________________
૧૩૭ ચિહ્નાદિદેખીતે ચિહ્નવાળા પદાર્થનો નિર્ણય કરવો તે ‘અભિનિબોધ છે.
અજ્ઞાનીને પ્રભુ સ્મરણ (આત્મસ્મરણ) હોતું જ નથી, પરંતુ “રાગ મારે એવી પક્કડનું સ્મરણ હોય છે કેમ કે તેનો તેને અનુભવ છે. એ રીતે અજ્ઞાની ધર્મના નામે ગમે તે કાર્યો કરે તો પણ તેનું જ્ઞાન મિથ્યા હોવાથી તેને ધર્મનું સ્મરણ થતું નથી પણ રાગની પકડનું સ્મરણ થાય છે.
સંવેદન, બુદ્ધિ, મેઘા, પ્રતિજ્ઞા, પ્રજ્ઞા એ વગેરે પણ મતિજ્ઞાનના ભેદો છે. બોધનમાત્રપણું તે બુદ્ધિ, પ્રતિભા, પ્રજ્ઞા એમતિજ્ઞાનની તારતમ્યતા
(હીન-અધિકપણું) સૂચક જ્ઞાનના ભેદો છે. ૧૧. શ્રુતજ્ઞાનના ચાર ભેદો છે.
(૧) લબ્ધિ (૨) ભાવના (૩) ઉપયોગ (૪) નયા શ્રુતજ્ઞાન એટલે આ શાસ્ત્રજ્ઞાન એમ નહિ, પણ અંદરનું ભાવશ્રુતજ્ઞાન. મતિજ્ઞાનપૂર્વક અંદરમાં એક ઉત્તરતકણારૂપ જ્ઞાન થાય છે જે અરૂપી આત્માની શ્રુતજ્ઞાન પર્યાય છે. એટલે કે મતિજ્ઞાન પછી વિશેષ તર્ક ઉઠે તે શ્રુતજ્ઞાન છે. (૧) લખ્યિ બીજા પદાર્થને જાણવાની શક્તિ લબ્ધિ છે. (૨) ભાવના જાગેલા પદાર્થ પ્રત્યે ફરી ફરીને ચિંતન તે ભાવના. (૩) ઉપયોગઃ પદાર્થને જાણવાનો વ્યાપાર તે ઉપયોગ છે. (૪) નયઃ પર્યાયમાં જે આ ઉપયોગરૂપ ને યરૂપ જ્ઞાન છે અથતિ પ્રમાણરૂપ
અને એકદેશરૂપ જે જ્ઞાન છે તે શ્રુતજ્ઞાનનો ભાગ છે. શ્રુતજ્ઞાનનો પર્યાય જ્ઞાનગુણને અનુસરીને થાય છે. વળી જે આ નયરૂપ જ્ઞાન છે તે પણ ઉપયોગરૂપ જ્ઞાન છે. નિશ્ચય-વ્યવહાર આદિનો પણ ઉપયોગરૂપ જ્ઞાન છે, લબ્ધિરૂપ નહિ.
પ્રમાણજ્ઞાન પણ શ્રુતજ્ઞાનનો એક ભેદ છે. શ્રુતજ્ઞાનમાં જે આખું પ્રમાણજ્ઞાન થાય છે તે અંદરના જ્ઞાન ગુણને અનુસરીને થાય છે. પર તરફનું જે જ્ઞાન છે તે પણ પોતામાંથી થયું છે, પણ બહારને-પરને લઈને
થયું નથી.
૧૨. અવધિજ્ઞાનઃ જે ઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર,
કાળ અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે અવધિજ્ઞાન છે. અવધિજ્ઞાનના પણ ત્રણ ભેદ છે. (૧) દેશ (૨) પરમ (૩)સર્વ