________________
૧ ૪૦
સમયસારગાથા ૭૫:
આત્મા જ્ઞાનસ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કેવી રીતે ઓળખાય તેનું લક્ષણ કહો. તેના ઉત્તરરૂપ ગાથા...!
પરિણામ કર્મતણું અને નોકર્મનું પરિણામ જે,
તે નવ કરે છે, માત્ર જાણે, તે જ આત્મા શાની છે.” ગાથાર્થ જે આત્મા આ કર્મના પરિણામને તેમજ નોકર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. ટીકાઃ નિશ્ચયથી મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિરૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ - એમાં કર્મનું પરિણામ એટલે જીવના વિકારી ભાવકર્મની વાત છે. રાગ, દ્વેષ અને સુખ-દુ:ખની કલ્પના ઇત્યાદિ કર્મના સંગે - નિમિત્તે અંતરંગમાં ઉત્પન્ન થતું જીવનું ભાવકર્મ છે, વિકારી પર્યાય છે. અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સંસ્થાન, સ્થૂલતા, સૂક્ષ્મતા ઇત્યાદિ બહાર ઉત્પન્ન થતું નોકર્મનું પરિણામ છે. આ બધુંય પુદ્ગલ પરિણામ છે.
આ પુણ્ય-પાપના અને હરખ-શોકના ભાવ અંદર થાય છે એ પુગલ પરિણામ છે. કર્મ જડ છે અને એના સંગે થયેલો ભાવ પણ કર્મનું જ પરિણામ છે. વિકારી ભાવતે પુદ્ગલ પરિણામ છે, જીવનહિ. આ શરીર, મન, વાણી, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ઇત્યાદિ જે નોકર્મના પરિણામ છે તે બધાય પુદ્ગલ પરિણામ છે. ભગવાનની ભક્તિના પરિણામ, દયા, દાન, વ્રતાદિના વિકલ્પ કે પાંચ મહાવ્રતના વિકલ્પ જે અંતરંગમાં ઉઠે તે પુગલના પરિણામ છે એમ જાણીને જ્ઞાની એનાથી ભિન્ન પડે છે, એનો સાક્ષી થઈ જાય છે. અહીં અંદરના શુભ ભાવથી જ્યાં નિવવું છે ત્યાં બહારની પ્રવૃત્તિ એની છે એ વાત ક્યાં રહી? વિશેષ અર્થ: ૧. અહીંતો રાગનો હું કર્તા અને રાગ મારું કર્મ એવી કર્તા-કર્મની મિથ્થાબુદ્ધિ
છોડીને જ્ઞાતાપણું પ્રગટ કરે તેની વાત ચાલે છે. ૨. ઉપાદાન અને નિમિત્ત બંને સાથે હોય છે એટલું બરાબર છે પણ નિમિત્તે
કાંઈ કર્યું એ વાત બરાબર નથી. ૩. “વળી જીવન પર દ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્ય
વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે; કેમ કે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે.”