________________
૪૩
સમ્યગ્દર્શનાદિ પ્રગટ થાય છે અને તે ધર્મ છે. તે સુખનો માર્ગ છે. ૧૦. ભગવાન આત્માનું કોઈ અદ્ભૂત સ્વરૂપ છે. તેનું પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ પૂર્ણ ઐશ્વર્ય, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રકાશ આદિ અનેક (અનંત) પૂર્ણ શક્તિઓથી ભરેલું ચમત્કારિક પરિપૂર્ણ સ્વરૂપ છે. એની શાંતિની પર્યાયને કરે એવા કર્તાગુણથી પૂર્ણ છે, એનું જે કાર્ય આનંદ આદિ થાય એવી કર્મ શક્તિથી પૂર્ણ છે, જે સાધન થઈને પૂર્ણ નિર્મળ દશા પ્રગટ થાય એવા સાધન ગુણથી પૂર્ણ છે, જે નિર્મળતા આદિ પ્રગટે તે પોતે રાખે એવી સંપ્રદાન શક્તિથી પૂર્ણ છે ઈત્યાદિ. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આત્માનું આવું પરિપૂર્ણ ચૈતન્યઘન સ્વરૂપે કહ્યું છે. એનું યથાર્થ શ્રદ્ધાન થવાથી જ સમ્યગ્દર્શન થાય છે, ત્યારે જ ધર્મના પંથની ઓળખાણ થાય છે.
૧૧. શુદ્ધ નયને આધીન એટલે આત્માના પૂર્ણ સ્વરૂપને જોનારી જે દૃષ્ટિ તેને આધીન ભગવાન આત્મા પ્રગટ થાય છે, કેવો છે તે આત્મા ? સમસ્ત પર દ્રવ્યોથી ભિન્ન ઝળહળ આત્મજ્યોતિ સ્વરૂપ છે, તે પ્રગટ થાય છે.
૧૨. જે નવ તત્ત્વમાં પ્રાપ્ત હોવા છતાં-જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એમ નવ તત્ત્વોમાં વ્યામ હોવા છતાં પોતાના શુદ્ધ જ્ઞાયકપણે એકપણે જ રહે છે.
૧૩. આત્માની એકેએક શક્તિ પરિપૂર્ણ છે. એવી અનંત શક્તિઓનો પિંડ આત્મવસ્તુ પરિપૂર્ણ એક સ્વરૂપ છે. તે નવ તત્ત્વોમાં દેખાતો હોવા છતાં પોતાનું એકપણું છોડતો નથી. જ્ઞાયક છે તે રાગમાં છે, દ્વેષમાં છે એમ દેખાય, શુદ્ધતાના અંશમાં દેખાય, શુદ્ધતાની વૃદ્ધિ થાય એમાં દેખાય, છતાં જ્ઞાયક ચૈતન્ય જ્યોતિ પોતાનું એકપણું છોડતી નથી. ભગવાન આત્મા નવ તત્ત્વમાં ભેદરૂપ થયેલો દેખાય છતાં તે જ્ઞાયકપણાને છોડતો નથી, જ્ઞાયક....જ્ઞાયક.... એક જ્ઞાયક સામાન્ય એકપણે જ રહે છે. અનેક અવસ્થાઓમાં વ્યાપ્ત તે ચૈતન્ય સામાન્ય એક માત્ર ચૈતન્યપણે જ રહે છે. એ નિર્મળાનંદ ભગવાન આત્માની પ્રસિદ્ધિ કરવી હોય તો એના એકપણાની સામાન્ય સ્વભાવની દૃષ્ટિ કરવી જોઈએ. ત્યારે જ એની સાચી પ્રતીતિ અને સાક્ષાત્કાર થાય છે, તેને સમ્યગ્દર્શન કહે છે.
૧૪. આત્મા જ્ઞાયક સ્વરૂપ પરના જાણવા કાળે અજીવને જાણે, રાગને જાણે, દ્વેષને જાણે, શરીરને જાણે, ત્યાં જાણપણે જે પરિણમે તે પોતે પરિણમે