________________
૧૬૮
વ્યવહારની ઊંડી સૂક્ષ્મ મિઠાસ મિથ્યાદષ્ટિને રહે છે તેથી પોતાના સ્વભાવમાં ઉલ્લાસ લાવીને તે સમ્યગ્દષ્ટિ થઈ શકતો નથી :
નવ તત્ત્વની શ્રદ્ધા અને અગીયાર અંગનું જ્ઞાન હોવા છતાં જીવને સમ્યગ્દર્શન કેમ અટકે છે-તે બતાવે છે.
૧. માત્ર જ્ઞાનના ખ્યાલમાં વસ્તુને લેવાથી સમ્યગ્દર્શન થતું નથી, પરંતુ જ્ઞાન સાથે વીર્યના તે તરફના વજનનું કામ છે. જ્ઞાન અને વીર્ય બંનેના વજનને સ્વભાવમાં વાળવાની વાત છે; શુભ રાગથી મારો સ્વભાવ જુદો છે એવું જે જ્ઞાન તે તરફ વીર્યને ઢાળ્યું એટલે તરત જ સમ્યગ્દર્શન થયું.
૨. જો સ્વભાવની રુચિ કરે તો વીર્ય સ્વભાવ તરફ ઢળે, પણ જેને રાગનું પોષણ અને રૂચિકરપણું છે તેને વ્યવહારનું વલણ ખસતું નથી. જ્યાં સુધી માન્યતામાં અને રુચિના વીર્યમાં નિરપેક્ષ સ્વભાવ ન રુચે અને રાગ રુચે ત્યાં સુધી એકાંત મિથ્યાત્વ છે.
૩. જીવ અશુભ ભાવ ટાળીને શુભ ભાવ તો કરે છે પરંતુ શુભ ભાવમાં તે ધર્મ માને છે તે સ્થૂળ મિથ્યાત્વ છે. અશુભ ટાળીને જીવ શુભ ભાવ કરે છે અને શુભ ભાવથી ધર્મ નથી એમ પણ શાસ્ત્ર વગેરેના જ્ઞાનથી ખ્યાલમાં લે છે, છતાં એકલા ચૈતન્ય સ્વભાવ તરફના વીર્યના અભાવે તેને મિથ્યાત્વ રહી જાય છે. ૪. એકલો ચૈતન્ય સ્વભાવ છે તે તરફના જોરે વર્તમાન તરફથી ધ્યાન ખસવું જોઈએઆ જ દર્શન વિશુદ્ધિ છે. જ્ઞાનના ઉઘાડ ઉપર, કષાયની મંદતા ઉપર કે ત્યાગ ઉપર જોર નથી પરંતુ દર્શન વિશુદ્ધિ ઉપર જ આખું જોર છે.
૫. દિવ્યધ્વનિનો આશય તો ખ્યાલમાં આવે છે કે ‘આમ કહેવા માંગે છે’ પરંતુ તેની રુચિ નથી કરતો. ક્ષયોપશમ ભાવે માત્ર ધારણાથી ખ્યાલ કરે છે પરંતુ યથાર્થપણે રુચિથી સમજ્યો નથી. જો યથાર્થપણે રુચિથી સમજે તો સમ્યગ્દર્શન થાય જ. ૬. સ્વભાવની રુચિપૂર્વક સ્વભાવની વાત જે જીવ સાંભળે છે તે રાગથી અંશે તે વખતે જુદો પડીને સાંભળે છે. સ્વરૂપની વાત સાંભળતા તે તરફ મહિમા લાવીને ‘ અહો ! આ તો મારું સ્વરૂપ જ બતાવી રહ્યા છે ’ એમ સ્વભાવ તરફના વીર્યનો ઉલ્લાસ આવવો જોઈએ. પણ જો ‘આ કામ આપણાથી ન થાય' એમ માને તો તે વર્તમાન પૂરતા રાગની પકડમાં અટકી ગયો છે; પણ રાગથી જુદો પડતો નથી.
ત્રિકાળી સ્વભાવની આડ મારી હોવાથી(અરુચિ કરી હોવાથી) તેને