________________
-
૧૧૮
આખો આત્મા જણાયો, શ્રદ્ધામાં આવ્યો. તે જ્ઞાન, જે પર્યાયમાં રાગની અશુદ્ધતા છે, કે જે અશુદ્ધતાની પરિણતિ છે તેને વ્યવહારે જાણે, વ્યવહાર તે કાળે જાગલો પ્રયોજનવાન છે, પરંતુ જ્ઞાની રાગનો કર્તા અને રાગ એનું કાર્ય-એવો જ્ઞાનમાં અવકાશ કયાં છે? નથી જ).
જ્ઞાન સ્વભાવના પરિણમનમાં રાગનું કર્તાપણું અને રાગનું કર્મપણું એવો અવકાશ કેમ હોઈ શકે?
ભાઈ! વીતરાગનો માર્ગ આવો આકરો છે, સૂક્ષ્મ છે. રાગથી મરી જાય ત્યારે ધ્રુવ ચૈતન્ય બિંબ જણાય એવું છે. ત્રિકાળી ભૂતાર્થ-સત્યાર્થ દ્રવ્ય સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. એમાં ભેદ તૂટી જાય છે
એમ અહીં કહે છે. ' ૩. “યોના નિમિત્તથી તથા ક્ષયોપશમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ
આકારો પ્રતિભાસતા હતા તેમનાથી રહિત જ્ઞાનમાત્ર આકાર હવે અનુભવમાં આવ્યો તેથી “અખંડ એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે.”
જ્યાં જ્ઞાયકમાં અંતર્મગ્ન થયો ત્યાં જાણનાર... જાણનાર... જાણનાર... એવો અખંડ એક જ્ઞાયક ભાવ અનુભવમાં આવે છે અને તેથી જ્ઞાનનું “અખંડ' એવું વિશેષણ આપ્યું છે.
વસ્તુ અખંડ એકરૂપ અભેદ જ્ઞાયક છે. આવા અખંડ જ્ઞાયકનો જ્ઞાનમાં
સ્વીકાર થવો તે સમ્યગ્દર્શન-જ્ઞાન છે. એનું નામ ધર્મ છે. ૪. પરના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમતું નથી, બળવાન છે તેથી ‘અત્યંત પ્રચંડ' કહ્યું છે.
જ્ઞાન, રાગથી એકપણે થઈ પરિણમતું નથી પણ જે રાગ થાય તેને પોતાથી ભિન્ન જાણવાપણે પરિણમે છે. જે કાળે રાગ આવ્યો તેને તે કાળે જાણતું અને સ્વને પણ તે કાળે જાણતું જ્ઞાન પોતાના સ્વ-પર પ્રકાશક સામર્થ્ય વડે પ્રગટ થાય છે. વળી તે બળવાન છે. એટલે જ્ઞાનની જ્યાં ઉગ્રતા થઈ ત્યાં રાગ-દ્વેષ ભસ્મ થઈ જાય છે. જ્ઞાનની ઉગ્રતા કર્મના આકરા વિપાકના રસને પણ ભસ્મ કરી દે છે તેથી તેને “અત્યંત પ્રચંડ' કહ્યું છે.
આવો ભગવાનનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ! શુભ રાગના સ્થળ વિકલ્પથી પકડાય એવું વસ્તુત્વ નથી. દ્રવ્યનું-આત્માનું સ્વરૂપ તો સૂક્ષ્મ નિર્વિકલ્પ જ છે અને નિર્વિકલ્પ દષ્ટિથી જ પકડાય એમ છે.