________________
છે. જ્ઞાની ગુરુના સુયોગ અને તેમની વાણી માત્રથી એ નથી થતું પરંતુ ગુરુની વાણીનો મર્મ જેને પોતાના જ્ઞાનમાં પ્રતિભાસિત થયો છે તેને આ વિશુદ્ધ ચિંતનધારા શરૂ થાય છે. (તત્ત્વ ચિંતન)
આપણો એક બીજો પ્રશ્ન હોઈ શકે કે અજ્ઞાનીને જ્ઞાન જ નથી, તે આ બધું કેવી રીતે કરે? તો એમ નથી કે તેની પાસે જ્ઞાનનો અભાવ છે. અજ્ઞાની પાસે તો જ્ઞાન ઘણું છે પરંતુ પર સત્તામાં આસક્તિને કારણે તેના જ્ઞાનનો સૂક્ષ્માતિસૂક્ષ્મ વ્યવસાય પણ પરમાં જ થાય છે.
પરંતુ એ જ જ્ઞાન સદ્ગુરુ ભગવાન પાસેથી આનંદધામ સ્વ-સત્તાનો મહિમા સાંભળીને તેના પ્રત્યે અત્યંત પ્રેમ-મહિમા આવતા, તેના પ્રત્યે ઉગ્ર વ્યવસાય કરીને તેમાં એકાગ્ર થતાં, સમ્યજ્ઞાનરૂપે પરિણમી જાય છે અને આત્માનો અનુભવ સહજ થઈ જતાં એ અતીન્દ્રિય આનંદનું સંવેદન કરવા લાગે છે.
અહીં માત્ર રુચિનો પલટો થતાં, ઉપયોગ સ્વયં પલટી જાય છે. સત્ય પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે અને આ સહજ અને સુલભ છે. ૧૪. અજ્ઞાનના જ્ઞાનની આ ઇહાત્મક પ્રશ્ન છે કે “અજ્ઞાનનો અંત કેવી રીતે આવે?' તે
જ અજ્ઞાનનો એક ખૂલ્લો પડકાર છે. આ પ્રશ્નમાં અજ્ઞાનીને અજ્ઞાનનું સ્વરૂપ જણાઈ ગયું છે. હવે તે સમજવા લાગ્યો છે કે મારી ચૈતન્ય સત્તા તો અનાદિ અનંત પૂર્ણ, ધ્રુવ, અક્ષયાનંદ અને સર્વસંબંધ વિનાની છે અને મારી જવૃત્તિઓ તેને નશ્વર, અપૂર્ણ, દુઃખી, અજ્ઞાની અને પરાધીન કલ્પી છે. એ જ મારું અજ્ઞાન હતું અને અજ્ઞાન આત્માની પર્યાય હોવા છતાં પણ જૂ હોવાથી કદી પણ અનુશીલન યોગ્ય અર્થાત્ શ્રદ્ધેય નથી કેમ કે અજ્ઞાનના અનુશીલનમાં કદી
પણ સાચી આત્મસત્તાની ઉપલબ્ધિ થઈ શકતી નથી. ૧૫. આ રીતે અજ્ઞાનને તે સ્વ સત્તા વિરોધી અને નિતાન્ત મિથ્યા માનીને અજ્ઞાન
અને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ પર-સત્તાવલંબી પુણ્ય અને પાપની વૃત્તિઓ અને અનંત પર-સત્તાઓ સાથે એકત્વ તોડતો અને સમર્થ ભેદજ્ઞાનના બળથી સ્વસત્તામાં જ એત્વ અને અહંની સ્થાપના કરતો પોતાના અવિરામ ચિંતન દ્વારા જ્યારે મહા મહિમાય, આનંદ નિકેતન નિજ ચૈતન્ય સત્તામાં જ અલખ જગાવે છે ત્યારે, અનાદિથી પુણ્ય-પાપ જેવી પરસત્તામાં પડેલી તેની શ્રદ્ધાનું અહં કંપિત અને વિડોલિત થઈને અલન પામે છે અને પાછું ફરીને પોતાની