________________
૧૧૪
એવી શ્રદ્ધા, એવી કર્તા-કર્મ-કરણ ઇત્યાદિ અનંત અપરિમિત શક્તિઓનો જે ભંડાર છે તે પરમાનંદનો નાથ પ્રભુ આત્મા છે. આવા આત્માને અંતર્મુખ થઈ અંદરથી પકડતાં-ગ્રહતાં જે જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ એમાં જ્ઞાનીએ જાણ્યું કે હું પરમ ઉદાત્ત છું, સ્વાધીન છું (પરની અપેક્ષા રહિત)
કોઈને આધીન નથી. ૨. વળી કેવી છે જ્ઞાનજ્યોતિ ? “અત્યંત ધીર છે.” અર્થાત્ કોઈ પ્રકારે આકુળતારૂપ નથી.
અજ્ઞાનીઓ પરના કાર્યો કરવામાં અને પરનું પરિણમન બદલવાના વિકલ્પોમાં ઘણી બધી આકુળતા કરે છે. પરંતુ ભાઈ! એક રજકણ પણ બદલવાનું તારું-આત્માનું સામર્થ્ય નથી. તારો તો “ સ્વભાવ છે. અને તેના આશ્રયે ઉત્પન્ન થયેલી જ્ઞાનજ્યોતિ ધીર છે. અનાકુળ સ્વરૂપ છે, અત્યંત આનંદરૂપ છે. ચૈતન્યમય જ્ઞાનજ્યોતિ સાથે અતીન્દ્રિય આનંદ પણ ભેગો જ છે. ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ આકુળતા નથી. પ્રત્યેક પરિણમનને જાણવાનો મારો સ્વભાવ છે, બદલવાનો નહિ એમ જ્ઞાનજ્યોતિ પ્રગટ થતાં ધમ જીવ જાણે છે. હું પરનું કાંઈ પરિણમન કરી શકું નહિ તથા પર મારું કાંઈ પરિણમન કરી શકે નહિ.” આવી જ્ઞાનજ્યોતિ પ્રગટ થતાં અજ્ઞાનભાવે જે કર્તા-કર્મની પ્રવૃત્તિ થતી હતી તે સહેજે દૂર
થઈ જાય છે અને નિરાકુળ આનંદ પ્રાપ્ત થાય છે. ૩. વળી તે જ્ઞાનજ્યોતિ પરની સહાય વિના જુદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાની
જેનો સ્વભાવ હોવાથી સમસ્ત લોકાલોકને સાક્ષાત કરે છે-પ્રત્યક્ષ જાણે છે. અપરિમિત સ્વભાવથી ભરેલી શુદ્ધ ચૈતન્ય પ્રકાશમય વસ્તુ જે આત્મા-એમાં ઢળતા જ્ઞાનમાં એવું સામર્થ્ય પ્રગટ થયું કે તે દ્રવ્યને-સ્વને જાણે અને લોકાલોકને પણ જાણે. જ્ઞાનની પર્યાયનો આવો સ્વ-પર પ્રકાશક સ્વભાવ પોતાથી છે. કર નહિ કોઈનું (પરિણમન) અને જાણે
સૌને-લોકાલોકને એવો જ્ઞાન સ્વભાવી આત્મા છે. ત્રણ પ્રકારની ક્રિયા : ૧. શરીર, મન, વાણી,ધનાદિ જે જડપદ્રવ્ય છે તેની કિયા તે જડની ક્રિયા. ૨. પર દ્રવ્યના લક્ષે ઉત્પન્ન રાગની ક્રિયા તે વિભાવરૂપ ક્રિયા. ૩. સ્વરૂપના લક્ષે ઉત્પન્ન જ્ઞાનની ક્રિયા તે સ્વભાવભૂત ક્રિયા.