________________
૧૧૦
મોક્ષમાર્ગ આત્માના સ્વભાવને આશ્રિત છે, રાગને આશ્રિત નથી. આત્માનો સાધક આત્મરૂપ થઈને આત્માને સાધે છે, રાગરૂપ થઈને આત્મા નથી સધાતો.
શુદ્ધાત્માના આશ્રયરૂપ અધ્યાત્મ પદ્ધતિ વડે ધર્મી જીવમોક્ષમાર્ગને સાથે છે. અહા ! ધર્માત્માની આ અધ્યાત્મ કળા અલૌકિક છે. આવી આત્મકળા શીખવા જેવી છે અને તેનો પ્રચાર કરવા જેવો છે. ખરું સુખ આ અધ્યાત્મ કળાથી જ પ્રાપ્ત થાય છે.
“આ અનુભૂતિ તે જ હું છું - જ્ઞાનમાં જે અનુભૂતિ સ્વરૂપ ત્રિકાળી ભગવાન જણાયો તે જ હું છું એમ જ્ઞાન ક્રિયાની સાથે જ શ્રદ્ધાનો ઉદય થાય છે.
અજ્ઞાનીને સ્વ-પર દષ્ટિ નથી કેમ કે તે પર્યાયમાં જ ઊભો છે. એકલું જ્ઞાનનું દળ એવો આત્મા જ સૌને સદા કાળ જણાય છે. છતાં રાગને વશ થયેલો અજ્ઞાની, “આ અનુભૂતિ છે તે હું જ છું” એમ જ્ઞાયક પ્રતિ નજર કરતો નથી. તેથી તેને આત્મા તિરોભૂત થાય છે. અને પોતાને પર અને રાગ જણાય છે એમ તે માને છે.
નિશ્ચયના બે ભેદ છે. એકસવિકલ્પ - બીજો નિર્વિકલ્પ. પોતાના આશ્રયે જે વિકલ્પ ઉઠે છે કે, “હું શુદ્ધ છું, બુદ્ધ છું, વિજ્ઞાનઘન છું, સુખધામ છું,' તે સવિકલ્પ નિશ્ચય છે. અને તે આસ્રવ છે, બંધનું કારણ છે.
પોતે જે વિકલ્પ રહિત નિર્વિકલ્પ ચીજ છે એનું નિર્વિકલ્પ તદ્રુપ અંતરમગ્ન પરિણમન થાય તે નિર્વિકલ્પ નિશ્ચય છે અને તે જ મોક્ષનું કારણ છે.
પૂર્ણતાને લક્ષે શરૂઆત તે વાસ્તવિક શરૂઆત છે. પ્રથમ પૂર્ણ જ્ઞાનાનંદ સ્વભાવ-શાયકની સ્થાપના કર. અને તેની દષ્ટિ કરતાં કમસર પર્યાયમાંથી પર્યાયગત દોષ નિવર્તે છે અને પર્યાયમાં પૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય છે. આ જ
પૂર્ણતા પામવાની વિધિ છે. ૭. સ્વભાવની દષ્ટિઃ ૧. આત્મા પર દ્રવ્યને કરી કે ભોગવી શકતો નથી એમ જાણીને પર દ્રવ્યનું
કર્તા-ભોક્તાપણું છોડીને સ્વ સન્મુખ થવાનું છે. ૨. વિકારનો કર્તા કર્મ નથી-તેમ કહીને કર્મ તરફની પરાધીન દષ્ટિ છોડાવવી