________________
-
૧૧૭
ખંડ થઈ જાય છે. અને અખંડ જ્ઞાન પ્રગટ થાય છે. એકલું જ્ઞાન.... જ્ઞાન. જ્ઞાન..ચૈતન્ય સામાન્ય એક સદશ ધ્રુવ સ્વભાવ જેમાં પર્યાયનો અભાવ છે તે પ્રગટ થાય છે. મતિ-શ્રુત જ્ઞાન આદિજે ખંડ ખડરૂપ ભેદો હતાં તેમને દૂર કરતું-મટાડતું અખંડ જ્ઞાન ઉદય પામ્યું છે. અભેદની દષ્ટિમાં ભેદવાદ મટી જાય છે. ઓછા ઉઘાડને લઈને શેયના નિમિત્તથી જ્ઞાનમાં જે ખંડપડતા હતા, જે ખંડરૂપ જ્ઞાનાકારો પ્રતિભાસતા હતા તે હવે જ્ઞાયકમાં દષ્ટિ સ્થિર થતાં જ્ઞાન અખંડપણે પ્રત્યક્ષ ઉદય પામ્યું છે. અર્થાત્ એક જ્ઞાનમાત્ર વસ્તુ જ જ્ઞાનમાં જણાવા લાગી છે. જ્ઞાનના ભેદો નહિ.
‘હું અખંડ એક શાયકમૂર્તિ ભગવાન છું' એમ દષ્ટિ થતાં, વિકાર તો દૂર રહો, મતિ-શ્રુત અવસ્થાના જ્ઞાનના ભેદો પણ બહાર રહી જાય છે, એકલો અખંડ જ્ઞાયક ભગવાન જ જણાય છે.
ચૈતન્ય રસની કંદ પ્રભુ આત્મા જાજવલ્યમાન ચૈતન્ય સૂર્ય છે. એના પરદષ્ટિ કરતાં મતિ-મૃતાદિજ્ઞાનના ખંડરૂપ ભેદોને તોડી પાડતું અખંડ જ્ઞાન પ્રત્યક્ષ પ્રગટ થાય છે.
વસ્તુ અખંડ એકરૂપ ચૈતન્ય સ્વભાવમય છે. તેમાં કોઈ એવી શક્તિ નથી જે વિકાર કરે. આવા શક્તિમાન દ્રવ્ય પર દષ્ટિ પડતાં જ્ઞાનની વર્તમાન દશા જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવે પ્રગટ થઈ છે ! આવા - જ્ઞાનમાં કર્તા-કર્મની પ્રવૃત્તિનો અવકાશ કેમ હોઈ શકે ? અરેરે !
જીવો દુ:ખથી ભય પામી સુખ શોધે છે, પણ એનો ઉપાય તેઓ જાણતા નથી ! જેમ ફૂલની કળી શક્તિરૂપે છે તેમાંથી ફૂલ ખીલે છે તેમ ભગવાન આત્મા અનંતગુણ પાંખડીએ એક જ્ઞાયકભાવપણે અંદર બિરાજમાન છે, દષ્ટિ એનો સ્વીકાર કરીને જ્યાં અંતર્મગ્ન થાય છે ત્યાં પર્યાયમાં જ્ઞાયક ભાવ પ્રગટ થાય છે. આ જ ધર્મની રીત છે, ભાઈ !
જ્ઞાયક સ્વરૂપ ત્રિકાળીમાં સ્વ-પરને પ્રકાશે એવી ત્રિકાળ એની શક્તિ છે. ત્રિકાળીને જાણે એવી એમાં શક્તિ છે. ત્રિકાળી વસ્તુને જાણવાનો સ્વભાવ ત્રિકાળ શક્તિરૂપે છે.
સ્વભાવનો આશ્રય લઈને જે જ્ઞાન-શ્રદ્ધાન પ્રગટ થયું તેમાં