________________
૧૫૬
૧૬
કર્તા-કર્મ અધિકાર (સમયસાર)
ગાથા ૬૯:
આત્મા અને આસ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં;
ક્રોધાદિ સ્થિત ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ગાથા ૭૦ : જીવ વર્તતા કોધાદિમાં સંચય કરમનો થાય છે,
સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ગાથાર્થ જીવ જ્યાં સુધી આત્મા અને આસવ-એ બંનેના તફાવત અને ભેદને જાણતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિક આસવોમાં પ્રવર્તે છે; ક્રોધાદિકમાં વર્તતા તેને કર્મનો સંચય થાય છે. ખરેખર આ રીતે જીવને કર્મોનો બંધ સર્વજ્ઞ દેવોએ કહ્યો છે. ભાવાર્થ: આ આત્મા જેમ પોતાના જ્ઞાન સ્વભાવરૂપ પરિણમે છે તેમ ત્યાં સુધી ક્રોધાદિરૂપ પણ પરિણમે છે, જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી, ત્યાં સુધી તેને કર્તા-કર્મની પ્રવૃત્તિ છે; ક્રોધાદિરૂપ પરિણમતો તે પોતે કર્યા છે અને ક્રોધાદિ તેનું કર્મ છે. વળી અનાદિ અજ્ઞાનથી તો કર્તા-કર્મની પ્રવૃત્તિ છે; કર્તા-કર્મની પ્રવૃત્તિથી બંધ છે અને તે બંધના નિમિત્તથી અજ્ઞાન છે, એ પ્રમાણે અનાદિ સંતાન (પ્રવાહ) છે. માટે તેમાં ઈત્તરેતર-આશ્રય દોષ પણ આવતો નથી.
આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદિ કર્મનો કર્તા થઈ પરિણમે છે ત્યાં સુધી કર્તા-કર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે. પ્રઃ કર્તા-કર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય? ઉ.: “આ જીવ જ્યારે આસવોનું તેમ નિજ આત્મા તણું,
જાણે વિશેષાંતર, તદા બંધન નહીં તેને થતું.” - ૭૧. ગાથાર્થ : જ્યારે જીવ આત્માના અને આસવોના તફાવત અને ભેદને જાણે ત્યારે તેને બંધ થતો નથી. ભાવાર્થ ક્રોધાદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે; જ્ઞાનમાં ક્રોધાદિક નથી અને ક્રોધાદિકમાં જ્ઞાન નથી. આવું તેમનું ભેદજ્ઞાન થાય ત્યારે તેમના એકપણારૂપ