________________
૧૧૫
૧. જડની ક્રિયા આત્મા ત્રણ કાળમાં કરતો નથી, કરી શકતો નથી. ૨. અને જ્ઞાન તે આત્મા-એમ જ્ઞાનમાં પોતાપણે નિ:શંકપણે વર્તતો તે રાગની
કિયાને પણ કરતો નથી. ૩. જ્ઞાન તે આત્મા-એમ સ્વભાવ સન્મુખ થઈ સ્વાનુભવ કરતાં તે જ્ઞાનક્રિયા
કરે છે.
આ જાણવું, જાણવું, જાણવું એવો જેનો સ્વભાવ છે તે દ્રવ્ય આત્મા, જાણવું જે સ્વભાવ તે ગુણ. ગુણ અને ગુણી બે અભિન્ન છે-એમ જે સ્વલક્ષે પરિમણન થયું તે જ્ઞાનક્રિયા-પર્યાય. આ જ્ઞાનક્રિયા તે ધર્મ છે-મોક્ષમાર્ગ છે.
જ્ઞાન જ્ઞાનમાં-ત્રિકાળી આત્મામાં એકાગ્ર થયું તે જ્ઞાનની ક્રિયા છે. જ્ઞાનમાં પોતાપણે વર્તતો તે, જ્ઞાનકિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી માટે, જાણે છે-જાણવારૂપે પરિણમે છે. જ્ઞાન તે હું એમ જે જ્ઞાનનું પરિણમન થયું તે જ્ઞાનની ક્રિયા નિષેધવામાં આવી નથી. પર્યાય સ્વ દ્રવ્ય તરફ ઢળતાં જે જ્ઞાનની ક્રિયા થઈ તે ધર્મ ક્રિયા છે. જ્ઞાન તે આત્મા એમ સ્વ તરફ ઢળતાં જેસ્વાત્મ પ્રતીતિ થઈ તે શ્રદ્ધાન, સ્વાત્મ જ્ઞાન થયું તે જ્ઞાન અને સ્વાત્મ સ્થિરતા થઈ તે ચારિત્ર-આ એકરૂપ પરિણતિ તે મોક્ષમાર્ગ છે. “સમયસાર ટીકા શ્લોક ૪૭'': શ્લોકાર્ધ પર પરિણતિને છોડતું, ભેદના કથનોને તોડી પાડતું, આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન પ્રત્યક્ષ ઉદય પામ્યું છે. અહો ! આવા જ્ઞાનમાં (પર દ્રવ્યોનાં) કર્તા-કર્મની પ્રવૃત્તિનો અવકાશ કેમ હોઈ શકે? તથા પૌદ્ગલિક કર્મબંધ પણ કેમ હોઈ શકે ? ન જ હોઈ શકે.) ભાવાર્થ: કર્મબંધ તો અજ્ઞાનથી થયેલી કર્તા-કર્મની પ્રવૃત્તિથી હતો. હવે જ્યારે ભેદભાવને અને પર પરિણતિને દૂર કરી એકાકાર જ્ઞાન પ્રગટ થયું ત્યારે ભેદરૂપ કારકની પ્રવૃત્તિ મટી તો પછી હવે બંધ શા માટે હોય? અર્થાન હોય. - ૪૭. વિશેષાર્થ: ૧. પરના નિમિત્તે રાગાદિરૂપ પરિણમતું હતું તે પરિણતિને છોડતું ઉદય
પામ્યું છે તેથી પર પરિણતિને છોડતું એમ કહ્યું છે. ૨. મતિ જ્ઞાન આદિ જે અનેક ભેદો કહેવાતા હતા તેમને દૂર કરતું ઉદય પામ્યું
છે તેથી ‘ભેદના કથનોને તોડી પાડતું એમ કહ્યું છે.