________________
૪૭
એક અખંડ એકરૂપ જ્ઞાયક સ્વભાવનો સ્વીકાર આવતાં સંસાર અટકી જાય છે. ‘“હું શાયક છું’’ એટલું જ સંક્ષિપ્ત કરી નાંખો.
૫. કોઈ પરિણામને હું ફેરવી શકું નહિ, માત્ર જાણું એવો મારો સ્વભાવ છે; એમ જ્ઞાનસ્વભાવની પ્રતીતમાં સમ્યક્ત્વ-પરિણામનો ઉત્પાદ છે ને એમાં મિથ્યાત્વનો વ્યય છે જ, એટલે મિથ્યાત્વ ટાળું ને સમ્યક્ત્વ પ્રગટ કરું એ વાત નથી રહેતી.
૬. પ્ર.
જીવ રાગ-દ્વેષની પર્યાયને ન ફેરવી શકે, પણ શ્રદ્ધાની પર્યાયને ફેરવી શકે એમ ને ?
ઉ. : બધી પર્યાયને ફેરવી શકે; ન ફેરવી શકાય એમ નક્કી કરવા જાય ત્યાં દૃષ્ટિ સ્વભાવ ઉપર જાય ત્યાં પર્યાયની દિશા જ આખી ફરી જાય છે. જ્ઞાન સ્વભાવ છું એમ નિર્ણય કર્યો ત્યાં બધું જેમ છે તેમ છે, ફેરવવું ને ન ફેરવવું શું ?જેમ છે તેમ છે. નિયતનો નિશ્ચય કરવા જાય ત્યાં જ સ્વભાવનો પુરુષાર્થ સાથે જ છે, અને રાગ પણ મંદ પડી ગયો છે. જ્ઞાન સ્વભાવ છું એમ નક્કી થઈ ગયું પછી બધું જેમ છે તેમ છે. ગ્રહવા યોગ્ય બધું ગ્રહાઈ ગયું ને છોડવા યોગ્ય બધું છૂટી ગયું. જ્ઞાતાનો પુરુષાર્થ ચાલુ જ છે. રાગ ઘટતો જાય છે એટલે પૂર્ણ વીતરાગતા થઈ જશે.
જ
૭. ક્રમબદ્ધમાં પુરુષાર્થ ઊડી જાય એવો અજ્ઞાનીને ડર લાગે છે. પણ ખરેખર તો ક્રમબદ્ધ માને તેની દૃષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. એમાં જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધ માનતા ફેરફારની દૃષ્ટિ છૂટી જાય ને સામાન્ય દ્રવ્ય ઉપર દૃષ્ટિ જાય, એ જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધ નક્કી કરવા જાય ત્યાં હું પરનું કરી દઉં, વ્યવહારથી નિશ્ચય થાય એ બધું ઊડી જાય ને અંદર ઠરી જવાનો રસ્તો
થાય.
૮. અરે પ્રભુ ! તું પૂર્ણાનંદનો નાથ છો ને ! તારી સત્તા છે.........ને છે. ત્યાં નજર જતી નથી. તારી એક સત્તાના બે સત્ છે. એક ત્રિકાળી સત્ દ્રવ્ય સ્વભાવ અને બીજું વર્તમાન પર્યાય સ્વભાવ.
સ્વભાવ દૃષ્ટિથી પર્યાય સ્વભાવને જોઈએ તો જે દ્રવ્ય સામાન્યનુંશાયકનું-ભગવાનનું લક્ષ કરે છે તે સ્વાભાવિક પર્યાય સ્વભાવ અને બીજું જે પરનું લક્ષ કરે છે તે વિભાવ પર્યાય સ્વભાવ. જ્ઞાન તે હું એમ જે જ્ઞાનનું સ્વાભાવિક પરિણમન થયું તે જ્ઞાનની ક્રિયા સ્વભાવભૂત છે.