________________
ધ્રુવ અક્ષય સત્તામાં જ અહંશીલ થાય છે. સ્વરૂપના અહમાં ધારાવાહિક સક્રિય
આ ગૌરવમય વૃત્તિને જ સમ્યગ્દર્શન કહે છે. ૧૬. શ્રદ્ધાના સ્વસત્તામાં અહં પરિણત થવાની ક્ષણે જશ્રુતજ્ઞાનની અવિરામ ચિંતન
ધારા મનનું અવલંબન તોડતી, વિરામ પામીને તે જ શુદ્ધ સત્તામાં એકત્વ કરતી અતીન્દ્રિય આનંદની અનુભૂતિ કરે છે. ઉપયોગની આ પરિણતિ જ સમ્યજ્ઞાન છે; તે એક સમયની અનુભૂતિનો વિલય થઈ ગયા પછી પણ ભેદવિજ્ઞાનની પ્રચંડ શક્તિ સહિત સમ્યગ્દર્શન સાથે શુદ્ધ પરિણતિ નિરંતર ટકી રહે છે અને તે જ વખતે કિંચિતરાગાંશોના અભાવથી ઉત્પન્ન અલ્પ-સ્વરૂપસ્થિરતા જ સ્વરૂપાચરણ ચારિત્ર છે. આ રીતે પરમ આનંદસ્વરૂપ આ અનુભૂતિ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રની ત્રિવેણી છે અને સાક્ષાત મોક્ષમાર્ગ છે.
જૈન દર્શનનું આ ચિંતન ખરેખર કેટલું વૈજ્ઞાનિક છે - જ્યાં તે એમ પ્રતિપાદન કરે છે કે જીવન-કળાનો આરંભ જ જીવન તત્વ (નિજે અક્ષય સત્તા)ના સ્વીકારથી થાય છે, તેથી સાધનાના પ્રથમ ચરણમાં તેણે સમ્યગ્દર્શનની સ્થાપના કરી અને કહ્યું કે એના વિના સર્વ બોધ અને જીવનની સર્વ આચારસંહિતા મિથ્યા જ હોય છે.
પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે.” સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે તેના વગર બધી જ ક્રિયાઓ એકડા વગરના મીંડા જેવી છે. ૧૭. સમ્યગ્દર્શન જેવી જીવનની મહાન ઉપલબ્ધિ અને તેનો વિષય હદયગમ કરવા
માટે જો આત્મપદાર્થના દ્રવ્ય-પર્યાય સ્વરૂપ ઉપર અનેકાંતિક દષ્ટિએ વિચાર કરીએ તો નિર્ણય બહુ સહેલો થઈ જાય. એ નિર્વિવાદ છે કે આત્મપદાર્થના બે અંશ છે, દ્રવ્ય અને પર્યાય. દ્રવ્ય અંશ - જેને શુદ્ધચૈતન્ય સત્તા, કારણ પરમાત્મા, પરમ પરિણામિક ભાવ પણ કહે છે; તે સદા પરથી ભિન્ન, અક્ષય, અનંત શક્તિમય, પૂર્ણ ધ્રુવ, અત્યંત શુદ્ધ અને પૂર્ણ નિરપેક્ષ છે. તેમાં કાંઈ પણ કરવાનો કદી અવકાશ નથી અને તે સદા જેમનો તેમ રહે છે. આ રીતે દ્રવ્યાંશનું પૂર્ણ અને શુદ્ધ સ્વરૂપ સિદ્ધ થાય છે. હવે પર્યાય અંશ – એની કાર્ય-મર્યાદા પર વિચાર કરીએ. પર્યાયને દ્રવ્યમાં તો કાંઈ કરવાનું જ ન રહ્યું, તો પછી પર્યાયનું કાર્ય શું હોય? તો તેનો એક આ સરળ ઉત્તર છે કે જો આત્માનો સ્વભાવ જ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, આનંદ આદિ છે તો તેની પર્યાયનું કારણ પણ નિત્ય