________________
૧૩૮
૧૩૮ દેશાવધિ એટલે કે સર્વાવધિ એટલે પુરું અને
પરમાવધિ એટલે ઉત્કૃષ્ટ, સર્વથી વિશેષ. ૧૩. મન:પર્યયજ્ઞાન સામા જીવના મનમાં રહેલા ભાવને, પદાર્થને જાણે એવો એક
આત્માના જ્ઞાનપર્યાયનો આ ભેદ છે. આ મન:પર્યયજ્ઞાનના બે ભેદ છે. (૧) જુમતિ (૨) વિપુલ મતિ. (૧) ઋજુ મતિઃ મનમાં ચિંતવન કરેલા પદાર્થને જાણે છે, અચિંતિત પદાર્થને
નહિ; અને તે પણ સરળરૂપથી ચિંતિત પદાર્થને જાણે છે. (૨) વિપુલ મતિઃ ચિંતિત અને નહિ ચિંતિત પદાર્થને તથા વકચિંતિત અને
અવકચિંતિત પદાર્થને પણ જાણે છે. મન:પર્યયજ્ઞાન વિશિષ્ટ સંયમધારીને થાય છે. વિપુલનો અર્થ વિસ્તીર્ણ-વિશાળગંભીર થાય છે.
પોતાના તથા પરના જીવિત, મરણ, સુખ, દુ:ખ, લાભ, અલાભનું પણ જ્ઞાન થાય છે. વ્યક્ત મન કે અવ્યક્ત મનથી ચિંતવન કરેલા કે નહિ ચિંતવેલા કે આગળ જઈ જેનું ચિંતવન કરશે એવા સર્વ પ્રકારના પદાર્થોનું વિપુલમતિ
મન:પર્યયજ્ઞાની જાણે છે. ૧૪. દર્શન ઉપયોગઃ (૧૪)-(૩)
દર્શન ઉપયોગ - સ્વભાવ અને વિભાવભેદથી બે પ્રકારનો છે. જે કેવળ ઇન્દ્રિય રહિત અને અસહાય છે તે સ્વભાવદર્શન ઉપયોગ કહ્યો છે. સ્વભાવદર્શન ઉપયોગ પણ બે પ્રકારનો છે. (૧) કારણ સ્વભાવદર્શન ઉપયોગ (૨) કાર્ય સ્વભાવદર્શન ઉપયોગ. (૧) કારણ સ્વભાવદર્શન તો સદા પાવનરૂપ અને ઔદાયિકાદિ ચાર વિભાવ
સ્વભાવ પર ભાવોને અગોચર એવો સહજ પરમ પારિણામિક ભાવરૂપ જેનો સ્વભાવ છે, જે કારણ સમયસાર સ્વરૂપ છે, નિરાવરણ જેનો સ્વભાવ છે, જે નિજ સ્વભાવ સત્તામાત્ર છે, જે પરમ ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે, જે અકૃત્રિમ પરમ સ્વ-સ્વરૂપમાં અવિચળ સ્થિતિમય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે. જે નિત્ય-શુદ્ધ-નિરંજન જ્ઞાન સ્વરૂપ છે અને જે સમસ્ત દુષ્ટ પાપોરૂપ વીર દુશમનોની સેનાની ધજાના નાશનું કારણ છે એવા આત્માના ખરેખર સ્વરૂપ શ્રદ્ધાનમાત્ર જ છે.