________________
૪૮
પર્યાય સ્વ દ્રવ્ય તરફ ઢળતાં જે જ્ઞાનની ક્રિયા તે ધર્મ ક્રિયા છે. તેમાં માત્ર જ્ઞાયક-જાણનારો જણાય છે. જાણવું....જાણવું...જાણવું એવો જે જ્ઞાન સ્વભાવ અને આત્મા બંને એક અભેદ છે. જ્ઞાનમાં વર્તે છે, તે આત્મામાં વર્તે છે, પોતામાં વર્તે છે. નજરના પુરુષાર્થમાં આખો ભગવાન દેખાય છે.
સંસારીમાં અને સિદ્ધમાં ક્યા નયથી ભેદ પાડવા? શુદ્ધ નયને જ ગણવામાં ગણતરીમાં લેવામાં આવી છે. વ્યવહારનો તો ઉપહાસ કરવામાં આવ્યો છે. જ્યાં સંસારીમાં ને સિદ્ધમાં કાંઈ પણ ભેદ નથી તો કયા નયથી ભેદ જાણવાં?
જેમ (દીપક વડે) પ્રકાશવામાં આવતા ઘટાદિક (પદાર્થો) દીપકના પ્રકાશપણાને જ જાહેર કરે છે - ઘટાદિપણાને નહિ. તેમ (આત્મા વડે) ચેતવામાં આવતા રાગાદિક (અર્થાત્ જ્ઞાનમાં શેયરૂપે જણાતાં રાગાદિક
ભાવો) આત્માના ચેતકપણાને જ જાહેર કરે છે-રાગાદિકપણાને નહિ. ૪. નવ તત્ત્વ:
જીવાદિ નવ તત્ત્વ ભૂતાર્થ નયથી જાણે તે સમ્યગ્દર્શન જ છે. વસ્તુસ્થિતિનો આ નિયમ છે. હવે તેનું કારણ સમજાવતા કહે છે-તીર્થની-વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થનયથી જીવ-અજીવ આદિ નવ તત્ત્વો કહેવામાં આવે છે. તે આ પ્રમાણે છે: (૧) જીવ : એક સમયની જીવની પર્યાય તે અહીં જીવ કહે છે. (૨) અજીવઃ અજીવનું જે જ્ઞાન થાય છે તેને અહીં અજીવ કહે છે. (૩) પુણ્ય : દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ આદિનો ભાવ તે પુણ્ય ભાવ
(૪) પાપ : હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ભોગ આદિ ભાવ, આ રળવા
કમાવાનો ભાવ, દુકાન ચલાવવાનો, તે પાપ ભાવ છે. (૫) આસ્રવ: આ એટલે મર્યાદાથી-સ્ત્રવવું એટલે આવવું. મર્યાદાથી કર્મનું
આવવું તે આસ્રવ છે. જેમ વહાણમાં છીદ્ર હોય એને લઈને પાણી અંદર આવે તેમ આત્મામાં પુણ્ય-પાપના ભાવ થાય તો એના સંબંધમાં નવા (કર્મના) આવરણ આવે તે આસવ