________________
૧૧૬
૩. શેયોના નિમિત્તથી તથા ક્ષયોપશમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ
આકારો પ્રતિભાસમાં આવતાં હતા તેમનાથી રહિત જ્ઞાનમાત્ર આકાર
હવે અનુભવમાં આવ્યો તેથી “અખંડ એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે. ૪. પરના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમતું નથી, બળવાન છે તેથી “અત્યંત
પ્રચંડ' કહ્યું છે. આમાં ત્રણ બોલથી ભેદજ્ઞાન સમજાવ્યું છે.
(૧) પુણ્ય-પાપના ભાવ અશુચિ છે. (૨) જડ છે. (૩) દુ:ખરૂપ છે. અને ભગવાન આત્મા ત્રિકાળી ધ્રુવ ભગવાન અતિ નિર્મળ, વિજ્ઞાનઘન સ્વરૂપ, આનંદરૂપ છે.
આમ બંનેની ભિન્નતા જાણીને જે પર્યાયબુદ્ધિ દૂર કરીને સ્વભાવ સન્મુખ થાય છે તેને ભેદજ્ઞાન પ્રગટ થાય છે. આવું ભેદજ્ઞાન જેને અંતરંગમાં પ્રગટ થયું છે તે આત્માને - ૧. પર પરિણતિને છોડતું૨. ભેદના કથનોને તોડી પાડતું૩. આ અખંડ અને ૪. અત્યંત પ્રચંડ જ્ઞાન પ્રત્યક્ષ ઉદય પામ્યું છે. ૧. પર પરિણતિએટલે વિકારનો-પુણ્ય-પાપનો ભાવ. પહેલા જે અનેક પ્રકારે પુણ્ય-પાપના ભાવમાં રોકાઈ રહેતો હતો તે હવે સ્વભાવનો આશ્રય કરતાં એ ભાવોને છોડતું અતિ પ્રચંડ જ્ઞાન ઉદય પામ્યું છે. હું અખંડ એક શાયક સ્વરૂપ છું'-એવી દષ્ટિ થતાં રાગ મારું કર્તવ્ય છે એ દષ્ટિ છૂટી ગઈ અને રાગથી ભિન્ન પડીને અતિ તીણ જ્ઞાન પ્રગટ થયું. અખંડ એકરૂપ ચિદાકાર ચૈતન્યમય આત્માની દષ્ટિ કરતાં રાગની રુચિ છૂટી ગઈ, એનો મહિમા છૂટી ગયો અને પ્રચંડ જ્ઞાન શક્તિની પ્રગટતા થઈ. આમ શકિત જે હતી તે પ્રગટ થઈ તે ધર્મ
છે. જે જ્ઞાન પરમાં અટકતું હતું તે સ્વભાવમાં સ્થિત થયું તે ધર્મ છે. ૨. આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન ભેદના કથનોને તોડી પાડતું
પ્રગટ થયું છે. અખંડ એકરૂપ જ્ઞાયક ઉપર દષ્ટિ જતાં ભેદવાદ ખંડ