________________
૧૬૧
(૧) જ્યાં સુધી યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાનની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ
હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવા જિનવચનોનું સાંભળવું, ધારણ કરવું તથા જિનવચનોને કહેનારા શ્રી જિન-ગુરુની ભકિત, જિનબિંબના દર્શન ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પ્રવૃત્ત થવું
પ્રયોજનવાન છે. (૨) અને જેમને શ્રદ્ધાન-જ્ઞાનતો થયા છે પણ સાક્ષાત પ્રાપ્તિનથી થઈ તેમને
પૂર્વ કથિત કાર્ય, પર દ્રવ્યનું આલંબન છોડવારૂપ અણુવ્રત, મહાવ્રતનું ગ્રહણ, સમિતિ, ગુમિ, પંચ પરમેષ્ઠિના ધ્યાનરૂપ પ્રવર્તન, એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવો ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવવું- એવો વ્યવહારનયનો ઉપદેશ અંગીકાર કરવા પ્રયોજવાન છે.
વ્યવહાર નયને કથંચિત અસત્યાર્થ કહેવામાં આવ્યો છે, પણ જો કોઈ તેને અસત્યાર્થ જાણીને છોડી દે તો શુભોપયોગરૂપ વ્યવહાર છોડે અને શુદ્ધોપયોગની સાક્ષાત પ્રાપ્તિતો થઈનથી, તેથી ઉલટો અશુભોપયોગમાં જ આવી, ભ્રષ્ટ થઈ, ગમે તે સ્વેચ્છારૂપ પ્રવર્તે તો નરકાદિ ગતિ તથા પરંપરા નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે. માટે શુદ્ધ નયનો વિષય જે સાક્ષાત શુદ્ધ આત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજવાન છે-એવો સ્યાદ્વાદમતમાં શ્રી ગુરુઓનો ઉપદેશ
છે.
વ્યવહાર નયના ઉપદેશથી એમ ન સમજવું કે આત્મા પર દ્રવ્યની ક્રિયા કરી શકે છે, પણ એમ સમજવું કે વ્યવહારોપદષ્ટિ શુભ ભાવોને આત્મા વ્યવહાર કરી શકે છે. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું કે આત્મા શુભ ભાવો કરવાથી શુદ્ધતાને પામે છે, પરંતુ એમ સમજવું કે સાધક દશામાં ભૂમિકા અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતા નથી
પોતપોતાના સમયમાં બંને નયો કાર્યકારી છે; કારણ કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. જેનાથી તરાય તે તીર્થ છે, એવો વ્યવહારધર્મ છે. પાર થવું તે વ્યવહારધર્મનું ફળ છે. અથવા પોતાના સ્વરૂપને પામવું તે તીર્થફળ છે. હે ભવ્ય જીવો! જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર