________________
૩૬
૨. યથાર્થ નિર્ણય :
અરે ભાઈ ! એટલો નિર્ણય તો પ્રથમ કર કે નિર્મળાનંદનો નાથ ત્રિકાળી શુદ્ધ ચિદાનંદ પ્રભુ અંદર બિરાજે છે. તેનો આશ્રય કરવાથી પર્યાયમાં સમયગ્નાનદર્શન પ્રગટ થાય છે. સર્વ વિકલ્પોને છોડી દે અને ત્રિકાળ સચ્ચિદાનંદ ભગવાન આત્માનો એક વાર અનુભવ કર.
શ્લોક ૩૪ સમયસાર ઃ
હે ભવ્ય ! તને બીજો નકામો કોલાહલ કરવાથી શો લાભ છે ? એ કોલાહલથી તું વિરક્ત થા અને એક ચૈતન્યમાત્ર વસ્તુને પોતે નિશ્ચળ લીન થઈ દેખ; એવો છ મહિના અભ્યાસ કર અને જો કે એમ કરવાથી પોતાના હૃદય સરોવરમાં જેનું તેજ પ્રતાપ-પ્રકાશ પુદ્ગલ ભિન્ન છે એવા આત્માની પ્રાપ્તિ થતી નથી કે થાય છે. ભાવાર્થ:
જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય; જો પર વસ્તુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય. પોતાનું સ્વરૂપ તો મોજુદ છે, પણ ભૂલી રહ્યો છે; જો ચેતીને દેખ તો પાસે જ છે. અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે - તેનું થવું તો અંતઃર્મુહત માત્રમાં જ છે, પરંતુ શિષ્યને બહુ કઠીન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. જો સમજવામાં બહુ કાળ લાગે તો છ મહિનાથી અધિક નહિ લાગે; તેથી અન્ય નિષ્પ્રયોજન કોલાહલ છોડી આમાં લાગવાથી જલ્દી સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ;
ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહિ આત્માર્થ.’’
સાર એ છે કે તું સ્વરૂપમાં એકાગ્ર થઈને સ્વસંવેદન વડે શુદ્ધ ચિદ્રુપમાત્ર વસ્તુનો અનુભવ કર.
૩. ધર્મ કરવો હોય તેણે કેવું વસ્તુ સ્વરૂપ જાણવું જોઈએ ?
૧. ધર્મ તો આત્માની પર્યાય છે, એટલે આત્મામાં જ થાય. આત્માનો ધર્મ પરમાં ન થાય તેમ જ પર વડે પણ ન થાય. ધર્મ તો પર્યાયમાં જ થાય છે પણ તે પર્યાય વડે એટલે કે પર્યાય સામે જોવાથી કે પર્યાયનો આશ્રય કરવાથી ધર્મ ન થાય, પણ દ્રવ્યની સન્મુખતાથી પર્યાયમાં ધર્મ થાય છે. પરનો તો આત્મામાં અભાવ છે એટલે પર સામે જોવાથી ધર્મ થતો નથી.