________________
૧૦૮
૫. પ્રથમ આ ત્રણે કિયાઓને એકબીજાથી ભિન્ન જાણવી. પછી માત્ર જાણન
ક્રિયામાં પોતાપણું-તાદાભ્ય સ્થાપવું. જ્ઞાન સામાન્યમાં પોતાનું સર્વસ્વ સ્થાપિત કરવાનું છે, જ્યાંથી તે જ્ઞાનવિશેષની લહેર ઊઠે છે. થોડોક સમય એકાંતમાં બેસી મનમાં ઊઠતા વિકલ્પોના કર્તા ન થતાં માત્ર જાણવાવાળો યા જ્ઞાતા બનવા મથવું. મનનો બધો બોજો હલકો
થઈ જવો જોઈએ. ૭. પોતાના ચૈતન્ય સ્વભાવને બધા પદાર્થોથી, સર્વ સંબંધોથી, શરીરથી,
મનથી, વિચાર વિકલ્પોથી, શુભાશુભ વિકારી ભાવોથી ભિન્ન-અલગ
જાણવો. ૮. જો ધ્યેયપૂર્વક પુરુષાર્થ કરીએ, જાણવાવાળા પર જોર દેતા જઈએ તો જે
જ્ઞાનની પર્યાય (લક્ષણ) તે તેના લક્ષ્ય (જ્ઞાયક)ને જ પ્રસિદ્ધ કરશે. બીજું
બધું શૂન્ય થઈ જવાથી જાણનારો જ જણાશે. ૯. જ્યારે જ્ઞાનના અખંડ પિંડે સન્મુખ થાય છે તેની સાથે અભેદ એકત્વ
સ્થાપે, પોતાની સત્તાનો માત્ર પોતાના અસ્તિત્વમાં જ અનુભવ કરે
ત્યારે પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. ૧૦. આ જ છે સ્વાનુભવ-આત્માનુભવ-સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન...! ૪. આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે પુરુષાર્થ કેવી રીતે કરવો?
પ્રથમ વિચારમાં નિરાવલંબીપણે ચાલવું જોઈએ. કોઈના આધાર વિના જ અદ્ધરથી જ ચાલે કે હું આવો છું...ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વરૂપ છું.....વગેરે. તે વિચારો ચાલતાં ચાલતાં એવો રસ આવે કે બહારમાં આવવું ગોઠે નહિ. હજુ છે તો વિકલ્પ, પણ એમ જ લાગે કે આ હું..આ હું...એમ ઘોલન ચાલતાં ચાલતાં લાગે. પછી એ વિકલ્પો પણ છુટી જાય, પછી તો સહજ થઈ જાય.
સ્વાધ્યાય વખતે પણ આનું જ આ જ લક્ષ ચાલ્યા કરતું હોય, આ દ્રવ્ય, આ ગુણ, આ પર્યાય..!
આ વિચારો ચાલતાં આખા જગતના બીજા વિકલ્પો છુટી ગયા હોય છે. શાસ્ત્રોના શબ્દો વિના હૈયા ઉકેલ થઈ જવો જોઈએ. ઉપાડમૂળમાંથી આવવો જોઈએ.
બીજું ઓછું સમજાતું હોય તેનું કાંઈ નહિ. અન્ય સર્વ વિકલ્પો છુટી જાય અને અદ્ધરથી આત્મા સંબંધી જ વિચારો ચાલ્યા કરે અને વળગ્યા જ રહે.