________________
૧૩૯ (૨) કાર્યસ્વભાવદર્શનઃ દર્શનાવરણીય-જ્ઞાનાવરણીયાદિઘાતિકર્મોના ક્ષયથી
ઉત્પન્ન થાય છે. આ ક્ષાયિક જીવને જેણે સકળવિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન વડે ત્રણ ભુવનને જાણ્યા છે, નિજ આત્માથી ઉત્પન્ન થતાં પરમ વીતરાગ સુખામૃતનો જે સમુદ્ર છે, જે યથાખ્યાત નામના કાર્ય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે, જે સાદિ અનંત અમૂર્ત અતીન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ સદ્ભુત વ્યવહાર નયાત્મક છે અને જે ત્રિલોકના ભવ્ય જનોને પ્રત્યક્ષ વંદના યોગ્ય છે, એવા તીર્થંકર પરમદેવને કેવળજ્ઞાનની માફક આ કાર્યદષ્ટિ પણ યુગપદ્ લોકાલોકમાં વ્યાપનારી છે.
આ રીતે કાર્યરૂપે અને કારણરૂપે સ્વભાવ દર્શનઉપયોગ કહ્યો. દર્શન ક્યારે થાય છે? જ્ઞાનના પહેલાં દર્શન થાય છે. દર્શન વિના અલ્પજ્ઞજનોને જ્ઞાન થતું નથી, પરંતુ સર્વજ્ઞ દેવને જ્ઞાન અને દર્શન એક સાથે થાય છે. વિભાવ દર્શનના ત્રણ ભેદ કહ્યા છે. (૧) ચક્ષુ (૨) અચક્ષુ (૩) અવધિ. (૧) ચક્ષુદર્શનઃ નેત્રજન્ય મતિજ્ઞાનના પહેલાં સામાન્ય પ્રતિભાસને અથવા
અવલોકનને ચક્ષુદર્શન કહે છે. (૨) અચક્ષુદર્શન ચક્ષુ (આંખ)ના સિવાય બાકીની ઈન્દ્રિયો અને મન સંબંધી
મતિજ્ઞાનના પહેલાં થવાવાળા સામાન્ય અવલોક (દર્શન)ને અચક્ષુદર્શન
કહે છે. ' (૩) અવધિદર્શનઃ અવધિજ્ઞાનની પહેલાં થનાર સામાન્ય અવલોકનને
અવધિદર્શન કહે છે. દષ્ટિ = દર્શન - તેના બે અર્થ છે. (૧) સામાન્ય પ્રતિભાસ (૨) શ્રદ્ધા.
અંદર વસ્તુ ભગવાન આત્મામાં કારણદષ્ટિ નામ એક ત્રિકાળી સ્વભાવરૂપ કારણ સ્વભાવ દર્શન ઉપયોગ છે, અને બીજી ત્રિકાળી સ્વરૂપની પ્રતીતિશ્રદ્ધરૂપકારણસ્વભાવ શ્રદ્ધા છે. આવી શ્રદ્ધા પણ આત્મામાં ત્રિકાળ વિદ્યમાન છે. જેમ દેખવારૂપ કારણ સ્વભાવ ત્રિકાળ છે તેમ શ્રદ્ધારૂપ કારણસ્વભાવ પણ ત્રિકાળ વિદ્યમાન છે.
ભગવાન આત્માનું અસ્તિત્વ-સત્તા તો જ્ઞાન-દર્શનમય છે. દર્શન અને જ્ઞાનનો ઉપયોગ એ આત્માનો સ્વભાવ છે.