________________
૧૬૦
નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ
“વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નય ભૂતાર્થ છે;
ભૂતાર્થને આશ્રિત જીવ સૃષ્ટિ નિશ્ચય હોય છે.” - સમયસાર ગાથા ૧૧. ‘વ્યવહારનય અભૂતાર્થ છે, અને શુદ્ધનય ભૂતાર્થ છે એમ વીશ્વરોએ દર્શાવ્યું છે; જે જીવ ભૂતાઈનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે.’ દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નય જ્ઞાતવ્ય છે;
અપરમ ભાવે સ્થિતિને વ્યવહારનો ઉપદેશ છે.“ - સમયસાર ગાથા ૧૨. હવે “એ વ્યવહાર નય પણ કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે, સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી, તેથી તેનો ઉપદેશ છે.” ગાથાર્થ જે શુદ્ધ નય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણ જ્ઞાન-ચારિત્રવાન થઈ ગયા તેમને તો શુદ્ધનો ઉપદેશ કરનાર શુદ્ધ નય જાણવા યોગ્ય છે; વળી જે જીવો અપરમ ભાવે અર્થાત્ શ્રદ્ધા તથા જ્ઞાન-ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, સાધક અવસ્થામાં સ્થિત છે તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. ભાવાર્થ: લોકમાં સોનાના સોળ વાલ પ્રસિદ્ધ છે. પંદર વલા સુધી તેમાં ચૂરી આદિ પર સંયોગોની કાલિમા રહે છે તેથી અશુદ્ધ કહેવાય છે; અને તાપ દેતાં દેતાં છેલ્લા તાપથી ઉતરે ત્યારે સોળવલું શુદ્ધ સુવર્ણ કહેવાય છે.
જે જીવોને સોળ-વલા સોનાનું જ્ઞાન, શ્રદ્ધાન તથા પ્રાપ્તિ થઈ તેમને પંદર-વલા સુધીનું કાંઈ પ્રયોજન નથી અને જેમને સોળ-વલા શુદ્ધ સોનાની પ્રાપ્તિ નથી થઈ તેમને ત્યાં સુધી પંદર-વલા સુધીનું પણ પ્રયોજવાન છે. - એવી રીતે આ જીવ નામનો પદાર્થ છે તે પુદ્ગલના સંયોગથી અશુદ્ધ અનેકરૂપ થઈ રહ્યો છે. તેના સર્વ પર દ્રવ્યોથી ભિન્ન, એક જ્ઞાયકપણામાત્રનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણરૂપ પ્રાપ્તિ-એ ત્રણે જેમને થઈ ગયા તેમને તો પુદ્ગલ સંયોગજનિત અનેકરૂપપણાને કહેનારો અશુદ્ધ નય કાંઈ પ્રયોજનવાન (કોઈ મતલબનો) નથી; પણ જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જેટલું અશુદ્ધ નયનું કથન છે તેટલું યથાપદવી પ્રયોજનવાળું છે.