________________
૧૫૭
અજ્ઞાન માટે અને અજ્ઞાન મટવાથી કર્મનો બંધ પણ ન થાય. આ રીતે જ્ઞાનથી જ બંધનો નિરોધ થાય છે. વિશેષાર્થ કર્તા-કર્મની પ્રવૃત્તિ જીવને અનાદિથી છે; છતાં તે પ્રવાહપણેસંતાનપણે અનાદિથી છે, માટે ટળી શકે છે. વળી તે અજ્ઞાન વડે ઉત્પન્ન થયેલી છે, સ્વભાવથી નહિ. માટે તે ચૈતન્ય સ્વભાવના જ્ઞાન વડે ટળી શકે છે. હું રાગનો કર્તા અને રાગ મારું કર્મ-એવી અનાદિની અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા-કર્મની પ્રવૃત્તિ છે. તે ભેદજ્ઞાન થતાં જીવ એનાથી નિવૃત્ત થાય છે. જ્ઞાનમાં ક્રોધાદિનથી અને ક્રોધાદિમાં જ્ઞાન નથી, એવો બંનેનો સ્વભાવભેદ અને વસ્તુ ભેદ જાણીને જ્યાં અંતર્દષ્ટિ સહિત ભેદજ્ઞાન થયું ત્યાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા-કર્મની પ્રવૃત્તિથી જીવ નિવૃત્ત થાય છે.
તેની નિવૃત્તિ થતાં અજ્ઞાનના નિમિત્તે થતો પૌદ્ગલિક દ્રવ્યકર્મનો બંધ પણ નિવૃત્ત થાય છે. એમ થતાં જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. હવે પૂછે છે કે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે? ગાથા ૭૨ઃ અશુચિપણું, વિપરીતતા એ આસવોના જાણીને,
વળી જાણીને દુઃખકારણો, એથી જીવ નિવર્તન કરે. ગાથાર્થ આસવોનું અશુચિપણું અને વિપરીત પણું તથા તેઓ દુ:ખના કારણ છે એમ જાણીને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે. ભાવાર્થ: આસવો અશુચિ છે, જડ છે, દુ:ખના કારણ છે. અને આત્મા પવિત્ર છે, જ્ઞાતા છે, સુખરૂપ છે. એ રીતે લક્ષણભેદથી બંનેને ભિન્ન જાણીને આસવોથી આત્મા નિવૃત્ત થાય છે. અને તેને કર્મ બંધ થતો નથી.
આત્મા અને આસવોનો ભેદજાણ્યા છતાં જો આત્મા આસવોથી નિવૃત્ત ન થાય તો તે જ્ઞાન જ નથી, અજ્ઞાન જ છે..
સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાની જ છે કારણ કે તે અભિપ્રાયપૂર્વકના આસવોથી નિવર્યો છે. તેને પ્રકૃત્તિઓનો જે આસ્રવ તથા બંધ થાય છે તે અભિપ્રાયપૂર્વક નથી. સમ્યગ્દષ્ટિ થયા પછી પર દ્રવ્યના સ્વામીત્વનો અભાવ છે; માટે, જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તેના ઉદય અનુસાર જે આસવબંધ થાય છે તેનું સ્વામીપણું તેને નથી. અભિપ્રાયમાં તો તે આસવ-બંધથી સર્વથા નિવૃત્ત થવા ઈચ્છે છે. તેથી તે જ્ઞાની જ છે.