________________
૧૫૮ જ્ઞાન બંધનું કારણ નથી. જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હતો ત્યાં સુધી તે અજ્ઞાન કહેવાતું હતું અને મિથ્યાત્વ ગયા પછી અજ્ઞાન નથી, જ્ઞાન જ છે. તેમાં જે કાંઈ ચારિત્રમોહ સંબંધી વિકાર છે તેનો સ્વામી જ્ઞાની નથી તેથી જ્ઞાનીને બંધ નથી. હવે પૂછે છે કે કઈ વિધીથી (રીતથી) આ આત્મા આસવોથી નિવર્તે છે? ગાથા ૭૩: છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાન-દર્શન પૂર્ણ છું;
એમાં રહી સ્થિત, લીન એમાં, શીઘ આ સૌ ક્ષય કરું. ગાથાર્થ જ્ઞાની વિચારે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, મમતારહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ છું, તે સ્વભાવમાં રહેતો, તેમાં (તે ચૈતન્ય અનુભવમાં) લીન થતો હું આ ક્રોધાદિક સર્વ આસવોને ક્ષય પમાડું છું. ભાવાર્થ શુદ્ધ નયથી જ્ઞાનીએ આત્માનો એવો નિશ્ચય કર્યો કે :(૧) હું એક છું - હું અખંડ જ્ઞાનજ્યોતિ સ્વરૂપ વિજ્ઞાનધન સ્વભાવપણાને
લીધે એક છું. (૨) શુદ્ધ છું - ષકારકના પરિણમનથી રહિત શુદ્ધ છું. (૩) પર દ્રવ્ય પ્રત્યે મમતારહિત છું - રાગપણે સદાય નહિ પરિણમનારો
નિર્મમ . (૪) જ્ઞાન-દર્શનથી પૂર્ણ વસ્તુ છું - જ્ઞાન-દર્શનથી પરિપૂર્ણ વસ્તુ વિશેષ છું -
વર્તમાન દશા અલ્પજ્ઞ હોવા છતાં સ્વભાવથી હું પરિપૂર્ણ છું. સર્વથી ભિન્ન વસ્તુ છું. જ્યારે જ્ઞાની આત્મા આવા પોતાના સ્વરૂપમાં રહેતો થકો તેના જ અનુભવરૂપ થાય ત્યારે ક્રોધાદિક આસ્રવો ક્ષય પામે છે.
જેમ સમુદ્રના વમળે ઘણા કાળથી વહાણને પકડી રાખ્યું હોય પણ પછી જ્યારે વમળ શમે ત્યારે તે વહાણને છોડી દે છે, તેમ આત્મા
વિકલ્પોના વમળને શમાવતો થકો આસવોને છોડી દે છે. જ્ઞાન થવાનો અને આસવોની નિવૃત્તિનો સમકાળ કઈ રીતે છે? ગાથા ૭૪: આ સર્વ જીવ નિબદ્ધ, અધુવ, શરણહીન, અનિત્ય છે;
એ દુ:ખ, દુઃખફળ જાણીને એનાથી જીવ પાછો વળે. ગાથાર્થઃ આ આસવો જીવની સાથે નિબદ્ધ છે, અધૃવ છે, અનિત્ય છે તેમ જ અશરણ છે, વળી તેઓ દુ:ખરૂપ છે, દુખ જ જેમનું ફળ છે એવા છે, એવું જાણીને જ્ઞાની તેમનાથી નિવૃત્તિ કરે છે.