________________
૪૨
૨. પણ
તેથી જે મૂળ દ્રવ્ય, જે જ્ઞાયક ભાવ છે તે રાગાદિરૂપ મલિન થઈ જતું નથી. એ તો નિર્મળાનંદ, ચિદાનંદ ભગવાન જેવો છે તેવો ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપે રહે છે, સ્વભાવે રહે છે.
3.
દ્રવ્ય દૃષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે, અને પર્યાય દષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે અને તેની અવસ્થા પુદ્ગલ કર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન થાય છે. ૪. પર્યાયમાં જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે એ તો પર દ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. જ્ઞાયક સ્વભાવમાં એ નથી. નિત્યાનંદ ધ્રુવ પ્રભુ જ્ઞાયકમાં એ પર્યાય ભેદો નથી. પર્યાયમાં જે અશુદ્ધતા છે તે દ્રવ્ય દૃષ્ટિમાં ગૌણ થઈ જાય છે.
૫. વસ્તુ સ્વભાવની દૃષ્ટિથી જોઈએ તો સ્વભાવ ત્રિકાળ એકરૂપ શુદ્ધ જ છે, દ્રવ્ય દ્રવ્યરૂપ જ છે. એની વર્તમાન અવસ્થા પર દ્રવ્યના નિમિત્તે અશુદ્ધ થઈ છે, પણ એ ગૌણ છે.
૬. આત્મામાં બે પ્રકાર :
(૧) ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ ભાવ(૨) વર્તમાન પર્યાય ભાવ
ત્યાં ત્રિકાળી સ્વભાવ જે જ્ઞાયક ભાવ તે કદી પ્રમત-અપ્રમત એવા ચૌદ ગુણસ્થાનના ભેદરૂપ થયો નથી, નિરંતર જ્ઞાયકપણે શુદ્ધ રહ્યો છે. માટે વર્તમાન પર્યાયને ગૌણ કરી એવા શુદ્ધ જ્ઞાયકને દૃષ્ટિમાં લેવો તે સમ્યગ્દર્શન અને જાણવો તે સમ્યજ્ઞાન છે. આ વીતરાગ માર્ગની મૂળ વાત છે.
૭. સુખ નિધાન પ્રભુ આત્મા દુ:ખરૂપ કેમ પરિણમે ? દુ:ખપણે તો પર્યાય પરિણમી છે. એ પર્યાય અશુદ્ધ છે અને પરના લક્ષે વિકારી થઈ છે. ગુણ કદીયે વિકારી થયો નથી.
૮. દૃષ્ટિનો વિષય શુદ્ધ છે અને દૃષ્ટિ પણ શુદ્ધ છે. દષ્ટિએ ત્રિકાળી શુદ્ધની પ્રતીતિ કરી, શુદ્ધમાં ‘શુદ્ધ’ જણાયો. આવો વીતરાગમાર્ગ સૂક્ષ્મ છે. દૃષ્ટિ જ્યારે ‘શુદ્ધ’ની થાય ત્યારે વસ્તુ શુદ્ધ છે એમ જાણ્યું કહેવાય.
૯.
‘‘આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી’’ જ્ઞેય પદાર્થનું જ્ઞાન થયું ત્યાં ‘જાણનારો તે હું જ છું, જ્ઞેય તે હું નથી.’ એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. નિર્મળાનંદ ધ્રુવ જ્ઞાયકનું લક્ષ કરતાં