________________
૧૩૬
આ ઉપયોગ મતિજ્ઞાનના ક્રમના ચાર ભેદ છે. (૧) અવગ્રહ (૨) ઇહા (૩) અવાય (૪) ધારણા. (૧) અવગ્રહઃ ચેતનામાં જે થોડો વિશેષાકારભાસવા લાગે છે તે પહેલાં થનારું જ્ઞાન તેને અવગ્રહ કહે છે. (Aoooo) (૨) ઈહા અવગ્રહ દ્વારા જાણવામાં આવેલા પદાર્થને વિશેષરૂપ ચેષ્ટાને ‘હા’ કહે છે. વિચારણા) (oco). (૩) અવાયઃ વિશેષ ચિહ્ન દેખવાથી તેનો નિશ્ચય થઈ જાય તે અવાય છે. (નિર્ણય)
(Judgement) (૪) ધારણા અવાયથી નિર્ણય કરેલા પદાર્થને કાળાંતરે ન ભૂલવો તે ધારણા છે.
(Retention). તે સિવાય મતિજ્ઞાનના અવગ્રહાદિના વિષયભૂત પદાર્થ ૧૨ ભેદ છે. ૧. બહુ ૨. બહુવિધ ૩. એક ૪. એકવિધ ૫. ક્ષિપ્ર ૬. અક્ષિપ્ર ૭. અનિ:સુત ૮. નિ:સુત ૯.અનુક્ત ૧૦ ઉક્ત ૧૧ ધ્રુવ ૧૨ અધુવ. મતિ મન અગર ઈન્દ્રિયોથી વર્તમાનકાળવર્તી પદાર્થને અવગ્રહાદિરૂપ સાક્ષાત જાણવો તે મતિ છે.
મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, અભિનિબોધ ઇત્યાદી અન્ય પદાર્થો નથી અર્થાત્ તે મતિજ્ઞાનના નામાંતર છે. સ્મૃતિ: પહેલાં જાણેલા, સાંભળેલા કે અનુભવ કરેલા પદાર્થનું નામ વર્તમાનમાં સ્મરણ આવે તે સ્મૃતિ છે. સંજ્ઞા તેનું બીજું નામ પ્રત્યભિજ્ઞાન છે. વર્તમાનમાં કોઈ પદાર્થને જોતાં,
આ પદાર્થ એ જ છે કે જેને પહેલાં જોયો હતો', એ રીતે સ્મરણ અને પ્રત્યક્ષના જડરૂપ જ્ઞાનને સંજ્ઞા કહે છે. ચિંતા ચિંતવન જ્ઞાન અર્થાત્ કોઈ ચિહ્નને દેખીને “અહીં તે ચિહ્નવાળો જરૂર હોવો જોઈએ એવો વિચાર તે ચિંતા છે. આ જ્ઞાનને ઊહ, ઊહા, તર્ક અથવા વ્યાતિજ્ઞાન પણ કહે છે. અભિનિબોધ સ્વાર્થનુમાન-અનુમાન એ તેના બીજા નામ છે. સન્મુખ