________________
૩૭
૨. હવે પોતાની અવસ્થામાં જેને ધર્મ કરવો છે તેને અધર્મને ટાળવો છે ને ધર્મપણે થઈને આત્માને સળંગ ટકાવી રાખવો છે. જુઓ આમાં ધર્મ કરવો છે’ એમ કહેતાં તેમાં નવી પર્યાયના ઉત્પાદનો સ્વીકાર આવી જાય છે. ‘અધર્મને ટાળવો છે’ તેમાં પૂર્વ પર્યાયના વ્યયનો સ્વીકાર આવી જાય છે. અને ‘આત્માને સળંગ ટકાવી રાખવો છે’ એમાં સળંગ પ્રવાહ અપેક્ષાએ ધ્રુવનો સ્વીકાર આવી જાય છે.
આવી રીતે ધર્મ કરવાની ભાવનામાં વસ્તુના ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વભાવનો સ્વીકાર આવી જાય છે. વસ્તુમાં જો ઉત્પાદ-વ્યય-ધ્રુવ ન થતા હોય તે અધર્મ ટળીને ધર્મની ઉત્પત્તિ થાય નહિ ને આત્મા સળંગ ટકી શકે નહિ. અને તે ઉત્પાદ-વ્યય-ધ્રુવ પણ જો કાળના નાનામાં નાના ભાગમાં ન થતા હોય તો એક સમયમાં અધર્મ ટળીને ધર્મ ન થઈ શકે. ન માટે ધર્મ કરનારે વસ્તુને સમયે સમયે ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વભાવવાળી જાણવી જોઈએ.
૩. દ્રવ્ય-ગુણ કાયમ છે, ને પર્યાય ક્ષણિક છે. તે ત્રણેને જાણીને કાયમી દ્રવ્ય તરફ વર્તમાન પર્યાયને વાળ્યા વગર ધર્મ થતો નથી.
૪. ક્રિયાકાંડ કે શુભ રાગથી ધર્મની કમાણી થતી નથી.
૫. ભાઈ ! તારા જ્ઞાનમાં તું એવો નિર્ણય કર કે દ્રવ્યમાં જે સમયે જે પરિણામ છે તે સમયે તે જ સત્ છે, તેનો હું જ્ઞાતા છું, તેમાં ફેરફાર કરનાર નથી. આમ જાણતા પર્યાયમાં રાગનું સ્વામીપણું ને અંશ બુદ્ધિ ટળી જાય છે. તે દ્રવ્યના લો સમ્યક્ત્વ અને વીતરાગતા થાય છે તે જ ધર્મ છે.
૬. પર દ્રવ્યને કરવાની તો વાત નથી પણ પોતાના અશુદ્ધ અને શુદ્ધ પર્યાયો સ્વકાળે ક્રમબદ્ધ જે થવાના તે જ થાય. એટલે પોતામાં પણ પર્યાયને આડી અવળી કરવાનું જ રહ્યું નહિ. માત્ર જેમ થાય છે તેમ જાણવાનું જ રહ્યું. જેમ સર્વજ્ઞ જ્ઞાત છે તેમ ધર્મી પણ જ્ઞાતા થઈ ગયો.
ક્રમબદ્ધના નિર્ણયનું તાત્પર્ય અકર્તાપણારૂપ વીતરાગતા છે. એ વીતરાગતા અનંત પુરુષાર્થે દ્રવ્ય પર દષ્ટિ જતાં થાય છે. આહાહા ! આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે.
૭. શરીર અને રાગાદિથી ભિન્ન પરિપૂર્ણ આત્મા કેવો છે તેને જો જાણે તો મુક્ત થયા વિના રહે નહિ. આત્મા જે સ્વરૂપે છે તેનું સાચું જ્ઞાન કરવા જેવું છે.