________________
૧૧૩
લોભની વ્યાખ્યા આવા શુદ્ધ ચિદાનંદમય સ્વભાવને ભૂલીને પુણ્ય-પાપ આદિ પરપદાર્થોની અભિલાષા-વાંછા-ઇચ્છા કરવી તે અનંતાનુબંધી લોભ છે. અહીં કહે છે,
(૧) આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય ઇત્યાદિ પર પદાર્થોની અવસ્થા તે મારા કાર્ય નથી. (૨) મારી પર્યાયમાં જે પુણ્ય-પાપના શુભાશુભ ભાવો થાય છે તે પણ મારા કાર્યકર્તવ્ય નથી. (૩) એમ સર્વ પરભાવોથી ભિન્ન પડી જ્યાં નિર્દોષ, પવિત્ર ચૈતન્ય સ્વભાવમાં એકાગ્ર થયો ત્યાં કર્તા-કર્મની પ્રવૃત્તિને મટાડતી જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. સ્વભાવની દષ્ટિમાં સર્વ શુભાશુભ વિકલ્પોનું સ્વામીત્વ સહજ છૂટી જાય છે. આમ બધી તરફથી કર્તા-કર્મની પ્રવૃત્તિને મટાડતી
જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. હવે કહે છે કેવી છે તે જ્ઞાનજ્યોતિ? ૧. પરમ ઉદાત્ત છે, અર્થાત્ કોઈને આધીન નથી. સહજ જ્ઞાન અને આનંદની
લક્ષ્મીવાળો મારો અપરિમિત બેહદ જ્ઞાનાનંદસ્વભાવ છે તે પરમ ઉદાત્ત છે, સ્વાધીન છે. પરમ ઉદાત્ત જે આત્મા જ્ઞાનાનંદ સ્વભાવમય વસ્તુ તેનો લક્ષ કરીને, તેની સન્મુખ ઝુકીને વા તેમાં ઢળીને જે સ્વાધીન જ્ઞાન પરિણતિ પ્રગટ થઈ છે તે પરમ ઉદાત્ત છે, સ્વાધીન છે, પરાધીન નથી, પરની કે રાગની તેને અપેક્ષા નથી.
આ બધું કરવું, કરવું, કરવું એવો જે ભાવ છે તે રાગ છે અને રાગ મારો એ મિથ્યાદર્શન છે.
ત્રિકાળી જ્ઞાનાનંદરૂપ સ્વરૂપલક્ષ્મી તે આત્મસ્વભાવ છે અને તે પરમ ઉદાત્ત છે. આવા દ્રવ્ય સ્વભાવમાં અભેદ થઈ અર્થાત્ તેમાં ઢળીને એકાગ્ર થઈ જે નિર્મળ જ્ઞાન પરિણતિ પ્રગટ થઈ તે એમ જાણે છે કે હું પરમ ઉદાત્ત છું, પૂર્ણાનંદનો નાથ, પરમ ઉત્કૃષ્ટ પદાર્થ છું.
જ્ઞાનીને પોતાના વર્તમાન અલ્પજ્ઞદશામાં હું સર્વજ્ઞસ્વભાવી પરિપૂર્ણ આત્મદ્રવ્ય છું એમ જણાય છે અને એમ તે માને છે.
જેમાં બેહદ જ્ઞાનસ્વભાવ સર્વ પ્રદેશે ભર્યો પડ્યો છે, એવા આનંદ,