________________
૧૫૯
ભાવાર્થ: આસવોનો અને આત્માનો (જીવનું) ભેદજ્ઞાન થતા - ભેદ જાણતાં જ, જે જે પ્રકારે જેટલા જેટલા અંશે આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થાય છે તે તે પ્રકારે તેટલા તેટલા અંશે તે આસવોથી નિવર્તે છે.
જ્યારે સંપૂર્ણ વિજ્ઞાનઘન સ્વભાવ થાય છે ત્યારે સમસ્ત આસવોથી નિવર્તે છે. આમ જ્ઞાનનો અને આસવ નિવૃત્તિનો એક કાળ છે.
આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાનને ભલે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય તો પણ-અજ્ઞાન કહેવામાં આવે છે અને મિથ્યાત્વગયા પછી તેનેભલે જ્ઞાનનો ઉઘાડ થોડો હોય તો પણ-વિજ્ઞાન કહેવામાં આવે છે. - જેમ જેમ તે જ્ઞાન અર્થાત્ વિજ્ઞાન જામતું-ઘટ થતું-સ્થિર થતું જાય છે તેમ તેમ આસવોની નિવૃત્તિ થતી જાય છે. અને જેમ જેમ આસવોની નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ જ્ઞાન (વિજ્ઞાન) જામતું-ઘટ થતું-સ્થિર થતું જાય છે, અર્થાત્ આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે. આત્મા જ્ઞાન સ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય છે? ગાથા ૭૫ઃ “પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે
- તે નવ કરે છે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે.” ગાથાર્થ : જે આત્મા આ કર્મના પરિણામને તેમ જ નોકર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. ભાવાર્થ : જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે અને કોઈ એક અવસ્થાવિશેષ તે (તે વ્યાપકનું) વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે. દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે. જે દ્રવ્યનો આત્મા, સ્વરૂપ અથવા સત્વ તે જ પર્યાયનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડેવ્યપાઈ જાય છે. આવું વ્યાપ્ય-વ્યાપકપણું તસ્વરૂપમાં જ (અર્થાત્ અભિન્નસત્તાવાળા પદાર્થમાં જ) હોય; અતસ્વરૂપમાં (અર્થાત્ જેમની સત્તા-સત્વ ભિન્ન ભિન્ન છે એવા પદાર્થોમાં) ન જ હોય.
જ્યાં વ્યાપ્ય-વ્યાપક ભાવ હોય ત્યાં જે કર્તા-કર્મ ભાવ હોય; વ્યાપ્યવ્યાપક ભાવ વિના કર્તા-કર્મ ભાવ ન હોય. આવું જે જાણે તે પુદ્ગલને અને આત્માને કર્તા-કર્મ ભાવ નથી એમ જાણે છે. આમ જાણતાં તે જ્ઞાની થાય છે, કર્તા-કર્મ ભાવથી રહિત થાય છે અને જ્ઞાતાદષ્ટા-જગતનો સાક્ષીભૂત-થાય છે.