થઈ, દ્રવ્ય પ્રતિ ઢળી છે એમ અર્થ છે. વિજ્ઞાનઘન થયો એટલે શું? જ્ઞાનની પર્યાય જે અસ્થિર બહિર્મુખ હતી તે દ્રવ્યમાં અંતર્મુખ વળીને સ્થિર થઈ તેને વિજ્ઞાનઘન થયો કહેવામાં આવે છે. જેમ જેમ વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે તેમ તેમ આસવોથી નિવૃત્ત થતો જાય છે. આ પર્યાયની વાત છે હોં! વસ્તુ ત્રિકાળી વિજ્ઞાનઘન સ્વભાવ છે તેમાં એકાગ્ર થતાં તે પર્યાયમાં વિજ્ઞાનઘન થયો થકો આસવોથી નિવૃત્ત થાય છે. આસ્રવોથી નિવર્તવાનો આ જ માર્ગ છે. કહ્યું છે ને કે - એક હોય ત્રાણ કાળમાં પરમારથનો પંથ' - આત્મ સિદ્ધિ - વીતરાગનો માર્ગ રાગની મંદતા વડે પમાય એમ નથી. ચૈતન્ય સ્વરૂપ ધ્રુવ વસ્તુમાં એકાગ્ર થયો થકો અને તેને અનુભવતો થકો આ આત્મા આસવોથી નિવર્તે છે. શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ આત્માના અવલંબને જેને વિજ્ઞાનઘન પર્યાય પ્રગટ થઈ તેને પૂર્ણ વિજ્ઞાનઘન-કેવળજ્ઞાન થશે જ. પ્ર. : દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ અને વ્યવહાર ચારિત્રની આચરણની ક્રિયા એ બધા સાધન ઉપાય છે કે નહિ? ઉ. બીલકુલ નહિ. ભાઈ! એ રાગની ક્રિયાઓ તો બધી આસ્રવ છે. તેનો તો ક્ષય કરવાનો છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ બધા આસવો છે. પ્રથમમાં પ્રથમ મિથ્યાત્વનો નાશ કરવાનો છે. જેનો (રાગનો) ક્ષય કરવાનો છે તે મોક્ષમાર્ગમાં સાધન થાય એમ કદીય બને નહિ. પ્રભુ! આમ ને આમ ખોટી માન્યતામાં જીંદગી ચાલી જશે. આ અમૂલ્ય મનુષ્ય ભવ વેડફાઈ જશે. અને બે હજાર સાગરોપમનો જે સમય મળ્યો છે તે પૂર્ણ થતાં છેવટે ડૂબકી સંસારમાં ઊડે મારશે ત્યાં નિગોદમાં જઈ અટકશે. ત્યાં તને ભારે દુ:ખ થશે. તેનાથી છૂટવાનો તો આ એક માર્ગ છે. ભાઈ ! વસ્તુ જે જ્ઞાન-દર્શનથી પરિપૂર્ણ છે તેમાં એકાગ્રતા કરી, તલ્લીન થઈ સ્વરૂપને અનુભવવું આ એક જ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧પપ દુ:ખના ક્ષયનો ઉપાય છે. સ્વરૂપથી જે વિરુદ્ધ ભાવી છે તે કોધાદિ છે. ચાહે તો પુણ્યરૂપ શુભ ભાવ હોય તો પણ તે ચૈતન્યસ્વભાવથી વિરુદ્ધ છે માટે ક્રોધાદિ છે. આ ક્રોધાદિ આસવો સ્વરૂપના લક્ષે તેના અનુભવથી ક્ષય પામે છે. મિથ્યાત્વરૂપી આસવ ક્ષય થવાનો આ એક જ ઉપાય છે, અને તે ધર્મ છે. ભાઈ ! રાગથી છુટું પડવું તે ધર્મ છે. ત્યાં રાગ (ધર્મનું) સાધન થાય એમ કેમ બની શકે. ન જ બની શકે. - રાગના જે ચંચળ કલ્લોલો અનુભવતો હતો, તેનો નિરોધ કરીને જ્યાં ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમય વિજ્ઞાનઘન સ્વભાવમય વસ્તુમાં નિમગ્ન થયો, ત્યાં આસ્રવો ક્ષય પામે છે અને સ્વરૂપના આનંદનો આસ્વાદ પ્રાપ્ત થાય છે. ભગવાન આત્મા નિરાકુળ આનંદ સ્વરૂપ પરમાત્મા છે. તેમાં દષ્ટિ એકાકાર કરતાં તે આસવોથી-દુ:ખથી નિવર્તે છે. અહા! કોઈ પ્રતિકૂળ સંજોગો દુ:ખરૂપ નથી પણ પુણ્ય-પાપના ભાવ તે દુ:ખરૂપ છે, આકુળતામય છે. તેને મટાડવા ચાહે છે તો કહે છે કે જ્યાં નિરાકુળ આનંદસ્વરૂપચૈતન્ય પ્રભુ બિરાજે છે ત્યાં જા ને, એમાં લીન થા ને, એનો અનુભવ કર ને ! તેથી તું દુઃખથી નિવૃત્ત થઈશ.કઠણ લાગે તો પણ માર્ગ તો આ જ છે. ભાઈ! બીજો રસ્તો લેવા જઈશ તો ભવ ચાલ્યો જશે અને ચોરાસીના અવતાર ઊભા રહેશે. - વ્યવહાર સાધક છે અને વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રાપ્ત થશે એમ કોઈ કહે તો તે મિથ્યા છે. વળી નિશ્ચય સમ્યગ્દર્શન શું છે એની ખબર ન પડે એમ કોઈ કહે તો એ પણ મિથ્યા છે. નિજ શુદ્ધ આત્માનો અનુભવ થતાં જે નિરાકુળ આનંદનો સ્વાદ આવે એવી ખબર ન પડે એવું ન હોય. પ્રભુ! તું પરમાત્મ સ્વરૂપ છો. સ્વભાવથી સામર્થ્યરૂપે પોતે પરમાત્મા છે. તેનો નિર્ણય કરીને એમાં ઢળતાં જે અનુભવ થાય એમાં નિરાકુળ આનંદનો સ્વાદ આવે છે અને ત્યારે આસવથી-દુખથી નિવર્તે છે, આવી વાત છે. ' રી. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ૧૬ કર્તા-કર્મ અધિકાર (સમયસાર) ગાથા ૬૯: આત્મા અને આસ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં; ક્રોધાદિ સ્થિત ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ગાથા ૭૦ : જીવ વર્તતા કોધાદિમાં સંચય કરમનો થાય છે, સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ગાથાર્થ જીવ જ્યાં સુધી આત્મા અને આસવ-એ બંનેના તફાવત અને ભેદને જાણતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિક આસવોમાં પ્રવર્તે છે; ક્રોધાદિકમાં વર્તતા તેને કર્મનો સંચય થાય છે. ખરેખર આ રીતે જીવને કર્મોનો બંધ સર્વજ્ઞ દેવોએ કહ્યો છે. ભાવાર્થ: આ આત્મા જેમ પોતાના જ્ઞાન સ્વભાવરૂપ પરિણમે છે તેમ ત્યાં સુધી ક્રોધાદિરૂપ પણ પરિણમે છે, જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી, ત્યાં સુધી તેને કર્તા-કર્મની પ્રવૃત્તિ છે; ક્રોધાદિરૂપ પરિણમતો તે પોતે કર્યા છે અને ક્રોધાદિ તેનું કર્મ છે. વળી અનાદિ અજ્ઞાનથી તો કર્તા-કર્મની પ્રવૃત્તિ છે; કર્તા-કર્મની પ્રવૃત્તિથી બંધ છે અને તે બંધના નિમિત્તથી અજ્ઞાન છે, એ પ્રમાણે અનાદિ સંતાન (પ્રવાહ) છે. માટે તેમાં ઈત્તરેતર-આશ્રય દોષ પણ આવતો નથી. આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદિ કર્મનો કર્તા થઈ પરિણમે છે ત્યાં સુધી કર્તા-કર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે. પ્રઃ કર્તા-કર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય? ઉ.: “આ જીવ જ્યારે આસવોનું તેમ નિજ આત્મા તણું, જાણે વિશેષાંતર, તદા બંધન નહીં તેને થતું.” - ૭૧. ગાથાર્થ : જ્યારે જીવ આત્માના અને આસવોના તફાવત અને ભેદને જાણે ત્યારે તેને બંધ થતો નથી. ભાવાર્થ ક્રોધાદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે; જ્ઞાનમાં ક્રોધાદિક નથી અને ક્રોધાદિકમાં જ્ઞાન નથી. આવું તેમનું ભેદજ્ઞાન થાય ત્યારે તેમના એકપણારૂપ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ અજ્ઞાન માટે અને અજ્ઞાન મટવાથી કર્મનો બંધ પણ ન થાય. આ રીતે જ્ઞાનથી જ બંધનો નિરોધ થાય છે. વિશેષાર્થ કર્તા-કર્મની પ્રવૃત્તિ જીવને અનાદિથી છે; છતાં તે પ્રવાહપણેસંતાનપણે અનાદિથી છે, માટે ટળી શકે છે. વળી તે અજ્ઞાન વડે ઉત્પન્ન થયેલી છે, સ્વભાવથી નહિ. માટે તે ચૈતન્ય સ્વભાવના જ્ઞાન વડે ટળી શકે છે. હું રાગનો કર્તા અને રાગ મારું કર્મ-એવી અનાદિની અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા-કર્મની પ્રવૃત્તિ છે. તે ભેદજ્ઞાન થતાં જીવ એનાથી નિવૃત્ત થાય છે. જ્ઞાનમાં ક્રોધાદિનથી અને ક્રોધાદિમાં જ્ઞાન નથી, એવો બંનેનો સ્વભાવભેદ અને વસ્તુ ભેદ જાણીને જ્યાં અંતર્દષ્ટિ સહિત ભેદજ્ઞાન થયું ત્યાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા-કર્મની પ્રવૃત્તિથી જીવ નિવૃત્ત થાય છે. તેની નિવૃત્તિ થતાં અજ્ઞાનના નિમિત્તે થતો પૌદ્ગલિક દ્રવ્યકર્મનો બંધ પણ નિવૃત્ત થાય છે. એમ થતાં જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. હવે પૂછે છે કે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે? ગાથા ૭૨ઃ અશુચિપણું, વિપરીતતા એ આસવોના જાણીને, વળી જાણીને દુઃખકારણો, એથી જીવ નિવર્તન કરે. ગાથાર્થ આસવોનું અશુચિપણું અને વિપરીત પણું તથા તેઓ દુ:ખના કારણ છે એમ જાણીને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે. ભાવાર્થ: આસવો અશુચિ છે, જડ છે, દુ:ખના કારણ છે. અને આત્મા પવિત્ર છે, જ્ઞાતા છે, સુખરૂપ છે. એ રીતે લક્ષણભેદથી બંનેને ભિન્ન જાણીને આસવોથી આત્મા નિવૃત્ત થાય છે. અને તેને કર્મ બંધ થતો નથી. આત્મા અને આસવોનો ભેદજાણ્યા છતાં જો આત્મા આસવોથી નિવૃત્ત ન થાય તો તે જ્ઞાન જ નથી, અજ્ઞાન જ છે.. સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાની જ છે કારણ કે તે અભિપ્રાયપૂર્વકના આસવોથી નિવર્યો છે. તેને પ્રકૃત્તિઓનો જે આસ્રવ તથા બંધ થાય છે તે અભિપ્રાયપૂર્વક નથી. સમ્યગ્દષ્ટિ થયા પછી પર દ્રવ્યના સ્વામીત્વનો અભાવ છે; માટે, જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તેના ઉદય અનુસાર જે આસવબંધ થાય છે તેનું સ્વામીપણું તેને નથી. અભિપ્રાયમાં તો તે આસવ-બંધથી સર્વથા નિવૃત્ત થવા ઈચ્છે છે. તેથી તે જ્ઞાની જ છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જ્ઞાન બંધનું કારણ નથી. જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હતો ત્યાં સુધી તે અજ્ઞાન કહેવાતું હતું અને મિથ્યાત્વ ગયા પછી અજ્ઞાન નથી, જ્ઞાન જ છે. તેમાં જે કાંઈ ચારિત્રમોહ સંબંધી વિકાર છે તેનો સ્વામી જ્ઞાની નથી તેથી જ્ઞાનીને બંધ નથી. હવે પૂછે છે કે કઈ વિધીથી (રીતથી) આ આત્મા આસવોથી નિવર્તે છે? ગાથા ૭૩: છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાન-દર્શન પૂર્ણ છું; એમાં રહી સ્થિત, લીન એમાં, શીઘ આ સૌ ક્ષય કરું. ગાથાર્થ જ્ઞાની વિચારે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, મમતારહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ છું, તે સ્વભાવમાં રહેતો, તેમાં (તે ચૈતન્ય અનુભવમાં) લીન થતો હું આ ક્રોધાદિક સર્વ આસવોને ક્ષય પમાડું છું. ભાવાર્થ શુદ્ધ નયથી જ્ઞાનીએ આત્માનો એવો નિશ્ચય કર્યો કે :(૧) હું એક છું - હું અખંડ જ્ઞાનજ્યોતિ સ્વરૂપ વિજ્ઞાનધન સ્વભાવપણાને લીધે એક છું. (૨) શુદ્ધ છું - ષકારકના પરિણમનથી રહિત શુદ્ધ છું. (૩) પર દ્રવ્ય પ્રત્યે મમતારહિત છું - રાગપણે સદાય નહિ પરિણમનારો નિર્મમ . (૪) જ્ઞાન-દર્શનથી પૂર્ણ વસ્તુ છું - જ્ઞાન-દર્શનથી પરિપૂર્ણ વસ્તુ વિશેષ છું - વર્તમાન દશા અલ્પજ્ઞ હોવા છતાં સ્વભાવથી હું પરિપૂર્ણ છું. સર્વથી ભિન્ન વસ્તુ છું. જ્યારે જ્ઞાની આત્મા આવા પોતાના સ્વરૂપમાં રહેતો થકો તેના જ અનુભવરૂપ થાય ત્યારે ક્રોધાદિક આસ્રવો ક્ષય પામે છે. જેમ સમુદ્રના વમળે ઘણા કાળથી વહાણને પકડી રાખ્યું હોય પણ પછી જ્યારે વમળ શમે ત્યારે તે વહાણને છોડી દે છે, તેમ આત્મા વિકલ્પોના વમળને શમાવતો થકો આસવોને છોડી દે છે. જ્ઞાન થવાનો અને આસવોની નિવૃત્તિનો સમકાળ કઈ રીતે છે? ગાથા ૭૪: આ સર્વ જીવ નિબદ્ધ, અધુવ, શરણહીન, અનિત્ય છે; એ દુ:ખ, દુઃખફળ જાણીને એનાથી જીવ પાછો વળે. ગાથાર્થઃ આ આસવો જીવની સાથે નિબદ્ધ છે, અધૃવ છે, અનિત્ય છે તેમ જ અશરણ છે, વળી તેઓ દુ:ખરૂપ છે, દુખ જ જેમનું ફળ છે એવા છે, એવું જાણીને જ્ઞાની તેમનાથી નિવૃત્તિ કરે છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ભાવાર્થ: આસવોનો અને આત્માનો (જીવનું) ભેદજ્ઞાન થતા - ભેદ જાણતાં જ, જે જે પ્રકારે જેટલા જેટલા અંશે આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થાય છે તે તે પ્રકારે તેટલા તેટલા અંશે તે આસવોથી નિવર્તે છે. જ્યારે સંપૂર્ણ વિજ્ઞાનઘન સ્વભાવ થાય છે ત્યારે સમસ્ત આસવોથી નિવર્તે છે. આમ જ્ઞાનનો અને આસવ નિવૃત્તિનો એક કાળ છે. આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાનને ભલે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય તો પણ-અજ્ઞાન કહેવામાં આવે છે અને મિથ્યાત્વગયા પછી તેનેભલે જ્ઞાનનો ઉઘાડ થોડો હોય તો પણ-વિજ્ઞાન કહેવામાં આવે છે. - જેમ જેમ તે જ્ઞાન અર્થાત્ વિજ્ઞાન જામતું-ઘટ થતું-સ્થિર થતું જાય છે તેમ તેમ આસવોની નિવૃત્તિ થતી જાય છે. અને જેમ જેમ આસવોની નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ જ્ઞાન (વિજ્ઞાન) જામતું-ઘટ થતું-સ્થિર થતું જાય છે, અર્થાત્ આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે. આત્મા જ્ઞાન સ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય છે? ગાથા ૭૫ઃ “પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે - તે નવ કરે છે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે.” ગાથાર્થ : જે આત્મા આ કર્મના પરિણામને તેમ જ નોકર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. ભાવાર્થ : જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે અને કોઈ એક અવસ્થાવિશેષ તે (તે વ્યાપકનું) વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે. દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે. જે દ્રવ્યનો આત્મા, સ્વરૂપ અથવા સત્વ તે જ પર્યાયનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડેવ્યપાઈ જાય છે. આવું વ્યાપ્ય-વ્યાપકપણું તસ્વરૂપમાં જ (અર્થાત્ અભિન્નસત્તાવાળા પદાર્થમાં જ) હોય; અતસ્વરૂપમાં (અર્થાત્ જેમની સત્તા-સત્વ ભિન્ન ભિન્ન છે એવા પદાર્થોમાં) ન જ હોય. જ્યાં વ્યાપ્ય-વ્યાપક ભાવ હોય ત્યાં જે કર્તા-કર્મ ભાવ હોય; વ્યાપ્યવ્યાપક ભાવ વિના કર્તા-કર્મ ભાવ ન હોય. આવું જે જાણે તે પુદ્ગલને અને આત્માને કર્તા-કર્મ ભાવ નથી એમ જાણે છે. આમ જાણતાં તે જ્ઞાની થાય છે, કર્તા-કર્મ ભાવથી રહિત થાય છે અને જ્ઞાતાદષ્ટા-જગતનો સાક્ષીભૂત-થાય છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ “વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નય ભૂતાર્થ છે; ભૂતાર્થને આશ્રિત જીવ સૃષ્ટિ નિશ્ચય હોય છે.” - સમયસાર ગાથા ૧૧. ‘વ્યવહારનય અભૂતાર્થ છે, અને શુદ્ધનય ભૂતાર્થ છે એમ વીશ્વરોએ દર્શાવ્યું છે; જે જીવ ભૂતાઈનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે.’ દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નય જ્ઞાતવ્ય છે; અપરમ ભાવે સ્થિતિને વ્યવહારનો ઉપદેશ છે.“ - સમયસાર ગાથા ૧૨. હવે “એ વ્યવહાર નય પણ કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે, સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી, તેથી તેનો ઉપદેશ છે.” ગાથાર્થ જે શુદ્ધ નય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણ જ્ઞાન-ચારિત્રવાન થઈ ગયા તેમને તો શુદ્ધનો ઉપદેશ કરનાર શુદ્ધ નય જાણવા યોગ્ય છે; વળી જે જીવો અપરમ ભાવે અર્થાત્ શ્રદ્ધા તથા જ્ઞાન-ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, સાધક અવસ્થામાં સ્થિત છે તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. ભાવાર્થ: લોકમાં સોનાના સોળ વાલ પ્રસિદ્ધ છે. પંદર વલા સુધી તેમાં ચૂરી આદિ પર સંયોગોની કાલિમા રહે છે તેથી અશુદ્ધ કહેવાય છે; અને તાપ દેતાં દેતાં છેલ્લા તાપથી ઉતરે ત્યારે સોળવલું શુદ્ધ સુવર્ણ કહેવાય છે. જે જીવોને સોળ-વલા સોનાનું જ્ઞાન, શ્રદ્ધાન તથા પ્રાપ્તિ થઈ તેમને પંદર-વલા સુધીનું કાંઈ પ્રયોજન નથી અને જેમને સોળ-વલા શુદ્ધ સોનાની પ્રાપ્તિ નથી થઈ તેમને ત્યાં સુધી પંદર-વલા સુધીનું પણ પ્રયોજવાન છે. - એવી રીતે આ જીવ નામનો પદાર્થ છે તે પુદ્ગલના સંયોગથી અશુદ્ધ અનેકરૂપ થઈ રહ્યો છે. તેના સર્વ પર દ્રવ્યોથી ભિન્ન, એક જ્ઞાયકપણામાત્રનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણરૂપ પ્રાપ્તિ-એ ત્રણે જેમને થઈ ગયા તેમને તો પુદ્ગલ સંયોગજનિત અનેકરૂપપણાને કહેનારો અશુદ્ધ નય કાંઈ પ્રયોજનવાન (કોઈ મતલબનો) નથી; પણ જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જેટલું અશુદ્ધ નયનું કથન છે તેટલું યથાપદવી પ્રયોજનવાળું છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ (૧) જ્યાં સુધી યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાનની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવા જિનવચનોનું સાંભળવું, ધારણ કરવું તથા જિનવચનોને કહેનારા શ્રી જિન-ગુરુની ભકિત, જિનબિંબના દર્શન ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે. (૨) અને જેમને શ્રદ્ધાન-જ્ઞાનતો થયા છે પણ સાક્ષાત પ્રાપ્તિનથી થઈ તેમને પૂર્વ કથિત કાર્ય, પર દ્રવ્યનું આલંબન છોડવારૂપ અણુવ્રત, મહાવ્રતનું ગ્રહણ, સમિતિ, ગુમિ, પંચ પરમેષ્ઠિના ધ્યાનરૂપ પ્રવર્તન, એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવો ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવવું- એવો વ્યવહારનયનો ઉપદેશ અંગીકાર કરવા પ્રયોજવાન છે. વ્યવહાર નયને કથંચિત અસત્યાર્થ કહેવામાં આવ્યો છે, પણ જો કોઈ તેને અસત્યાર્થ જાણીને છોડી દે તો શુભોપયોગરૂપ વ્યવહાર છોડે અને શુદ્ધોપયોગની સાક્ષાત પ્રાપ્તિતો થઈનથી, તેથી ઉલટો અશુભોપયોગમાં જ આવી, ભ્રષ્ટ થઈ, ગમે તે સ્વેચ્છારૂપ પ્રવર્તે તો નરકાદિ ગતિ તથા પરંપરા નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે. માટે શુદ્ધ નયનો વિષય જે સાક્ષાત શુદ્ધ આત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજવાન છે-એવો સ્યાદ્વાદમતમાં શ્રી ગુરુઓનો ઉપદેશ છે. વ્યવહાર નયના ઉપદેશથી એમ ન સમજવું કે આત્મા પર દ્રવ્યની ક્રિયા કરી શકે છે, પણ એમ સમજવું કે વ્યવહારોપદષ્ટિ શુભ ભાવોને આત્મા વ્યવહાર કરી શકે છે. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું કે આત્મા શુભ ભાવો કરવાથી શુદ્ધતાને પામે છે, પરંતુ એમ સમજવું કે સાધક દશામાં ભૂમિકા અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતા નથી પોતપોતાના સમયમાં બંને નયો કાર્યકારી છે; કારણ કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. જેનાથી તરાય તે તીર્થ છે, એવો વ્યવહારધર્મ છે. પાર થવું તે વ્યવહારધર્મનું ફળ છે. અથવા પોતાના સ્વરૂપને પામવું તે તીર્થફળ છે. હે ભવ્ય જીવો! જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ અને નિશ્ચય-એ બંને નયોને ન છોડો, કારણ કે વ્યવહાર નય વિના તો તીર્થ-વ્યવહારમાર્ગનો નાશ થઈ જશે અને નિશ્ચય નય વિના તત્વ (વસ્તુ)નો નાશ થઈ જશે.. સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી કેવો વ્યવહાર હોય? ૧. પહેલાં ગુણસ્થાને જિજ્ઞાસુ જીવોને જ્ઞાની પુરુષના ધર્મોપદેશનું શ્રવણ, નિરંતર તેમનો સમાગમ, સશાસ્ત્રોનો અભ્યાસ, વાંચન-મનન, દેવદર્શન, પૂજા, ભક્તિ, દાન વગેરે શુભ ભાવો હોય છે, પરંતુ પહેલા ગુણસ્થાને સાચાં વ્રત-તપ વગેરે હોતા નથી. સમ્યગ્દર્શન પ્રગટ કર્યા વિના કોઈ પણ જીવને સાચાં વ્રત, સામાયિક, પ્રતિક્રમણ, તપ, પ્રત્યાખાન વગેરે કિયાઓ હોય નહિ કેમ કે તે ક્રિયાઓ પ્રથમ પાંચમા ગુણસ્થાને શુભભાવરૂપે હોય છે. ૩. સમ્યગ્દર્શન માટે... ૧. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનું યથાર્થ સ્વરૂપ સમજી શ્રદ્ધાન કરવું. ૨. જીવાદિ સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન કરવું. ૩. સ્વ-પરનું ભેદજ્ઞાન કરી સ્વ સ્વરૂપનું યથાર્થ શ્રદ્ધાન કરવું. ૪. સમ્યગ્દર્શનની વિધિનો ક્રમ આ પ્રમાણે છે. ૧. સત્સંગ ૨. સ્વાધ્યાય ૩. ગુણ જિજ્ઞાસા ૪. પ્રભુભક્તિ ૫. આત્મવિચાર ૬. આત્મસાક્ષાત્કાર. ૫. પ્રથમ ત્રણ ભૂલ સુધારવી....! (૧) ગચ્છ, મત, સંપ્રદાયની ભાવનાથી પર જવું. (૨) શુભરાગથી-પુણ્યથી ધર્મમાનવું એ મિથ્યાત્વછે. શુભવ્યવહાર કરતાં કરતાં ક્રમે ક્રમે ધર્મ થશે એમ માનવું એ પણ મિથ્યાત્વ છે. (૩) અભિપ્રાયની ભૂલ પ્રથમ સુધારવાની છે. (૪) હું શાનો સ્વભાવી ભગવાન આત્મા છું' એ લક્ષમાં રાખી, શ્રદ્ધાન રાખી સર્વ પ્રવૃત્તિ કરવી. સાર: ૧. નિશ્ચય નય સત્યાર્થ છે. આ આત્મા જે વસ્તુ છે તે દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ત્રણે મળીને આખું સત્ છે. તેમાં અનંત ગુણનો પિંડ તે દ્રવ્ય, ગુણ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ એટલે શક્તિ અને પર્યાય કહેતાં અવસ્થા. આ ત્રણ થઈને સનું પૂર્ણરૂપ છે. એ ત્રણ થઈને એક સત્તાની અપેક્ષાએ બીજા પર પદાર્થોને અસત્ કહેવામાં આવે છે. બીજા પદાર્થોને અસત્ કહી વ્યવહાર કહ્યો છે. ૨. હવે અહીં એમ કહે છે કે દ્રવ્ય અનંત ગુણોથી અભેદ એક વસ્તુ છે, એવું પર્યાય વિનાનું ત્રિકાળી ધ્રુવ અખંડ એક અભેદ પૂર્ણ દ્રવ્ય જે વસ્તુ તે સત્ છે અને તેની અપેક્ષાએ એક સમયની પર્યાય તે અસત્ છે. ૩. ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ જેને દ્રવ્ય કહીએ, જેને જ્ઞાયક કહીએ, જેને પરમ પારિણામિક સ્વભાવ ભાવ કહીએ તેને મુખ્ય કરીને નિશ્ચય કહી સત્ય કહેવામાં આવેલ છે. આમ શા માટે કહ્યું ? કે ત્રિકાળ સત્યાર્થ વસ્તુના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને બીજી કોઈ રીતે પ્રગટ થતું નથી. ૪. અનાદિ કાળથી જીવને મિથ્યા ભાવના કારણે રાગનું વેદન અને રાગનો સ્વાદ હતો. તેને કોઈ પ્રકારે દૃષ્ટિનો વિષય જે પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન આત્મા એનું ભાન થતાં, એનો પ્રત્યક્ષ અનુભવ થતાં સમ્યગ્દર્શન સહિત અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો એ તો નિશ્ચય થયો. આવા સાધક આત્માને પૂર્ણ શુદ્ધતારૂપ પરમાત્મ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પર્યાયમાં ક્રમશ: શુદ્ધિ વધે છે, અશુદ્ધિ ઘટે છે. એવું કાંઈ રહે છે તેનું જ્ઞાન કરાવે છે. એવા મધ્યમ ભાવને અનુભવતા સાધકને શુદ્ધતાની સાથે (નિશ્ચયની સાથે) અણુવ્રત, મહાવ્રત આદિના વિકલ્પો પણ છે તે જાણેલા પ્રયોજવાન છે. ૫. પર્યાયગત શુદ્ધતા-અશુદ્ધતા છે એ વ્યવહાર છે, એને જાણવું કે આટલું છે એનું નામ વ્યવહાર જાણેલો પ્રયોજવાન છે, આદરેલો પ્રયોજવાન છે એમ નથી. આદરેલો પ્રયોજવાન તો એકમાત્ર ત્રિકાળી શુદ્ધ નિશ્ચય નય જ છે. અને રાગ જે વ્યવહાર છે તે જાણેલો પ્રયોજવાન છે. નિશ્ચય અને વ્યવહારના અર્થ ઃ વ્યવહાર વગર-વિના પરમાર્થનો ઉપદેશ કરવા કોઈ સમર્થ નથી, કારણ કે નિશ્ચય નયનો વિષય અભેદ એકરૂપ વસ્તુ છે, તેથી શ્રી ગુરુ અનેક પ્રકારે ભેદ કરી વ્યવહાર દ્વારા પરમાર્થને સમજાવે છે. વ્યવહાર પરમાર્થ સમજવા માટે છે. શુદ્ધ નય ભૂતાર્થ છે, એનો આશ્રય કરવાથી સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે. એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્મામાં જ્ઞાનશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ થઈ શકતું નથી. Page #197 -------------------------------------------------------------------------- ________________ . ૧૬૪ ૧૬૪ નિશ્ચયનો અર્થ: નિશ્ચય, સત્યાર્થ, પરમાર્થ, ભૂતાર્થ, યથાર્થ. ૧. નિશ્ચય = યથાર્થ. ૨. નિશ્ચય શુદ્ધ નય છે-ભૂતાર્થ છે કારણ કે તે જે વસ્તુનું સ્વરૂપ છે તેવું નિરુપણ કરે છે. ૩. એક જ દ્રવ્યના ભાવને તે જ સ્વરૂપે નિરુપણ કરવો તે નિશ્ચય નય છે. ૪. શુદ્ધ આત્માનો અનુભવ તે સાચો મોક્ષમાર્ગ છે, તેથી તેને નિશ્ચય કહ્યો છે; “શુદ્ધ શબ્દનો અર્થ સ્વભાવથી અભિન્ન પરભાવથી ભિન્ન એવો થાય ૫. જે દ્રવ્યની પરિણતિ હોય તેને તેની જ પ્રરૂપણ કરીએ તે નિશ્ચય નય. ૬. નિશ્ચય નય વડે જે નિરૂપણ કર્યું હોય તેને સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું. ૭. નિશ્ચય નય યથાવત્ નિરૂપણ કરે છે અને કોઈને કોઈમાં ભેળવતો નથી. ૮. નિશ્ચય નયનું વ્યાખ્યાન તે સત્યાર્થ એમ જ છે એમ જાણવું. ૯. નિશ્ચય નય સત્યભૂત માની “વસ્તુ આમ જ છે' એવું શ્રદ્ધાન કરવું. ૧૦. વસ્તુને યથાવત્ પ્રરૂપણ કરે તેનું નામ નિશ્ચય છે. ૧૧. સ્વભાવથી ઉત્પન્ન જે અનંત જ્ઞાનાદિ ગુણ છે તેનું આધારભૂત નિજ પરમાત્મા દ્રવ્ય જે ઉપાદેય છે તે નિશ્ચય નય છે. ૧૨. આત્માશ્રિત નિશ્ચય નય છે. નિશ્ચય-લોકોત્તર છે. વ્યવહારના અર્થ : ૧. વ્યવહાર એટલે ઉપચાર. ૨. વ્યવહારનય સત્ય સ્વરૂપને નિરૂપતો નથી, પણ કોઈ અપેક્ષાએ ઉપચારથી અન્યથા નિરૂપે છે. ૩. દ્રવ્યના ભાવને ઉપચારથી અન્ય દ્રવ્યના ભાવરૂપ નિરૂપણ કરવો તે વ્યવહાર નય છે. ૪. વ્રત-તપાદિકાંઈ મોક્ષમાર્ગનથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચારથી તેને વ્યવહાર કહ્યો છે. ૫. એક દ્રવ્યની પરિણતિને અન્ય દ્રવ્યની પ્રરૂપીએ તે વ્યવહાર નય. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ૬. વ્યવહાર નય વડે જે નિર્ણય કર્યો હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડવું. ૭. સ્વ દ્રવ્ય-પર દ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિને કોઈને કોઈમાં મેળવી વ્યવહાર નય નિરૂપણ કરે છે. ૮. વ્યવહારની મુખ્યતાના વ્યાખ્યાનને ‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે' એમ જાણવું તે વ્યવહાર નય. ૯. વ્યવહારને ઉપચાર માત્ર માની તે દ્વારા વસ્તુનો બરાબર નિર્ણય કરવો પણ નિશ્ચયની માફક વ્યવહારને પણ સત્યાર્થ માની ‘વસ્તુ આમ જ છે’ એવું શ્રદ્ધાન કરે તો તે અકાર્યકારી છે. ૧૦. વ્યવહાર અવલંબી જીવ એમ માને છે કે યથા યોગ્ય વ્રતાદિ ક્રિયા કરવી યોગ્ય છે; પરંતુ તેમાં મમત્વ ન કરવું.’ જેનો પોતે કર્તા થાય તેમાં મમત્વ કેવી રીતે ન કરે ? જો પોતે કર્તા નથી તો મારે કરવી યોગ્ય છે’ એવો ભાવ કેવી રીતે કર્યો ? ન ૧૧. ઇન્દ્રિયોના સુખાદિ પર દ્રવ્યો હેય છે એ વ્યવહાર નય છે. ૧૨. પરાશ્રિત-વ્યવહાર નય. વ્યવહાર લૌકિક છે. ‘નય’ તે શ્રુતજ્ઞાનનો અંશ છે, સમ્યગ્દષ્ટિને શ્રુતજ્ઞાન હોય છે. (મિથ્યાદષ્ટિને કુશ્રુત છે) તેથી નય પણ સમ્યગ્દષ્ટિને જ હોય છે. નિશ્ચય અને વ્યવહાર નય બંને સાથે જ હોય છે. મૂઢ જીવ આગમ પદ્ધતિને વ્યવહાર કહે છે અને અધ્યાત્મ પદ્ધતિને નિશ્ચય કહે છે. આગમ અંગ બાહ્ય ક્રિયારૂપ પ્રત્યક્ષ પ્રમાણ છે, તેનું સ્વરૂપ સાધવું તેને સુગમ છે, તે બાહ્ય ક્રિયા કરતો થકો મૂઢ જીવ પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને છે, પણ અંતગર્ભિત અધ્યાત્મરૂપ ક્રિયા જે અંતર્દષ્ટિ ગ્રાહ્ય છે તે ક્રિયાને મૂઢ જીવ જાણે નિહ; અંતર્દષ્ટના અભાવથી અંતર ક્રિયા દષ્ટિ ગોચર આવે નહિ, તેથી મિથ્યાદષ્ટિ મોક્ષમાર્ગ સાધવા અસમર્થ છે. શુદ્ધ નય ઃ શુદ્ધ નય અથવા શુદ્ધ નયના વિષયભૂત ભગવાન આત્માના આશ્રયથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે, તેથી એક માત્ર તે જ ઉપાદેય છે. હવે એ પ્રશ્ન ફરી ઉપસ્થિત થાય છે કે જ્યારે શુદ્ધ નયના આશ્રયથી જ સમ્યગ્દર્શન થાય છે, વ્યવહારના આશ્રયથી નહિ તેથી વ્યવહાર નય અનુસરણ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ કરવા યોગ્ય નથી તો પછી આ વ્યવહાર નયનો ઉપદેશ જ શા માટે આપવામાં આવે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે કે આ વ્યવહાર નય પણ કોઈ કોઈને ક્યારેક ક્યારેક પ્રયોજનવાન હોય છે, તેથી તે સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી અને તે કારણે જિનવાણીમાં તેનો ઉપદેશ પણ અપાયો છે. આ વ્યવહાર કોને અને ક્યારે પ્રયોજવાન છે ? જે શુદ્ધ નય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણ-જ્ઞાન-ચારિત્રવાન થઈ ગયા છે, શુદ્ધાત્માનો ઉપદેશ શુદ્ધ નય જાણવા યોગ્ય છે અને જે જીવો અપરમ ભાવમાં સ્થિત છે, શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રના પૂર્ણ ભાવને પહોંચી શક્યા નથી, સાધક અવસ્થામાં જ સ્થિત છે, તેઓ વ્યવહાર નય દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. ΟΥ જો તમે જિનમતનું પ્રવર્તન કરવા માંગતા હો તો વ્યવહાર અને નિશ્ચય બંને નયોમાંથી એકને પણ નહિ છોડો; કેમ કે વ્યવહાર વિના તીર્થનો અને નિશ્ચય વિના તત્ત્વનો નાશ થશે. અહીં ‘તીર્થ ’નો અર્થ ઉપદેશ અને ‘તત્ત્વ’નો અર્થ શુદ્ધાત્માનો અનુભવ છે. ઉપદેશની પ્રક્રિયા પ્રતિપાદન દ્વારા કરવામાં આવે છે અને પ્રતિપાદન કરવું એ વ્યવહારનું કામ છે. માટે વ્યવહારને સર્વથા અસત્યાર્થ માનવાથી તીર્થનો લોપ થઈ જશે. શુદ્ધાત્માનો અનુભવ નિશ્ચય નયના વિષયભૂત અર્થમાં એકાગ્ર થતાં થાય છે; માટે નિશ્ચય નયને છોડવાથી તત્ત્વની પ્રાપ્તિ નહિ થાય એટલે કે આત્માનો અનુભવ નહિ થાય. જિનવાણીમાં વ્યવહાર દ્વારા જે પણ ઉપદેશ આપવામાં આવ્યો છે, તેનો સાર એકમાત્ર આત્માનો અનુભવ છે. આત્માનુભૂતિ જ સમસ્ત જિનશાસનનો સાર છે. ઉપદેશની પ્રક્રિયામાં વ્યવહાર નય મુખ્ય છે અને અનુભવની પ્રક્રિયામાં નિશ્ચય નય મુખ્ય છે. નિશ્ચય અને વ્યવહારની આવી અદ્ભૂત સંધિ છે. ૧. સ્વઆશ્રિત નિશ્ચય અને પરાશ્રિત વ્યવહાર તે એક જ સિદ્ધાંત છે. શુભ ભાવ તે ધર્મ નથી. ધર્મનું કારણ પણ નથી. ૨. જેમ લની કળી શક્તિરૂપે છે તેમાંથી ફૂલ ખીલે છે તેમ ભગવાન આત્મા અનંત ગુણ પાંખડીએ એક જ્ઞાયક ભાવપણે અંદર બિરાજમાન છે. દૃષ્ટિ એનો સ્વીકાર કરીને જ્યાં અંતર્મગ્ન થાય છે ત્યાં પર્યાયમાં જ્ઞાયક ભાવ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ પ્રગટ થાય છે. આ જ ધર્મની રીત છે, ભાઈ! ત્રિકાળી વસ્તુને જાણવાનો સ્વભાવ ત્રિકાળ શક્તિરૂપે છે એમ વાત છે. સ્વભાવનો આશ્રય લઈને જે જ્ઞાન-શ્રદ્ધાન પ્રગટ થયું તેમાં આખો આત્મા જણાયો, શ્રદ્ધામાં આવ્યો, તે જ્ઞાન, જે પર્યાયમાં રાગની અશુદ્ધતા છે, કે જે અશુદ્ધતાની પરિણતિ છે તેને વ્યવહારે જાણે, વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજવાન છે, પરંતુ જ્ઞાની રાગનો કર્તા અને રાગ તેનું કાર્ય-એવો જ્ઞાનમાં અવકાશ ક્યાં છે? નથી જ. વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજવાન છે, આદરેલો પ્રયોજવાન નથી. ૩. રાગથી ભિન્ન પડીને ચૈતન્ય સ્વરૂપના અનુભવથી સાધક થાય ત્યારે તે ભૂમિકાનો જે મંદ રોગ છે તેને આરોપ કરીને સાધક કહ્યો છે. એ જ્ઞાન કરાવવા એને વ્યવહારથી સાધક કહેવાય છે. ચૈતન્ય સ્વભાવના આશ્રયે થયેલી નિર્મળ પર્યાય (દશા) તે ધર્મ છે અને તે કાળે રાગને સહચરદેખીને આરોપ આપી તેને વ્યવહારથી સાધક કહેવામાં આવે છે. પરંતુ જેને આત્મ જ્ઞાન નથી તે તો વ્યવહારમાં મૂઢ છે. તેના શુભ રાગને વ્યવહાર કહેવામાં આવતો નથી. ૪. વ્યવહારને પરંપરાએ મોક્ષનું કારણ કહ્યું છે ને? હા! પણ કોનો વ્યવહાર અને કયો વ્યવહાર? જેને અંતરમાં આત્મદર્શન થયું છે, સ્વાશ્રયથી નિજ ચૈતન્યના આશ્રયથી સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ છે જે ખરેખર આગળ જતાં મોક્ષનો સાધક છે, તેને જ રાગ (વ્યવહાર) બાકી છે તે રાગ પરિણામમાં ઉપચાર કરીને તેને વ્યવહારથી પરંપરા કારણ કહેલ છે, કારણ કે એના શુભમાં અશુભ ટળ્યો છે. એ છતાં એ મોક્ષમાર્ગમાં બાધક છે એમ સમજવું. વળી જેને ચૈતન્યમૂર્તિ નિર્મળાનંદસ્વરૂપ ભગવાન આત્માની દષ્ટિ જ થઈ નથી તેના શુભ ભાવમાં અશુભ ટળ્યો જ નથી, કેમ કે મિથ્યા દર્શનનું મહા અશુભ તો ઊભું જ છે. તેની તો રુચિ જ શુભ ભાવમાં પડી છે તેથી તેના શુભ રાગને વ્યવહારથી પણ સાધક કહેતાં નથી. માટે પર્યાયમાં જે શુભાશુભરાગ થાય છે તે સ્વભાવના ઘાતક છે અને વિરુદ્ધસ્વભાવવાળા હોવાથી જીવનિબદ્ધ છે, તો પણ જીવ નથી એમ નિશ્ચય કરવો. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ વ્યવહારની ઊંડી સૂક્ષ્મ મિઠાસ મિથ્યાદષ્ટિને રહે છે તેથી પોતાના સ્વભાવમાં ઉલ્લાસ લાવીને તે સમ્યગ્દષ્ટિ થઈ શકતો નથી : નવ તત્ત્વની શ્રદ્ધા અને અગીયાર અંગનું જ્ઞાન હોવા છતાં જીવને સમ્યગ્દર્શન કેમ અટકે છે-તે બતાવે છે. ૧. માત્ર જ્ઞાનના ખ્યાલમાં વસ્તુને લેવાથી સમ્યગ્દર્શન થતું નથી, પરંતુ જ્ઞાન સાથે વીર્યના તે તરફના વજનનું કામ છે. જ્ઞાન અને વીર્ય બંનેના વજનને સ્વભાવમાં વાળવાની વાત છે; શુભ રાગથી મારો સ્વભાવ જુદો છે એવું જે જ્ઞાન તે તરફ વીર્યને ઢાળ્યું એટલે તરત જ સમ્યગ્દર્શન થયું. ૨. જો સ્વભાવની રુચિ કરે તો વીર્ય સ્વભાવ તરફ ઢળે, પણ જેને રાગનું પોષણ અને રૂચિકરપણું છે તેને વ્યવહારનું વલણ ખસતું નથી. જ્યાં સુધી માન્યતામાં અને રુચિના વીર્યમાં નિરપેક્ષ સ્વભાવ ન રુચે અને રાગ રુચે ત્યાં સુધી એકાંત મિથ્યાત્વ છે. ૩. જીવ અશુભ ભાવ ટાળીને શુભ ભાવ તો કરે છે પરંતુ શુભ ભાવમાં તે ધર્મ માને છે તે સ્થૂળ મિથ્યાત્વ છે. અશુભ ટાળીને જીવ શુભ ભાવ કરે છે અને શુભ ભાવથી ધર્મ નથી એમ પણ શાસ્ત્ર વગેરેના જ્ઞાનથી ખ્યાલમાં લે છે, છતાં એકલા ચૈતન્ય સ્વભાવ તરફના વીર્યના અભાવે તેને મિથ્યાત્વ રહી જાય છે. ૪. એકલો ચૈતન્ય સ્વભાવ છે તે તરફના જોરે વર્તમાન તરફથી ધ્યાન ખસવું જોઈએઆ જ દર્શન વિશુદ્ધિ છે. જ્ઞાનના ઉઘાડ ઉપર, કષાયની મંદતા ઉપર કે ત્યાગ ઉપર જોર નથી પરંતુ દર્શન વિશુદ્ધિ ઉપર જ આખું જોર છે. ૫. દિવ્યધ્વનિનો આશય તો ખ્યાલમાં આવે છે કે ‘આમ કહેવા માંગે છે’ પરંતુ તેની રુચિ નથી કરતો. ક્ષયોપશમ ભાવે માત્ર ધારણાથી ખ્યાલ કરે છે પરંતુ યથાર્થપણે રુચિથી સમજ્યો નથી. જો યથાર્થપણે રુચિથી સમજે તો સમ્યગ્દર્શન થાય જ. ૬. સ્વભાવની રુચિપૂર્વક સ્વભાવની વાત જે જીવ સાંભળે છે તે રાગથી અંશે તે વખતે જુદો પડીને સાંભળે છે. સ્વરૂપની વાત સાંભળતા તે તરફ મહિમા લાવીને ‘ અહો ! આ તો મારું સ્વરૂપ જ બતાવી રહ્યા છે ’ એમ સ્વભાવ તરફના વીર્યનો ઉલ્લાસ આવવો જોઈએ. પણ જો ‘આ કામ આપણાથી ન થાય' એમ માને તો તે વર્તમાન પૂરતા રાગની પકડમાં અટકી ગયો છે; પણ રાગથી જુદો પડતો નથી. ત્રિકાળી સ્વભાવની આડ મારી હોવાથી(અરુચિ કરી હોવાથી) તેને Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ સૂક્ષ્મપણે રાગની મીઠાસ છે - વ્યવહારની પક્કડ છે, એટલે સમ્યગ્દર્શન થતું નથી. 2. રાગ રહિત જ્ઞાયક સ્વભાવની વાત આવે ત્યાં જે જીવને એમ થાય કે ‘આ કામ કેમ થાય ?' તો તેનું વીર્ય વ્યવહારમાં અટકી ગયું છે એટલે તેને સ્વભાવની દૃષ્ટિ નહિ હોવાથી સમ્યગ્દર્શન પ્રગટતું નથી. સૂક્ષ્મ જ્ઞાન સ્વભાવ છે તેની મીઠાસ છૂટી એટલે રાગની મીઠાસ થઈ, નિશ્ચય સ્વભાવની અપૂર્વ વાત જીવ કદી સમજ્યો નથી અને કોઈને કોઈ પ્રકારે વ્યવહારની રુચિ રહી ગઈ છે તેથી સમ્યગ્દર્શન થતું નથી. રાગની રુચિપૂર્વકનો જે ભાવ તે મિથ્યાત્વ જ છે. ૮. પ્રાણીઓને ભેરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધ નયનો હસ્તાવલંબન જાણી બહુ કર્યો છે પણ તેનું ફળ સંસાર જ છે. શુદ્ધ નયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે-ક્યાંક ક્યાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધ નયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી દીધો છે કે ‘શુદ્ધ નય ભૂતાર્થ છે સત્યાર્થ છે.’ એનો આશ્રય કરવાથી સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે, એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના જ્ઞાન-શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ થઈ શકતું નથી. ?. શાસ્ત્ર તરફનું વિકલ્પ જ્ઞાન તે વ્યવહાર છે, તે જ્ઞાન તરફથી વીર્ય ખસેડીને સ્વભાવમાં વાળવાનું છે; સન્ના નિમિત્ત તરફના ભાવે જેવા પુણ્ય બંધાય છે તેવા પુણ્ય અન્ય નિમિત્તોના વલણથી બંધાતા નથી, એટલે લોકોત્તર પુણ્ય પણ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રના વિકલ્પર્થી છે. પરંતુ તે જ્ઞાન હજી પર તરફના વલણવાળું છે, નિશ્ચય સ્વભાવના વલણવાળું નથી તેથી તેનો નિષેધ છે. સત્ય જાણે છે છતાં તે વડે પોતાનું અયથાર્થ પ્રયોજન જ સાથે છે, તેથી તેને સમ્યજ્ઞાન કહેતાં નથી. ૫૦. જેને આગમજ્ઞાન એવું થયું છે કે જે વડે સર્વ પદાર્થોને હસ્તકમલવત્ જાણે છે તથા એમ પણ જાણે છે કે આનો જાણવાવાળો હું છું, પરંતુ ‘હું જ્ઞાનસ્વરૂપ છું’ એવો પોતાને પર દ્રવ્યથી ભિન્ન કેવળ ચૈતન્ય દ્રવ્ય અનુભવતો નથી. એટલે કે સ્વ-પરને જાણવા છતાં પોતાના નિશ્ચય સ્વભાવ તરફ ઢળતો નથી પરંતુ વ્યવહારની પકડમાં અટકે છે. માટે જ્ઞાનમાં ખ્યાલ હોવા છતાં તેને તે કાર્યકારી નથી, કેમ કે તે નિશ્ચયનો આશ્રય લેતો નથી. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ અનેકાંતઃ ૧. દરેક દ્રવ્ય પોતાથી છે અને પરથી નથી. દરેક ગુણ પોતાથી છે અને પરથી નથી. દરેક પર્યાય પોતાથી છે અને પરથી નથી. - એ અસ્તિ-નાસ્તિ આદી પરસ્પર વિરુદ્ધ શક્તિઓનું દરેક પદાર્થમાં હોવું એને અનેકાંત કહે છે. ૨. અનેકાંત એ અમૃત છે કારણકે સત્ સ્વપણે છે ને પરપણે નથી. તેમાં સ્વનું હોવું તે પરના અભાવ ભાવરૂપ હોવાથી સ્વની શાંતિ વેદાય છે. એ જ અમૃત ૩. અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી. અનેકાંતિક માર્ગ એટલે કે ઉપાદાન પણ છે, નિમિત્ત પણ છે. અભેદ પણ છે અને ભેદ પણ છે. શુદ્ધ પણ છે અને અશુદ્ધ પણ છે. દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે. નિશ્ચય પણ છે અને વ્યવહાર પણ છે. એમ હોવા છતાં સમ્યફ એકાંત એવા શુદ્ધ દ્રવ્ય સ્વભાવના આશ્રય વિના નિજપદની પ્રાપ્તિ થઈ શકતી નથી અને શુદ્ધ સ્વભાવના આશ્રય સિવાય ભેદ, નિમિત્ત, વ્યવહાર અને પર્યાયનું અનેકાંતિક જ્ઞાન પણ યથાર્થ થઈ શકતું નથી. ૪. સ્વભાવતે ઈષ્ટ છે, વિભાવતે અનિષ્ટ છે. સ્વભાવમાં વિભાવનો તથા વિભાવમાં સ્વભાવનો અભાવ છે તે ખરું અનેકાંત છે. જગતના જીવોને આ સમયે જ કલ્યાણ છે. અનુભવમાં પર્યાયની જ મુખ્યતા છે: શાસ્ત્રમાં જ્યાં અને ત્યાં અપરિણામી નિજ આત્મદ્રવ્યનો આશ્રય લેવાનું કહ્યું છે, કારણ કે સારતો એ જ છે. તેથી ત્રિકાળીને ભૂતાર્થ કહ્યોને પર્યાયને ગૌણ કરી અભૂતાર્થ કહીને, એ નથી એમ કહ્યું છે. પરંતુ ગૌણ કહેતાં કાંઈ પરિણામ ક્યાંય ચાલ્યા જતા નથી. અપરિણામી ઉપર દષ્ટિ દેતાં પરિણામ ગૌણ થઈ જાય છે, પરંતુ અનુભવ તો પર્યાયનો જ થાય છે. પર્યાયને ગૌણ કરે છે ત્યારે પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે. લક્ષની અપેક્ષાએ પર્યાયને ગૌણ કહી, બાકી છે તો પર્યાયની જ મુખ્યતા, કારણ કે દ્રવ્યનો અનુભવ થતો નથી. દ્રવ્યનું Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ લક્ષ કરતાં જે વીતરાગતા પ્રગટ થાય છે એ જ મુખ્ય છે. વેદનમાં આવે છે એ જ મુખ્ય છે. લક્ષની અપેક્ષાએ ભલે ગૌણ કહ્યું પણ એવેદન આવ્યું એ વેદનને તું ગૌણ ન કરીશ. જે આનંદ પોતાને પ્રત્યક્ષ વેદાય એ જ મુખ્ય છે. પર્યાય સ્વભાવને લીધે વીતરાગી આનંદ તો સમયે સમયે થયા જ કરે છે એને ગૌણ કરી શકાય એવી કોઈ તાકાત નથી. ત્રિકાળીનું વદન હોતું નથી માટે જેનું વેદન છે તેની મુખ્યતાના ઢંઢેરા પીટાય છે. માનો સાર આ મુજબ છેઃ |. અપરિણામી નિજ આત્માનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે. . અપરિણામી એટલે ધ્રુવ, પર્યાય વિનાનું ફૂટંસ્થ. . અપરિણામી એટલે નિશ્ચય નયના વિષયભૂત જે અખંડ જ્ઞાયક કહ્યો છે તે જ આ અપરિણામી નિજ આત્મા છે. '. નહિ પલટતો, નહિ બદલતો, પર્યાયપણે નહિ થતો એવો ભગવાન આત્મા તેનો આશ્રય કરવો એ જ સમ્યગ્દર્શન છે. શાસ્ત્રમાં જ્યાં ને ત્યાં ત્રિકાળીને “છે' એમ કહ્યું છે ને પર્યાયને ‘નથી” એમ કહ્યું છે. ધ્રુવને ભૂતાર્થ કહ્યો ને પર્યાયને અભૂતાર્થ કહી છે. અભૂતાર્થ એટલે નથી, કઈ અપેક્ષાએ નથી? કે ત્રિકાળીનું લક્ષ કરવા માટે પર્યાયને ગૌણ કરી વ્યવહાર કહી, ને એ નથી એમ કહ્યું છે. પ્રમત્ત-અપ્રમત્ત પર્યાયમાં છે; નથી એમ નહિ.' પર્યાયનું અસ્તિત્વ છે. પર્યાય છે પણ તે પર્યાયને ગૌણ કરીને અભાવ બતાવીને ભાવવાળા ત્રિકાળી તત્વની નજર કરાવવી છે અને એના પર નજર થતાં, સમ્યગ્દર્શન થતાં ત્યાં પરમ આનંદનો અનુભવ થાય. પર્યાય દષ્ટિથી દુ:ખ થાય, પર્યાય છે ખરી પણ તેના આશ્રયે દુઃખી થાય તેથી તેને ગૌણ કરીને ત્રિકાળીનો આશ્રય લેવાનું કહ્યું છે. આત્મદ્રવ્ય પ્રમાણની અપેક્ષાએ માત્ર અપરિણામી નથી. પર્યાય છે એ પ્રમાણના વિષયમાં આવે છે. અપરિણામીનો આશ્રય લેવાનું કહ્યું છે પરંતુ પ્રમાણની અપેક્ષાએ એકલો અપરિણામી નથી, પલટતો અને બદલતો છે. અપરિણામી ધ્રુવ તરીકે છે અને એનો નિર્ણય કરનાર અનિત્ય છે. અનિત્ય ધુવનો નિર્ણય કરે છે. પલટાતી પર્યાય નહિ બદલતા ત્રિકાળીનો નિર્ણય કરે Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ છે. ફૂટસ્થ, ધ્રુવ અપરિણામી છે-એવો નિર્ણય પર્યાય કરે છે અને છતાં એ પર્યાય ધ્રુવમાં જતી નથી કે ધ્રુવ એ પર્યાયમાં આવતું નથી. ૧૦. પ્રમાણ અપેક્ષાએ આત્મા અપરિણામી તેમજ પરિણામી પણ છે. અપરિણામી નું આટલું બધું જોર દેવા છતાં એનો નિર્ણય કરનારી પર્યાય છે; પર્યાય છે, નથી એમ નથી. ૧૧. નિર્ણય તો પર્યાયમાં જ થાય છે પણ પર્યાયનું લક્ષ ધ્રુવ ઉપર છે તેથી નિર્ણય કરનારી પર્યાય ગૌણ રહે છે એટલે પર્યાયની મુખ્યતા આવતી નથી. મુખ્યતા તો ત્રિકાળીની જ આવે છે. ૧૨. ગૌણપણે કહેતાં વર્તમાન પર્યાય પણ છે અને એ જ પર્યાય અપરિણામી નો નિર્ણય કરે છે. અનિત્ય એ નિત્યને જાણે છે, નિત્ય છે તે નિત્યને તો જાણતું નથી. જો પર્યાય નથી જ તો નિર્ણય કરનાર જ નથી અને તો જેનો નિર્ણય કરવો છે એ વસ્તુ પણ નથી. ૧૩. પ્રમાણમાં તો દ્રવ્ય અને પર્યાય બંને આવે છે, ત્યારે તો વીતરાગતા થાય છે. પર્યાય ત્રિકાળી વીતરાગતાનો નિર્ણય કરે છે અને તેથી પર્યાયમાં વીતરાગતા આવે છે. તેથી પ્રમાણમાં ત્રિકાળી વીતરાગતા આવી ને તેનો નિર્ણય કરનારી વીતરાગી પર્યાય પણ આવી. ૧૪. વીતરાગી પર્યાય ત્રિકાળી વીતરાગતાનો નિર્ણય કરે છે, છતાં એ વીતરાગી વર્તમાન પર્યાય ત્રિકાળી વીતરાગતામાં આવી જતી નથી. અપરિણામીનો નિર્ણય કરવા છતાં એ પર્યાય અપરિણામ રૂપે થતી નથી. પર્યાયમાં તો પર્યાયની જધુવતા આવે છે અને એ ધુવતા ત્રિકાળીધુવના લક્ષે આવી છે છતાં ધ્રુવમાંથી આવી નથી; પર્યાય સ્વતંત્ર છે. ૧૫. અપરિણામી ઉપર દષ્ટિ દેતાં પરિણામ ગૌણ થઈ જાય છે. પરંતુ અનુભવ તો પર્યાયનો જ થાય છે. ૧૬. એકરૂપ ધ્રુવ છે તેને સ્પર્યા વિના આત્માની પર્યાયમાં આનંદ અને વીતરાગતાનું વેદન થાય છે. ત્રિકાળીને સ્પર્યા વિના, તેનું આલંબન લીધા વિના પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે. ૧૭. પર્યાય સ્વતંત્ર છે, એ પરિણામી હોવા છતાં ને ત્રિકાળી વીતરાગીનો આશ્રય લેવાં છતાં તેના અવલંબન વિના એ પર્યાય વીતરાગ સ્વરૂપે પરિણમે છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ૧૮. પર્યાય ગૌણ થઈ જાય છે એનો અર્થ વીતરાગતાનો અનુભવ ગૌણ થઈ જાય છે એમ નહિ. ગૌણ થઈ એટલે વીતરાગતા પર્યાયમાં ન આવી માટે ગૌણ થઈ એમનહિ. ફક્ત લક્ષની અપેક્ષાએ ગૌણ કહ્યું. વીતરાગી પર્યાયનું લક્ષ વીતરાગી પર્યાય ઉપર નથી, માટે ગૌણ કહ્યું. ધ્રુવ પર લક્ષ છે છતાં તે પર્યાય ધુવને અવલંબતી નથી. અપરિણામી એ પરિણામમાં આવતું નથી છતાં એ પરિણામ માં અપરિણામીનું જ્ઞાન અને વીતરાગી પર્યાય આવે છે. ૯. પર્યાયનું લક્ષ ધ્રુવ પર હોવા છતાં તે પર્યાય પરતંત્ર નથી. એ પર્યાય સ્વતંત્ર કર્તા થઈને લક્ષ કરે છે. ષકારકનું પરિણમન ઊભું કરીને એ પર્યાય ત્રિકાળી ધ્રુવ વીતરાગતાને જાણે છે. પર્યાય સ્વતંત્ર કર્તા છે. ૦િ. પરિણામગૌણ થઈ જાય છે એટલે પરિણામમાં ચાલ્યા જતા નથી, પર્યાયનો કાંઈ અભાવ થઈ જતો નથી, ભાવરૂપે જ રહે છે. છતાં ગૌણ કેમ કહ્યું? કે લક્ષ ધ્રુવ પર છે માટે ગૌણ કહ્યું. બાકી છે તો પર્યાયની મુખ્યતા, કેમ કે નિર્ણય કરનાર પોતે જ છે. એ વીતરાગી પર્યાય નિરપેક્ષ છે. અનુભવમાં પર્યાય મુખ્ય છે. ૧. ગૌણ એટલે એનું લક્ષ ધ્રુવ પર રાખવું, પર્યાય તરફ ન રાખવું, છતાં વલણ કરનારી પર્યાય દ્રવ્યની અપેક્ષા રાખતી નથી. વીતરાગી આનંદનો અનુભવ સ્વતંત્રપણે પોતે કર્તા થઈને વીતરાગી આનંદના કાર્યને પોતે અનુભવે છે. કર્તા પરિણામીના પરિણામ થયા તે જ મુખ્ય છે. વીતરાગી આનંદનો અનુભવ એ જ મુખ્ય છે. ૨. વીતરાગતાનો આનંદ પ્રત્યક્ષ વેદાય એ મુખ્ય છે. પર્યાય સ્વભાવને લીધે વીતરાગી આનંદ તો સમયે સમયે થયા જ કરે છે, એને ગૌણ કરી શકાય એવી કોઈ તાકાત નથી. દ્રવ્યની પણ તાકાત નથી એને ગૌણ કરે. જેનું વેદન છે તેની મુખતાના ઢંઢેરો પીટાય છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ૧૮ ઉપાદાન અને નિમિત્ત સર્વ દ્રવ્યોની પ્રત્યેક પર્યાયમાં છ કારક-કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાના અને અધિકરણ એક સાથે વર્તે છે, તેથી આત્મા અને પુદ્ગલ શુદ્ધ દેશામાં કે અશુદ્ધ દશામાં સ્વયં જ છે એ કારકરૂપ પરિણમન કરે છે અને અન્ય કોઈ કારકો (-કારણો) ની અપેક્ષા રાખતા નથી. કાર્ય કેવી રીતે થાય છે? કારણ જેવા જ કાર્ય હોવાથી કારણ જેવું જ કાર્ય થાય છે. કાર્યને ક્રિયા, કર્મ, અવસ્થા, પર્યાય, હાલત, દશા, પરિણામ, પરિણમન અને પરિણતિ કહે છે. કારાણ કોને કહે છે? કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહે છે. ઉત્પાદક સામ્રગીના બે ભેદ છે. (૧) ઉપાદાન (૨) નિમિત્ત. ઉપાદાનને નિજશક્તિ અથવા નિશ્ચય અને નિમિત્તને પરયોગ અથવા વ્યવહાર કહે છે. ઉપાદાનનું કારણ જ સાચું કારણ છે. ઉપાદાન કારણ કોને કહે છે? ૧. જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે તેને ઉપાદન કારણ કહે છે. જેમ કે ઘડાની ઉત્પત્તિમાં માટી. ૨. અનાદિકાળથી દ્રવ્યમાં જે પર્યાયોનો પ્રવાહ ચાલ્યો આવે છે તેમાં અનન્તર પૂર્વેક્ષણવર્તી પર્યાય ઉપાદન કારણ છે અને અનન્તર ઉત્તરક્ષણવર્તી પર્યાય કાર્ય છે. ૩. તે સમયની પર્યાયની યોગ્યતા તે ઉપાદાન કારણ છે અને તે જે પર્યાય કાર્ય છે. ઉપાદાન તે જ સાચું (વાસ્તવિક) કારણ છે. યોગ્યતા કોને કહે છે? યોગ્યતા જ વિષયનું પ્રતિનિયામક કારણ છે. (આ કથન જ્ઞાનની યોગ્યતા (સામર્થ્ય માટે છે. પરંતુ યોગ્યતાનું કારણ પણું સર્વમાં સર્વત્ર છે.) સામર્થ્ય, શક્તિ, પાત્રતા, લાયકાત, તાકાત તે યોગ્યતા શબ્દના અર્થ છે. નિમિત્ત કારણ કોને કહે છે? જે પદાર્થ સ્વયં કાર્યરૂપે ન પરિણમે, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો જેના પર આરોપ આવી શકે તે પદાર્થને નિમિત્તા કારણ કહે છે. જેમ કે ઘડાની ઉત્પત્તિમાં કુંભાર, દંડ, ચક્ર આદિ. (નિમિત્ત Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ સાચું કારણ નથી-અહેસુવતુ-અકારાગવત્ છે કારણ કે તે ઉપચાર માત્ર અથવા વ્યવહાર માત્ર છે.). સિદ્ધાંતઃ જ્યાં નિજ શક્તિરૂપ ઉપાદાન તૈયાર હોય ત્યાં નિમિત્ત હોય જ છે. એવી ભેદજ્ઞાન પ્રમાણની વિધિ (વ્યવસ્થા) છે. જ્યાં ઉપાદાનની યોગ્યતા હોય ત્યાં નિયમથી નિમિત્ત હોય છે, નિમિત્તની રાહ જોવી પડે એમ નથી, અને નિમિત્ત કોઈ મેળવી શકે એમ પણ નથી. નિમિત્તની રાહ જોવી પડે છે અથવા હું તેને લાવી શકું છું એવી માન્યતા પર પદાર્થમાં અભેદબુદ્ધિ અર્થાત્ અજ્ઞાન સૂચક છે. નિમિત્ત અને ઉપાદાન બંને અસહાયરૂપ છે એ તો મર્યાદા છે. ઉપાદાનરૂપ નિશ્ચય કારણ જ્યાં હોય ત્યાં નિમિત્તરૂપ વ્યવહાર કારણ હોય જ છે. સમ્યગ્દર્શન-જ્ઞાનરૂપ નેત્ર અને જ્ઞાનમાં ચરણ અર્થાત્ લીનતારૂપ કિયા બંને મળીને મોક્ષમાર્ગ જાણો. તેમાં શરીરાશ્રિત ઉપદેશ, ઉપવાસાદિક ક્રિયા અને શુભ રાગરૂપ વ્યવહારને મોક્ષમાર્ગ ન જાણો એ વાત આવી જાય છે. જ્યાં જુઓ ત્યાં સદા ઉપાદાનનું જ બળ છે. નિમિત્ત હોય છે પરંતુ નિમિત્તનો કાંઈ પણ દાવ (બળી નથી. પ્રત્યેક કાર્ય ઉપાદાનની યોગ્યતા (સામર્થ)થી જ થાય છે. કોઈ એમ માને કે નિમિત્ત (સંયોગરૂપ પર વસ્તુ) ઉપાદાન (નિજ શક્તિ) ઉપર ખરેખર અસર કરે છે, પ્રભાવ પાડે છે, સહાય-મદદ કરે છે, આધાર દે છે તો એ અભિપ્રાય મિથ્યા છે. પોતાના હિતનો ઉપાય સમજવા માટે આ વાત મહાન પ્રયોજનભૂત છે. શાસ્ત્રમાં જ્યાં પર દ્રવ્યને (પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળાદિને) સહાયક, સાધન, કારણ-કારક આદિ કહ્યા હોય તો તે વ્યવહારની મુખ્યતાથી કથન છે. તેને એમ નથી, પણ કાર્ય થાય તો તે કાળે નિમિત્તાદિની અપેક્ષાએ (નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે બતાવવા માટે) ઉપચાર કર્યો છે એમ જાણવું. - પ્રત્યેક વસ્તુ સ્વતંત્રતાથી પોતાની અવસ્થાને(કાર્યને) પ્રાપ્ત કરે છે, ત્યાં નિમિત્ત કોણ? જીવ અને પુદ્ગલ દ્રવ્ય શુદ્ધ કે અશુદ્ધ અવસ્થામાં સ્વતંત્રપણે જ પોતાના પરિણામ કરે છે. અજ્ઞાની જીવ પણ સ્વતંત્રપણે નિમિત્તાધીન પરિણમન કરે છે. પોતે નિમિત્તને આધીન-વશ થાય છે. કોઈ નિમિત્ત તેને આધીન બનાવી શકતું નથી. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઉપાદાન પોતાની યોગ્યતાથી અનેક પ્રકારે પરિણમન કરે છે ત્યારે ઉપસ્થિત નિમિત્ત પર ભિન્ન ભિન્ન કારણપણાનો આરોપ આવે છે. દરેક કાર્ય વખતે નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી એ વાત ભૂલવી નહિ. પ્રયોજનભૂતઃ આ બધું જાણવાનું પ્રયોજન શું? અનાદિ કાળથી ચાલી આવેલી નિમિત્તાધીન દષ્ટિ છોડાવવા અને વસ્તુના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવવા આ જરૂરી છે. છ દ્રવ્યનું સ્વરૂપ બરાબર સમજવું. આ છ દ્રવ્યોમાં સમયે સમયે પરિણમન થાય છે, તેને પર્યાપ' (હાલત, અવસ્થા) કહેવાય છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ ચાર દ્રવ્યોના પર્યાય તો સદાય શુદ્ધ જ છે; બાકીના બે દ્રવ્ય-જીવ અને પુદ્ગલ-એ બે દ્રવ્યોમાં શુદ્ધ પર્યાય હોય છે અથવા અશુદ્ધ પર્યાય પણ હોઈ શકે છે. જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યોમાંથી પણ પુદ્ગલ દ્રવ્યમાં જ્ઞાન નથી, તેનામાં જાણપણું નથી અને તેનામાં જ્ઞાનની ઊંધાઈરૂપ ભૂલ નથી; માટે પુદ્ગલને સુખ કે દુઃખ હોતા નથી. સાચા જ્ઞાન વડે સુખ અને ઊંધા જ્ઞાન (અજ્ઞાન) વડે દુઃખ થાય છે, પરંતુ પુદ્ગલ દ્રવ્યમાં જ્ઞાનગુણ જ નથી. આમ હોવાથી પુદ્ગલ દ્રવ્યને તો અશુદ્ધ દશા કે શુદ્ધ દશા હો, બંને સમાન છે. શરીર પુદ્ગલની અવસ્થા છે. સમયે સમયે તેનું કમબદ્ધ પરિણમન થયા જ કરે છે. પ્રત્યેક પુદ્ગલ પરમાણુના રસ, રંગ, ગંધ અને સ્પર્શ બદલાયા કરે શરીર નિરોગી હોય કે રોગી હો, એ તો પુદ્ગલની અવસ્થા છે-શરીરને એ અવસ્થા-શુદ્ધ-અશુદ્ધનું જ્ઞાન નથી તેથી તેને સુખ-દુ:ખ જેવી કોઈ વસ્તુ જ નથી. તે સાથે સુખ-દુ:ખનો સંબંધ નથી. હવે બાકી રહ્યો જાણનારો જીવ. છ એ દ્રવ્યોમાં આ એક જ દ્રવ્ય જ્ઞાન સામર્થ્યવાન છે. જીવમાં જ્ઞાન ગુણ છે અને જ્ઞાનનું ફળ સુખ છે, તેથી જીવમાં સુખ ગુણ છે. જો સાચું જ્ઞાન કરે તો સુખ હોય, પરંતુ જીવ પોતાના જ્ઞાન સ્વભાવને ઓળખતો નથી અને જ્ઞાનથી જુદી અન્ય વસ્તુઓ (જેમાં જ્ઞાન Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ નથી) તેમાં સુખની કલ્પના કરે છે. આ તેના જ્ઞાનની ભૂલ છે અને તે ભૂલને લીધે જ જીવને દુ:ખ છે. ΟΥ અજ્ઞાન એ જીવનો અશુદ્ધ પર્યાય છે. અશુદ્ધ પર્યાય એ દુ:ખ હોવાથી તે અશુદ્ધ દશા (અજ્ઞાન) ટાળીને સાચા જ્ઞાન વડે શુદ્ધ દશા કરવાનો ઉપાય સમજાવવામાં આવે છે; કેમ કે - બધા જ જીવો સુખ ઈચ્છે છે, દુ:ખથી ડરે છે. અને સુખ તો જીવની શુદ્ધ દશામાં જ છે. માટે જે છ દ્રવ્યો જાણ્યાં તેમાંના જીવ સિવાયના પાંચ દ્રવ્યોના ગુણ-પર્યાય સાથે તો જીવને પ્રયોજન નથી; પણ પોતાના ગુણપર્યાય સાથે જ જીવને પ્રયોજન છે. જ્ઞાન તો જીવ દ્રવ્યની ખાસ શક્તિ છે, જીવ સિવાયના અન્ય કોઈ દ્રવ્યમાં જ્ઞાન નથી, તેથી જ્ઞાનશક્તિ વડે જીવ ઓળખી શકાય છે અને સુખ ગુણની પ્રાપ્તિ થઈ શકે છે. માટે જીવ દ્રવ્યના દ્રવ્ય-ગુણ-પર્યાય જાણવા. 88 Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ક્રમબદ્ધ પર્યાય ૧. ક્રમબદ્ધ પર્યાય એ તો વસ્તુની સ્થિતિ છે. એક પછી એક જે સમયે જે પર્યાય થવાની હોય તેમાં દ્રવ્ય પણ ફેરફાર કરી શકતું નથી. ક્રમબદ્ધ પર્યાય થાય તેને દ્રવ્ય જાણે પણ તેમાં ફેરફાર દ્રવ્ય કરી શકતું નથી. આત્મા અનંત શક્તિઓનો પિંડ છે. શક્તિવાન દ્રવ્ય શુદ્ધ છે, તેના ગુણો શુદ્ધ છે. અને તેની દષ્ટિ થતાં પર્યાય પણ ક્રમસર નિર્મળ પરિણમે છે. શક્તિના વર્ણનમાં વિકારી પરિણામની વાત નથી, કારણ કે અશુદ્ધતા થાય એવી દ્રવ્યમાં કોઈ શક્તિ જ નથી. ગુણો અક્રમે વર્તે છે અને પર્યાયો ક્રમે વર્તે છે. શક્તિવાન દ્રવ્યની જેને દષ્ટિ થાય તેને નિર્મળ પર્યાયો કમસર એક પછી એક થયા જ કરે છે. ૨. જે સમયે જે પર્યાય થવાની હોય તે પર્યાય તે જ કાળે ક્રમસર થાય છે. મોતીની માળામાં પ્રત્યેક મોતી પોતપોતાના કાળસ્થાનમાં છે. તેમ દ્રવ્યની પર્યાયમાળામાં, પ્રત્યેક પર્યાય પોતપોતાના કાળસ્થાનમાં છે. જે પર્યાયનો જે કાળ હોય ત્યારે તે જ પર્યાય ત્યાં પ્રગટ થાય છે. આગળ-પાછળ નહિ. આવો નિર્ણય કરવામાં પાંચે ય સમવાય આવી જાય છે. ૧. જે સ્વભાવના લક્ષે આવો નિર્ણય કર્યો છે - એમાં સ્વભાવ આવ્યો. ૨. જે પર્યાય થવાની છે તે જ થઈ – એમાં ભવિતવ્ય આવ્યું. ૩. અને ત્યારે કર્મનો અભાવ થયો - એમાં નિમિત્ત આવ્યું (અથવા સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર મળ્યા) ૪. જે સમયે જે પર્યાય થવાની હોય તે જ સમયે તે પર્યાય પ્રગટ થઈ - ત્યાં કાળ આવ્યો. ૫. અને સ્વભાવ સન્મુખ પર્યાય થઈ એમાં પુરુષાર્થ આવ્યો - પુરુષાર્થથી તે સમયની પર્યાયની એવી યોગ્યતા થઈ. આમ ક્રમબદ્ધ કરનારની દષ્ટિ જ્ઞાયક ઉપર જ હોય છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ઉપર જેની દષ્ટિ હોય તે જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય કરી શકે છે. ક્રમબદ્ધ જે છે એ તો પર્યાય છે. પર્યાયના આશ્રયે પર્યાયનો નિર્ણય થતો નથી. દ્રવ્યના આશ્રયે જ પર્યાય નિર્મળ થઈ એ સમ્યજ્ઞાન-દર્શન થાય છે. દ્રવ્યના આશ્રયે જે સમ્યજ્ઞાન થયું તે ક્રમબદ્ધ પર્યાયનું જ્ઞાન કરે છે. પર્યાયના આશ્રમે ક્રમબદ્ધનું જ્ઞાન થતું નથી. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ 'બા. જેમ મોતીના હારમાં જે મોતી જ્યાં છે ત્યાં જ તે છે આગળ-પાછળ નથી. તેમ પ્રત્યેક દ્રવ્યમાં દરેક પર્યાય જે સમયે થવાની છે તે જ સમયે તે પર્યાય નિયતપણે થાય છે. આધી-પાછી કે આડી-અવળી થતી નથી. જીવનું વાસ્તવિક સ્વરૂપ જ્ઞાતા-દષ્ટા સ્વભાવી છે. ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતમાંથી પણ ન્યાયપૂર્વક જીવ જ્ઞાતા-દષ્ટા એમ સિદ્ધ થાય છે. જીવની પર્યાય ક્રમબદ્ધ છે, જે સમયે જે પર્યાય થવાની છે તે જ થાય છે એમ કહીને જીવનો અકર્તા સ્વભાવ વર્ણવ્યો છે. જે કાંઈ થાય તેના કર્તા જીવ નથી. એટલે એનો અર્થ એ થયો કે જીવ જ્ઞાતા-દષ્ટા છે. વીતરાગનું કોઈ પણ વચન હો, એનું તાત્પર્ય વીતરાગતા જ છે. ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતનું પણ તાત્પર્ય વીતરાગતા છે. જીવને કમબદ્ધ પર્યાયનો જ્યાં નિર્ણય થાય છે ત્યાં તે જ્ઞાતા-દષ્ટા થઈ જાય છે. પોતે જ્ઞાતા-દષ્ટા થતાં શાસ્ત્રનું તાત્પર્યજેવીતરાગતા છે તે એને પ્રગટ થાય છે. એ વીતરાગતા પોતાના ત્રિકાળી દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય છે. એટલે ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં પણ જ્ઞાતાનો નિર્ણય થવો એ મૂળ રહસ્યની વાત છે. જેને પર્યાયની સ્વતંત્રતાનો સાચો નિર્ણય નથી તેને દ્રવ્ય દષ્ટિ પ્રગટ થતી નથી. સમયે સમયે થતી પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય સ્વતંત્રપણે થાય છે એવી જેને શ્રદ્ધા નથી તેને પર્યાય રહિત ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય પર દષ્ટિ જતી નથી. સર્વજ્ઞ દીઠું એમ જ કમબદ્ધ એટલે જે કાળે જે પર્યાય થવાની હોય તે તે કાળે જ થાય, આઘીપાછી નહિ, એવો નિર્ણય જેણે કર્યો તેણે એ નિર્ણય પોતાના જ્ઞાયક સ્વભાવ તરફ જઈને કર્યો છે, કેમ કે જ્ઞાયક સ્વભાવમાં સર્વજ્ઞતા છે. જ્ઞાયક સ્વભાવની પ્રતીતિ પર્યાયના આશ્રયેન થાય. જ્ઞાયક સ્વભાવની પ્રતીતિમાં સર્વજ્ઞની પ્રતીતિ આવે છે અને તેના જ્ઞાનમાં સર્વજ્ઞ સ્વભાવનું જ્ઞાન આવે છે. અહો! જેને આવા સર્વજ્ઞ, સર્વજ્ઞ સ્વભાવની પ્રતીતિ થઈ, અનુભવ થયો તેને ક્રમબદ્ધનું યથાર્થ જ્ઞાન થયું છે. | સર્વજ્ઞ ભગવાન જગતમાં છે, અને એણે જે જોયું તે જેમ છે તેમ જ છે, અને તે પ્રમાણે જ થાય, એમાં જે શંકા કરે તે મિથ્યાદષ્ટિ છે. છે તો એમ જ. પણ એનો નિર્ણય કોને થાય? આત્માના જ્ઞાન સ્વભાવનો (જ્ઞાયક સ્વભાવનો) જેને અંતર્દષ્ટિ વડે નિશ્ચય થાય છે તેને જ ક્રમબદ્ધનો સાચો નિર્ણય થાય છે. જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરવા જતાં-તેમાં જ્ઞાયક સ્વભાવની જે સન્મુખતા Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ કરી તે પુરુષાર્થ આવ્યો, સન્મુખતા જ્ઞાયકભાવ પ્રતિ થઈ તે સ્વભાવ આવ્યો, સ્વભાવ સન્મુખતાની નિયતિનો પર્યાયકાળ છે તે કાળલબ્ધિ થઈ, જે ભાવ થવા યોગ્ય હતો તે થયો તે ભવિતવ્ય, કર્મનો જે અભાવ થયો એ નિમિત્ત-આમ પાંચ સમવાય એકી સાથે આવી જાય છે. ૬. ક્રમબદ્ધના યથાર્થ નિર્ણયમાં નિશ્ચય-વ્યવહાર અને ઉપાદાન-નિમિત્તનું પણ યથાર્થ જ્ઞાન આવી જાય છે. વસ્તુની નિર્વિકલ્પ દષ્ટિ અને અનુભવ તે નિશ્ચય અને તે કાળે જે રાગની મંદતા તે વ્યવહાર. તેથી વ્યવહારથી નિશ્ચય થાય એ વાત ન રહી. બંને એક કાળમાં સાથે છે. વળી જે સમયે જે પર્યાય થવાની હોય તે કાળે તે જ થાય એમ નિર્ણય થતાં નિમિત્ત આવે તો પર્યાય થાય એ વાતનરહી. કાર્યકાળ નિમિત્તની ઉપસ્થિતિનો કાળ છે તો નિમિત્ત હો, પરંતુ ઉપાદાનની પર્યાય પોતાના કાળે થઈ છે, નિમિત્તથી નથી. ૭. દરેક દ્રવ્યની પર્યાયક્રમબદ્ધ છે અને ભગવાનના કેવળજ્ઞાનમાં વર્તમાન જણાઈ રહી છે તો પુરુષાર્થ કરવો ક્યાં રહ્યો? દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ છે અને જે સમયે જે પર્યાય થવાની તે સમયે તે જ થશે એમ જેને યથાર્થ નિર્ણય થયો તેને તો સ્વભાવની અંતર્દષ્ટિપૂર્વક સમ્યગ્દર્શન થયું અને એ જ પુરુષાર્થ છે. પર્યાય બુદ્ધિ-પર્યાય દષ્ટિ દૂર થઈને અંતર્દૃષ્ટિ-દ્રવ્ય દષ્ટિ થાય તેને જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય હોય છે અને તે જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધના નિર્ણયમાં આખું કર્તાપણું છૂટી અકર્તાપણું વા જ્ઞાતાપણું પ્રગટ થાય છે એ જ સવળો પુરુષાર્થ છે. ૮. સર્વજ્ઞનો અને ક્રમબદ્ધનો નિર્ણય કરવામાં પાંચ સમવાય એક સાથે છે. ૧. જે સમક્તિની પર્યાય પ્રગટ થઈ તે સ્વભાવ સન્મુખના પુરુષાર્થ વડે જ થઈ છે તે પુરુષાર્થ છે. ૨. વળી સમકિતની પર્યાય નિજસ્વભાવમાં એકાગ્રતા વડેથઈ એમાં સ્વભાવ પણ આવી જાય છે. ૩. સમકિતની પર્યાય કમબદ્ધ પોતાના કાળે જે થવાની હતી તે જ થઈ એ ભવિતવ્યતા છે. ૪. જે સમયે સમકિતની પર્યાય થઈ તે સ્વકાળે થઈ તે નિયત છે-કાળલબ્ધિ છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ૫. સમકિતની પર્યાયના કાળે સ્વયં કર્મના ઉપશમાદિ થયા તે નિમિત્ત પણ આવી ગયું. આમ પાંચે સમવાય એક સાથે રહેલા છે. સ્વ દ્રવ્યના આશ્રયમાં જવું એનું નામ જ પુરુષાર્થ છે. પુરુષાર્થ બીજી શું ચીજ છે ? અહા ! શુદ્ધ ચૈતન્ય સ્વભાવી સ્વ દ્રવ્યના આશ્રયે પરિણમવું એ જ ઉદ્યમ અને એ જ પુરુષાર્થ છે. ભાઈ ! ક્રમબદ્ધના નિર્ણયમાં જ પુરુષાર્થ રહેલો છે, કેમ કે એમાં જ નિજ જ્ઞાતા-દષ્ટા સ્વભાવનું અવલંબન છે. . કોઈ કર્તા થઈને પરિણમે અને જે સમયે જે રાગ થવાનો હતો એ થયો એમ ક્રમબદ્ધનું નામ લે તો એ તો સ્વચ્છંદી મિથ્યાદષ્ટિ છે; એને ક્રમબદ્ધનું સાચું શ્રદ્ધાન જ નથી. બાપુ ! આ કાંઈ સ્વચ્છંદ પોષવા માટે વાત નથી પણ સ્વભાવના આશ્રયે સાચો નિર્ણય કરી સ્વચ્છંદ મટાડવાની વાત છે. ઘણા પ્રશ્ન કરે છે જો ક્રમબદ્ધ માનો તો બધું નિયત થઈ જાય છે અને આત્માને કાંઈ પુરુષાર્થ કરવાનો રહેતો નથી. ભાઈ ! વસ્તુ વ્યવસ્થા અને વિશ્વ વ્યવસ્થા તો નિયત અને સ્વાધીન જ છે. એમાં ફેરફાર કરવાની તું ચેષ્ટા કરે એને તું શું પુરુષાર્થ કહે છે ? બાપુ ! એ પુરુષાર્થ નથી પણ તારા મિથ્યા વિકલ્પ છે. વાસ્તવમાં તો દ્રવ્યની પર્યાય તેના કાળે, પરના કર્તાપણા વિના સ્વતંત્રસ્વાધીનપણે પોતાથી ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે એમ જેણે યથાર્થ માન્યું તે પુરુષાર્થી છે. કેમ કે એમ માનનાર પરથી હઠીને સ્વ અભિમુખ થાય છે અને સ્વ અભિમુખ થવું ને રહેવું એ જ સમ્યક્ પુરુષાર્થ છે. પ્રત્યેક દ્રવ્યની સમયે સમયે જે જે પર્યાય થાય તે ક્રમબદ્ધ છે. જે દ્રવ્યની જે સમયે જે ક્ષેત્રે જે કાળે જે નિમિત્તથી જે પર્યાય થવાની હોય તે દ્રવ્યની તે સમયે ત્યાં તે જ પર્યાય થાય છે. આવું પર્યાયનું સ્વરૂપ છે. હવે આનો યથાર્થ નિર્ણય કરવા જાય તો (૧) કર્મથી વિકાર થાય. (૩) ભક્તિ આદિ શુભ રાગોથી મુક્તિમાર્ગ થાય -ઇત્યાદિ બધી મિથ્યા માન્યતાઓ ઉડી જાય છે, પરના કર્તાપણાનું અભિમાન પણ ઊડી જાય છે. અહા ! જીવને પોતાનું જ્ઞાન (આત્મજ્ઞાન) થાય ત્યારે તે જાણે છે કે પોતામાં જે ક્રમબદ્ધ પર્યાયો થાય છે તેનો હું જાણનાર છું અને જડમાં-અજીવમાં (૨) નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય. Page #215 -------------------------------------------------------------------------- ________________ જે ક્રમબદ્ધ પર્યાયો થાય છે તેનો હું જાણનાર છું (કર્તા છું એમ નહિ). ત્રિકાળી એક શુદ્ધ જ્ઞાયક સ્વભાવની જેને અંતર્દષ્ટિ થઈ છે તે જીવને પર્યાયમાં રાગાદિ ભાવ જે કમબદ્ધ થાય છે તેનો તે કર્તા થતો નથી, પણ માત્ર તેનો જ્ઞાતા-સાક્ષી રહે છે. ધર્મી પુરુષની આવી કોઈ અલૌકિક અંતર દશા હોય છે. પ્ર.: આત્મા પરમાં તો કાંઈ ફેરફાર ન કરી શકે એ તો ઠીક પણ પોતાની પર્યાયોમાં પણ કાંઈ ફેરફાર કરવામાં તેનો કાબુ નહિ? ઉ. અરે ભાઈ! જ્યાં દ્રવ્યને નક્કી કર્યું (હું જ્ઞાનસ્વભાવી આત્મા છું, જ્ઞાયક.. જ્ઞાયક..જ્ઞાયક...છું) ત્યાં વર્તમાન પર્યાય પોતે દ્રવ્યમાં વળી જ ગઈ. પછી તારે કોને ફેરવવું છે? મારી પર્યાય દ્રવ્યમાં અંતર્મુખ થઈ ગઈ, તે પર્યાય હવે ક્રમે ક્રમે નિર્મળ જ થયા કરે છે અને શાંતિ વધતી જાય છે. આ રીતે પર્યાય પોતે જ્યાં દ્રવ્યમાં અંતર્મગ્ન થઈ ગઈ ત્યાં કોને ફેરવવાનું રહ્યું? તે પર્યાય પોતે જ દ્રવ્યના કાબુમાં આવી જ ગયેલી છે. પર્યાય આવશે ક્યાંથી? દ્રવ્યમાંથી, માટે જ્યાં આખા દ્રવ્યને કાબુમાં લઈ લીધું (શ્રદ્ધા-જ્ઞાનમાં સ્વીકારી લીધું) ત્યાં પર્યાયો કાબુમાં આવી જ ગઈ એટલે કે દ્રવ્યના આશ્રયે પર્યાયો સમ્યક નિર્મળ થવા જ માંડી. જ્યાં સ્વભાવનક્કી કર્યો (ભાવ-ભાસન થયું, ત્યાં જ મિથ્યાજ્ઞાન ટળીને સમ્યજ્ઞાન થયું મિથ્યા શ્રદ્ધા પલટીને સમ્યક શ્રદ્ધા (સમ્યગ્દર્શન) થઈ. એ પ્રમાણે નિર્મળ પર્યાયો થવા માંડી તે પણ વસ્તુનો ધર્મ છે. વસ્તુનો સ્વભાવ ફર્યો નથીને પર્યાયોની કમનીધારા તૂટીનથી. દ્રવ્યના આવા (જ્ઞાયક-શુદ્ધાત્મા) સ્વભાવનો સ્વીકાર કરતાં પર્યાયની નિર્મળ ધારા શરૂ થઈ ગઈ તે જ્ઞાનાદિનો અનંતો પુરુષાર્થ તેમાં ભેગો જ આવી ગયો. સ્વકે પર કોઈ દ્રવ્યને, કોઈ ગુણને કે કોઈ પર્યાયને ફેરવવાની બુદ્ધિ જ્યાં ન રહી ત્યાં જ્ઞાન જ્ઞાનમાં જઠરી ગયું, એટલે એકલો વીતરાગી જ્ઞાતા ભાવ જ રહી ગયો, તેને અલ્પકાળમાં મુક્તિ થાય જ. જ્ઞાનમાં જ્ઞાતા-દષ્ટાપણું રહેવું તે જ સ્વરૂપ છે, તે જ બધાનો સાર છે. અંતરની આ વાત જેને ખ્યાલમાં ન આવે તેને ક્યાંક પરમાં કે પર્યાયમાં ફેરફાર કરવાનું મન થાય છે. જ્ઞાતા ભાવને ચૂકીને ક્યાંય પણ ફેરફાર કરવાની બુદ્ધિ ને મિથ્થાબુદ્ધિ છે. સમ્યગ્દર્શનનો વિષય (દષ્ટિનો વિષય) જે ત્રિકાળી-ધ્રુવ સામાન્યજ્ઞાયક ભાવ-તે એક જ સર્વ તત્ત્વોમાં સારભૂત છે. એ વસ્તુ પોતે ધ્રુવ છે. તેના પર લક્ષ જતાં સમ્યગ્દર્શન થાય છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ આનંદનું વેદન પરિણતિમાં છે. ત્રિકાળીનું વેદન થતું નથી. આનંદ એ જ્ઞાનનું લક્ષણ છે. જ્યાં જ્ઞાન છે ત્યાં આનંદ છે. આવી રીતે ક્રમબદ્ધનું યથાર્થ સ્વરૂપ સમજી તેનો નિર્ણય થતાં પર્યાય દષ્ટિ મટી દ્રવ્ય દષ્ટિ થાય છે અને તે જ પ્રયોજનભૂત છે. બધા જ જીવો આવું વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજી અક્ષય અનંત સુખ પામે એ જ ભાવના! Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ [૨૦] ધર્મનો સાર ધર્મનો સાર આ પ્રમાણે છે. નીચે પ્રમાણે ચાર વિષયોનો સતત અભ્યાસ-જ્ઞાન-શ્રદ્ધા-આચરણ....! ૧. વસ્તુ સ્વરૂપ અને વિશ્વ વ્યવસ્થા-વીતરાગ વિજ્ઞાન. ૨. આ વ્યવસ્થામાં જીવ દ્રવ્યનું સ્વરૂપ. ૩. જીવની અનાદિની ભૂલ. ૪. મોક્ષનું સ્વરૂપ અને મોક્ષનો ઉપાય. ૧. વસ્તુ સ્વરૂપ અને વિશ્વ વ્યવસ્થા ૧. આ લોક છ દ્રવ્ય સ્વરૂપ છે. જીવ, અજીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ દ્રવ્ય છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, સ્વાધીન છે અને પોતાનું કાર્ય કરવા સંપૂર્ણ સામર્થ્યવાન છે. ૨. દરેક દ્રવ્યને પોતાનો સ્વભાવ છે. સ્વભાવનો અર્થ પોતપોતાના ગુણ પોતપોતાની વિશેષતાઓ. ૩. “સત દ્રવ્ય લક્ષણ અસ્તિત્ત્વ-રહેવું-ક્યારે પણ નાશ ન થવું એ દ્રવ્યનું મુખ્ય લક્ષણ છે. ૪. સત્ સ્વરૂપ વસ્તુ હંમેશા એકરૂપ જ રહેતી નથી. પણ પોતાની એકરૂપતા (પોતાના ગુણોને) કાયમ રાખીને પ્રત્યેક ક્ષણ અનેક પ્રકારની નવીનતા કરતી જ રહે છે. અર્થાત્ ગુણોની અવસ્થા પ્રત્યેક સમયે બદલાયા કરે છે. શાસ્ત્રીય ભાષામાં તેને પર્યાય કહે છે. ઉત્પાદ-વ્યય-ધોવ્યયુકતમ સત” એટલે દરેક વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રોવ્ય સ્વરૂપ છે. દરેક દ્રવ્ય, દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ છે. ૫. દ્રવ્યોની ધ્રુવતા અને પરિણમનને સ્પષ્ટ કરતાં આચાર્ય ત્રીજો સૂત્ર આપે છે - “ગુણ-પર્યયવદ દ્રવ્યમ'. આ બધાની ધુરતા અને પરિણમન પોતપોતાના ગુણોમાં અથવા સ્વભાવમાં જ થાય છે. દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ છોડી બીજા દ્રવ્યના ગુણોમાં કે પરિણમનમાં કાંઈ કરી શકતો નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, દરેક ગુણ સ્વતંત્ર છે, દરેક પર્યાય સ્વતંત્ર છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ૬. દરેક દ્રવ્યમાં સામાન્ય અને વિશેષ એવા બે પ્રકારના ગુણો છે. (૧) અસ્તિત્ત્વ (૨) વસ્તુત્ત્વ (૩) દ્રવ્યત્વ (૪) પ્રમેયત્વ (૫) અગુરુલઘુત્ત્વ (૬) પ્રદેશત્ત્વ એ સામાન્ય છ ગુણો બધા જ દ્રવ્યોમાં હોય છે અને વિશેષ ગુણો બધામાં અલગ અલગ હોય છે. જેમ કે જીવ દ્રવ્યમાં ચેતના, પુદ્ગલમાં રસ, રંગ, ગંધ, સ્પર્શ વગેરે વગેરે. ૭. દ્રવ્યની સ્વતંત્રતાનો સિદ્ધાંત દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. કોઈ પણ અન્ય દ્રવ્ય બીજા દ્રવ્યની સત્તામાં કિંચિતમાત્ર પણ દખલગીરી નથી કરી શકતું. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ. એ જ રીતે પ્રત્યેક ગુણ અને પ્રત્યેક પર્યાય પણ સ્વતંત્ર છે. ૮. કમબદ્ધ પરિણમનઃ દરેક દ્રવ્યની પર્યાયો ક્રમબદ્ધ જ થાય છે. જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે જે ભાવે જે નિમિત્તથી સર્વશે એમના જ્ઞાનમાં જાણ્યું છે તે પ્રમાણે તે દ્રવ્યનું તે ક્ષેત્રે તે કાળે તે ભાવે તે નિમિત્તથી તે જ પ્રમાણે પરિણમન થાય તેમાં નરેન્દ્ર, દેવેન્દ્ર તે જિનેન્દ્ર કાંઈ કરી શકે નહિ એવો અબાધા નિયમ છે. ૯. ઉપાદાન અને નિમિત્તઃ આ જે પરિણમન થઈ રહ્યું છે તે તે સમયની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે થાય છે તેનો હર્તા-કર્તા કોઈ નથી. દરેક પરિણમન વખતે કોઈને કોઈ નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી. ૧૦. આવી રીતે વિશ્વની સુંદર વ્યવસ્થા વ્યવસ્થિત જોવામાં આવે છે. આમાં જીવ દ્રવ્યનું સ્વરૂપ ૧. આ વિશ્વમાં હું જીવ દ્રવ્ય પણ એક વસ્તુ છું. ૨. બધા દ્રવ્યોની જેમ હું પણ અનાદિ નિધન એક સ્વતઃ (સ્વયં) સ્વતંત્ર સત્તારૂપ છું. આ વાત સાત બોલથી કરી છે. ૧. જીવ પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યમય સત્તા સ્વરૂપ છે. ઉત્પાદ-વ્યય ધુવની એકતારૂપ અનુભૂતિને સત્તા કહેલ છે. ૨. દર્શન-જ્ઞાનમયી ચેતના સ્વરૂપ છે. ૩. અનંત ધર્મ સ્વરૂપ દ્રવ્ય છે. દ્રવ્ય હોવાથી વસ્તુ છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ૪. ગુણ-પર્યાયવાળો છે. જીવ નામની વસ્તુ ગુણ-પર્યાયવાળી છે. ૫. તેનું સ્વ-પર પ્રકાશન જ્ઞાન અનેકાકારરૂપ એક છે. જ્ઞાનમાં અનંતને જાણે, લોકાલોકને જાણે છતાં જ્ઞાનની પર્યાય એકરૂપ છે. ૬. વળી તે જીવ પદાર્થ આકાશ આદિથી ભિન્ન અસાધારણ ચૈતન્ય ગુણ સ્વરૂપ છે. ૭. અનેક દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. ભલે અશુદ્ધરૂપે પરિણમે તો પણ પોતામાં જ રહે છે. પરમાં જતો નથી-પરરૂપે થતો નથી-આવો જીવ નામનો પદાર્થ સમય છે. ૩. આ આત્મા આત્માપણે પરિણમ્યો, સ્વભાવપણે પરિણમ્યો એ ‘સ્વ સમય’ છે અને પર સ્વભાવરૂપ-મોહ-રાગ-દ્વેષરૂપ થઈને રહે તો તે ‘પર સમય' છે. અર્થાત્ પોતાના શુદ્ધ સ્વરૂપથી ચ્યુત થઈને પુણ્ય-પાપ વા રાગ-દ્વેષને એકપણે એક કાળે જાણતો અને પરિણમતો જે આત્મા તે અનાત્મા, અધર્મી તથા પર સમય છે. એક જીવને જ આ પ્રમાણે દ્વિવિધપણું છે, તે અશોભારૂપ છે. ૪. ત્રિકાળી ઉપયોગરૂપ જે સ્વભાવ એની હયાતિરૂપ જે શુદ્ધ આત્મ તત્વ કેવો છે ? ‘જ્ઞાયક’ ભગવાન કેવો છે ? “નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયકભાવ છે, એ રીતે શુદ્ધ કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે.’’ જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી. એ રીતે એને શુદ્ધ કહે છે. વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે બીજો કોઈ નથી. ‘છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શન પૂર્ણ છું. નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, મમતા રહિત છું, જ્ઞાન-દર્શનથી પૂર્ણ છું’ આવું સ્વરૂપ છે શુદ્ધાત્માનુંજ્ઞાયકનું. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એનું વર્ણન આ પ્રમાણે છેઃ ‘શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.’ આ જ્ઞાયક ભગવાન આત્મા (પરમાત્મા) દૃષ્ટિનો વિષય છે. ધ્યાનનો ધ્યેય છે. જ્ઞાનનો શેય છે. શ્રદ્ધાનો શ્રદ્ધેય છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ જે પર્યાય એની દૃષ્ટિ કરી એમાં લીન-સ્થિત થાય છે તે પર્યાયમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધર્મ પ્રગટ થાય છે. આત્માનો અનુભવ થાય છે-આ જ જૈન ધર્મ છે અને આ જ ધર્મની રીત છે. ધર્મની શરૂઆત અનુભવથી થાય છે. સૌથી અગત્યનું આવા જ્ઞાયકનો મહિમા આવવો જોઈએ. આ લોકમાં મારા શુદ્ધાત્મા જેવો ઉત્કૃષ્ટ પદાર્થ બીજો કોઈ નથી. નિજ સ્વરૂપનો, નિજના અનંત ગુણોનો, નિજની અનંત નિધીનો મહિમા-પ્રમોદ આવવો જોઈએ. પ્રમોદ, પરિચય, પ્રિતી, પ્રવૃત્તિ અને પ્રાપ્તિ એ એને પ્રાપ્ત કરવાનો ક્રમ છે. જીવની અનાદિની ભૂલ: ૧. ‘જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુ:ખ અનંત....!' અનાદિકાળથી આ જીવે વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું કોઈ દિવસ જાણ્યું નથી, માન્યું નથી, તેમાં રમણતા કરી નથી. આ જ સ્વરૂપની યથાર્થ સમજણની ભૂલ અનંત દુ:ખનું કારણ છે. ૨. જીવના દુ:ખના ત્રણ કારણો છે. સ્વરૂપ સંબંધી (૧) અજ્ઞાનતા (૨) મિથ્યા માન્યતા (૩) અસંયમ. ૩. વસ્તુ અનાદિ અનંત છે. ધર્મ વસ્તુનો સ્વભાવ છે. માટે ધર્મ-વસ્તુનું જે પ્રમાણે છે તે પ્રમાણે નિરુપણ કરે છે તે પણ અનાદિ અનંત છે. તે સત્ ધર્મને ન સમજવાની જીવની અનાદિથી ભૂલ ચાલુ રહેલ છે. ૪. વિશ્વનો પ્રત્યેક પદાર્થ પૂર્ણ સ્વતંત્ર છે, સ્વાધીન છે અને પોતાનું કાર્ય કરવા સંપૂર્ણ સામર્થ્યવાન છે. તે પોતાના પરિણમનનો પોતે જ હર્તાકર્તા છે. તેના પરિણમનમાં પર પદાર્થનો પંચમાત્ર પણ હસ્તક્ષેપ નથી. દરેકે દરેક અણુ સ્વતંત્ર છે અને પોતામાં લીન છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ. આવું વસ્તુનું સ્વરૂપ ન સમજવાની જીવની અનાદિની ભૂલ છે. ૫. તીર્થંકર ભગવાન ધર્મની સ્થાપના કરતાં નથી. ધર્મ તો અનાદિ અનંત છે. પરંતુ ધર્મનું સ્વરૂપ સમજી, ધર્મનો આશ્રય લઈ આત્મા સ્વયં પરમાત્મા બને છે. પણ જીવ એવી ધર્મની નિધિ માનતો નથી એ તેની અનાદિની ભૂલ છે. ભગવાન જગતનો હર્તા-કર્તા નથી, પણ સર્વજ્ઞ છે. માટે પ્રત્યેક પદાર્થના પ્રત્યેક પરિણમનને યથાર્થ જાણે છે, પણ કાંઈ કરતા નથી. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ વિશ્વની વ્યવસ્થા બહુ જ વ્યવસ્થિત અને સંપૂર્ણ છે. ખરેખર આ સર્વ પદાર્થોના દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વભાવની પ્રકાશક પરમેશ્વરે કહેલી વ્યવસ્થા ભલી, ઉત્તમ, પૂર્ણ અને યોગ્ય છે. પણ અનાદિ કાળથી જીવ મોહને પામતો થકો પર દ્રવ્યોમાં એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોકતૃત્વ, શેયત્વ બુદ્ધિથી જોડાય છે અને તેના ફળરૂપે અનંત સંસારમાં પરિભ્રમણ કરી અનંત દુ:ખ ભોગવી રહ્યો છે. ૭. પોતાનું સુખ પોતામાં જ છે, પરમાં નથી. પરમેશ્વરમાં પણ નથી, પોતે પોતાને ભૂલી ગયો હોવાથી પોતાના સ્વરૂપનું ભાન ન હોવાથી જીવ મિઆ માન્યતા વડે અનાદિ કાળથી દુ:ખ ભોગવી રહ્યો છે. ૮. અનાદિકાળથી આ જીવે પરથી ભિન્ન પોતાના શુદ્ધાત્માને જાણ્યો નથી, શ્રદ્ધયો નથી અને તેમાં લીનતા કરી નથી. આ જ એની અનાદિની ભૂલ છે. પોતે જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા છે એ વાતનો આ જીવે કોઈ દિવસ સ્વીકાર કર્યો નથી. એ જ પ્રથમ ભૂલ છે. પોતે પોતાને ભૂલી ગયો છે એ મોટામાં મોટી ભૂલ છે-બધા ભૂલેલા ભગવાન છે. પોતે ભૂલી ગયા છે કે બધા જીવ ભગવાન સ્વરૂપ છે. ૧૦. પોતાના દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવને જીવે યથાર્થ જાણ્યા નથી. અને એ જ એના સ્વરૂપના યથાર્થ સમજણ સંબંધી અનાદિની ભૂલ છે. સાત તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ-સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનું યથાર્થ સ્વરૂપ બીજાથી પોતાની ભિન્નતા એ નથી જાણ્યું એ જ ભૂલ છે. ૪. મોક્ષનું સ્વરૂપ અને મોક્ષનો ઉપાયઃ ૧. મોક્ષ એટલે દુ:ખથી છુટકારો - ચાર ગતિના પરિભ્રમણમાંથી મુક્તિ મોક્ષ થતો નથી - સમજાય છે. ૨. કાર્યની ઉત્પત્તિમાં પાંચ સમવાય કારણો આ પ્રમાણે છે. (૧) સ્વભાવ (૨) કાળ લબ્ધિ (૩) નિયતિ અથવા ભવિતવ્યતા (૪) નિમિત્ત (૫) પુરુષાર્થ - આ પાંચેયની ઉપસ્થિતિ કાર્ય નિષ્પન્ન થવામાં જરૂરી છે. તથાપિ સુધર્મની પ્રાપ્તિમાં પુરુષાર્થ મુખ્ય છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ૩. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યપ્ચારિત્રની એકતારૂપ રત્નત્રયી મોક્ષમાર્ગ છે. નિશ્ચયથી રત્નત્રયી એ એક જ મોક્ષમાર્ગ છે. ૪. ધર્મ પરિભાષા નથી, પ્રયોગ છે. તેથી આત્માર્થીએ ધર્મ જીવનમાં ઉતારવો જોઈએ, જીવન ધર્મમય થવું જોઈએ. ધર્મ તો પ્રતિ સમય જ થાય છે. ૫. અહિંસા પરમો ધર્મ છે. તે માત્ર વીતરાગ ભાવરૂપે છે. આત્મામાં મોહરાગ-દ્વેષ ભાવોની ઉત્પત્તિ એ જ હિંસા છે અને એ ભાવોનો અભાવ અહિંસા છે. ધર્મ બહાર નથી, આત્માનો ધર્મ આત્મામાં જ છે. ૬. શુદ્ધપયોગ જ ઉપાદેય છે. અને શુભોપયોગ (પુણ્યની પ્રકૃત્તિ) અને અશુભોપયોગ (પાપની પ્રકૃત્તિ)ની જેમ જ હોય છે. બંને બંધના કારણ છે. પુણ્યથી ધર્મ ન થાય. પુણ્ય કરતાં કરતાં ધર્મ ન થાય. રાગરૂપી વ્યવહારથી ધર્મ ન થાય. આત્માનું હિત ન થાય. વ્યવહાર કરતાં કરતાં પણ નિશ્ચયરૂપ ધર્મ ન થાય. આત્માનું હિત એ જ એક ધર્મનું પ્રયોજન છે. ૭. આ જીવ શુદ્ધ આત્મભાવનામાં સમર્થ હોવા છતાં પણ પોતે શુદ્ધાત્મ ભાવનાને છોડીને શુભોપયોગથી જ મોક્ષ થાય છે એમ એકાંતે માનીને સ્થૂલ પરસમયરૂપી પરિણામ વડે અજ્ઞાની મિથ્યાદષ્ટિ થાય છે. માટે શુદ્ધ આત્મભાવના વારંવાર કરવાથી એ પ્રકારના સંસ્કાર પડશે. ૮. એક તરફ સ્વભાવ છે-દ્રવ્ય સ્વભાવ છે. બીજી તરફ રાગ થાય એવા નિમિત્તો-પુદ્ગલ પદાર્થો છે. બંનેની વચ્ચે જ્યાં કાર્ય થાય છે એ પર્યાય સ્વભાવ છે. તેમાંથી જેની દૃષ્ટિ સ્વભાવ -દ્રવ્યસ્વભાવ તરફ વળી એ સ્વભાવ સન્મુખ થતાં આત્મામાં લીન થતાં, આત્માનો અનુભવ કરી તેના આનંદના સ્વાદ ચાખે છે. જેની દૃષ્ટિ પર તરફ છે-તે ત્યાં એકત્વ કરી રાગ-દ્વેષ કર્યા વગર રહેતો નથી એ અધર્મ છે. ૯. ‘રુચિ અનુયાયી વીર્ય’ એ સૂત્ર છે. જે તરફ રુચિ હોય-જેની જરૂરીઆત લાગે તે તરફ સહજ પુરુષાર્થ વળે છે. તો પ્રથમ રુચિનો પલટો થવો જોઈએ. રાગની રુચિ છૂટી આત્મસ્વભાવની રુચિ થતાં સમ્યજ્ઞાનસમ્યગ્દર્શન થાય છે. ૧૦. સમ્યગ્દર્શન થયા પછી જેટલા અંશે રાગ છે-તે ક્રમે ક્રમે કરીને ઉદય પ્રસંગોએ આત્મામાં સ્થિરતા કરતાં-લીનતા કરતાં રાગ તૂટવા માંડે છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ અને છેવટે સંપૂર્ણ રાગનો નાશ કરીને વીતરાગ ભાવ (કેવળજ્ઞાન) પ્રાપ્ત થાય છે. આ જ વિધિ અને આ જ એનો ક્રમ છે. ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી ધગશથી અને ધીરજથી ધખાવવી એ ધર્મના ધારક ધર્મી ધન્ય છે. સહજ મોક્ષમાર્ગ: ૧. પાંચ બોલે પુરો પ્રભુ! (૧) પરમ પરિણામિક ભાવ છું. (૨) કારણ પરમાત્મા (૩) કારણ જીવ છું , (૪) શુદ્ધોપયોગ (૫) નિર્વિકલ્પોહ (હું જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા સર્વથા સર્વથી ભિન્ન છું.) ૨. પ્રભુ તને કેટલી વાર કહેવું કે તું પ્રભુ છો! ૩. સાચું જ્ઞાન અંતરથી સમાધાન કરે છે અને અજ્ઞાન ભાવ પરમાં ઠીક અઠીકની કલ્પના કરે છે. ૪. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થયું તે જ સહજ સ્વરૂપે સ્થિત છું. ૫. સંગના યોગે આ જીવ સહજ સ્થિતિ ભૂલ્યો છે. ૬. સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ જ્ઞાન પ્રગટે છે. ૭. જ્ઞાનીની પરિણતિ સહજ હોય છે. પ્રસંગે પ્રસંગે ભેદજ્ઞાનને યાદ કરીને તેમને ગોખવું પડતું નથી. તેમને તો એવું સહજ પરિણમન હોય છે. ૮. સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે તેને શ્રી જિને તીવ્ર જ્ઞાન દશા કહી છે. ૯. ધ્યાનદશા પર લક્ષ આપો છો તે કરતાં આત્મ સ્વરૂપ ઉપર લક્ષ દે તો ઉપશમ ભાવ સહજ થશે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ ૧૦. સર્વ જિન આગમમાં કહેલા વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે, તે થવાને અર્થે જ સર્વ વચનો કહ્યા છે. વસ્તુ વિજ્ઞાન સારઃ ૧. વસ્તુનો સ્વભાવ ધર્મ છે. ૨. જૈન દર્શન વસ્તુના સ્વભાવનું યથાર્થ પ્રતિપાદન કરે છે. ૩. વસ્તુસ્થિતિ એવી છે કે જરાય પણ વિપસની વિદ્યમાનતામાં સમ્યકત્વની પ્રાપ્તિ નિતાંત અસંભવ છે. ૪. વિપર્યાસને બે વિભાગમાં સમાહિત કરી શકાય છે. (૧) સમજણ સંબંધીત (૨) અનુભવ સંબંધીત. ૫. પોતાની સર્વ શક્તિ બધા જ પ્રકારના વિપર્યાસોને ટાળવામાં લગાવવી શ્રેયકર છે. ૬. સૌથી પહેલાં આત્માનો નિર્ણય કરીને અનુભવ કરવાનું કહ્યું છે. ૭. “હું જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું.” એવો નિર્ણય શ્રુતજ્ઞાનના અવલંબનથી કરવાનો છે. ૮. પછી મતિ-શ્રુતજ્ઞાનને તે જ્ઞાન સ્વભાવ તરફ વાળવાનો પ્રયત્ન કરવો, નિર્વિકલ્પ થવાનો પુરુષાર્થ કરવો. આ જ પ્રથમનો એટલે સમ્યકત્વનો માર્ગ છે. . ૯. આમાં તો વારંવાર જ્ઞાનમાં એકાગ્રતાનો અભ્યાસ જ કરવાનો છે. બહારમાં કાંઈ કરવાનું ન આવ્યું, પણ જ્ઞાનમાં જ સમજણ અને એકાગ્રતાનો પ્રયાસ કરવાનું આવ્યું. ૧૦. જ્ઞાનમાં અભ્યાસ કરતાં કરતાં જ્યાં એકાગ્ર થયો ત્યાં જ તે વખતે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનરૂપે આ આત્મા પ્રગટ થાય છે. આત્મા તરફ લક્ષ અને શ્રદ્ધા કર્યા વગર સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન થાય ક્યાંથી ? ૧૧. બહારના લક્ષે જે વેદના થાય તે બધું દુ:ખરૂપ છે, અંદરમાં શાંત રસની જ મૂર્તિ આત્મા છે, તેના લક્ષે જે વેદના થાય તે જ સુખ છે. એક અખંડ પ્રતિભાસમય આત્માનો અનુભવ થાય તે જ સમ્યગ્દર્શન છે. ૧૨. આ આત્મ કલ્યાણનો નાનામાં નાનો બધાથી થઈ શકે તેવો ઉપાય છે. બીજ બધા ઉથ છોડીને આ જ કરવાનું છે. વાસ્તવિક તત્વની શ્રદ્ધા Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧ નૃવસ્થા રે ૧૯૨ વગર અંદરમાં વેદનની રમઝટ નહિ જામે. પ્રથમ અંદરથી સનો હકા આવ્યા વગર સત્ સ્વરૂપનું જ્ઞાન થાય નહિ અને સત્ સ્વરૂપના જ્ઞાન વગર ભવબંધનની બેડી તૂટે નહિ, મોક્ષ પ્રાપ્ત થાય નહિ. આ પ્રમાણે આત્મ સ્વરૂપની સમજણ એ જ સમ્યગ્દર્શન છે અને એ સમ્યગ્દર્શન છે સર્વ ધર્મનું મૂળ છે. એ જ આત્માનો ધર્મ છે. આ માટે નીચેના વિષયોનું વીતરાગ વિજ્ઞાન વીતરાગી પ્રભુએ જે પ્રમાણે બતાવ્યું છે એ સમજી, શ્રદ્ધાન કરવા જેવું છે. ૧. વિશ્વ વ્યવસ્થા ૨. વસ્તુ વ્યવસ્થા ૩. સર્વજ્ઞતા અને સર્વજ્ઞ સ્વભાવ ૪. દ્રવ્યની સ્વતંત્રતા ક્રમબદ્ધ પર્યાય ૬. ઉપાદાન નિમિત્તની સ્વતંત્રતા ૭. નિશ્ચય અને વ્યવહાર ૮. કર્મનો સિદ્ધાંત ૯. નિશ્ચય મોક્ષમાર્ગ ૧૦. પાંચ સમવાય ધર્મ એ પરિભાષા નથી, પ્રયોગ છે. તેથી આત્માર્થીએ ધર્મ જીવનમાં ઉતારવો જોઈએ. સંપૂર્ણ જીવન ધર્મમય બનવું જોઈએ. આરાધનાનો ક્રમ આ પ્રમાણે પ્રયોગમાં મૂકી શકાય. ૧. વર્તમાન પરિણમનમાં ભૂલભૂલ ટાળવાનો ઉપાય-દુખનું નિવારણ ૨. પાત્રતા ૩. સાધનામાં પ્રત્યક્ષ સત્પષના યોગનું મહત્ત્વ ૪. સત્સંગ અને સ્વાધ્યાય ૫. તત્ત્વોનો અભ્યાસ ૬. સ્વરૂપનો યથાર્થ નિર્ણય Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ ૭. ભેદજ્ઞાન ૮. મુક્તિનો નિઃસંદેહ પ્રતિધ્વનિ ૯. એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોકતૃત્વ અને શેયત્વ એ પાંચ બુદ્ધિઓ એ જ મિથ્યાત્વ છે અને તેમનું નિવારણ. ૧૦. સ્વાનુભૂતિ - આત્માનુભૂતિ - સુખાનુભૂતિ ઉપસંહાર શુદ્ધાત્મા સ્વરૂપનું વેદન કહો, જ્ઞાન કહો, શ્રદ્ધા કહો, ચારિત્ર કહો, અનુભવ કહો કે સાક્ષાત્કાર કહો - જે કહો તે એક આત્મા જ છે. વધારે શું કહેવું? જે કાંઈ છે તે આ એક આત્મા જ છે. તેનો પ્રમોદ, પરિચય, પ્રીતિ, પ્રવૃત્તિ અને --પ્રાપ્તિ એ જ ધ્યેય છે. બધા જ ભવ્ય જીવો આ સત્ સ્વરૂપ સમજી પોતાની પર્યાયમાં સમ્યગ્દર્શન પ્રગટ કરી આ મનુષ્યભવને સફળ બનાવે એ જ ભાવના! સંદેશઃ અમારે સદાય અને સર્વને એક જ સંદેશ છે કે અનુકૂળ-પ્રતિકૂળ સમસ્ત જગત ઉપરથી દષ્ટિ ખસેડીને એક માત્ર જ્ઞાયક સ્વભાવી નિજ આત્મા પર દષ્ટિ લઈ જાવ, તેનો જ અનુભવ કરી, તેમાં જ જામી જાઓ, તેમાં જ લીન થાઓ-એ જ એક માત્ર સુખ-શાંતિ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. આ દુનિયા તો એમ જ ચાલ્યા કરવાની-કોઈવાર કાંઈ-કોઈવાર બીજું. એના તરફ જોતાં રહેશો તો અમુલ્ય મનુષ્ય ભવ એમ જ ચાલ્યો જશે અને પછી પત્તોય નહિ લાગે કે ચોર્યાસી લાખ યોનિઓમાં ક્યાં ગયો? સારું-ખરાબ વાતાવરણ તે ક્ષણિક વસ્તુ છે. સમય જતાં બધું સ્વયં ઠીક થઈ જાય છે. એની અધિક ચિંતા કરવાની આવશ્યકતા નથી. બધાએ પોતાના સ્વાધ્યાય, અધ્યયન, મનન, ચિંતન શાંતિથી કરતાં રહેવું જોઈએ. અમારી તો એ જ ભાવના છે કે બધા જ જીવ ભગવાન મહાવીર અને કુંદકુંદ આદિ આચાર્યોએ બતાવેલા સન્માર્ગ પર ચાલે અને પોતાની અનંત નિધિને પ્રાપ્ત કરીને અનંત સુખી થાય! Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ હું જ પરમાત્મા છું' એમ નક્કી કર, ‘હું જ પરમાત્મા છું' એવો નિર્ણય કર, હું જ પરમાત્મા છું' એવો અનુભવ કર. વીતરાગ સર્વશદેવ ત્રિલોકનાથ પરમાત્મા સો ઈન્દ્રોની ઉપસ્થિતિમાં સમવસરણમાં લાખો-કરોડો દેવોની હાજરીમાં એમ ફરમાવતા હતા કે ‘હું જ પરમાત્મા છું' એમ નક્કી કર. “ભગવાન! ‘તમે પરમાત્મા છો એટલું તો અમને નકકી કરવા દો?” એ નક્કી ક્યારે થશે? કે જ્યારે હું જ પરમાત્મા છું એવો અનુભવ થશે, ત્યારે “અમે પરમાત્મા છીએ” એવો વ્યવહાર નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહાર નક્કી થશે નહિ. ભગવાન આત્મા આત્મા.....આત્મા.....આત્મા.....ભગવાન આત્મા સદાય અતિ નિર્મળ છે, પરથી અત્યંત ભિન્ન પરમ પાવન છે. આ ત્રિકાળી ધ્રુવતત્ત્વ આનંદનો કંદ અને જ્ઞાનનો ઘનપિંડ છે. રંગ, રાગ અને ભેદથી પણ ભિન્ન અતીન્દ્રિય પરમ પદાર્થ નિજાત્મા જ એકમાત્ર આશ્રય કરવા યોગ્ય છે. તેનો જ આશ્રય કરો, તેમાં જ જામી જાવ, તેમાં જ લીન થાવ.” આ જ વીતરાગ પ્રભુનો સંદેશ છે! Page #228 -------------------------------------------------------------------------- _