________________
૧૦૯
આખી સત્તાનું જ્ઞાનમાં ઘોલન ચાલે છે. પ્રયોગ તો એણે જ કરવો પડે છે, વિશ્વાસ આવવો જોઈએ. બીજી ચિંતાઓ હોય તો આ ક્યાંથી ચાલે?
આનો અભ્યાસ વારંવાર જોઈએ. ૫. તત્ત્વનો યથાર્થ નિર્ણયઃહું જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું'
આ નિર્ણય જ્ઞાન-શ્રદ્ધા અને આચરણની એકતાથી અનુભવાય એ જ અનુભૂતિ છે, એ જ સમ્યગ્દર્શન છે. તે કેવી રીતે? દેખવું : અવલોકન - પ્રતિભાસ - અનુભવ - દર્શન જાણવું : સ્વ સંવેદન - નિર્વિકલ્પ વેદન - અનુભવ - જ્ઞાન આચરણ લીનતા - ઝુકાવ - સ્થિરતા - અનુભવ - ચારિત્ર
આ રીતે દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે જ્યારે શ્રદ્ધાય છે તે જ અનુભવ છે. અનુભવ તે અનંત ગુણોની પર્યાય છે.
સર્વાશગુણાય સબકત્વ' બધા જ ગુણોની પરિણતિ અનુભવમાં હોય છે. આ એક સહજ પ્રક્રિયા છે. બધા જ ગુણો સહજ પરિણમે છે અને એક
એવી સ્થિતિનું નિર્માણ થાય છે જે અનુભવાય છે, જ્ઞાનના વેદનમાં આવે છે. ૬. સ્વાનભૂતિ ભાવ:
સ્વાનુભૂતિ કરનારો ભાવ, જેનો સ્વાનુભવ કરવાનો છે એના જેવો શુદ્ધ થાયએક જાતના થઈ બને તદ્રુપ થાય-તો જ સ્વાનુભૂતિ થઈ શકે. જેવો જ્ઞાયક છે એવો ભાવ પર્યાયમાં પ્રગટ થાય કાંઈ પણ ફેરફાર વગર- તો જ સ્વાનુભૂતિ થઈ શકે. શુદ્ધાત્માની વીતરાગી અનુભૂતિ રાગભાવ વડે થઈ શકે નહિ. શુદ્ધાત્માની અનુભૂતિ કરનારો ભાવ રાગરૂપ ન હોય. શુદ્ધાત્માની અનુભૂતિ કરનારો ભાવ શુદ્ધાત્માની જાતનો વીતરાગી જ હોય. રાગ ભાવમાં વીતરાગ ભાવની અનુભૂતિ ન હોય. આ એક સિદ્ધાંત છે કે સ્વભાવને સાધનારા પરિણામ સ્વભાવરૂપ જ હોય, વિભાવરૂપ ન હોય, વિરુદ્ધ જાતના ભાવોમાં સાધક-સાધ્યપણું હોય નહિ.