________________
૭૩
નિશ્ચય છે અને તે આસ્રવ છે. બંધનું કારણ છે. અને પોતે જે વિકલ્પ રહિત નિર્વિકલ્પ ચીજ છે એનું નિર્વિકલ્પ તદ્રુપ અંતરમગ્ન પરિણમન થાય તે નિર્વિકલ્પ નિશ્ચય છે અને તે જ મોક્ષનું કારણ છે.
શ્લોક ૨૩ (નિયમસાર) :
“દશિ-જ્ઞપ્તિ-વૃત્તિસ્વરૂપ (દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમતું) એવું જે એક જ ચૈતન્ય સામાન્યરૂપ નિજ આત્મ તત્ત્વ તે મોક્ષેચ્છુઓનો (મોક્ષનો) માર્ગ છે. આ માર્ગ વિના મોક્ષ નથી.’'
‘દશ....’ અર્થાત્ સમ્યગ્દર્શન. એટલે શું ?
ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અંદર ત્રિકાળ ધ્રુવ પૂર્ણાનંદ સ્વરૂપ છે, તેની અંતર-અનુભવમાં પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે, અને તે ધર્મનો પહેલો અવયવ છે. અર્થાત્ ધર્મમાં સૌથી પહેલાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. અંદર વસ્તુ પોતે ભગવાન સ્વરૂપ (જ્ઞાનાનંદમય) પૂર્ણ છે. તેમાં એકાગ્ર થતાં . રાગથી નિરપેક્ષ-રાગની અપેક્ષા વિના જ-નિર્વિકલ્પ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. તેને અહીં વીતરાગ માર્ગમાં - ‘દશ’ અર્થાત્ ધર્મની પહેલી ક્રિયા કહેવામાં આવેલ છે.
‘મિ....’ જ્ઞપ્તિ એટલે જાણવું તે, જ્ઞાન. અંતરના નિજ ત્રિકાળી ભગવાન સ્વરૂપ આત્મામાં એકાગ્ર થતાં આત્માશ્રિત જે સ્વ સંવેદનરૂપ સમ્યગ્નાન પ્રગટે તેને અહીં જ્ઞાન કહેવામાં આવે છે. ભાઈ ! એકલું શાસ્ત્રનું ભણતર એ કાંઈ જ્ઞાન નથી. સ્વ સંવેદન એટલે સુખાદિ અંતરંગ વિષયોનું જ્ઞાન. ભગવાન કેવળીના માર્ગમાં જ્ઞાન તો એને કહીએ કે જે સ્વ આશ્રિત હોય અને સ્વરૂપ સન્મુખ થતાં અંતરમાંથી પ્રગટ થયું હોય. અંદર શુદ્ધ ચૈતન્યમય ધ્રુવ આત્મસ્વરૂપમાં સહજ જ્ઞાનની જ્યોત નિરંતર ઝળહળે છે. તો તેમાં એકાગ્ર થતાં અંતરમાંથી જે જ્ઞાનનો કણ જાગે તેને જ્ઞાન-સમ્યજ્ઞાન કહે છે. તે મોક્ષમાર્ગનો એક અવયવ છે.
‘વૃત્તિ....’ વૃત્તિ અર્થાત્ પરિણતિ, ચારિત્ર. અંદર ચિદાનંદ ભગવાન આત્માના અનુભવમાં, આનંદના સ્વાદ સહિત સ્વ સ્વરૂપની પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે, તેનું જ્ઞાન તે જ્ઞાન છે, અને તેમાં-નિજાનંદ સ્વરૂપમાં લીનતારમણતા થવી તે ચારિત્ર છે. અંતર-એકાગ્રતા ને અંતર-લીનતા વિના ચારિત્ર કેવું ? માત્ર શરીરના અને રાગની ક્રિયામાં ચારિત્ર માને તે મિથ્યા ભાવ છે.