________________
૧૨૫
આ રીતે ધર્મની અનુભૂતિમાં ઉપયોગ અને રાગની ભિન્નતા છે. રાગથી ભિન્ન ઉપયોગ સ્વરૂપ આત્મા જ અનુભૂતિમાં પ્રકાશે છે. “મારો સુશાશ્વત એક દર્શન-જ્ઞાન લક્ષણ જીવ છે;
બાકી બધા સંયોગ લણણ ભાવ મુજથી બાહ્ય છે.” હું એક શાશ્વત જ્ઞાન-દર્શન લક્ષણમય આત્મા છું; ઉપયોગ સિવાય બીજા બધા સંયોગ લક્ષણરૂપ ભાવો છે તે મારાથી બહાર છે; તે મારા સ્વભાવ લક્ષણરૂપ નથી – આવી ધર્માત્માની અનુભૂતિ છે.
રાગાદિ ભાવો જે આત્માનું સ્વલક્ષણ હોય તો તે રાગાદિના નાશથી આત્મા પણ મરણ પામે. પણ રાગનો નાશ થવા છતાં સિદ્ધ જીવો આદિ
અનંતકાળ આનંદથી જીવે છે. માટે રાગ તે આત્માનું લક્ષણ નથી. ૧૦. ઉપયોગ જ આત્માનું લક્ષણ છે. તે આત્માથી કદી જુદું પડતું નથી. ઉપયોગના
અભાવમાં આત્માનો અભાવ હોય છે; ને આત્મા સદાય ઉપયોગ સ્વરૂપ હોય છે; આત્મા ઉપયોગ લક્ષણ વગરનો કદી હોતો નથી. “ઉપયોગ લક્ષણ જીવ છે ને એ જ સાચું જીવન છે;
એ જીવને જીવાડજે, પ્રભુ વીરનો સંદેશ છે. ચેતન-જીવન વીરપંથમાં, નહિ દેહ-જીવન સત્ય છે. * ચેતન રહે નિજ ભાવમાં બસ! એ જ સાચું જીવન છે.”
ઉપયોગ તે જીવનું સર્વસ્વ છે. તે ઉપયોગની શુદ્ધ અવસ્થા હોય ત્યારે તેની સાથે શાંતિ-વીતરાગતા-આનંદવગેરે સર્વગુણોથી આત્માનું જીવન શોભી ઊઠે છે. તેથી તે સાચું જીવન છે અને તે જીવને ઈષ્ટ છે.
મોહ-રાગાદિભાવો ઉપયોગથી વિપરીત છે, તેમાં શાંતિનું જીવન નથી, પણ ભાવમરણ છે; તેથી તે જીવને ઈષ્ટ નથી.
શુદ્ધોપયોગ તે સાચો અહિંસા ધર્મ છે; તેમાં રાગનો અભાવ છે. તે જ જીવને ઈષ્ટ છે, કેમ કે તેમાં સ્વભાવનો ઘાત થતો નથી પણ આનંદમય સ્વભાવની ઉપલબ્ધિ થાય છે, તેથી તે જ જીવને ઈષ્ટ છે. આ રીતે વીતરાગ ભાવનો ઉપદેશ તે જ ભગવાન મહાવીરનો ઈટ ઉપદેશ છે.
હે ભવ્ય જીવો! ભગવાન મહાવીરના આવા ઈષ્ટ ઉપદેશને ઓળખીને તેની ઉપાસના કરો !